________________
સ્વ. વસનજી લખમશી શાહ
મારા મિત્ર અને જૈન સમાજના એક આગેવાન તથા સંનિષ્ઠ કાર્યકર શ્રી વસનજી લખમશી શાહનું ૬૯ વર્ષની વયે તા. ૧૨મી ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ મુંબઈમાં અવસાન થયું.
શ્રી વસનજીભાઈ છેલ્લા કેટલાક વખતથી કિડનીના રોગથી પીડાતા હતા. અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં જતા હતા. ત્યાર પછી દાક્તરોએ સલાહ આપી કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી. એમનાં ધર્મપત્ની શ્રી કાન્તાબહેનની કિડની યોગ્ય જણાઈ. તે ટ્રાન્સપ્લાન્ટ થઈ. થોડા મહિના સારું રહ્યું, પણ પછી તબિયત બગડતી ગઈ અને હોસ્પિટલમાં દાખલ થયા. દિવસે દિવસે શરીર ઘસાતું ગયું અને એમ કરતાં છેવટે એમના જીવનનો દીપ બુઝાઈ ગયો.
૧૯૯૭નું વર્ષ વસનજીભાઈ માટે બહુ ભારે રહ્યું. વારંવાર હોસ્પિટલમાં ડાયાલિસિસ, ઓપરેશન, સારવાર માટે જવાનું રહ્યા કર્યું. દરમિયાન એમનાં માતુશ્રી રતનબાઈનું અવસાન થયું. તદુપરાંત જમાઈનું પણ ઘણા દિવસ બેભાન રહ્યા પછી અવસાન થયું. જમાઈના અવસાનના સમાચાર વસનજીભાઈને આઘાત ન લાગે એ માટે આપવામાં આવ્યા ન હતા. તો પણ એમની લાંબા સમય સુધીની બેભાન અવસ્થાને કારણે તેઓ ચિંતિત હતા.
-
વસનજીભાઈના કુટુંબ સાથે મારો પરિચય તો ઠેઠ ૧૯૫૫ના ગાળામાં થયો હતો, કારણ કે એમનાં નાનાં બહેન શ્રી સુશીલાબહેન તથા ભાઈશ્રી મૂળચંદભાઈ ઝેવિયર્સ કોલેજમાં મારા વિદ્યાર્થી હતાં. ત્યારે તેઓ ઘાટકોપરમાં રહેતાં. પરંતુ એ સંબંધ અધ્યાપક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org