________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુ કાવ્યો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુકાવ્યો મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે લખાયાં છે. વસંત ઋતુમાં, ફાગણ મહિનામાં ગાવા માટેના ફાગમાં સંયમિત શૃંગારરસના નિરૂપણને થોડો અવકાશ હોય એવાં જૈન કથાનકોમાં નેમિનાથ અને રાજુલના કથાનક ઉપરાંત સ્થૂલિભદ્ર અને કોશાનું કથાનક પણ જાણીતું છે. સૌથી વધારે ફાગુકાવ્યો નેમિનાથ અને રાજુલ વિશે લખાયાં છે અને તે પછી સ્થૂલિભદ્ર અને કોશા વિશે લખાયાં છે.
અત્યાર સુધીમાં સ્થૂલિભદ્ર અને કોશા વિશેનાં જે ચાર ફાગુકાવ્યો ઉપલબ્ધ છે તે કાલાનુક્રમે નીચે મુજબ છે. આ દરેક ફારુકાવ્યની પોતાની કેટલીક વિશિષ્ટતા છે.
(૧) જિનપદ્મસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગ' (૨) હલરાજકૃત “સ્થૂલિભદ્ર ફાગુ (૩) જયવંતસૂરિસ્કૃત “સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ” (૪) માલદેવકૃત “સ્થૂલિભદ્ર ફાગ'
(સ્થૂલિભદ્ર વિશે બીજાં બેએક ફાગુકાવ્ય લખાયાં હોવાનો ઉલ્લેખ મળે છે પણ તેની હસ્તપ્રત વિશે નિશ્ચિત માહિતી મળતી નથી. એટલે હાલ તે વિશે કશું લખી શકાય એમ નથી.)
સ્થૂલિભદ્ર અને કોશાના પ્રણયસંબંધને કારણે અને પછીથી સ્થૂલિભદ્ર પંચ મહાવ્રત અંગીકાર કરી, મુનિ થઈને, કોશાના ઘરે જ અવિચળ રહીને ચાતુર્માસ પસાર કરે છે એ ઐતિહાસિક કથાનકમાં શૃંગારરસ, વિશેષતઃ વિપ્રલંભ શૃંગારરસના અવકાશને કારણે તથા સ્થૂલિભદ્ર કોમદેવ જે ઉપર વિજય મેળવે છે એ સંયમશીલતાના મહિમાને કારણે જૈન સાધુ કવિઓને સ્થૂલિભદ્રનું કથાનક ફાગુકાવ્ય માટે વિશેષ અનુકૂળ થાય તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org