________________
સાંપ્રત સહચિંતન –– ભાગ ૧૦
તિબેટમાં રામકથા
તિબેટમાં જે રામકથા પ્રચલિત છે તેના ઉપર વાલ્મીકિના રામાયણ કરતાં જૈન પરંપરાના રામાયણનો પ્રભાવ વિશેષ જણાય છે. એની કથાનો આરંભ રાવણના જીવનથી થાય છે અને અંતે રામ અને સીતાના મિલનમાં કથાની પૂર્ણાહુતિ થાય છે.
તિબેટમાં પ્રચલિત રામકથા પ્રમાણે દશરથ રાજાને માત્ર બે જ રાણી હતીઃ (૧) જયેષ્ઠા અને (૨) કનિષ્ઠા. એમાં ભગવાન વિષ્ણુ કનિષ્ઠા રાણીના કુંવર ‘રામન' તરીકે અવતાર ધારણ કરે છે. ‘રામન’ના જન્મ પછી જયેષ્ઠાની કુખે લક્ષ્મણ ત્રણ દિવસ પછી જન્મે છે. તિબેટના રામાયણ પ્રમાણે સીતા તે રાવણની દીકરી છે. પરંતુ પોતાને ત્યાં જન્મેલી આ દીકરી ભવિષ્યમાં પોતાના વધની નિમિત્ત બનશે એવી આગાહી સાંભળતાં રાવણ એનો ત્યાગ કરાવે છે. એ બાળકી ભારતના ખેડૂતોના હાથમાં આવે છે. તેઓ એ તેજસ્વી બાલિકાને ઉછેરે છે અને એનું નામ લીલાવતી રાખવામાં આવે છે. એનું અપર નામ ‘જીતા' (સીતા) પાડવામાં આવે છે.
તિબેટના રામાયણ પ્રમાણે સરખી ઉંમરના બે ભાઇઓ રામ અને લક્ષ્મણમાંથી કોને રાજ્ય સોંપવું એની સમસ્યા દશરથ આગળ ઉપસ્થિત થાય છે, કારણ કે લક્ષ્મણ જ્યેષ્ઠા રાણીનો પુત્ર છે. આ ઝઘડાને કારણે રામ સ્વેચ્છાએ ગાદીનો અસ્વીકાર કરી વનવાસ સ્વીકારે છે. વનવાસમાં જતાં પહેલાં સીતાના પાલક પિતાના અનુરોધથી રામ સીતા સાથે લગ્ન કરે છે. પરંતુ તેઓ જ્યાં રાજધાની અયોધ્યાને છોડીને નગર બહાર અશોકવાટિકામાં આવે છે ત્યાં જ રાવણ સીતાનું હરણ કરી જાય છે.
તિબેટના રામાયણ પ્રમાણે વાલી અને સુગ્રીવ વચ્ચે થયેલા હંદુ યુદ્ધ વખતે, બંને ભાઇઓ એકસરખા દેખાતા હોવાથી સુગ્રીવને ઓળખવા માટે એના પૂંછડે દર્પણ બાંધવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org