________________
૪૨
હતો. આશ્રમમાં હોવા છતાં સમારંભમાં ત્રણ કલાક તેઓ બેસી શકશે કે કેમ એ વિશે શંકા હતી. પરંતુ તેઓ પોતાના મનોબળથી સ્વસ્થ થઇ ગયા અને કાર્યક્રમમાં બરાબર ઉપસ્થિત રહી શક્યા. આ મનોબળને કારણે જ તેઓ ૮૦ની ઉંમર પછી ઈંગ્લેંડ, આફ્રિકા, અમેરિકા એકથી વધુ વાર જઇ શક્યા હતા.
બાપુજી પત્રવ્યવહારમાં સરકારી અમલદારની જેમ બહુ ચીવટવાળા હતા. જે કોઇનો પત્ર આવે અને એમાં પણ કોઇએ માર્ગદર્શન માંગ્યું હોય એને અચૂક જવાબ લખાયો હોય. રોજ ઘણુંખરું સાડા અગિયાર વાગે જમવા જતાં પહેલાં જો ટપાલ આવી ગઇ હોય તો ત્યારે અને નહિ તો પછી જમ્યા બાદ બધી ટપાલો બીજા પાસે વંચાવી લેવામાં આવે અને અનુકૂળતા મળતાં જવાબ પણ લખાઇ જાય. આફ્રિકા, ઇંગ્લેંડ અને અમેરિકામાં કેન્દ્રી થતાં અને ભક્તો વધતાં રોજેરોજ વિદેશથી કોઇક ને કોઇકનો પત્ર આવ્યો જ હોય. અને રોજેરોજ જવાબો લખાવાતા જતા હોય. સાયલા જેવા નાના ગામની પોસ્ટ ઓફિસમાં અગાઉ વિદેશ માટેના એરલેટર જવલ્લે જ મળે, પણ આશ્રમની સ્થાપના પછી વિદેશનો ટપાલવ્યવહાર વધતાં એરલેટર જ્યારે જોઇએ ત્યારે મળવા લાગ્યા.
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦
-
બાપુજી પાસે બીજાનું હૃદય જીતવાની સ્વાભાવિક કળા હતી. તેઓ ગુણાનુરાગી, ગુણપ્રશંસક હતા. બીજી બાજુ પોતાની મહત્તાનો ભાર કોઇને લાગવા દેતા નહિ. પોતે ઉંમરમાં ઘણા મોટા હતા. સામાજિક દરજ્જાની દષ્ટિએ એસિસ્ટંટ કલેક્ટરની પદવી સુધી પહોંચેલા હતા. આધ્યાત્મિક સાધનામાં તેઓ ઘણા આગળ નીકલી ચૂક્યા હતા. એટલે એમની હાજરીમાં બીજાઓ અલ્પતા અનુભવી શકે. પરંતુ બાપુજી ક્યારેય પોતાની કાર્યસિદ્ધિની વાત કરે નહિ. કોઇ પૂછે અને કહેવી પડે તો એમાં બીજાને પ્રભાવિત કરવાનો આશય હોય નહિ. એને લીધે જેઓ એમના સંપર્કમાં આવે તેઓ જેમ જેમ એમને વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org