________________
સ્વ. લાડચંદભાઈ વોરા
૪૩ ઓળખે તેમ તેમ એમના પ્રત્યેનો આદરભાવ વધતો જાય. બાપુજી વ્યવહારદક્ષ પણ એટલા જ. ઊઠવા બેસવામાં, ખાવાપીવામાં દરેકનું ધ્યાન રાખે. એથી જ એમના સંપર્કમાં આવેલી વ્યક્તિ એમના તરફ ખેંચાયા વગર રહે નહિ.
બાપુજી અત્યંત સરળ પ્રકૃતિના અને નાનામોટા, ગરીબતવંગર સૌ કોઈને આવકાર આપવાના સ્વભાવવાળા હતા. એમનું વ્યક્તિત્વ વાગે કે ખૂંચે એવું નહોતું. કોઈને પણ બાપુજીને મળવું હોય તો કોઠા વટાવવા પડતા નહિ, કારણ કે કોઠા હતા જ નહિ. સીધા બાપુજી પાસે જઈને ઊભા રહી શકાતું. નાનામાં નાની વ્યક્તિ આવી હોય અને બાપુજી સૂતા હોય તો પણ બેઠા થઈને જ વાત કરતા. માંદગીમાં પણ તેઓ બેઠા થવાનો આગ્રહ રાખે તો આપણે ના કહેવી પડતી. એમની સાથેની વાતચીતમાં ક્યારેય એમના વ્યક્તિત્વનો બોજો લાગે નહિ. એમની વાણીમાં “હું' શબ્દ આવે જ નહિ. સામી વ્યક્તિને પોતાના કાર્યથી આંજી નાખવાનો ભાવ ક્યારેય જણાય નહિ. લઘુતાનો ઉચ્ચ ગુણ એમનામાં હંમેશાં જોવા મળતો.
નિરામયતા, ચિત્તની સ્વસ્થતા તથા યોગાદિ સાધના માટે કાયાની નિયમિતતા પર તેઓ બહુ ભાર મૂકતા. પોતાના આહાર, નિહાર, વિહાર, સ્વાધ્યાયના રોજિંદા કાર્યક્રમ માટે યથાશક્ય સમયની નિયમિતતા તેઓ જાળવતા કે જેથી કાયાની નિયમિતતા જળવાય. તેઓ કહેતા કે ઘરે અને આશ્રમમાં જેઓ મારો નિત્યક્રમ જાણતા હોય તેઓ મુંબઈમાં હોય, નૈરોબી, લંડન કે અમેરિકામાં હોય, તેઓ ઘડિયાળ જોઇને કહી શકે કે, “બાપુજી અત્યારે દેરાસરમાં પૂજા કરતા હશે” અથવા સ્વાધ્યાયમાં બેઠા હશે અથવા જમવા બેઠા હશે કે આશ્રમમાંથી ઘરે જવા માટે ગાડીમાં બેસતા હશે.
આશ્રમમાં પહેલી વાર અમે ગયાં ત્યારથી તે છેલ્લી વાર ગયાં ત્યાં સુધી બાપુજીએ જાણે અમને વિશેષાધિકાર આપ્યો હોય તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org