________________
૪૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
જીવનનો
કુટિર પાસ અને મળીએ
જમવા માટે હંમેશાં પોતાની બાજુમાં જ બેસાડતા. બહારથી કોઈ મહાનુભાવ મળવા આવ્યા હોય અને અમે આશ્રમમાં હોઈએ તો અમને અચૂક સાથે રાખે. “પ્રબુદ્ધ જીવનનો મારો તંત્રીલેખ અવશ્ય વાંચી જાય અને મળીએ ત્યારે એની વાત કાઢે. સાંજે કોઈ વખત કુટિર પાસે ધર્મસભા યોજાઈ હોય તો ઉબોધન કરવા માટે મને આગ્રહ કરે જ. આશ્રમમાં અમે જઈએ ત્યારે પહેલા અને છેલ્લા દિવસે પોતે અમારી રૂમ પર મળવા આવી જાય. વચ્ચે પણ કંઈક કામ હોય તો બોલાવે નહિ પણ જતાં આવતાં રૂમ પર પોતે આવી જાય. આથી કેટલીક વાર અમને ક્ષોભ થતો, પરંતુ બીજી બાજુ એમની સરળતા અને નિરભિમાનતા માટે બહુ આદર થતો. અમે આશ્રમમાં જઈએ ત્યારે અમારી બધી સગવડ બરાબર થઈ છે કે કેમ તેની કાળજી રાખવા માટે પોતાના પુત્ર દિલીપભાઇને ખાસ સૂચના આપતા. અમે આશ્રમમાં લેખનકાર્ય માટે જતા, એટલે સ્વાધ્યાયમાં ઉપસ્થિત રહેવાનું અમારે માટે કોઈ બંધન રાખતા નહિ અને કોઈ વિશિષ્ટ સ્વાધ્યાય કે પ્રસંગ હોય તો અગાઉથી જણાવતા અને પોતાની પાસે બેસાડતા. દર મહિનાની સુદ પાંચમ સુધીમાં દેરાસરમાં નવસ્મરણ બોલાય. અમે જ્યારે આશ્રમમાં હોઈએ ત્યારે નમિઉણ સ્તોત્ર, અજિતશાંતિ, ભકામર અને બૃહશાન્તિ મને કંઠસ્થ હોવાથી તેમાંથી કોઈપણ એક સૂત્ર બોલવા માટે ખાસ યાદ રાખીને આગલે દિવસે કહેવડાવી
દેતા.
અમે કોઈ કોઈ વખત દિવાળી પર્વ દરમિયાન આશ્રમમાં રહેતા. એ પર્વની ઊજવણી પણ સરસ રીતે થતી. મહાવીર સ્વામીના નિવણ કાળની માળા રાતના બાર પછી અને ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનના સમયની માળા સવારે પાંચ છ વાગે કરતા. બાપુજી આ ઉંમરે પણ રાતનો ઉજાગરો વેઠતા અને બધા કાર્યક્રમોમાં ઉલ્લાસપૂર્વક ભાગ લેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org