________________
विनयमूलो धम्मो
૬૯
સમ્યજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્ય ભાવ તે જ્ઞાનવિનય છે. જ્ઞાનાચારના આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ અંગો તે જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે : काले विणए बहुमाणे उवहाणे तह अनिन्हवणे । वंजण अत्थ तदुभए अट्ठविहो नाणमायारो ॥
કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહ્તવપણું, વ્યંજન, અર્થ તથા તુદુભય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના જ્ઞાનાચાર છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની વિગત છણાવટ કરવામાં આવી છે.
જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય એવાં ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવા, થૂંક લગાડવું, એના પર માથું મૂકીને સૂઇ જવું, ફાડી નાખવું ઇત્યાદિ પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઇએ. એટલું જ નહિ, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ.
જ્ઞાનીઓનો દ્વેષ ન કરવો જોઇએ, તેમની ઇર્ષ્યા, નિંદા, ભર્મ્સના ન કરવી જોઇએ. કોઇકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન નાખવો જોઇએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતાં હોય ત્યારે, અમુક જ્ઞાન છુપાવવાનો, ઓછું અધિકું કહેવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી જશે એવો ઇર્ષ્યાભાવ ન રાખવો જોઇએ. તેવી જ રીતે શિષ્યના મનમાં પણ એમ ન થવું જોઇએ કે પોતે પોતાના ગુરુ કરતાં આગળ વધી જવું છે. વળી શિષ્યે ગુરુએ કરેલા અર્થ કરતાં જાણી જોઇને અવળો અર્થ ન કરી બતાવવો જોઈએ, અર્થ વગરનો વિવાદ ન કરવો જોઇએ તથા ગુરુના ઉપકારને ન છુપાવવો જોઇએ. જ્ઞાન અને જ્ઞાનીની ચૌદ પ્રકારની આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે તેવી આશાતના ન થવી જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org