________________
૧ ર
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
પહેલાં ચાલુ થયેલો છે. પથ્થરો ફોડવા, બગદાઓ બનાવવા, રસ્તાઓ સીધા કરવા સુરંગોનો ઉપયોગ થાય છે. એક સુરંગ કેટલા બધા માણસોનું, કેટલા બધા દિવસનું કામ થોડી મિનિટોમાં જ કરી આપે છે ! વિસ્ફોટક દ્રવ્યો તો ઠેઠ પ્રાચીન કાળથી જાણીતા છે. પોતાની સખત મજૂરી બચાવવા માટે મનુષ્ય તેનો ઉપયોગ કરતો આવ્યો છે. માનવની સુખાકારી માટે, મનુષ્યકલ્યાણ માટે સુરંગનો ઉપયોગ થાય એની સામે વાંધો ન હોઈ શકે, પરંતુ એ જ સુરંગ મનુષ્યના નાશ માટે વપરાય ત્યારે એનો વિરોધ કરવો પડે.
યુદ્ધના વખતે પોતાની સરહદો સુરક્ષિત રાખવા માટે સરહદો પાસેના વિસ્તારોમાં અને મુકાબલો થવાની સંભવિત જગ્યાઓએ કાંટાળી વાડ અને સુરંગો સ્થાપવામાં આવે છે. ક્યારેક તો ઇલેક્ટ્રિક કરંટવાળી કાંટાળી વાડ હોય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની, ફ્રાન્સ વગેરે દેશોએ એવી લાંબી વાડો કરી હતી. જ્યાં યુદ્ધ કે આંતરવિગ્રહ જેવી સ્થિતિ હોય ત્યાં પોતાના આંગણામાં દુશમનો આવે નહિ એ માટે સુરંગો બિછાવવામાં આવે છે. દુનિયામાં રાષ્ટ્રો વચ્ચે સરહદોના ઝઘડા અને રાજ્યસત્તા પર આરૂઢ થવા માટે આંતરવિગ્રહ – Civil War જેવી ઘટનાઓ છેલ્લાં થોડા દાયકાઓમાં ઘણી વધી ગઈ છે અને એથી સુરંગોનો ઉપયોગ પણ વધતો ચાલ્યો છે.
અત્યારે ૬૦ કરતાં વધારે દેશોમાં સુરંગો પથરાયેલી છે. આ દેશો મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વમાં આવેલા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન તથા યુરોપમાં ફ્રાન્સ, જર્મની, સ્વિન્ઝરલેન્ડવગેરે ઘણા દેશોને સુરંગોનો પ્રશ્ન સતાવતો નથી. સુરંગોનો સૌથી વધુ ગંભીર પ્રશ્ન બોસ્નિયા, ઈરાન, ઈરાક, અંગોલા, અફઘાનિસ્તાન, ઈજિપ્ત, કમ્બોડિયા, શ્રીલંકા ઈત્યાદિ દેશોમાં છે. આ ઉપરાંત લેટિન અમેરિકામાં મેક્સિકો, પેરુ, ઈકવેડોર, ગાઉટેમાલા, કોલંબિયા વગેરે દેશોમાં સુરંગો ઘણી બિછાવેલી છે. આફ્રિકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org