________________
બહુસુરંગા વસુંધરા
કહેવત તો છે ‘બહુરત્ના વસુંધરા’, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી માનવજાતે વસુંધરાની જે દશા કરી છે તે જોતાં ‘બહુસુરંગા વસુંધરા’ કહેવાનો વખત પણ ક્યારનોય આવી ગયો છે.
‘બહુરત્ના વસુંધરા’ કહેવત સ્થૂલ અને સૂક્ષ્મ એમ બંને અર્થમાં ઘટાવાય છે. આ પૃથ્વીમાં, ધરતી માતાના પેટાળમાં એટલાં બધાં રત્નો છે કે એનો ક્યારેય પાર પામી ન શકાય. એક જુઓ અને એક ભૂલો એટલાં બધાં કીમતી રત્નો ધરતી માતા પાસે છે. હીરા, માણેક અને અન્ય પ્રકારનાં રત્નો ખાણોમાંથી નીકળતાં જ જાય છે. બીજી બાજુ ધરતી માતા પાસે મનુષ્યરૂપી રત્નો પણ અખૂટ છે. સમયે સમયે મહામાનવો આ જગતમાં જન્મ ધારણ કરતા જ રહે છે. એનો ક્યારેય અંત નહિ આવે. તદુપરાંત તત્ત્વરૂપી કે ગુણરૂપી રત્નોથી પણ આ વિશ્વ એટલું જ સભર છે. આમ, બહુરત્ના વસુંધરા કહેવત વિવિધ દષ્ટિએ યથાર્થ જ છે.
‘બહુસુરંગા વસુંધરા' એટલે વિવિધ મનોહર રંગો ધરાવતી, પ્રકૃતિનાં વિવિધ રૂપો ખીલવતી વસુંધરા એવો એક અર્થ અત્યંત પ્રિય લાગે એવો છે, પરંતુ સુરંગ એટલે વિસ્ફોટક દ્રવ્ય ધરાવતી દાબડી-Minesએવો અર્થ કરીએ તો બહુસુરંગા વસુંધરાનો કેટલો બધો કદરૂપો અર્થ થાય છે ! રત્નોથી શોભતી ધરતી માતા વર્તમાન સમયમાં સુરંગોથી આવી કદરૂપી બની છે. મનુષ્ય એને વધુ અને વધુ કદરૂપી બનાવતો જાય છે. ક્ષમા એ ધરતી માતાનો ગુણ છે એટલે એ માનવજાતનાં આવાં અપકૃત્યો સહન કરી લે છે, પણ એથી અંતે તો માનવજાતનું જ અહિત થાય છે.
બહુસુરંગા વસુંધરા એટલે અનેક સુરંગો-Mines ધરાવતી વસુંધરા. સુરંગ એટલે કે Land Minesનો ઉપયોગ તો એક સૈકાથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org