________________
૧૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
ચીનમાં રામકથા
ભારત અને ચીન વચ્ચે દરિયાઈ માર્ગે પરસ્પર સંપર્ક પ્રાચીનકાળથી ચાલતો હતો. બૌદ્ધ ધર્મના પ્રચાર પછી, વિશેષતઃ રાજા કનિષ્કના વખતમાં બૌદ્ધ ધર્મ ચીન, કોરિયા, જાપાન સુધી પહોંચ્યો હતો. “મહાવિભાષા' નામના એક બૌદ્ધ ધર્મગ્રંથમાં વાલ્મીકિ રામાયણની કથા વર્ણવાઈ છે. એ રીતે એ ગ્રંથ દ્વારા ચીનમાં પણ રામકથા પ્રચલિત બની હતી. તદુપરાંત પ્રાચીનકાળના પ્રખ્યાત ચીની મુસાફર હ્યુએન સાંગ ભારતની યાત્રા કરીને ચીન પાછા ફર્યા ત્યારે સાથે વાલ્મીકિ રામાયણની નકલ પણ લઈ ગયા હતા અને ત્યાં એમણે એનો ચીની ભાષામાં અનુવાદ ર્યો હતો.
સોળમા-સત્તરમા સૈકામાં રામાયણના અનુવાદો અરબી-ફારસી-માં પણ થયા છે. બગદાદના હારુન-અલ-રશીદે ભારતીય પંડિતોને રોકીને રામાયણનો અનુવાદ અરબી ભાષામાં કરાવ્યો હતો. અકબર બાદશાહે અબ્દુલ કાદર બદૌની પાસે રામાયણનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો.
મધ્યકાળમાં યુરોપમાં સામાન્ય જનતામાં રામાયણની કથા ખાસ પ્રચલિત નહિ હોય, પરંતુ સોળમા-સત્તરમા સૈકાથી યુરોપની જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજી વગેરે ઘણી ભાષાઓમાં એના અનુવાદો થયા છે અને વિવેચકોએ એના ઉપર વિવિધ દષ્ટિકોણથી વિવેચનો ક્યાં છે. એ બધાંના નામોની યાદી ઘણી મોટી છે.
આમ, રામકથા એ માત્ર ભારતીય સાંસ્કૃતિક વારસો નથી, વિશ્વ સમસ્તની એ મૂડી છે. રામકથામાં એવું દૈવી તત્ત્વ છે કે જેણે એ કથાને હજારો વર્ષોથી જીવંત રાખેલી છે અને જીવંત રાખશે.
રામકથાના આધુનિક નાટકમાં પ્રેક્ષકો સ્થળાંતર કરે છે. તેવી રીતે રામકથા આગળ પ્રજાની પેઢીઓ કાલાન્તર કરતી રહેશે, પણ રામકથા ચાલુ અને ચાલુ જ હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org