________________
બહુસુરંગા વસુંધરા
અંગોલા ઉપરાંત રવાન્ડા, ઇથિયોપિયા, લિબિયા, યુગાન્ડા, સોમાલિયા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, નમિબિયા, સુદાન વગેરે ઘણાં દેશોમાં, મધ્ય પૂર્વમાં જ્યોર્જિયા, આર્મેનિયા, આઝરબૈનીન, ઇરાન, ઇરાક, ઇઝરાયેલ, જોર્ડન, સિરિયા, લેબનોન, લિબિયા, તુર્કસ્તાન વગેરે દેશોમાં તથા પૂર્વમાં પાકિસ્તાન, ભારત (કાશ્મીર, આસામ વગેરે સરહદોમાં) શ્રીલંકા, વિયેટનામ, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, કમ્બોડિયા, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં વિગ્રહની સરહદો પરના વિસ્તારોમાં સુરંગો બિછાવવામાં આવેલી છે. આ યાદીમાં હજુ બીજા પંદરવીસ દેશોનાં નામ ઉમેરી શકાય.
એક અંદાજ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં મળીને હાલ અગિયાર કરોડ કરતાં વધુ સુરંગો પથરાયેલી છે. ધરતી માતાના શરીરમાં અગિયાર કરોડ જેટલાં કાચાં ગુમડાં છે એમ કહી શકાય. એ ક્યારે પાકશે અને ક્યારે ફાટશે એ કહી શકાય નહિ. આ અગિયાર કરોડ સુરંગથી વાતનો અંત નથી આવ્યો. દર વર્ષે હજારો નવી સુરંગો દટાતી જ જાય છે. ધરતી માતાનું શરીર ઉત્તરોત્તર વધુ અને વધુ વરવું થતું જાય છે. સુરંગો ઉપરાંત બીજા ભૂગર્ભ ધડાકાઓની વાત તો જુદી જ છે.
૧૩
સુરંગની ભયાનકતાવાળો એક મુખ્ય દેશ તે અફઘાનિસ્તાન છે. છેલ્લા લગભગ બે દાયકાથી ત્યાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ ચાલ્યા કરે છે. એથી બંને પક્ષો પોતાના પ્રદેશના રક્ષણ માટે પોતાની સરહદો પર સુરંગો આજ દિવસ સુધી બિછાવતા રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં એક કરોડ કરતાં વધારે સુરંગો જમીનમાં દાટવામાં આવી છે. સુરંગો દાટનારને પણ યાદ નથી રહેતું કે ક્યાં સુરંગો દાટી છે. સુરંગો દાટવાનું કામ ગુપ્ત રાખવાનું હોય છે, એના નકશા ગુપ્ત રખાય છે. એટલે પોતાના પક્ષના કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org