________________
૧૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
સૈનિકો સિવાય બીજાને એની ખબર ન પડવા દેવાય. સામાન્ય નાગરિકો બિચારાઓને તો એની કશી જ ખબર ન હોય. તેઓ એ વિસ્તારમાં ખેતી કે કામધંધા માટે જાય ત્યારે પગ નીચે અચાનક સુરંગ શૂટે અને તેઓ ઘાયલ થાય કે મૃત્યુ પામે.
બોર્નિયામાં પણ કેટલાય વખતથી જે વિગ્રહભરી સ્થિતિ છે એને લીધે ત્યાં ઠેર ઠેર સુરંગો બિછાવવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે એકલા બોસ્નિયામાં અત્યાર સુધીમાં ચાલીસ લાખ સુરંગો દાટવામાં આવી છે. આફ્રિકામાં અંગોલામાં તો દોઢ કરોડ જેટલી સુરંગો છે. દેશની વસતિ છે એના કરતાં સુરંગોની સંખ્યા વધારે છે. એવી જ રીતે કમ્બોડિયા અને દક્ષિણ કોરિયામાં પણ પાર વગરની સુરંગો છે. શ્રીલંકામાં જાફના વિસ્તાર પણ સુરંગોથી ધરબાયેલો છે. ઇરાકની સરહદો પર, ચારે બાજુ સુરંગો જ સુરંગો છે, ઈજિપ્ત, ઈઝરાયેલ વગેરે મધ્યપૂર્વના દુશમનાવટભર્યા દેશોની સરહદો પર ભરચક સુરંગો છે. લેટિન અમેરિકામાં પેરુ અને ઇક્વેડોર વચ્ચેની સરહદ પર ઘણી સુરંગો છે, તદુપરાંત કેફી દ્રવ્યો અને માદક દવાઓનો ગેરકાયદે વેપાર કરનારા શ્રીમંતોએ પોતપોતાના વિસ્તારોની આસપાસ સુરંગો પાથરેલી છે. ભારતમાં કર્ણાટકના જંગલમાં સંતાયેલો ચંદનચોર વીરપ્પન ઘણાં વર્ષો સુધી પોલીસોને સુરંગો વડે હંફાવી રહ્યો હતો.
સુરંગો વિવિધ પ્રકારની શક્તિવાળી નાની મોટી હોય છે. સુરંગ જમીનમાં ખાડો ખોદી દાટવામાં આવે છે. તેના ઉપરની માટી સરખી કરી દેવામાં આવે છે કે જેથી ખબર ન પડે કે ત્યાં સુરંગ દાટેલી છે. એના ઉપરથી કોઈ ચાલે તો એના પગના વજનથી દાટેલી સુરંગની સ્પ્રિંગ દબાય, બે વાયર ભેગા થાય અને એથી તરત એની ચાંપ છૂટે અને બાદમાં જોરથી મોટા ધડાકા સાથે વિસ્ફોટ થાય. એના અણીદાર ટુકડા ચારે બાજુ ઊડે. સુરંગ પર પગ પડતાં જ માણસ તત્પણ મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org