________________
૧૦૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
કાર્યક્રમોને સરકારી સ્તરે એટલું પ્રોત્સાહન મળ્યું નહિ અને ઉત્તરોત્તર વધુ દુર્લક્ષ સેવાતું રહ્યું. ઉદાહરણ તરીકે ગાંધીજીએ ગ્રામસફાઈ અને સ્વચ્છતાને રચનાત્મક કાર્યક્રમમાં સ્થાન આપ્યું હતું. પરંતુ સ્વતંત્રતા પૂર્વે ગામડાંઓમાં જેટલી સફાઇ હતી તેટલી સચવાઈ તો નહિ, પરંતુ ઉત્તરોત્તર વધુ અને વધુ ગંદકી થતી ગઈ અને રોગચાળા વધતા જ રહ્યા. મુંબઈ, દિલ્હી જેવાં મોટાં શહેરો પણ પહેલાં કરતાં વધુ ગંદાં બની ગયાં.
ભારતના કેટલાયે આદિવાસી વિસ્તારોની જાતે મુલાકાત લઈએ તો જણાશે કે સ્વતંત્રતા પૂર્વેની તેઓની જે સ્થિતિ હતી અને વર્તમાન સમયમાં જે સ્થિતિ છે એ બંને વચ્ચે ખાસ કશો ફરક પડ્યો નથી. એક રીતે કહીએ તો દેશને સ્વતંત્રતા મળી હોય કે ન મળી હોય એથી એમની દશા હજુ એવી ને એવી જ રહી છે. આનો અર્થ એ નથી કે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે ઈરાદાપૂર્વક તેમની ઉપેક્ષા કરી, છે. પરંતુ જે વિવિધ વિકાસ યોજનાઓ થઈ છે તેનો લાભ તેમના સુધી પહોંચ્યો નથી. એ માટે વિવિધ સ્તરે આયોજનોની અને તેમાં રહેલી ત્રુટિઓ નિવારવાની આવશ્યકતા છે.
ભારતીય એકતા માટે રાષ્ટ્રભાષા હિંદી પ્રત્યે વધુ લક્ષ આપવાની જરૂર છે. બંધારણમાં એની જોગવાઈ હોવા છતાં નહેર અને રાજાજીના અંગત મતભેદોને લીધે રાજાજીએ હિંદીનો વિરોધ કર્યો અને પ્રચાર ખોરંભે પડી ગયો. નહેરુનો પોતાનો અંગ્રેજી માટેનો મોહ પણ એમાં કામ કરી ગયો. સરકારી કચેરીઓમાં અને કંપનીઓ વગેરેમાં અંગ્રેજી . જ મુખ્ય ભાષા બની ગઈ. હવે જ્યારે એ જૂના વિવાદો નથી ત્યારે ગાંધીજીની ભાવનાને અનુસરીને, ફરજિયાત રીતે નહિ પણ પ્રેમના વાતાવરણમાં, સરાકરી સ્તરે નહિ પણ સામાજિક સંસ્થાઓ દ્વારા હિંદી ભાષાના પ્રચાર અને વિકાસ માટે કાર્ય થવું જોઈએ. ભારતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org