________________
૧૫૯
સ્વ. વસનજી લખમશી શાહ
વ્યવહાર સંવાદમય રહેતો. એથી જ ગરીબોમાં, વિશેષતઃ કચ્છના ગામડાંઓના ગરીબોનાં હૃદયમાં તેઓ અનોખું સ્થાન ધરાવતા.
વસનજીભાઈની એવી ભાવના હતી કે હું મુંબઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થાઉં તે પહેલાં અચલગચ્છનાં કોઈ સાધુ-સાધ્વીને મારે પીએચ. ડિનો અભ્યાસ કરાવવો. એ માટે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. દરમિયાન સમેતશિખરમાં યોજાયેલા ઈતિહાસસંમેલનમાં ગયો હતો. ત્યારે વસનજીભાઈ પણ શિખરજી આવેલા. પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે એમને ચર્ચા થઈ. પીએચ. ડી. કરવાની યોગ્યતા કોણ ધરાવે છે એની તપાસ થઈ અને પૂ. સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજીનું નામ આવ્યું. હું તો એમને મળેલો પણ નહિ. બીજે દિવસે સવારે સંઘ શત્રુંજયની યાત્રા માટે પ્રસ્થાન કરવાનો હતો. સૌ એકત્ર થયા હતા. તે સમયે પૂ. ગચ્છાધિપતિએ જાહેર કર્યું કે “ડૉ. રમણભાઈ સાધ્વી મોક્ષગુણાશ્રીજીને પીએચ ડી.નો અભ્યાસ કરાવશે.” હું તો આશ્ચર્યસહિત આનંદ અનુભવી રહ્યો. આ બધી યોજનામાં વસનજીભાઈનો ઉત્સાહ જ કામ કરી ગયો. શત્રુંજયની યાત્રા પછી સાધ્વીજી મુંબઈમાં પધાર્યા. તેઓ જ્યાં વિહારમાં હોય ત્યાં મને લાવવા-લઇ જવાની જવાબદારી વસનજીભાઈએ સ્વીકારી લીધી. સાધ્વીજીએ પણ મન મૂકીને કામ કર્યું. ચાર વર્ષમાં એમણે મહાકવિ શ્રી જયશેખરસૂરિ પર શોધપ્રબંધ તૈયાર પણ કરી લીધો, પ્રકાશિત પણ થયો.
વસનજીભાઈ જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનાગમ ટ્રસ્ટના પ્રમુખ થયા ત્યારે બંધ પડેલી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ એમણે ફરી પાછી ચાલુ કરાવી. એક વખત શિખરજી અને બે વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org