________________
સાંપ્રત સહચિંતન ભાગ-૧૦
કચ્છમાં–એમ ત્રણ વાર એમની પ્રેરણાથી સાહિત્ય સમારોહ યોજાયો. એમનું નામ મોટું, સંબંધો ગાઢ ને સુવાસ પણ એટલી કે બધે જ બધી વ્યવસ્થા તરતં ગોઠવાઇ જતી. એમનું કામ ઉપાડી લેવા એમના મિત્રો તત્પર. એ બધાં ઉપરાંત મને એમની સૌથી વધુ સ્પર્શી ગઇ તે ઉદારતા. મારે બજેટની મર્યાદામાં રહીને કામ કરવાનું રહે. એટલે જ્યાં ખર્ચ વધવાનો સંભવ હોય ત્યાં પહેલેથી જ તેઓ મને કહી દે, ‘એ ખર્ચની ફિકર ન કરશો. એ મારા તરફથી છે.' આમ, ક્યારેક તો સમારોહના બજેટ જેટલી જ રકમ અંગત રીતે તેઓ ભોગવી લેતા અને છતાં એ વિશે જરા પણ ઉલ્લેખ ક્યાંય થવા ન દેતા.
૧૬૦
પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે એવો ખ્યાલ એમને આવી ગયો હતો. એટલે જ પોતે પૂરા ભાનમાં હતા ત્યારે જે જે સંસ્થાઓને ધર્માદાની રકમ પોતે આપવા ઇચ્છતા હતા તે બધાના ચેક સ્વહસ્તે લખીને આપવાનું ચાલુ કરી દીધું હતું. હું હોસ્પિટલમાં મળવા ગયો ત્યારે અમારા જૈન યુવક સંઘ માટે એમણે રૂપિયા એકવીસ હજારનો ચેક પોતાના હાથે લખીને મારા હાથમાં મૂક્યો. એમની આ શુભ ભાવનાથી હું ભાવવિભોર થઇ ગયો હતો.
વસનજીભાઇએ દેહ છોડ્યો એ દિવસે બપોરે હું એમની પાસે જ હતો. તેમણે ભાન ગુમાવી દીધું હતું. છેલ્લા શ્વાસ ચાલતા હતા. રાત દિવસ એમની સેવાચાકરી કરનાર કાન્તાબહેન, પુત્ર પીયૂષભાઈ, પુત્રવધૂ પ્રીતિબહેન, પુત્રીઓ, ભાઇઓ શ્રી ધનજીભાઇ અને શ્રી મૂળચંદભાઇ તથા પરિવારના અન્ય સભ્યો, સ્વજનો વગેરેને ખ્યાલ આવી ગયો હતો કે હવે એમના જીવનનો અંત આવી રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org