________________
૧૫૮
સાંપ્રત સહચિંતન ભાગ-૧૦
નામથી ઓળખે અને તેઓ પણ વસનજીભાઇને જોતાં જ હર્ષ અનુભવે. એમના એક સંસારી ભાભી તે પૂ. પુનિત ગુણાશ્રીની સુખશાતા પૂછવા તેઓ વારંવાર જતા.
પ્રવાસ એ વસનજીભાઈની એક પ્રિય પ્રવૃત્તિ હતી. અનિવાર્ય કારણ ન હોય તો તેઓ નિર્ધારિત પ્રવાસમાં અવશ્ય જોડાયા જ હોય. પ્રવાસમાં તેઓ બધાંની સાથે હળે ભળે અને બધાંની સગવડનું ધ્યાન રાખે. જુદા જુદા કાર્યક્રમો અને યોજનાઓ માટે સરેરાશ મહિને એકાદ વખત તો કચ્છમાં જવાનું તેમને થાય. એમના પ્રગાઢ મિત્ર શ્રી દામજીભાઈ એન્કરવાલા ઘણુંખરું સાથે હોય.
ઘાટકોપરના ડૉ. એલ. એમ. શાહ અને એમના ધર્મપત્ની નિર્મળાબહેન વસનજીભાઈના ખાસ મિત્ર. ડૉક્ટરે હિમાલયમાં બદ્રીકેદારના પ્રવાસનું આયોજન કર્યું હતું ત્યારે મને પણ નિમંત્રણ આપ્યું હતું. ડૉક્ટર, વસનજીભાઈ તથા અન્ય મિત્રો સાથેનો દસ દિવસનો અમારો એ સુયોજિત પ્રયાસકાર્યક્રમ ખરેખર સ્મરણીય બની ગયો હતો.
વનસનજીભાઈનાં ધર્મપત્ની કાન્તાબહેન પણ એટલાં જ પ્રેમાળ. ઘણુંખરું વસનજીભાઈ અને કાન્તાબહેન સ્થાનિક કાર્યક્રમોમાં કે બહારગામના પ્રવાસોમાં સાથે જ હોય. કિડનીની તકલીફ શરૂ થયા પછી કાન્તાબહેન એમના ખાવાપીવાનું બહુ ધ્યાન રાખે. બંનેનું દામ્પત્યજીવન બીજાને પ્રેરણા લેવા જેવું ગણાય.
વસનજીભાઈ નોકરચાકરો સાથેના વ્યવહારમાં પણ પોતાનું મોટાપણું દાખવતા નહિ. ગરીબો અને તવંગરો-સર્વની સાથે તેમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org