________________
સ્વ. વસનજી લખમશી શાહ
સંઘર્ષ, વિવાદ, કલહ, હુંસાતુંસી વગેરે વસનજીભાઇને ગમતાં નહિ. એ એમની પ્રકૃતિમાં નહોતાં. બધાંની સાથે બનાડવું, બધા રાજી રહે એવું કાર્ય કરવું એ એમની નીતિરીતિ હતી. માલ-મિલકતના ઝઘડા હોય, લગ્ન કે વિચ્છેદના પ્રશ્નો હોય, ભાગીદારીની સમસ્યાઓ હોય, કેટલાંયે કુટુંબો વસનજીભાઇને વિષ્ટિકાર તરીકે નિમતા અને એમનો નિર્ણય સ્વીકારતા. ‘કજિયાનું મોં કાળું' એવું માનનારા, ક્યારેય ઊંચે સાદે ન બોલનારા, કોઇને કડક શબ્દોમાં ઠપકો ન આપનારા વસનજીભાઇ સૌની સાથે હળીભળી જતા, એથી એમના ચાહકો સ્વાભાવિક રીતે એમના પ્રત્યે આદરભાવ ધરાવતા.
૧૫૭
વસનજીભાઇ મિલનોત્સુક પ્રકૃતિના હતા. બધાંને મળે. સામેથી બોલાવે. ખબર અંતર પૂછે. તેઓ વ્યવહાર બહુ સાચવતા. એમનાં સગાંસંબંધીઓ એટલાં બધાં, મિત્રવર્તુળ પણ એટલું મોટું અને વિવિધ સંસ્થાઓના સહકાર્યકર્તાઓ સાથેની દોસ્તી પણ વિશાળ. દરેકને ત્યાં સગાઇ, લગ્ન, માંદગી, મરણ વગેરે પ્રસંગે વસનજીભાઇ પહોંચ્ય જ હોય. એ બાબતમાં જરા પણ આળસ તેમનામાં જોવા ન મળે. નાના મોટા સૌની સાથે એક બનીને રહે અને દરેકને જાતે મદદરૂપ થવાનો અથવા બીજા દ્વારા મદદ કરાવવાનો પ્રામાણિક પ્રયાસ કરી છૂટે. એથી સમાજમાં એમનો મોભો ઘણો ઊંચો થયો હતો.
વસનજીભાઇ ધર્મપ્રિય હતા. સાધુ-સાધ્વીઓ પ્રત્યે એમને અત્યંત આદરબહુમાન હતાં. અમે ઘણે ઠેકાણે સાથે પ્રવાસ કર્યો છે. જ્યાં જઇએ ત્યાં દેરાસરમાં દર્શન કરવા જવાનું તેઓ અવશ્ય યાદ રાખે જ. વળી ત્યાં કોઇ સાધુ-સાધ્વી છે કે નહિ તેની તપાસ કરે અને હોય તો એમને વંદન કરવા જવાનું ચૂકે નહિ. પોતે બધાં સાધુ-સાધ્વીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org