________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
રામયાગન' નામના સરસ કાવ્યની રચના કરી હતી. ત્યારથી રામકથા ત્યાં વધુ પ્રચલિત બની હતી. રામકથા પરથી તૈયાર થયેલાં નાટકો કે જે ત્યાં “યામ-પ્ટે” નામથી ઓળખાય છે તે ઘણાં લોકપ્રિય છે. અભિનેતાઓ રામ, રાવણ, વગેરે રામાયણનાં પાત્રોનાં મહોરાં નાટક કરતી વખતે પહેરતાં. પરંતુ તે મહોરાં પહેરતાં પહેલાં એની પૂજાવિધિ કરતા. બ્રહ્મદેશની રામકથા ઉપર સિયામની રામકથા “રામ-કેર'નો ઘણો બધો પ્રભાવ હોવાથી તે એને જ અનુસરે છે. જવામાં રામકથા
પેસિફિક મહાસાગરમાં ભારતની નજીક આવેલા ટાપુઓમાં શ્રીલંકા, મલાયા, સુમાત્રા અને જાવા મુખ્ય છે. ત્યાં પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થયેલો હતો. જાવા અને અન્ય સ્થળે હિંદુ મંદિરો આવેલાં છે અને એમાં દીવાલો પર રામાયણની કથાનાં ચિત્રો દોરવામાં આવ્યાં હતાં, જેમાંનાં ઘણાં આજે પણ સુરક્ષિત છે.
જાવાની રામકથા ઉપર વાલ્મીકિ રામાયણનો પ્રભાવ મુખ્ય છે. પ્રાચીન રામકથાનો જાવાનો બારમી સદીનો ગ્રંથ તે “કાકાવિન રામાયસ' છે. એના ઉપર સંસ્કૃત “ભટ્ટીકાવ્યનો ઘણો મોટો પ્રભાવ પડેલો છે. એમાં શબરીના પૂર્વભવનું વૃત્તાન્ત, જટાયુ દ્વારા સીતાની વીંટી આપવી, માછલીઓ દ્વારા સેતુબંજનનો પ્રયાસ, ઇન્દ્રજિત સાથે એની સાત પત્નીઓનું પણ યુદ્ધમાં લડવા જવું વગેરે ઘટનાઓ એની વિશેષતા છે.
જાવામાં અર્વાચીન યુગમાં પણ રામકથાની લોકપ્રિયતા રહેલી છે. હિકાયત સેરિરામ', “સેરતકાંડ', 'હિકાયત મહારાજ રાવણ” વગેરે રામકથા વિશેના જાણીતા ગ્રંથો છે. એમાં “સેરિરામ' વધુ લોકપ્રિય છે. અર્વાચીન કાળની આ કૃતિઓ ઉપર મુસલમાન સંસ્કૃતિની અસર પડેલી છે. એમાં રાવણને દુરાચાર માટે એના પિતા દેશનિકાલની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org