________________
રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકત
છે. આમાં રામને બહુ પત્નીવાળા બતાવ્યા છે. વનવાસ દરમિયાન સીતાની શોધ કરવા નીકળે છે ત્યારે રામ સુગ્રીવની બહેન સાથે તથા વાલીની વિધવા સાથે લગ્ન કરે છે. વળી સીતા સાથે રામનાં લગ્ન થયાં તે પહેલાંની પત્નીથી રામને ચાર પુત્રો હતા. એ પુત્રો પણ રાવણ સામેના યુદ્ધમાં રામ સાથે જોડાય છે.
“રામજાતક” નામ સૂચવે છે તેમ બૌદ્ધ જાતકકથા અનુસાર આ ગ્રંથ લખાયો છે. એટલે એમાં રામ તે બુદ્ધ, લક્ષ્મણ તે આનંદ, દશરથ તે શુદ્ધોદન, સીતા તે ભિલુણી ઉપ્પલવણસા, રાવણ તે દેવદત્ત તરીકે બતાવાયાં છે. એ રીતે હિંદુ રામકથાને બૌદ્ધ રામકથા તરીકે વર્ણવાઈ
સિંહાલી રામાયણ
રાવણની ભૂમિ શ્રીલંકામાં રામકથા ન હોય એમ બને જ નહિ. સિંહલદ્વીપ શ્રીલંકામાં “સિહલી રામાયણ પ્રચલિત હતું. એમાં રાવણ વિશે પ્રમાણમાં અલ્પ ઉલ્લેખ આવે છે. એમાં લંકાદહન હનુમાન દ્વારા નહિ પણ વાલી દ્વારા બતાવાયું છે અને વાલી સીતાને રામ પાસે લઈ આવે છે. બલદેશમાં રામકથા
બ્રહ્મદેશમાં રામાયણની કથા સીધી ભારતમાંથી જવાને બદલે સિયામ દ્વારા પહોંચી છે, કારણ કે ડુંગરો અને ગાઢ જંગલોમાંથી બ્રહ્મદેશ સીધા પહોંચવાનો માર્ગ ત્યારે નહોતો. દરિયાઈ માર્ગે શ્રીલંકા અને વિશેષતઃ મલાયા દ્વારા સિયામ પહોંચવાનું જેટલું સહેલું હતું તેટલું જમીનમાર્ગે બ્રહ્મદેશ પહોંચવાનું સરળ નહોતું. અઢારમા સૈકામાં બ્રહ્મદેશના રાજા સિયામના રાજ્ય ઉપર ચડાઈ કરીને જે કેટલાક યુદ્ધકેદીઓ બ્રહ્મદેશમાં લઇ આવેલો તે યુદ્ધકેદીઓએ રામાયણની કથા ઉપરથી નાટકના પ્રયોગો કર્યા હતા. એ રીતે બ્રહ્મદેશમાં રામકથા પ્રચલિત બની હતી. બ્રહ્મદેશના “પૂતો’ નામના કવિએ એ વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org