________________
ધૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
૧૧૫ પરંતુ જે રીતે ઘટનાઓ બની છે એથી સંસાર પ્રત્યે નિર્વેદ પામી સ્થૂલિભદ્ર તો દીક્ષા લેવાનો સંકલ્પ કરે છે. તેઓ આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી અન્ય સ્થળે વિહાર કરતાં કરતાં તેઓ પાટલીપુત્ર પધારે છે અને ત્યાં જ ચાતુર્માસ કરવાનો નિર્ણય કરે છે. ચાતુર્માસ દરમિયાન પોતાના સંયમજીવનની કસોટીરૂપે એક શિષ્ય કૂવાના કઠે, એક શિષ્ય સાપના દર પાસે અને એક શિષ્ય સિંહની ગુફા પાસે રહીને આરાધના કરવા માટે ગુરુ પાસે આજ્ઞા માગે છે અને ગુરુ આજ્ઞા આપે છે. તે વખતે સ્થૂલિભદ્ર પોતાના બ્રહ્મચર્યવ્રતની કસોટી માટે કોશાને ત્યાં રહેવાનો આદેશ માગે છે. કોશાને ત્યાં ગયા પછી એનાં ઘણાં પ્રલોભનો છતાં સ્થૂલિભદ્ર વિચલિત થતા નથી. ચાતુર્માસના અંતે પેલા શિષ્યો જ્યારે પાછા ફરે છે ત્યારે ગુરુ મહારાજ “દુષ્કર'-અત્યંત કઠિન એવી સાધના તમે કરી એમ તે કહે છે, પરંતુ જ્યારે સ્થૂલિભદ્ર પાછા ફરે છે ત્યારે ગુરુ મહારાજ દુષ્કર દુષ્કર' એમ બે વાર બોલે છે. તે વખતે ઈર્ષ્યા અને દ્વેષથી પ્રેરાયેલો સિંહગુફાવાળો શિષ્ય તેની સામે વાંધો લે છે. પોતે પણ કોશાને ત્યાં રહી શકે છે એમ કહે છે. એથી બીજા ચાતુર્માસમાં ગુરુ મહારાજ એને વેશ્યાને ત્યાં જવા માટે રજા આપે છે. તે જાય છે. પરંતુ વેશ્યાનું રૂપ અને હાવભાવ જોઈ પહેલે દિવસે જ તે શિષ્ય ચલિત થઈ જાય છે અને ભાન ભૂલી જાય છે. પરંતુ વેશ્યા એને વશ થતી નથી. તે કહે છે કે “મને તમારો “ધર્મલાભ' નહિ, પણ
અર્થલાભ' જોઈએ. નાણાં વગર અને પ્રેમ કરીએ નહિ. માટે નાણાં કમાઈ લાવો.' એ માટે સાધુ નેપાળ જઇ દ્રવ્ય કમાઈને રત્નકંબલ ખરીદીને કોશાને ત્યાં આવે છે. પરંતુ કોશા એના ટુકડા કરી, પગ લૂછી તેને ખાળમાં નાખી દે છે અને કહે છે કે “શીલની કિંમત આગળ રત્નકંબલની કશી જ વિશાત નથી.” એથી એ શિષ્યની આંખ ખૂલી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org