________________
૧૧૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ સ્થૂલિભદ્ર જે રીતે કામવાસના ઉપર વિજય મેળવે છે તે ખરેખર “દુષ્કર દુષ્કર” કહેવાય એમ છે. એથી જ ધૂલિભદ્રનું નામ પ્રાતઃસ્મરણીય બની ગયું છે. ૮૪ ચોવીસી સુધી એમનું નામ લોકો યાદ રાખશે.
મુનિ સ્થૂલિભદ્ર ભદ્રબાહુ સ્વામી પાસે ચૌદ પૂર્વોનો અભ્યાસ કરવા આવે છે. દસ પૂર્વોનો અભ્યાસ થઈ ગયો છે. એથી જ્ઞાનગર્વ અનુભવતા સ્થૂલિભદ્ર પોતાને મળેલી સિદ્ધિથી સાધ્વી બહેનો આગળ ચમત્કાર કરી બતાવે છે. પરંતુ ભદ્રબાહુનો તે માટે ઠપકો મળતાં ક્ષમા માગે છે. ભદ્રબાહુ છેલ્લાં ચાર પૂર્વ માત્ર સૂત્રથી ભણાવે છે.
સ્થૂલિભદ્ર વિશે મધ્યકાલીન ગુજરાતીમાં રાસ, ફાગુ, છંદ વગેરે પ્રકારની ઘણી કૃતિઓની રચના થઇ છે. (૧) જિનપદ્મસુરિત “યૂલિભદ્ર ફાગ'
પ્રાચીન ફાગુકાવ્યોમાં જૂની ગુજરાતી ભાષાની, આરંભના કાળની કૃતિઓમાં જિનપધસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગ'ની ગણના થાય છે. સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં આ કૃતિની પૂર્વેની કોઈ ફાગુકૃતિ હજુ સુધી જાણવામાં આવી નથી. એટલે સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુ કાવ્યોમાં જૂની ગુજરાતી ભાષામાં આ પ્રથમ કૃતિ છે. (આ ફાગુકાવ્ય ડૉ. ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરેલા પ્રાચીન ફાગુસંગ્રહમાં છપાયું છે.) આ ફાગુકાવ્યમાં કવિએ પોતે અંતે નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે :
ખરતર ગચ્છિ જિનપદ્રસૂરિકિય ફાગ રમેવઉ,
ખેલા નાચઈ ચૈત્રમાસિ રગિરિ ગાવેવઉ. કવિએ પોતે અહીં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે તેઓ જૈનોના શ્વેતાંબર સંપ્રદાયના ખરતર ગચ્છના છે. કવિએ પોતાના નામની સાથે “સૂરિ' શબ્દ પ્રયોજ્યો છે. સૂરિ એટલે આચાર્ય. એથી એમ નિશ્ચિત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org