________________
अन्ने हरंति तं वित्तं
आघायकिच्चमाहेउं नाइओ विसएसिणो । अन्ने हरंति तं वित्तं कम्मी कम्मेहिं किच्चति ॥ [મૃતકની અગ્નિ-સંસ્કારની વિધિ ક્ય પછી સુખની ઇચ્છાવાળા જ્ઞાતિજનો તેનું ધન હરી લે છે, પરંતુ (ત ધન કમાવા માટે) કર્મ કરનાર તે વ્યક્તિ તેનાં ફળ ભોગવે છે. ].
આ સંસાર કેટલો બધો સ્વાર્થી છે કે કેટલાયે માણસો પોતાના સગાં એવા શ્રીમંતની મરવાની મનના છૂપા ખૂણામાં રાહ જોતાં હોય છે અને એના મૃત્યુ પછી એની સંપત્તિ ઝડપી લેવાનો, પચાવી પાડવાનો પ્રયાસ કરે છે. કોઈકનું ધન મેળવી લેવા માટે એના મૃત્યુની રાહ જોવી પડે એ પણ કેવી કરુણ દશા કહેવાય !
તાત્વિક દષ્ટિએ જોઈએ અને શુભાશુભ કર્મની દષ્ટિએ વિચારીએ તો ધન કમાવા માટે જીવ જે અશુભ કર્મ બાંધે છે એ અશુભ કર્મ તો એને એકલાને જ ભોગવવાનાં આવે છે. પોતે કમાયેલા ધનનો લાભ બીજા ઉઠાવે છે, પરંતુ લાભ ઉઠાવનારાઓ ધનોપાર્જન કરનારી
વ્યક્તિનાં એ અશુભ કર્મોમાં ભાગીદાર થતા નથી. એ અશુભ કર્મના વિપાક વખતે જે પીડા થાય છે તે વખતે સ્વજનો તેનું રક્ષણ કરી શકતાં નથી. એ પીડા કે દુ:ખ એવાં પ્રકારના હોય છે કે તે પોતે જાતે જ ભોગવવાં પડે છે. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું
माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । बालं ते तव ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥
[ પોતાનાં કર્મો અનુસાર દુ:ખથી પીડાતા તે જીવનું એનાં માતા, પિતા, બહેન, ભાઈ, પત્ની કે ઔરસપુત્ર વગેરે કોઈ રક્ષણ કરી શકતાં નથી. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org