________________
૩૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૦. અર્થ (ધન) સરવાળે તો અનર્થનું મૂળ જ નીવડે છે. તાત્કાલિક એનો લાભ દેખાતો હોય તો પણ એનાં દૂરગામી સ્કૂલ અને સૂક્ષ તાત્ત્વિક પરિણામો નુકસાનકારક છે. જેઓ ગૃહત્યાગ કરી, સાધુસં ન્યાસી થઈ અકિંચન જીવન જીવે છે એમને તો અર્થની અનર્થકારી ઉપાધિમાંથી મેળવેલી મુક્તિનો આનંદ કેટલો બધો હોય છે એ તો એમનો અનુભવ કહી શકે છે. પરંતુ જેઓ ગૃહસ્થજીવનમાં રહેલા છે તેઓ પણ સિક્કામાં રહેલા છિદ્રને પોતાની સૂક્ષ્મ દષ્ટિથી જોઈ સમજી શકે તો પણ ધનસંપત્તિ પાછળની એમની આંધળી દોટ મંદ્ર પડવાનો સંભવ છે. પરિગ્રહપરિમાણ એ ગૃહસ્થજીવનમાં સુખી થવાનો માર્ગ છે. સંતોષના સુખની કિંમત વિષમ પરિસ્થિતિમાં વધુ સમજાય છે. સારી રીતે આજીવિકા ચાલતી હોય એટલું ધન જો કમાવા મળતું હોય તો વધુ ધન પાછળ દોટ મૂકવાને બદલે પોતાના બચેલા સમયનો ઉપયોગ માણસે આત્મશ્રેયાર્થે કરી લેવો જોઈએ.
સંસારમાં મોહનું પ્રાબલ્ય એટલું મોટું રહ્યું છે અને રહેવાનું છે કે જૂજ વ્યક્તિઓને જ આ તત્ત્વ સમજાય એવું છે અને સમજાયા પછી વિરલ વ્યક્તિઓ જ એ સમજણને આચરણમાં મૂકી શકે છે ! !
સંતમહાત્માઓ વખતોવખત કહેતા આવ્યા છે કે વિદ્યારૂપી, જ્ઞાન રૂપી, અધ્યાત્મરૂપી લક્ષ્મી જ એવી છે કે જેનું કોઈ ક્યારેય હરણ કરી શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org