________________
સ્વ. લાડકચંદભાઈ વોરા
સાયલાના રાજસોભાગ આશ્રમની સ્થાપનાના પ્રેરક, અનેક મુમુ ક્ષુઓના ગુરુદેવ, ‘બાપુજી'ના નામથી ભક્તોમાં પ્રિય અને આદરણીય, સાયલાના સંત તરીકે ખ્યાતિ પામેલા એવા સ્વ. લાડચંદભાઇ માણેકચંદ વોરાનો મંગળવાર, તા. ૯મી ડિસેમ્બર ૧૯૯૭ના રોજ ૯૩ વર્ષની વયે દેહવિલય થયો. એમના સ્વર્ગવાસથી અમારી જેમ અનેકને અધ્યાત્મમાર્ગના એક અનુભવી પથપ્રદર્શક ‘બાપુજી’ની ખોટ પડી છે.
બાપુજીનો પહેલો પરોક્ષ પરિચય મને લંડનનિવાસી સુધાબહેન વિનુભાઇ દ્વારા થયો હતો. ૧૯૮૪ના જુલાઇમાં લેસ્ટરથી મુંબઇ આવતાં અમે લંડનમાં સુધાબહેનને ઘરે રોકાયાં હતાં. તે વખતે પોતાના દીવાનખાનામાં એક ફોટો બતાવી એમણે કહ્યું, ‘આસાયલાના લાડચંદ બાપા'. ધ્યાનમુદ્રામાં એ ફોટો હતો. એ જોતાં જ કોઇ પ્રભાવશાળી સાધક વ્યક્તિ હોય એવો ખ્યાલ આવે. સુધાબહેન ભારત આવે ત્યારે સાયલા અચૂક જાય. તેમણે લાડકચંદ બાપાને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. તે વખતે જ મનમાં ઇચ્છા ઉદ્ભવેલી કે સાયલા જવાની તક મળે તો સારું.
યુનિવર્સિટીની અધ્યાપકીય જવાબદારી અને અન્ય રોકાણોને કારણે સાયલા જવાનું તરત બન્યું નહિ, પણ ૧૯૮૮માં લેસ્ટરમાં પ્રતિષ્ઠા હતી ત્યારે બાપુજી ત્યાં પધારેલા અને ત્યારે એમનો પહેલી વાર પરિચય થયેલો. તે વખતે બાપુજી ગળાની - સ્વરતંત્રીની તકલીફને કારણે બહુ બોલતા નહિ, પણ એમના પવિત્ર વ્યક્તિત્વની સુવાસ મનમાં અંકિત થઈ ગઈ હતી.
ત્યારપછી, મુંબઇ આવ્યા બાદ, લીંબડીમાં પૂ. શ્રી અજરામરજી સ્વામીની દ્વિશતાબ્દીના કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે મેં આયોજકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org