________________
૧૧૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ રાસ', “સિંહલ સુત પ્રિયમેલક રાસ', “ચંપક શેઠ ચોપાઈ”, “પુણ્યસાર ચરિત્ર ચોપાઈ”, “શત્રુંજય તીર્થરાસ”, “સાધુવંદના રાસ', “વસ્તુપાલ તેજપાલ રાસ', “પુંજા ઋષિ રાસ' વગેરે સર્વ રાસકૃતિઓ, તથા ક્ષમા, આલોયણા, પુણ્ય, કર્મ, સંતોષ ઇત્યાદિ વિવિધ વિષય પરની છત્રીસીઓ, ગીતરચનાઓ તથા અન્ય પ્રકીર્ણ કૃતિઓનો સવિગત પરિચય કરાવ્યો છે અને એની ગુણવત્તા તપાસીને એનું યોગ્ય મૂલ્યાંકન કર્યું છે. “નલદવદંતી રાસના પરિચયમાં એમણે મહાભારતની નલકથા અને જૈન પરંપરાની નલકથાનો તથા “સીતારામ ચોપાઈના પરિચયમાં વાલ્મીકિ રામાયણની રામકથા અને જૈન પરંપરાની રામકથાનો વિગતે તુલનાત્મક અભ્યાસ આપ્યો છે, જેમાં એમની વિદ્વતાનો પરિચય મળી રહે છે.
સમયસુંદરની સાહિત્યિક પ્રતિભાનું યથાયોગ્ય મૂલ્યાંકન વિવિધ દષ્ટિકોણથી થયું છે. સમયસુંદરની કૃતિઓમાં શૃંગાર, વીર, કરુણ, હાસ્ય વગેરે રસનું નિરૂપણ વુક થયું છે, નગર, નરનારી, યુદ્ધ વગેરેના વર્ણનમાં કવિની પ્રતિભા કેવી ખીલી છે, ઉપમા, રૂપકાદિ અલંકારોમાં કવિની મૌલિક કલ્પનાશક્તિ કેવી મહોરે છે, વિવિધ દેશીઓમાં ઢાળ પ્રયોજવામાં કવિની સંગીતપ્રિયતા અને લયસઝ કેવાં પ્રતીત થાય છે, કવિની પાત્રસૃષ્ટિ કેવી જીવંત વૈવિધ્યસભર છે અને એના આલેખનમાં માનવભાવનાં વિવિધ સ્વરૂપો કેવાં નિહાળી શકાય છે, કવિની કૃતિઓમાં સમાજજીવન કેવું પ્રતિબિંબિત થયું છે, કવિનું ભાષા પરનું પ્રભુત્વ કેવું છે વગેરેની વિશદ, ગહન, તટસ્થ અને પ્રમાણભૂત છણાવટ લેખકે કરી છે. પોતાના અભિપ્રાયના સમર્થનમાં તેમણે સંખ્યાબંધ ઉદાહરણો અવતરણ તરીકે આપ્યાં છે. સમયસુંદરની સાહિત્યિક પ્રતિભા માટે એમણે આપેલા અભિપ્રાયોમાંથી થોડીક પંક્તિઓ જોઈએ :
છે. નગર, વીર, કરાર
દેશોમાં કવિની પ્રતિભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org