________________
સમયસુંદર વિશે શોધપ્રબંધ
૧૧૧
‘વર્ણન પરત્વે કવિ પરંપરાને અનુસરતા હોવા છતાં તેમની આગવી મુદ્રા તેમાંથી ઉપસ્યા વગર રહેતી નથી...પાત્રના વ્યક્તિત્વની રેખાઓ કવિ આબેહૂબ ઉપસાવે છે...તેના આલેખનમાં તે દીર્ઘસૂત્રી બનતા નથી, એટલું જ નહિ, એમનું લાઘવ અપૂર્ણતાની કોઇ છાપ પણ મૂકી જતું નથી...તત્કાલીન રીતરિવાજો, માન્યતાઓ, ખાદ્યસામગ્રી, વસ્ત્રાભૂષણો, સ્ત્રીપુરુષના સામાજિક દરજ્જાનો પરિચય કરાવતી વિપુલ સામગ્રી સમયસુંદરની રચનાઓમાંથી મળે છે. વિવિધ રચનાઓમાંના પદોની ગેયતામાંથી પ્રગટતી કવિની સંગીતવિષયક જાણકારી તથા દેશીઓ અને ઢાળ પ્રયોજવાની કવિની શક્તિનો પરિચય, આપણને એમની વિવિધ કૃતિઓમાંથી મળી રહે છે.'
આ ગ્રંથમાં લેખકે ‘ગીતકાર સમયસુંદર' નામના અલગ પ્રકરણની યોજના યોગ્ય રીતે જ કરી છે, કારણ કે સમયસુંદર મધ્યકાલના એક તેજસ્વી ગીતકાર છે. એમણે સ્તવન, સજ્ઝાય, ગુરુગીત, હિયાલી, રૂપકગીત વગેરે પ્રકારનાં અનેક પદ લખ્યાં છે, જેમાંથી ૫૫૦થી અધિક પ્રકાશિત થઇ ગયાં છે અને બીજાં કેટલાંયે હજુ અપ્રકાશિત રહ્યાં હોવાનો સંભવ છે. આટલી વિપુલ સંખ્યામાં વિવિધ રાગરાગિણીમાં અને દેશીઓમાં ભાવસભર ગીતો લખવાને કારણે જ એમના જમાનામાં લોકોકિત પ્રચલિત થઇ હતી કે ‘સમયસુંદરનાં ગીતડાં, કુંભારાણાનાં ભીંતડાં' અથવા ‘સમયસુંદરનાં ગીતડાં, ભીંતો પરના ચીતરાં’. લેખકે યોગ્ય રીતે જ નોંધ્યું છે કે ‘સમયસુંદરનાં ગીતોની સંખ્યા અને વૈવિધ્ય એટલાં તો વિશાળ છે, કે તે એક સ્વતંત્ર સંશોધનનો વિષય બની રહે છે.’ સમકુંદરનાં ગીતો વિશે પોતાનો મત દર્શાવતાં લેખક લખે છે, ‘તેમાં પાંડિત્યનો ભાર નથી, કશો શબ્દાડંબર નથી, શબ્દખેલ પણ નથી...ગીતોમાં કવિહૃદયની ઊર્મિઓ ઘૂંટાઇ ચૂંટાઇને આલેખાતી જોવા મળે છે. શબ્દ અને ભાવની
Jain Education International
For Private & Personal Use Only
+
www.jainelibrary.org