________________
શેરીનાં સંતાનો
કેટલાક સમય પહેલાં મુંબઈમાં તસવીરોનું એક લાક્ષણિક પ્રદર્શન યોજાયું હતું. એનો વિષય કોઈ ચીલાચાલુ નહિ, પણ વિભિન્ન અને વિલક્ષણ હતો. એ વિષય હતો : “The wonderful world of street children.” આ પ્રદર્શનમાં તસવીરો street childrenશેરીનાં સંતાનોની હતી. ઘરબાર વિનાના, રસ્તે રઝળતા છોકરાઓનું જીવન કેટલું કપરું ગણાય ! પરંતુ એમના આવા કષ્ટમય જીવનમાં થોડીક મોજની, આનંદની, મસ્તીની ક્ષણો પણ રહેલી હોય છે. એવી ક્ષણોને કચકડામાં ઝડપી લેવા માટે ઈનામી સ્પર્ધા રાખવામાં આવી હતી. વૈવિધ્યસભર એવી આશરે બસો તસ્વીરોનું અવલોકન કરીએ તો બેહાલ સ્થિતિમાં પણ આનંદની છોળો અનુભવનાર શેરીનાં સંતાનો માટે અને એવી વિલક્ષણ ક્ષણને ઝડપી લેનારા તસવીરકારો માટે માન થાય.
આ પ્રદર્શનનું આયોજન મુંબઈની રોટરી કલબના ઉપક્રમે યોજાયું હતું. મારા મિત્ર રોટેરિયન શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતાનાં ઉત્સાહ, ધગશ, દષ્ટિ અને ચીવટે આ પ્રદર્શનના આયોજનમાં મહત્ત્વનું કાર્ય કર્યું હતું. પ્રદર્શનની આ વાસ્તવિક તસવીરો સમજદાર જાગૃતિ માણસને વિચાર કરતા કરી મૂકે એવી હતી. પ્રત્યેક તસવીરને જાણે કશુંક કહેવાનું હતું. તસવીરો ભારતનાં અમુક શહેરોના થોડાક વિસ્તારોનાં રઝળતાં સંતાનોની હતી, પણ એની વાત સમગ્ર વિશ્વને સ્પર્શે એવી હતી.
જીવનનો આનંદ માત્ર ધનાઢ્ય માણસો જ માણી શકે એવું નથી. ક્યારેક તો ધનાઢ્ય માણસો વધુ ચિંતિત અને વ્યથિત દેખાય છે. આનંદ એ જીવનું લક્ષણ છે. એટલે કપરી પરિસ્થિતિમાં પણ માણસ પોતાની કક્ષાનો, પોતાના સ્વરૂપનો નિર્દોષ આનંદ એકલા કે સમૂહમાં માણી શકે છે. નાના છોકરાઓને ભૂતકાળ કે ભવિષ્યકાળ કરતાં વર્તમાનકાળ જ વધુ વહાલો હોય છે. તેઓ પોતાની નિર્દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org