________________
૯૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
માટે આત્મવિશ્વાસ વધે છે. નવું કંઈક શીખ્યાનો તથા પોતાની મહેનતની કમાણી મેળવ્યાનો અનેરો આનંદ તે અનુભવે છે. વધુ હોંશિયાર છોકરાઓ હોય તો તેમને ડ્રાઇવિંગ શીખવવામાં આવે છે. લિફટમેન, વોચમેન, ટેલિફોન ઓપરેટર કે મોટર મિકેનિકનું કામ પણ શીખવવામાં આવે છે. છોકરીઓને ઘરકામ કરતાં, નાનાં બાળકો કે માંદાં વૃદ્ધોને સાચવતાં, ટેલિફોન પર વાત કરતાં, ઘરનાં મશિનો ચલાવતાં શીખવવામાં આવે છે. આવી રીતે એક વેડફાઈ જતી અને સમાજ માટે બોજારૂપ, ચિંતારૂપ બનતી જિંદગીને બચાવી લેવામાં આવે છે. આ યોજના હેઠળ મુંબઈમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ચાર હજારથી વધુ છોકરાઓને એમની મનપસંદ તાલીમ આપવામાં આવી છે.
આ યોજના હેઠળ જે છોકરાઓ પોતે કંઇક નાનું પ્રકીર્ણ કામ કરીને પોતાની રોજી રળવા ઇચ્છતા હોય અને એમની પાસે ધન કે સાધનનો અભાવ હોય તેવા છોકરાઓને નાની રકમની લોન આપીને એમને કામધંધે લગાડવાના પ્રયાસો થાય છે. એ માટે યોગ્ય છોકરાઓની પસંદગી થાય છે, ચકાસણી થાય છે, એને શાળાનું પ્રાથમિક શિક્ષણ અપાય છે અને એ જે જાતનો વ્યવસાય કરવા ઇચ્છતો હોય તેની તાલીમ અપાય છે. આ પ્રાથમિક ભૂમિકાની તૈયારીની ઘણી જરૂર રહે છે કે જેથી બિનઅનુભવી છોકરાઓ નિષ્ફળતા મળતાં ફરી પોતાની અનિષ્ટ પ્રવૃત્તિમાં પાછા ન ચાલ્યા જાય. છોકરાઓને કમાવામાં રસ પડે એટલે એને થોડી થોડી રકમ બચાવવા અને બેંકમાં ખાતું ખોલીને મૂકવા માટે પણ તાલીમ અપાય છે કે જેથી છોકરાઓ સ્વચ્છંદે ચડી વ્યસની ન બની જાય.
આવું કામ એકલે હાથે તો થાય નહિ. એ માટે કાર્યકર્તાઓની તથા સામાજિક સહકારની પણ જરૂર પડે જ. એ માટે આયોજકોને બાળકો-કિશોરોના ક્ષેત્રમાં કામ કરતી દોઢસોથી વધુ સામાજિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org