________________
શેરીના સંતાનો
૯૩.
પરિણામ જોઈતું હોય તો તેઓને એમની વય અને પરિસ્થિતિ અનુસાર એવા પ્રકારની જુદી તાલીમ આપવી જોઇએ.
રખડુ છોકરાઓને સુધારવા હોય તો એમને સારું શિક્ષણ આપવું જોઈએ, એમને શાળામાં દાખલ કરાવી ભણતા કરી દેવા જોઈએ એવો વિચાર આપણને તરત આવે. માબાપ સાથે ઘરમાં રહેતા છોકરા રખડુ થઇ ગયા હોય તો તેમને માટે આવો વિચાર અમુક દષ્ટિએ કદાચ યોગ્ય ગણાય. પણ રસ્તે રખડતા, રીઢા થયેલા, ન ધણિયાતા છોકરાઓ માટે શાળાનું ભણતર તરત કામ ન પણ લાગે.
અનુભવને આધારે Project Mainstreamના આયોજકોનો એવો મત બંધાયો છે કે આ છોકરાઓને ફીની મદદ કરી શાળામાં દાખલ કરાવી શિક્ષણ આપવાની સગવડ કરી આપવામાં આવે તો તે બહુ સફળ નહિ થાય, કારણ કે જે જાતની આવા છોકરાઓને ટેવ પડી હોય છે એથી તેઓને શાળાના શિક્ષણમાં રસ નહિ પડે. શાળામાંથી ભાગી જવું એમને માટે એટલું જ સરળ છે. તેમનો મુખ્ય આશય તો પેટ ભરવાનો, રળી ખાવાનો છે. વળી તેઓમાં હોંશિયારી છે પણ સાધન અને સગવડનો અભાવ છે. ચોરી કરીને, ખિસ્સા કાતરીને કે પરરચુરણ મજૂરી કરીને પોતાની આજીવિકા મેળવનારને વધુ ગૌરવવાળી કમાણીમાં રસ પડે અને તે જલદી ગ્રહણ કરી શકે એવા કામની તાલીમ આપવી જોઈએ. પ્રોજેક્ટ મેઇનસ્ટ્રીમ તરફથી એવા રખડતા છોકરાઓનો સંપર્ક કરીને, વિશ્વાસ જીતીને, તેમને ચા બનાવતાં, સમોસા, કચોરી કે સેન્ડવિચ બનાવતાં, ફૂલના ગજરા બનાવતાં તથા અન્ય પ્રકારનાં કામો વ્યવસ્થિત કોર્સ પ્રમાણે શીખવવામાં આવે છે. એવી તાલીમ બરાબર તે લઈ લે તે પછી એને પોતાનો વેપાર કરવા માટે સાધનો અપાવવામાં આવે છે. આર્થિક લોન આપવામાં આવે છે. આમ કરવાથી છોકરામાં પોતાની શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org