________________
૯૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
આલમના માણસો પણ એવા જબરા છોકરાઓને મોટી લાલચ આપીને ચોરી, લૂંટ, દાણચોરી, ખૂન જેવાં મોટાં ગુનાહિત કાર્યોમાં ખેંચી જાય
શહેરોમાં આવેલા કેટલાક છોકરાઓ એકલદોકલ રખડતા હોય છે, તો કેટલાક પોતાની ટોળી જમાવે છે. ટોળીમાં એકાદ મોટો છોકરો એમનો સરદાર બની બેસે છે અને લાલચ, ધમકી આપીને તેમને વશ રાખે છે. આવા ટોળકીવાળા છોકરાઓ પછી પોલિસને, પણ ગાંઠતા નથી. ઉંમરમાં મોટા થતાં, જબરા થતાં અને ફાવતા જતાં આવા કેટલાંક છોકરાંઓ મોટા ગુનેગારો બની જાય છે.
દુનિયાભરમાં કરોડો એવા રખડતા શેરીના સંતાનો-street childrenના જીવનને સુધારવા માટે શું કશું ન કરી શકાય? પ્રત્યેક દેશમાં સરકારી સ્તરે જે યોજનાઓ થાય તે અપૂરતી જ રહેવાની. સામાજિક સ્તરે પણ સંગીન કાર્ય એ દિશામાં અવશ્ય થઈ શકે. આ વિશે કશુંક કરવાની ભાવના કેનેડાવાસી એક સર્જનને થઈ. એમણે વિશાળ ધોરણે એક સરસ આયોજન વિચાર્યું અને પોતાના પ્રોજેક્ટ માટે નામ આપ્યું street Kids International. એમણે આફ્રિકા અને એશિયાનાં કેટલાંક મોટાં શહેરો એ માટે પસંદ કર્યા. કિશોરો અને ઊગતા યુવાનો માટે એમણે વિવિધ પ્રકારની યોજનાઓનો અને ભલામણોનો જુદાં જુદાં કેન્દ્રો દ્વારા પ્રચાર કર્યો.
મુંબઈમાં રોટરી કલબના આવા પ્રકારના આયોજન માટે Project Mainstream એવું નામ રાખવાનું શ્રી મહેન્દ્રભાઈ મહેતાએ સૂચવેલું. આ યોજનાનો આશય એ છે કે સમાજમાં ભદ્ર લોકોનો જે મુખ્ય પ્રવાહ-mainstream છે એમાં રસ્તે રખડતા છોકરાઓને સુધારીને ભેળવવા જોઇએ કે જેથી તેઓ પણ ભદ્ર સમાજનું એક અંગ બની રહે. તેઓને જો મેળવવા હોય તો તેઓને કેળવવા પડશે. તેઓને જો યોગ્ય રીતે કેળવવા હોય અને તેનું તાત્કાલિક સારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org