________________
શેરીના સંતાનો
૯૧
એવો ઓતપ્રોત થઇ જાય છે કે ઘર સાંભરતું બંધ થાય છે. તેને પોતાની સ્વતંત્ર રીતે જીવન જીવવા મળે છે અને પોતાની કલ્પના પ્રમાણે અમનચમન કરવા મળે છે એટલે ઘર માટેની એની લાગણી બુઠ્ઠી થઇ જાય છે. બીજી બાજુ ઘરની રજા લઇ શહેરમાં વ્યવસ્થિત રીતે નોકરી કરવા આવેલા છોકરાઓ વારંવાર ઘરને સંભારે છે, ઘરે જાય છે અને બચેલી રકમ માબાપને આપે છે, પરંતુ ભાગી નીકળેલા કે તરછોડાયેલા છોકરાઓનું એવું કશું અનુસંધાન ઘર સાથે રહેતું નથી.
રસ્તે રખડતા ભૂખે મરતા છોકરાઓમાં ચોરીનું વ્યસન વહેલું આવે છે. જેમ અનુભવ થાય તેમ એની હોંશિયારી અને હિંમત વધતાં જાય છે. મોટા અનુભવી છોકરાંઓ, ટોળકીના સરદારો એમને ખિસ્સા કાપવા માટે, સ્ત્રીઓના ગળાની ચેન ઝૂંટવવા માટે માલસામાનની ઉઠાંતરી કરવા માટે તાલીમ આપતા રહે છે. પુખ્ત ઉંમરના થતાં તેઓ લૂંટ-ચોરીના મોટા મોટા કિસ્સાઓમાં સંડોવાતા જાય છે. આમ, શેરીનાં કેટલાંક સંતાનો સમય જતાં સમાજ માટે ભારરૂપ, દૂષણરૂપ, ભયરૂપ બની જાય છે.
એકલા એકલા રખડતા છોકરાઓને પોતાની મજૂરીના કામમાંથી કોઇવાર ઓછી આવક થાય, તો કોઇ વાર અણધારી વધુ આવક થાય. કેટલાક તો પોતાના રોજની ખાધાખરચી કરતાં પણ વધુ રૂપિયા કમાતા હોય છે. આ વધારાની આવક ક્યાં રાખવી ? ઘર નથી, સાચવવાની કે સંતાડવાની જગ્યા નથી. એટલે પૈસા આવતાં આવા છોકરાઓમાં મોજશોખ ચાલુ થાય. ચલચિત્રો જોવાની, ચા, પાન, સિગરેટની ટેવ પટે છે. જુગાર રમાય, શરાબ પિવાય અને વેશ્યાગૃહોમાં જવાનું પણ ચાલુ થાય. મજૂરી કરીને કમાય, પણ પછી જિંદગી ધૂળધાણી થતી જાય. નાની કાચી ઉંમરમાં અશિષ્ટ કુટેવો પડવા માંડે. મોટા છોકરાઓમાં તો ગુંડાગીરીનું જોર પણ વધતું જાય. અંધારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org