________________
૧૪૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ મહારાજશ્રીના ચાતુર્માસ પછી પનાભાઈનું ચોપાટીના ઉપાશ્રયે આવવાનું બંધ થયું અને અમારું મળવાનું પણ ખાસ રહ્યું નહિ. રસ્તામાં મળીએ તો હાથ ઊંચો કરીએ એટલો જ પરિચય રહ્યો હતો. ત્યારપછી વર્ષો સુધી પરસ્પર મળવાનું ખાસ બન્યું નહિ. પરંતુ ક્યાંક પણ એમની વાત નીકળે તો એમને મળનાર ગૌરવભેર એમને યાદ કરે.
શ્રી પનાભાઈ ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રામાં વિ. સં. ૧૯૭૬ના મહાવદ ૪ ને તા. ૨૫-૧-૧૯૨૧ના રોજ થયો હતો. એમના પિતાનું નામ જગજીવનદાસ સોમચંદ ગાંધી અને માતાનું નામ પાર્વતીબહેન હતું. પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એમના ત્રણ દીકરામાં વચલા તે પનાભાઈ હતા. પનાભાઈની બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા ધ્રાંગધ્રામાં વીતી હતી. એમણે ધ્રાંગધ્રાની શાળામાં અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો (હાલના આઠમા ધોરણ સુધીનો) અભ્યાસ કર્યો હતો. એમનું શરીર સુદઢ હતું. વ્યાયામશાળામાં તેઓ નિયમિત વ્યાયામ કરતા. ધ્રાંગધ્રાની પાઠશાળામાં એમણે ધાર્મિક સૂત્રો વગેરેનો અભ્યાસ સારો કર્યો હતો. ધ્રાંગધ્રામાં આવતા સાધુ-સાધ્વીઓના ગાઢ સંપર્કમાં તેઓ આવતા. પ. પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજનું ચાતુર્માસ ધ્રાંગધ્રામાં હતું ત્યારે પનાભાઈએ એમની સારી વૈયાવચ્ચ કરી હતી.
પનાભાઇના મોટાભાઈ બહારગામ જઇ, શાળા અને કોલેજમાં અભ્યાસ કરી દાક્તર થયા. પણ પનાભાઈને શાળા કોલેજના અભ્યાસમાં રસ ન પડ્યો. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે યુવાવસ્થામાં પનાભાઈ આજીવિકા માટે મુંબઈ આવ્યા. ચાંદી બજાર અને બીજાં બજારોમાં વ્યવસાય કર્યો પણ ખાસ ફાવ્યા નહિ. તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org