________________
૬૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
‘દસવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં “વિનય સમાધિ' નામના ચાર ઉદ્દેશક આપવામાં આવ્યા છે. એ ચારે ઉદ્દેશક બહુ ધ્યાનથી સમજણપૂર્વક વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા છે. એમાંથી નમૂનારૂપ થોડીક ગાથાઓ જોઈએ : यंभा व कोहा व मयप्पमाया
गुरुस्सगासे विणयं न सिक्खे । • सो चेव उ तस्स अभूइभावो
फलं व कीयस्स वहाय होइ ॥ ९/१/१ (જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા કે પ્રસાદને કારણે ગુરની પાસેથી વિનય નથી શીખતો તે તેના વિનાશ માટે થાય છે, જેમ કીચક (વાંસ)નું ફળ એના વધને માટે થાય છે.)
विवत्ती अविणीयस्स संपत्ति विणियस्स यं । जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छेई ॥
(અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે આ બંનેને જાણે છે તે સાચી શિક્ષાને-સાચા જ્ઞાનને પામે છે. ) निद्देसवत्ती पुण जे गुरुणं सुयस्थधम्मा विणयम्मि कोविया। तरितु ते ओहमिणं दुरुत्तरं खवित्तु कम्मं गइमुत्तमं गय ।।
(જ ગુરુના આજ્ઞાવર્તી છે, ધર્મમાં ગીતાર્થ છે, વિનયમાં કોવિંદ છે તેઓ આ દુસ્તર સંસારને તરી જઇને, કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિને પામે છે.)
અવિનયી વ્યક્તિની કેવી દશા થાય છે તે વિશે દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org