________________
૮૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
તો અનેકના શિકારનો ભોગ બને છે. એવી રીતે આવેલી કેટલીયે છોકરીઓ કાચી ઉંમરમાં અનીતિના ધંધામાં સપડાઈ જાય છે. એ વ્યવસાયમાં પડેલા દલાલોની નજર આવી છોકરીઓને શોધી કાઢે છે. રસ્તે રઝળતી છોકરીઓ માટે રસ્તા પર રાતવાસો રહેવાનું સલામત નથી. બળ અને પ્રલોભનો આગળ તેને ઝૂકી જવું પડે છે.
પોતાનાં માબાપ પણ શહેરમાં ફૂટપાથ પર રહેતાં હોય એવી નાની છોકરીઓ દિવસ દરમિયાન પરચૂરણ મજૂરી કરી રાત્રે માબાપની સાથે જ રહેતી હોય છે. ક્યારેક બેપાંચ કુટુંબો સાથે ફુટપાથ પર રહેતાં હોય અને રાંધી ખાતાં હોય એવાં કુટુંબની છોકરીઓ ભેગી મળીને આસપાસના ઘરોમાં કંઈક કામ શોધી કાઢે છે અને થોડી કમાણી કરી લે છે. એવી નાની છોકરીઓ માટે પણ શારીરિક અને માનસિક એવા ઘણા પ્રશ્નો ઊભા થાય છે.
અર્ધવિકસિત કે અવિકસિત દેશોમાં અનેક કુટુંબોને પોતાનું ગુજરાન કેમ ચાલાવવું એ મોટો પ્રશ્ન હોય છે. એવાં ભૂખે મરતાં કુટુંબોના નાના સંતાનો બહારગામ જઈને જો પોતાનું પેટ ભરી શકે તો કુટુંબને એથી રાહત જ અનુભવવા મળે છે. કેટલાંક કુટુંબો એવું ઇચ્છે પણ છે. કુટુંબને મદદરૂપ થવાને બદલે ભારરૂપ બનેલાં અપંગ બાળકો પણ નીકળી પડે છે. ક્યારેક છોકરો એકલો પોતે અથવા બેચાર મિત્રો મળીને કોઇક શહેરમાં પહોંચી જાય છે અને ત્યાં પોતાની હોંશિયારીથી કંઇક પેટિયું કૂટી કાઢે છે.
મોટાં મોટાં શહોરોમાં શેરીનાં બાળકો માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના જેટલા ઉપાયો હોય છે એટલા નાનાં ગામડાંઓ હોતા નથી. નાનાં ગામડાંઓમાં રસ્તે રખડતું બાળક તરત ઓળખાઈ શકે છે. કોના ઘરનું એ બાળક છે અને ભરણપોષણની જવાબદારી કયા કુટુંબની છે એ પણ ખબર પડી જાય છે. એ કુટુંબને શરમાવી શકાય છે. ગામમાં ગામનું જ બાળક હોય છે. બીજા ગામથી આવેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org