________________
શેરીના સંતાનો
૮૭
રશિયાના ઠંડા પ્રદેશોમાં આ સમસ્યા એટલી મોટી નથી. એશિયા અને આફ્રિકાના દેશોમાં આ સમસ્યા ઉગ્રપણે પ્રવર્તે છે.
પાશ્ચાત્ય દેશોમાં ઘરબાર છોડીને ભાગી નીકળેલા છોકરાઓ પોતાનું કોઈક આશ્રયસ્થાન શોધી લે છે. જાહેર સ્થળોમાં જ્યાં કનડગત ન હોય અને માથે છાપરા જેવું કંઈક હોય એવે સ્થળે આવા છોકરાઓ પડ્યા રહે છે. કુટુંબની ગરીબીને કારણે છોકરાને પેટ ભરવા માટે બહાર નીકળવું પડે એવું ત્યાં આોછું છે. માતાપિતાએ છોકરાને કાઢી મૂક્યો હોય અથવા માતાપિતાના ત્રાસથી અથવા માતપિતાનાં માંહોમાંહેના કલહ, છૂટાછેડા વગેરેને કારણે છોકરો ઘર છોડીને ભાગી ગયો હોય અથવા શ્રીમંતાઇથી કંટાળી ગયો હોય એવા બનાવો વધુ બને છે. વળી ત્યાં પણ સરખેસરખા છોકરાઓની દોસ્તીને કારણે એકબીજાને સાથ આપવા છોકરાએ ઘર ત્યજી દીધું હોય અથવા ચરસગાંજા કે એવાં કેફી પદાર્થોના વ્યસનને કારણે ઘર છોડી દીધું હોય એવા બનાવો વધુ બને છે. એટલે પાશ્ચાત્ય દેશોમાં ઘર છોડી દેવા માટે આર્થિક કારણ કરતાં સામાજિક કારણો વધુ જોવા મળે છે. જે મોટી સંખ્યા એશિયાના દેશોમાં રખડતા છોકરાઓની છે તેટલી સંખ્યા પાશ્ચાત્ય દેશોમાં નથી; તો પણ એવા છોકરાઓની, ખાસ કરીને માદક દવાઓના વ્યસની રખડતા છોકરાઓની સમસ્યા ત્યાં સરકાર અને સમાજ માટે માથાના દુખાવારૂપ હોય છે. હિપ્પી થઈ ગયેલા છોકરાઓનો એક આખો યુગ ત્યાં આવી ગયો અને હજુ પણ એની અસર વરતાય છે. આજે પણ શિકાગો, સાન્થાન્સિસ્કો, લંડન, લેનિનગ્રાડ જેવાં મોટાં શહેરોમાં street childrenનો પ્રશ્ન ઉગ્ર છે.
શેરીનાં સંતાનોમાં મુખ્યત્વે છોકરાઓ જ હોય છે. છોકરીઓનું પ્રમાણ નહિવત્ જ હોય છે. ગામડામાંથી પોતાના ઘરમાંથી ભાગીને શહેરમાં દોડેલી છોકરીઓ કોઇક જ હોય છે. એમાં એકલદોકલ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org