________________
૮૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
-
-
-
-
માનવતાભરી સેવાનાં કાર્યક્ષેત્રો બદલાતી પરિસ્થિતિ અનુસાર સમયે સમયે બદલાતાં રહે છે. જમાને જમાને નવી નવી દષ્ટિવાળા નવા નવા સમાજસેવકો વિવિધ પ્રકારની યોજનાઓ હાથ ધરતા રહે છે. છેલ્લા થોડા દાયકામાં વિશ્વનાં રાષ્ટ્રો નજીક આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધ્યો છે. હવે માણસ પોતાનો જ દેશ, પોતાની જ કોમ કે પોતાની જ્ઞાતિ કે પોતાના શહેરના અમુક સમાજ પૂરતી સીમિત દષ્ટિ ન રાખતાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારતો થયો છે. એથી જ એક દેશની સમજકલ્યાણ-social Welfareની યોજના બીજા દેશને કામ લાગે છે. એક દેશની આપત્તિમાં બીજા દેશો સહાયભૂત થવા દોડી જાય છે. જુદા જુદા દેશની જુદી જુદી સમસ્યાઓના અધ્યયન માટે અભ્યાસીઓની ટુકડીઓ આખી દુનિયામાં ફરી વળે છે અને પોતાની ભલામણો તૈયાર કરે છે. આવી રીતે જ કેનેડાની રોટરી ક્લબના એક સનને વિચાર આવ્યો કે દુનિયામાં શેરીમાં રખડતા બાળકોના ઉદ્ધાર માટે કશુંક કરવું જોઈએ. એ માટે એમણે તૈયાર કરીને વહેતી મૂકેલી યોજનાને ભારતમાં મુંબઈની રોટરી ક્લબે પણ ઝીલી લીધી છે અને પાંચેક વર્ષથી એ દિશામાં એણે ઠીક ઠીક સંગીન કાર્ય ચાલુ કર્યું છે, કારણ કે બીજા દેશો કરતાં ભારતમાં શેરીનાં સંતાનોની સંખ્યા ઘણી મોટી છે. ભારતમાં પણ સૌથી વધુ આવાં સંતાનો મુંબઈમાં છે. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી, પટણા, બનારસ વગેરે મોટાં મોટાં શહેરોનાં રખડતાં સંતાનોની સંખ્યા બે કરોડથી વધુ થાય છે.
દુનિયાના જે પ્રદેશોમાં અસહ્ય ઠંડી પડે છે ત્યાં શિયાળામાં બહાર રસ્તા પર સૂઈ રહેવાનું શક્ય નથી. રસ્તા પર સૂઈ રહેનાર વ્યક્તિ ઠંડીમાં મૃત્યુ પામે. એવા પ્રદેશોમાં અનાથ રખડતાં બાળકો ન હોઈ શકે એવું નથી, પણ ત્યાં કાં તો એ કોઈ આશ્રયસ્થાન મેળવી લે છે અને કાં તો મૃત્યુને શરણ થાય છે. યુરોપના, અમેરિકાના, કેનેડાના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org