________________
૮૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
.
રાજચંદ્ર લખ્યું છે, “જે સગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સગર હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છvસ્થ એવા પોતાના ગુરુની વૈયાવચ્ચ કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે.'
આ વિનય માત્ર ઉપચાર વિનય હોય તો પણ એ કેવળી ભગવંતનો વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ વિષય અંતે તો કેવલીગમ્ય
- વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી, બની બેઠેલા લુચ્ચા અસદૂગુરુઓ શિષ્ય-શિષ્યાના કે ભક્ત-ભક્તાણીના વિનયનો મોટો ગેરલાભ ઉઠાવતા હોય એવા પ્રસંગો પણ વખતોવખત બનતા હોય છે. સંસારમાં દુ:ખનો પાર નથી અને દુઃખી, મૂંઝાયેલી વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર મળતાં ગમે તેને ગુરુ ધારી લઈને, તેમની આજ્ઞામાં રહીને બહુ વિનય દર્શાવતા હોય છે. “એક સત્યરુષની સઘળી ઇચ્છાને માન આપ અને તન, મન તથા ધનથી તારી જાતને તેમનાં ચરણોમાં સમર્પિત કરી દે”—એવાં ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી અસગુરુઓ પોતાનાં ભક્તભક્તાણીને માનસિક રીતે ગુલામ જેવાં બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ કરી હરી લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી ભક્તાણીઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું ધર્મને નામે, આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન કરાવવાના નામે, સમકિતની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝટઝટ મોક્ષ અપાવી દેવાના નામે કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી પોતાને “ગુરુજી મળ્યા, ગુરુજી મળ્યા, હવે બેડો પાર છે' એમ સમજી, વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. સંસારમાં વિનયના નામે, આજ્ઞાપાલનના નામે આવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org