________________
સ્વ. લાડકચંદભાઈ વોરા
૩૯
બાપુજીનું ગૃહસ્થજીવન નિર્વ્યસની, સદાચારી અને ધર્મપરાયણ હતું. સાયલા રાજ્યની નોકરીમાં ફાજલ સમય મળતો એટલે સવારસાંજના નવરાશના સમયમાં તેઓ આધ્યાત્મિક ગ્રંથો વાંચતા. કૃપાળુ દેવનું વચનામૃત તો તેઓ અનેક વાર સાદ્યુત વાંચી ગયા હતા. તદુપરાંત અન્ય ગ્રંથો પણ તેઓ વાંચતા. યુવાનોની સત્સંગમંડળીમાં તેઓ જતા અને સત્સંગ કરતા. આગમોદ્ધારક પૂ. શ્રી સાગરાનંદસૂરિ (સાગરજી મહારાજ)ના એક મુખ્ય શિષ્ય શ્રી માણેકસાગરસૂરિ જેવા આચાર્ય ભગવંતે સાયલા જેવા નાના ગામની ચાતુર્માસ માટે પસંદગી કરી હતી તેનું મુખ્ય કારણ તે સાયલાના અધ્યાત્મરુચિ ધરાવતા યુવાનો હતા અને એ યુવાનોના અગ્રેસર તે બાપુજી હતા. શ્રી માણેકસાગર-સૂરિએ ચાતુર્માસ દરમિયાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “જ્ઞાનસાર', “અધ્યાત્મસાર” અને “અધ્યાત્મ ઉપનિષદ' જેવા ગથી પસંદ કર્યા હતા અને તે ચાતુર્માસ દરમિયાન પૂર્ણ ન થતાં શેષકાળમાં આવીને પૂરા કરાવ્યા હતા. એ ગ્રંથો ઉપરાંત આનંદધનજીનાં સ્તવનોના ગૂઢ રહસ્યાર્થ પણ એમને સમજાવ્યા હતા. બાપુજીને આનંદધનજીની ચોવીસી કંઠસ્થ હતી અને મધુર બુલંદ કંઠે તેઓ ગાતા.
સાયલા એટલે કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના પરમ સખા સોભાગભાઈનું ગામ. સોભાગભાઈના દેહવિલય પછી પણ એમની આધ્યાત્મિક સાધનાનો વારસો સાયલામાં જળવાઈ રહ્યો હતો. ઈ.સ. ૧૯૩૦ના ગાળામાં સાયલામાં કાળિદાસભાઇ, વજાભાઇ, છોટાભાઈ વગેરે સત્સંગ કરતા અને આધ્યાત્મિક સાધના માટે પુરુષાર્થ કરતા હતા. એ દિવસોમાં એક વખત કોઈકના મરણ પ્રસંગે સ્મશાનમાં જઈ, પછી તળાવે નહાવા ગયા ત્યારે પોતાનું ધોતીયું ધોતા ધોતાં કાળિદાસભાઈએ બાપુજીને આત્મસિદ્ધિની ગાથાઓ સંભળાવેલી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org