________________
૪૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
પછી એમને યોગ્ય પાત્ર જાણી અધ્યાત્મસાધના તરફ વાળ્યા હતા અને સત્સંગ મંડળીમાં જોડાતાં છોટાલાલભાઇએ બાપુજીને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી ત્યાર પછી એ સાધનામાં સતત પુરુષાર્થ કરી બાપુજીએ આત્મસાક્ષાત્કાર કર્યો હતો.
બાપુજીની સાધના એકાંતમાં ગુપ્તપણે ચાલતી હતી, પરંતુ મુંબઇના શ્રી શાન્તિલાલ અંબાણીને આત્મજ્ઞાની સત્પુરુષની શોધ કરતાં કરતાં બાપુજીનો મેળાપ થયો. બાપુજીએ પોતાના ગુરુ શ્રી છોટાલાલભાઇ વિદ્યમાન છે અને કલકત્તામાં રહે છે ત્યાં સુધી પોતે અજ્ઞાતવાસમાં જ રહેવા ઇચ્છે છે એમ જણાવેલું. પરંતુ છોટાલાલભાઇના સ્વર્ગવાસ પછી શાન્તિલાલભાઇના આગ્રહથી બાપુજીએ જાહેરમાં આવવાનું સ્વીકાર્યું. એમ થતાં ૧૯૭૬માં સાયલા ગામમાં સત્સંગમંડળ ચાલુ થયું અને બાપુજીના ગુરુપદે સાધના માટે માર્ગદર્શન મળવા લાગ્યું. સાધકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હોવાથી ૧૯૮૫માં ગામ બહાર, હાઇવે પાસે લગભગ પાંચ એકર જમીનમાં ‘શ્રી રાજસોભાગ આશ્રમ'ની સ્થાપના કરવામાં આવી, જેમાં જિનમંદિર, સ્વાધ્યાય હોલ, ભોજનશાળા, સાધકોના નિવાસ માટેની સુવિધા, ગૌશાળા, બાપુજીની કુટિર, સોભાગસ્મૃતિ વગેરેની રચના કરવામાં આવી અને એમ આશ્રમનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. સમય જતાં એમાં નેત્રયજ્ઞ, અનાજવિતરણ, છાશકેન્દ્ર વગેરે અનુકંપાની પ્રવૃત્તિઓનો પણ ઉમેરો થતો રહ્યો. ઇંગ્લંડ, આફ્રિકા, અમેરિકા વગેરેના મુમુક્ષુઓને આવીને રહેવું ગમે એવું સુવિધાવાળું તથા વૃક્ષવનરાજિવાળું જે પ્રસન્ન વાતાવરણ આશ્રમમાં નિર્માયું એમાં બાપુજીનાં પ્રેરણા અને માર્ગદર્શન રહેલાં છે.
આશ્રમની સ્થાપના વખતે જ એના આયોજન માટે તથા ભાવિ વિકાસવૃદ્ધિ માટે બાપુજીએ વહીવટી અમલદાર તરીકેના પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org