________________
૫૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
-
विनयति क्लेशकारकं अष्टप्रकारं कर्म इति विनयः ।
આઠ પ્રકારનાં કલેશકારક કર્મોનું જે વિનયન કરે છે એટલે કે તેને નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનય.
अनाशातना बहुमानकरणं च विनयः ।
આશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય.
જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ જીવમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ધર્મ પ્રતિ મૂભૂતા વં! । ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં નમસ્કારનો ભાવ છે. પંચપરમેષ્ઠીને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં પ્રત્યેક પદનો પ્રારંભ જ નો શબ્દથી થાય છે. એક જ વખત નમો શબ્દ ન પ્રયોજતાં પ્રત્યેક પદ સાથે ‘નમો' શબ્દ જોડાલાયો છે. આરાધક જીવમાં નમસ્કારનો ભાવ, વિનયગુણ દૃઢ થાય તે માટે ફરી ફરીને નમો પદ તેમાં રહેલું છે. નવકારમંત્રમાં પદને નમસ્કાર છે અને પદમાં રહેલા ગુણોને નમસ્કાર છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. સામાન્ય રીતે વ્યવહારમાં નીચેની કક્ષાનું પદ ધરાવતી વ્યક્તિ પોતાના કરતાં ચડિયાતા પદવાળી વ્યક્તિને નમસ્કાર કરે, પરંતુ પોતાના કરતાં નીચેના પદવાળી વ્યક્તિને નમસ્કાર ન કરે. પરંતુ નવકારમંત્રમાં તો આચાર્ય ભગવંત પણ નમો ૩વન્નાયાનું પદ બોલે અને નમો હોર્ સવ્વસામૂળ પદ પણ બોલે. તેવી જ રીતે ઉપાધ્યાય મહારાજ પણ બોલે. આ દર્શાવે છે કે નવકારમંત્રમાં વિનયનો મહિમા કેટલી બધી સૂક્ષ્મ કોટિનો છે. જૈન ધર્મમાં તો આચાર્યની પદવી આપવામાં આવે એ વિધિ દરમિયાન નૂતન આચાર્યને એમના ગુરુ ભગવંત પણ પાટ ઉપરથી નીચે ઊતરી વંદન કરે છે. એમાં પણ વિનયગુણનો મહિમા રહેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org