________________
विनयमूलो धम्मो
૬૭. શ્રી લક્ષ્મીસૂરિએ “ઉપદેશપ્રાસાદ'માં આ રીતે વિનય ચાર પ્રકારનો બતાવ્યો છે :
चतुर्धा विनयः प्रोत्कः सम्यग्ज्ञानादिभेदतः । धर्मकार्ये नरः सोऽर्हः विनयावतपोऽचितः ॥ વિનય ચાર પ્રકારનો કહેલો છે. તે સમ્યગૃજ્ઞાનાદિ ભેદ પ્રમાણે છે. જે માણસ વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય ગણાય છે.
આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો છે : (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય.
આ ચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ પ્રકારનો ભગવતી આરાધના'માં બતાવવામાં આવ્યો છે. विणओ पुण पंचविहो णिद्दिठो णाणदंसणचरित्ते । तवविणओ य चउत्थो उवयारिओ विणओ ॥
વિશેષાવશ્યકભાગમાં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે બતાવવામાં આવ્યો છે :
लोगोवयारविणओ अत्थनिमित्तं च कामहेउं च । भयविणय मुक्खविणओ विणओ खलु पंचहा होई ॥
લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, ભયવિનય અને મોક્ષવિનય એમ પાંચ પ્રકારનો વિનય છે.
ઔપપાકિસૂત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છેઃ सत्तविहे विणए पण्णत्ते तं जहाणाणविणए, दंसणविणए चरित्तविणए, मणविणए, वयणविणए, कायविणए, लोगावयारविणए ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org