Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust
Catalog link: https://jainqq.org/explore/023249/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. પૂર્વાચાર્ય શ્રી મેરૂતુંગ સૂ.મ. દ્વારા વિરચિત પ્રબન્ધ ચિન્તામણિ (ગુજરાતી ભાવાનુવાદ) *પુનઃ સંપાદક પૂ. ગણિવર્ય શ્રી હિતવર્ધન વિ.મ. Page #2 -------------------------------------------------------------------------- ________________ Vasco da વાપી શહેરના આંગણે દશ હજાર « પૂજ્યશ્રીને મણિપદ. જળ Page #3 -------------------------------------------------------------------------- ________________ અચાન વાચરપતિ પૂરપાદ મા. દેવ, કોની ઉપસ્થિતિ વચ્ચે ઉજવાયેલો દાનનો મહામહોત્સવ -mous GOIળ૦ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ || નમામિ ગંગેશ્વર પાર્શ્વનાથ ! TI mવાપીપતિ શાંતિનાથK // | નમામિ નિત્યં કુરુરામવન્દ્રમ્ | પૂ. પૂર્વાચાર્ય શ્રી મેરૂતુંગ સૂ.મ. દ્વારા વિરચિત પ્રબન્ધ ચિન્તામણિ [ગુજરાતી ભાવાનુવાદ] છે., A., A,,,.as, is, tછે,,.,.,.,.,.3,20,210,1 0,60., 20,613, , , 0, .,.kin, sis, el, Pat, . . 3.5 પ્રાચીન ભાષાંતરનું વ્યાપક સંમાર્જન કરીને ૯ પુનઃ સંપાદન કરનાર ૩૭૮ દીક્ષાદાનેશ્વરી, સિદ્ધાંતસંરક્ષક, વ્યાખ્યાનવાચસ્પતિ, પૂ.આ.દે.શ્રી.વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન, પૂ. ગુરુદેવશ્રી ભવ્યવર્ધન વિજયજી મ.સા.ના શિષ્યરત્ન, પૂ. ગુરુદેવશ્રી મંગલવર્ધન વિજયજી મ.સા.ના શિષ્યરત્ન, પૂ. ગણિવર્ય શ્રી હિતવર્ધન વિજયજી મ. કth Ex. . . * પ્રાચીન ભાષાન્તરના કર્તા : શાસ્ત્રી રામચંદ્ર દિનાનાથ વારાણસી - અમદાવાદ. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પરિચય ગ્રંથનું નામ : પ્રબન્ધ ચિન્તામણિ (ગુજરાતી ભાવાનુવાદ) જ મૂળ ગ્રંથકાર : પૂ. પૂર્વાચાર્યશ્રી મેરૂતુંગ સૂ.મ.સા. • મૂળ ગ્રંથરચનાનો સંવત : વિ.સં. ૧૩૬૧, વઢવાણ (ગુજ.) મૂળ ગ્રંથની ભાષા : સંસ્કૃત * ગુજરાતીમાં ભાષાંતર કરનાર : રક્વજ્ઞાતીય રામચંદ્ર દીનાનાથ શાસ્ત્રી હું ભાષાંતર સંવત : વિ.સં. ૧૯૪૪, ઇ.સ. ૧૮૮૮ ભાષાંતરની ૧લી આવૃત્તિનું પ્રકાશન : વિ.સં. ૧૯૪૫ + ભાષાંતરની રજી આવૃત્તિનું પ્રકાશન : વિ.સં. ૧૯૬૫, ઇ.સં. ૧૯૦૯ - પૂર્વ પ્રકાશક : દિનકર પ્રીટિંગ પ્રેસ, મે. મગનલાલ એન્ડk. - અમદાવાદ » પુનઃ પ્રકાશન પ્રકાશન સ્થળ * આવૃત્તિ જે પુનઃ સંપાદક પુનઃ પ્રકાશક + પ્રાપ્તિસ્થાન : વિ.સં. ૨૦૭૦, અષાઢ સુદ-૧૨, તા. ૦૯-૦૭-૨૦૧૪ : શ્રી જે. મૂ. પૂ. જૈન સંઘ ગોળીવાળા ભવન, ગુલટેકરી, પૂના (મહારાષ્ટ્ર) : તૃતીય, પ્રત: ૭00 : પૂ. ગણિવર્ય શ્રી હિતવર્ધન વિ.મ. : કુસુમ-અમૃત ટ્રસ્ટ શાંતિનગર, અલકાપુરી, વાપી (વે.) ૩૯૬ ૧૯૧ - નોંધ પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન મહદંશે જ્ઞાનદ્રવ્યના સદ્ભય વડે થયું હોવાથી ગૃહસ્થોએ ગ્રંથનો ઉપયોગ કરતાં પૂર્વે યોગ્ય નકરો જ્ઞાનખાતામાં ભરવો તેમજ ગ્રંથ વસાવવો હોય તો રૂા. ૨૦૦/- જ્ઞાનખાતામાં ભરીને ગ્રંથ વસાવવો. 455: Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-380 001. (M) 98253 47620 PH. (O) (079) 22172271 Page #7 -------------------------------------------------------------------------- ________________ સુકૃત - અભિલાષી. ‘સૂરિરામચંદ્ર'ના પ્રશિષ્યરત્ન પૂ. ગુરૂદેવશ્રી મંગલવર્ધન વિ.મ.સા. તેમજ પૂ. ગણિવર્યશ્રી હિતવર્ધન વિ.મ.સા.ની તારક નિશ્રામાં વિ.સં. ૨૦૬૯માં વાપી-શાંતિનગર જૈન સંઘ દ્વારા શ્રી શત્રુંજય તીર્થાધિરાજ-પાલીતાણામાં યોજાયેલાં શાસનપ્રભાવક ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનદ્રવ્યની થયેલી વિશાળ ઉપજમાંથી પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ વાપી-શાંતિનગર જૈન સંઘ દ્વારા લેવામાં આવ્યો છે. જેની અમો ખૂબ-ખૂબ અનુમોદના કરીએ છીએ. - કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપી Page #8 -------------------------------------------------------------------------- ________________ પુનઃ સંપાદકની કલમે જૈન સાહિત્યમાં પ્રભાવક ચરિત્ર' નું જેમ અદકેરૂ સ્થાન છે તેમ ‘પ્રબન્ધચિન્તામણિ નું પણ તેવું જ મહત્ત્વ છે. આ બન્ને ગ્રંથો ઇતિહાસજ્ઞાનની અગત્યની કડી સમાન છે તેમ કહેવું વધુ પડતું નથી કેમકે ઇતિહાસજ્ઞાનનો બહુ મોટો અવકાશ આ બન્ને ગ્રંથોએ ભરી આપ્યો છે. કલ્પના કરો કે ‘પ્રભાવક ચરિત્ર’ ન હોત તો વિક્રમની પહેલી સહસ્રાબ્દીમાં થયેલાં શાસનપ્રભાવક સૂરિદેવોનો કડીબદ્ધ ઇતિહાસ આજે શી રીતે પ્રાપ્ત થાત ? તે જ રીતે ‘પ્રબન્ધચિન્તામણિ' ન હોત તો જૈન સંઘ સાથે સંકળાયેલાં રાજકીય ઇતિહાસને સમજવામાં કેટલી મુશ્કેલી પડત ? પ્રભાવક ચરિત્રની રચના પૂ. પૂર્વાચાર્ય ભગવંતશ્રી પ્રભાચંદ્ર સૂ.મ.એ કરી છે અને પ્રબંધચિંતામણિની રચના પૂ. પૂર્વાચાર્ય ભગવંત શ્રી મેરૂતુંગ સૂ.મ.એ કરી છે. આ બન્ને મહાપુરૂષોએ અનુશ્રુતિઓ દ્વારા તેમજ ગુરૂસંપ્રદાય દ્વારા આ ઇતિહાસ મેળવ્યો હતો. ઇતિહાસના એ વારસાને ગ્રંથસ્થ કરીને તેને વધુ ભેળસેળથી બચાવી લેવાનું પુત્યકાર્ય આ મહાપુરૂષોએ કર્યું છે તેમજ એ વા૨સાને આપણા સુધી પહોંચતો કર્યો છે. આ મહાપુરૂષોનો આ ઉપકાર જૈન સંઘ કદી ભૂલી શકશે નહિ. માત્ર જૈન સાહિત્ય જ નહિ, સમગ્ર ભારતીય સાહિત્યમાં આ બન્ને ગ્રંથોની ગણના અગ્રસ્થાને કરવી પડે તેમ છે. પ્રસ્તુત, પ્રબન્ધચિંતામણિ' ગ્રંથ વિક્રમના ચૌદમા સૈકામાં રચાયેલો છે. ગ્રંથના વિષયને પાંચ સર્ગોમાં પૃથક્કૃત કરવામાં આવ્યો છે. વિક્રમાદિત્યથી લઇ વસ્તુપાળ-તેજપાળ સુધીના જુદાં-જુદાં રાજપુરૂષોનું કવન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ પૈકીના ઘણા રાજપુરૂષો જૈનશાસન સાથે જોડાયેલાં હોવાથી તેમની જીવન ઘટનાઓના માધ્યમે આપણને તત્કાલીન જૈન સંઘના ઇતિહાસની પણ આછેરી ઝલક જાણવા મળે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર આજથી સવાસો વર્ષ પહેલાં થયું. ભાષાંતરકાર શાસ્ત્રી રામચન્દ્ર દીનાનાથ ભાષાંતર પાછળ પુષ્કળ શ્રમ ઉઠાવ્યો હોવા છતાં તેમના ભાષાંતરમાં ભાષાની Grip જોવા મળતી નથી, પુષ્કળ વ્યાકરણ દોષો છે અને ઢગલાબંધ તળપદી શબ્દો પ્રયોજાયેલાં છે. આમ બનવું અઘટિત નથી કેમકે ભાષાંતરકાર વિદ્વાન પંડિતજીની માતૃભાષા ગુજરાતી તો હતી જ નહિ. વધુમાં તેમનું ભાષાંતર સવાસો વર્ષ પહેલાં થયેલું છે. સવાસો વર્ષનો સમય ગુજરાતી જેવી પ્રાન્તીય ભાષાઓ માટે તો ઘણો કહેવાય. પ્રાન્તીય ભાષાઓ આટલા સમયમાં પોતાનું ફ્લેવર ખાસ્સા પ્રમાણમાં બદલી નાંખતી હોય છે. - આમ, આ ભાષાંતરની જૂની ગુજરાતી ભાષા અને તેમાં પણ ભાષાના પ્રભુત્વની ઉણપ હોવાથી આજના ગુજરાતીભાષી વર્ગ માટે આ ભાષાંતર ઘણું દુર્ગમ બને તેમ હતું. આથી અમે આ ભાષાંતરમાં જરૂરી સુધારા-વધારા કર્યા છે, ભાષાકીય દોષો દૂર કર્યા છે, આવશ્યક સ્થળે તળપદી શબ્દો બદલીને પ્રચલિત શબ્દો મૂક્યા છે, ઘણાં સ્થળે વાક્યરચનાઓ બદલી છે અથવા ટૂંકાવી છે અને તેમ કરીને તેને સુગમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, થોડો સંક્ષેપ પણ કર્યો છે. આ રીતે પ્રસ્તુત ભાષાંતરને શક્ય બને તેટલું સરળ અને સુબોધ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને એ પછી તેનું પુનઃ પ્રકાશન હાથ ધર્યું છે. ભાષાંતરમાં જ્યાં જ્યાં સંદેહ થયો ત્યાં મૂળ ગ્રંથ સાથે તેની સરખામણી કરી છે અને જરૂરી ફેરફાર કરી ભાષાંતરને મૂળ સાથે સુસંબદ્ધ કર્યું છે. જૂની આવૃત્તિમાં ભાષાંતરમાં અવતરિત થયેલાં શ્લોકો ઘણા સ્થાને અશુદ્ધ હતાં. અમે તે શ્લોકોના મૂળ આધારો ચકાસીને તેનું શુદ્ધિકરણ પણ કર્યું છે. આ કાર્ય કેટલું શ્રમસાધ્ય છે તે તો વિદ્વાનો જ સમજી શકે તેમ છે. ભાષાંતરના શુદ્ધીકરણના કાર્યમાં અમને પાલીતાણા નિવાસી સુવિખ્યાત પંડિતવર્ય શ્રી અમૃતભાઇ કુબડીયાનો પણ ઉત્તમ સહકાર મળ્યો છે. તેમને કેમ ભૂલી શકાય ? મૂળ ભાષાંતરમાં અમે કેટલાંક સ્થળે ટિપ્પણ પણ મૂકી છે અને જરૂરી સ્પષ્ટતા આપી છે. ઉદા. પેજ નં. ૬૮ | ખરેખર તો પ્રસ્તુત ગ્રંથનો નવેસરથી ભાવાનુવાદ કરવાની જરૂર છે. તેમ કરવાની મને અભિલાષા પણ થઇ પરંતુ કાર્યોની વ્યસ્તતાના કારણે Page #10 -------------------------------------------------------------------------- ________________ નવો અનુવાદ કરવાનું કાર્ય ઘણો સમય માંગી લેશે તેમ લાગતાં અંતે જૂના ભાષાંતરને જ ઉપર મુજબ મઠારીને પ્રગટ કરીએ છીએ. - વિ.સં. ૧૯૬૫ માં આ ભાષાંતરની છેલ્લી આવૃત્તિ પ્રગટ થઇ હતી. એકસો ને પાંચ વર્ષ પછી આજે તેનું પુનઃ સંપાદન પૂર્વકનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું છે. જ આવા ઇતિહાસ ગ્રંથોનું અધ્યયન માત્ર માનસિક આનંદ માટે નથી કરવાનું પરંતુ તેમાંથી પ્રેરણા ગ્રહણ કરવા માટે કરવાનું છે. નૈતિક અને આત્મિક પ્રેરણાઓ પ્રબન્ધ ચિન્તામણિ” માં ડગલે ને પગલે મળે છે. તેને સ્વીકારીને આપણે સહુ કોઇ જીવનની તાત્ત્વિક ઉન્નતિનું સત્ત્વ પામનારા બનીએ એ જ એક શુભાભિલાષા. - ગણી હિતવર્ધન વિજય વિ.સં. ૨૦૭૦, પોષ વદ-૫, તા. ૨૦-૧-૧૪, સોમવાર શંખેશ્વર તીર્થ - ગુજરાત ( ( C ( 0 () () 0 () 0 0 0 | Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષય દર્શન વિષય મંગળાચરણ પૂર્વક ઉપોદ્દાત ........... " می به ع | સર્ગ-૧ : વિક્રમાર્ક પ્રબન્ધ વિક્રમાર્ક પ્રબન્ધ.......... અગ્નિવેતાલદેવને વશ કરવો ........ ....... કાલિદાસ કવિની ઉત્પત્તિ ........... ........... ૬-૯ સુવર્ણ પુરુષની સિદ્ધિ . ................ mવિક્રય (લેવું વેચવું) તે સંબંધી નિર્દોષપણાની સિદ્ધી .......... સામુદ્રિકોક્ત અપલક્ષણ નથી તે સિદ્ધી ............. ................. ૧૧ પરકાયપ્રવેશ વિદ્યાની સિદ્ધિ ૧૧-૧૨ વિક્રમ ને સિદ્ધસેન દિવાકરનો સવિસ્તર પ્રબન્ધ ............ .............. ૧૨-૨૫ ૯-૧૦ ..... ૧૦ શાલિવાહન રાજાનો પ્રબન્ધ શાલિવાહન રાજાનો પ્રબન્ધ.......... ................ ૨૬ પૂર્વ જન્મનું વૃત્તાંત તથા આ જન્મમાં શક પ્રવર્તકપણું .......................... ૨૬-૨૯ ચંદ્રલેખા રાણીનું હરણ તથા તેને શૂદ્રક પાછી લાવ્યો તે વર્ણન ................. ૨૯-૩૦ નાગાર્જુન તથા પાદલિપ્તાચાર્ય, બન્નેની ઉત્પતિ સહિત ચરિત્ર ................ ૩૦-૪૨ શાલિવાહન સપ્તશતી ગ્રંથમાં ઘણા દ્રવ્યથી ખરીદ કરી મુકેલી ગાથાઓ .......... ૪૨-૪૩ - વનરાજાદિ પ્રબન્ધ વનરાજ વગેરેના પ્રબન્ધ ............ ..... ૪૪ શીલવ્રત સંરક્ષણ વિષેનો પ્રબન્ધ......... ............ ૪૪-૪૫ શીલવ્રતધારી મુનિના પ્રતાપથી વનરાજને રાજય મળ્યું તેનું વર્ણન .................. ૪૭ યોગરાજ પ્રમુખ સાત રાજા થયા તેનો સંક્ષેપ .............. ૪૮-૪૯ ચાવડા વંશની સમાપ્તિ ને મૂળરાજનું રાજ્ય થયું તે વર્ણન...................... ૫૦-૫૧ સપાદલક્ષ રાજાનું પલાયન ને મૂળરાજની જીત ............... ................ ૫૧-૫૩ કંથડી તાપસના શિષ્ય વૈજલદેવને ધર્મસ્થાનનો અધિકાર આપ્યો..................... ૫૫ રાણી વૈજલદેવને બ્રહ્મચર્યથી પાડી શકી નહિ .... ................... ૫૫ વિષય દર્શન Page #12 -------------------------------------------------------------------------- ________________ 8 લાખારાજની ઉત્પતિ તથા તેની મુળરાજે કરેલી સમાપ્તિ મૂળરાજની સ્તુતિ તથા મરણ, તેની વંશાવલી, ભીમરાજનું રાજ્ય મુંજરાજ પ્રબન્ધ મુંજરાજ પ્રબન્ધ સીંધુલનું વૃત્તાંત તથા તેથી થયેલો ભોજરાજનો જન્મ ... પરસ્ત્રીમાં પ્રીતિ કરવાથી મુંજરાજની દુર્દશા તથા મુંજનું કમોત ભોજ કુમારને રાજ્ય પ્રાપ્તિ સર્ગ-૨ : ભોજ તથા ભીમનો પ્રબન્ધ ભોજના ઉદારપણાથી ઘણા પંડિતોનો સમાગમ સરસ્વતી કુટુંબ તથા દરિદ્રી પંડિતનો પ્રશ્ન દરિદ્ર બ્રાહ્મણ, ત્રિવેલી, રાજશેખરની સંગતિ તથા ડામરનું બુદ્ધિબળ રાધાવેધ તથા ધારાનગરની ઉત્પતિ ફુલચંદ્ર દિગંબરનો તથા અજ્ઞાનપણે ભીમભોજનો સમાગમ માઘ પંડિત, ધનપાળ પંડિત તથા સીતાપંડિતાના પ્રબન્ધો મયુર પંડિત અને બાણ પંડિતનો સંવાદ માનતુંગાચાર્યનો પ્રબંધ તથા વૈરાગ્યની ભાવના ચાર વસ્તુ તથા બીજપૂરક તથા શેલડીના પ્રબંધો સરસ્વતી કુટુંબ અને વિદ્વાન ચોરના પ્રબંધ અન્ય પુસ્તકથી મળેલી કાલિદાસ ને ભોજની વાર્તાઓ. અશ્વવાર તથા દહીં વેચનારી ગોપિકા, જૈનાચાર્ય ચંદનસૂરિ અને કર્ણરાજની ઉત્પત્તિના પ્રબન્ધ.... કર્ણ૨ાજથી ભોજરાજાનો પરાજય તથા તેના સ્વર્ગવાસનું વર્ણન . સર્ગ-૩ : સિદ્ધરાજ પ્રબન્ધ મૂળરાજની તીવ્ર અનુકંપા ભાવના અને મૃત્યુ કર્ણદેવ તથા સિદ્ધરાજને રાજ્યાભિષેક લીલા નામે વૈદ્ય તથા ઉદયનમંત્રી તથા સાંતૂમંત્રીના પ્રબન્ધો મીનળદેવીને પુણ્યશાળિપણાના અહંકારની શાંતિ સાંતૂમંત્રીએ બુદ્ધિ વડે શત્રુથી રાજ્યનું રક્ષણ કર્યું ૫૬-૫૭ ................ ૫૮ ૫૯ ૫૯-૬૨ ૬૪-૬૭ ...... ૬૮ 06--23 ૭૨-૭૪ ૭૫-૭૯ ૭૯-૮૦ ૮૧-૮૨ ૮૨-૯૫ ૯૫-૯૬ ૯૬-૯૮ ૯૮-૯૯ ૧૦૦-૧૦૧ ૧૦૧-૧૧૫ ૧૧૬-૧૧૭ ૧૧૭-૧૧૯ ૧૨૧ ૧૨૧-૧૨૩ ૧૨૩-૧૨૫ ૧૨૬ ૧૨૬-૧૨૭ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #13 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજે કરેલો માલવેશ યશોવર્મ રાજાનો પરાજય સિદ્ધહેમ નામના પંચાંગ પરિપૂર્ણ વ્યાકરણની ઉત્પત્તિ. રૂદ્રમાલો કરાવ્યાં તથા સહસ્રલિંગ સરોવર કરાવ્યું રામચંદ્ર તથા જયમંગલાચાર્ય તથા યશઃપાલ તથા હેમાચાર્યોની કવિતા નવધન નામે આભીર લોકનો રાજા (ખેંગાર)નો પરાજય સજ્જન નામે દંડાધિપતિનો કરાવેલો જીર્ણોદ્વાર .... સિદ્ધરાજ સોમેશ્વર દેવની ફરીથી કરેલી યાત્રા તેમજ શત્રુંજયની યાત્રા દિગંબર કુમુદચંદ્રનો પરાજય... દેવચંદ્રસૂરિનું ચરિત્ર આભડશા તથા સર્વદર્શનમાન્યતા અને ચણા વેચનારના પ્રબન્ધો. સોળ લાખ રૂપીઆ આપી કોટીધ્વજ કર્યો તે પ્રબન્ધ. સીહોર વસાવ્યું તથા ઊંજા ગામના જડથાનો પ્રબન્ધ માંગુઝાલાનો તથા મ્લેચ્છાગમન નિષેધનો પ્રબન્ધ . કોલાપુરના રાજાને ચમત્કાર દેખાડ્યો તેનું વર્ણન સીલણ નામે મશકરાનો તથા ગૂર્જર પ્રધાનની ઉક્ત યુક્તિ. કર્ણાટ દેશનો જયકેશી રાજા પોપટ સાથે બળી મુવો તે પાપઘટનો તથા કર્મવાદીનો પ્રબંધ તથા કવિ સ્તુતિ સર્ગ-૪ : કુમારપાળ પ્રબન્ધ કુમારપાળનો જન્મ, દેશાંતર ભ્રમણ, રાજ્યાભિષેક રાજાને ચાહડકુમાર તથા આનાક સાથે થયેલુ યુદ્ધ સોલક ગંધર્વનો તથા મલ્લિકાર્જુનના મરણનો પ્રબન્ધ રાજાને હેમચંદ્રાચાર્યનો પ્રસંગ તથા એ આચાર્યની ઉત્પત્તિ સોમેશ્વરની યાત્રામાં હેમચન્દ્રાચાર્યે રાજાને જૈન ધર્મી કર્યો ઉદયનનું યુદ્ધ મરણ તથા વાગ્ભટ્ટે તથા આમ્રદેવે તીર્થોદ્ધાર કર્યો. રાજાનું અધ્યયન તથા કપર્દિની વિદ્વત્તા અને ઉર્વશી શબ્દનો અર્થ વિશલદેવનું નામ ખંડન તથા ઉદયચંદ્ર સૂરિનો પ્રબન્ધ . અભક્ષ્ય ભક્ષણ તથા મુષક તથા કરંભ એ નામના પ્રાસાદોના પ્રબન્ધો યૂકાવિહાર તથા ગુરૂદીક્ષાસ્થાનોદ્વારનો પ્રબન્ધ બૃહસ્પતિ પૂજારી તથા આલિંગ સેવક તથા વામરાશિ વિપ્રના પ્રબન્ધો ચારણોનો તથા તીર્થયાત્રાનો તેમજ સ્વર્ણસિદ્ધી ન મળી તેના પ્રબન્ધો બાહડ દાનેશ્વરી તથા લવણપ્રસાદ અને હેમચન્દ્રાચાર્યે રાજ્ય કર્યું તે વિષય દર્શન ૧૨૭-૧૨૮ ૧૨૮-૧૨૯ ૧૨૯-૧૩૧ ૧૩૨-૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૩૫-૧૩૯ ૧૩૯-૧૪૧ ૧૪૧ ૧૪૧-૧૪૨ ૧૪૨-૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૭-૧૫૦ ૧૫૧-૧૫૨ ૧૫૨-૧૫૪ ૧૫૪-૧૫૮ ૧૫૯-૧૬૧ ૧૬૧-૧૬૪ ૧૬૫-૧૬૭ ૧૬૭ ૧૬૭-૧૬૮ ૧૬૮-૧૬૯ ૧૬૯-૧૭૦ ૧૭૦-૧૭૩ ૧૭૩-૧૭૫ COL 9 Page #14 -------------------------------------------------------------------------- ________________ છેહેમચન્દ્રાચાર્ય ને શંકરાચાર્યના ચમત્કારો ..... ૧૭૫-૧૭૬ * હેમચન્દ્રાચાર્ય તથા કુમારપાળ સ્વર્ગે ગયા ને અજયપાળની દુષ્ટતા ........... ૧૭૬-૧૭૮ પ્રધાનોનું દુર્મરણ તથા બાળમૂળરાજ ને ભીમનું રાજય....................... ૧૭૮-૧૭૯ | ગુજરાતનો ભંગ તથા વીરધવલનું રાજ્ય તથા વસ્તુપાળ તેજપાળની ઉત્પત્તિ . ૧૮૦-૧૮૧ 9 વસ્તુપાળની તીર્થયાત્રાઓના પ્રબન્ધો .............. ............ ૧૮૨-૧૮૪ ખંભાતમાં વસ્તુપાળની સૈયદ સાથે લડાઈ તથા કવિ કૃત સ્તુતિ ............. ૧૮૫-૧૮૬ - આલમખાન સાથે વસ્તુપાળની મૈત્રી તથા વીસલદેવનું રાજય ................ ૧૮૬-૧૮૯ અનુપમાં સ્ત્રીના મરણથી થયેલા શોકનું નિવારણ તથા વસ્તુપાળની કીર્તિ.... ૧૮૯-૧૯૦ સર્ગ-૫ : પ્રકીર્ણક પ્રબન્ધો - પાત્ર પરીક્ષાનો તથા નંદરાજનો પ્રબન્ધ ............. ના તથા ૧દરાજના અ ન્ય •••••••••••••••••••••••••••••••••••••. ૧૯૧-૧૯૨ શિલાદિત્યની તથા મલ્યવાદીસૂરીની અને રાંકાશેઠની ઉત્પત્તિના પ્રબન્ધો ...... ૧૯૨-૧૯૫ આ શિલાદિત્યનો નાશ તથા વલભીનગરનો ભંગ ................. ............... ૧૯૫-૧૯૭ - શ્રીપુંજરાજા ને તેની પુત્રી શ્રીમાતા તેમનો પ્રબન્ધ........................... ૧૯૭-૨૦૧ - ગોવર્ધન તથા પુણ્યસાર તેમજ છત્રધર રાજાઓના પ્રબન્ધ.................... ૨૦૧-૨૦૩ - લક્ષ્મણસેનનો તથા જયચંદ રાજાનો પ્રબન્ધ.. ન્ય .....................•••••• .. ૨૦૩-૨૦૭ જગદેવ, પરમર્દિ, પૃથ્વીરાજ તથા તુંગ સુભટ અને તેમના પ્રબન્ધો .......... ૨૦૭-૨૧૧ કોંકણદેશની ઉત્પત્તિ, વરાહમિહિર તથા થંભણતીર્થ અને તેમના પ્રબન્ધો ..... ૨૧૧-૨૧૫ - ભર્તુહરિ, વામ્ભટ્ટ વૈદ્ય તથા રૈવતાચલના પાંચ ક્ષેત્રપાળ અને તેમના પ્રબન્ધો ૨૧૫-૨૧૮ વાસના, તરવાર તથા ધનદશેઠ અને તેમના પ્રબન્ધો ........ ૨૧૮-૨૨૧ 10 પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધ ચિતામણિ ભાષાંતર (૧) પરમ પદમાં રહેલા અને સંસારના અંતને કરનાર, નાભિરાજાના પુત્ર આદિ તીર્થકર શ્રી ઋષભદેવ તમારું રક્ષણ કરો. જે તીર્થકર સંબંધી લક્ષ્મી અને સરસ્વતીનાં ચાર દ્વાર સાચ્ચે જ યોગ્ય છે; કેમકે – તીર્થંકર નામ અને ગોત્ર કર્મના ઉદયથી, છબસ્થ અવસ્થાની સમાપ્તિ કરી, કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી, ઈન્દ્રાદિક દેવતા સમોસરણની રચના કરે છે. તેમાં પ્રથમ મણિરત્નમય, બીજો સુવર્ણમય, ત્રીજો રીપ્યમય, એ રીતે ત્રણ ગઢ રચે છે. જે પ્રત્યેક ગઢનાં ચારે દ્વાર લક્ષ્મીનાં દ્વાર છે, એમ કહેવું ઉચિત છે. તેમજ દેવકૃત અતિશયના પ્રભાવથી તીર્થકર ભગવંતનું એક મુખ છે. તો પણ સમવસરણમાં દેશના સમયે ચારે દિશામાં બેસેલી પર્ષદાને તેમના મુખ દેખાય છે તેથી પ્રભુમાં સરસ્વતીનાં ચાર વાર પણ ઘટે છે. શ્રીતીર્થકર ભગવંતની દેશના એક રૂપે છે, તથાપિ દેવતા દેવતાની ભાષામાં, મનુષ્યો માનુષી ભાષામાં, તિર્યંચો તિર્યંચની, એમ પોત પોતાની ભાષામાં સહુ સમજે છે; માટે શ્રીતીર્થકર ભગવંતની સરસ્વતીને ચાર મુખ છે તે વાર્તા, નિઃસંદેહ છે. તેમની વાણીમાં દાન, શીલ, તપ અને ભાવના તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન ચાલ્યું આવે છે. તે જૈનશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. જે ગુરુનો હાથ પાષાણ તુલ્ય પુરુષોને ગાળે એવો છે, જેની ચન્દ્રના સરખી કાન્તિ છે, એવા કળાઓ વડે યુક્ત જગપ્રસિદ્ધ મહેન્દ્રપ્રભસૂરી નામના મારા ગુરુદેવનું હું સ્મરણ કરું છું. ચંદ્રપ્રભ એવું વિશેષણ મુક્યું છે, તેનો શ્લેષાર્થ એવો છે કે જેમ ચન્દ્રના કિરણો પડવાથી ચન્દ્રકાન્ત જાતના મણિમાંથી જળનો પ્રવાહ છૂટે છે, તેમ મારા જેવા પાષાણ તુલ્ય પુરુષોને જેમના હસ્તસ્પર્શથી સરસ્વતીનો પ્રવાહ છૂટે છે. (૩) બુદ્ધિમાનોના સુખને માટે પ્રાચીન કવિઓના કરેલા અનેક પ્રબન્ધોને ડહોળીને (અવગાહીને), શ્રીમેરૂતુંગાચાર્ય પ્રબન્ધચિતાન્મણિ નામનો ગ્રન્થ ગદ્યમાં વિસ્તારે છે. (૧) પશુપક્ષી વિગેરે. પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #16 -------------------------------------------------------------------------- ________________ (૪) સદગુરુના પરંપરા સંપ્રદાયરૂપી રત્નાકર (સમુદ્ર)માંથી પ્રબન્ધ ચિન્તામણિ નામના ગ્રન્થને ઉદ્ધાર કરવાને ઇચ્છતા એવા અને પ્રથમથી જ એ કાર્યમાં વૃત્તિ રોકાયેલી છે જેની એવા, મને આ ગ્રન્થમાં શ્રીધર્મદિવ નામના પુરુષે સહાય કરી છે. (૫) ભારત જેવો મનોહર, આ પ્રબન્ધ ચિન્તામણિ નામનો નવો ગ્રન્થ કે જેની પહેલી હસ્તલિખિત પ્રત ગણના અધિપતિ શ્રીગુણચન્દ્ર લખી છે. સવિસ્તર પુરાણ કથાઓ વારંવાર સાંભળવાથી, પંડિતોનાં અન્તઃકરણ એટલાં બધાં પ્રસન્ન થતાં નથી માટે અર્વાચીન સપુરુષોનાં સવિસ્તર વૃત્તાન્તો આ ગ્રન્થમાં કહું છું. (૭) વિદ્વાન પુરુષોએ સુબુદ્ધિથી કહેલા દરેક પ્રબન્ધો જો કે અવશ્ય જુદા જુદા ભાવવાળા થાય છે, તો પણ સદ્ગુરુ સંપ્રદાયથી ઉદ્ધાર કરેલા આ ગ્રન્થની કોઈ વિદ્વાનોએ ચર્ચા ન કરવી, અર્થાત્ કાક ચાતુર્ય ન કરવું. (૮) વિક્રમાદિત્ય રાજા છેલ્લો થયેલો છે, પણ શૌર્ય, ઉદારતા, ઇત્યાદિ ગુણોને લઇ તે અદ્વિતીય છે. રાજાઓનાં ચરિત્ર સાંભળનાર પુરુષોના કાનને, વિક્રમ રાજાનું ચરિત્ર અમૃતાભિષેક તુલ્ય લાગે છે, માટે તેનાં ચરિત્ર ઘણાં છે તથાપિ, પ્રથમ સંક્ષેપથી થોડું ચરિત્ર તેઓનું વર્ણવું છું. પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #17 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્યનો પ્રબન્ધ અવન્તિ દેશમાં સુપ્રતિષ્ઠાન નામના નગરમાં અનુપમેય, સાહસિકપણાનો ભંડાર અને દિવ્ય લક્ષણોથી ઓળખાતો, પરાક્રમ ઇત્યાદિ ગુણો વડે સંપૂર્ણ, વિક્રમ નામનો રાજપુત્ર હતો. તે રાજપુત્ર જન્મથી જ દારિત્ર્ય વડે પીડાયેલો હતો, પણ નીતિમાં ઘણો તત્પર હતો. સેંકડો ઉપાયથી પણ દ્રવ્યને નહી પામેલો એ રાજપુત્ર એક દિવસ ભટમાત્ર નામના પોતાના મિત્રની સંગાથે રોહણાચળ પર્વત ઉપર ગયો. ત્યાં રોહણાચળ પર્વતની તળેટીમાં પ્રવર નામના નગરમાં રહેનાર કુંભારના ઘરમાં નિવાસ કરીને પ્રાતઃકાળમાં તે કુંભારની પાસે તે ભટમાત્ર નામના મિત્રે એક કોદાળો માગ્યો; ત્યારે કુંભારે કહ્યું કે, આ પર્વતની ખીણમાંથી રત્ન કાઢવાની રીત તમે જાણો છો? તે આ પ્રમાણે છે. પ્રાતઃકાળમાં ઉઠી, પુણ્યવાન પુરુષોનું નામસ્મરણ કરીને કપાળમાં હાથનો સ્પર્શ કરવો ને હા દેવ! એમ નિસાસો મુકીને પછી ખનીત્ર વડે ખાણમાં ઘા મારવો એટલે બિનનસીબદારને પણ રત્ન મળે છે. આવો વૃત્તાંત ભટમાત્ર કુંભારથી સાંભળીને મનમાં વિચાર્યું કે વિક્રમ પાસે એવું દીનપણું કરાવવાને હું સમર્થ નથી. માટે કઈક યુક્તિથી પોતાનો સ્વાર્થ સાધવો. પછી કુંભારે આપેલા ઉપકરણો લઇને વિક્રમાદિત્યને તેડી, રત્નની ખીણ તરફ ગયો. હાથમાં કોદાળો લઈ વિક્રમાદિત્ય જ્યારે ખોદવાને ઉદ્યોગવાળો થયો ત્યારે ભટમાત્ર યુક્તિથી બોલ્યો. ભાઈ ! આપણા અવન્તિ દેશમાંથી કોઈ પુરુષ અત્રે આવ્યો, તેને મેં આપણા ઘરની ખબર પુછી તો તેણે કહ્યું કે તમારા માતા મરી ગયા. તપાવેલી વજની સોયના સરખુ તે પરદેશીનું વચન સાંભળી હાથ વડે કપાળ કુટી, હા દૈવ ! એમ પશ્ચાત્તાપ કરી હાથમાંથી ખનીત્ર ખીણમાં ફેંકી દીધું. ફેંકવાથી કોદાળાની (૧) માળવા દેશ એમ બીજા ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે પણ અહીં તેને ઉજ્જયિની નામ આપેલું છે. (૨) આ નામનું નગર દક્ષિણ દેશમાં છે. (૩) ભતૃહરિનો તે ભાઈ હતો. (૪) જાવાના ટાપુમાં જે પર્વતો છે તે. (૫) ખોદવાનું હથિયાર. વિક્રમાદિત્યનો પ્રબન્ધ Page #18 -------------------------------------------------------------------------- ________________ ધારે ખોદાયેલી માટીમાંથી સવાલક્ષ રૂપિયાની કિંમતનું એક રત્ન નીકળ્યું. ભટમાગે તે રત્ન ઉપાડી લીધું અને વિક્રમાર્કની સાથે પાછો વળ્યો. માર્ગમાં વિક્રમ રાજાના હૃદયને ભેદનારી, શોક રૂપી ખીલાઓ જેવી ખોટી શંકા તેને ટાળવા માટે, કુંભારનું બતાવેલું ખની સંબંધી સઘળું વૃત્તાંત તેને સમજાવી પોતાની માતાની કુશળતા છે એમ તત્કાળ જણાવ્યું. ભટમાત્રનું આવું વચન સાંભળી, વિક્રમાર્કે વિચાર્યું કે જેમ સઘળા લોકોમાં સ્વભાવગત લોભ રૂપી દોષ રહેલો છે. તેવો લોભ બ્રાહ્મણમાં સ્વાભાવિક છે. તે દોષ મારે વિષે આરોપણ થાઓ નહિ. એમ વિચારીને ક્રોધને વિવશ થઈ ભટમાત્રના હાથમાંથી તે રત્ન છીનવી લઈ ખીણની સમીપ આવી બોલ્યો કે धिग् रोहणं गिरिं दीनदारिद्र्यव्रणरोहणम् । दत्ते हा दैवमित्युक्ते रत्नान्यर्थिजनाय यः ॥ અર્થ : કંગાલપણું અને દરિદ્રતા રૂપી છિદ્રનું રહેઠાણ એવા આ રોહણાચળ પર્વતને ધિક્કાર છે. કારણ કે - યાચક લોકો હા દેવ !!! એ પ્રમાણે ખેદકારક ઉચ્ચાર કરી કપાળ કુટે છે ત્યારે તેને રત્ન આપે છે. એમ કહી, સઘળા લોકોના દેખતાં તે રત્ન તે જ ખાણમાં ફેંકી દીધું. પછી બીજા દેશોમાં ફરતા ફરતા, માળવાની સમીપ આવી પહોંચ્યાં. નગરમાં પેસતાં જ વિક્રમાર્કે રાજ્યનો સુંદર ઢંઢેરો સાંભળ્યો. ઉજ્જયિનીમાં ત્યારે જે કોઈ ક્ષત્રિય રાજગાદી પર બેસે તે તેજ રાતે મૃત્યુ પામી જતો તેથી કોઈ વ્યક્તિ રાજા બનવા તૈયાર ન હતી. અંતે રાજગાદી પર બેસવાનું આમંત્રણ આપતો ઢંઢેરો મંત્રીઓએ સર્વત્ર પીટાવ્યો. આ ઢંઢેરાને ઝીલી લઈને વિક્રમ રાજમંદિર આગળ આવ્યો. તે જ વખતે મુહુર્ત જોયા વગર પ્રધાનોએ મળી, વિક્રમનો રાજ્યાભિષેક કરી ગાદી પર બેસાડ્યો. વિક્રમાકે પોતાની મેળે દીર્ધદષ્ટિથી વિચાર્યું કે આ દેશના રાજાને ધ્વંસ કરનાર અત્યંત બળવાન કોઈ દૈત્ય અગર દેવ ઘણો ક્રોધાયમાન છે, જે રોજ રોજ એકેક રાજાનો સંહાર કરે છે ને રાજાનો અભાવ રહે તો દેશ ભંગ કરે છે, એટલા માટે શુશ્રુષા રૂપી ભક્તિથી અથવા બળ રૂપી શક્તિ વડે તેને સ્વાધીન કરવો એજ યોગ્ય છે; એમ હૃદય સાથે વિચારી, અનેક પ્રકારના ભક્ષ, ભોજય નિર્માણ કરાવી, સંધ્યાકાળે અગાશીમાં સઘળા ઠીકઠાક કરી, આરતી સમય વીત્યા પછી કેટલાક પોતાના શરીરને રક્ષણ કરે એવા ચાકરોએ વીંટાયેલા, ભારવટીયા સાથે લટકાવેલી સાંકળોએ ઝુલતી પોતાની સુવાની શયામાં, પોતાના કિંમતી રેશમી વસ્ત્રથી વીંટાળેલું ઓશીકું સુવાડી પોતે દિવાની છાયા પાછળ, આશ્રય કરી, હાથમાં શસ્ત્ર લઇ, પોતાની ધીરજ વડે જાણે ત્રણ લોકને જીતી લે એવો બની, ચારે દિશાઓમાં સમાન દષ્ટિ રાખી સાવધાન થઈ ઊભો રહે છે, એટલામાં બરોબર મધ્યરાત્રિ સમયે ઓચિંતો પાસેના જાળીયામાં ધુમાડો દીઠો. તેમાંથી અકસ્માત્ જવાળા થયેલી નજરે પડી. એટલામાં જ સાક્ષાત્ (પ્રેતપતિ) યમરાજાના જેવા વિકરાળ વેતાળને દીઠો. તે વેતાળની કુખ ભુખથી સંકોચાઈ ગયેલી છે, માટે આગળથી ગોઠવાયેલાં તે ભક્ષ્ય ભોજ્યને સારી પેઠે તૃપ્તિ થાય, એમ ખાઇને, પાસે પડેલાં વિવિધ પ્રકારનાં અત્તર પ્રમુખ સુગંધી દ્રવ્યોને, સારી પેઠે શરીરે ચોળી, પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #19 -------------------------------------------------------------------------- ________________ ચારે પાસથી નાગરવેલના પાનના તમામ બીડાં ચાવી જઇ પુષ્કળ રાજી થઇ પાથરેલા સુંદર ઝુલતા પલંગ પર બેસી વિક્રમાર્ક પ્રત્યે બોલ્યો. રે મનુષ્ય ! હું અગ્નિવેતાળ નામે ઇન્દ્રનો પ્રસિદ્ધ દ્વારપાળ છું. હું દરરોજ એક એક રાજાનું ભક્ષણ કરું છું, પણ તારી આ અનન્ય ભક્તિથી પ્રસન્ન થઇ, અભયદાન પૂર્વક તને આ સઘળું રાજ્ય આપું છું. તે એવી શરતથી કે, હ૨૨ોજ આટલું ભક્ષ ભોજ્યાદિ મને અર્પણ કરવું. એમ અન્યોન્ય કોલકરાર કર્યો. એમ કરતાં કરતાં કેટલોક કાળ જવા પછી એક દિવસ વિક્રમે અગ્નિવેતાળને પુછ્યું કે, મારું આયુષ્ય કેટલું છે. અગ્નિવેતાળે કહ્યું કે, તે હું નથી જાણતો. પરન્તુ, મારા સ્વામીને પુછ્યા પછી તને કહીશ, એટલું કહી તે ગયો. બીજા દિવસની રાત્રિએ આવ્યો ત્યારે કહ્યું કે ઇંદ્રે તારું આયુષ્ય સંપૂર્ણ સો વર્ષનું છે, એમ મને કહ્યું છે. વિક્રમાર્કે અગ્નિવેતાળની સાથે ઘણી મિત્રાચારી દેખાડી અને કહ્યું જે મારું સો વર્ષનું આયુષ્ય ઈંદ્રે કહ્યું, તે ઠીક છે, પણ સોની સંખ્યામાં બે મીડાં આવે છે, તે અશુભ છે માટે તે સંખ્યામાંથી એક ઓછું યા વધારે તું કરાવે તો ઠીક, એમ આગ્રહપૂર્વક કહ્યું. તેણે વિક્રમાર્કની તે વાત અંગીકાર કરી, પછી અગ્નિવેતાળ ગયો. જ્યારે ફરી આવ્યો, ત્યારે વિક્રમને કહેવા લાગ્યો કે, ઇન્દ્રથી પણ નવ્વાણું અથવા એકસો ને એક, એ બેમાંથી એકે પ્રકારનો ફેરફાર થઇ શકે નહીં, અગ્નિવેતાળના મુખથી એવો નિશ્ચય સાંભળી, હંમેશની પેઠે તેને યોગ્ય એવા પાકનો નિષેધ કરી, વિક્રમ સંગ્રામને માટે સાવધાન થઇ રાત્રિએ ઉભો રહ્યો. તેટલામાં રોજની પેઠે અગ્નિવેતાળ આવીને જુએ છે તો તેણે હમેશની જેમ મુકેલું ભોજ્યાદિક ન દીઠું, તેથી વિક્રમના ઉ૫૨ ઘણો તિરસ્કાર કરી બડબડવા લાગ્યો. પછી બન્નેનું ઘણી વાર અન્યોન્ય યુદ્ધ ચાલ્યું. પોતાના પુણ્યની સાધિકતાથી વિક્રમે તેને પૃથ્વીતળમાં પાડીને હૃદય ઉપર પગ મુકી કહ્યું કે, હવે તારા ઇષ્ટદેવને સંભાર. તારો કાળ આવી પહોંચ્યો. આવું વિક્રમનું વચન સાંભળી, તે બોલ્યો. આશ્ચર્ય પમાડે તેવા તારા આ સાહસકર્મથી હું અત્યંત રાજી થયો છું. તું મને જે જે કામ બતાવીશ તે તે ક૨વાને આજથી હું વચનબદ્ધ છું. આમ અગ્નિવેતાળ વિક્રમને આધીન થયો. અગ્નિવેતાળ દેવના પ્રતાપથી વિક્રમનું સઘળું રાજ્ય નિષ્કંટક થયું. એ જ પ્રકારે વેતાળના પરાક્રમથી આક્રમણ કર્યું છે દિમંડળ જેણે એવા વિક્રમે પોતાનાથી વિરુદ્ધ એવાં છઠ્ઠું રાજમંડળોને પોતાની વશમાં આણ્યાં. તે સમયે કોઇ પંડિતની કરેલી સ્તુતિ નીચે પ્રમાણે છે. સાહસર કર્મરૂપી જેને ચિહ્ન છે એવા હે વિક્રમાર્ક ! તારા પ્રતિસ્પર્ધી રાજાઓની સાથે યુદ્ધ કરતાં, તે શત્રુઓનાં સ્ફાટિકમણિની ભીંતોવાળાં મંદિરો ઉજ્જડ થઇ જવાથી ખંડેર થયેલાં સ્ફટિકનાં કોટડાંવાળી જગ્યાને આ વનની જગ્યા છે, એમ ધારી વનમાં રહેનાર હાથીઓ ત્યાં આવી, દૂરથી સ્ફટિકની ભીંતોમાં પોતાનાં પ્રતિબિંબ જોવાથી, કોઇ આ અમારા શત્રુ હાથી છે, એમ ચમકી ઉઠી પોતાના દંતશૂળ સ્ફટિકની ભીંતોમાં કોપથી પછાડે છે. તે ભીંતોની સાથે અફળાવાથી દંતશૂળ ભાંગીને ખરી પડે છે, ત્યારે દાંત વિનાનાં પ્રતિબિંબ ભીંતોમાં જણાય છે, એટલે વનના હાથીઓ (૧) રે સંબોધન મુકવાનું કારણ પોતાનાથી હલકાને તિરસ્કાર પૂર્વક આમંત્રણ કરતાં સંસ્કૃતમાં હે ને બદલે રે (૨) સાહસાંક એવું વિક્રમ રાજાનું બીજું નામ છે, એવું બીજા ગ્રન્થોથી જણાય છે. મુકાય છે. વિક્રમાદિત્યનો પ્રબન્ધ ૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ જાણે છે કે, ના, ના, આ તો હાથીઓ ન હોય પણ કરિણીઓ છે, એમ ધારી તેઓ ધીરે ધીરે સ્ફટિકની ભીંતોને પોતાની સૂંઢ વડે ચાટે છે. - ઉજ્જયિની નગરીમાં વિક્રમાદિત્ય રાજાની પ્રિયંગુમંજરી નામની પુત્રી, જેને વિદ્યાભ્યાસ કરાવવા વરરૂચિ નામના પંડિતને સોંપી હતી તે તીવ્ર બુદ્ધિ વડે વરરૂચિ પંડિતની પાસે કેટલીક મુદતમાં સઘળાં શાસ્ત્ર ભણી; અને તેને યુવાવસ્થા પ્રાપ્ત થવાથી જલદી પરણવાની આશાએ તે દરરોજ પોતાના પિતા વિક્રમની સેવા કરતી હતી. એક દિવસ તે વસંતઋતુના સમયમાં મધ્યાહ્નકાળે પોતાના છજાની બારીએ સુખાસન પર બેઠેલી હતી. તેવામાં રસ્તામાં ચાલવાથી મધ્યાહ્ન સમયે ઉગ્ર તાપથી જેનું કપાળ તપી ગયું છે એવા પોતાના ગુરુને વિશ્રામને માટે મહેલના છજાની છાયા નીચે આવી ઉભા રહેલા જોઈ, હાસ્ય કરતી કરતી પાકેલાં આમ્ર ફળને પોતાના હાથમાં લઈને દેખાડતી દેખાડતી, ફળને વિશે તૃષ્ણા યુક્ત બ્રાહ્મણને જાણવાથી, તમને ટાઢાં ફળ પ્રિય છે કે ઉષ્ણ એ પ્રકારે બોલી. તેના વાક્ચાતુર્યરૂપી તત્ત્વને ન સમજવાથી તે ઉનાં ફળ મને ઇસિત છે, એમ બોલ્યો. આવું વચન સાંભળી રાજકન્યાએ, છજા ઉપરથી નીચે ઉત્તરીય વસ્ત્રના છેડા પહોળા કરીને ફળ ઝીલી લેવાની આશાએ ઉભેલા બ્રાહ્મણની પ્રત્યે તે ઉનાં ફળ તિર્થક (વાંકાં) ફેંક્યા. જે ભોંય પડી જવાથી ધુળમાં રગદોળાયાં; તેને હાથમાં લઈ મોઢાની કુંકો વડે ધૂળ ઉડાડતો જોઈ રાજકન્યા ઉપહાસ કરતી બોલી. આ ફળો ઘણાં ઉનાં છે? તેને ફુકો વડે ટાઢાં કરો છો શું? કન્યાનું એવું મશ્કરી યુક્ત વચન સાંભળી, બ્રાહ્મણ ક્રોધ કરી બોલ્યો. રે ! પંડિતપણાના અભિમાનવાળી ! ગુરુને વિશે કુતર્કોમાં કુશળ એવી તને પતિ તરીકે ગોવાળિયો મળો. આ પ્રકારનો ગુરુનો શાપ સાંભળી તે બોલી. ત્રણ વેદને જાણવાવાળો તું છે, તારાથી પણ જે વિદ્યામાં વધારે કુશળ હશે, તે પરમ ગુરુ સંગાથે જ હું લગ્ન કરીશ. એવી તેણીએ પણ પ્રતિજ્ઞા કરી. એટલામાં તે કન્યાનો પિતા વિક્રમ પણ તેને પરણવાને યોગ્ય એવો વર ખોળવાની ચિંતામાં ઉઘુક્ત થયો. કહ્યું છે કે – कुलं च शीलं च सनाथता च विद्या च वित्तं च वपर्यशश्च । एतान् गुणान् सप्त निरीक्ष्य देया ततः परं भाग्यवशा हि कन्या ॥१॥ मूर्खनिर्द्धनदूरस्थशूरमोक्षाभिलाषिणाम् । त्रिगुणाधिकवर्षाणां तेषां कन्या न दीयते ॥२॥ અર્થ : કુલ, શીલ, જેને માથે કોઈ નીયન્તા હોય એવો વિદ્યાવાળો, ધનવાળો, નિરોગી અને જુવાન અવસ્થાવાળો, આબરુદાર, એટલા સાત ગુણ જેનામાં હોય તેને કન્યા આપવી. ત્યાર પછી જો કન્યા દુઃખી થાય તો તેનું નસીબ સમજવું. મૂર્ખ, નિર્ધન, દૂરદેશમાં રહેનાર, શૂરવીર, મોક્ષની ઇચ્છાવાળો, કન્યાની ઉંમરથી ત્રણ ગણી કે તેથી અધિક વયવાળો, એટલા દોષયુક્ત વરોને પ્રબંધ ચિત્તામણિ ભાષાંતર Page #21 -------------------------------------------------------------------------- ________________ કન્યા ન આપવી. એવો પાઠ બીજી પ્રતોમાં છે. એક દિવસ તે વરરૂચી પંડિતને વિક્રમે કહ્યું કે મારા મનને ગમતો, વિદ્વાન વર તમે ખોળી કાઢો. રાજાનું વચન અંગીકાર કરી પોતે પૂર્વે કરેલી પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા, મૂર્ખ વર મેળવવા માટે અરણ્યોમાં શોધ કરવા લાગ્યો. ફરતાં ફરતાં ઘણી તૃષા લાગી. વિક્રમના રાજ્યમાં મૂર્ણ પુરુષ મળવો ઘણો જ દુર્લભ હતો. માટે કેટલીક મુસીબતે અરણ્યમાં તેણે એક પશુપાળ જોયો. તે મૂર્ખ હશે એમ માની, તેની પાસે જળની યાચના કરી. તે સાંભળી ગોવાળીએ ઉત્તર આપ્યો કે, મારી પાસે જળ નથી. લે આ દૂધ પી. તે વાર્તા બ્રાહ્મણે અંગીકાર કરી. પછી ગોવાળીએ તેને કરવડી કરવાને કહ્યું. પંડિત વિચારમાં પડ્યો કે કરવડી શું હશે ? એમ આશ્ચર્ય પામતો સઘળા સંસ્કૃત અને પ્રાકૃત કોશના શબ્દો અને ધાતુઓ સ્મરણ કરી ગયો, પણ તે શબ્દનો અર્થ સુઝી ન આવ્યો. કરવડીનો અર્થ નહીં સમજાવાથી જેનું અન્તઃકરણ દગ્ધ થયેલું અને ચહેરો ચિંતાથી ફીકો થયેલો છે, એવા તે વરરૂચિ પંડિતને જોઇ, ગોવાળીયાએ પોતાનો હસ્ત તેના શીર ઉપર મૂકી દોરી જઇ, ભેંશ તળે બેસાડ્યો. પોતાના બેઉ હાથના અંગુઠા અવળા સંપુટે મેળવી તેને કરવડી કરતાં શિખવી, તેમાં ભેંશનું દુધ ગોવાળીએ દોવા માંડ્યું ને આકંઠ સુધી (તૃપ્ત થાય ત્યાં સુધી) તેણે પાયું. પોતાના મસ્તક પર હાથ મુકવાથી અને કરવડીનું જ્ઞાન આપવાથી તેણે ગોવાળીઆને ગુરુ તુલ્ય માન્યો. પંડિતે વિચાર્યું કે રાજ કન્યાનો પતિ થવા યોગ્ય આ હૃષ્ટપુષ્ટ પુરુષ છે. એમ વિચારી ભેંશો ચારવાનું કામ છોડાવી, કંઇક લાલચ આપી પોતાને ઘેર આપ્યો. તે ગામડીઆના શરીરને સુરૂપ કરવા છ માસ પર્યત ઘટતા ઉપચાર યોજ્યા. તેને છ માસ સુધી “ૐ નમઃ શિવાય એ પ્રકારનો છ અક્ષરનો મંત્ર ઘણી મુશીબતે રાજાને આશીર્વાદ દેવાને માટે શીખવ્યો. પુરા છ માસે પંડિતે નિશ્ચય કર્યો કે, હવે એક પછી એક એમ પુરા છે અક્ષર બોલી શકે એવો થયો છે. તો પણ જયોતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે શુભ મુહૂર્ત વિના દરબારમાં લઈ જઈશ તો કાર્યની સિદ્ધી નહીં થાય એવી દહેશતે અતિ મહેનતે નિર્દોષ મુહૂર્ત શોધી કાઢ્યું. રાજાના દરબારમાં જવાના શુભ મુહૂર્તને દિવસે તે ગોવાળને મઝેના શણગાર પહેરાવી, સારાં ખાનપાન કરાવી, સભામાં બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું વિગેરે રીતભાત ઠીકઠીક શિખવી. તેને મહાન પંડિતનો વેશ પહેરાવી, વિક્રમની સભા પ્રત્યે લઈ ગયો. દરબારના દરવાજામાં પેસતાં વરરૂચીએ તેને ફરી શિખામણ આપી આશીર્વાદ વિગેરે બોલી બતાવ્યો અને સાવધાન કરી તેની સંગાથે વિક્રમની સભામાં પ્રવેશ કર્યો. વિક્રમના ભરાયેલાં દરબારનો ભભકો અને ઠાઠ જોઈ તે બિચારો છ માસ સુધી મહેનત કરી જે છ અક્ષરનો આશિર્વાદમંત્ર શીખ્યો હતો, તે વિસરી ગયો અને તે મંત્રને બદલે ઉં, શ, ૨, ટ એમ બોલી વિક્રમના ખોળામાં શ્રીફળ મૂક્યું અને પાસેની ગાદી પર બેઠો. કોઈ દિવસ નહીં સાંભળેલો એવો અપૂર્વ આશીર્વાદ આ નવીન પંડિતના મુખથી સાંભળી વિક્રમ ઓચિંતો ચમકી ઉઠ્યો. વરરૂચિએ મનમાં વિચાર્યું કે આ તો એની જાત પર ગયો, રખે મારું ભોપાળું નીકળી આવે. માટે હવે શી વલે કરવી, એમ વિચારી સમયસૂચકતામાં કુશળ વિક્રમાદિત્યનો પ્રબન્ધ Page #22 -------------------------------------------------------------------------- ________________ એવો શીઘ્ર બુદ્ધિમાન વરૂચિ પંડિત ઠાવકું મોઢું રાખી વિક્રમ પ્રત્યે નવીન પંડિતનું ચાતુર્ય પ્રતિપાદન કરવા આ પ્રમાણે શ્લોક બોલ્યો. उमया सहितो रुद्रः शंकरः शूलपाणिभृत् । रक्षतु त्वां महीपाल टंकारबलगर्वितः ॥१॥ અર્થ : હે રાજન્ ! જેણે હાથમાં શૂલ લીધેલું છે અને ધનુષના ટંકારના બળ વડે કરીને ગર્વિત છે એવા ઉમા સહિત શંકર તમારું રક્ષણ કરો. જુઓ ! પંડિતના વચનમાં કેટલી ગંભીરતા અને મીઠાશ છે, વિચાર કરતાં તેના થોડા અક્ષરોમાં આખા શ્ર્લોકનાં પદ સમાયેલાં છે. એક ઉકારમાં ઉમયાએ સહવર્તમાન એકાદશ રૂદ્ર રહેલા છે. શકારમાં શૂલપાણીનો અર્થ સમાયેલો છે, રકારમાં તમારા રક્ષણરૂપી અર્થ છે, ટકારમાં બળના મદનો અર્થ સમાયેલો છે. આવો ગંભીર સંકોચાર્થ શ્લોકનો અંશ નવીન પંડિત વિના બીજાના મુખમાંથી પરિશ્રમે પણ ન નીકળે એવું સાંભળી રાજા ઘણો હર્ષિત થયો. વરરૂચી પંડિતના વચન ૫૨ રાજાને ઘણો વિશ્વાસ હતો માટે પશુપાળને પોતાની પ્રિયંગુમંજરી નામની, વિદ્વાન, જુવાન અને સુરુપા પુત્રી પ્રસન્ન થઇને પરણાવી. મૂર્ખ પશુપાળને પંડિતે કહ્યું કે, તારે હવે મૌન રાખવું. એમ રહેવાથી તારી જાતિ હમેશાં ગુપ્ત રહેશે. રાજકન્યાએ તેની વિદ્વત્તા જાણવાની ઇચ્છાએ નવીન લખેલું પુસ્તક શોધવાનું (સુધારવાનું) કામ એને સોંપ્યું. હાથમાં પુસ્તક લઇને આ મૂર્ખ અક્ષરોનાં બિંદુ, માત્રા, દીર્ઘ, હૂસ્વ વિગેરે અક્ષરછેદીનીથી ઉખેડી નાખી કેવળ શુદ્ધ વ્યંજન કરીને મુક્યા. પ્રિયંગુમંજરીએ નિશ્ચય કર્યો કે, એ ભેંશોનો પાળનાર ગોવાળીયો છે. પશુપાળે જે આ પુસ્તક શોધ્યું, તે ઉપરથી આજે પણ લોકમાં કહેવત છે કે ‘જમાઇ શોધ' (પુસ્તક શોધવાને બદલે તેને ઉલટું અશુદ્ધ કરવું તે જમાઇ શોધ) એક સમયે એની બરોબર પરીક્ષા કરવા તે રાજકન્યાએ ચિતારાઓને બોલાવી પોતાના સુવાના મહેલમાં ભેંશો ગાયો વગેરેનાં આબેહુબ ચિત્રો ચિત્રાવ્યાં, અને તે જ ઓરડામાં પોતાને સુવાનો પલંગ ઢળાવ્યો અને સ્વામીને કહેવા લાગી કે આપ તેમાં પધારો મારે જરા કામ છે, માટે હું પછી આવીશ. એવું કહેવાથી તે ઓરડા પ્રત્યે ગયો. રાજકન્યા છાનીમાની કમાડ ઓઠે પતિની ચેષ્ટાઓ જોતી ઉભી રહી. ઓ૨ડામાં ભીંતો ઉપર પશુઓના આબેહુબ ચિત્ર જોઇ, હું રાજાનો જમાઇ છું એ ભાન ભૂલી જઇ તેને પોતાની પૂર્વ સ્થિતિનું ભાન આવ્યું. મોટા આનંદથી જાણે વગડામાં ભેંશો ચારતાં તેને આહ્વાન કરવાના, બેસાડવાના, ઉઠાડવાના જે શબ્દો બોલતો તે જ શબ્દો અત્યારે મોટા ઘાંટા કાઢીને કહેવા લાગ્યો. રાજપુત્રીએ જાણ્યું કે આ નક્કી ગોવાળીયો છે. તેથી રીસાઇને ચાલતી થઇ, ગોવાળીએ જાણ્યું કે એણે મારું અપમાન કર્યું. એમ સમજી આ જીવવા કરતાં મરવું સારું એવો મરણનો નિશ્ચય કરી ઉજ્જયિનીની અધિષ્ઠાત્રી કાલિકાદેવીના મંદિરમાં ઉપવાસ કરી આરાધના કરવા બેઠો. આઠ દિવસની લાંઘણો ખેંચી. આ વાર્તા વિક્રમના જાણવામાં આવી, ત્યારે તેણે જાણ્યું કે મારી પુત્રી વિધવા થશે, એવા ભયથી તેને કાલિકાનું આરાધન કરતો જાણી કપટથી (૧) અક્ષર છેદવાનું ઓજાર. પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #23 -------------------------------------------------------------------------- ________________ પોતાની કાલિકા નામની દાસી કે જે રૂપે અને રંગે કાલિકા જેવી જ હતી તેને મધ્યરાત્રિએ તેની પાસે મોકલી. તે તપશ્ચર્યા કરતો એવો જે ગોવાળ તેની પ્રત્યે બોલી, ઉઠ હું તારા પર પ્રસન્ન છું. આ સમયે અસલ કાલિકાએ પોતાના મંદિરમાં જ આ પ્રકારે તમાશો થયેલો જોઇને વિચાર્યું કે, આ તો મારે માથે એક મોટો ઉપદ્રવ થયો, એમ વિક્રમ રાજાથી ડરીને તેને પ્રત્યક્ષ દર્શન આપી, તેને સર્વ વિદ્યા સંપન્ન કર્યો. આ વૃત્તાંત રાજકન્યાના જાણવામાં આવ્યો. જેથી તે ઘણી પ્રસન્ન થઈ. પોતાના પતિ સન્મુખ આવી મારો પતિ વિદ્વાન થયો કે નહીં, તેની પરીક્ષા માટે નીચે પ્રમાણેનો સમસ્યા શ્લોક બોલી : अनिलस्यागमो नास्ति, द्विपदं नैव दृश्यते ॥ वारिमध्ये स्थितं पद्मं, कम्पते केन हेतुना ॥१॥ અર્થ : વાયુ આવતો નથી, મનુષ્ય દેખાતો નથી ને જળના મધ્યમાં રહેલું કમળ શા કારણથી કંપે છે ? પશુપાળ નીચે પ્રમાણે શ્લોકમાં જવાબ આપ્યો. पावकोच्छिष्टवर्णाभः शर्वरीकृतबन्धनः ॥ मोक्षं न लभते कान्ते ! कम्पते तेन हेतुना ॥२॥ અર્થ : શંકરના નેત્રના અગ્નિથી જેનો વર્ણ ઉચ્છિષ્ટ થયો છે ને રાત્રિનું જેને બંધન છે, એવો કામદેવ હજુ મુક્ત થયો નથી માટે હે કાન્ત તે નેત્રકમળ કંપે છે. (આ બે શ્લોક બીજી પ્રતોમાં છે તે સંબંધ મેળવવા અત્રે લખ્યા છે.) એ પ્રમાણે વાણીવિલાસ કર્યા પછી તે સ્ત્રી પુરુષ ઘણા હર્ષ વડે દિવસ નિર્ગમન કરવા લાગ્યાં. કાલિકાના પ્રસાદથી તેનું નામ કાળીદાસ એ પ્રકારનું રાખ્યું. જે કાળીદાસ નામના મહાન કવિ સંસ્કૃતમાં ગણાય છે તે જ આ થયા. તેણે કુમારસંભવ, મેઘદૂત અને રઘુવંશ એ ત્રણ કાવ્ય અને છ પ્રબંધ રચ્યા. જે પ્રબંધો અદ્યાપિ હાથ લાગ્યા નથી. ॥ अथ सुवर्णपुरूषाप्तिः ॥ | ઉજ્જયિની નગરમાં દાન્ત નામનો એક નગરશેઠ હતો. એક દિવસ તે શેઠ હાથમાં કેટલીક ભેટો લઈ સભા ભરીને બેઠેલા વિક્રમની સમીપ આવી, વિક્રમના મોં આગળ મુકી, નમસ્કાર કરી હાથ જોડી કહેવા લાગ્યો. સ્વામીનું મેં શુભ મુહૂર્તમાં શિલ્પ વિદ્યામાં કુશળ એવા કારીગરોને બોલાવી એક સુંદર ધવલગૃહ બંધાવ્યું છે, તે નવા ગૃહમાં મોટા ઉચ્છવથી મેં પ્રવેશ કર્યો છે. પણ જ્યારે હું તે ઘરમાં રાત્રે પલંગમાં સૂઈ જઉં છું, ત્યારે મધ્ય સમયે અર્ધી નિદ્રા અને અર્ધ જાગ્રત અવસ્થામાં હું પડું' એવી આકસ્મિક વાણી થાય છે. પ્રથમ દિવસે તે વાણીથી ભયભીત થયેલાં મેં કહ્યું કે ન પડીશ. એમ કહી બહાર નીકળી તે ધવલગૃહ બાંધવા સંબંધી કાર્યના કરનાર સુથાર, કડિયા અને વિદ્વાન જોશીઓ વગેરેને બોલાવી મેં તેમનો મોટા સત્કાર કરી, તેમના કહેવા પ્રમાણે કર્યું. વિક્રમાદિત્યનો પ્રબન્ધ Page #24 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ મારું તે સઘળું નિષ્ફળ ગયું અને હું મિથ્યા દંડાયો. છેવટે હવે મેં આપના શરણનો નિશ્ચય કર્યો છે માટે આપની મરજી મુજબ કરો. શેઠની આ પ્રમાણેની વાણી રૂડે પ્રકારે મનમાં ધારણ કરી, વિક્રમ રાજા બોલ્યો તે મહેલ બનાવતાં તમને શો ખર્ચ થયો છે ? શેઠ કહે ત્રણ લાખ રૂપિયા. વિક્રમે ત્રણ લાખ રૂપિયા શેઠને આપી ઘર વેચાણથી લઇ, સંધ્યાકાળ પછીનું સઘળું કૃત્ય કરીને તે ઘરમાં આવી સુતો. રોજના વખત પ્રમાણે આકસ્મિક વાણી થઇ ‘હું પડું’ એવી વાણી સાંભળી, વિક્રમ અનુપમ સાહસપણાથી બોલ્યો કે, પડતો હોય તો જલદી પડ, એમ કહેતાં પોતાની નજીક એક સોનાના પડેલા પુરુષને પામ્યો. અન્ય ગ્રન્થોમાં સુવર્ણ પુરુષની સિદ્ધિ અન્ય પ્રકારે થયેલી સંભળાય છે. क्रयविक्रयदोषापनयनसिद्धि હવે રાજાના ખરીદ-વેચાણ સંબંધી સાહસનું વર્ણન કરીએ છીએ. વિક્રમના નગરમાં વ્યાપાર ધમધોકાર ચાલતો હતો. પરદેશનો ગમે તેવો આવેલો માલ ખપી જતો અને પોતાનો માલ બીજા દેશમાં જતો. એવી રીતનો ક્રય વિક્રય જોઇ એક દરિદ્ર વિદ્વાને પોતાનું દારિત્ર્ય દૂર થવાના હેતુથી પાસે જે કાંઇ પદાર્થો હતા તે વેચી તેની અમુક રકમ કરી તેમાંથી લોઢાનું પૂતળું બનાવ્યું અને રાજદ્વાર આગળ જઇ પ્રતિહારને કહેવા લાગ્યો કે મારે રાજાને મળવું છે. પ્રતિહારે વિક્રમ રાજાને જણાવી તેની આજ્ઞાથી સદરહુ પુરુષને અંદર આવવાની રજા આપી. વિક્રમની પાસે આવી તે કહેવા લાગ્યો કે આપના શહેરના ચોરાસી ચૌટામાં આ દરિદ્ર પુરુષને લઇ હું વેચવા માટે ફર્યો પણ કોઇએ તેને ગ્રહણ કર્યો નહીં ને ઉલટો મારો તિરસ્કાર કરી કાઢી મૂક્યો અને કહેવા લાગ્યા કે પૈસાને સાટે દરિદ્રતા આપવા આવનાર એવો તું કોણ છે. આવું નગર સંબંધી કલંક તેણે વિક્રમના મોં આગળ જઇને નિવેદન કર્યું અને કહ્યું કે, હે સ્વામિન્ ! તમે જેને માથે ધણી છો, એવી પ્રસિદ્ધ આ ઉજ્જિયની નગરીમાં સર્વ વસ્તુઓનો ક્રય વિક્રય થાય છે તે નગરનું કલંક મેં તમને જણાવ્યું. હવે મને શી આજ્ઞા છે, હું આ નગરમાંથી જાઉં કે રહું ? તે તમને પુછુ છું. તે જ વખતે રાજાએ પોતાની નગરીને માથે કલંક લાગશે એમ વિચારીને તેને એક લાખ મહોરો આપી અને તે લોઢાનો રિદ્રી પુત્ર પોતાના ભંડારમાં મુક્યો. તે જ રાત્રીએ પહેલા પ્રહરમાં રાજ્યાધિષ્ઠાત્રી દેવતા આવી અને સુતેલા વિક્રમને જગાડી કહ્યું કે તેં દરિદ્રી લોહપુત્ર ખરીદ્યો, માટે અમે અહીં રહીએ તે યોગ્ય નહીં. અવશ્ય તને પુછીને જઇએ છીએ. એટલામાં બીજા પ્રહરે હય અને હાથીનાં દેવતા આવ્યાં. એ જ પ્રમાણે પુછવા લાગ્યાં અને ત્રીજા પ્રહરે સાક્ષાત્ લક્ષ્મીએ આવીને વિક્રમને તે જ પ્રકારે પુછ્યું. વિક્રમે જરા પણ આનાકાની ન કરતાં સાહસ પૂર્વક તે ત્રણેને ૨જા આપી, તેથી તે ગયા. ચોથે પહોરે એક ઉદાર દિવ્ય અને તેજોમય પુરુષ પ્રગટ થઇ વિક્રમની પ્રત્યે બોલ્યો. હું સત્વ નામનો પુરુષ જન્મથી તારો આશ્રય કરીને રહેલો છું. હું જવા માટે આજે તારી રજા માગું છું. એવાં તેનાં વચન સાંભળી તત્કાળ હાથ વડે તરવાર ખેંચી વિક્રમ પોતાનો આત્મઘાત કરવાનો પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય કરે છે તેટલામાં તે દિવ્ય પુરુષે તેનો હાથ પકડ્યો. તે કહેવા લાગ્યો હું તારા પર પ્રસન્ન થયો છું. એમ કહીં તેને મરતાં રોક્યો. રાજાનું આ સાહસ જોઇ પ્રથમ ગયેલાં ત્રણે દેવતા પાછાં આવી વિક્રમ પ્રત્યે બોલ્યા : અમો ત્રણે તારા સત્વ પુરુષે ઠપકો આપ્યાથી તને મુકીને જવું એ અયોગ્ય ધારી વગર પ્રયત્ને પાછા આવી મુક૨૨ સ્થાને રહીએ છીએ. इतिक्रयविक्रयदोषापनयनसिद्धिः समाप्ता । सामुद्रिकापलक्षणदोषापनयनसाहसकर्मसिद्धिः એક વખત સભામાં બેઠેલા વિક્રમની સમક્ષ, સામુદ્રિક શાસ્ત્રનો જાણનાર, કોઇ પરદેશી આવ્યો. દ્વારપાળે રાજાની આજ્ઞાથી તે પરદેશીને સભામાં પ્રવેશ કરાવ્યો. રાજાનાં સામુદ્રિક ચિહ્નોને જોતો તે માથું ધુણાવવા લાગ્યો. વિક્રમે માથું ધુણાવવા રૂપી ખેદનું કારણ પુછવાથી તે પરદેશી બોલ્યો. છઠ્ઠું દેશોનું સામ્રાજ્ય આપ કરો છો તેથી તેનું લક્ષણ આપના શરીરમાં શોધતાં-શોધતાં હું સામુદ્રિક શાસ્ત્રમાં નિમગ્ન થયો છું. તે સામુદ્રિક સંબંધી કંઇપણ વિશિષ્ટ ચિહ્ન તારા શરીરમાં હું દેખતો નથી; કે જેના પ્રભાવથી તું રાજ્ય કરે છે, પરદેશીનું આવું વાક્ય સાંભળતા વિક્રમ હાથમાં ખગ લઇ જેવો પોતાના પેટને ચીરવા માંડે છે, તેવો સામુદ્રિક વિદ્વાન કહેવા લાગ્યો. આ સાહસ શું કરે છે ? વિક્રમ કહેવા લાગ્યો : પેટ ચીરીને રાજ્ય પ્રાપ્તિને યોગ્ય એવું આંતરડાનું ચિહ્ન તને દેખાડીશ. એમ બોલતાં આ વિક્રમની પ્રત્યે બત્રીસ લક્ષણથી અધિક આ તારું સત્વ / સાહસ મારા જાણવામાં આવ્યું, વિક્રમનું દેહની દરકારથી રહીત એવું, આટલું બધું સાહસ જોઇ, તે વિદ્વાન મનમાં ઘણું આશ્ચર્ય પામ્યો. તે પ્રસન્ન થાય તેવું દાન આપી વિક્રમે તેને રજા આપી. કૃતિ सामुद्रिकापलक्षणदोषापनयनसाहसकर्मसिद्धिः समाप्ता. परकायप्रवेशविद्या કોઇ સમયે વિક્રમે સાંભળ્યું કે પરકાય પ્રવેશ વિદ્યાએ તિરસ્કાર કરેલી સઘળી પણ કળાઓ નિષ્ફળ છે, એમ જાણી, તે વિદ્યા મેળવવા માટે, શ્રી પર્વતમાં કોઇ ભૈરવાનંદ યોગીની સમીપ રહી, વિક્રમ ઘણો કાળ તે યોગીને આરાધતો હતો. એના જવા પહેલાં કોઇ બ્રાહ્મણ આ વિદ્યા મેળવવા માટે તે યોગીની સેવા કરતો હતો પરન્તુ અત્યાર સુધી તે વિદ્યા બ્રાહ્મણને મળી નહોતી. તેણે વિક્રમાર્કની આગળ એ પ્રકારે કહ્યું કે તારે મને ત્યાગ કરી, ગુરુ પાસેથી પરકાય પ્રવેશ વિદ્યા એકલાએ ગૃહણ ન કરવી. એ પ્રકારે પૂર્વ શિષ્યે ઉપ૨ોધન' કરેલો રાજા, પોતાને વિદ્યા દાન આપવાને ઉદ્યોગ યુક્ત થયેલા ગુરુને વિજ્ઞાપન કરવા લાગ્યો કે પ્રથમ આ બ્રાહ્મણને વિદ્યા આપો, પછી મને આપજો. ત્યારે યોગી બોલ્યો. હે રાજન ! આ બ્રાહ્મણ પરકાય પ્રવેશ વિદ્યાને યોગ્ય નથી. સર્વથા અયોગ્ય છે. એ પ્રકારે તે યોગીએ કહ્યું ત્યારે ફરીથી રાજાનો આગ્રહ જોઇ યોગી કહેવા (૧) આગ્રહપૂર્વક રોકેલો. વિક્રમાદિત્યનો પ્રબન્ધ ** ૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ લાગ્યો કે એને વિદ્યા આપવાથી તને પશ્ચાત્તાપ થશે. એમ કહીને રાજાના આગ્રહ થકી તે બ્રાહ્મણને ગુરુએ (પ૨કાય પ્રવેશ) વિદ્યા આપી. પછી તે બન્ને ગુરુથી વિદ્યા મેળવી, ઉજ્જિયનીમાં આવીને વિદ્યાની પરીક્ષા કરવા માટે પોતાનો પાટવી હાથી મરી ગયેલો તેના દુઃખથી ખેદ પામતો રાજ લોક તેને જોઇને, પરપુર પ્રવેશ વિદ્યાનો અનુભવ કરવા માટે રાજાએ પોતાના તે હસ્તીના શરીરમાં પ્રવેશ કર્યો. વિક્રમ આગળથી જાણતો હતો કે, મારું શરીર સુનું પડવાથી આ બ્રાહ્મણ મારા શરીરમાં પ્રવેશ કરી, મારુ રાજ્ય લઇ લેશે, તો પણ પોતે પરદુઃખ ભંજન છે માટે દેહની દરકાર ન કરતાં તે સાહસ કર્મ કર્યું. વિક્રમના ધા૨વા પ્રમાણે બ્રાહ્મણે રાજાના મૃત શરીરમાં પ્રવેશ કરી, રાજ્ય ધમધોકાર ચલાવ્યું. વિક્રમની રાણીનો ઉપભોગ બ્રાહ્મણ કરવા લાગ્યો. જેથી બન્નેને પરસ્પર ગાઢ પ્રીતિ બંધાઇ. એક દિવસ રાણીને ઘણો વ્હાલો એવો પોપટ અકસ્માત મરણ પામ્યો. વિક્રમે વિચાર્યું કે રાણીનું શરીર બ્રાહ્મણને ઉપભોગ્ય થયું તેથી સ્પર્શ પામવાનો વારો મારે તો રહ્યો નહીં. લાગ ઠીક છે, લાવ હું પોપટના શરીરમાં પ્રવેશું તો રાણીના સુકોમળ હસ્તનો સ્પર્શ તો મને થશે. એમ ધારી મરેલા પોપટના શરીરમાં રાજાએ પ્રવેશ કર્યો. મરેલો પોપટ ઓચિંતો જીવ્યો તેથી રાણીની પ્રીતિ જે પ્રથમ પોપટ પર હતી, તેના કરતાં વિશેષ બંધાઇ. બ્રાહ્મણ રાણીમાં ઘણો લુબ્ધ થયો હતો માટે તેને રાજી કરવાના ઉપાય તે સત્વર કરતો. તેણે જાણ્યું કે મારા કરતાં પણ રાણીને પોપટ પર વિશેષ વ્હાલ છે, માટે લાગ આવે તો હું જ પોપટ થાઉં. આ વાત પોપટના શરીરમાં રહેલા વિક્રમે ચિકિત્સાથી જાણી, વિક્રમ પોપટના શરીરમાંથી નીકળવાનો મોકો જોતો હતો તેવામાં મહેલમાં એક મરેલી ગરોળીનું ખોખુ જોયું. વિક્રમ ઝટ પોપટમાંથી નીકળી ગરોળીના શરીરમાં ગયો કે બ્રાહ્મણ રાજાના શરીરમાંથી નીકળીને તુરંત પોપટમાં પેશી ગયો. રાજા ગરોળીનું શરીર છોડી દઇ સત્વર પોતાના શરી૨માં પેઠો. કમનસીબ બ્રાહ્મણ કપટ કરવાથી રાજ્ય અને રાણી મેળવતાં પોતાનું શરીર ખોઇ, પોપટ થઇ પાંજરે પડ્યો. રાણીએ રાજા થકી સઘળો વૃત્તાંત જાણી તે પોપટનો ઘણો અનાદર કર્યો. એ પ્રકારે પરકાય પ્રવેશ વિદ્યાની સિદ્ધિ થઇ. विक्रम अने सिद्धसेन दिवाकर સિદ્ધસેન દિવાકર અને વિક્રમ, એ બન્નેના વૃત્તાન્ત વિષે દરેક ગ્રન્થોના અભિપ્રાય ભિન્ન ભિન્ન છે પરન્તુ ઘણી પ્રતો અને ટિપ્પણ મેળવી તેમાંથી અમને જે અન્યોન્ય એક સંબંધવાળું લખાણ ભાસ્યું, તેના આધારે અમે આ અંગેનું યોગ્ય વિવેચન કરીએ છીએ. કેટલીક જગ્યાએ મૂળ કરતાં વિશેષ વ્યાખ્યાન વાંચનારાઓને લંબાયેલું લાગશે, તેનું કારણ, જિનપ્રભસૂરિનો કરેલો તીર્થકલ્પ નામનો ગ્રન્થ તથા રાજશેખરસૂરિ મ.નો કરેલો પ્રબન્ધકોષ તથા પ્રભાવકચરિત્ર, હેમચન્દ્રાચાર્યનું કરેલું પરિશિષ્ટપર્વ, હરિભદ્રસૂરિની કરેલી આવશ્યક બૃહવૃત્તિ વગેરે ગ્રન્થોના સંદર્ભ મેળવી, આ ભાષાન્તર કરવામાં આવ્યું છે તે છે. ¥4 ૧૨ » ! પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #27 -------------------------------------------------------------------------- ________________ છેલા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી મોક્ષે પધાર્યા પછી એકસો સિત્તેર વર્ષે શ્રીભદ્રબાહુસ્વામી સ્વર્ગ પધાર્યા. તેમના પછી તેમના મોટા શિષ્ય સ્યુલિભદ્ર નામના આચાર્ય થયા. તે શ્રીમહાવીરસ્વામીથી બસો પંદર વર્ષે સ્વર્ગમાં પધાર્યા. તેમણે નવાણું વર્ષ સુધી આ પૃથ્વીમાં દેહ રાખ્યો. તેની પાટે શ્રી આર્યમહાગિરિ અને શ્રી આર્યસુહસ્તિ એ બે આચાર્ય થયા. આર્યમહાગિરિની શિષ્ય પરંપરામાં દિગમ્બર મત ચાલ્યો અને આર્યસુહસ્તી આચાર્યની શિષ્ય પરંપરામાં શ્વેતામ્બર મત પ્રવર્યો. પ્રસ્તુત મતાન્તર પ્રવર્યો તે પૂર્વે બાર વર્ષનો મોટો દુકાળ પડ્યો. જે દુકાળમાં બિલકુલ અન્ન નહી મળવાથી ઘણા લોકો મરવા લાગ્યા અને કેટલાક ગરીબ લોકો અન્નને માટે એટલો બધો અન્યાય કરવા લાગ્યા કે જો કોઈ પુરુષ તાજો જન્મેલો છે એમ તેઓને ખબર પડે તો તેનું પેટ ચીરીને હોજરીમાંથી કાઢી લઇ, પોતે અન્ન ભક્ષણ કરી જાય, એટલી બધી નિર્દયતા પ્રવર્તી. એ અરસામાં આર્યસુહસ્તીના શિષ્ય ગોચરી હોરી ઉપાશ્રય ભણી આવતા હતા. તેટલામાં કોઈ ભિક્ષુક તેમની પછવાડે માગતો લાગુ થયો. આચાર્યના શિષ્ય કહ્યું કે, અમારાથી વગર દીક્ષાવાળાને અન્ન અપાય નહી. ત્યારે ભિક્ષુકે વિચાર્યું કે દિક્ષા લઈને પણ મારે નક્કી તેમની પાસેથી અન્ન લેવું, એમ ધારી તે ઉપાશ્રયે આવ્યો. આર્યસુહસ્તી આચાર્યે તે ભિક્ષુકનો આગળ સારો પરિણામ જોઈ, તેને દીક્ષા આપી ભોજન કરાવ્યું. તેને ઘણા દિવસથી અન્ન નહીં જડેલું અને સારું અન્ન મળ્યું માટે તે કંઠ પર્યત જમ્યો. જેથી પાણી અને વાયુ જવા આવવાનો અવકાશ નહીં રહેવાથી રાત્રિએ મૂછ થવાથી પ્રાતઃકાળ થતામાં તો તે મરણ પામ્યો. તે જીવ આ ભિક્ષુકનો દેહ છોડી, જૈન માર્ગમાં અનન્ય શ્રદ્ધાવાળો અને પ્રખ્યાત એવો સંપ્રતિ નામે રાજા થયો. તે મહાવીરસ્વામીથી ત્રણસોને પાંચ વર્ષે રાજ્ય પામ્યો. તે રાજાને આર્યસુહસ્તી આચાર્યું ઉપદેશ દ્વારા જૈન બનાવ્યો. તીર્થકલ્પ ગ્રન્થના આધારે મહાવીરસ્વામીથી વિક્રમ ચારસો સિત્તેર વર્ષે થયો. તેની વચમાં જે રાજાઓ થયા તેમની અનુક્રમણિકા નીચે પ્રમાણે - ક્રમ રાજાનું નામ કેટલાં વર્ષ રાજ્ય કર્યું (૧) પાલક .............................. ૬૦ (૨) નવનંદ ........................... ૧૫૫ (૩) મૌર્યવંશીઓ................... (૪) પુષ્પમિત્ર .......................... ૩૦ (૫) બલમિત્ર ભાનુમિત્ર .................૬૦ (૬) નરવાહન .. (૭) ગર્દભિલ્લ .......................... ૧૩ (૮) શક રાજાઓ ........................ ૪ ••••.. ૧૦૮ ૪૦ (૧) ભિક્ષા. વિક્રમાદિત્યનો પ્રબન્ધ ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિસ્તારની રૂચિવાળાએ તીર્થકલ્પમાં અપાપાપુરી બૃહકલ્પ છે તે જોવો. આ વાત શ્વેતામ્બર મત પ્રમાણે લખી છે અને દિગમ્બરના મતે તો શ્રી મહાવીરસ્વામીથી છસે વ્યાશી વર્ષે વિક્રમ રાજા થયો. ગોમટસાર તથા ષપાહુડની ટીકા (શ્રુતસાગરે કરેલી) તથા રૈલોક્ય દિપક વગેરે દિગમ્બરના ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે. તે વખતના આચાર્યોની પરંપરા તથા રાજ્ય તે તે ગ્રન્થમાં રૂચિવાળાએ જોઇ લેવા. ઉપરની વંશાવલી મૂકવાનું કારણ એટલું જ છે કે પ્રાચીન રાજાઓના ઇતિહાસ ઉપરથી જણાય છે કે જૈનમત અનાદિ છે અને તે વિક્રમના પૂર્વજોએ અંગીકાર કરેલો છે. કલ્પસૂત્રની ટીકાઓના અભિપ્રાયથી, મહાવીરસ્વામીના વખતમાં શ્રેણિક નામે મોટો રાજા હતો. તે મરણ પામ્યા પછી તેનો પુત્ર કુણિક નામનો રાજા થયો. જેનું બીજું નામ અશોકચંદ્ર હતું. તેનું સવિસ્તર ચરિત્ર ઉત્તરાધ્યયન સૂત્રની ભાવવિજય પ્રમુખે કરેલી ટીકામાં લખેલું છે. એ અશોકચંદ્રનો પુત્ર ઉદાયી નામે રાજા થયો. તે છ વર્ષની ઉમ્મરમાં પૌષધ કરીને બેઠેલો હતો. તેવામાં કપટ કરી તે બાળકને મારી નાંખી કોઈ નંદ નામે રાજા થયો. તે નવ રાજાઓ નંદ એ નામથી ઓળખાયા. આઠમા નંદને પુત્ર ન હતો માટે પ્રધાનોએ એક વાળંદથી ગુણિકાને વિષે ઉત્પન્ન થયેલા પુત્રને નવમો નંદ ગણી ગાદી પર બેસાર્યો. ચાણક્ય નામનો નીતિ શાસ્ત્રનો પ્રખ્યાત ગ્રન્થ રચનાર કોઈ વિદ્વાન થયો, તેણે કપટથી નવમા નંદને મારી મૌર્ય વંશમાં ઉત્પન્ન થયેલા કોઈ ચન્દ્રગુપ્ત નામના વીરને રાજયગાદી પર બેસાડ્યો. જે પ્રખ્યાત રાજાનું ચરિત્ર પૂર્વે ભારતમાં યુદ્ધને માટે આવેલા સિકંદર વિગેરે ગ્રીક દેશના રાજાઓના પ્રાચીન ઇતિહાસોમાંથી નીકળે છે. તે ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર નામે રાજા થયો. તેની ગાદી પર અશોકગ્રી થયો. જેના પ્રાચીન લેખો અદ્યાપિ ગિરનાર વગેરે પર્વતોના પાષાણમાં કોતરેલા નજરે પડે છે, જે પ્રાચીન ઇતિહાસોની સમ્મતિ મેળવવામાં સહાયભૂત ગણાયા છે. તે અશોકનો પુત્ર કુણાલ થયો. જેણે પોતાના નામથી કુણાલા નામનું નગર વસાવ્યું. તેનો ઇતિહાસ જૈન ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. કુણાલનો પુત્ર સંપ્રતિ થયો. તે સંપ્રતિ રાજાના ગુરુ આર્યસુહસ્તી નામના આચાર્યો અવન્તિસુકુમાર નામના પુરુષને બોધ કર્યો. જેનું ચરિત્ર સંસ્કૃતમાં અને રાસપ્રાકૃત ભાષામાં, એમ જૈન ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે. વસિષ્ઠ ગોત્રમાં ઉત્પન્ન થયેલા આર્યસુહસ્તી નામના જૈનાચાર્યને બાર શિષ્ય હતા. તેમાંથી વ્યાઘાપત્ય ગોત્રના સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામના જે બે શિષ્યો થયા, તેમાં પ્રથમ શિષ્ય સૂરીમંત્રનો કોટિ જાપ કર્યો, તેથી તેમની પરંપરાને જૈનો કોટિક ગણ એ નામથી ઓળખે છે. બીજા સુપ્રતિબુદ્ધ કાકન્દી નામે નગરમાં રહેતાં હતાં, તેથી તેની શિષ્ય પરંપરા કાકબ્દિક એ નામથી ઓળખાય છે. સુસ્થિત આચાર્યના બે નાના શિષ્ય અદ્રશ્ય થવાની વિદ્યાના બળ વડે રોજ ચંદ્રગુપ્ત રાજાના થાળમાં પાટલીપુત્ર નગરમાં જમતા હતા. તે પાટલીપુત્ર નગરની ઉત્પત્તિ તીર્થકલ્પ ગ્રન્થમાં તથા સમ્યકત્વ કૌમુદિમાં નીચે પ્રમાણે આપેલી છે. ૧૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #29 -------------------------------------------------------------------------- ________________ પાટલીપુત્ર નગરમાં બૌદ્ધ માર્ગીઓનાં મંદિર એટલાં બધાં ઊંચાં છે કે તે ધર્મના મોટા ઋષિઓ તે મંદિરોની અગાસીઓમાં ચઢી જલદી સિદ્ધશિલાને પામી ગયા. જે નગરી બુંદેલખંડમાં આવેલા વૈભારગિરિ પર્વતની તલેટીમાં છે. અસલના વખતમાં જે નગરીનું નામ ક્ષિતિપ્રતિષ્ઠ અને ત્યાર પછી કેટલોક કાળ ચંપાપુરી, પછી ઋષભપુર, કુશાગ્રપુર અથવા કુસુમપુર ને રાજગૃહ. એમ કાળને અનુસરી જુદા જુદા નામથી ઓળખાતી હતી. જે નગરીમાં છત્રીસ હજાર તો ફક્ત વાણિયાનાં જ ઘર હતાં. તેમાં મધ્યમાં આવેલાં અઢાર હજાર ઘરમાં રહેનાર વાણિયાઓ જૈન ધર્મી હતા અને આસપાસ અઢાર હજાર ઘરના રહેનાર વાણિયાઓ બૌધ્ધ માર્ગી હતા. મગધ દેશની રાજધાની એવી તે પ્રખ્યાત નગરીમાં તે સમયે જરાસંઘ રાજા રાજ્ય કરતો હતો; તેના જવા પછી કેટલીક મુદતે શ્રેણિક નામનો રાજા થયો. જેનો પુત્ર કોણિક તથા મંત્રી અભયકુમાર નામે જૈન ગ્રન્થોમાં ઘણા પ્રસિદ્ધપણાને પામેલા જણાય છે. શ્રેણિકને બીજા મેઘ, હલ્લ, વિહલ્લ તથા નંદિષેણ વગેરે પુત્રો હતા. તે રાજાઓના વખતમાં પ્રાચીન કવિઓએ લખેલું પાટલીપુત્ર નગરનું વર્ણન આ પ્રમાણે દર્શાવેલું છે. જે પાટલીપુત્ર નગરની પ્રજા ક્ષણભંગુર એ શબ્દની પ્રવૃત્તિ ક્ષણિકવાદી બૌદ્ધાદિ સિવાય બીજી જગ્યાએ દેખતી નહી. અર્થાત્ કોઇપણ કાર્યમાં પ્રતિજ્ઞાનું ખંડન થાય તેવી રીતે અપ્રમાણિકપણે તે નગરમાં વસનાર લોકો વર્તતા નહિ. નગરવાસી લોકોમાં જ્ઞાન સંબંધી કોઇ પ્રકારની ભ્રાન્તિ ન હતી. ફક્ત ભ્રાન્તિ શબ્દ શ્રીઅરિહંત મહારાજની પ્રદક્ષિણા સમયે જ પ્રવર્તતો હતો. વૈરાગ્ય યુક્ત ધર્મગુરુઓ નૈસ્વ (કંચન કામનીથી રહિત) હતા પરન્તુ ગૃહસ્થાશ્રમીઓ તે નગરમાં કોઇ પણ રિદ્રિ ન હતા. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, એ ત્રણ મુમુક્ષુઓની ધર્મ ક્રિયામાં ગુપ્તિ શબ્દ વપરાતો પરંતુ ગુન્હો ક૨વાથી કોઇ પુરુષને બંદિખાને નાખ્યો તેવે સમયે ગુપ્તિ શબ્દ વપરાયો હોય એવું તે નગરમાં બનતું ન હતું. એવી સંપીલી પ્રજા હતી કે, કોઇ પણ ગુન્હાના કારણથી રાજ્યાધિકારીઓ, અમુક મનુષ્યનો હાથ પકડી, રાજ્યદ્વારમાં ખેંચી જાય તેવું બનતું ન હતું પણ ફક્ત વિવાહ સમયે વર કન્યાનો હાથ પકડવામાં જ કર ગૃહ શબ્દની પ્રવૃત્તિ લાગુ પડતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિ, વર્ણની દ્વિજ એવી સંજ્ઞા છે, એ ત્રણે વર્ણનો કોઇ પુરુષ પોતાના વર્ણાશ્રમના ધર્મથી પડ્યો, એમ તે નગરમાં કદી બન્યું નથી પરંતુ વૃદ્ધાવસ્થા થવાથી દ્વિજ એટલે દાંત પડી જતા, તે જગ્યાએ દ્વિજપાત્ શબ્દની પ્રવૃત્તિ એ નગરમાં ચાલતી હતી, જ્યાં કોઇ ઘર વંશ ન થવાથી વસ્તી વિના ખાલી પડેલું છે એમ જણાતું નહીં. ફક્ત શૂન્યગૃહ શબ્દ સોગટાં રમનારાઓની ઢાળેલી બાજીમાં પ્યાદા ગણીને સોગટું મુકવાનાં ઘરોમાં જ પ્રવર્તિને રહેલો જણાતો હતો. વૃક્ષો તરેહવાર પશુ, પક્ષીઓએ આક્રમણ થયેલા જણાતાં હતાં. તેથી સ્વાપદ શબ્દ ત્યાં પ્રવર્તતો પણ નગર નિવાસીઓને પોતાની કોઇ પ્રકારની આપદા છે તેવા સંદર્ભમાં સ્વાપદ શબ્દની ખપત થતી ન હતી. કમળના સમુહો સરોગ એટલે સરોવરમાં રહેલા જણાતા હતા પણ નગર નિવાસી કોઇ લોક સોગ (રોગીષ્ઠ) ન હતા. સદંડ (દંડેન સહ વર્તમાન) ફક્ત દેવતાનાં મંદિર જણાતાં હતાં પરન્તુ કોઇ પણ મનુષ્યનો આ નગરમાં દંડ થયો, તેવું કોઇ કહેતું નહીં. વળી બીજા કવિએ કહ્યું છે વિક્રમાદિત્યનો પ્રબન્ધ ૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ કે દંડ શબ્દ છત્રીની દાંડીને ઠેકાણે વપરાય છે, પણ કોઈ મનુષ્ય દંડાયો છે એવું ત્યાં બનતું ન હતું. સ્ત્રીઓ ચોટલો વાળીને દોરડાએ અંબોડો ખેંચી બાંધતી, ત્યાં બંધ શબ્દ લોકોના જાણવામાં હતો પણ તે વિના કોઈ પુરુષ સકારણ બંધાયો છે એવું તે નગરમાં દેખાતું નહી. સોગટાં રમનારાઓ સોગટી મારતાં મારી એવી વાણી બોલતા, પણ ગેરવ્યાજબી મારી એવી વાણી લોકોપદ્રવ સંબંધમાં કદી સંભળાતી ન હતી. પુષ્પથી ગુંથેલા હારમાં સોયનાં છિદ્ર કરવાથી તે સછિદ્ર થતા પરતુ એક એકનાં માંહો માંહી જાતિ છિદ્ર ખોળી લોકો સછિદ્ર બનતા ન હતા. કરના બોજાથી પ્રજા પીડાતી ન હતી, પણ વિવાહ સમયે વર કન્યા અન્યોન્ય નવો સંબંધ બાંધતાં પ્રેમથી એક બીજાનો કર પીડન કરતાં, અર્થાત્ હાથ દાબતાં ત્યાં એ શબ્દ વપરાતો. કુસંસર્ગરતિ એટલે કુત્સિત મનુષ્યનો સંગ કરવામાં રૂચિવાળા કોઈ મનુષ્યો એ નગરમાં વસતા ન હતા પરંતુ કુ એટલે પૃથ્વી તેનો સંસર્ગ જે સંગ, તેથી કરીને રતિ જે પ્રીતિ તે વડે પ્રફુલ્લિત થવું એ ગુણ ત્યાંના વૃક્ષોમાં બહુ જણાતો હતો. પુષ્પિત વનોમાં કુમળા પુષ્પની દીશીઓ જોઈ હવે કળીઓ આવી તેમ લોક કહેતા, પરન્તુ કોઈ મનુષ્યમાં કળી (ક્લેશ) જણાયો એમ કદી ન થતું. બાળકોને અગર સ્ત્રીઓને પોતાની અલંકાર ધારણ કરવાની રૂચિથી કાનમાં અગર નાકમાં વેધ કરાવતા પરન્તુ પોતાની સંસારી સ્થિતિમાં કોઈ જાતનો વેધ (અડચણ) થાય તેવું તેઓ કરતા ન હતા એટલા બુદ્ધિમાન તે લોકો હતા. હીરા, માણેક અને રત્નને ખેલ પાડતાં ત્રાશ્યો એવો શબ્દ લોકો બોલતા, પરંતુ કોઈ ડર્યો એવી જગ્યામાં ત્રાસ શબ્દ બોલાયો છે એવું કદી ત્યાં બન્યું નથી. તલ પીલાવીને ખળ (ખોળ) તે લોકો કઢાવતા, પણ મનુષ્યને ભેગા કરી તેમાંથી ખળ પુરુષ કોઈ શોધી શકતું નહીં. અર્થાત્ નગરમાં સર્જન પુરુષો જ વસતા. યુવાવસ્થાન પામેલા હાથીઓના કુંભસ્થળમાંથી મદ ઝરતો દેખાતો પણ કોઈ મનુષ્યોના શરીરમાં મદ (અહંકાર) ન હતો. વળી એક બીજા કવિએ કાવ્ય કહેલું છે – પાટલીપુર નગરમાં દેવનાં મંદિરની ધજાઓ ફરકતી તે ઠેકાણે જ દંડ શબ્દની ઘટના થતી પણ એવો પ્રસંગ ન આવતો કે મારામારી વગેરે ઉદ્ધત કાર્યમાં દંડ શબ્દની યોજના થાય. સ્નેહક્ષય (પ્રીતિનો નાશ) અન્યોન્ય મનુષ્યમાં જણાતો નહીં પણ દીવામાંથી તેલ ખુટી ગયે સ્નેહ ક્ષય શબ્દ લોકો વાપરતા. મદારી લોકોના ઘરોમાં કંડીઆમાં બે જીલ્લાવાળા સાપ રહેતા પરન્તુ નગરના કોઈ ઘરમાં દ્ધિ રસના (એટલે બે બોલીવાળો) મનુષ્ય રહે છે એમ ન હતુ. તરવાર ઝાલનારાઓ દ્રઢ મુષ્ટિથી તે હથિયારને પકડતા પરન્તુ દાન કરવામાં દ્રઢ મુષ્ટિ (બદ્ધ મુખ) પુરુષો કોઈ ન હતા. સારા સારા વિષયો ઉપર તર્ક અને વિચાર કરવામાં માંહો માંહી વાદ ચલાવતા હતા પણ મિથ્યા વાદ વિવાદ કોઈ કરતું ન હતું. દરેક બજારની હારબંધ દુકાનોમાં અમુક ચીજ વેચવાને માપ (માનસ્થિતિ) રાખતા પરંતુ નગર નિવાસીઓમાં કોઈ માનસ્થિતિવાળો (અહંકારી) ન હતો. ફગફગાવેલા કેશવાળી કોઈ સ્ત્રી નગરમાં ન જણાતી પણ હંમેશા માથું ઓળીને અને કેશની વેણીઓ બાંધીને ફરતી હતી. જેથી નિત્યબંધ શબ્દ તેમને જ આશ્રયીને રહેલો હતો, તે સિવાય નગરમાં હંમેશાં કોઇ નિત્યબંધ ન હતું. અર્થાત્ લોકો પોતાના કાર્યમાં સ્વતંત્ર હતા. મહાવીરસ્વામીના વખતમાં રાજગૃહી નગરીમાં પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #31 -------------------------------------------------------------------------- ________________ આગળ જણાવેલો શ્રેણિક નામનો રાજા રાજ્ય કરતો હતો. તેનું મરણ થયા પછી, તેનો પુત્ર અશોકચન્દ્ર ગાદી પર આવ્યો. પણ આ નગરીમાં પોતાના પિતાનો કાળ થયો, તેટલા માટે તેનો ત્યાગ કરી, તેણે કોઇ કૌશાંબી નગરની પાસે નવીન ચંપા નામની નગરી વસાવી, તેને પોતાની રાજધાની કરી. તે નગરમાં શય્યભવસૂરીએ પોતાના મનક નામના શિષ્યને મરણ સમીપ જાણી, સાધુ માર્ગનો પ્રતિબોધ આપવા માટે, દશવૈકાલિક નામનું સૂત્ર શ્રી મહાવીરસ્વામીથી અઠાણુમે વર્ષે રચ્યું. તે નગરના રાજાનો જ્યારે નાશ થયો ત્યારે તેનો પુત્ર ઉદાયી નામે રાજા થયો. તેણે પણ પોતાના પિતાની પેઠે જ તે નગરીનો ત્યાગ કરી બીજું નગર વસાવવાને કાજે યોગ્ય જગા ખોળવા સેવકોને આજ્ઞા આપી. તે સેવકો ગંગાને કિનારે કિનારે શુદ્ધ જગ્યા શોધતાં શોધતાં એક પાટલના વૃક્ષ નીચે આવ્યા. તે અપરાતનો સમય હતો પરંતુ પાટલના વૃક્ષની છાયા મધ્યબિન્દુ છોડી આગળ વધેલી ન દીઠી. તેનું કારણ પોતાને ન જડવાથી કોઇક મહામુનિ તે વનમાં તપશ્ચર્યા કરતા હતા તેમને નમ્રતાથી પૂછ્યું. મુનિ કહેવા લાગ્યા કે અગ્નિકાપુત્ર જયસિંહ નામના આચાર્ય પાસે દીક્ષા લઈને અગ્નિકાપુત્રસૂરી જગતમાં પ્રસિદ્ધપણે વિચરતા હતા. તે ફરતા ફરતા એક દિવસ ગંગાતટમાં રહેલા પુષ્પભદ્ર નામના નગરમાં આવ્યા. તે સમયે ત્યાંનો રાજા પુષ્પકેતુ હતો. તેની રાણીનું નામ પુષ્પવતી હતું. તેનાથી થયેલો એક પુષ્પચૂળ નામનો પુત્ર અને પુષ્પચૂળા નામની પુત્રી એ બે સંતાન તે રાજાને હતાં. તે ભાઈ-બહેનને એવી ઘાટી પ્રીતિ બંધાયેલી હતી કે તે એકબીજા વિના રહી શકે નહીં. તેના પિતા પુષ્પકેતુએ વિચાર્યું કે, આ બન્નેનો વિયોગ અન્યોન્ય નહીં સહન કરી શકે માટે મોટી ઉંમરે તે ભાઈ-બહેનનું લગ્ન કર્યું. પણ લોકાપવાદ રાણીથી ન સહન થઈ શક્યો માટે સંસાર છોડી અશિકાપુત્રાચાર્યની પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી. સત્સમાગમથી ઘણું તપ કરી કર્મ ખપાવી (કર્મ નાશ કરી) કેવળી થઈ, તેનો કાળે કરીને દેહ પડી ગયો. દેવ યોગે ગંગામાં પુર આવવાથી તેના માથાની ખોપરી તણાતી તણાતી આ જગ્યામાં આવી. પુર ઉતરી જવાથી તે અત્રે પડી રહી. માટી મિશ્રીત થવાથી તેમાં પાટલનું વૃક્ષ ઉગ્યું. તે પ્રભાવથી પાટલના વૃક્ષની છાયા અદ્યાપિ નમતી નથી. મુનિનું વચન સાંભળી સેવકોએ આ વાર્તા બાળ રાજાને નિવેદન કરી. જેથી તે જગા યોગ્ય ધારી ત્યાં પાટલીપુત્ર નામે નગર વસાવ્યું. જેને હાલ પટણા એ નામથી ઓળખવામાં આવે છે. તે નગરમાં નવમો નંદ જ્યારે ગાદી ઉપર આવ્યો ત્યારે તેના શકટાળ નામના પ્રધાનનો પુત્ર સ્થૂલિભદ્રસૂરી નામે આચાર્ય પદવીને પામેલા હતા. તે જાતે નાગર બ્રાહ્મણ હતા. તે નવમા નંદની પાસે જે પંડિત હતો તેનું નામ વરરૂચિ હતું. તેની વિશેષ વાર્તા સ્યુલિભદ્ર ચરિત્રમાં લખેલી છે. આર્યમહાગિરિ અને આર્યસુહસ્તી એ બન્ને સ્તુલિભદ્રના શિષ્ય હતા અને તે બે સગા ભાઈ થતા હતા. તેમાં મોટા ભાઈ સ્યુલિભદ્રના મરણ પછી જિનકલ્પી માર્ગ વિચ્છિન્ન થઈ ગયો હતો તો પણ એ જ માર્ગની તુલના કરતાં હતાં. નાનાભાઈ આચાર્ય પદવી પામેલાં હતા. જેણે સંપ્રતિ રાજાને બોધ આપ્યો છે. વિક્રમાદિત્યનો પ્રબન્ધ ૧૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ આર્યસહસ્તીના ઘણા શિષ્યોમાં એક શિષ્ય વૃદ્ધાવસ્થામાં દિક્ષા લીધી હતી. જયારે ત્યારે સમય વિચાર્યા વગર મોટા બરાડા પાડી તે ગોખતો હતો. રાજાએ આ પ્રમાણે તેને બરાડા પાડીને ગોખતો જોઈ હસીને કહ્યું કે, “આ તે મુશળ ફુલાવશે કે શું?' વૃદ્ધ શિષ્ય રાજાનું વચન કાનો કાન સાંભળ્યું. તેણે મારું અપમાન કર્યું એમ ધારી વાગ્દેવીનું આરાધન કરી સકળ કળાઓ સંપાદન કરી, પછી એક દિવસ શહેરના રાજમાર્ગમાં ચોગાન વચ્ચે એક મોટું મુશળ રોપી તેને વિદ્યાના બળથી પ્રફુલ્લિત કર્યું. આવા અલૌકિક ચમત્કારથી નગરના લોકો આશ્ચર્ય પામ્યા. તે વાર્તા રાજાને કાને આવી. તે ઉપરથી રાજા બોલ્યો : લોકો આ શું કહે છે ? વૃદ્ધ શિષ્ય શું મોટા વાદી થયા ? એ વાર્તા શું માનવા યોગ્ય છે? જેમ જળકાગનું શિંગડુ ઇન્દ્ર ધનુષ્યના જેવડું થયું, અગ્નિનો સ્વભાવ શીતળ થયો, વાયુનો સ્વભાવ નિષ્કપ્પ થયો, એ વચન શ્રદ્ધા કરવા યોગ્ય નથી, તેમ વૃદ્ધવાદિને વિષે પણ તેવું જ જણાય છે. રાજાએ પ્રત્યક્ષ જોઈ નક્કી કર્યું કે મારી કલ્પના તદ્દન ખોટી છે, ત્યારથી જૈન માર્ગમાં વૃદ્ધવાદી મોટા આચાર્ય થયા. જે સિદ્ધસેનદિવાકરના પણ મોટા ગુરુ કહેવાય છે. વૃદ્ધવાદિએ સિદ્ધસેનદિવાકરને પોતાના શિષ્ય કર્યા, તે સંબંધમાં નીચે પ્રમાણે ઇતિહાસ છે. જંઘાચારણ વિદ્યા ધરાવનારા અને શ્વેતાંબર પરંપરામાં થયેલાં એવા વજસેન નામના મુનિએ, પૂર્વે લાટદેશનું આભૂષણ એવા ભરૂચ શહેરની સમીપે નર્મદા કિનારે શક્રાવતાર તીર્થ છે ત્યાં નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજીનું મંદિર સ્થાપન કરેલું છે. જે જગ્યા હાલ શકુનિકાવિહાર એ નામથી ઓળખાય છે. તે સ્થળમાં આવી વૃદ્ધવાદિએ ચોમાસુ ગાળ્યું તે સમયે દક્ષિણ કર્ણાટક દેશમાં દિવાકર નામે કોઇ મહાનું પંડિત બ્રાહ્મણ થયો. તેને વિદ્યાનો ગર્વ વિશેષ હતો. દક્ષિણ દેશમાં વિદ્યાના બળથી સઘળા વિદ્વાનોને જીતી પોતે પ્રસિદ્ધિ મેળવી. તેટલાથી સંતોષ ન પામી, ઉત્તર દિશાના વિદ્વાનોને જીતવા કેટલાક શિષ્યોને સંગાથે લઈ નીકળ્યો તે વિદ્યાનો મોટો અહંકારી હતો માટે તેણે પ્રતિજ્ઞા કરી કે, જે કોઈ પંડિત મને જીતે તેનો હું શિષ્ય થાઉં. હંમેશા તે પોતાને પેટે પાટા બાંધતો, એટલું જ નહી પરંતુ સંગાથે એક લાંબી નિસરણી, જાળ, કોદાળો અને ઘાસની પુળી, એટલાં સાધન ફેરવતો હતો. કોઈ તેને એનું કારણ પુછે તો તે એવો જવાબ આપતો કે હું સમસ્ત વિદ્યા ભણ્યો છું તેના બોજાથી ક્યાંક મારું પેટ ચીરાઇ જાય, એ ભયથી હંમેશ હું પેટે પાટો બાંધી રાખું છું. નિસરણી રાખવાનું કારણ એટલું જ કે કોઈ વિદ્વાન મારી સાથે વાદ કરતાં હારવાના ભયથી, કંઈ ઊંચો ચઢી જાય, તો આ નિસરણી ઉપર ચઢી તેને પકડી નીચો ઉતારવો. કદી જળમાં ડુબકી મારે તો જાળથી ખેંચી કાઢવો અને પૃથ્વીમાં પેસી જાય તો કોદાળી વડે માટીમાંથી ખોદી કાઢવો. તેમ કરતાં હારેલો ભોંય પર સ્તબ્ધ થઈને બેસી રહે તો ઘાસનું તરણું દૂર લેવા ન જતાં, આ પુળીમાંથી ઝટ તેને દાંતે લેવરાવવું. એવી રીતે વિદ્વાનોના માનનું ખંડન કરતા કરતા નર્મદા કિનારે ભૃગુકચ્છ નગરની નજીક આવી ચડ્યો. ત્યાં તેણે સાંભળ્યું કે આ શહેરમાં વૃદ્ધવાદિ નામે જૈન ધર્મના મોટા પ્રખ્યાત આચાર્ય આવેલા છે. તેથી હરખાતો હરખાતો ઉતાવળે તે ભરૂચ ૧૮ પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર Page #33 -------------------------------------------------------------------------- ________________ શહેરમાં પેઠો. ઉપાશ્રય આગળ આવી પુછ્યું કે જૈનના વૃદ્ધવાદી નામે આચાર્ય આવ્યા છે તે ક્યાં છે ? લોકોએ ઉત્તર આપ્યો કે તે નવકલ્પ વિહારી છે માટે કલ્પ પુરો થવાથી આજે જ વિહાર કરી પધાર્યા. દિવાકર પંડિતે જાણ્યું કે મને આવતો જાણી નક્કી તે નાસી ગયા માટે તેને પકડું. એમ ધારી તેમની પાછળ ચાલ્યો. વગડામાં તેમને મળ્યો. વૃદ્ધવાદિના મનમાં એમ કે એને ઉપદેશની અપેક્ષા છે માટે એક વૃક્ષ તળે બેસી શાન્તિથી ઉપદેશ કરવા લાગ્યા. દિવાકર પંડિત કહેવા લાગ્યો કે હુ તમારો ઉપદેશ સાંભળવા નથી આવ્યો, મારે તમારી સંગાથે વિદ્યાનો વાદ કરવો છે. જો તમે મને જીતશો તો હું તમારો શિષ્ય થઇને રહીશ અને જો હાર્યા તો મારા શિષ્ય થવું પડશે. એવી પ્રતિજ્ઞાથી મારી સાથે વાદ કરવો પડશે. વૃદ્ધવાદીએ વિચાર્યું કે એને વિદ્યાનો ગર્વ વિશેષ છે. આત્માનું કલ્યાણ શી રીતે થાય, તે વાત હજુ એના લક્ષમાં નથી પરન્તુ કોઇ પણ જીવ કર્મ મુક્ત થાય, એવો ઉપદેશ કરવો, એ શાસ્ત્ર સિદ્ધ છે. શ્રુતજ્ઞાનના બળથી આગળ ઘણો નફો થશે એમ વિચારી દરેક રીતે એના મનનું સમાધાન થવું જોઇએ માટે વૃદ્ધવાદિ આચાર્ય શાન્તતાથી કહેવા લાગ્યા. આપણે વાદ કરીએ એ વાત ખરી પણ વાદ કરવામાં મારો જય અથવા પરાજય થયો, એ વાત વાદી પ્રતિવાદીના અન્તઃકરણને પોતાની મેળે સમજાતી નથી. તેમાં મધ્યસ્થ મનુષ્યની જરૂર છે, કોઇ મધ્યસ્થ ખોળી કાઢો, અને તેણે નક્કી કરેલું વચન તમારે માન્ય હોય તો મને વાદ કરવામાં કોઇ જાતની હરકત નથી. આચાર્યના આ પ્રમાણિક વચન પર દિવાકરને શ્રદ્ધા બેઠી. વગડામાં મધ્યસ્થ મનુષ્ય ક્યાંથી લાવવો, એવો વિચાર દિવાકર કરવા લાગ્યો. તેવામાં તેને સુઝી આવ્યું કે, જેને હું મધ્યસ્થ કલ્પીશ તે મારે તો પશુવત્ છે તો આ ઢોર ચારનાર ગોવાળીયાને મધ્યસ્થ કહ્યું તેમાં મને શી હાનિ થવાની છે; એમ વિચારી ગોવાળીયાને મધ્યસ્થ તરીકે બેસાડી, વૃદ્ધવાદી આચાર્યની સંગાથે વિવાદ કરવા લાગ્યો. વ્યાકરણશાસ્ત્ર, ન્યાય, મીમાંસા, વેદાન્ત વગેરે અનેક ગ્રન્થોના પ્રમાણો સાથે તેણે પૂર્વપક્ષ ઉપાડ્યો. ઘણી વાર સુધી એક વિષય ઉપર યથાસ્થિત ભાષણ કર્યું. છેવટે બોલતાં બોલતાં પોતાની મેળે વિરામ પામ્યો. વૃદ્ધવાદીએ વિચાર્યું કે વિદ્વત્તાની બાબતમાં કદાચ તો મારા કરતાં વિશેષ હોય પણ આત્માનું કલ્યાણ કરવામાં વિદ્યાનો એણે ઉપયોગ કર્યો નથી. મારી સાથે મધ્યસ્થોનાં વચન પર ભરોસો રાખવાને એ બંધાયેલો છે. માટે યુક્તિથી એને શિષ્ય કરી લેવો. કેમ કે આગળ જતાં એ જૈન માર્ગનો પ્રભાવક પુરુષ થશે. એમ વિચારી સમયસૂચકતામાં ઘણા નિપુણ હતા. માટે ઉભા થઇ કેડે ઓઘો બાંધ્યો, પછી હાથના તાબોટા વગાડતા વગાડતા ફેર ફુદડી ફરી મધ્યસ્થ ગોવાળીયાને સમજણ પડે એવો એક પ્રાકૃત ગરબો મજેનો રાગ કાઢી ગાયો. તેથી ગોવાળીયો ઘણો ખુશ થયો. મધ્યસ્થોને પુછ્યુ, ભાઇ અમારા બન્નેમાંથી કોણ જીત્યું. તે બોલ્યો કે વૃદ્ધવાદી આચાર્ય મહારાજ જીત્યા, પોતાની પ્રતિજ્ઞાથી બંધાયેલા પેલાં દિવાકર પંડિતને વૃદ્ધવાદી આચાર્યના શિષ્ય થવું પડ્યું. ત્યાંથી ગુરુ શિષ્ય બન્ને જૈન ધર્મનો ઉદ્યોત કરતા કરતા ઉત્તર હિંદુસ્તાનમાં વિચારવા લાગ્યા. વિક્રમાદિત્યનો પ્રબન્ધ ૧૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ સિદ્ધસેનદિવાકર મહારાજ ગુરુને કહેવા લાગ્યા કે તીર્થંકરે અર્ધ માગધી ભાષામાં અર્થથી કહેલાં અને ગણધર મહારાજે ગુંથેલાં સકળ સિદ્ધાન્તોને હું સંસ્કૃત ભાષામાં કરું. શિષ્યનું વચન સાંભળી, આશ્ચર્યથી ગુરુ બોલ્યા. અહો ! તીર્થંકર મહારાજની તેં મોટી આશાતના કરી. માટે તારે તેની આલોચના (પ્રાયશ્ચિત) કરવું પડશે. શિષ્ય બોલ્યા : જેમ ગુરુ મહારાજની આજ્ઞા હોય તેમ કરું. ગુરુએ કહ્યું : પારાંચિત (બાર વર્ષ તપ સહિત સંયમયાત્રા) વૃત્ત તથા એક મોટા રાજાને બોધ કર. એ વચન અંગીકાર કરી બાર વર્ષને અંતે તે માળવા દેશમાં ઉજ્જયિની નગરીમાં વિક્રમને પ્રતિબોધ કરવા પધાર્યા. ક્ષિપ્રાના તટ ઉપર કાલાગ્નિ રૂદ્ર અથવા મહાકાળેશ્વર મહાદેવના આલયમાં આવી, શિવના સન્મુખ લાંબા પગ ઘાલી, સોડ તાણી સુતા. શિવમંદિરના સેવકોએ મારવા માંડ્યા. તેમની પાસે કોઇ એવી ચમત્કૃતિ હતી કે જે માર સેવકો એમને મારે, તેની પીડા પોતાને કિંચિત્ થાય નહીં, પણ દરબારમાં રાજાની રાણીઓના બરડામાં તે પ્રહાર વાગે. તેથી અંતઃપુરમાં કોલાહલ થયો. આ ચમત્કાર જોઇ વિક્રમ રાજા ગભરાટમાં પડ્યો. તપાસ કરતાં માલુમ પડ્યું કે મહાકાલેશ્વરના મંદિરમાં કોઇ પુરુષ લાંબા પગ ઘાલીને સૂતો છે તેના પ્રભાવનું આ ફળ છે. પ્રધાનો સહિત રાજા શિવાલય પ્રત્યે આવ્યો. સિદ્ધસેનદિવાકરને લાંબા પગ ઘાલી સુતેલા જોઇ રાજા નમસ્કાર કરી બોલ્યો. મહારાજ, શંકરને નમસ્કાર કરી સ્તુતિ કરવી જોઇએ તેને બદલે આપ આમ ઉલટું કેમ કરો છો ? દિવાકર મહારાજ કહેવા લાગ્યા, રાજન્, જો હું શિવને નમસ્કાર કરીશ તો તે તત્કાળ ફાટશે. એવું વચન સાંભળી ચમત્કાર જોવાને આતુર વિક્રમે નમસ્કાર કરવાનો અત્યાગ્રહ કર્યો. રાજાના આગ્રહથી ઉભા થઇ હાથ જોડી સિદ્ધસેનદિવાકર મહારાજા દ્વાત્રિંશિકાના પ્રથમ કાવ્ય વડે શંકરની સ્તુતિ કરવા લાગ્યા. એક શ્લોક બોલતા જ તુર્ત શંકરનું લિંગ ફાટી પ્રથમ તેમાંથી ધુમાડો ઉત્પન્ન થયો. પછી અગ્નિની જ્વાળા નીકળી અને છેવટે ઋષભદેવ પ્રભુની દિવ્ય પ્રતિમા પ્રગટ થઇ. આ ચમત્કાર જોઇ વિક્રમ ઘણું આશ્ચર્ય પામી તેના ૫૨ પ્રસન્ન થયો. રાજાએ જાણ્યું કે આ સમયમાં જૈનમાર્ગમાં કાંઇક વિશેષ દૈવત છે તેથી તેને તેમાં શ્રદ્ધા જાગી. જેથી આચાર્ય મહારાજે તેને જૈન ધર્મનો ઉપદેશ કર્યો. જે તેણે શ્રદ્ધાથી સ્વીકાર્યો. આ વખતે નગરના શ્રાવકોનો સમૂહ ભરાયેલો હતો, તેમણે મોટા સત્કારથી સિદ્ધસેનદિવાકરને નગરમાં લઇ જઇ ઉપાશ્રયે ઉતાર્યા. રાજા પોતાના મહેલ તરફ ગયો. બીજે દિવસે સવારમાં હંમેશના નિયમ પ્રમાણે રાજા રાજપાટીએ નીકળ્યો હતો. તે ફરીને દ૨વાજામાં આવ્યો. તે વખત ઘણા શ્રાવકોથી વિંટળાયેલા સિદ્ધસેન જૈનધર્મના દેવાલય પ્રત્યે જતા હતા. ભાટ ચારણો ‘જય સર્વજ્ઞપુત્ર’ ‘જય સર્વજ્ઞપુત્ર’ એ પ્રકારે તેમની સ્તુતિ કરતા હતા. તે સર્વજ્ઞપુત્ર એવું વચન સાંભળી કોપ કરી, તે સર્વજ્ઞ છે કે આ લોક મિથ્યા કહે છે એમ વિચારી રાજાએ તેમને માનસિક નમસ્કાર કર્યો. સિદ્ધસેનદિવાકરસૂરીએ પોતાની પૂર્વગત વિદ્યાના (૧) અવિનય. (૨) તે કાવ્ય ૨૨ પૃ.હિ.જુ. : પરિશિષ્ટપર્વ તથા પ્રભાવક ચરિત્રના મતે તો પાર્શ્વનાથની મૂર્તિ નીકળી એમ જણાવ્યું છે પણ આ વાર્તા તીર્થકલ્પના મતે લખેલી છે. (૩) નગરની બહાર ફરવા જવું. ૨૦ 800 પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #35 -------------------------------------------------------------------------- ________________ બળથી રાજાના મનનો અભિપ્રાય જાણી જમણો હાથ ઉંચો કરી “ધર્મલાભ' એમ મોટે સ્વરે તેને આશીર્વાદ આપ્યો. રાજાએ તેને આશીર્વાદનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલ્યા કે આ આશીર્વાદ તમારા માનસિક નમસ્કારનું ફળ છે. સિદ્ધસેનનું આવું જ્ઞાન જોઈ તેમને કરોડ સોનૈયા આપવાની સેવકને આજ્ઞા કરી. વિક્રમની દાન આપવાની આજ્ઞા નીચે પ્રમાણે હતી. હે કોશાધીશ ! આપ્ત વર્ગનો પુરુષ મારી નજરે પડે તો તેને એક હજાર મહોરો આપવી. જેની સાથે હું સંભાષણ કરું તો દશ હજાર આપવી. જેના વચનથી હું હસું તેને એક લક્ષ મહોરો આપવી. મને સંતોષ પમાડે તેને કરોડ સોના મહોરો આપવી. એવી મારી નિરંતર આજ્ઞા છે એવું વિક્રમે કોશાધિપતિને નિવેદન કરેલું હતું. દાનની સ્થિતિ મુકરર કરી રાખેલી હતી, તેથી એ નિયમને અનુસરી આ વખતે સિદ્ધસેનને પણ મહોરો આપી અને તે ચોપડામાં નીચે મુજબ લખીને ઉધારી. દૂરથી ઊંચો હાથ કરી ધર્મલાભ કહેનાર સિદ્ધસેનદિવાકરને કરોડ મહોરો આપી, એમ ચોપડામાં ઉધારી, મહોરોની થેલીઓ સિદ્ધસેનને આપવા માટે સભામાં આણી. રાજાએ કહ્યું કે, તમે આ લ્યો. સૂરી બોલ્યા, “વૃથા તૃતએ મોન (તૃપ્તિ પામેલાને ભોજન આપવું એ મિથ્યા છે) માટે અમારે ત્યાગી પુરુષોને મહોરનું શું પ્રયોજન છે. કોઇ મનુષ્ય પૃથ્વીમાં દેવાથી દુઃખી થતો હોય, તેને એ સંકલ્પિત દ્રવ્ય અર્પણ કરી, ઋણમુક્ત કરવો ઘટે છે. દિવાકરના ધર્મયુક્ત વચનથી સંતોષ પામેલા વિક્રમે તે વચન અંગીકાર કર્યું. સઘળી મહોરો દેવાદારોને આપી, તેઓને ઋણ થકી છોડાવ્યા અને પોતાનો શક પ્રવર્તાવ્યો. બીજે દિવસે સિદ્ધસેનદિવાકરે ચાર શ્લોક બનાવી, દરબારના દ્વાર આગળ આવી, દ્વારપાળને કહ્યું કે, વિક્રમને નિવેદન કર કે કોઇ ભિક્ષુક પધારેલા છે તેણે રાજાને કહ્યું કે, આપના દર્શનને માટે કોઈ ભિક્ષુક આવ્યો છે, તેને વારી રાખવાથી દ્વાર નજીક ઉભો છે. તેના હાથમાં ચાર શ્લોક છે, તે અંદર આવે કે જાય? રાજા બોલ્યો. જેના હાથમાં ચાર શ્લોક છે, તે ભિક્ષુકને દસ લાખ રોકડ આપો, અને ચૌદ લેખ કરી આપો. પછી તેની ઇચ્છા હોય તો અંદર આવે, અગર જાય. રાજાનું કહેલું વચન સાંભળવાથી દિવાકર સભામાં પ્રવેશ કરી આ પ્રમાણે બોલ્યા. હમેશાં તું સર્વ વસ્તુને આપે છે એવી તારી સ્તુતિ વિદ્વાનો મિથ્યા કરે છે. એમ હોય તો તે શત્રુને કદી પૂંઠ આપી નથી અને પરસ્ત્રીને પોતાનું હૃદય આપ્યું નથી તે છતાં સર્વર (સર્વનો આપનાર) એવી તારી સ્તુતિ કરવી તે મિથ્યા છે. આ શ્લોક સાંભળી વિક્રમ દિવાકરની સામું મુખ હતું તે ફેરવી, બીજી દિશામાં મોટું કરી બેઠો. તેમ કરવાનું કારણ એ હતું કે, આ શ્લોકનો ભાવ એટલો ગંભીર છે કે, મેં ખુશી થઇ, એક દિશાનું રાજ્ય તમને બક્ષીસ આપી દીધું. જે દિશામાં વિક્રમે મુખ ફેરવ્યું હતું, તેના સામા જઈ સિદ્ધસેન બીજો શ્લોક બોલ્યા. હે રાજન ! તારી સરસ્વતીરૂપી સ્ત્રીને તે વ્હાલી ગણી મુખમાં રાખી છે અને લક્ષ્મીને કરકમળમાં બેસાડી છે, તેથી તારી કીર્તિરૂપી સ્ત્રી સપત્નીઓનું સુખ જોઈ તારા ઉપર કોપેલી છે, તેથી તે દેશાંતરમાં ફરતી રહે છે, જે દેશમાં જઈએ તે દેશમાં સામી અથડાય છે. શ્લોકનો ચમત્કાર જોઈ વળી રાજાએ બીજી દિશામાં મોં ફેરવ્યું. વિક્રમાદિત્યનો પ્રબન્ધ ૨૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેન તેના સામા આવી ત્રીજો શ્લોક બોલ્યા. જેમાં એટલી બધી ચાતુરી છે કે, એક તો વિરોધાભાસ અલંકાર જણાય છે જ તેની સાથે દ્વિઅર્થી છે, એટલે વિરોધનો શ્લેષથી પરિહાર થાય છે. હે રાજન ! આવી અપૂર્વ ધનુર્વિદ્યા તું ક્યાં શીખ્યો ? કે જે દેખવામાં પણ આવી નથી, એટલું નહી પરન્તુ સાંભળી પણ નથી. જે ધનુર્વિદ્યાના બળથી માર્ગણીઘ (બાણનો સમૂહ) સામો ન જતાં પોતાના ભણી આવે છે, અને ખેંચવાની ગુણ (પણછ) તે સામી જાય છે. માટે તે વિદ્યા ઉલટી છે, પણ તેમ કહેવું નથી. તેનો ભાવ એવો છે કે, માર્ગણ જે (યાચકોનો સમૂહ) તે દાનની આશાએ તારા સામા આવે છે, અને તેથી કરી ગુણ છે (પ્રશંસા) તે દૂર દેશાવર ખાતે જાય છે, એવી પરોપકારરૂપી ધનુર્વિદ્યા તું ક્યાં શીખ્યો. આવો ભાવ સમજી આશ્ચર્ય પામેલો રાજા વળી બીજી દિશામાં મુખ કરી બેઠો. વળી સિદ્ધસેનદિવાકર રાજાના સન્મુખ આવી ચોથો શ્લોક બોલ્યા. જેમાં સહોકિત અલંકાર સમાયેલો છે. હે રાજન ! સૈન્ય સંગાથે ચાલવાને તું તત્પર થાય છે તે સમયે તારી નોબત પર જેવો ડંકો પડે છે તેવા જ શત્રુના હૃદય રૂપી ઘડા ફુટી જાય છે. વળી તે ઘડામાંથી જળનો પ્રવાહ નહીં ચાલતાં શત્રુઓની સ્ત્રીઓના નેત્રમાંથી જળની ધારાઓ વહે છે, એ શું ઓછું આશ્ચર્ય છે? અર્થાત ઘણું આશ્ચર્ય. ચારે શ્લોકથી ખુશ થઈ ચારે દિશાનું રાજ્ય સિદ્ધસેનને જેણે અર્પણ કર્યું છે એવો વિક્રમ રાજા હાથ જોડી લાંબો થઈ તેમના પગમાં પડ્યો. મતલબ કે હવે મારી પાસે કંઈ પણ પદાર્થ તમને આપવા સરખો રહ્યો નહી માટે આ દેહ પણ તમને અર્પણ કર્યો. તમારી ઇચ્છામાં આવે તેમ કરો. એ પ્રકારે સર્વસ્વ અર્પણ કરી રાજા સપરિવાર જૈનધર્મી થયો. સિદ્ધસેનદિવાકરસૂરીના ઉપદેશથી ઉજ્જયિનીના પ્રખ્યાત વિક્રમ રાજાએ શત્રુંજયનો સંઘ વગેરે જૈન માર્ગ સંબંધી ઉત્તમ અનુષ્ઠાનો ઠાઠથી કરાવેલાં છે. વળી એક વખત સિદ્ધસેનદિવાકરસૂરી અને વિક્રમ બન્ને બેઠેલા હતા, તેવામાં રાજાને તૃષા લાગી. તેણે સેવક પાસે જળ માગ્યું, તે વખતે શીઘ્ર કવિતામાં કુશળ એવા દિવાકર મહારાજ આ પ્રમાણે બોલ્યા. હે રાજનું તારા મુખકમળમાં સરસ્વતી રૂપી નદી વસેલી છે અને હમેશાં તારા હોઠના ભાગમાં શોણ (લાલાશ) નદ વહ્યા કરે છે, કાફ રાજાના પરાક્રમને સંભારી આપવામાં દક્ષ એવો તારો દક્ષિણ કરરૂપી દક્ષિણ સમુદ્ર તારા હાથમાં રહેલો છે. આ સઘળી સેનાઓરૂપી નદીઓ તને રોજ ક્ષણ પણ વેગળો મૂકતી નથી વળી સ્વચ્છ અન્તઃકરણરૂપી માનસ સરોવર તારા દેહમાં ભરેલું છે (૧) સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલો તે રાજા ઘણો બળવાન હતો. એક વખત સ્વર્ગના રાજા ઇન્દ્રને રાક્ષસો સાથે ભારે યુદ્ધ થયું. તેમાં ઇન્દ્ર સહિત દેવતાની હાર થઈ. રાક્ષસો તેમને પીડા કરવા લાગ્યા ત્યારે ઇન્દ્ર પૃથ્વીમાં આવી તે સૂર્યવંશી પરાક્રમી રાજાની સહાય માગી. ત્યારે તેણે કહ્યું કે ઇન્દ્ર તું બળદ થાય અને હું તારા ઉપર બેસી રાક્ષસોની સાથે યુદ્ધ કરું એ વાત તારે અંગીકાર હોય તો હું તારી સહાય કરું. રાક્ષસોના ભયથી આ ગ્લાનિ ભરેલી વારતા ઈન્દ્ર કબૂલ કરી. ઇન્દ્ર બળદ થયો. તેના ઉપર બેસી તેણે સૈન્ય સહિત રાક્ષસોની સાથે યુદ્ધ કરી, તેઓને હરાવ્યા. ત્યારથી તેનું નામ કાફી કહેવાયું અને તેના વંશમાં જે રાજાઓ થયા, તે બધા કાફુ0 રાજાઓ કહેવાય છે. જે વંશમાં ઉત્પન્ન થયેલા રામચંદ્રજી કાફી કહેવાય છે. ૨૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #37 -------------------------------------------------------------------------- ________________ તે છતાં હે પૃથ્વીપતે ! તને જળ પીવાની આવડી અભિલાષા કેમ થાય છે ? વળી એક સમયે વિક્રમે કંઇ કારણસર પોતાનું સૈન્ય દેશાન્તરમાં ફ૨વા મોકલ્યું હતું તેવામાં કોઇ રાજા વિક્રમના ઉ૫૨ ઘણા સૈન્ય સંગાથે ચઢી આવ્યો. પોતાની પાસે પૂરતી સેના નહીં હોવાથી, વિક્રમના મનમાં ગભરાટ પેદા થયો. તેથી તેણે સિદ્ધસેનને પ્રાર્થના કરી. સિદ્ધસેને કહ્યું તમારી આપત્તિ નિવારણ થશે. પછી તેમણે પોતાના પ્રભાવથી વિક્રમનું સૈન્ય થોડું છતાં તેને લબ્ધિથી વિસ્તારવાળું કર્યું. લબ્ધિના પ્રતાપથી શત્રુએ વિક્રમનું અસંખ્ય સૈન્ય દીઠું. પ્રતિપક્ષી રાજા ડરી ગયો કે વિક્રમની સાથે યુદ્ધ કરતાં મારો પરાભવ થશે, એમ ધારી તે પાછો ગયો. દિવાકરનું આટલું બધું પરાક્રમ જોઇ વિક્રમે તેના નામની સાથે સિદ્ધસેન એવું બિરૂદ આપ્યું. જેથી તેમને લોકો સિદ્ધસેનદિવાકર એ નામે નમવા લાગ્યા. સિદ્ધસેનદિવાકરની વિદાયગીરીને દિવસે રાત્રિએ વિક્રમ નગરચર્યા માટે બહાર નીકળ્યો હતો તેવામાં મધ્યરાત્રિએ તે ફરતો ફરતો ઘાંચી લોકોના મહોલ્લા આગળ આવી ચડ્યો. ત્યાં કોઇ ઘાંચી ઘાણી ફે૨વતો વારે વારે એક દોહરો રાગ કાઢી બોલતો, બળદીયાના પુંછડા ઉપર હાથ મુકી તેને ચલાવતો હતો. રાજાને તે સાંભળવાનો ૨સ લાગ્યો. વારે વારે દોહરાનો પૂર્વાર્ધ તે સાંભળવા લાગ્યો. ઉત્તરાર્ધ્વ સાંભળવાની તેને ઘણી અપેક્ષા હતી. પણ તે તેણે કહ્યો નહી. છેવટે પ્રાતઃકાળ સુધી તેણે વાટ જોઇ. પછી ઘાંચીના ઘરની નિશાની રાખી સવારે તેણે કચેરીમાં બોલાવી, રાતે બોલેલા દોહરાને ફરી સંપૂર્ણ બોલવાને કહ્યું. ત્યારે તે નીચેના અર્થનો દોહરો બોલ્યો. ‘બળદ ચાલ, બાપ ચાલ, તું સંસારરૂપી સમુદ્રના તારક એવા કૃષ્ણની પાસે જા કેમકે સર્વ લોક માત્રના સમસ્ત દુઃખને ખેંચીને લેનાર તે છે, માટે તેનું કૃષ્ણ એવું નામ છે. તેને કહે કે તારક એવું વિશેષણ તમારા નામને વળગ્યું છે અને કૃષ્ણ એવું તમારું નામ છે તેમ છતાં આ બધું જગત દારિદ્રરૂપી સમુદ્રમાં કેમ ડુક્યું છે ? વળી જેણે સઘળું દાન કર્યું એવો ઉદાર બળી રાજા પાતાળમાં કેદખાનામાં સડે છે. તેને હજુ કેમ છોડાવતા નથી ? માટે તેને આ અમારો સંદેશો સત્વર કહે ચાલ બાપ ચાલ.' એમ તે ઘાંચીનો અભિપ્રાય સાંભળી, સિદ્ધસેનદિવાકરે પૂર્વે કરેલો ઉપદેશ Repeat થતો હોય એમ વિચારી વિક્રમ પોતાની પ્રજાને ઋણ મુક્ત કરવાને તત્પર થયો. તેણે વિચાર્યું કે મારા રાજ્યમાં કોઇ દુઃખી ન જોઇએ. એક વખતે વિક્રમે સિદ્ધસેનદિવાકરને પુછ્યું કે મારા જેવો જૈન રાજા આગળ કોઇ થશે ? ત્યારે દિવાકરે કહ્યું કે હે વિક્રમ રાજન ! સંવત ૧૧૯૯ની સાલમાં કુમારપાળ નામે રાજા તારા જેવો થશે. એ રીતે પોતાના ગુરુની આજ્ઞાથી દિવાકર બાર વર્ષનું પારાંચિત વ્રત પુરુ કરી પુનઃ ગુરુને મળી દ્વાદશાવર્ત વંદન કર્યું ને સઘળી હકીકત તેમને નિવેદન કરી. તેથી ગુરુએ પ્રસન્ન થઇ તેને આચાર્યની પદવી આપી. સિદ્ધસેનદિવાકર એવા ઇન્દ્રિયજયી હતા કે જેને માટે કોઇ પંડિતે નીચે પ્રમાણે કહ્યું છે. વિક્રમાદિત્યનો પ્રબન્ધ ****** ૨૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ કામદેવ રૂપી ચોરે મોટા અને નાના પ્રવાહો જેમાંથી નીકળે છે એવા, બે નિતંબ રૂપી પર્વતના સંધિમાં રહેલી ગુફાનો આશ્રય કરી, બે સ્તન રૂપી જે પર્વતના ઊંચા શિખર છે અને રોમરાજી રૂપી મોટું ગહન વન છે, તેવી વિકટ જગ્યામાં દેવ મનુષ્ય અને ગાન્ધર્વોના સમુહને વસ્ત્રાહરણ કરી નગ્ન કરી નાખ્યા છે, તે ચોરને સિદ્ધસેનદિવાકરે જીતી વશ કર્યો છે, કારણ કે આટલી સત્તા શિવાય વિક્રમ સરખા પરાક્રમી રાજાએ અર્પણ કરવા માંડેલી રાજ્ય સમૃદ્ધિનો તિરસ્કાર કરી ગુરુની આજ્ઞા પ્રમાણે દ્વાદશ વર્ષના પારાંચિત પ્રાયશ્ચિત્તની સમાપ્તિ કરી પુનઃગુરુને મળ્યા, એવું કાર્ય બીજાથી બનવું અશક્ય છે. જગતને ઋણ મુક્ત કર્યા પછી કોઈ સમયે પોતાના ઉદારતાના ગુણથી અહંકાર ધારણ કરી વિક્રમ રાજા પ્રાત:કાળમાં હું કીર્તિસ્તંભ કરીશ, એ પ્રકારે ચિંતવન કરતો કરતો, તે જ દિવસની મધ્ય રાત્રિએ, નગરમાં ચર્ચા જોવાને નીકળ્યો. ફરતો ફરતો ચાર રસ્તાના મેદાનમાં આવ્યો ત્યાં મદોન્મત્ત બે આખલાઓ લડતા હતા ને આગળ જવાને રસ્તો ન હતો તેથી તે કોઈ એક દરિદ્રતાથી પીડાયેલા અગ્નિહોત્રી બ્રાહ્મણની બળદ બાંધવાની જુની ઝુંપડી હતી ને ત્યાં એક મજબુત લાકડાનો થાંભલો હતો તે પર ચઢી તેને હાથ પગ ભેરવી, અદ્ધર લટક્યો - તેવામાં યુદ્ધ કરતાં કરતાં તે બન્ને આખલા થાંભલા પાસે આવી, પોતાના શિંગડાના અણીયાં થાંભલામાં વારે વારે અફાળવા લાગ્યા. એટલામાં અગ્નિહોત્રી બ્રાહ્મણ તે આખલાના પ્રહાર શબ્દોથી ઓચિંતો નિંદ્રાભંગ થઈ, જાગી ઉક્યો. ઉતાવળે ઘરમાંથી બહાર આવી તેણે આકાશ સામી દૃષ્ટિ કરી, તો ગુરુ અને શુક્ર એ બન્ને ગ્રહોએ આક્રમણ કરેલું ચંદ્રમંડળ તેણે દીઠું. ભયભીત થયેલા બ્રાહ્મણે ઘરમાં આવી નિદ્રામાંથી પોતાની સ્ત્રીને જગાડી, બહાર લાવી તેને આકાશ તરફ નજર કરાવી. આ ગ્રહમંડળમાં થતું ગૃહયુદ્ધ તેને બતાવી, કહેવા લાગ્યો. આપણા ચક્રવર્તી રાજાને પ્રાણ સંકટ પડ્યા સિવાય આવું પ્રયુદ્ધ થાય નહીં. માટે તે રાજાના સંકટની શાન્તિને અર્થે તું ઉતાવળી ઘરમાંથી હુતદ્રવ્ય લાવ, હું હોમ કરું. જેનાથી આપણો રાજા ઉપદ્રવ રહિત થાય. સ્તંભે લટકેલો વિક્રમ રાજા આ હકીકત સાંભળે તેમ, તે સ્ત્રી હોકારો કરી બોલી. વિક્રમ રાજાએ પૃથ્વી ઋણરહિત કર્યા છતાં, પોતાના નગરમાં રહેલી મારી સાત કુંવારી કન્યાઓનું લગ્ન કરવાને દ્રવ્ય આપતો નથી, તેને શાન્તિકર્મ વડે પ્રાણ સંકટથી છોડાવવો તે કેમ યોગ્ય કહેવાય? સ્ત્રીનું આવું વચન સાંભળી થાંભલે વિટાયેલા વિક્રમે પોતાનો કીર્તિસ્તંભ રોપવા સંબંધી ગર્વ છોડી દઈ, બ્રાહ્મણે કરેલા યજ્ઞકર્મથી સંકટમાંથી છૂટી ઘણા કાળ સુધી રાજય કરવા લાગ્યો. ગર્વથી મુક્ત થવા માટે વિક્રમ મનોમન નીચેનો શ્લોક બોલ્યો. કષ્ટ અને સાહસકર્મ કરીને આત્મા મલીન કર્યો, તથાપિ છે વિક્રમ તું અજરામર પદને ન પામ્યો – અફસોસ ! અફસોસ ! તું જન્મ થાય છે. એક વખતે પોતાના મરણ સમયે કોઈ આયુર્વિદ્યાનો (૧) કેટલાક પ્રબધોમાં ગુરુએ આવી રાજય સમૃદ્ધિમાં લુબ્ધ થયેલા સિદ્ધસેનને યુક્તિથી ઉપદેશ કરી પાછા ઠેકાણે લાવ્યા એવી વ્યાખ્યા છે. પરંતુ તે આ સિદ્ધસેનદિવાકર નહી તે તો જેનો જન્મ ઉજજેણીમાં થયો છે, એવા સિદ્ધસેનસૂરિ, તેનું વૃત્તાંત જુદા પ્રકારનું જ છે પણ ગ્રંથકારોની રીત મિશ્ર કરીને લખવાની છે. (૨) સ્ત્રીની કેડથી નીચે રહેલો પાછલો ભાગ. ૨૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #39 -------------------------------------------------------------------------- ________________ જાણનાર વૈદ્ય વિક્રમનું વ્યાધિગ્રસ્ત કલેવર જોઇ કહેવા લાગ્યો. કાગડાનું માંસ ભક્ષણ કરવાથી તમારા રોગની શાન્તિ થશે એવો ઉપદેશ કરવાથી વિક્રમે અનેક કાગડાઓના વધ કરાવી પાક તૈયાર કર્યો. દિવસે દિવસે વિક્રમની વિકૃતિ છેક હાડ સુધી જતી વિચારી, કોઇ પાસે રહેલા અનુભવી વૈઘે રાજાને કહ્યું હમણાં ધર્મ એ જ ઔષધ બળવાન છે. કારણ કે પ્રકૃતિ છેક હાડ સુધી જવાથી ઔષધોનો ગુણ ન લાગતાં વધુ વિકૃતી ઉત્પન્ન થઇ છે. જીવવાની લલુતાએ લોકોત્તર એવી ધીરજ રૂપ પ્રકૃતિનો ત્યાગ કરી કાગડાનું માંસ ખાવાની ઇચ્છા કરે છે તથાપિ સર્વ પ્રકારે તું જીવવાનો નથી. એ પ્રકારે વૈદે કહેલા વિક્રમે, તે વૈદ પ્રસન્ન થાય તેટલું અનર્ગળ ધનનું દાન આપી તેને પોતાનો પરમાર્થ બાંધવ એમ કહી, તેની સ્તુતિ કરી વિદાય કર્યો. હાથી, ઘોડા, ભંડાર ઇત્યાદિ સઘળું દ્રવ્ય યાચકોને આપી રાજલોક અને નગરના લોકોને પૂછી કોઇ મનુષ્ય રહિત એકાન્ત મેહેલમાં ગયો. મરણકાળને ઘટે તે સમયમાં દાન અને દેવાર્ચન કરી, દર્ભની પાથરેલી સાદડી પર સૂતો સૂતો વિચાર કરવા લાગ્યો. અસદ્ગતિને નિવારણ કરે તેવી મરણ કાળને યોગ્ય ક્રિયા મેં કરી, હવે મારા પ્રાણને બ્રહ્મદ્વાર વડે હું કાઢીશ. જેથી સદ્ગતિ થાય. એવો વિચાર કરે છે તેવામાં અકસ્માત્ અપ્સરાઓનો સમુહ પ્રગટ થયેલો તેમને દીઠો. તેણે હાથ જોડી પ્રણામપૂર્વક તમે કોણ છો એ રીતે પુછવા લાગ્યો. અપ્સરાઓ બોલી : વાણી વિસ્તારને યોગ્ય આ અવસર નથી. અમે તને પુછવાને આવી છીએ. એ પ્રકારે કહી પાછી વળતી અપ્સરાઓની પ્રત્યે વિક્રમે ફરીને કહ્યું. નવીન બ્રહ્માએ ઉત્પન્ન કરેલી અદ્વિતીય સ્વરૂપવાળીઓ પણ નાસિકાએ રહિત એવી તમને હું જાણવાને ઇચ્છું છું. વિક્રમનું આતુર સમયનું વચન સાંભળી માંહોમાંહ્ય તાળીઓ લઇ હસીને બોલી કે, પોતાનો અપરાધ રાજા અમારે વિષે કલ્પના કરે છે. એમ કહી મૌન કરેલી અપ્સરાઓ પ્રત્યે વળી વિક્રમ કહેવા લાગ્યો. સ્વર્ગને આશ્રય કરેલીઓ તમારે વિષે મારો અપરાધ શી રીતે કલ્પાય. એ રીતે રાજાના વચનને અન્તે તે મુખ્ય અપ્સરાઓની મધ્યે કોઇ સુમુખ્યા નામની અપ્સરા બોલી. હે રાજન્ ! પૂર્વના પુણ્યોદયથી નવિનિધ તારા મહેલમાં ઉતરેલા છે. અમે તેની અધિષ્ઠાત્રી દેવતાઓ છીએ. જન્મથી આરંભીને આ નાસિકા અદર્શન કાળ પર્યન્ત દેવરૂપ એવા તે મોટા દાન કર્યા તે ફક્ત તારા એક જ નિધિમાંથી, હજુ આઠે એમના એમ અકબંધ છે. એ પ્રકારનું તેણીઓનું વચન સાંભળી વિક્રમે પોતાનો હાથ કપાળ પર મૂક્યો. જો મેં નવનિધિ જાણ્યા હોત તો નવ પુરુષોને બોલાવી પ્રત્યેકને એક એક આપી દેત. દૈવે મને અજ્ઞાનથી ઠગ્યો. એ પ્રકારે કહેતાં વિક્રમ પ્રત્યે અપ્સરાઓ બોલી. કળીયુગમાં તું એક જ ઉદાર છે. ઇત્યાદિ પ્રશંસા કરેલો વિક્રમ પરલોકને પામ્યો. તે દિવસથી આજસુધી જગતમાં પ્રસિદ્ધ વિક્રમનો સંવત્સર પ્રવર્તે છે. વિક્રમ રાજાના દાન વિષે જુદા જુદા પ્રબન્ધો છે. इति विक्रमप्रबन्धः समाप्तः ॥ (૧) સમાધિ ચઢાવવી. (૨) મરણકાળ. *** *** વિક્રમાદિત્યનો પ્રબન્ધ ro+ で पी さん ૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ શાલિવાહન ચ નો પલળ્યા દાન અને વિદ્વત્તા વિષે શાલિવાહનની જે જે દંતકથાઓ આપણા સાંભળવામાં આવે છે તે તે માત્ર દંતકથાઓ છે એમ નથી પણ તે ખરેખર જ તેવી છે એમ સમજવું. તેવી જ તેના પૂર્વ જન્મની કથા છે - જે અહીં પ્રસ્તુત કરીએ છીએ... એક સમયે પ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહન રાજા ઘોડા પર બેસીને ફરવા જતો હતો. ગામની ભાગોળે વહેતી ક્ષિપ્રા નદીને કિનારે તે આવ્યો. તે નદીના જળ તરંગથી અથડાતું એક માછલું નદીના આરા પર આવીને પડતાં શાલિવાહને જોયું. રાજા તેની નજીક ગયો. શાલિવાહનને જોઈ તે માછલું હસવા લાગ્યું. રાજાએ વિચાર્યું કે માછલું કદી હશે નહી, માટે તેની સ્વાભાવિક પ્રકૃતિમાં આ વિકૃતિ થઈ. તે મોટો ઉત્પાત કહેવાય. અચંબાથી ભયભીત થયેલો રાજા નગરમાં આવી સઘળા વિદ્વાનોને આ સંદેહનું કારણ પૂછવા લાગ્યો. તેઓને પૂછતાં આ બાબતનું કંઈ સમાધાન થયું નહી. છેવટે તેણે જ્ઞાનસાગર નામના કોઈ જૈન મુનિને માછલું કેમ હસ્યું ? એ પ્રકારે પુછ્યું. જ્ઞાનના અતિશય પ્રભાવથી તેમણે તેના પૂર્વજન્મનું ચરિત્ર જાણવાથી આ પ્રકારે કહ્યું. પૂર્વ જન્મમાં હે રાજન્ ! તું આ જ નગરમાં સૂકા લાકડાનો ભારો વેચનાર કઠિયારો હતો. હમેશાં કાષ્ઠ વેચી તેના જે પૈસા ઉત્પન્ન થાય, તેનો સન્થ લાવી ક્ષિપ્રા નદીમાં પડેલી શીલા પર તે સક્યુ મુકી નદીનું પાણી ભેળવી તેના પિંડ બનાવી તું ભોજન કરતો. એક દિવસ કોઈ જૈન મુનિ એક માસનાં ઉપવાસ કરી તે જ દિવસે પારણાને માટે નગરમાં ગોચરી કરવા જતા હતા તેને તે દીઠા. તેમને બોલાવી, શ્રદ્ધા ઉત્પન્ન થવાથી સાથવાનો પિંડ આપ્યો. તારો તે જન્મ પૂરો થતાં સુપાત્રને દાન આપ્યું તેના પ્રભાવ વડે આ જન્મમાં તું શાલિવાહન નામનો રાજા થયો છે. મુનિનો દેહ પડી જવાથી તે મોટા દેવ થયા છે. તે દેવ મચ્છના શરીરમાં પ્રવેશ કરી, પૂર્વે કાઇવહન કરનાર જીવની આ જન્મમાં રાજાની પદવી સુધી પહોચેલી સ્થિતિ જોઈ તેને પ્રેમથી હસવું આવ્યું. શાલિવાહન રાજાએ પૂર્વ જન્મનો વૃત્તાંત જાણી, જાતિ સ્મરણથી તેનો અનુભવ કરી, તે દિવસથી દાન ધર્મને વિશેષપણે આરાધના કરવા લાગ્યો. સઘળા વિદ્વાન અને કવિઓનો સત્કાર કરવામાં તે તત્પર થયો. શાલિવાહન રાજાની ઉત્પત્તિ વિશે તીર્થકલ્પ વિગેરે ગ્રન્થોમાં નીચે પ્રમાણે અભિપ્રાય છે. ૨૬ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #41 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ મહારાષ્ટ્રમાં સુપ્રતિષ્ઠાન' નામે નગર હતું. એક વાર કોઇ પરદેશી ત્રણ યાત્રાળુ મનુષ્યો પ્રવાસ કરતાં કરતાં આ નગરમાં આવી, કોઇ કુંભારને ઘેર ઉતારો લઇને ઉતર્યાં. તેમાં બે પુરુષ અને એક સુરૂપ પણ તાજી વિધવા થયેલી સ્ત્રી હતી. તે સ્ત્રી આ બન્ને પુરુષોની સગી બેન હતી. છેક સાંજના વખતે તે સુરૂપા વિધવા જળને માટે ગોદાવરી નદીમાં આવેલા નાગ દ્રહ તરફ ગઇ. અડધો સૂર્ય પશ્ચિમની છેવટ મર્યાદાને છોડી ડૂબી ગયેલો નજરે પડતો હતો. સાયંકાળનો સમય નજીક આવવાથી પશુપાળો ત્વરાથી પોતાના પશુ વન પ્રદેશમાંથી નગર ભણી હાંકી જતા હતા. તેમની ખરીઓ વડે ચંપાયેલી રજ ઊંચી ચઢવાથી સૂર્યનો પ્રકાશ ઝાંખો થયેલો જણાતો હતો. ગોદાવરીના પહાડી કીનારાઓ પર ઊંચા વૃક્ષની ગીચ લતાઓમાંથી મનુષ્યનો પડઘો ઓછો થવાથી વન પશુઓ બીતાં બીતાં પોતાનાં માથા બહાર કાઢી અંદર ખેંચી લેતાં જણાતાં હતાં. આકાશ પંથમાં કતારબંધ પક્ષીઓના સમૂહ કલ્લોલ શબ્દ કરતાં કરતાં. (જેમ વ્યાપારી લોકો પરદેશમાં ઘણા દિવસ રહી વ્યાપારથી ધન કમાઇ પોતાને ઘેર આનંદભેર ચાલ્યા જતા હોય તેમ) આખો દિવસ ચારો ચરી પોતાના માળા ભણી ચાલ્યાં જતાં હતાં. સંધ્યા સમય થવાથી ગોદાવરી પરની મનુષ્યની ભીડ તદ્દન વિખેરાઇ જવાથી નદીનો ડહોળાયેલો પ્રવાહ વિધવાનું રૂપ જોઇ જાણે કેમ વિરામ લેતો હોય તેમ નિર્મળ સ્થિતિમાં ધીમે ધીમે ગતિ કરતો હતો. આવા સમયમાં કુંભારના ઘેરથી કોરી ગાગર લઇ તેને પોતાના સુકોમળ હાથમાં પકડી, સોળ વર્ષની યુવાવસ્થામાં દૈવકોપથી અઘટિત સમયે વૈધવ્ય વ્યાધિએ ગ્રસ્ત થયેલી નાજુક અબળા જળ માટે ગોદાવરીના પૂર્વ કિનારે નાગ દ્રહની સમીપ આવી પહોંચી. વસંતઋતુ હોવાથી આખા દિવસના તાપથી તપેલાં વન બાગનાં વૃક્ષો પર રહેલાં વિલાયેલાં પુષ્પોના સામી પોતાનાં નિર્વિકાર સુકોમળ નેત્રોથી તે નિહાળવા લાગી. જેની પ્રેમ દૃષ્ટિથી એકદમ પુષ્પની કળીઓ જાગૃત થઇ ફટોફટ ફાટી પ્રફુલ્લિત થવા લાગી. વિધવા થવાથી તેણે કોઇ જ અલંકાર ધારણ કર્યા ન હતા. તથાપિ ગોદાવરી પ્રદેશના ઘરેણા રૂપ અત્યારે એ જ હતી. નિર્મળ જળની અપેક્ષાથી ગાગરને વિંછળી નાગ-દ્રહના ઉંડા પાણીમાં પ્રવેશ સમયે પલળવાના ભયથી તેણે પગનું વસ્ત્ર ઊંચું લીધું. તે સમયે જેમ સૂર્યોદય થવાથી આરસના પહાડ ઉપરથી ગળેલો બરફ ખસી પડવાથી દીપી ઉઠે તેમ તેની સ્વચ્છ બન્ને જંઘાઓ ચળકી ઉઠી. ઢીંચણ બરોબર જળમાં પ્રવેશ કરી વાંકી વળી હાથ વડે જળ ભરવાને ગાગર અંદર નમાવી, તે સમયે વસંતના વાયુથી તેના માથાનું વસ્ત્ર ખસી ગયું. માથાના કેશની સુંદર લટો બન્ને ખભાના ભાગ ઉપ૨ થઇ વાંકી વળી ખીલેલાં સ્તન શિખરો પર જેમ પહાડના શિખર ફોડી નાગણીઓ બહાર નીકળે તેમ ઝુકી રહેલી જોઇ, અપૂર્વ નાગકન્યા મને વરવા આવે છે, તે ભરોસાથી અચંબિત થયેલો નાગરાજ અકસ્માત્ દ્રહમાંથી બહાર આવ્યો. જેમ વીજળી થવાથી નેત્ર મીંચાઇ જાય તેમ વિધવાનું મુખકમળ જોવાથી વારે વારે તે નાગરાજનાં નેત્ર તેજથી પુરાઇ જતાં હતાં. બળ કરી તે પોતાના નેત્રને ફાડી જોવા લાગ્યો. જળમાં ઉભેલો છે, સાયંકાળનો સુંદર ઠંડો પવન પુષ્પોને અથડાઇ તેના (૧) આ દક્ષિણ મહારાષ્ટ્રમાં આવેલું શહેર છે. ઉજ્જિયનીને પણ એ નામ અપાયેલું છે. ht શાલિવહન રાજાનો પ્રબન્ધ ૨૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ શરીર પર મંદ મંદ પડે છે તથાપિ ઓચીંતો નાગરાજના શરીરમાં એવો કામાગ્નિ ઉત્પન્ન થયો કે જેને જીરવવાને પોતાનું મન દ્રહ છોડીને તરત કૂચ કરી ગયું. વિધવા ગમનનો દોષ જાણ્યા છતાં તેના રૂપમાં મોહિત થયેલો નાગરાજ સામાન્ય પુરુષની પેઠે તેની પ્રત્યે વિનયથી પ્રાર્થના કરવા લાગ્યો. હતભાગ્ય વાળો હું આજ તારા પ્રસાદને પાત્ર થવા ઇચ્છા કરું છું. મને આશા છે કે તું મારું કદી નહીં થયેલું આતિથ્ય અંગીકાર કરીશ. એમ કહી અંગ સ્પર્શથી પોતાના કામાગ્નિની વેદના ઘટાડવાના હેતુથી તેણી તરફ ધસ્યો. નિર્વિકાર વિધવાએ તેનું અઘટિત સાહસ જોઇ, માનુષી છતાં તેની દુષ્ટ વાંછાનો ઘણો તિરસ્કાર કર્યો. પરન્તુ છેવટે દેવની સત્તા ધરાવનાર તે નાગરાજના અસાધારણ બળાત્કારથી નેત્ર મીચી તે અઘટિતાચરણ સહન કરતી રહી. નાગરાજે પોતાનું અમોઘ ઐશ્વર્યા છે એમ વિચારી તે અબળા પ્રત્યે કહ્યું તું ફીકર કરીશ મા. જ્યારે જયારે તને દુઃખ ઉત્પન્ન થાય ત્યારે મને સંભારીશ તો હું તને એ અસહ્ય દુઃખમાંથી દૂર કરીશ. તેવી પ્રતિજ્ઞા કહી નાગરાજ ગયો. જળ ભરીને શોકયુક્ત વિધવા કુંભારના ઘર પ્રત્યે પોતાના ઉતારામાં આવી. અમોઘ ઐશ્વર્યનું તેજ આરોપણ થવાથી વૈધવ્ય ધર્મનો નાશ થયો. તેને ગર્ભ ઉત્પન્ન થયો. ગર્ભનું સ્વરૂપ તેના બન્ને ભાઇઓના જાણવામાં આવ્યું. તેનો તિરસ્કાર કરી ક્લેશયુક્ત બન્ને જણ તેને કુંભારના ઘરમાં મૂકી ચાલ્યા ગયા. પ્રારબ્ધ ઉપર ભરોસો રાખી સગર્ભા વિધવા કુંભારના ઘરમાં સેવા કરવા લાગી. કેટલાંક દિવસે તેને પુત્રનો પ્રસવ થયો. દેવરૂપ નાગરાજના પ્રભાવથી તે બાળક મહા તેજસ્વી અને પ્રતાપી ઉત્પન્ન થયો. કુંભારને ઘેર ઉછર્યો માટે લોકો તેને કુંભારનો પુત્ર છે, એમ કહેવા લાગ્યા. તે કુંભારને ઘેર રહી, તેના રોજગારમાં ઘણો નિપુણ થયો. માટીના ઘોડા, હાથી, મનુષ્ય વગેરે જાત-જાતનાં રમકડાં કરવા લાગ્યો તેથી તેનું નામ શાતવાહન એવું પડ્યું. એક વખતે એમ બન્યું કે ઉજ્જયિનીમાં સાહસકર્મો કરતા વિક્રમ રાજા વૃદ્ધાવસ્થામાં વિચાર કરવા લાગ્યો કે કોઈ મારા પછી એવો પુરુષ ઉત્પન્ન થશે કે મારું રાજય હરણ કરે, આવી ચિંતામાં પડ્યો. એક દિવસ હોંશીયાર, જયોતિર્વિદ બ્રાહ્મણોને બોલાવી તેમને સત્કારપૂર્વક વિક્રમે પૂછ્યું. મહારાજો, મારી પાછળ આ શકવર્તી રાજ્યને ખુંચવી લે એવો કોઈ પુરુષ પૃથ્વીમાં છે શું ? વિદ્વાનો પરસ્પર વિચાર કરવા લાગ્યા. એક વૃદ્ધ અને જ્યોતિર્વિદ્યામાં ઘણો કુશળ બ્રાહ્મણ નિર્ભયતાથી, ઉતાવળો ઘાંટો કાઢી વિક્રમ પ્રત્યે બોલ્યો, રાજાધિરાજ પ્રતિષ્ઠાન નામના નગરમાં કુંભારને ઘેર તેવો પુત્ર છે. તે ઉજ્જયિનીની ગાદીનો ભોક્તા થાય તેવો સંભવ છે. બધા વિદ્વાનોએ આ વાતને ટેકો આપ્યો. વિક્રમને ઘણી ચિંતા થઈ. એકદમ સૈન્ય તૈયાર કરી પોતે દક્ષિણ મહારાષ્ટ્રના પ્રતિષ્ઠાન નગરમાં ગયો. તેણે કુંભારનું ઘર રોકી લીધું અને બળાત્કારથી તેને મારવાનો ઉદ્યોગ કર્યો. પોતાના પુત્રનું મૃત્યુ થશે એવા ભયથી તે વિધવાએ નાગરાજનું વચન સંભારી તેનું સ્મરણ કર્યું. તે નાગે તત્કાળ પ્રગટ થઈ એક અમૃતનો કુંભ અને એક મોટી શક્તિ તે કુમારને આપી. તેની મદદથી તે કુમારે માટી વડે બનાવેલું સૈન્ય અમૃત છાંટી સજીવન કર્યું અને શક્તિની સહાયતાથી તે સૈન્ય લઈ વિક્રમની પાછળ પડ્યો. તેનું ઘણું સૈન્ય યુદ્ધમાં માર્યું ગયું. વિક્રમને હટાવીને તાપીના ઉત્તર કિનારા સુધી ભગાડ્યો. પોતાનું ૨૮ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #43 -------------------------------------------------------------------------- ________________ ઘણું સૈન્ય મરાયું, તેથી વિક્રમે વિચાર્યું કે મારી છેલ્લી અવસ્થામાં હાર થાય તે કરતાં સંધિ કરવી તે ઠીક છે. એમ વિચારી શાલિવાહનની સાથે સુલેહ કરી, તે એવા મતલબની કે, તાપીના ઉત્તર ભાગમાં વિક્રમનું રાજ્ય પ્રવર્તે અને દક્ષિણ ભાગમાં શાલિવાહનનું રાજ્ય પ્રવર્તે. તે પ્રમાણે કોલ કરાર કરી પ્રતિષ્ઠાન નગરમાં પોતાની ગાદી સ્થાપી. તાપીના દક્ષિણમાં પોતાનો સંવત્સર પ્રવર્તાવ્યો. અદ્યાપિ તે ભાગમાં શાલિવાહનનો શક ચાલે છે. શાલિવાહન દક્ષિણ મહારાષ્ટ્રના પ્રતિષ્ઠાન નગરમાં રાજ્ય ચલાવતો હતો. તેવામાં તે નગરમાં કોઇ બ્રાહ્મણનો ગર્વિષ્ઠ છોકરો શુદ્રક નામે હતો. તે એટલો બધો બળવાન હતો કે તેનાથી પોતાનું બળ સહન થઇ શકે નહીં. રોજ પાષાણના કકડાઓ હાથમાં લઇ તેને ચોળી મસળીને લોટ કરી નાખે. એક વખતે તેના અત્યંત બળની પ્રશંસા શાલિવાહને સાંભળી તેનું પરાક્રમ પ્રત્યક્ષ જોવાથી શાલિવાહને તેને નગરનો અધ્યક્ષ (કોટવાળ) નીમ્યો. એ અરસામાં કોઇ માયાસુર નામનો માયાવી દૈત્ય ઉત્પન્ન થયો. તે વામમાર્ગી હતો. તેણે વિચાર્યું કે હું તામસી દેવીનું આરાધન કરી, તેને પ્રસન્ન કરું. જેથી તે મારે વશ થવાથી જગતનાં સમસ્ત સુખ ફક્ત મને જ પ્રાપ્ત થાય. કેમ કે પ૨ને સુખ જોઇ તે સહન કરી શકે નહીં એવો તે સ્વભાવગત દોષવાળો હતો. માટે આ દુનિયામાં સમસ્ત સુખ ઇશ્વર રૂપે સ્વતંત્ર ભોગવવા એમ વિચારી પોતાનું સુખેશ્વરપણું સિદ્ધ કરવાને મિથ્યા માર્ગના ગ્રન્થોના અભિપ્રાય પ્રમાણે મંત્ર સિદ્ધિની અપેક્ષાએ પદ્મિની સ્ત્રીની શોધ કરવા નીકળ્યો. તે ફરતો ફરતો દક્ષિણ મહારાષ્ટ્રમાં રહેલા પ્રતિષ્ઠાન નગરમાં આવી પહોંચ્યો. ત્યાં સાંભળ્યું કે મારા અનુષ્ઠાન કર્મમાં ઉત્તર સાધક થાય તેવી પદ્મિની ચંદ્રલેખા નામની સ્ત્રી શાલિવાહનને છે પરન્તુ તેનું ગ્રહણ કરવું તે અશક્ય છે. મારાથી બને તેટલો પ્રયત્ન કરી તે સ્ત્રીને લેવી. શંકરની ઇચ્છા હશે તો મારું કાર્ય પરિપૂર્ણ થશે. પછી માયાસુર દૈત્ય વ્યંઢળનું સ્વરૂપ ધારણ કરી ચન્દ્રલેખાના જનાનખાનામાં નોકર રહ્યો. થોડે દિવસે તેના જાણવામાં આવ્યું કે આ સુરૂપા સ્ત્રી ગાયન સાંભળવામાં ઘણી જ આસક્તિવાળી છે. પોતાનો કંઠ ઘણો મધુર હતો માટે ગાયનના છંદમાં તેને ફસાવી વિશ્વાસુ નોકર ધારી એકાંતમાં ગાયન સાંભળવાને તે તેની પાસે નિઃશંક બેસતી. એક વખતે મધ્ય રાત્રિએ શાલિવાહનની ગેરહાજરીમાં એકલી પોતાની પાસે ગાનમાં આસક્ત બનેલી જોઇ તેને ઊંચકીને તે ચાલતો થયો ને ક્ષણવારમાં પર્વતની વિકટ જગામાં પોતાની સાધના કરવાને નિશ્ચય કરેલી ગુફામાં આવ્યો. આગળથી નક્કી કરેલા વિશાળ યજ્ઞકુંડની સન્મુખ ચન્દ્રલેખાને સંપૂર્ણ નગ્ન કરી સજ્જડ રીતે બાંધીને ઉભી રાખી. અગ્નિની જવાળાથી પ્રદિપ્તયજ્ઞ કુંડના ઉપર આવેલા શાલ્મલિવૃક્ષના ડાળે પોતાના પગના અંગુઠા ભેરવી ઊંધે માથે કુંડ પર ટટળતો ટટળતો પદ્મિનીના મધ્યસ્થળે દૃષ્ટિ રાખી સુખ સંપત્તિ મેળવવાને અપૂર્વ મંત્રનો જપ કરવા લાગ્યો. પ્રાતઃકાળમાં શાલિવાહનના દરબારમાં કોલાહલ શબ્દ થયો કે જનાનખાનામાં થોડા દિવસથી નોકર રહેલા વ્યંઢળે ચન્દ્રલેખા રાણીનું હરણ કર્યું તે ખેદયુક્ત વાત સાંભળી શાલિવાહન રાજાએ પ્રતિજ્ઞા કરી કે એ દુષ્ટકર્મ કરનારને અને મારી પ્રિયાને જે કોઇ લાવી આપે શાલિવહન રાજાનો પ્રબન્ધ ૨૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ તેને હું મારું અડધું રાજ્ય આપું. આ કામ શૂદ્રકે માથે લીધું. તેની પાસે આખા સૈન્યનું કામ એકલા બજાવે એવા ગુણવાન બે કુતરા હતા; તેમને લઇ, તે દૈત્યની ખોળ માટે નીકળ્યો. દેશાંતરમાં ઘણી ચકોરાઈથી ખોળ કરી પણ હજુ સુધી તેનો કંઈ પત્તો લાગ્યો નહીં. શૂદ્રકે વિચાર્યું કે મારું વચન મિથ્યા જશે, પણ નિરાશ ન થતાં તે કોલ્હાપુરમાં આવ્યો. ત્યાં તે પ્રખ્યાત મહાલક્ષ્મી દેવીના મંદિરમાં માતાજીનું આરાધન કરવા બેઠો. થોડી મુદતમાં દેવી તેના પર પ્રસન્ન થયા. તેમણે તેને તે પર્વતની જગ્યા બતાવી, તેનું શીર છેદવાને એક અભેદ્ય ખગ્ર આપ્યું. દેવીને નમસ્કાર કરી હાથમાં ખડ્ઝ લઈ કુતરાઓને સંગાથે લઈ તે સૂચિત માર્ગે ચાલ્યો. જગ્યા થોડે છેટે રહી તેવામાં તેને માયાસુરનો ઓરમાન ભાઈ મળ્યો. તેને માયાસુર બહુ પીડા કરતો હતો તેથી તેને મારવાની યુક્તિ તેણે બરોબર બતાવી ને તેને પર્વત આગળ મુકી તે ચાલતો થયો. પછી શૂદ્રક પર્વતની કડાણમાં થઈને યજ્ઞશાળા આગળ આવ્યો. જુએ છે તો પૂર્વે બતાવ્યા પ્રમાણે સઘળી બીના જોઈ તેણે અત્યંત ક્રોધ કરી કહ્યું કે, હે ચંડાળ ! વ્યંઢળરૂપે તે રાજાની ગેરહાજરીમાં રાણીને ઉંચકી આણી. તે દુષ્ટકર્મનું ફળ આજે તું પરિપૂર્ણ ભોગવ. એમ કહી કુંડ પર ઉંધે માથે ટટળતા દૈત્યના ગળામાં દેવીએ આપેલું ખડ્ઝ વાપર્યું. આ તેનો પૂર્ણાહુતિનો દિવસ હતો માટે છેલ્લા બલિદાનમાં તેનું જ મસ્તક હોમાયું. જેથી વામમાર્ગની અધિષ્ઠાયિકા દેવી ઘણી પ્રસન્ન થઈ. વૃક્ષે બાંધેલી રાણીને છોડી, હર્ષભેર શાલિવાહનને પ્રતિષ્ઠાન નગરમાં આવી અર્પણ કરી. રાજા તેના ઉપર ઘણો પ્રસન્ન થઈ તે દેવીના પ્રસાદથી તેને અડધુ રાજ આપ્યું. શાલિવાહન રાજાએ આ વાત સાંભળી ગોદાવરી નદીને કાંઠે એક મહાલક્ષ્મી દેવીનો પ્રાસાદ બંધાવ્યો જે અદ્યાપિ પ્રસિદ્ધ છે. વળી શાલિવાહન સઘળી કળાઓમાં પણ નિપુણ હતો. જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિનો શિષ્ય નાગાર્જુન યોગકળા સંબંધી વિદ્યા શીખવવાને તેનો ગુરુ થયો હતો. જેનો ઇતિહાસ અત્રે ટૂંકમાં વર્ણવીએ છીએ. | ઋક્ષર પર્વતના પ્રદેશમાં તે સમયે કોઈ રણસિહ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને એક ભોપલા નામની પુત્રી થઈ. તે ઘણી સુરૂપા હતી. નાનપણથી જ રૂપ લાવણ્યના ગુણવાળી તે પુત્રીને જોઈ, રણસિંહને તે ઘણી જ વ્હાલી લાગતી. જ્યારે તે યુવાવસ્થા વાળી થઈ ત્યારે તેને પરણાવવા માટે પિતાએ વરની શોધ કરાવવા માંડી. પોતાની પુત્રી જેવી રૂપાળી અને ગુણવાળી છે તેના સરખો વર ખોળવાનો રાજાએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેવો વર હાથ લાગ્યો નહીં. એક સમયે તે યુવાન પુત્રી પોતાની દાસીઓ સંગાથે ઋક્ષ પર્વતના ઉપવનમાં ફરવા નીકળી. વર્ષા ઋતુની શોભા જોતી જોતી પર્વતના છેક ઉપલા શિખર પર આવી. તેવામાં મદારના પુષ્પનું વન તેની નજરે પડ્યું. તે શંકરની સેવામાં આસક્ત હતી માટે દાસીઓને આજ્ઞા કરી કે આજે શ્રાવણની પંચમી છે અને મારે પ્રદોષ સમયે શંકરનું પૂજન કરવું છે માટે આપણે આ મદારના સુંદર પુષ્પો વીણીએ કેમકે શંકરને તે વધારે પ્રિય છે. રાજપુત્રીની આજ્ઞાથી સઘળી સખીઓ પુષ્પ વીણવા માટે (૧) જે શૂદ્રક રાજાનો વિશેષ વૃત્તાંત બાણ પંડિતની કરેલી કાદંબરી ગ્રંથમાં દેખાય છે. (૨) શત્રુંજય પર્વત જે પાલીતાણા પાસે છે તે. ૩૦ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #45 -------------------------------------------------------------------------- ________________ મદારની લતાઓમાં પ્રવેશ કરી પુષ્પ વીણવા લાગી. રાજપુત્રી છતાં શિવજીની સેવામાં આરૂઢ થયેલી માટે એક પ્રદેશમાં પોતે પણ મદારના પુષ્પ વીણતી વીણતી જરા આઘી ચાલી. તે દિવસ નાગનો આનંદનો દિવસ હતો માટે વાસુકી નાગ પોતાના સમૂહ સાથે ઋક્ષ પર્વતમાં આવેલો હતો. તેણે મદારના ઉપવનમાં આ સુંદર કુમારિકા દીઠી. તેના રૂપથી મોહિત થયેલો વાસુકી એકલો તેની સન્મુખ આવ્યો. રાજકન્યા કોઈ દિવસ ન દીઠેલો એવો અનુપમેય પુરુષ જોઈ જરા ડરી. પણ ધીરજથી બોલી. કોઈ દિવસ નહીં દીઠેલા અને દેવના સરખી કાન્તિવાળા તમે કોણ છો ? મને નિયમિત પૂજાનું ફળ આપવાને ઉતાવળથી કૈલાસ પર્વત પરથી ઉતરી આવેલા ગૌરવર્ણ શંકર હોય એમ હું તમને ધારું છું. વાસુકી વિનયથી કહેવા લાગ્યો. પ્રિયે ! હું શંકર નહીં પણ તારો શંકર' છું. તેમની કૃપાથી જગતમાં તું પ્રસિદ્ધ થાય તેવું શીઘ્રફળ આપવાને વાસુકી નામે નાગદેવ હું તારી કને આવ્યો છું તે તું સ્વીકાર. રાજકન્યા કહેવા લાગી, તમે વાસુકી છો અને શંકરને ઉદ્દેશીને મને ફળ આપવા ઇચ્છા કરો છો તો તે હું ઘણી ખુશીથી સ્વીકારું છું પણ તે ફળથી મારો સંપૂર્ણ હેતુ પાર પાડવાને હું ઇચ્છું છું. નાગરાજ કહે, જા તથાસ્તુ એમ કહી તેણે વચન આપ્યું કે તારા ગર્ભમાં જે પુત્ર થશે તે મોટો વૈદ્યશાસ્ત્રી રસ કળાઓમાં ઘણો કુશળ થશે. તેનું નામ તું સિદ્ધનાગાર્જુન રાખજે. તેના ગર્ભના પોષણ માટે વાસુકીએ સઘળી વનસ્પતિઓ તેને ખવડાવી. પુરે માસે તેને સુંદર પુત્ર જન્મ્યો. વાસુકીના કહેવાથી તેણે તેનું નામ નાગાર્જુન પાડ્યું. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ ઘણી કળાઓ શીખ્યો. મૂળથી જ તેને વૈદ્ય વિદ્યા પર શોખ હતો અને તેના પિતા નાગદેવનું વરદાન છે માટે કળાઓ શીખવા પર એનું લક્ષ ઘણું લાગ્યું. આખા ભરતખંડમાં ભ્રમણ કરી જેટલી રસાયન વિદ્યા તે બધી શીખ્યો અને જગતમાં સિદ્ધ એવું એનું નામ પડ્યું. એટલાથી સંતોષ ન પામીને વિશેષ વિદ્યા શીખવા માટે તેણે જૈન શાસનના પ્રખ્યાત પાદલિપ્તાચાર્યને પોતાના ગુરુ કર્યા. જૈન ધર્મમાં તે પ્રખ્યાત વિદ્વાન અને સમર્થ આચાર્ય ગણાય છે. તેનો ઇતિહાસ જાણવા યોગ્ય છે. માટે થોડો કહું છું. એક કોશલા નામનું નગર હતું. તેમાં વિજયવર્મા નામનો રાજા રાજય કરતો હતો. તે નગરીમાં એક ફુલચંદ નામનો શ્રાવક વાણિયો મોટો ધનાઢ્ય હોવાથી નગર શેઠ ગણાતો હતો. તેની સ્ત્રીનું નામ પ્રતિમાસા હતું. તે પણ રૂપ શીલ વગેરે સગુણોથી શેઠને યોગ્ય હતી. દ્રવ્ય વગેરે બીજી બધી બાબતથી તે સ્ત્રી પુરુષ સુખી હતાં પરંતુ તેમને પુત્ર ન હતો. રાત દિવસ પુત્રને માટે ઘણી ચિંતા કરતાં. તે શેઠને કોઈ યોગીએ વૈરોટ્યા દેવીનું આરાધન બતાવ્યું, તે પ્રમાણે તેણે કર્યું. થોડી મુદતમાં તે દેવી પ્રત્યક્ષ થઈ શેઠને કહેવા લાગી કે તું માંગ ! તારે શી ઇચ્છા છે. તેણે કહ્યું કે મારે પુત્રની ઈચ્છા છે માટે આપો. એવું વચન સાંભળી દેવીએ કહ્યું પુત્રને માટે હું તને જે ઉપાય બતાવું તે તુ સત્ર કર. વિદ્યાધર વંશમાં કાલિકાચાર્ય નામે પ્રખ્યાત પુરુષ થયા છે તેના શિષ્ય (૧) શં સુવંશજોતીતિશં: સુખ કરનાર. (૨) તે દેવીનો ઇતિહાસ પ્રબન્ધકોષમાં આર્યનંદીલ સૂરીના પ્રબન્ધમાં જોવો. શાલિવહન રાજાનો પ્રબન્ધ ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ આર્યનાગહસ્તી નામે સૂરી હાલ આપણા નગરમાં આવેલા છે. તેનું ચરણોદક જો તારી સ્ત્રી પીએ તો તેને પુત્ર ઉત્પન્ન થાય. આટલું વરદાન આપી વૈરોટ્યા દેવી અન્તર્ધાન થયાં. દેવીનું વચન સાંભળી હરખાતો હરખાતો શેઠ પોતાને ઘેર આવ્યો. આ સઘળી બીના શેઠાણીને કહી. તત્કાળ તે નાગહસ્તી આચાર્યને ઉપાશ્રયે ગઇ. ઉપાશ્રયમાં પેસતાં આચાર્યનો મુખ્ય શિષ્ય તેને સામો મળ્યો. તેના હાથમાં પાત્ર જોઇ શેઠાણીએ પુછ્યું, આ શું છે મહારાજ ? શિષ્યે જવાબ આપ્યો કે તે ગુરુનું ચરણોદક છે. તે સાંભળી ઝટ તેણીએ પરઠવતી વખતે લઇ લીધું. આચમન કરી લીધું. પછી ગુરુના દર્શન માટે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ગુરુને વન્દના કરી ઉભી રહી. ગુરુ મહારાજે જ્ઞાનના પ્રભાવથી તેની ભણી જોઇ કહ્યું કે તારે દશ પુત્ર ઉત્પન્ન થશે. પણ તે દશ ડગલાં દુરથી ચરણોદક લીધું માટે જે પેહેલો પુત્ર થશે તે તારાથી દશ યોજન દુર રહેશે. નવ છોકરાઓ મોટી સમૃદ્ધિના ભોક્તા થશે. ગુરુનો આશીર્વાદ સાંભળી તેણે કહ્યું જે મારો પ્રથમનો પુત્ર થશે તે હું તમને અર્પણ કરીશ. એ પ્રકારે કહી પોતાને ઘેર આવી, થોડે દિવસે ગુરુ કૃપાથી તેને પ્રથમ પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ નાગેંદ્ર પાડ્યું. પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે દસ દિવસનો છોકરો ઉપાશ્રયે ગુરુને નિવેદન કર્યો. ગુરુ બોલ્યા કે હમણા તેને અમારે માટે ઉછેરીને મોટો કરવો એ પણ ગુરુભક્તિ છે તે પ્રમાણે કરવાથી તે શેઠને ત્યાં સાત વર્ષનો થયો. આઠમે વર્ષે આચાર્ય મહારાજે તેને દિક્ષા આપી. તેને ભણાવવા માટે મંડન મુનિને સોંપ્યો. નાની વયમાં જ તે સર્વ વિદ્યા સંપન્ન થયો. એક દિવસ ગુરુએ જળ વ્હોરવાને મોકલ્યો - તે વ્હોરી આવીને આલોયણ કરતી વખતે નીચે પ્રમાણે ગાથા બોલ્યો. अम्बं तम्बच्छीए अपुप्फिअं पुप्फदन्तपन्तीए । नवसालिकञ्जिअं नववहूइ कूडएणमह दिन्नम् ॥१॥ અર્થ : ૨ક્ત કમળનાં જેવાં જેનાં નેત્ર છે અને પ્રફુલ્લિત પુષ્પની કળીઓ જેવી જેના દન્તની પંક્તિ છે. એવી નવોઢા સ્ત્રીએ નવી ડાંગરના તરત છડેલા ચોખાની ધોવણનું ઠારેલું પાણી મને ઘણા હર્ષ વડે વ્હોરાવ્યું છે. તે વચન સાંભળી ગુરુએ કહ્યું. હવે તું પલિત (પ્રદિપ્ત) થયો. હાથ જોડી શિષ્યે કહ્યું. આપે કૃપા કરી તેમાં એક માત્રા ઉમેરો. (માત્રા વધારો એમ કહેવામાં એટલો શ્લેષાર્થ રહ્યો છે કે ગુરુએ એને પલ્લિત્ત કહ્યો ત્યારે તેણે પા િ કરો. એમ માગ્યું. પાર્ + ત્તિપ્ત = પાશ્રિત એટલે આકાશ ગમન વિદ્યા.) શિષ્યની આટલી બધી વિદ્વત્તા જોઇ ગુરુએ પ્રસન્ન થઇ તેને પાલ્લિત વિદ્યા આપી. દશ વર્ષની ઉંમરે ગુરુની કૃપા થકી તે પાદલિપ્ત નામે મોટા આચાર્ય કહેવાયા. એ પાદલિપ્તાચાર્ય એક દિવસ પોતાના શિષ્યો સાથે વિહાર કરતા કરતા પાટલીપુત્ર નગરના સીમાડામાં આવી પહોચ્યાં. (૧) ભૂમિ ઉપર પુંજીને રેડતી વખત. (૨) ગુરુને સર્વ બીના કહી નિર્દોષ થવું. (૩) માગધી ભાષામાં લિત એમ લખાય છે. ૩૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #47 -------------------------------------------------------------------------- ________________ - તે સમયે પાટલીપુત્ર નગરમાં મુરૂંડ રાજા રાજ કરતો હતો. તેના દરબારમાં સેંકડો પંડિત બ્રાહ્મણો રાત દિવસ રાજાના પગાર ખાતા હતા. તેમણે સાંભળ્યું કે જૈનોના પ્રખ્યાત આચાર્ય પાદલિપ્ત ગામને સીમાડે આવીને ઉતર્યા અને એ વિદ્વાન છે માટે તેમની પરીક્ષા આપણે કરવી જોઇએ. એમ વિચારી મુકુંડ રાજાના અભિપ્રાયથી તેમણે તે આચાર્યની પરીક્ષા જોવા માટે એક સોનાની વાડકીમાં થીજેલું ઘી ટાંકોટાંક ભરીને તે આચાર્યને આપવા મોકલ્યું. આચાર્યે વિચાર્યું કે આ બાબતમાં રાજાની ઠગાઈ છે માટે એને કંઈ ચમત્કાર બતાવવો જોઈએ. એમ વિચારી તેમણે તે વાડકીમાં ભરેલા ઘીના મધ્યમાં એક બાવળીયાની મોટી શૂળ ઉભી ખોશી, વાડકી પાછી મોકલી. રાજા અને પંડિતોએ વિચાર્યું કે તે ઘણા જ સમર્થ છે. આપણું હાર્દ તેણે જાણ્યું. પંડિતની સલાહથી રાજાએ તેમને વાજતે ગાજતે નગરમાં આણી ઉપાશ્રયમાં પધરાવ્યા. સૂળ ઘાલીને વાડકી પાછી મોકલી તેનું કારણ મુરૂંડ રાજાએ તેમને પુછ્યું ત્યારે પાદલિપ્તાચાર્યે કહ્યું કે તારો વાડકીમાં ઘી ભરીને મોકલવાનો હેતુ એવો હતો કે મારું નગર પંડિતોથી ભરપૂર છે માટે વિચારીને પ્રવેશ કરજો. તેના ઉત્તરમાં મેં તને જણાવ્યું કે જેમ ઘીની વાડકીમાં શૂળ સુંસરી નીકળી જાય છે તેમ હું પણ પંડિતોના અન્તઃકરણમાં પ્રવેશ કરી જઇશ. રાજા આવું તેમનું ગંભીર ને ચમત્કારી જ્ઞાન સાંભળીને ઘણો ખુશ થયો. તેમને પોતાના ગુરુ માન્યા. મુjડ રાજાને શિર શૂળનો રોગ હતો તે કશાથી મટે નહીં. ઘણા વૈદ્યો અને મત્ર શાસ્ત્રીઓ રાજાના રોગને માટે મહેનત કરી ચૂકેલા તે સઘળી નિષ્ફળ ગયેલી. તે રોગ પાદલિપ્તાચાર્યે એક ક્ષણમાં મટાડી દીધો એવા તે મંત્ર વિદ્યામાં કુશળ હતા. તે મુjડ રાજાનો ઘણા કાળનો માથાનો રોગ મટાડ્યો તેને માટે કોઈ પંડિતે કહે છે : જેમ જેમ પાદલિપ્તસૂરી પોતાના ઢીંચણની ઢાંકણી ઉપર આંગળી ફેરવે છે તેમ તેમ મુફંડ રાજાના મસ્તકની. પીડાની નિવૃત્તિ થાય છે. એ પ્રમાણે મુjડ રાજાના માથાનો રોગ મટાડવાથી તેની પાટલીપુત્રમાં વિશેષ ખ્યાતિ થઇ. વિદ્વત્તામાં તેણે તે નગરમાં પોતાની વિજય પતાકા રોપી. જ્યારે તે નગરમાં રહેતા હતા ત્યારે પોતે તરંગલોલા નામે ચંપુકાવ્ય અને નિર્વાણકલિકા એ નામના બે ગ્રન્થ બનાવતા જતા અને સભા ભરીને તેનું વ્યાખ્યાન આપતા હતા. જે સાંભળવાને પાટલીપુત્રમાં રહેનાર લોકની ભારે ભીડ થતી હતી. લોકો તેમની વિદ્વત્તાનાં ઘણાં જ વખાણ કરતા હતા. રાજા તે સાંભળી ઘણો ખુશ થતો. આખું નગર તે આચાર્યના વખાણ કરે પરન્તુ પ્રમદલોચના નામની એક મુફંડ રાજાની વ્હાલી વેશ્યા હતી તે ઘણી વિદૂષી હતી તે તેને વખાણે નહી. એક દિવસ રાજા આચાર્યને કહેવા લાગ્યો - મહારાજ આપની પ્રશંસા આખું નગર એક જીલ્લાએ કરી રહ્યું છે તથાપિ આ પ્રમદલોચના નામની વેશ્યા હજુ સુધી આપના વખાણ કરતી નથી તે ઠીક નહીં. મહારાજે મુjડને કહ્યું રાજનું! તારા મનમાં એટલી વાંચ્છા છે તો તે પણ પૂર્ણ થશે. કેટલાક દિવસ વીત્યા પછી પાદલિપ્તાચાર્ય થોડાંક માંદા થયા. એમ કરતાં કરતાં પાંચ સાત દિવસમાં તો જાણી જોઇને મંદવાડ વધારી નાખ્યો. નગરના શ્રાવકો અને રાજાએ તો નિશ્ચય કર્યો કે તે ખરા માંદા થયા છે પણ છેવટે યોગ માર્ગના શાલિવહન રાજાનો પ્રબન્ધ ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ બળ વડે આચાર્યે પોતાનો આત્મા બ્રહ્મ રન્ધ્રમાં ખેંચી લીધો. સહુએ જાણ્યું કે તે મરી ગયા. તેથી શિબિકામાં બેસાડી ઉત્સવ સાથે તેમની અવસાન ક્રિયા કરવા સારુ બજાર માર્ગે લઇ ગયા. તે સમયે લોકોના મુખ ઉપર ઉદાસી ઘણી છવાઇ ગયેલી દેખાતી હતી. તે કહેવા લાગ્યા અરે આવા મોટા ઇશ્વરાવતાર પુરુષ પૃથ્વીને છોડી ચાલતા થયા. હતભાગ્યવાળા આપણને મોટા પુરુષનો સમાગમ ઘણો કાળ રહેવો એ દુર્લભ છે. એમ બધા પશ્ચાત્તાપ કરે છે તેવામાં ગણિકાએ તેમનું શબ જતું જોયું. તેથી વ્હેલી વ્હેલી તેમની પાલખીની નજીક આવીને પ્રશંસા કરવા લાગી. અરેરે ! આ પ્રખ્યાત પુરુષ પરલોક પધાર્યા, તે પરમેશ્વર રૂપ હતા. તેમ કહી તેમને નમસ્કાર કર્યો. એટલે વેશ્યાએ કરેલી સ્તુતિ સાંભળી પાદલિપ્તાચાર્ય પાલખીમાંથી ઝટ બોલી ઉઠ્યા. તે જોઇ નગરમાં મોટો આનંદ વર્તાયો, અલ્યા મહારાજ જીવ્યા, જીવ્યા, આપણા ઉપર દયા કરી. એ પ્રમાણે રાજી થતાં થતાં પોતાના સ્થાન પ્રત્યે ગયા. આ રીતે આચાર્યદેવે ગણિકા પાસે પણ સ્તુતિ કરાવી. મુફંડ રાજા ઘણો ખુશ થયો. પાદલિપ્તાચાર્યની ઘણી કીર્તિ સાંભળીને પૂર્વે કહેલા નાગાર્જુન વધારે વિદ્યાબળ મેળવવાના અભિલાષથી તેમની સેવામાં હાજર થયા. ઔષધી જ્ઞાનમાં પાદલિપ્તાચાર્યથી નાગાર્જુન કાંઇ ઉતરે એવા નહિ હતા તો પણ પાદલિપ્તાચાર્યમાં વધુ શક્તિ એ હતી કે પગ ઉપર કેટલાક પ્રકારની ઔષધિઓનું લેપન કરીને તેના બળથી આકાશ માર્ગે ગમન કરી અષ્ટપદ વિગેરે તીર્થોમાં હમેશાં દર્શન કરી આવતા હતા. ગુરુની આ પ્રકારની ચમત્કારિક ગતિ જોઇ નાગાર્જુન તો વિચારસાગરમાં ડોલવા લાગ્યા પણ કાંઇ કિનારો હાથ લાગે નહીં. એમ છતાં નાગાર્જુન પણ કાંઇ મતલબ પાર પાડવામાં પાછા હઠે એવા નહિ હતા. આકાશ ગમન વિદ્યા શીખવાના દૃઢ નિશ્ચયે કરીને એક દિવસ લાગ જોઇને અષ્ટાપદ વિગેરે તીર્થોમાં દર્શન કરીને પાછા સ્વસ્થાનમાં આવેલા પાદલિપ્તાચાર્યના પાદપ્રક્ષાલન માટે ઘણા શિષ્યો છતાં નાગાર્જુન પ્રથમ ગુરુ સમક્ષ આવી ઉભા અને ઝટપટ ગુરુના પગ ધોઇ ચરણોદક પરઠવતી વખતે લાગ જોઇ ગુરુની નજર ચૂકવી એકાન્તમાં જઇ તે ચરણોદકનો સ્વાદ તથા વાસ લઇ જોયો. પછી સ્વબુદ્ધિની કલ્પનાથી આ લેપમાં સમાયેલી એકસોને સાત પ્રકારની ઔષધિઓ શોધી કાઢી. પછી તેનો લેપ કરી પોતાને પગે ચોપડીને ગુરુની માફક ઉડવાનો આરંભ કર્યો. ગુરુગમ્યરહસ્ય મળ્યા વગર નાગાર્જુન સ્હેજ ઉડ્યા તો ખરા પણ પાછા નીચે પડ્યાં. કુકડા માફક ઉડાઉડ કરવા મંડી ગયા પણ આકાશમાં તો જવાય જ શાનું ? ઉલટા ધોબીનાં લુગડાં માફક ધીબોધીબ કુટાવા લાગ્યા. એમ છતાં પણ ઔષધિઓમાં કાંઇ ન્યુનતા નથી એ વિષે પુનઃ ખાત્રી કરી. પછી મન સાથે પુષ્ટ વિચાર કરી જે ઔષિધ જે કાળે અને જે નક્ષત્રે લાવવી જોઇએ તે પ્રમાણે લાવીને પાછો લેપ તૈયાર કરી પગે ચોપડીને ઉડવા માંડ્યું. પણ નાગાર્જુન જરા ઊંચે ગયા ન ગયા એટલામાં તો પાછા ચક્કર ખાતાં અને લોટતાં, આડી અવળી ખભાણવાળા ઊંડા ખાડામાં જઇ પડ્યા. શરીરે ઘાયલ થયા અને ખાડામાં ઉગેલી વનસ્પતિઓના ઘસારાથી અંગ ઉપર ઉઝરડા પડી લોહી નીકળવા માંડ્યું. ઊંડી ખભાણમાં દબાઇ જવાથી આપ બળે ઉઠી બહાર નીકળવાની શક્તિ રહી નહિ એટલે નાસીપાસ થઇ નાગાર્જુન તો જંગલની ખુલ્લી પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૩૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ હવા ખાતા ખાડામાં પડી રહ્યા. નાગાર્જુન વખતસર ઉપાશ્રયમાં ન જવાથી પાદલિપ્તાચાર્યના અન્ય શિષ્યો તેની શોધ કરવાને જંગલમાં નીકળી પડ્યા. એક ગોવાળની સ્ત્રીના કહેવા ઉપરથી તેઓ તે ખાડા પાસે ગયા તો નાગાર્જુન નજરે પડ્યા. જેમ તેમ કરી મહા પ્રયત્ન નાગાર્જુનને ખાડાની વ્હાર ખેંચી કાઢ્યા ને ડોળીમાં નાંખી પાદલિપ્તાચાર્યની સમીપ લાવ્યા. કમકમાટી ભરેલી સ્થિતિમાં પડેલા નાગાર્જુનને જોઈ પાદલિપ્તાચાર્યે પૂછ્યું કે હે નાગાર્જુન ! આ દશાને કેમ પ્રાપ્ત થયા? નાગાર્જુને ડરતાં ડરતાં જવાબ દીધો કે હે મહારાજ, મારા જેવા અલ્પમતિ શિષ્ય ઉપર કોપાયમાન ન થતાં મારો મનોરથ પૂર્ણ કરશો એવી આશા રાખું છું. પાદલિપ્તાચાર્યે કહ્યું કે તું તે વિષે બેધડક રહે. નાગાર્જુન પાદલિપ્તાચાર્યનું સંક્ષેપમાં પણ દિલાસો આપતું વચન સાંભળીને પાદલિપ્તાચાર્ય પ્રત્યે બોલ્યા. હે મહારાજ ! આકાશ માર્ગે આપની પક્ષી તુલ્ય ઉડાન શક્તિ જોઈ તે યુક્તિ ગ્રહણ કરવા તરફ મારું મન લોભાયું. પછી એક સમયે આપનું તીર્થ રૂપ ચરણોદક માર્ગમાં નહીં પઠવતાં તેનું આચમન કરી જોયું તે વડે તથા તેના વાસ વડે, મહા કષ્ટ તેમાં સમાયેલી ઔષધિઓ મેળવી તેનો લેપ પગે ચોપડીને ઉડવા માંડ્યું. તેમાંથી આ દશાને પ્રાપ્ત થયો છું. નાગાર્જુનનું બુદ્ધિબળ જોઈ પાદલિપ્તાચાર્ય સનદાશ્ચર્ય પામ્યા. અને સ્વગત વિચાર્યું કે મારા અન્ય શિષ્યોમાંનો કોઈ પણ આની બુદ્ધિની બરોબરી કરી શકે એમ નથી. માટે આ જ શિષ્ય આકાશ ગમન વિદ્યાના જ્ઞાનનું પાત્ર છે. એમ ધારી પોતે નાગાર્જુન પ્રત્યે કહેવા લાગ્યા કે હે નાગાર્જુન તારી બુદ્ધિની તીક્ષ્ણતા જોઈ હું પ્રસન્ન થયો છું. તારી મેળવેલી સર્વે ઔષધિઓ ખરી છે પણ કચાશ માત્ર એ જ છે કે એ ઔષધિઓની કેળવણી સાઠી ચોખાના ધોવણમાં થવી જોઇતી હતી. કારણ કે સાઠી ચોખાના ધોવણમાં વાટી લેપ કરવાથી માણસ નિર્વિઘ્ન આકાશ ગમન કરી શકે છે. આ સાંભળી નાગાર્જુને પાદલિપ્તાચાર્યજીને વંદન કરીને કહ્યું કે હે મહારાજ આપે મને આકાશગમન વિદ્યા શિખવી તેને માટે મોટો આભાર માનું છું. વળી નાગાર્જુને દિવસાંતરે ગુરુ મુખથી એવું સાંભળ્યું કે રસસિધ્ધિ વિદ્યા જ્યાં સુધી સિદ્ધ થઈ નથી ત્યાં સુધી મનુષ્યની મન માનતું દાન કરવાની ઇચ્છા સંપૂર્ણ થતી નથી. આ સાંભળી નાગાર્જુને રસસિદ્ધિ વિદ્યાની તલપમાં લપટાવવાથી તે શીખવાને માટે પ્રયત્ન શરૂ કર્યો. નાગાર્જુન એ વિદ્યાથી બિલકુલ બિન વાકેફ હતા એમ નહોતું. પોતે પણ શાસ્ત્રાનુસારે પારાને જે જે સંસ્કાર કરવા ઘટે તે સર્વેમાં પ્રથમથી જ કાબેલ હતા પણ તેમાં પોતાની કચાશ મટાડવા માટે ગુરુને વારંવાર એ વિષે પૂછતા હતા. ગુરુનું મન રંજન કરી પોતાનો મતલબ પાર પાડવાના હેતુથી નાગાર્જુન અહોનિશ ગુરુની સેવા ભક્તિમાં સારી પેઠે સાવધ રહેતા હતા. એક દિવસ ગુરુને પ્રસન્ન થયેલા જાણી નાગાર્જુને આગ્રહપૂર્વક પુછ્યું કે હે મહારાજ કોટીવેધી રસસિધ્ધિ થવાનો ઉપાય કૃપા કરી મને કહેવો જોઇએ. શિષ્યનો અભિલાષ જો ઈ ગુરુએ વિચાર કર્યો જે આવી મોટી વિદ્યાનું એ પાત્ર નથી. ગુરુ મહારાજ જાણતા હતા કે એ વિદ્યા શીખવવામાં એનો પરિણામ સારો નહિ રહે. એમ છતાં પણ ભાવિભાવ બળવાન હશે તેથી નાગાર્જુનની દઢ ભક્તિ તથા આગ્રહ જોઇ ગુરુજી બોલ્યા કે હે નાગાર્જુન મારી મરજી વિરુદ્ધ શાલિવહન રાજાનો પ્રબંધ ૩૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ તારો અતિ આગ્રહ જોઈ એ વિદ્યા વિષે મને કહેવાની ફરજ પડે છે માટે સાંભળ. મહાપ્રતાપવાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની દૃષ્ટિ સમીપ સર્વે સુલક્ષણ સહિત મહાસતી પદ્મિની સ્ત્રી, દિવ્યઔષધિઓના રસથી શુદ્ધ કરેલા પારાનું ખળમાં મર્દન કરે તો તેથી કોટીવેધી રસ ઉત્પન્ન થાય. આવું સંક્ષેપથી ગુરુના વચનનું રહસ્ય સમજી નાગાર્જુન લાગ જોઇ એકદમ ગુરુનો પરિત્યાગ કરી પૂર્વે કહેલી વસ્તુઓ મેળવવાના પ્રયત્નમાં સાવધ થયા. નાગાર્જુને પ્રથમ પોતાના, વાસુકી નાગ નામના પિતાની આરાધના કરી પ્રત્યક્ષ કરી પુછ્યું કે હે પિતાજી, મહાપ્રતાપવાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા ક્યાંથી પ્રાપ્ત થશે. વાસુકીનાગ બોલ્યા કે હે પુત્ર ! એકાંત પણ નિર્ભયાશ્રમમાં પ્રભુસ્મરણ ન કરતાં આવાં સંકટ ભરેલા કામમાં પડવાની તને શી જરૂર પડી ? આ સાંભળી નાગાર્જુન પ્રથમ તો વિચારશૂન્ય થયા પણ પોતે પહોંચેલી માયા હોવાથી ધીમે રહી પ્રત્યુત્તર વાળ્યો કે હે પિતાજી ! એક પ્રસંગે અમો ગુરુ ચેલા વચ્ચે પૃથ્વી માંહેલા સકળ દેવાદિઓ વિષે વાદ ચાલેલો તે સંબંધમાં મેં ગુરુ મુખે, મહાપ્રતાપશાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા અદ્યાપિ પૃથ્વી ઉપર છે એવું સાંભળ્યું. ગુરુના ઘણા શિષ્યોએ અનુપમ પ્રતિમા મેળવવાના યત્નમાં નિષ્ફળ થવાથી તે પ્રાપ્ત કરવાની મને ઉત્કંઠા થવાથી ગુરુ આગળ એ બીડું ઝડપ્યું તે કારણથી મેં આપનું આરાધન કર્યું. પુત્ર નાગાર્જુનની હિંમત જોઈ વાસુકી નાગ પ્રસન્ન થઈ બોલ્યા, હે પુત્ર ! એ પ્રતિમા મેળવવામાં તારો દઢ નિશ્ચય જોઈ કહું છું તે શ્રવણ કર. અસલ દ્વારકામાં સમુદ્રવિજય નામના રાજાએ શ્રીનેમીનાથ તીર્થંકરના મુખથી મહાપ્રતાપવાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમાનું વર્ણન સાંભળી પોતાના કરાવેલા અનુપમ રત્નજડિત પ્રાસાદમાં તે સ્થાપન કરેલી હતી. તે દ્વારિકા જળમય થવાથી સમુદ્રમાં તે પ્રતિમા ડુબેલી હતી. કાળાન્તરે એવો બનાવ બન્યો કે કાન્તિપુરમાં રહેનાર ધનપતિ નામના એક શેઠનું વહાણ વ્યાપારાર્થે સમુદ્ર માર્ગે આવતાં તે સ્થળ આગળ આવી અટકી પડ્યું. વર્ષાઋતુની શરૂઆત હોવાથી પળે પળે વીજળીના થતા ચમકારા, વાદળામાં થતી મેઘગર્જના જોરમાં પવનનું ફૂંકાવું, તેની સાથે મહાસમુદ્રના મોજાનું પર્વતની ઊંચાઈએ જવું, તેમાં વળી અધુરામાં પુરુ અચાનક વહાણનું અટકી પડવું, વગેરે ભયભીત બનાવો નજરે પડવાથી ધનપતિ શેઠ પ્રથમ તો દિમૂઢ જેવા બની ગયા, પણ દેવ કૃપાએ પાછા શુદ્ધિમાં આવી વહાણ અટકી પડવાના કારણની શોધ કરાવવા લાગ્યા. અંતે મહાકરે માલુમ પડ્યું કે જળમણે શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા છે. પણ દેવતાની ઇચ્છા જાણ્યા વગર તેને સ્થાનભ્રષ્ટ કરવાથી જીવ દુઃખમાં આવી પડે છે. તેથી શેઠે, સ્થાનભ્રષ્ટ કરવામાં શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રસન્નતા જાણવાને માટે મનમાં વિચાર કીધો કે સુતરના તારથી જો મૂર્તિ ઉંચકાઇને બહાર આવે તો સ્થાનભ્રષ્ટ કરવામાં એની ઇચ્છા છે એમ સમજવું. આ શુભ વિચારની મન ઉપર અસર થવાથી તે જ વખતે અંત:કરણપૂર્વક સ્તુતિ કરી સુતરના સાત તાંતણા એકઠા કરી તેના વડે શ્રીપાર્શ્વનાથજી મહારાજની પ્રતિમાને જળ બહાર કાઢી તે વખતે દેવકૃપાએ તે મૂર્તિના અધિષ્ઠાયકનો અભિપ્રાય માલૂમ પડવાથી તે શેઠે સ્વજન્મભૂમિ કાન્તિપુરમાં અતિખરચે કારીગીરીથી ભરપૂર એવું દેવાલય પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #51 -------------------------------------------------------------------------- ________________ બંધાવી મોટી ધામધૂમથી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરી. પછી પોતે તે પ્રતિમાની હંમેશાં અતિશય ભાવ ભક્તિથી આરાધના કરવાથી ઘણો સમૃદ્ધિમાન થયો છે આ પ્રકારનું પોતાના પિતા વાસુકી નાગનું વચન સાંભળી, નાગાર્જુન યોગી કપટી સેવક થઈ, કાંતિપુરમાં જઈ, તે જ પ્રાસાદમાં સામાને વિશ્વાસ ઉત્પન્ન થાય એવી રીતની કળા કરી, પરમ ભક્ત થઈ બેઠા. પછી આસ્તે આસ્તે કળાએ કરી સર્વના મનમાં, વિશ્વાસ પેદા કર્યો. ખેલાડી નાગાર્જુને સર્વેનું ચિત્ત હરણ કર્યું. બહારથી જ ભક્તિભાવ બતાવવાને પણ અંતર્ભાવના પણ જોઈએ પરંતુ અહીં તો જેમ બને તેમ જલદી તે અનુપમ પ્રતિમાનું હરણ કરવામાં લગની લાગેલી હતી. નાગાર્જુને ભાગ્યશાળી તો ખરા. અંતે લાગ જોતાં જોતાં એક સમયે કેટલાક પૂજારીઓ નિદ્રાવશ હોવાનો તથા બીજાઓની ગેરહાજરીનો લાભ લઈ પોતે આમ તેમ જોઈ કોઈ ન જાણે એવી રીતે તે મહાતેજસ્વી પ્રતિમાને અદ્ધર ઉપાડી લઈને આકાશ માર્ગે ચાલતાં થયા તે ખંભાતની નજીક આવેલી સેઢી નદીને કાંથે નિર્ભય સ્થાને ખોળી ત્યાં નિવાસ કર્યો. શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા ગ્રહણ કરી લાવવામાં નાગાર્જુન ફતેહમંદ તો થયા પણ એટલાથી જ પત્યું એમ નથી. હજુ દેહ રટન બાકી છે. પદ્મિની સ્ત્રી મળ્યા વગર કોટીવેધી રસ સિદ્ધ કરવાનું કામ થઈ શકતું નથી. માટે હવે તેની શોધમાં નીકળવાનો પોતે નિશ્ચય કર્યો. ચોરને ઘેર ચોર પરોણો ન મળે, તેથી તે પ્રતિમાને ગુહ્ય સ્થાનમાં સંતાડી પદ્મિની સ્ત્રી શોધનાર્થે પોતે નીકળી પડ્યા. આકાશ માર્ગે ગમન કરતાં એક દિવ્ય શહેર જોઇ પોતે પૃથ્વી પર ઉતર્યા. પછી પ્રશ્ન પૂછવામાં તેનો મૂળાર્થ કોઈ નહીં સમજી શકે એવી યુક્તિએ તે શહેરના રહેવાશીથી પદ્મિની સ્ત્રી વિષે તપાસ કરવા માંડી, પણ વ્યર્થ. લોકો તો સાંભળી હસવા લાગ્યા કે આને તે શું આ ધ્યાન લાગ્યું છે. હે મહારાજ એ ખ્યાલ છોડી દો ને સત્વગુરુના આશીર્વાદ લઈ આત્માનું કલ્યાણ કરો. વળી તેમાંથી બીજો કોઈ બોલી ઉઠ્યો, પદ્મિની સ્ત્રી શું રસ્તામાં પડી છે કે તે વળી આવા જોગીને માટે, શું તે નિર્માણ થયેલી કે તે એને પ્રાપ્ત થાય? વળી ત્રીજો કોઈ વૃદ્ધ પુરુષ બોલી ઉઠ્યો કે મહારાજ પદ્મિની સ્ત્રી મળવી દુર્લભ છે માટે મિથ્યા શ્રમ છોડી ઘો. નાગાર્જુન બોલ્યા કે હે વૃદ્ધ પુરુષ, આ યુવાનિયાઓ, હું કોણ છું એ વિષેના અંધકારમાં હોવાથી, મારી ચેષ્ટા કરે છે તે હું સમજું છું. પૃથ્વી વિષે વાસુકી નાગનો પુત્ર નામે નાગાર્જુન કહેવાય છે તે હું પોતે છું. નાગાર્જુન નામ સાંભળતાં જ પેલો વૃદ્ધ પુરુષ તેને સાષ્ટાંગ દંડવત્ કરી સ્તુતિ કરવા લાગ્યો કે હે મહારાજ અમારો અજ્ઞાનથી થયેલો અપરાધ કૃપા કરી ક્ષમા કરો. નાગાર્જુને કહ્યું કે હે વૃદ્ધ પુરુષ એ વિષે ફીકર કરો મા. વૃદ્ધ પુરુષ બોલ્યો, અમારા ધનભાગ્ય કે આપના દર્શનનો લાભ પ્રાપ્ત થયો. તમારું કલ્યાણ થાઓ, એમ કહી નાગાર્જુન તો ચાલતા થયા. પોતે મહા તર્કબાજ હોવાથી રસ્તે ચાલતાં વિચાર કર્યો કે ગામ ગપાટાનું મૂળ ભંગીનો અખાડો છે માટે ત્યાં જવાથી મનોરથ પૂર્ણ થશે એણ ધારી તેણી તરફ પગલાં ભરવા માંડ્યા. શોધ કરતાં તે સ્થળે ગયા તો (૧) ભાંગ વગેરે કેફી વસ્તુનો ઉપભોગ કરનારા. શાલિવહન રાજાનો પ્રબન્ધ ૩૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ કોઈના હાથમાં ગાંજાની ચલમ રહી ગઈ છે, કોઈ ભાંગના કટોરા ચઢાવે છે, તો કોઇ કસુબા વગેરેમાં જ મશગુલ છે ને કેટલાક તો કેફની ધુનમાં ગપધ્યાન ચલાવતા જ બેઠા છે; દારૂડિયાઓની આવી માતેલી મંડળીમાં જેવા નાગાર્જુન દાખલ થયા કે તરત જ કોઈ ભાંગ, તો કોઈ ગાંજાની ચલમ તો કોઈ કસુંબો વગેરે આણી તેનો આદર સત્કાર કરવા લાગ્યા. પછી નાના પ્રકારની આશ્ચર્યકારક વાતોના ગપાટાના સંબંધમાં સ્ત્રી વિષય દાખલ કરી નાગાર્જુન બોલ્યા કે હું નથી ધારતો કે આમાંથી કોઇએ પદ્મિની સ્ત્રીને જોઈ હોય. આ સાંભળી અંદરથી એક અફિણી બોલી ઉઠ્યો કે મહારાજ એમ તે શું કહો છો; અત્રેથી સાઠ કોશને અંતરે પ્રતિષ્ઠાનપુર નામે મોટું શહેર છે. ત્યાં રાજા શાલિવાહનની અર્ધગના ચંદ્રલેખા નામે છે તે જ માત્ર સાંપ્રત કાળમાં પદ્મિની સ્ત્રી છે. મનની મુંઝવણ દૂર થવાથી નાગાર્જુન, ત્યાં વધુ કાળ ગમન નહીં કરતા સત્વર ત્યાંથી ઉઠી આકાશ માર્ગે પ્રતિષ્ઠાનપુરમાં આવી પહોંચ્યા. પોતે શહેરમાં દાખલ થઈ શાલિવાહનને ત્યાં ચાકર તરીકે રહ્યા. ચારે પ્રકારની સ્ત્રીની પરીક્ષા કરવાનાં જ્ઞાનમાં પોતે કુશળ હોવાથી નાગાર્જુનની મનોવૃત્તિ, તેની કાન્તિ, રૂપ, ગુણ અને વાચા વગેરે ઉપરથી ચંદ્રલેખા પદ્મિની સ્ત્રી છે એમ સંપૂર્ણ રીતે ખાત્રી થવાથી, જેમ બને તેમ જલ્દી તેનું હરણ કરવા તરફ દોરવાઇ. પરન્તુ રાણી ચંદ્રલેખા દિવસના વખતમાં સખીઓના મંડળમાં બેસી આત્માને આનંદ આપવામાં અને રાત્રિને વિષે પતિ સેવામાં રોકાયેલી હોવાથી નાગાર્જુનને તેણીનું હરણ કરવામાં કાંઈ તક મળી નહીં. મનમાં એવી પણ ધાસ્તી કે ચંદ્રલેખાનું હરણ કરતાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાનું હરણ ન થઇ જાય. આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં કેટલાક દિવસ વીત્યા પછી, હવે આ સ્થળે વધુ વખત રહેવાથી કંઈ કાંદો નહી કાઢીએ એવી ધારણાથી, લોભી નાગાર્જુને એવી તસ્કરવૃત્તિ વાપરી કે લાગ જોતાં જોતાં એક દિવસ, રાજા રાણીના શયનગૃહમાં જાય તે અગાઉ, પોતે નાગાર્જુન, નિશાચરની માફક અંદર દાખલ થઇ, હમેશાં નહીં ઉઘાડા રાખવામાં આવતા બારણાની સાંકળ, નકુચાથી વિખુટી કરીને ગુપચુપ બહાર નીકળી આવી મનમાં મલકવા લાગ્યા કે હવે આજે તો મનોરથ પૂર્ણ થશે ખરો અને થયું પણ તેમજ. રાજા રાણી જે દ્વારે શયનગૃહમાં દાખલ થયાં તે દ્વાર બંધ કરી નિર્ભય પણે અર્ધાગના સાથે નિઃશંક ક્રીડા કરવા માંડ્યા. ચુસ્ત મનથી, નાના પ્રકારના વૈભવો ભોગવી, તથા મનને રમણીય વાદ વિવાદ કરી, બન્ને, અત્તરાદિ સુગંધિથી ભરપુર એવા પલંગ ઉપર નિદ્રાવશ થયા. આમ, નાગાર્જુન પણ એ જ તર્કની લહેરમાં ઘુમે છે કે ક્યારે તે રાજા રાણી નિદ્રાવશ થાય અને ચંદ્રલેખાનું હરણ કરું, પછી મારી જેમ ઉંદરના શિકારને માટે તેમ નાગાર્જુન ચંદ્રલેખાના શિકાર માટે આસ્તે આસ્તે રાજા રાણીને પોઢવાના ઓરડાનું જે દ્વાર કપટથી સાંકળ વિના રાખેલું તેની તરફ જઈ, કાન દઈ કોઈનો સ્વર નહિ સંભળાવાથી સુતેલા રાજા રાણી જાગૃત ન થાય એવી રીતે ધીમેથી તે દ્વાર અર્ધ ખુલ્લું કરી અંદર દૃષ્ટિ કરી. રાજા રાણી ભર નિદ્રામાં છે એવી ખાત્રી થવાથી, અંદર પ્રવેશ કર્યો. પછી રત્નજડિત શૈયા આગળ ૩૮ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #53 -------------------------------------------------------------------------- ________________ જઈ ચંદ્રલેખાને અદ્ધર ઉંચકી લઈ આકાશ માર્ગે શેઢી નદીને કાંઠે આવી પહોંચ્યો. ચંદ્રલેખા, પોતાને જંગલમાં આવી પડેલી જોઈ, મૂચ્છગત થઈ પડી. પછી શુદ્ધિમાં આવી આજુબાજુ જોયું તો કોઈ દષ્ટિએ પડ્યું નહીં તેથી તે કોમલાંગી, અતિ ગભરાટમાં પડી. અચાનક સ્થાનભ્રષ્ટ થયેલી તથા જંગલનો બિહામણો દેખાવ જોઈ, તેમજ ક્રૂર પશુઓના પોકાર તથા સર્પના સુસવાટા સુણવાથી, પદ્મિની તો હિબકે ચડી ગઈ. બોલવા જાય તો કંઠ બંધ થઈ ગયેલો, જોવા જાય તો આંખે આંધળી, ને સુણવા જાય તો કાને વ્હેરી એવી અવસ્થામાં સપડાયેલી, નિષ્કપટી, ચંદ્રલેખાને પાછી મૂર્છાગત થતી હાલતમાં જોઈ નાગાર્જુન પ્રત્યક્ષ થઈ બોલવા લાગ્યા કે હે ! ભગિની તુલ્ય ચંદ્રલેખા તું ગભરાઇશ મા. આ મહાતેજસ્વી શ્રી પાર્શ્વનાથજી ભગવાનની પ્રતિમા સમક્ષ કહું છું કે વાસના તેમજ અન્ય પ્રકારના બીજા દુષ્ટ વિચારોથી મેં તારું હરણ કર્યું નથી પણ માત્ર પદ્મિની સ્ત્રીના હાથે પારાનું મર્દન થયા વિના ધારેલી ક્રિયા સિદ્ધ થઈ શકતી નથી, તે કરાવવાના હેતુથી, હે ભગિની તુલ્ય ચંદ્રલેખા આ સ્થળને વિષે તને આણી છે. માટે સત્વર, આ મહાપ્રતાપી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજય પ્રતિમા સમક્ષ, મનમાં ઊછળતા વિચારો બંધ કરી, સ્વસ્થ મને આ ઔષધિનું મર્દન કર, ખાત્રીથી માન કે એ કામ કર્યા વિના તારો છૂટકો થનાર નથી. માટે મિથ્યા વાદમાં કાળ ગમન નહિ કરતાં ઝટ કામે વળગી જા. પ્રાત:કાળ થતાં પહેલાં હું તને તારા મહેલમાં પહોંચાડીશ માટે એ તરફની જરા પણ ચિંતા રાખીશ નહિ. પણ આટલું તો ખુબ યાદ રાખજે કે જો આ વાત તું કોઈને પણ કહીશ તો તું, તારા પતિ તથા પુત્રાદિ સહિત કુટુંબનો કાળ રૂપ થઇશ અને તમારું વિસ્તરેલું રાજય પાયમાલ થઈ જશે અને તેનો દોષ તારા શિર ઉપર આવી પડશે. આવાં ભય ભરેલાં વચન સાંભળી નિરાધાર પદ્મિની, જેની મુખાકૃતિ આકાશ ગંગામાં રહેલો ઇન્દુ, પોપટની ચાંચ તુલ્ય જેની નાસિકા, નાગની ફેણ સરખા જેના કેશ, અરે ! જેના કોમળ હાથ તો જાણે કમળપત્રને ભૂલાવતાં હોય એવી અનુપમ આકૃતિવાળી પતિવ્રતપણાના સકળ ગુણ સંપન્ન ચંદ્રલેખા અરે ! જેણે પાણીની કળશી સરખી સ્વહસ્તે કદી ખસેડેલી નહિ, સુખાલય છોડી જંગલનો દેખાવ જેણે કદી જોયેલો નહિ, મધુર ગાયન સિવાય સિંહ, વ્યાધ્રાદિક પશુઓના ત્રાસજનક પોકાર જેણે કદી સાંભળેલા નહિ તથા પરમપ્રિય પતિ સખ્યાદિ સ્નેહીમંડળથી કદી વિખૂટી રહેલી નહી એવી ચંદ્રલેખા, આવા દુઃસહ સંકટમાં સપડાયાથી, ઝાડીથી ગીચ્ચ એવા ઘોર વનને વિષે, તાડપત્રની ઝુંપડીમાં, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સમક્ષ, મનમાં ને મનમાં મૂંઝાતી તથા રૂદન કરતી ખલ મર્દન કરવા બેઠી. આવી કમળનયની કોમલાંગીને માટે આ દુઃખ શું થોડુ છે? રોજે આ પ્રમાણેનું દુઃખ એનાથી કેમ સહન થઈ શકે ! પણ કરે શું. આવાં દુઃસહ સંકટમાં આવી પડેલી ચંદ્રલેખા મનમાં ને મનમાં દુભાવાથી દિનપ્રતિ દિન કૃશ થતી ગઈ. શાલિવાહને પ્રિયા ચંદ્રલેખાને શરીરે દુર્બળ થતી જોઈ ઔષધાદિ ઘણા ઇલાજ કર્યા પણ કાંઈ અસર લાગતી નથી. તેમ ચંદ્રલેખાથી ધાસ્તિને કારણે ગુપ્ત વાત પ્રગટ પણ થઈ શકતી નથી. (૧) નિત્ય રાત્રિએ. શાલિવહન રાજાનો પ્રબંધ ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ આ રીતે રોજ રાતે ચંદ્રલેખાનું નાગાર્જુન હરણ કરી જતા અને પોતાનું ખલ લૂંટવાનું કામ કરાવી પ્રાતઃકાળને વિષે તેણીના શયનગૃહમાં મૂકી જતાં હતા. એક સમયે રાજા શાલિવાહન અચાનક જાગૃત થવાથી કોમલાંગી ચંદ્રલેખા ઉપર હાથ નાખવા ગયો તો પોતાની બાજુમાં તેને સૂતેલી જોઇ નહિ. રાજા આ દેખાવ જોઇ ઘણો વિસ્મય પામ્યો ને વિચાર કરવા લાગ્યો કે આટલી રાત્રે એ ક્યાં ગઇ હશે !! આમ તેમ જોયું પણ દૃષ્ટિ નહિ પડવાથી ક્રોધના ઉભરા ઉભરાવા માંડ્યાં ને હાથમાં નાગી તરવાર લઇ ક્યારે મળે કે એ રાંડ વ્યભિચારણીનું ડોકુ કાપી પશુ પક્ષીને ભોગ આપું એમ ક્રોધાવેશમાં બડબડતો તથા હાથમાં આમ તેમ નાગી તરવાર ફે૨વતો મહેલ મધ્યે શોધ કરવા લાગ્યો. પણ નિરપરાધી ચંદ્રલેખા તે સમયે મહેલમાં હોય તો મળેને !! રાજા અતિ ક્રોધાવેશમાં આવી મહેલમાં ઉ૫૨ નીચે તેમજ આજુબાજુના ખાંચાખૂંચા અને ઓરડાઓમાં શોધ કરવામાં ગુંથાયેલો છે એટલામાં પ્રાતઃકાળનો સમય થવાથી, પ્રપંચી નાગાર્જુન, ગુપ્ત રીતે ચંદ્રલેખાને શૈયામાં સુવાડી ત્યાંથી પલાયન કરી ગયા. રાજા પાછો શયનગૃહમાં આવ્યો તો ચંદ્રલેખાને પાસાભેર સૂતેલી જોઇ બોલ્યો. હે દુષ્ટ વ્યભિચારણી ! તારું કાળું મુખ મને દેખાડીશ નહિ. આ તરવાર તારું રક્ત પીવાને તલસી રહી છે માટે આ તારા અંતકાળના સમયે, વ્યભિચારિણી સ્ત્રીને પ્રભુ પ્રીતિ તો ક્યાંથી હોય એમ છતાં પણ તને ચેતવું છું કે જો કરાતી હોય તો તારા ઇષ્ટદેવની સ્તુતિ કરી લે. ચંદ્રલેખા થરથર ધ્રુજતી ને કાંપતી બોલી, હે પ્રાણનાથ ! આ દુનિયામાં મારા દેવ અને ઇષ્ટદેવમાં હું તમને ગણું છું. સ્ત્રીને પતિ જેવો પ્રત્યક્ષ દેવ બીજો કોઇ નથી અને તેથી જ તમારી આગળ હાથ જોડી સ્તુતિ કરી કહું છું કે હે પ્રાણનાથ ! હું નિરપરાધી છું. મારી જાત ઉપર લગાડેલાં વિશેષણમાંથી હું કેવળ મુક્ત છું. જે દુઃસહ સંકટમાં હું સપડાયેલી છું તે મારાથી કહી શકાય એમ નથી. માટે હે પ્રાણાધાર ! જો આપણા સહકુટુંબ પરિવારનું પરસ્પર સૌષ્ય જોવું ચાહતા હો તો એ વાત સાંભળવા વિષેની ઝેરી આતુરતાનો ઘૂંટડો પાછો ગળી મારો અપરાધ ક્ષમા કરો. રાજા સકળ વિદ્યામાં પ્રવીણ હોવાથી, સ્ત્રીના કહેવા ઉપર વિશ્વાસ નહિ રાખતાં, તેણીએ સજેલા વસ્ત્રાલંકાર તથા મૂખારવિંદનો દેખાવ અને મસ્તક ઉપરના કેશની સ્થિતિ વગેરેની પરીક્ષા કરવા ઉપરથી એ વ્યભિચાર રહિત છે એવી મનને ખાત્રી થવાથી, તરવાર હાથમાંથી મુકી દેઇ, ચંદ્રલેખાને, તેણીના દુઃસહ સંકટમાં આવી પડ્યાનો પ્રકાર પૂછવા લાગ્યો. ત્યારે ચંદ્રલેખાએ જવાબ દીધો કે હે પ્રાણના પ્રાણ ! કૃપા કરી આ અબળાના કહેવા ઉપર વિશ્વાસ રાખી એ વાત સાંભળવાની હઠ છોડી દ્યો. કારણ કે એ વાત કહેવાથી આપનો તેમજ આપણા સંતાનાદિ સહકુટુંબ અને રાજ્યનો નાશ થશે અને તે હત્યાનું મૂળ હું થઇશ માટે કૃપા કરી મને માફ કરો. પણ જ્યારે હઠ છોડે ત્યારે રાજા શાના. શાલિવાહનની અતિ હઠ જોઇ, હવે કહ્યા વિના સિદ્ધિ નથી એમ ધારી ખેદયુક્ત ચંદ્રલેખા બોલી, હે પ્રિય સ્વામીનાથ ! જે બનવા કાળ હોય તે બનો, પણ તમારી હઠ ભરેલી પણ આજ્ઞા, તેનું ઉલ્લંઘન નહિ કરવાથી હું કહું છું કે નાગાર્જુન નામે યોગી, રોજ રાતે અત્રે આવી, મને નિંદ્રાવસ્થામાં આકાશ માર્ગે, ખંભાત આગળ આવેલી સેઢી નદીને કાંઠે લઇ જઇ, શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૪૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ સામે બેસાડી, મારા જાણી લીધા મુજબ, કોટીવેધી રસ ઉત્પન્ન કરવાને પારાનું મર્દન કરાવે છે અને દિનકરોદય થતાં પહેલાં પાછા આકાશ માર્ગે મને અત્રે મેલી જાય છે. આ સાંભળી શાલિવાહન તો મહા ઊંડા વિચારસાગરમાં પડ્યો. પણ ધૈર્યામૃત પાન કરી, ચંદ્રલેખા પ્રત્યે બોલ્યો કે હે પ્રિયે ! તું ગભરાઇશ મા. મારો વિચાર એમ છે કે નાગાર્જુનનો ક્રોધ સમાવવાને માટે આપણે આપણા બે પુત્રો સહિત તે સ્થળે જઇ સાષ્ટાંગ દંડવત્ કરી તેની સ્તુતિ કરવી. ચંદ્રલેખા બોલી, પ્રાણપ્રિય ! આ ઉત્તમ પ્રકારનો વિચાર, દેવકૃપાથી મનમાં ઉત્પન્ન થવાથી, મને શેર લોહી ચઢ્યું. જરૂર આજે આપણે એ જ પ્રમાણે કરવું. એમ વાતો કરી સ્નાનાર્થે રાજા રાણી વિખુટાં પડ્યાં. પછી સ્નાનાદિ નિત્ય ક્રિયામાંથી મુક્ત થઇ નાગાર્જુનની સેવામાં હાજર થવા તેઓ જવાની તૈયારી કરતા હતા. એ સમયમાં ચાર મહાપંડિતો પોતપોતાનો લાખ લાખ શ્લોકનો એક એક ગ્રંથ બનાવી પોતપોતાની વિદ્વત્તા બતાવવા શાલિવાહનના દરબારમાં આવી પ્રત્યેક ગ્રંથની ખૂબીનું વર્ણન કરવા લાગ્યા પણ શાલિવાહન જવાની ઉતાવળમાં હોવાથી તેમજ ગ્રંથ પણ દીર્ઘ કદનો હોવાથી, તેનું યથેષ્ટ વર્ણન સાંભળવાને આ વખત અનુકુળ ન રહ્યો. પંડિતોને કહ્યું કે એક શ્લોકમાં એ પ્રત્યેક ગ્રંથનો અભિપ્રાય કહી જાઓ. તે ઉપરથી આત્રેય નામના પંડિત બોલ્યા કે મારા વૈદકશાસ્ત્રનો સાર અજીર્થાંશમાં ભોજન ન કરવું, એટલો જ છે. પછી કપિલ નામના બીજા પંડિતે કહ્યું કે મારા સાંખ્ય શાસ્ત્રનો સાર માત્ર એટલો જ છે કે પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. વળતી બૃહસ્પતિ (ગુરુ) બોલ્યા કે મારા નીતિશાસ્ત્રનો સાર, એકદમ કોઇનો વિશ્વાસ ન કરવો, એ જ છે. પછી ચોથા પંડિત પાંચાલે (બામ્રજ્ય) કહ્યું કે મારા કામશાસ્ત્રનો સા૨, કોમળમાં કોમળપણું સ્ત્રીઓને વિષે આચરવું એટલો જ માત્ર છે. આ પ્રમાણે પ્રત્યેક ગ્રંથનો, ટૂંકમાં પણ સઘળો ભાવાર્થ દર્શાવતો સાર સાંભળી શાલિવાહને પ્રસન્ન થઇ તેમની મન કામના ધાર્યા કરતાં અધિક પૂર્ણ કરી. (તથા પાછળથી એ ગ્રંથોનો વિશ્વમાં પ્રચાર પણ કર્યો) તેમને વિદાય કરીને, શાલિવાહન, પોતાના બે પુત્રો તથા અર્ધાંગના ચંદ્રલેખાને લઇ ચારે જણાં વાયુવેગી અશ્વો ઉપર સજ્જ થઇ સેઢી નદીને કાંઠે નાગાર્જુનની સેવામાં હાજર થવા નગર છોડી માર્ગે પડ્યાં. વિકટ છતાં ચંદ્રલેખા એ જાણેલાં રસ્તે અશ્વ ફેંકવાથી તેઓ જોત જોતામાં સેઢી નદીને કાંઠે નાગાર્જુન યોગીના આશ્રમ આગળ આવી પહોંચ્યાં. પછી ચારે જણાં, નાગાર્જુનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી, જાણે નાગાર્જુનના કીધેલાં છળ ભર્યા કૃત્યો વિષે ચંદ્રલેખાથી જાણ પડી એમ છતાં પણ, તે વિષેનો તેઓના મનમાં બિલકુલ ક્રોધ નથી, એવો દેખાવ દેખાડીને તેની વિનયપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા કે હે મહારાજ ! તમારે શરણે આવેલા સેવકોના અપરાધ કૃપા કરી ક્ષમા કરો. નાગાર્જુન મહાબુદ્ધિશાળી હોવાથી, તેઓના દેખાવ ઉપરથી, ચારે જણોનું સાથે આવવાનું કારણ તરત સમજી ગયા. રાજાએ પણ ટૂંક વખતમાં નાગાર્જુન સાથે ગાઢી મિત્રાચારી કરીને પોતાના પુત્રોને યુદ્ધવિદ્યા શીખવા માટે તેની મરજીથી ગુરુ સેવામાં રાખી, પોતે રાજા રાણી ત્યાંથી નાગાર્જુનને વંદન કરી વિદાય થયાં. નાગાર્જુનને પોતાનું કામ સિદ્ધ થઇ જવાથી, #S શાલિવહન રાજાનો પ્રબન્ધ ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ હવે વધુ ચંદ્રલેખાની ગરજ રહી નહિ. કોટીવેધી રસના તૈયાર થયેલા બે કુંભાઓ, પેલા બે રાજપુત્રોથી છુપા રાખવાના હેતુથી રાત્રિના સમયે, કોઇ ગુહ્ય સ્થળને વિષે દાટવા પોતે ચાલ્યા. પેલા બે રાજપુત્રોને નાગાર્જુનની રાંધનારીથી નાગાર્જુનને મારી નાંખવાની યુક્તિ માલૂમ પડવાથી તે પ્રમાણે સજ્જ થઇ રહેલા બન્ને રાજપુત્રો, ગુપ્ત રીતે નાગાર્જુનની પુંઠે પુંઠે ચાલ્યા. જેવા નાગાર્જુન રસ કુંભા સંતાડી પાછા ફર્યા કે તરતજ પેલા બે રાજપુત્રોએ અંધારી રાત્રિનો લાભ લઇ, પુંઠેથી નાગાર્જુનને દર્ભની ઝુડિથી ઝુડવા માંડ્યા. એટલે એ તો સિદ્ધ કરેલા કોટીવેધી રસનો ઉપભોગ નહિ કરતા આખરે મૃત્યુ પામી ગયા. નાગાર્જુનગુરુને ગુરુદક્ષિણામાં સ્વર્ગવાસ આપી બન્ને રાજપુત્રો, પેલી સંતાડેલી કોટીવેધી રસની કુંભીઓ કાઢી લઇ સ્વદેશ તરફ ચાલતા થયા. પણ તેમનાથી કમનસીબે જઇ શકાયું નહિ. બનાવ એવો બન્યો કે કોટીવેધી ૨સનો ઉપભોગ કરવાને એ બન્ને રાજપુત્રો પણ પાત્ર નથી એમ તેના અધિષ્ઠાયક દેવતાએ જાણી, બન્ને રાજપુત્રોના જીવ દેહથી વિખુટા કરી સિદ્ધ કરેલા રસના કુંભા લઇ ચાલતા થયા. આ કોટીવેધી રસ ઉત્પન્ન થવામાં પરિણામ એ નીપજ્યું કે નાગાર્જુન પાદલિપ્તાચાર્યની પ્રથમ ધારણા પ્રમાણે, કાંઇ ફાયદો ન કાઢતાં, મૃત્યુ પામ્યા અને પિતાનું શિક્ષણ ન માનતાં, બન્ને રાજપુત્રો કિમીયાના છંદમાં પડવાથી, રાજ્ય ન ભોગવતાં મૃત્યુ પામી ગયા. જે જગ્યાએ નાગાર્જુને કોટીવેધી રસ સિદ્ધ કરવાને પારાનું સ્થંભન કર્યું, તે જગ્યા આજે સ્થંભનપુર(ખંભાત)ના નામથી ઓળખાય છે. એ ખંભાતમાં પૂર્વે કહેલી પ્રભાવિક શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું સ્થાપન નવાંગિવૃત્તિ કરનાર શ્રી અભયદેવસૂરીએ કર્યું છે તે પ્રતિમા આજે સ્થંભનપાર્શ્વનાથના નામથી ઓળખાય છે અને તેનો ઇતિહાસ ડૉકટર પી. પીટર્સન સાહેબના સને ૧૮૮૫-૮૬ ના રિપોર્ટને ૨૪૬ માં પેજ પર બતલાવેલો છે. એક સમયે વિદ્વાન પણ ગરીબ, ભિક્ષા માગી ગુજરાન ચલાવનાર એવા એક બ્રાહ્મણને, મૃત્યુના બીછાનામાં પડેલો જોઇ, અસાધ્ય રોગમાંથી મુક્ત થશે નહિ એવી મનમાં ખાત્રી થવાથી, તેની અર્ધાંગના બોલી હે સ્વામીનાથ ! આ ક્ષણભંગુર દુનિયાની મોહજાળમાંથી મનોવૃત્તિ ખેંચી લઇ, પ્રભુભક્તિના માર્ગે તેને જવા ઘો. પોતાના સ્વામીને વધારે ગભરાટ થતો જોઇ, મહા રૂદન કરતી તેના મોઢા ઉપર મોઢું રાખીને બોલી હે પ્રાણનાથ ! અજાણપણાથી કાંઇ પણ મારાથી અપરાધ થયો હોય તો તેને માટે આપની હું ક્ષમા માંગું છું. પોતાના મનોભિલાષ દૂર કરવા માટે સ્વામી પ્રત્યે બોલતાં આ સ્ત્રીની જીભ અચકાય છે પણ કરે શું ? બોલ્યા વિના બોર વેચાતાં નથી તેથી આખરે એ સુપાત્ર સ્ત્રી રખેને તેના પૂછવાથી સ્વામીના મનમાં માઠું આવશે એવા વિચારની મન પર અસર થવાથી ફીક્કા ચેહેરે ગદગદિત કંઠે બોલી તમો આપણી સ્થિતિથી અજાણ નથી એમ છતાં પણ મારા નિર્વાહાર્થે જે કાંઇ કહેવું હોય તે હે પ્રાણાધાર ! આ વખતે કહો તો વધારે સારું. પેલા વિદ્વાન બ્રાહ્મણે જવાબ દીધો કે હે પ્રિયે ! તને રોકડ આપવા જેવું મારી પાસે કાંઇ દ્રવ્ય નથી પરંતુ લે આ ચાર શ્લોક તને આપી જાઉં છું, તે પ્રત્યેકની કિંમત જે કોઇ એક કરોડ રૂપિયા પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૪૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ આપે તેને વેચાતા આપી, તારો નિર્વાહ ચલાવજે. આ પ્રમાણે કહી ચાર શ્લોક આપી બ્રાહ્મણ તો સ્વર્ગવાસી થયો. પછી પેલી બ્રાહ્મણી પોતાના મૃત્યુ પામેલા ધણીની ઉત્તરક્રિયા વાસ્તે તેના આપેલા શ્લોક લઈ તરતની વિધવા હોવાથી રાત્રિને સમયે બજારમાં વેચવા ગઈ. મોટી મોટી પેઢીઓ ઉપર જઈ પેલા શ્લોક બતાવી તે પ્રત્યેકની કિંમત એક એક કરોડ રૂપિયા કહી. આ સાંભળી લોકોએ અણઘટતાં વિશેષણ વાપરી હડધુત કરી તેને કાઢી મુકી. આથી પેલી વિધવા નિરાશ થઈ એક ખુણામાં ઉભી રહી રૂદન કરતી હતી. એવામાં નગર ચર્યા જોવા માટે નીકળેલા શાલિવાહનનું તે સ્થળે આવવું થયું. આ વિધવા સ્ત્રીને તિરસ્કાર કરીને લોકોએ કાઢેલી તે તેણે જોયેલું તે ઉપરથી શાલિવાહન તે સ્ત્રી પાસે જઈને પુછવા લાગ્યો કે હે બાઈ ! તું કોણ છે અને શા વાસ્તુ રૂદન કરે છે? ત્યારે પેલી વિધવાએ પોતાનો વૃત્તાંત કહી ચારે શ્લોક રાજાને બતાવ્યા. તે વાંચી તેની અભૂત ખૂબી જોઈ તે સ્ત્રીને ચાર કરોડ મહોર આપી વિદાય કરી. એ જ પ્રમાણે બીજા ઘણા રસિક શ્લોકો વિદ્વાનો પાસેથી ખરીદ કરી વિશ્વ પ્રસિદ્ધ એવો શાલિવાહન સપ્તશતી નામનો ગ્રંથ પ્રગટ કર્યો. એ વેચાણથી લીધેલા શ્લોકો (ગાથા)માંના કેટલાક શ્લોક આજે પણ એ ગ્રંથમાં જોવામાં આવે છે. એ પ્રમાણે શાલિવાહન નામના રાજાનો પ્રબંધ પુરો થયો. શાલિવહન રાજાનો પ્રબન્ધ ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ વનરાજ વગેરેના પ્રબળ્યા વનરાજાદિ પ્રબન્ધો જાણતા પહેલા શીલવૃત્ત સંરક્ષણ વિષેનો વૃત્તાંત જાણવાની ઘણી જરૂર છે જે નીચે મુજબ છે. પૂર્વે જેમાં છત્રીસ લાખ ગામ આવેલા એવા કાન્યકુબ્ધ દેશમાં કલ્યાણકટક નામની રાજધાનીમાં ભૂદેવ (ભૂય, ભૂવડ અથવા ભૂયડ તરીકે પણ પ્રસિદ્ધ હતા એ) નામે રાજા રાજ્ય કરતો હતો. એક સમયે પ્રાતઃકાળમાં રાજપાટિકાર્થે ચાલતાં ચાલતાં એક હવેલીના ગોખમાં બેઠેલી કોઈ અતિ રૂપવાન સ્ત્રીને જોઈ રાજાનું મન સન્માર્ગથી ભ્રષ્ટ થયું. આ દુખ મનોવૃત્તિમાંથી મુક્ત થવા ખૂબ બળાત્કારે પોતાના મનને રોકી રાખતાં પણ તેની લગામ હાથમાં નહીં રહેવાથી આખરે તે ચિત્તહર સ્ત્રીનું હરણ કરવાનો નિશ્ચય કરી, સાથે રાખેલાં, પોતાને પાણી પાનાર પુરુષને એવો સખત હુકમ કર્યો, કે સૂજે તે પ્રકારે પેલી મનહર કમલાક્ષિને અમૂક મહેલ મધ્યે શીધ્ર લાવ. આ પ્રમાણેનો હુકમ કરી ચિત્તભંગ થયેલો રાજા પાછો ફરી પોતાના મહેલમાં ગયો. હવે બનાવ એવો બન્યો કે જે સ્ત્રી હરણ કરી લાવવાનો રાજાએ પેલા પાણી પાનારને હુકમ કર્યો તે તેની પોતાની સ્ત્રી હોવાથી તે બાપડો ઊંડા વિચારમાં પડી ગયો, કે હવે કરવું કેમ ! પણ કરે શું ? “ગમે તેમ થાવ. પણ રાજાનો હુકમ લોપવો નહિ.” એવા વિચારમાં ગરકાવ બની ચિંતાતુર ચેહરાથી પોતાના ઘરમાં પ્રવેશ કર્યો અને રાજાની નીચ બુદ્ધિ વિષે પોતાની અર્ધાગના આગળ વાત કહી. તે સ્ત્રી સહેજમાં સમજી અને કહ્યું કે હે પ્રાણનાથ ! અત્યાર સુધી સાચવી રાખેલા શીલવ્રતનો હું ભંગ થવા નહીં દઇશ, માટે એ વિષેની ચિંતા દૂર કરી, રાજા કોપાયમાન ન થાય માટે તે સ્થળને વિષે હમણાં તો ચાલો. પછી મુકરર કરેલા મહેલમાં પોતાની સ્ત્રીને લઈ જઈ ત્યાં મુકી તે પુરુષ પોતાના રાજાને એ વિષેની ખબર આપવા ગયો. રાજા પણ ઘણો જ કામાન્ય થવાથી તત્કાળ તે મહેલમાં આવી પહોંચી, કાંઈ પણ હાસ્ય વિનોદ કર્યા વગર, “હે પ્રિયે !' એમ કહી એકદમ તે સ્ત્રીને પોતાની બાથમાં લીધી. પણ પેલી સ્ત્રી પતિવ્રતા હોવાને લીધે પોતાનું અંગ (૧) સવાર સાંજ રાજાનું ફરવા નીકળવું તે. ४४ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #59 -------------------------------------------------------------------------- ________________ સંકોચતી રાજા પ્રત્યે બોલી, હે રાજન્ ! તમો ધર્મિષ્ઠ તથા સર્વદેવતારૂપ છો, તમારે મારા જેવી નીચ દાસીમાં આવો ખોટો અભિલાષ રાખવો ઘટતો નથી. તે સ્ત્રીના વચનરૂપી અમૃતથી જ રાજાનો કામાગ્નિ જરા શાંત પડ્યો. એટલે તે બોલ્યો, તે સ્ત્રી ! તું જાતે કોણ છે? તેણે પ્રત્યુત્તરમાં કહ્યું, હે પિતા તુલ્ય રાજન ! હું તમારી દાસી છું. એટલું જ નહિ પણ દાસાનુદાસી છું. ત્યારે રાજાએ કહ્યું, તારા ભેદ ભર્યા વચનથી સંપૂર્ણ રીતે મારી શંકા દૂર થતી નથી માટે જે ખરી વાત હોય તે સત્વર કહી દે. સ્ત્રીએ ઉત્તર વાળ્યો. હે મહારાજ ! વિશેષ તો શું કહ્યું, પણ આપને પાણી પાનારની હું પતિવ્રતા સ્ત્રી છું. આ પ્રમાણે એ પતિવ્રતા સ્ત્રીનું બોલવું સાંભળી અંતરમાં અત્યંત ચમત્કાર પામતા રાજાનો સર્વકામ શાંત પડી ગયો. એટલું જ નહિ, પણ શરમિંદો પડી, દિમૂઢ જેવો બની ગયો ને પેલી સ્ત્રીને પોતાની પુત્રી સમાન ગણીને જવાની આજ્ઞા આપી, પોતે પણ મહા પશ્ચાત્તાપ કરતો રાજ મંદિર તરફ પાછો ચાલ્યો. ગુનેગારને શિક્ષા થવી જ જોઇએ, એમ ધારી પોતાનાથી થયેલા અપરાધ માટે પોતાના મનમાં ન્યાય કર્યો જે “કામભાવથી તે સ્ત્રીના શરીરને સ્પર્શ કરેલો તે મારા બન્ને હાથ મહા પાતકી છે', એમ વિચારી, તેનો નિગ્રહ કરવાની ઇચ્છાથી, મધ્ય રાત્રે ઉઠીને, ચોકીદારને સખત હુકમ આપ્યો કે આ ગવાક્ષની બહાર નીકળતા માણસના હાથને તત્કાળ છેદી નાંખવા. એમ કહ્યું પછી કોઈ ન જાણે એવી રીતે, તે જ ગવાક્ષમાં રાજાએ પોતાના બન્ને હાથ લાંબા કરી, બહારથી પેલા ચોકીદાર પાસે છેદાવી નંખાવ્યા. હવે રાજાના બન્ને હાથ મધરાતે ચોકીદારે કાપી નાખ્યાની ખબર પ્રાતઃકાળમાં પ્રધાનોને થતાં તુરત ત્યાં દોડી આવી તેને શિક્ષા કરવા હુકમ કર્યો, પરંતુ રાજાએ શિક્ષા કરવાનો નિષેધ કર્યો. એ રાજા શિવભક્ત હોવાથી માળવામાં કુડગેશ્વર મહાકાળ મહાદેવના મંદિરમાં જઈ, તે દેવનું અતિશય આરાધના કરવા બેઠો. તે મહાદેવની પ્રસન્નતાથી રાજાના બન્ને હાથ પાછા પ્રથમ હતા, તેવા જ થયા; પણ મહાદેવના આપેલા આ હાથ વડે હવે સંસાર સંબંધી કામ નહિ કરવું એમ ધારી રાજાએ સઘળો માળવા દેશ તથા પોતાનું સઘળું અન્તઃપુર તે દેવને અર્પણ કરી, તેમની રક્ષા કરવાને માટે, પરમાર રાજાના પુત્રોને સઘળો અધિકાર સોંપી, પોતે તાપસી દીક્ષા અંગીકાર કરી તપસ્વી થઈ ત્યાંથી ચાલી નીકળ્યો. આ પ્રમાણે શીળવ્રત સંરક્ષણ વિષેનું જેવું રસભર્યું દષ્ટાંત વાંચનારના જાણવામાં આવ્યું તેવું જ શીલવ્રતધારીના (શીલાંગ સૂરિના) પ્રભાવથી ભરેલું વનરાજનું શૌર્ય ભર્યું વૃત્તાંત નીચે મુજબ છે- હવે તે જ કાન્યકુબ્બના એક દેશ રૂપ ગુજરાતની ભૂમિમાં, વઢિયાર નામના દેશનાં, પંચાસર નામે ગામમાં, ચાવડાવંશના બીજ રૂપ બાળકને વણ એટલે બાણ નામે વૃક્ષની ડાળીએ ઝોળી બાંધી તેમાં સુવાડી, તેની માતા (જયશિખરી રાજાની નાસી ગયેલી રાણી નામે રૂપસુંદરી) ઇંધણાં ખોળતી હતી. એટલે, ઝાડના સુકાં સુકાં ડાળાં ભાંગી એકઠી કરી ભારો કરતી હતી, તે સમયે જૈનોના (૧) ગવાક્ષ=ગોખ. વનરાજ વગેરેના પ્રબન્ધો ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ મોટા આચાર્ય નામે શીલગુણસૂરી, કોઈ પ્રસંગથી તે જગ્યાએ આવી ચડ્યા. પાછલો પ્રહર થઈ ગયો છે તો પણ બાળકનું તડકાથી રક્ષણ કરનાર, તે વૃક્ષની થંભેલી છાયા જોઇને, શીલગુણસૂરીએ વિચાર કર્યો કે આ વૃક્ષની છાયા થંભી રહી છે તેનું કારણ એ જ છે કે, ઝોળીમાં કોઇ પુણ્યશાળી બાળક છે. એવો મનમાં નિશ્ચય થવાથી, આ બાળક આગળ જતાં જિનશાસનનો (જૈનમાર્ગનો) મોટો પ્રભાવક પુરુષ થશે એવી આશાએ તે બાળકની માતાનું દુઃખ શાંત કરી આજીવિકાનો બંદોબસ્ત કરી તેની પાસેથી તે બાળકને પોતાના અધિકારમાં લઈ ઉપાશ્રયમાં આણ્યો. પછી તે આચાર્યની શિષ્યાઓમાં મોટી એવી વીરમતી નામની આર્યાએ તેનું પરિપાલન કર્યું. ને ગુરુએ તેનું નામ વનરાજ પાડ્યું. પછી તે બાળક આઠ વર્ષનો થયો ત્યારે, તેને દેવ પૂજાનો વિનાશ કરનારા ઉંદરોથી રક્ષા કરવાના અધિકારનું કામ સોંપ્યું. પણ આ બાળકે તો જૈન ધર્મથી ઉલટું કામ કરવા માંડ્યું. પેલા ઉંદરો ઉપર લોટ (ગલોલ) ફેંકી તેનો પ્રાણઘાત કરવા માંડ્યો, તે જોઈ ગુરુએ નિષેધ કર્યો તો પણ પેલા બાળકે તો એવો ઉત્તર વાળ્યો કે ગુરુ મહારાજ ! ચોથા ઉપાયથી જ (એટલે દંડથી જ) એ સાધ્ય છે. બાળકનાં હિંમતભર્યા લક્ષણ જોઈ, તથા એની જન્મકુંડળીમાં રાજ યોગ પડ્યો છે માટે નિચે આગળ જતાં એ મોટો રાજા થશે એવી ખાત્રી થવાથી તે આચાર્યો તે બાળક પાછો તેની માને અર્પણ કર્યો. પછી તે બાળકે માતા સહિત, કોઇ પલ્લીભૂમિમાં પોતાના મામા (સુરપાળ) સાથે રહી, ચૌર વૃત્તિથી સર્વ જગ્યાએ ધાડ પાડવાનું કામ ચાલુ કર્યું. એક દિવસ કાકર નામે ગામમાં, કોઈ વ્યાપારીના ઘરમાં ખાતર પાડી, દ્રવ્ય ચોરતાં દધિપાત્રમાં વનરાજનો હાથ પડ્યો, કે તરત જ “ઓ-મને ખાધો તો' એ પ્રકારે ચમકી તે ચોરેલું સઘળું ધન ત્યાંજ રહેવા દઈ ઘર બહાર નીકળી ગયો. બીજે દિવસે પ્રાતઃકાળમાં પેલા વ્યાપારીની બહેન શ્રીદેવી કંઈ કામસર દહીં લેવાને ગઈ, તો તે પાત્રમાં પડેલી હાથની રેખા ઉપરથી એવું ધાર્યું કે “આ કોઈ ભાગ્યવાન મહાપુરુષ છે ને એ મારા ભાઈ રૂપ છે, માટે તેને જોયા વગર મારે ભોજન ન લેવું.” એવી પ્રતિજ્ઞા લઇ તેની શોધ કરાવતાં “એ વનરાજ જ છે' એમ ખાત્રી થવાથી તેને રાત્રે ગુપ્ત રીતે પોતાના ઘરમાં બોલાવીને ભોજન કરાવ્યું તથા ખર્ચપાણી આપી ઘણો ઉપકાર કર્યો, ત્યારે વનરાજે કહ્યું કે ગુરુના પ્રતાપે જો મને રાજ્ય પ્રાપ્ત થશે તો, મારા પટ્ટાભિષેક વખતે તને મારી બહેન ગણીને તારે જ હાથે તિલક કરાવીશ. એવું પ્રતિજ્ઞાપૂર્વક વચન આપી ત્યાંથી ચાલતો થયો. વળી એક દિવસ આવા પ્રકારની ચોરી કરવાના કામમાં ચોરોની સાથે પ્રવર્તતા વનરાજે, કોઈ જંબા (એને ચાંપો પણ કહે છે) નામના વાણિયાને, કોઈ અરણ્ય પ્રદેશમાં રોક્યો. તે વણિકે ત્રણ ચોરોને દેખી પોતાની પાસે રહેલા પાંચ બાણમાંથી બે બાણ ભાંગી નાંખવા માંડ્યા, તે જોઈ પેલા ચોરોમાંથી વનરાજે પૂછ્યું કે તું આ બાણ શા સારું ભાંગી નાંખે છે ? ત્યારે વણિકે જવાબ દીધો કે તમો ત્રણ ચોર છો, તે એક એકને એક એક બાણથી મારીશ. ત્યારે બે બાણ વધશે તે નિષ્ફળ જશે માટે ભાંગી નાખું છું. આ પ્રકારનું તેનું બળગર્ભિત વચન સાંભળી, તેની પરીક્ષા (૧) વનમાં ભીલ લોકો નાનાં ઝુંપડાં બાંધી વાસ કરે છે તે. ४६ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #61 -------------------------------------------------------------------------- ________________ કરવાના હેતુએ, કોઈ અમુક વસ્તુ બતાવી, તેને એક જ બાણથી વિંધવા કહ્યું. તે કામ તેણે અતિશય ચાલાકીથી કરેલું જોઈ ઘણા પ્રસન્ન થઈ તેને તેઓએ પોતાના ટોળામાં લીધો. તેની યુદ્ધ વિદ્યાથી ચમત્કાર પામી વનરાજે કહ્યું કે મારા પટ્ટાભિષેક સમયે તને મારો મોટો પ્રધાન કરીશ, એમ કહી તેને વિદાય કર્યો. હવે કાન્યકુબ્બના રાજા ભુવડે, ગુજરાત દેશ, પોતાની મહણિકા નામે કુંવરીના કંચુક' સંબંધમાં આપેલો, તે દેશની ખંડણી ઉઘરાવવાને રાખેલું પંચકુળ (જમાં પાંચ મોટા કુલવાનું અધિકારીઓ રહેલા છે તે) વનરાજની હોશિયારી જાણી, તે ખંડણી ઉઘરાવવાનું કામ વનરાજને (બરછીના અધિકાર સાથે) સોંપીને તે બીજા દેશ તરફ ચાલ્યું. પછી તે પાંચ-છ મહિને સોરઠ વગેરે દેશ તરફથી ખંડણી ઉઘરાવી પોતાના દેશ ભણી જતું હતું તેવામાં વનરાજે, તે લોકોને વિકટ માર્ગમાં ઘેરી મારી નાંખી, તેમની પાસે એક લાખ રૂપા નાણું અને જાતવંત ચાર હજાર તેજી ઘોડા હતા તે સર્વે લુંટી લીધા, પણ કાન્યકુજના રાજાના ભયથી પોતે એક વર્ષ સુધી ગુપ્ત પણે (કાલુભાર) વનમાં રહ્યો અને ધીરે ધીરે યુક્તીથી ધન અને બળ સંપાદન કરી કાન્યકુબ્બના રાજ્યની સ્થિતિ ઉખેડી નાંખી. એવી રીતે ઘણી ફતેહ મેળવી પોતાના બાપનું ગયેલું રાજ્ય પાછું મેળવ્યું. પછી રાજ્યાભિષેક વખતે નવું નગર વસાવવું એવી ઇચ્છાથી, ભૂમિની શોધ કરવા નીકળી પડ્યો. ફરતાં ફરતાં તે પીપલુડા તળાવની પાળ ઉપર આવી વિશ્રામ લેવા બેઠો. ત્યાં સાખડ નામે ભરવાડના પુત્ર અણહિલે તેને પૂછ્યું કે તમે શેની શોધમાં ફરો છો ? ત્યારે તેણે જવાબ દીધો કે નવું નગર વસાવવા માટે શૂરવીર ભૂમિ ખોળીએ છીએ. અમે ઘણી શોધ કરી પણ હજુ સુધી કાંઈ પત્તો લાગ્યો નથી. તું જંગલનો ભોમિયો છે માટે એ વિષે જો તને કંઈ ખબર હોય ને અમને કહે તો તારો આભાર માનીશું. ત્યારે અણહિલ બોલ્યો કે જો તે નગરનું નામ મારા નામે રાખવાનું કબુલ કરો તો હું તમને તેવી જગ્યા બતાવું. આ પ્રમાણેનો કરાર કરી અણહિલે, તે લોકોને જાલી વૃક્ષની સમીપે સસલાએ કુતરાને ત્રાસ પમાડીને જેટલે દૂર સુધી હટાવેલો તેટલી જ માત્ર સર્વોત્તમ શૂરવીર ભૂમિ બતાવી. તે ઉપરથી એ સ્થળ ઉપર અણહિલપુર નામનું નગર વસાવી, વિક્રમ સંવત ૮૦૨ના વર્ષમાં વૈશાખ સુદ ૨ ને વાર સોમે. જાલી વૃક્ષના મૂળ ઉપર બંધાવેલા ધવળગૃહમાં, રાજયાભિષેકના મુહુર્ત વખતે કાકર ગામની રહેનારી શ્રીદેવીને બોલાવી, વનરાજે વચન આપ્યા પ્રમાણે તેને હાથે તિલક કરાવ્યું. આ રાજ્યાભિષેક વખતે વનરાજની ઉંમર આશરે ૫૦ વર્ષની હતી. પછી વનરાજે અરણ્ય પ્રદેશમાં મળેલા જંબા નામના વણિકને પોતાના પ્રધાન પદે સ્થાપ્યો. ત્યાર બાદ પંચાસર ગામથી શીલગુણ સૂરીને ભક્તિ સહિત મહેલ મધ્યે લાવી પોતાના સિંહાસન ઉપર બેસાડી, પોતે કૃતજ્ઞ શિરોમણિ છે માટે, સઘળું રાજય તેમને અર્પણ કરવા (૧) કન્યાને પરણાવી પહેરામણીમાં આપે છે તે. (૨) બીજી પ્રતોના મતે ૨૪ લાખ સોનામહોર અને ૪૦૦ જાતવંત ઘોડા છે વળી બીજી પ્રતમાં ૧ લાખ કોરી જણાવેલી છે. (૩) ધવન, મોટો; ગૃહન્નમહેલ. વનરાજ વગેરેના પ્રબન્ધો ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ માંડ્યું. પણ આચાર્ય પોતે નિઃસ્પૃહ હોવાથી તેનો તેમણે સ્વીકાર કર્યો નહીં. પછી વનરાજે તે આચાર્યના પ્રત્યુપકાર બુદ્ધિથી થયેલા આદેશથી, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા વડે સુશોભિત, પંચાસર નામનું ચૈત્ય' કરાવી તેમાં પોતાની (વનરાજની) આરાધક મૂર્તિ કરાવી તેનું પણ સ્થાપન કર્યું. તેમજ વળી વનરાજે ધવળગૃહના પ્રાંત ભાગમાં કંઠેશ્વરી (કંટકેશ્વરી) દેવતાનો પ્રસાદ પણ કરાવ્યો છે. | ગુજરાતમાં પહેલો મોટો ગુર્જર રાજા વનરાજ થયો એ રાજ્ય જૈનાચાર્યોએ મંત્ર બળથી સ્થાપન કરેલું તેથી સ્વાભાવિક રીતે જૈન મતને નહીં માનનારા લોકોની આ રાજ્યમાં વિશેષ પ્રતિષ્ઠા જણાતી નથી. વનરાજે પોતાનું (૧૦૯) એકસો નવ વર્ષ (૨) બે માસ અને (૨૧) એકવીસ દિવસનું આયુષ્ય ભોગવ્યું તેમાં (૫૯) ઓગણસાઠ વર્ષ (૨) બે માસને (૨૧) એકવીસ દિવસ રાજ્ય કર્યું ને સંવત ૮૬૨ ના વર્ષમાં સ્વર્ગવાસી થયો. પછી વનરાજનો પુત્ર યોગરાજ સંવત ૮૬૨ ના વર્ષમાં અષાડ સુદ ૩ ને ગુરૂવારે, અશ્વિની નક્ષત્ર ને સિંહલગ્નમાં ગાદીએ બેઠો. તેને ત્રણ પુત્રો હતા. એક દિવસ તે ત્રણ પુત્રોમાંથી ક્ષેમરાજ નામના કુમારે રાજાને કહ્યું કે દેશાન્તરીય બીજા રાજાના વહાણો, સમુદ્રમાં પવનનું તોફાન લાગવાથી વિખરાઈ ગયેલાં, બીજા સમુદ્ર તટથી, શ્રી સોમેશ્વર પત્તન (પ્રભાસ પાટણ)માં આવ્યાં છે અને તે વહાણો તેજસ્વી ૧૦૦૦ ઘોડા તથા ૧૫૦ હાથી વગેરે બીજી કરોડો વસ્તુથી ભરેલાં છે. તે સર્વે આપણા દેશ ઉપર થઈ પોતાના દેશ ભણી જશે. માટે જો સરકારની આજ્ઞા હોય તો તેને પકડી લૂંટી લાવીએ. એ પ્રકારનું પોતાના કુમારનું વચન સાંભળી રાજાએ તેનો નિષેધ કયો; ત્યારે ત્રણે કુમારે પિતાથી છાના એકઠા થઇ વિચાર કર્યો કે મહારાજ ઘણા વૃદ્ધ થયા છે તેથી તેમની બુદ્ધિ પણ વિકળ થઈ છે; માટે તેમની બુદ્ધિ પ્રમાણે ચાલવામાં લાભ શો ! એવા પ્રકારના વિચાર કરી ત્રણે ભાઈઓ એક મત થયા કે એ કામ આપણે ગુપ્તપણે કરવું. એમ ઠરાવ કરી તેઓએ પોતાના દેશની પ્રાંત ભૂમિમાં ગુપ્ત સૈન્ય સજ્જ કરી, કોઈ ન જાણે એવી ચૌર વૃત્તિએ, આવતાં વહાણો ઉપર હુમલો કરી, તેમાંની સર્વ માલ મતા છીનવી લાવી. પોતાના બાપની આગળ રજૂ કરી. તે જોતાં જ રાજાને હૃદયમાં ઘણો કોપ ઉત્પન્ન થયો, પણ તે વખતે ગમ ખાઇ, મૌન ધારણ કરી, તેમને કાંઇ પણ સારું નરસું વચન કહ્યું નહિ. ક્ષેમરાજને પોતાનાં કરેલાં કૃત્યો વિષે પિતા તરફથી કાંઈ પણ ખુલાસો ન મળવાથી, તેણે પોતાના પિતાને “મૌન ધારણ કરી બેસવાનું કારણ પૂછ્યું, ત્યારે રાજાએ ખુલાસો કર્યો કે જો આ તમારું કરેલું કાર્ય સારું કહું તો પારકા ઘરની (૧) મંદિર. (૨) ભક્તિ કરતી; જાણે પોતે શ્રીપાર્શ્વનાથજી મહારાજની ભક્તિ કરતો તેની સામે ઉભો હોય એવા ઢબની; મૂર્તિ-પોતાની પ્રતિમા કરાવી. (૩) ગાંડી. ૪૮ પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર Page #63 -------------------------------------------------------------------------- ________________ ચોરી રૂપ પાતકનો હું ભાગીદાર થાઉં અને જો અપ્રિય કહું તો મારા ઉપર તમને સહુને અરૂચિ થાય માટે હાલ મૌન રાખવું એ જ શ્રેયસ્કર છે. હવે, પ્રથમ મે જે ના કહી તેનું કારણ જો તમે જાણવાને ઇચ્છતા હો તો તેનો ઉત્તર સાંભળો અન્ય દેશના રાજાઓ એકઠા મળી એક બીજાના રાજ્યની પ્રશંસા કરતી વખતે આપણા રાજ્ય વિષે એમ બોલતા હતા કે, ગુજરાતમાં રાજય કરનાર રાજા તો ચોર છે માટે તેઓ આપણી કક્ષાના ન ગણાય; એવા જ પ્રકારની ટીકા કરી તેઓ ઉપહાસ કરતા હતા. એ વાત આપણા માણસોએ પત્ર દ્વારા આપણને જણાવ્યાથી મનમાં ખેદ પામી પૂર્વજોની કતંકવાળી રૂઢિ મુજબ ન વર્તવાથી હાલમાં આપણા વૃદ્ધોને લાગેલું તે કલંક સર્વ લોકના હૃદયમાંથી નિકળી ગયું અને સઘળા રાજાઓની પંક્તિમાં આપણે પણ ગણાવા લાગ્યા, પણ થોડા ધનનો લોભ કરનાર તમે પૂર્વજનું ગયેલું કલંક આજે પાછું તાજું કર્યું; એટલું કહી રાજાએ પોતાની આયુધશાળામાંથી ધનુષ મંગાવી કહ્યું કે તમો ત્રણ માંથી જે અધિક બળવાન હોય તે આ ધનુષની પણછ ચઢાવો. એવું રાજાનું વચન સાંભળી તે ત્રણે ભાઈઓએ પોત પોતાનું સામર્થ્ય વાપરી જોયું, પણ કોઇથી તે ધનુષની પણછ ચઢાવાઇ નહિ; ત્યારે રાજાએ પોતે તે ધનુષ્ય ઉચકી લઇ, એક ક્ષણ માત્રમાં તેની પણછ ચઢાવી, કહ્યું आज्ञाभङ्गो नरेन्द्राणां वृत्तिच्छेदोनुजीविनाम् । पृथक्शय्या च नारीणामशस्त्रो वध उच्यते ॥१॥ અર્થઃ “રાજાની આજ્ઞાનો લોપ કરવો, સેવક લોકોની આજીવિકાનો છેદ કરવો તથા સ્ત્રીઓને જુદી શૈયામાં (પોતાનાથી દૂર) સુવાડવી એ ત્રણે (રાજા, સેવક અને સ્ત્રી)નો શસ્ત્ર વિનાનો વધ કર્યો કહેવાય.' એ પ્રકારની નીતિશાસ્ત્રનો ઉપદેશ છે; માટે શસ્ત્ર વિના મારો વધ કરનાર તમો છો તેથી હવે તમને હું શું શિક્ષા કરું ? મારે હવે જીવતાં, પણ મડદા જેવા થઈ રહેવું તેના કરતાં મરવું એ વધારે સારું છે. એમ કહી રાજાએ મૌન ગ્રહણ કર્યું અને પ્રાયોપવેશનવૃત્ત ધારણ કરી, ચિત્તા પ્રવેશ કરી પોતાની ૧૨૦ વર્ષની વૃદ્ધ ઉંમરે દેહ ત્યાગ કર્યો. એવો મતાંતર પણ મળે છે કે આ રાજાએ પોતાની ઇષ્ટ દેવી ભટારિકા યોગિનીશ્વરીનો પ્રાસાદ પોતાના રાજ્યમાં કરાવ્યો છે. એ રાજા ૩૫ વર્ષ રાજ્ય કરી મરણ પામ્યો. એના પછી એનો પુત્ર ક્ષેમરાજ સંવત ૮૯૭માં ગાદીએ બેઠો. એણે ૨૫ વર્ષ રાજય કર્યું. એના પછી એનો પુત્ર ભૂયડ સંવત ૯૨૨ માં ગાદીએ બેઠો ને ૨૯ વર્ષ રાજય કરી મરણ પામ્યો. એણે શ્રીપતનમાં ભૂયડેશ્વર નામના મહાદેવનો પ્રાસાદ બંધાવ્યો. એના પછી એનો પુત્ર વૈરિસિંહ સંવત ૯૫૧ માં ગાદીએ બેઠો તે ૨૫ વર્ષ રાજ્ય કરી મરણ પામ્યો. તે પછી એનો પુત્ર રત્નાદિત્ય સંવત ૯૭૬ માં ગાદીએ બેઠો તે ૧૫ વર્ષ રાજ્ય કરી મરણ પામ્યો. (૧) અન્નજળનો ત્યાગ કરવો તે. વનરાજ વગેરેના પ્રબન્ધો ૪૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ એના પછી એનો પુત્ર સામંતસિંહ (ભૂયડદેવ) સંવત ૯૯૧ માં ગાદીએ બેઠો તે ૭ વર્ષ રાજય કરી મરણ પામ્યો. એ પ્રકારે ચાવડા વંશમાં ૭ રાજા થયા. એ વંશના શાસનની સમાપ્તિ સંવત ૯૯૮ માં થઈ. હવે પૂર્વે કહેલા ભયડરાજાના વંશના (ભવનાદિત્યના) રાજ, બીજ અને દંડક નામના ત્રણ સગા ભાઇઓ સોમેશ્વરની યાત્રા કરી પાછા વળતાં અણહિલ પાટણમાં આવી પહોંચ્યા. ત્યાં ઘોડો ફેરવવા નીકળેલા રાજા સામંતસિંહને જોયો. એ રાજાએ અજ્ઞાતપણે ઘોડાને ચાબૂખ મારી તે જોઈ પેલાં ત્રણ ભઇમાંથી એક જણ હં-હં કરતો માથું હલાવી પીડા પામતો બોલ્યો, તેના સાદથી ચમકીને રાજાએ પોતાના અશ્વને ઉભો રાખી તેને “હં-હં' એમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે જવાબ દીધો કે અતિશય વખાણ કરવા લાયક તેમજ ન્યુરપ્શન લેવા યોગ્ય તમારા અશ્વની ગતિ છે છતાં તમે ઘોડાને ચાબૂક મારી તે જોઈ જાણે તે ચાબૂક મારી પીઠ ઉપર પડી હોય તેમ મને કમકમાટી છૂટી વળી હોય, તેનાથી મારું મર્મ સ્થળ ભેદાયું હોય, એવી રીતની પીડાકારી લાગણી જાગવાથી હું “હં-હં કરીને બોલ્યો. એવું તેનું વચન સાંભળી ચમત્કાર પામી તે રાજાએ પોતાનો અશ્વ તેને આપીને કહ્યું કે સબૂર ! હવે તું કેવી રીતે અશ્વ ફેરવે છે તે મને બતાવ. ઘોડો જેવો તેજસ્વી છે હવે, તેનો સવાર પણ તેવો જ મળવાથી, તેને જોનારા માણસો, ઘોડાની ચાલમાં તેમજ તેને ફેરવવામાં તેના ઉપર સવાર થયેલા માણસની છટા જોઇ, ઓવારણા લેતા હતા. રાજાએ પણ તે જોઈ વિચાર કર્યો કે નિઃશંક આ કોઇ ઉત્તમ કુળનો પુરુષ છે. એમ ધારી લીલાદેવી નામની પોતાની બેનને તેની સાથે પરણાવી. પછી કાળાન્તરે તે ગર્ભવતી તો થઈ પણ તેથી તે મહા કષ્ટ પામવા લાગી. તેમાં પરિણામે તેનું મરણ સમીપ આવ્યું જોઈ પ્રધાન લોકોએ વિચાર કર્યો કે લીલાદેવી મરશે તેની સાથે તેનો ગર્ભ પણ મરણ પામશે. એવો સર્વેને નિશ્ચય થવાથી તેનું પેટ ચીરી છોકરાને બહાર કાઢી લીધો. એ છોકરો મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન થવાથી તેનું નામ મૂળરાજ પાડ્યું. બાળ સૂર્યની પેઠે તેજસ્વી અને પરાક્રમી થવાથી સર્વ પ્રજાને તે ઘણો પ્રિયંકર થયો. યુવાવસ્થામાં આવ્યા પછી પોતાના મામાનું રાજય, એણે પોતાના પરાક્રમથી ઘણું વધારી આપ્યું. એથી એનો મામો ઘણો મદોન્મત થયો. પછી તો એ એવું કરવા લાગ્યો કે કોઈ કોઈ વખત મૂળરાજને રાજ્યાભિષેક કરી પોતાની રાજ્ય ગાદીએ બેસાડે, ને વળી મદ ચડે ત્યારે ગાદી ઉપરથી તેને પાછો ઉઠાડી પણ મૂકે. આ પ્રકારનો બનાવ બનવા માંડ્યો તે દિવસથી આરંભીને ચાવડા વંશના રાજાઓનું દાન ઉપહાસ કરવા યોગ્ય થયું. મૂળરાજને ગાદીએ બેસાડે વળી પાછો ઉઠાડે એમ ઘણી વખત થવાથી તે ક્રોધે ભરાયો. પોતાના મામાનો સંહાર કરવા વિષેનો તેના મગજમાં નિર્ણય થયો. એક દિવસ મૂળરાજને પાછો રાજયાભિષેક કરી તેના મામાએ પોતાની ગાદી ઉપર બેસાડ્યો છે તે સમયમાં, મામાને પડેલી આદત સમજી, પોતાનો પરિવાર સજજ કરી, મામાને સ્વર્ગપુરી દેખાડવામાં તૈયાર થઈ રહ્યો હતો (૧) ઓવારણા. (૨) ઉગતા સુરજની. ૫૦ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #65 -------------------------------------------------------------------------- ________________ તે જ વખતમાં, બનવાકાળ સર્જિત છે માટે ગાફેલ મામાએ મૂળરાજનું પુનઃ ઉત્થાપન કરવા માંડ્યું તે સમયે મૂળરાજ, તેને જ સ્વર્ગવાસી કરાવી સંવત ૯૯૮ માં પોતાની ૨૧ વર્ષની ઉંમરે ખરો સ્વતંત્ર રાજા થઈ બેઠો. એક સમયે સપાદલક્ષનો (નાગોર અથવા સાંબેરનો) રાજા, મૂળ રાજ સાથે યુદ્ધ કરી તેને જીતવાના હેતુથી ગુજરાતની હદ ઉપર ચઢી આવ્યો. તેમજ ત્યાં તૈલંગ દેશના તૈલિપ નામે રાજાનો બારવ (બારપ) નામનો સેનાપતિ પણ તે જ વખતે ચડી આવ્યો. બન્ને દેશના રાજાઓનું લશ્કર એક વખતે ચડી આવવાથી મૂળરાજ પોતાના પ્રધાનો સાથે વિચાર કરવા લાગ્યો કે જો આપણે પ્રથમ સપાદલક્ષની સામે યુદ્ધમાં પડીશું તો, તે સમયનો લાભ લઈ તૈલિપનો સૈનાપતિ બારવ; તેમજ બારવ સામે પ્રથમ યુદ્ધ કરીશું તો સપાદલક્ષ રાજા, આપણા ઉપર ઓચિંતો હુમલો કરી આપણો પરાભવ કરશે; માટે હવે આપણે કરવું શું ? ત્યારે સુજ્ઞ પ્રધાને જવાબ આપ્યો કે હાલમાં રણસંગ્રામ સળગાવવાં કરતાં કેટલાક દિવસ કંથાદુર્ગ (કંથકોટ-એ કચ્છની પાસે છે)માં જઈ નિર્ગમન કરવો એ વધારે યોગ્ય છે. કારણ કે એટલામાં નવરાત્રિના દિવસ આવી પહોંચવાથી એ સપાદલક્ષ રાજા પોતાની રાજધાની શાકંભરી (બાબર)માં જઈ સ્વગોત્ર દેવીનું આરાધન કરવામાં ગુંથાશે તે વખતે આ બારપ સેનાપતિને આપણે નિર્વિને હરાવી એકદમ સપાદલક્ષની પણ ખબર લઈશું. એવી રીતનું પ્રધાનોનું વચન સાંભળી મૂળરાજ બોલ્યો, એ યુક્તિ તો તમોએ ઠીક શોધી કાઢી, પણ આ રીતે કિલ્લામાં સંતાઈ રહેવાથી આપણે નમાલા ગણાઈશું અને તેથી લોકોમાં આપણી હાંસી થશે. ત્યારે પ્રધાને કહ્યું કે પશુયુદ્ધમાં ઘેટો જે પાછો હઠી ધસે છે, તે વધારે જોરથી સામાવાળાને મારવા માટે. સિંહ જે તરાપ મારતી વખતે પોતાનું અંગ સંકોચી નાખે છે, તે ઘણી ઉંચી તરાપથી શિકારને એકદમ પકડવા સારુ; તેમજ હૃદયમાં ગુપ્ત વૈર રાખનાર કે જેનો મંત્ર વિચાર ગુપ્ત છે એવા બુદ્ધિમાન પુરુષો, બીજા જુજ અલ્પબુદ્ધિવાળા માણસોથી થયેલી અવગણનાને સહન કરે છે. એવા તે પ્રધાનોનાં ઉદાહરણ યુક્ત વચનથી મૂળરાજે કંથાદુર્ગમાં પ્રવેશ કર્યો. આ પ્રમાણેની મૂળરાજની યુક્તિ, ગુર્જરદેશનું આક્રમણ કરતા સપાદલક્ષ રાજાના જાણવામાં આવવાથી, નવરાત્રિના દિવસ આવ્યા ત્યારે, પોતે સ્વરાજયમાં ન જતાં, જે ઠેકાણે પડાવ નાખ્યો હતો તે જ ઠેકાણે, શાકંભરી નામનું નગર વસાવી, ત્યાં પોતાની ગોત્રદેવીને મંગાવીને નવરાત્રિના ઉત્સવનો આરંભ કર્યો. આ વાત મૂળરાજના જાણવામાં આવવાથી, પોતે ક્રોધાયમાન થઈ આવી પડેલા સંકટમાંથી મુક્ત થવા માટે પોતાના તર્કને અનુસરી જાણે પોતે લહણિકા કરવા સમારંભથી પોતાના સર્વે નાના મોટા શૂરા સામંતોને એકઠા કરતો હોય એવી રીતનો બહારથી ડોળ બતાવી, તેમના ઉપર સંકેતયુક્ત પત્રિકાઓ મોકલી આપી. પત્રદ્વારા તેમને સૂચવ્યું કે “તમારે સપાદલક્ષ રાજાના કટક સમીપ અમુક દિવસે અને અમુક વખતે સંકેત સાધવાને આવી પહોંચવું અને હું પણ અમુક વખતે ત્યાં હાજર થઈશ. પણ બહારથી એવો ડોળ બતાવવું કે મૂળરાજ લહણિકા કરે છે માટે ત્યાં જઇએ છીએ એવા ભેદ ભર્યા પત્રો લખી મોકલ્યા પછી તે આવનાર સામંતોના પરાક્રમ, કીર્તિ અને કુળને ઘટતું વનરાજ વગેરેના પ્રબન્ધો ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ આદરમાન આપવાને કેટલાક રાજપુત્રોને નિયુક્ત કરી તેમને અગાઉથી તે સ્થળે મોકલ્યા. પછી પોતે નિયત કરેલ દિવસે અતિવેગવાળી સાંઢણી ઉપર બેસી તેનો સેવક સાથે લઈ પોતાના સ્થાનથી ઘણી પૃથ્વી ઉલ્લંઘન કરી પ્રભાત થતાં જ અકસ્માત સપાદલક્ષ રાજાના સૈન્ય આગળ આવી, જાણે કોઈ તેનો ઈષ્ટમિત્ર મળવા આવ્યો હોય તેમ, આસપાસના કટકનો કંઈ પણ વિચાર ન કરતાં, સાંઢણી સહિત એ રાજાના તંબુમાં પ્રવેશ કરવાના દ્વાર આગળ આવી સાંઢણી ઉપરથી ઝટ ઉતર્યો. આ રાજતંબુની નાગી તલવારથી રક્ષા કરતો દ્વારપાળ ઉભો હતો, તે પ્રત્યે મૂળરાજ હાથમાં તલવાર રાખી બોલ્યો. અરે દ્વારપાળ ! આ વખતે તારો રાજા શું કરે છે અને તે ક્યાં છે ? અહીંથી જા અને તારા રાજાને વિદિત કર કે ગુર્જરદેશના મહારાજ શ્રી મૂળરાજ તારા રાજદ્વારના તંબુ આગળ આવી બિરાજ્યા છે. એમ બોલતાં આસપાસના દ્વારપાળોને પોતાના વિશાળ બાહુ બળથી વિખેરી, સર્વેને તરણા માત્ર ગણી, મદોન્મત્તપણે, સામા જવાબની રાહ ન જોતાં આગળ ધસ્યો અને જે વખતે આગલો દ્વારપાળ સપાદલક્ષ રાજાને મૂળરાજ પધાર્યાના સમાચાર વિદિત કરે છે એટલામાં, મૂળરાજ પોતે તે રાજાની સમક્ષ આવી તેના સુવર્ણમય પલંગ ઉપર સિંહની જેમ ગર્જતો બેઠો. મૂળરાજ આ પ્રમાણે અકસ્માત પ્રગટ થવાથી સપાદલક્ષ રાજા કિંચિત ભયભીત થઈ સ્તબ્ધ રહ્યો; પણ સહજ વારમાં પાછો શુદ્ધિમાં આવી પોતાના પલંગ ઉપર બેઠેલા શૂરવીરને પ્રશ્ન કર્યો કે તમેજ શ્રી ગુર્જરદેશના મહારાજા મૂળરાજ છો ? મૂળરાજે જવાબ દીધો કે હા, તે નામની કીર્તિ મને છે. એવું મૂળરાજનું પ્રતિવચન સાંભળી સપાદલક્ષ રાજા પોતાના અતિથિ મૂળરાજનું સન્માન કરવાને કંઇક વધુ સમયસૂચક બોલવાનું આરંભે છે, એટલામાં તો મૂળરાજના પ્રથમ સંકેત પ્રમાણે તેના શૂરા સામંતોએ ચાર હજાર ઘોડેસવાર સહિત તે રાજતંબુને ચારે બાજુથી ઘેરી લીધો. આ જોઈ મૂળરાજે સપાદલક્ષ રાજાને કહ્યું કે હે રાજન્ ! આ ભૂમંડળમાં મને યુદ્ધ આપે એવો સકળ ગુણ સંપન્ન અતિ બળવાન કોઇ મુગટધારી મહારાજા મારી નજરમાં હજુ સુધી આવ્યો નથી, પરંતુ હું એમ કલ્પના કરું છું કે તમે તેવા છો; અને એ સમય અહીં તમારા પધારવાથી મને અનાયાસે પ્રાપ્ત થયો હતો, પણ જેમ અતિ દુર્લભ અને ઉત્તમ સ્વાદિષ્ટ ભોજનને આરોગવાની વખતે માખી તેમાં પડી મરવાથી જેમ તે ભોજન ત્યાગ કરવા યોગ્ય થાય છે, એ ન્યાયે તૈલંગ દેશના તૈલિપ નામે રાજાનો સેનાપતિ બાર૫ ગુજરાત ઉપર ચડી આવવાથી આપણા યુદ્ધમાં વિલંબ થયો છે, તેથી હું ઘણો ખેદ યુક્ત થયો છું. માટે એ બારપ સેનાપતિને શિક્ષા કરીને હું પાછો ફરું ત્યાં સુધી આપે નિષ્પક્ષપણે અહીં જ સ્થિર રહેવું અને પછી આપણે યુદ્ધ રસનો પરસ્પર અનુભવ કરીશું એવો મારો દ્રઢ નિશ્ચય જણાવવા માટે મારું અત્રે આવવું થયું છે. મૂળરાજનું આ પ્રકારનું વચન સાંભળી તે રાજાએ કહ્યું કે તમારા જેવા મોટા હિંમતવાન રાજાને ધન્ય છે કે શત્રુના અગણિત દળની વચ્ચે અને શત્રુની સમક્ષ એક કટારીના બળ ઉપર ઝઝુમી એક સાધારણ માણસની જેમ આવવું, એવા સાહસિક ધર્યવાન અને બળવાન રાજાની સાથે શત્રુતા રાખવી તેના કરતાં તેની સાથે મિત્રતા રાખવી એ હું વધારે પસંદ કરું છું. માટે દેહાંત સુધી આપની સાથે આ મિત્રતા પર પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #67 -------------------------------------------------------------------------- ________________ રાખવા ઇચ્છું છું. આવું રાજાનું બોલવું સાંભળી મૂળરાજ તેના જવાબમાં હા, એમ કરવું ન ઘટે, ઘટે, એમ ના, હા, કરતો તથા તે રાજાએ કરેલા ભોજનના આમંત્રણને કબુલ, નાકબુલ, કરવાનો ડોળ બતાવતો પોતાની સમશેરને રમાડતો એકાએક જેવી રીતે આવ્યો. તેવી જ રીતના સાવધાનપણાથી ઝડપબંધ ત્યાંથી ઉઠી તંબુની બહાર આવી, પોતાને માટે રાહ જોતી સાંઢણી ઉપર સવાર થઇ પોતાના લશ્કર સાથે કૂચ કરી એકદમ બાર૫ સેનાપતિના લશ્કર ઉપર છાપો માર્યો અને દાતરડાથી ખેડુત ઘાસ કાપે તેમ તેના લશ્કરનો ઘાણ કાઢી વિજય મેળવી તેના દશ હજાર ઘોડા અને અઢાર હાથી લૂંટી લઈ હર હર મહાદેવના પોકાર કરતો અને જયના ડંકા દેતો ત્યાંથી પાછો ફર્યો; અને થોડા દિવસમાં સપાદલક્ષ રાજાના વસાવેલા શાકંભરી નામના નગરમાં આવી પહોંચ્યો. પણ તે અરસામાં સપાદલક્ષ રાજા, મૂળરાજની બારપ સાથેની જીત સાંભળી પલાયન થઈ ગયો હતો. આ જોઈ મૂળરાજના હર્ષનો કંઈ પાર રહ્યો નહિ; અને પોતે જે વિપ્નમાં આવી પડેલો હતો તેમાંથી નિવૃત્ત થયો તે વાતને અમર કરવાને પોતે શ્રીપત્તનમાં મૂળરાજ વસહિકા અને મૂંજાળ દેવસ્વામીનો પ્રાસાદ કરાવ્યો. પછી પોતે ભક્તિભાવે દર સોમવારે શિવ દર્શન કરવાનો નિયમ રાખ્યો. તેમાં તેની દઢ ભક્તિ જોઇ મૂળરાજને તેના મંડલિક નગરના મુકામે શ્રી સોમનાથ મહાદેવે સાક્ષાત દર્શન દીધાં. તે કારણથી મૂળરાજે તે સ્થળે મૂળેશ્વર નામના શિવલિંગની સ્થાપના કરી. આથી શિવે, વિશેષ પ્રસન્ન થઈ ઉપદેશ કર્યો કે હું તને નિરંતર પ્રસન્ન છું માટે હવેથી હું તારા અણહિલપાટણમાં મારા સેવક સહિત નિવાસ કરું છું અને તેનો પરચો તને તારા નગરમાં જ માલુમ પડશે. એમ કહી શિવ અદશ્ય થયા. થોડાં દિવસે મૂળરાજ અણહિલપાટણમાં આવ્યો ત્યારે ત્યાંના વાવ, તળાવ, કુવા વગેરે સઘળા જળાશયોમાં પાણી ખારાં થયેલાં જોઈ તેને ખાત્રી થઈ કે સાક્ષાત્ શ્રી સોમેશ્વર મહાદેવ પોતાના સેવક સમુદ્ર સાથે મારા નગરમાં પધાર્યા છે. માટે મારે યથાશક્તિ તેમની ભક્તિ કરવી એવા વિચારથી તેમના નિવાસને વાસ્તે અણહિલવાડમાં ત્રિમૂર્તિ પ્રાસાદ કરાવ્યો, જેથી સઘળાં જલાશયો ફરી મીઠાં થયાં. આ ચમત્કારથી રાજાનું મન શિવભક્તિમાં વધારે ભેદાયું. અહર્નિશ “શિવ શિવ ધ્યાન લાગ્યું. પોતાના સ્થાપન કરેલા શિવાલયમાં શું કરવું અને શું ન કરવું તેના વિવેચનમાં પોતાનો કાળ ગમન કરવા લાગ્યો. પ્રથમ તો દેવાલયમાં ભક્તિમાન બ્રહ્મચારી તપસ્વી પુજારીની જરૂર છે. એવી મનમાં પ્રેરણા થવાથી તેના પુજારીની શોધ કરાવવા માંડી. શોધ કરાવતાં એવી માહિતી મળી કે શ્રી સરસ્વતી તીરે કંથડી નામનો મહાન તપસ્વી નિવાસ કરી રહ્યો છે. તેનો નિયમ એવો છે કે તેણે એકાન્તરા ઉપવાસ કરવા ને પારણાં પાંચ કોળીયા ભિક્ષા માગી કરવાં. આ ઉપરથી શ્રી મૂળરાજે પ્રથમ તો આ તપસ્વીના દર્શન કરવાનો વિચાર કર્યો. કારણ કે એના મનમાં એમ આવ્યું કે જો હું એને આમંત્રણ કરી બોલાવીશ તો આવે કે ન આવે, માટે જાતે જ એ સ્થળે જઈ સાક્ષાત્ એ તપસ્વીનાં દર્શન કરી મનોભિલાષ પૂર્ણ કરવો; એવો વિચાર કરી પોતે બીજા દિવસે સરસ્વતી તીરે જઈ કંથડી તપસ્વીની શોધ કરી તેનો શરણાગત થયો. પણ એ કંથડી આ વખતે ચોથીયા તાવની વારીના વનરાજ વગેરેના પ્રબન્ધો ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ પંજામાં સપડાયેલો હોવાથી તેણે વિચાર્યું કે હું આ દુષ્ટ જવરને આધીન રહી રાજાનું સન્માન શી રીતે કરી શકીશ તેથી તેણે એ ચોથીયા તાવને પોતાની એક જૂની ઓઢેલી કંથામાં સમાવી પોતે જવરમુક્ત થઈ રાજાનું સન્માન કરવામાં તત્પર થયો. બન્ને જણા વાતચીત કરતા બેઠા છે, એવામાં રાજાની નજર ત્યાં પડેલી પેલી કંથા ઉપર પડી. એ કંથા થરથર ધ્રૂજતી હતી એ જોઇ રાજાએ અચંબો પામી તે કંપવાનું કારણ આસપાસ શોધ્યું પણ કાંઈ ન માલુમ પડવાથી વિસ્મિત થઇ, તપસ્વીને પ્રશ્ન કર્યો કે હે મહારાજ ! આ કંથા નિર્જીવ છતાં કંપે છે કેમ? યોગીરાજે માથું ધુણાવી મંદ હાસ્ય કરી કહ્યું કે હે રાજન? હું જવરથી સપડાઈ સૂતેલો હતો તેવામાં આપના આગમનની વાત સાંભળી એ જવરને હાલમાં શરીરથી વેગળો કરી આ કંથામાં ઉતાર્યો છે; માટે જવરના સ્વાભાવિક ગુણ વડે આ કંથા કંપે છે. આ સાંભળવા ઉપરથી રાજાએ તપસ્વીને પ્રશ્ન કર્યો કે જ્યારે યોગીરાજો યોગબળે જવરનો અલ્પકાળ ત્યાગ કરી શકે છે, ત્યારે સર્વથા કેમ ત્યાગ કરી શકતા નથી ? રાજાનું આ પ્રશ્ન સાંભળી કંથડીએ નીચે પ્રમાણે કહ્યું. પૂર્વકૃત કર્મથી રોગની પ્રાપ્તિ થાય છે. એ રોગ આ દેહ વડે ભોગવવો પડે છે; અને તે ભોગવ્યા વગર પૂર્વબદ્ધ કર્મથી મુક્ત થવાતું નથી માટે તેમાંથી મુક્ત થવાને માટે તપસ્વીઓ વ્યાધિઓની પીડા સહન કરે છે.” હે રાજન્ ! ઉપરોક્ત કારણથી મેં એ ચોથીયા તાવનો સર્વથા પરિત્યાગ કર્યો નથી. આ વાત સાંભળી રાજાને, એ કંથડી પોતાના શિવાલયના અધિકારનું સંપૂર્ણ પાત્ર છે, એવી ખાત્રી થવાથી તેણે એ કંથડીને ઘણા વિનય સાથે કહ્યું કે હે મહારાજ ! મેં અણહિલપાટણમાં ત્રિમૂર્તિ પ્રાસાદ બંધાવ્યો છે તેમાં આપને અધિકારી કરવાના હેતુથી હું અહીં આવ્યો છું; માટે કૃપા કરી મારો મનોરથ પૂર્ણ કરો. આ સાંભળી તે કંથડી તપસ્વીએ રાજાને સ્મૃતિનું વાક્ય કહી સંભળાવ્યું. હે રાજન્ ! “રાજયના અધિકારીને ત્રણ માસે, મઠના અધિકારીને ત્રણ દિવસે અને પુરોહિત (રાજાના ગોર)ને એક દિવસમાં નરક પ્રાપ્ત છે.” એમ જેની જલ્દીથી નરકમાં પડવાની વાંછા હોય તેનું એ કામ છે. માટે હે રાજન ! આ સંસાર સમુદ્ર નિર્વિદને તરવાના હેતુથી આજ સુધી ઉપલા અધિકારોથી હું દૂર રહ્યો છું તો હવે આ છેલ્લી વેળાએ, આખો સમુદ્ર તરી હું શું ગાયના પગલમાં (ખાબોચિયામાં) ડૂબી મરૂં ? માટે કોઈ બીજા તપસ્વીને શોધી લો. આ સાંભળી રાજા તેને વધારે આગ્રહ પૂર્વક ન કહેતાં, “આપનું કહેવું વ્યાજબી છે' એમ કહી તેની આજ્ઞા માગી ત્યાંથી ચાલતો થયો. બીજા દિવસે યોગીરાજને ભિક્ષા કરવા નીકળેલાં જોઈ રાજાએ તેને આમંત્રણ આપ્યું અને તેને જ પોતે બંધાવેલા ત્રિમૂર્તિ પ્રાસાદનો અધિકારી કરવામાં, એક રીતે નહિ તો બીજી રીતે પણ પોતાનો મનોભિલાષા પૂર્ણ કરવા માટે, દૂધપાક ને માંડાની રસોઈ તૈયાર કરાવી. પછી એક તામ્રપત્ર ઉપર “મારા દેવાલયનો અધિકાર તમને અર્પણ કર્યો છે' એવી નોંધ કરી તે તામ્રપત્ર પેલા માંડા (જાડી રોટલી) ના પડમાં છૂપાવી, તેના ભિક્ષાપાત્રમાં દૂધપાક સાથે અર્પણ કર્યું. તપસ્વી આ કપટથી અજાણ હતો તેથી ભિક્ષા ૫૪ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #69 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરી ત્યાંથી પાછો વળ્યો. ચાલતાં ચાલતાં સરસ્વતી નદી તીરે આવી પહોચ્યો, પણ તે નદીએ તપસ્વીને હંમેશના નિયમ પ્રમાણે માર્ગ આપ્યો નહિ, તેથી પોતે ચિત્તામગ્ન થઈ, સરસ્વતીએ માર્ગ ન આપવામાં પોતાનો શો દોષ છે તેનો વિચાર કરવા લાગ્યો. મનોમંથન કરતાં આખરે તેનું લક્ષ્ય, મળેલી ભિક્ષા તપાસવા તરફ દોડ્યું. તેથી તેને તપાસી જોતાં માંડાના પડમાં ગુપ્ત કરેલું તામ્રપત્ર એને માલુમ પડ્યું. તે જોતાં જ તપસ્વી તો અતિ ક્રોધાયમાન થઈ મૂળરાજ ઉપર રાતો ને પીળો થવા લાગ્યો. એટલામાં અગમચેતી મૂળરાજે ત્યાં હાજર થઈ અતિ વિનય પૂર્વક વચન વાપરી તેને શાંત પાડ્યો. પછી તપસ્વી કંથડીએ કહ્યું કે જમણે હસ્તે ગ્રહણ કરેલી ભિક્ષા મારાથી વૃથા થતી નથી, તેમ દેહ સાર્થક કરવા અદ્યાપિ અતિ કષ્ટ વેઠી કરેલાં તપમાં વિજ્ઞ કરી હું નરક પામવા ઇચ્છતો નથી, માટે ઉચિત માર્ગ એ છે કે મારો શિષ્ય વૈજલ્લદેવ નામે એક રાજવંશી તપસ્વી છે તે હે રાજન ! તમારા દેવાલયના અધિકારનું પાત્ર છે, માટે આ અધિકાર મારા બદલે તેમને અર્પણ કરી આપનું મનવાંછિત કાર્ય સિદ્ધ કરો. આ વચન માથે ચઢાવી રાજાએ ત્યાંથી પાછા ફરી વૈજ્જલદેવની પાસે જઈ સર્વે હકીકતથી વાકેફ કર્યો, ત્યારે તેણે કહ્યું કે હું મૂળથી રાજકુલીન છું, ગૃહસ્થાશ્રમના તમામ સુખો ભોગવું છું, માત્ર બ્રહ્મચર્ય પાલન કરું છું તેથી ગૃહસ્થાશ્રમ માટે દરરોજ મારી સેવામાં ૩૨ વારાંગના, ૮ પળ કેશર, ૪ પળ કસ્તુરી, ૧ પળ કપૂર આટલું તો સ્નાનની સામગ્રીમાં અને ઓઢવાને ૧ શ્વેત છત્ર એ વિગરે સઘળું પૂર્ણ કરવાની અને તેને પેટે ગરાસ બાંધી આપવાની જો તમારી ઇચ્છા હોય તો તમારું મનોવાંછિત કામ હું માથે લઉં. આ માંગણી રાજાએ કબૂલ રાખીને તે તપસ્વીભૂપતિ વૈજલ્લદેવનો પોતાના ત્રિમૂર્તિ પ્રાસાદના અધિકારનો અભિષેક કર્યો. જે સ્થલે એનો અભિષેક કર્યો તે સ્થળ આજે કાંકરોલ નામના ગામથી ઓળખાય છે. - વૈજલ્લદેવને ત્રિમૂર્તિ દેવાલયના પૂજારીનો અધિકાર મળ્યા પછી તેણે એ કામ એવી તો ભક્તિમય નિષ્ઠાથી ચલાવવા માંડ્યું કે જગતમાં એ જ એક અદ્ભૂત નિષ્કપટ બ્રહ્મચારી છે એવી તેની મોટી કીર્તિ થવા લાગી. આ પ્રકારની તેની કીર્તિ સાંભળતા મૂળરાજની રૂપ ગર્વિતા પટરાણીને વિશ્વાસ બેઠો નહિ, તેથી તેણીએ એ બ્રહ્મચારીના નિષ્કપટ બ્રહ્મચર્યનું પારખું જોવાનો નિશ્ચય કરી, એક દિવસ પોતે સોળે શણગાર સજી, પુષ્પ ધૂપ દીપાદિ પૂજાપાથી ભરેલો સોનાનો રત્નજડિત થાળ હાથમાં લઈ, પૂર્ણિમાના ચંદ્રને લજ્જા પમાડતી ત્રિમૂર્તિ પ્રાસાદ તરફ ચાલી. પ્રથમ શિવપૂજન કરી પોતે વૈજલ્લદેવના નિર્જન ઘરમાં ગઈ તો ત્યાં હાંડી ઝુમ્મરાદિ દીપકનો ઝગઝગાટ થઈ રહ્યો છે, પુષ્પાત્તરાદિનો સુવાસ મહેકી રહ્યો છે અને કર્ણને આનંદ પમાડનારા નાના પ્રકારના વાજિંત્રોમાંથી પોતાની મેળે મધુર સ્વર નીકળી રહ્યા છે, એવા રમણીય મહેલમાં રત્નજડિત સુવર્ણમય પલંગ ઉપર વૈજ્જલદેવ બ્રહ્મચારીને આનંદમાં બેઠેલા નિહાળી, તે રાણીએ તેને છળવા માટે હાવભાવ કટાક્ષ સહિત નૃત્ય કરી કામાગ્નિ પ્રદિપ્ત કરનાર રાધાકૃષ્ણના સંભોગ શૃંગારની ગરબી ગાઈ પણ વૈજ્જલદેવને તેની કંઈ પણ અસર થઈ નહિ. આખરે વૈજલ્લદેવને પોતાની સાથે કામક્રીડા કરવા સ્પષ્ટ રીતે વિનંતિ કરી; પણ એ બ્રહ્મચારીએ તે પણ ન સ્વીકારતાં, ઉલટું તિરસ્કારથી તે રાણીના વનરાજ વગેરેના પ્રબન્ધો ૫૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ રૂપાભિમાનને તુચ્છ ઘૂંક રૂપ ગણ્યો અને પોતે ચાવતા તાંબુલના રસની પિચકારી તેના અંગ ઉપર મારી, તેથી રાણીના શરીર ઉપર જે જે ઠેકાણે પાનની પિચકારીના છાંટા ઉડ્યા તે સઘળી જગ્યાએ કોઢ થયો. આ જોઈ તે રાણી અત્યંત ખેદ પામી પશ્ચાત્તાપ કરી પુનઃ કોઢ રહિત થવા માટે અત્યાગ્રહપૂર્વક તેને વિનંતી કરવા લાગી. ત્યારે વૈજ્જલદેવે કહ્યું કે અહર્નિશ મારા સ્નાનનું ત્યાગ કરેલું પાણી શરીરે મર્દન કરવાથી તું પાપ મુક્ત થઈશ અને તારો કોઢ પણ જતો રહેશે. આ વચન સાંભળી રાણી પોતાના મહેલમાં ગઇ અને નિરંતર તે પાણીનું મર્દન કરવાથી થોડે કાળે કોઢ મુક્ત થઇ. એ જ રોગ મૂળરાજને થવાનું કારણ જો કે નીચે પ્રમાણે છે. પૂર્વે પરમાર રાજાના વંશમાં કીર્તિરાજ નામે દેશાધિપતિની કામલતા નામે પુત્રી હતી. તે બાલ્યાવસ્થામાં એક દિવસ સંધ્યાકાળને સમયે કોઈ પ્રાસાદમાં સખી સાથે બાળ રમત રમતી હતી. રમતાં રમતાં તેમાંની એક સખી તે દેવાલયના રંગમંડપમાં આવેલા એક સ્થંભને વળગીને બોલી કે આ (સ્થંભ) મારો ધણી; તેમજ દરેક સખી એક એક સ્થંભને વળગીને તેને પોત પોતાનો ધણી કરી કહેવા લાગી. પણ કામલતા જરા ઉભી રહી દમ ખાતી હતી તેને પેલી સખીઓએ પૂછ્યું કે અલી હવે તારો વર કયો તે બતાવ ! કામલતાએ આમ તેમ દષ્ટિ ફેંકી તો સંધ્યાકાળના અંધકારને લીધે, એક સ્થંભને અડીને બેઠેલા ફુલડા નામના એક ગોવાળિયાને ન જોઈ શકવાથી, રમતના ઉમંગમાં આવેલી કામલતા એકદમ તેને વળગી પડી બોલી કે આ મારો વર. એટલામાં પેલો ગોવાળિયો ચાલી નીકળ્યો. તેને નજરમાં રાખી, ચાલતી રમતની સમાપ્તિ કરી સર્વે સખીઓ પોતપોતાને ઘેર પહોંચી. પછી વર્ષાન્તરે એ કામલતાને પરણાવવાનો વખત આવવાથી એના માબાપે સુજ્ઞ, કાન્તિવાળા અને કુલ દીપક વરો શોધી કાઢી તેની પ્રસન્નતા ખાતર બતાવવા માંડ્યા.પણ કામલતાએ તેમાંથી કોઈનો પણ સ્વીકાર ન કર્યો અને પોતાના મનમાં સંતાપ કરતો વિચાર બહાર પાડવાની આ સારી તક જોઇ, તે બોલી ઉઠી, કે હે પૂજ્ય માત પિતા ! મારો મન કલ્પિત પણ દ્રઢ નિશ્ચય સાંભળી મારા ઉપર કોપાયમાન થશો નહિ. એક સમે બાળ ક્રીડા કરતી વખતે એક ફુલડા નામના ગોવાળિયાને ખરેખર તો બાલ્યાવસ્થામાં “મારો વર' એમ તેને મારાથી કહેવાઈ ગયું તો પણ મેં તેને મારા મનથી મારા પતિ તરીકે માની લીધો છે. માટે હવે એ સિવાયના અન્ય પુરુષો માટે ભાઈ-બાપ સમાન છે. આ પ્રમાણે તડને ફડ કરતી એવી કામલતાના મુખથી ખરતા શબ્દો સાંભળી તેના માતા પિતા ચૂપ થયાં અને અંતે એ ગોવાળિયાને વરવામાં પોતાની પુત્રીનો અત્યાગ્રહ જોઈ નિરુપાય થયેલાં મા-બાપે તે ગોવાળિયાને બોલાવી તેની સાથે તેને પરણાવી. એ કામલતાને એક પુત્ર થયો. જેનું નામ તેણે “લાખો પાડ્યું હતું. એ લાખો આજ “લાખો ફુલણીયો યા ફુલાણી” એ નામથી ઓળખાય છે. કાળાન્તરે તે કચ્છ દેશનો મોટો વિખ્યાત રાજા થયો. એ રાજા યશોરાજ નામના દેવનો પૂર્ણ ભક્ત હોવાથી તે દેવના વરદાનના બળે કરી એકાએક કોઇથી ન જીતાય એવો મહા સમર્થ રાજા થયો. એ રાજાએ ૧૧ વખત મૂળરાજના સૈન્યને ત્રાસ ૫૬ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #71 -------------------------------------------------------------------------- ________________ પમાડી પાછું હટાવ્યું હતું. એ દ્રષથી લાગ જોઇ, એક વખતે એ લાખાને કપિલકોટી નામના કિલ્લામાં આવી ચડેલો જોઈ મૂળરાજે તેના ઉપર એકાએક હુમલો કરી તેને ઘેરી લીધો. લાખો શત્રુના હાથમાં એવા વખતમાં સપડાયો કે આ વખતે તેનો મહેચ નામનો શૂરવીર મહાન યોદ્ધો, જેને એણે બીજા મુલક ઉપર લશ્કર આપી જીતવા મોકલ્યો હતો તે પણ પાછો આવ્યો ન હતો. માહેચ લાખાનો જમણો હાથ હોવાથી તેનું સ્મરણ કરવા લાગ્યો કે જો આ વખતે મહેચ હોય તો મૂળરાજના સૈન્યની જોત જોતામાં ચટણી કરી નાંખે. આ વાત મૂળરાજના જાણવામાં આવવાથી તેણે એ માહેશને આવવાના સઘળા માગો પોતાના લશ્કરથી બંધ કર્યા. એ અરસામાં માહેચ પોતાનું કાર્ય સિદ્ધ કરી શીઘ્ર ચાલ્યો આવતો હતો, પણ માર્ગમાં મૂળરાજના માણસોએ તેને અટકાવી કહ્યું કે જો તમારે તમારા રાજાને મળવાની ઘણી જરૂર હોય, તો તમારે શસ્ત્રો આ સ્થળે મૂકી નિઃશસ્ત્ર જાઓ. પોતાનો રાજા સંકટમાં સપડાયેલો જાણી, ગમે તેમ પણ તેને મળી, તેનું હિત કરવાના હેતુથી આ મહા બુદ્ધિમાન માટે આ વખતે તેના વચન રૂપ ઝેરનો પ્યાલો પી જઇ, પોતાનાં શસ્ત્ર ત્યાં જ મૂકી, ખાલી હાથે હલાવતો પોતાના રાજા પાસે આવ્યો. બન્ને રાજાનું દ્વન્દ્ર યુદ્ધ ચાલી રહેલું જોઈ પ્રથમ તેણે પોતાના રાજાને નમસ્કાર કર્યો. પછી તેને શૌર્ય ચઢાવનારા નીચે પ્રમાણે વાક્યો કહ્યાં. શત્રુરૂપી અંધકારને પ્રગટ થયેલાં સૂર્યના પ્રકાશની જેમ જો નહિ હટાવી દો તો હે રાજનું ! લાખા નામને નિકૃષ્ટપણાનો મોટો બટ્ટો લાગે; માટે શત્રુને તો માર્યોથી જ છૂટકો છે. પોતાના પુરમાં જીત પામીને પધારવાને હવે આઠ કે દસ દિવસ જ બાકી રહ્યા છે.' ઇત્યાદિ શૌર્ય ગર્ભિત વાક્યો કહી યા હોમ કરી શત્રુ ઉપર તુટી પડવા ઘણો ઉશ્કેર્યો. તેથી તેણે ત્રણ દિવસ સુધી તો મૂળરાજ સાથે ભારે દ્વયુદ્ધ મચાવ્યું, પણ ચોથે દિવસે “હવે મારાથી મૂળરાજ જીતાશે નહિ” એવા વિચારમાં પોતે પડ્યો. કારણ કે મૂળરાજ સોમેશ્વર મહાદેવનો કટ્ટર ઉપાસક હોવાથી તેના શરીરમાં શંકરનો પ્રવેશ થયો હતો. આ કારણથી આખરે મૂળરાજે લાખાને મારી નાખ્યો. આટલાથી સંતોષ નહિ પામતા મૃત્યુ પામી રણસંગ્રામ ભૂમિ ઉપર પડેલા લાખાની ડાઢી મૂછ પવનથી હાલતી જોઇ, તેને દબાવવા માટે અપમાનપૂર્વક પોતાના પગથી સ્પર્શ કર્યો. આવું તેનું અધમ કાર્ય જોઈ, કિલ્લામાં રહીને આ ઘટનાને નિહાળતી લાખાની જનેતાએ મૂળરાજને શ્રાપ દીધો કે તું અને તારો વંશ લૂતી રોગથી નાશ પામો. આ પ્રમાણે મૂળરાજે ૫૫ વર્ષ સુધી નિષ્કટક રાજ્ય કર્યું. એક દિવસ સંધ્યાકાળની આરતીનો વિધિ સમાપ્ત થયા પછી રાજાએ પ્રસાદીરૂપ પોતાના મુખવાસનું તાંબુલ એક વંઠ નામના પોતાના સેવકને આપ્યું. તે તેણે બે હાથે સન્માન પૂર્વક ગ્રહણ કરી જોયું તો તેમાં ઝીણા ઝીણા કૃમિ પડેલા તેની દૃષ્ટિએ પડ્યા. આ વાત તેણે રાજાને નિવેદન કરી તે સાંભળતાં જ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે સંન્યસ્ત દિક્ષા ગ્રહણ કરી. પછી પ્રથમ તેણે પોતાના જમણા પગના અંગુઠામાં અગ્નિપ્રદીપ્ત કરી (હસ્તિ) વગેરેના મોટા મોટા દાન આઠ દિવસ પર્યત આપ્યાં. (૧) અધમ, નીચ. વનરાજ વગેરેના પ્રબન્ધો ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ એના પછી સંવત ૧૦૫૩માં શ્રાવણ શુદિ ૧૧ શુક્રવાર પુષ્ય નક્ષત્ર અને વૃષભ લગ્નમાં ચામુંડ નામે રાજા ગાદીએ બેઠો. તેણે શ્રીપત્તનમાં ચંદનાથ અને ચાચિણેશ્વર દેવનો પ્રાસાદ કરાવ્યો. એ રાજા ૧૩ વર્ષ રાજય કરી મરણ પામ્યો. પછી સંવત ૧૦૬૬ માં વલ્લભરાજદેવ ગાદીએ બેઠો. એ રાજાએ માળવા ઉપર ચઢાઈ કરીને ધારા નગરીનો કોટ ઘેરી લીધો, પણ તેવામાં અકસ્માત ફૂલનો રોગ ઉત્પન્ન થવાથી તે મરણ પામ્યો. એ રાજાએ ૫ માસ ને ૨૯ દિવસ રાજ્ય કર્યું. એ રાજાની બિરૂદાવલીનો પોકાર “રાજમદનશંકર' તથા “જગઝંપણ” એ બે પ્રકારે કરવામાં આવતો હતો. એના પછી એ જ વર્ષમાં એટલે સંવત ૨૦૬૬ માં એનો ભાઈ દુર્લભરાજ ગાદીએ બેઠો. એણે પ્રથમ પોતાના ભાઈ વલ્લભરાજના શ્રેય માટે મદનશંકર નામનો પ્રાસાદ કરાવ્યો. પછી શ્રીપત્તનમાં સપ્ત માળનો ધવળ ગૃહ જેમાં દાનશાળા, હસ્તિશાળા તથા ઘટિકા ગૃહ છે તે, તથા દુર્લભ સરોવર નામનું તળાવ બંધાવ્યું. એ રાજા ૧૧ વર્ષ ને ૬ માસ રાજ્ય કરી, પોતાના ભાઈના પુત્ર 'ભીમનો રાજ્યાભિષેક કરી પોતે તીર્થ નિવાસ કરવાની ઇચ્છાથી કાશી તરફ ચાલ્યો. ચાલતાં ચાલતાં માર્ગમાં માલવ દેશ આવ્યો. ત્યાંના રાજા મુંજરાજે તેને અટકાવી કહ્યું કે આ મારી હદ છે માટે આ તમે ધારણ કરેલાં છત્ર ચામર વગેરે રાજ ચિહ્નો અહીં છોડો અને કાપડીનો વેશ લઈ એટલે ભગવા લુગડા પહેરી અહીંથી વિદાય થાઓ; અગર તેમ કરવાની ઇચ્છા નહિ હોય તો તમો રાજ ચિહ્ન ધારણ કરો છો માટે મારી સાથે યુદ્ધ કરો. આ સાંભળી રાજા વિચારમાં સ્થિર થયો. પોતાના ધારેલા ધર્મ કાર્યમાં અન્તરાય આવી પડ્યો, એમ દુર્લભરાજના મનમાં વિચાર ઉત્પન્ન થવાથી, સઘળી હકીકત ભીમરાજને નિવેદન કરાવી પોતે સમયનો ખ્યાલ લઇ મુંજરાજના કહેવા પ્રમાણે કાપડીનો વેશ ધારણ કરી કાશી ક્ષેત્રમાં જઈ પરલોક સાધ્યો. ઉપરોક્ત ઘટનાથી માળવા અને ગુજરાતના રાજા વચ્ચે શત્રુતાનું બીજ રોપાયું. (૧) બીજી પ્રતમાં પોતાનો પુત્ર ભીમ છે. ૫૮ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #73 -------------------------------------------------------------------------- ________________ ** મુંજરાજાનો પ્રબન્ધ 102 મુંજરાજાનો પ્રબન્ધ પૂર્વે માળવામાં પરમાર વંશનો સિંહદન્ત (સિંહભર્ શ્રીહર્ષ) નામે રાજા હતો. એ રાજા વૃદ્ધાવસ્થાને પામ્યો તો પણ એને એક પણ પુત્ર ન થવાથી એનું રાજ્ય લેવાને એના પિત્રાઇઓ થનગની રહ્યા હતા પણ બનતા સુધી પોતાનું રાજ્ય તેમના હાથમાં નહિ જવા દેવાના વિચારથી એ વિશેની કાંઇ પણ ગોઠવણ કરવા માટે પોતાના વિશ્વાસુ પ્રધાનો સાથે મસલત કરી, આખરે એવો વિચાર કર્યો કે હાલ નગરમાં એવી વાતની ચર્ચા ચલાવવી કે રાણીને ગર્ભ રહ્યો છે. પછી એટલામાં જો કોઇનું તરતનું જન્મેલું ભાગ્યશાળી બાળક મળી આવશે તો તો ઠીક જ છે નહિ તો પછી પડશે તેવા દેવાશે. આ પ્રકારનો ઠરાવ અમલમાં લાવી તે વિશે રાણીને વાકેફ કરી નગ૨માં વાત ચર્ચાવી. દૈવ યોગે બનાવ એવો બન્યો કે સિંહદન્ત રાજા એક સમયે રાજ્યપાટિકામાં ફરતો ફરતો કોઇ વનમાં જઇ ચડ્યો તો ત્યાં ઉગેલા શ૨વણ મધ્યે મુંજના ભોથામાં તરતનું જન્મેલું ખુબસુરત બાળક કોઇ મૂકી ગયેલું તેના જોવામાં આવવાથી, પોતાને પુત્ર પ્રાપ્તિની ઘણી અપેક્ષા હતી માટે અતિપ્રેમથી તેને ઉંચકી લીધો. આજુબાજુ જોયું પણ કોઇ તેનું વાલી વારસ નજરે ન પડવાથી, ઇશ્વરે આજે પુત્રની મને બક્ષીસ કરી એમ પોતાના મનમાં માની લઇ, તે પુત્ર રાણીને સ્વાધીન કર્યો તે વખતે વધામણીમાં નોબત પ્રમુખ વાજિંત્રોનો ગડગડાટ આખા નગરમાં કરાવી મૂક્યો જેથી સઘળા લોકોને ખબર પડી કે રાણીને પુત્રનો પ્રસવ થયો ને તેથી ઘે૨ ઘે૨ ૨ાજપુત્રના જન્મોત્સવનો મોટો સમારંભ થયો અને પિતાએ એનું સાર્થક નામ મુંજ' પાડ્યું. આ સપગલાના પુત્રથી રાજાને બીજો સિંધલ (સિંધુલ) નામનો પુત્ર પ્રાપ્ત થયો, પણ તે બહાદુરીમાં કાંઇ મુંજથી ચઢે એવો ન હતો. મુંજ સિંધુલ કરતાં સકળ ગુણ રૂપમાં સમ્પન્ન હોવાથી રાજાનું મન પોતાની વૃદ્ધાવસ્થાએ મુંજને રાજ્યાભિષેક ક૨વા તરફ લોભાયું, તેથી રાજાએ એક દિવસ અવસર જોઇ મુંજના શયનગૃહમાં પ્રવેશ કર્યો, તે વખતે મુંજે પોતાની અર્ધાંગનાને પડદામાં રાખી અતિ માનપૂર્વક રાજાનું સન્માન કર્યું. પછી મુંજ સાથે વાત પરથી વાત ચલાવતાં ચલાવતાં, આજુબાજુ કોઇ ત્રાહિત માણસની (૧) મુંજના ભોથામાંથી મળેલો માટે. Ho A J * * ** ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિએ ન પડવાથી રાજાએ તેની ઉત્પત્તિ વિષે અથથી ઇતિ સુધી વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળતાં જ મુંજરાજની આંખમાંથી અશ્રુધારાઓ ચાલવા લાગી, તે જોઈ રાજાએ તેને છાતી સરસો ચાંપી, દિલાસો આપી અંતે કહ્યું કે તારી અંતઃકરણ પૂર્વકની ભક્તિથી સંતોષ પામી, મારા ખરા પુત્રને રાજયાધિકાર ન આપતાં તને આપું છું પણ એટલું કરજે કે તેની સાથે, પોતાના સગા ભાઇની માફક અતિ પ્રીતિભાવથી વર્તજે, તારા કરતાં નાનો હોવાથી તેને કદી દગો દેતો નહિ. આ વાત મુંજરાજે કબુલ રાખી વિનય પૂર્વક નમસ્કાર કર્યો. પછી એ સિંહદન્ત રાજા સારા મુહૂર્ત સમયે મુંજરાજનો રાજયાભિષેક કરી મરણ પામ્યો. હવે, સિંહદન્ત અને મુંજ વચ્ચે થયેલી ગુપ્ત વાત મુંજની રાણીએ પડદામાં રહી સાંભળેલી તે ઉપરથી એ સ્ત્રી કેવા પેટની છે, તે વિષેની પરીક્ષા કરવાના હેતુએ, એક દિવસ રાજા રાણી બન્ને નાના પ્રકારના હાસ્ય વિનોદથી મનોરંજન કરતા હતા, તે સમયમાં મુંજરાજે રાણીના પિયરીયા સંબંધી વાતનો ઉપાડ કરી તેમને મેણાં અને કટાક્ષથી ભરેલા શબ્દો વાપર્યા. મુંજના શબ્દો બાણરૂપ થઈ પડવાથી મુંજની રાણીએ જવાબ દીધો કે હા, મારા ભાઈ બાપ તો કલંકથી ભરેલા છે પણ તમો તમારી જાતનો જ વિચાર કરીને કે તમે જ ક્યાં સિંહદન્તના ખરા પુત્ર છો ? એ તો ન બોલ્યામાં નવ ગુણ. આ ઉપરથી મુંજરાજે તેની તુલના કરી વિચાર કર્યો કે ગમે તેવી ડહાપણ ભરેલી સ્ત્રી હોય તો પણ તેના પેટમાં ગુપ્ત વાત ટકી શકતી જ નથી એવું નીતિશાસ્ત્રનું વચન છે માટે હવે આ રાંડને જીવતી રાખવાથી મારી ગુપ્ત વાતનો ફેલાવો થશે. કારણ કે એ હલકા પેટની હોવાથી મારી આગળ મારી ગુપ્ત વાત પ્રગટ કરતાં એને આંચકો ન પડ્યો તો એની ખરી સખીઓ આગળ ખુલ્લી કરતાં એ શાની ડરે ? માટે એનો વધ કરવો એ જ શ્રેષ્ઠ છે. એમ ધારી એકદમ ક્રોધમય થઈ પોતાની તલવારથી તેનું શીર છેદન કરી નાખ્યું.' પછી એ રાજાએ પોતાના પરાક્રમથી સ્વરાજ્યમાં ઘણો વધારો કર્યો, પણ પોતે કુસંગતિથી ઉન્માર્ગે ચાલ્યો અને રાજયનો સઘળો વહીવટ સમસ્ત સજ્જનોમાં બુદ્ધિબળાદિમાં શ્રેષ્ઠ એવા એક રુદ્રાદિત્ય નામના પોતાના પ્રધાનને સોંપી સ્વચ્છંદપણે કાળ ગમન કરવા લાગ્યો. એક દિવસ કાન્તિમાં બીજો કંદર્પ એવો મુંજરાજ પોતાના પાણીદાર અશ્વ ઉપર સવાર થઈ, નમતા પહોરના મંદ મંદ વાયુની લહેરમાં ને લહેરમાં, તેણે પોતાના રાજ્યથી બાર કોશ દૂર કોઈ માંડલિક રાજાના નગરમાં પ્રવેશ કર્યો તો ત્યાં કોઇ ધનાઢ્ય પણ નીચ વર્ષની પુત્રી સોળે શણગાર સજી દેવાંગના સરખી શોભતી પોતાના મહેલના ઝુલતા ઝરૂખામાં બેઠેલી. તેણે મુંજરાજને દૂરથી આવતો જોતાં જ, “આ યુવાન મારી તૃષ્ણા તૃપ્ત કરે તેવો નર છે' એમ તેના મનમાં આવવાથી, દાસીને તેને લઈ આવવાનો હુકમ કરી, પોતે ઝરૂખામાંથી મુખ બહાર કાઢી મુંજરાજ પ્રત્યે કટાક્ષ બાણ ફેંકતી ઉભી રહી. એટલામાં મુંજરાજની નજર પણ તે જ મહેલના ઝરૂખા ઉપર જવાથી તેમાં ઉભેલી ચંદ્રમુખીના કટાક્ષબાણથી સાનભાન ભૂલેલાં મુંજને ઝટ પેલી દાસીએ ઝાલી લીધો. (૧) ગુજરાતના ભીમરાજાની એ પુત્રી હતી. ૬૦ પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર Page #75 -------------------------------------------------------------------------- ________________ શીતળવાયુથી ક્ષણમાત્રમાં મુંજની મૂછ દૂર થઈ. દાસીએ તેને મહેલ મધ્યે આવવાની વિનંતી કરી. પરદ્વાર પ્રવેશ કરવામાં રાજાને અચકાતો જોઈ ચંદ્રમુખીએ ઝરૂખામાં ઉભા રહી નેત્રદ્વારા પોતાનો સંકેત સમજાવ્યાથી મુંજરાજે પોતાના અશ્વને કોઈ ગંભીર વડવૃક્ષ નીચે બાંધી તે મહેલ મધ્ય પ્રવેશ કર્યો. પછી નાના પ્રકારના વૈભવ ભોગવ્યા બાદ વિખુટા પડતી વખતે ચંદ્રમુખીએ આંસુ સહિત અતિ પ્રેમભાવ દર્શાવ્યો. તેમજ મુંજરાજ પણ તેને જોયા વિના સઘળું અંધારું દેખતો એવા પરસ્પરના સ્નેહ બંધથી કામાંધ થઈ દર રાત્રિએ પોતાની અતિ વેગવાળી ચિરિકલ્લ નામની સાંઢણી ઉપર બેસી ત્યાં જતો અને પ્રાત:કાળમાં પોતાના મહેલમાં પાછો આવતો. એમ કેટલાક દિવસ સુધી તો ચાલ્યું. પણ આખરે પાપનો ઘડો ફુટ્યા વિના રહ્યો નહીં. કોઈ પ્રકારે એ વાત એના ભાઈ સિંધુલના જાણવામાં આવવાથી તેણે એ વાત નગરમાં ચર્ચાતી કરી; તેથી સાવધ બનેલાં મુંજે પોતાની આંખની પુતળી ચંદ્રમુખીને ત્યાં જવું મોકૂફ રાખ્યાથી ચંદ્રમુખીએ તેના ઉપર પત્ર મોકલી પૂછાવ્યું કે તમે હમણાં કેટલાક દિવસ થયા આવતા નથી તેનું કારણ શું ? તેના પ્રત્યુત્તરમાં મુંજરાજે એક દોધક છંદ લખી મોકલ્યો કે - મુંજરૂપ દોરડી તુટી પડી તેના કારણ શું તું દેખતી નથી ? એવી તું ગમાર છે? આષાડનો મેઘ ગાજે એટલે પૃથ્વી ચીકણા કાદવવાળી થયા વિના કેમ રહે ? હવે સિંધુલ મુંજથી નાનો પણ તામસી મનોવૃત્તિવાળો હોવાથી મુંજની મરજી વિરુદ્ધ વર્તવામાં રાજાની આજ્ઞા ભંગ થાય છે, એવો જેના મનમાં ખ્યાલ આવતો જ નથી એવા, નઠોર સિંધુલને તેની રીતભાત સુધારવાને મુંજે ઘણો સમજાવ્યો પણ તે ધૂળ ઉપર લીપણ જેવું માલુમ પડવાથી, હંમેશનું દુઃખ ટાળવાને માટે મુંજરાજે તે નફકરા સિંધુલને આખરે દેશનિકાલ કર્યો અને પોતે સુખ શાન્તિમાં રાજય કરે છે. પણ હવે સિંધુલની શી ગતિ થઈ, તે નીચે પ્રમાણે છે. દેશનિકાલ થયેલો સિંધુલ ગૂર્જર દેશમાં આવી, કાશહ નામના નગરની પાસે નાના ઝુંપડાવાળું ગામ વસાવી ત્યાં કાળક્ષેપ કરવા લાગ્યો. એક વખતે આશ્વિન કૃષ્ણપક્ષની ચતુર્દશીની રાત્રિએ, શિકાર કરવામાં મોટું માહાભ્ય છે એમ પોતે સમજી હાથમાં ધનુષ બાણ લઈ વગડામાં નીકળ્યો; તે ફરતો ફરતો, ચોર લોકને ફાંસી દેવાની ભારે ભૂમિ આગળ આવી જુવે છે, તો ચળકતા તારાના અલ્પ પ્રકાશથી, થોડે છેટે એક ભૂંડ જેવા પશુનો આભાસ દીઠો તેવો જ પોતે ઘૂંટણિયે પડી તે શિકાર કરવા સારુ ધનુષ ઉપર બાણ ચઢાવ્યું. તેમાં એ એવો તો એકાગ્ર બની ગયો કે પોતાના ઘૂંટણ નીચે કોઇ ચોરનું શબ આવેલું તેનું ભાન સરખું પણ તેને રહ્યું નહિ. બનાવ એવો બન્યો કે તે શબમાં વનવાસી કોઈ ભૂતે પ્રવેશ કરી જરા શરીર હલાવી સંકેત કીધો પણ સિંધુલનું ચિત્ત શિકારમાં એટલું તો લીન થયેલું કે પોતાના ઘૂંટણ નીચે કોણ છે, અને તે શું કરે છે, તે વિષેની (૧) લોક નિંદારૂપી મેઘગર્જના-લોકમાં, હું તારે ત્યાં આવું છું. તેમાં મારી નિંદા થાય છે તેથી હાલમાં મેં મારું આવવું બંધ કીધું એ વિષે શું તારા જાણવામાં કંઈ જ આવ્યું નથી ? (૨) ભય ઉપજાવે એવી. મુંજરાજાનો પ્રબન્ધ Page #76 -------------------------------------------------------------------------- ________________ તપાસ કરવાનો પણ જેના મનમાં ખ્યાલ સરખો ઉત્પન્ન થતો નહોતો એવા વજહૃદયી સિંધુલે તેણે, તે પ્રેતના સંકેતને લક્ષમાં ન લેતાં, શિકારની મોટી લહેરમાં ને લહે૨માં એક હાથે પોતાના ઘુંટણ નીચે હાલતા શબને દબાવી, સચોટ ધનુષ બાણથી તે સુવરને માર્યો કે તરતજ ત્યાંથી એકી છલાંગે ઉડી શિકારને મરેલો જોઇ તેના કાન પકડી ઘસડી લાવે છે. એટલામાં તો, શબને ઉભું થઇ ખડખડ હાસ્ય કરતું તેણે જોયું. આ વખતે, સિંધુલ, મનમાં કોઇ પણ પ્રકારની શંકા ન રાખતાં, તેની સન્મુખ જઇ ઉભો રહ્યો. તેને જોઇ શબ ખડખડ હસી બોલ્યું, ખૂબ મોટો શિકાર માર્યો' આ સાંભળી સિંધુલ બોલ્યો ‘તારા ધારેલા સંકેત પ્રમાણે સુવરનો સારો શિકાર થયો કે નહિ ?' આ પ્રમાણે સિંધુલને હિમ્મત ગર્ભિત ભાષણ કરતો જોઇ તે છિદ્રાન્વેષી શબ બોલ્યું, “ધન્ય છે તને, તારું ધૈર્ય ગર્ભિત સાહસિકપણું જોઇ હું તારા ઉપર પ્રસન્ન છું, તારી ઇચ્છા હોય વરદાન માગી લે.’ સિંધુલે જવાબ દીધો ‘મારું બાણ પૃથ્વી ઉપર ન પડે એવું વરદાન આપ;' તથાસ્તુ કહી ફરી બીજું વરદાન માગવા માટે સિંધુલને સૂચના કરવાથી તેણે કહ્યું. ‘એવું વરદાન આપ કે આખા જગતની લક્ષ્મી મારે સ્વાધીન થાય.' આ પ્રમાણે વરદાન માગવામાં પણ તેનું સાહસિકપણું જોઇ ચમત્કાર પામેલો પ્રેત બોલ્યો કે માળવાના મુંજરાજનો વિનાશ સમીપ આવ્યો છે, માટે નિશ્ચે હવે તારે ત્યાંજ જવું. કારણ કે એ રાજ્ય તારા જ વંશમાં પ્રાપ્ત થનાર છે. આ ઉપરથી સિંધુલે માળવાના કોઇ પેટા ગામમાં જઇ નિવાસ તો કર્યો, પણ એ વાત મુંજના જાણવામાં આવવાથી તેણે છૂપા જાસુસો મોકલી તેને પકડી મંગાવી તેની આંખો ફોડી કાષ્ટના પીંજરામાં કેટલાક દિવસ સુધી રાખી અંતે તેને પોતાના રાજ્યમાં નજર કેદ રાખ્યો. પછી સિંધુલને ભોજ નામનો પુત્ર પ્રાપ્ત થયો, તે એવો તો ચતુર નીકળ્યો કે થોડા વખતમાં તેણે રાજનીતિનું તમામ જ્ઞાન મેળવ્યું એટલું જ નહીં પણ ૩૬ પ્રકારના આયુધની શિક્ષા સંબંધી ગ્રંથો ભણી, ૭૨ કળા રૂપી સમુદ્રનો પારંગામી થયો તથા સમસ્ત સન્તપુરુષોના લક્ષણોથી ભરપુર તે બાળક દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો ગયો. એ ભોજનો જન્મ થયો તે વખતે કોઇ વિદ્વાન જોશીએ તેનું ભવિષ્ય કહી સંભળાવ્યું કે, ‘૫૫ વર્ષ ૭ માસ ને ૩ દિવસ સુધી ગૌડ દેશ સહિત આખા દક્ષિણ દેશનું ભોજરાજા રાજ્ય ભોગવશે.’ ઉપર મુજબનું ભોજનું વૃત્તાંત મુંજરાજને શ્રવણ થતાં જ તેણે વિચાર કર્યો કે ‘જ્યારે ભોજને રાજ્ય ગાદી પ્રાપ્ત થવાનો સંભવ છે ત્યારે તે મારા પુત્રને કેમ મળે ? માટે પ્રથમથી જ જો હું તેનું નિકંદન કરીશ તો મારા પુત્રને રાજ્ય પ્રાપ્તિ થવામાં કોઇ ભય રહેશે નહીં, આવા દુષ્ટ વિચારની મનમાં ભરપુર અસર થવાથી મુંજરાજે મારાઓને બોલાવી હુકમ કર્યો કે મધ્ય રાત્રિએ ભોજને વનમાં કોઇ ન જાણે એવી વિકટ જગ્યામાં લઇ જઇ મારી નાંખવો. આ પ્રમાણે કહીને રાજાએ શયનગૃહમાં પ્રવેશ કર્યો. ૬૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #77 -------------------------------------------------------------------------- ________________ પછી રાજાના હુકમ પ્રમાણે મા૨ાઓ મધરાતે ભોજને પકડીને અરણ્ય મધ્યે લઇ ગયા પણ તેના શરીરનું અનહદ માધુર્ય જોઇ તેના ઉપર તલવાર ચલાવવામાં તે નિર્દય લોકોને પણ દયા ઉત્પન્ન થઇ. નિરપરાધી ભોજને મારી નાંખવામાં મારાનો હાથ ઉપડતો નથી તેમ રાજાના હુકમનો લોપ થઇ શકતો પણ નથી તેથી હવે તેને મારવો કે ન મારવો એ વિષેના વિચારમાં ને વિચારમાં પ્રભાતનો સમય થવા આવ્યો ત્યારે આખરે ન છુટકે કહ્યું કે હે ભોજ ! ‘હવે તું તારા ઇષ્ટ દેવને યાદ કરી લે.' આ સાંભળતાં જ ભોજનું લોહી ઉકળી ગયું પણ મન સ્થિર રાખી એક શ્લોક લખી આપી કહ્યું કે આ શ્લોક મુંજરાજને હાથો હાથ આપજે. હવે તારા રાજાની આજ્ઞા પ્રમાણે જે કરવું હોય તે સત્વર કરી લે. પ્રથમથી દયા ઉત્પન્ન થયેલી તેથી અને વળી આ શ્લોકમાં કોણ જાણે શા પ્રકારનો અર્થ રહ્યો હશે અને તે વાંચવાથી રાજાનું બોલવું કેવા પ્રકારનું થાય છે તે જાણી લીધા પછી ભોજનું જેમ ક૨વું ઘટશે તેમ કરીશું એમ વિચારી તેને ઘોર અરણ્યને વિષે કોઇ ન જાણે એવા અમુક ઠેકાણે થોડો કાળ નિવાસ કરાવી તે મારાઓ ત્યાંથી પાછા ફરી મુંજરાજના દરબારમાં આવ્યા અને ભોજનો આપેલા શ્લોકનો પત્ર તેને અર્પણ કર્યો. मान्धाता स महीपतिः कृतयुगालंकारभूतो गतः सेतु र्येन महोदधौ विरचितः क्वासौ दशास्यान्तकः । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावद्भवान् भूपते ! मैकेनापि समं गता वसुमती मन्ये त्वया यास्यति ॥ १ ॥ અર્થ : ‘સત્યુગના આભૂષણ રૂપ માન્ધાતા રાજા પણ આ પૃથ્વીને ભોગવી ચાલતો થયો; વળી પૃથ્વી ઉપર રાજ્ય કરનાર અને જેણે સમુદ્રમાં સેતુ બાંધી રાવણને માર્યો એવા મહા સમર્થ શ્રી રામચંદ્રજીનું પણ નામ માત્ર અવશેષ રહ્યું, તેમજ વળી બીજા પણ યુધિષ્ઠિર આદિ જે જે રાજા આજ સુધીમાં પૃથ્વી ઉપર થઇ ગયા તે સઘળા રાજાઓ આજ પૃથ્વીને મારી મારી કરી ભોગવી ચાલતા થયા છે પણ આ પૃથ્વી હજુ સુધી કોઇની સાથે ગઇ નથી, પણ હે મુંજ ! તારા કૃત્યો ઉપરથી હું એમ કલ્પના કરું છું કે પતિવ્રતા સ્ત્રીની માફક આ પૃથ્વી તો તારી સાથે જ સતી થઇને આવશે' !!! ઉપર મુજબનો અર્થ ગર્ભિત શ્લોક વાંચતાં જ મુંજરાજ અતિ ખેદયુક્ત થઇ અન્નુપાત કરતો બોલ્યો ‘બાળહત્યા કરનાર મારા જેવાને ધિક્કાર છે' ઇત્યાદિ વચનો વાપરી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. આ બનાવ જોતા ઉભેલા મારાઓના ચહેરા ઉપર કાંઇ દીલગીરીનો આભાસ ન માલુમ પડવાથી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઇ તેથી તેની પ્રત્યે મુંજરાજ બોલ્યો ‘આ શ્લોકથી મારું હૃદય ભેદાય છે ! એના વિના હવે મારું જીવતર વૃથા છે. આ ક્ષણભંગુર દુનિયામાં હવે મારે મોઢુ શું બતાવવું ? હવે એ ભોજ ન મળે તો દેહ ત્યાગ કરવો એવાં વચનો રાજાના મુખથી નીકળતાં સાંભળીને મારાએ ન મુંજરાજાનો પ્રબન્ધ ૬૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે હે રાજન ! અંતઃકરણ પૂર્વક તેને મળવામાં આપની પ્રીતિ જોઇ, કહું છું કે હજી તે આ પૃથ્વી ઉપર હયાત છે. એમ કહી પોતાના મનનો સઘળો ખુલાસો કર્યો. તે સાંભળતાં જ રાજાએ અતિ પ્રસન્ન થઈ તેને અરણ્યમાંથી બોલાવી યુવરાજ પદવી આપી ને મારાઓને મોટો શિરપાવ આપી વિદાય કર્યા. હવે એ અરસામાં તૈલંગ દેશનો તૈલિપ નામે રાજા માળવા ઉપર છ વખત હુમલો કરવા આવેલો પણ મુંજરાજે તેને છ એ વખત મારી પાછો હટાવ્યો. તો પણ સાતમી વખત ભારે લશ્કર તૈયાર કરી માળવા ઉપર ચડી આવ્યો. આ વખતે મુંજરાજનો પ્રધાન રૂદ્રાદિત્ય કોઈ પ્રકારે ઉત્પન્ન થયેલા શરીરના રોગથી પીડાતો હતો. તેણે રાજાને તેની સાથે લડાઈ કરવામાં નિષેધ કરી કહ્યું કે, કોઈ પણ યુક્તિ બળે તેને સમજાવીને પાછો વાળો. પણ એ વાત રાજાની નજરમાં ન આવવાથી બોલ્યો “એની સાથે લડાઈ કર્યા વિના સિદ્ધિ જ નથી.” રાજાનો એવો આગ્રહ જોઈ રૂદ્રાદિત્યે તેને કહ્યું, “ભલે તારી મરજી છે તો યુદ્ધમાં લડ પણ ગોદાવરી નદીને પેલે પાર જતો નહિ.' કારણ કે તે શૂરવીર ભૂમિ છે તેથી તેનો જય થશે એમ તેને પ્રતિજ્ઞા આપી લડવાને મોકલ્યો. પણ પ્રથમ મેળવેલી જીતના અહંકારથી, રૂદ્રાદિત્યનું વચન લોપી ગોદાવરીના સામે કાંઠે લશ્કર સહિત પોતાનો પડાવ નાખ્યો. આ વાત રૂદ્રાદિત્યના જાણવામાં આવવાથી તેણે મનમાં વિચાર કર્યો કે હવે જરૂર રાજાની હાર થશે ને આખરે એ અત્યંત દુઃખી થશે. આજ સુધી આપણા રાજ્યની યશ યુક્ત વૃદ્ધિ થતી જોયલી ને હવે વૃદ્ધાવસ્થામાં તેની પડતી દશા જોવી, ને મારા શિષ્ય મુંજને શત્રુના હાથમાં સપડાયેલો દુઃખ પામતો જોવો તેના કરતાં બળી મરવું એ વધારે ઉત્તમ છે એમ ધારી ચિતા પડકાવી રૂદ્રાદિત્ય પોતે જીવતો બળી મર્યો. હવે તૈલિપે છળ બળ વાપરી મુંજરાજના લશ્કરમાં ભંગાણ પાડી મુંજરાજને પકડી મુંજની દોરીથી બાંધી કેદ કરી સિંહની જેમ કાષ્ટના પીંજરામાં ઘાલી પોતાના નગરમાં લાવી કેટલાક દિવસ સુધી કેદ રાખ્યો પણ પાછળથી નજર કેદ કરી તેની સરભરા કરવામાં પોતાની બહેન મૃણાલવતી રાખી. તે ઘણી રૂપવાન ને બાલ અવસ્થાથી જ વિધવા થવાથી અતિ કામાતુર થઈ જેમ અતિ ભુખી વાઘણ સારા શિકાર પર તલપ મારે તેમ મુંજની કંદર્પ જેવી કાન્તિથી ભરપુર યુવા અવસ્થા જોઈ તેના ઉપર અતિ આસક્ત થઈ હાવભાવ કટાક્ષથી થોડા કાળમાં સ્નેહની વૃદ્ધિ કરી આખરે પોતાની મોહજાળમાં મુંજને ફસાવી તેની અર્ધાગના તુલ્ય થઈ સેવામાં રહી. આથી મુંજ પણ એની સાથે એટલો બધો લપટાઇ ગયો કે પોતાનું સઘળું દુઃખ વીસરી ગયો. એક વખત મુંજરાજ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ ખુરશી પર બેસી જુવે છે તેવામાં ગુપ્ત રીતે પાછળથી ઉભેલી મૃણાલવતીનું મુખ દર્પણમાં રાજાના જોવામાં આવ્યું. મૃણાલવતીને પણ પોતાની મુખ મુદ્રા દર્પણમાં રાજા કરતાં રૂપમાં ઉતરતી માલુમ પડવાથી તેના ચહેરા ઉપર ગ્લાનિ આવી. તેવો ચહેરો રાજાના જોવામાં આવવાથી તેણે દોહરો કહી સંભળાવ્યો. (પૃ.૫૯ જુ.૯). અર્થ : મુંજ બોલ્યા હે મૃણાલવતી તારી યુવાવસ્થા ગઈ તેથી ઝુરાઇશ માં. “શર્કરાના સેંકડો કટકા થતા તેની મીઠાશ કાંઈ ઓછી થતી નથી પણ તેના કરતાં સ્ત્રીના શરીરનું તો જેમ જેમ ૬૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #79 -------------------------------------------------------------------------- ________________ મર્દન થાય તેમ તેમ ઉલટી મીઠાશ વધતી જાય છે માટે “મર્દન ગુણ વર્ધન એ વાત સાચી છે એમ કહી તેના મનનું સમાધાન કર્યું.' હવે માળવામાં રહેલા પ્રધાનોએ મુંજરાજને કેદખાનામાંથી મુક્ત કરવાના હેતુથી, તેના શયનગૃહ સુધી જમીનમાં ગુપ્ત રીતે સુરંગ ખોદાવી, મુંજનો મેળાપ કરી, પોતાની સાથે પોતાના દેશમાં નાસી આવવાની યુક્તિ બતાવી પણ આ સ્ત્રીના વિરહને ન સહન કરી શકતો અને ભયથી તે વૃતાંત મૃણાલવતીને ન કહી શકતો મુંજરાજ અતિશય ચિંતામાં પડ્યો. રાજાને ચિંતાતુર થયેલો તથા તે વિષે કાંઈ પણ ખુલાસો ન કરતો જોઈ તેની મૂઢ બુદ્ધિની પરીક્ષા કરવા માટે કોઈ પ્રસંગે લુણ વિનાની તેમજ કોઈ વખતે લુણ વધારે નાખી બેસ્વાદ રસોઈ કરી રાજાને જમાડવા માંડી પણ તે વિષે મુંજ કાંઇ તેને ન કહેતાં મુંગે મોઢે ખાયા કરતો તે જોઇ મૃણાલવતીએ ધાર્યું કે એના પેટમાં કોઈ પણ પ્રકારનો ચોર પેઠો છે ખરો, પછી એક દિવસ ઘણો સ્નેહ દેખાડી આલિંગન કરી ચુંબન કરી તેના મનનો ભેદ ભાંગવા માટે પોતે અતિ આગ્રહપૂર્વક પ્રતિજ્ઞા આપી તેના મનની ખરી વાત સર્વે જાણવાને મધુર વચનથી વાતનો ઉપાડ કરી પૂછવા માંડ્યું. તે વખતે મુંજરાજ પણ ઘણો વિદ્વાન હોવાથી સ્ત્રીનો વિશ્વાસ ન કરવો’ એમ સમજે છે તે છતાં પણ ભાવભાવ બનવાકાળ છે માટે મુંજરાજની સઘળી સમજણ મૃણાલવતીના પ્રેમરસના પ્રવાહમાં ઘસડાઈ જવાથી સઘળી ગુપ્તવાર્તા કહી સંભળાવી કહ્યું કે આ સુરંગમાં થઈ મારા સ્થાનમાં જવાનો મારો વિચાર છે, પણ હે પ્રિયે ! તારા વિના જવું મને ઝેર જેવું લાગે છે માટે તું પણ મારી સાથે આવવાને સત્વર તૈયાર થા. ત્યાં તને મારી મોટી પટરાણી કરી મારી પ્રસન્નતાનું ફળ દેખાડીશ. આ વાત સાંભળી મૃણાલવતી બોલી “ઘણું સારું સ્વામીનાથ ! હું પણ તમને લઈ કોઈ પ્રકારે ચાલ્યા જવાની કલ્પનામાં ઘુમતી હતી, આ યુક્તિ ઠીક છે. એક ક્ષણ માત્ર કૃપા કરી ઉભા રહો, હું હેજવારમાં મારા આભૂષણનો કરંડીયો લઈ આવું છું. એમ કહી ત્યાંથી મહેલ મધ્યે જઈ તે કાત્યાયિની મૃણાલવતીએ વિચાર કર્યો કે, કપટથી ત્યાં લઈ જઈ, મને વૃદ્ધ જાણી મારો પરિત્યાગ કરી બીજી સ્ત્રી વિષે જરૂર આસક્ત થશે માટે હું જ પ્રથમ મારા ભાઈને કહીને એનું અત્રે જ કાત્યાયન (વિનાશ) કરાવી નાખું, તો કેવું ? એમ ધારી તત્કાળ પોતાનો ભાઈ જે તૈલિપ રાજા તેની પાસે જઈ મુંજરાજનો ગમન સંકેત કહી સંભળાવ્યો. તે શ્રવણ થતાં રાજા તો મુંજરાજ ઉપર રાતો પીળો થઈ ગયો ને તત્કાળ પોતાના સેવકો મોકલી પકડાવી મંગાવ્યો ને તેની વિડંબના કરવા માટે તેના હાથ પગમાં બેડીઓ નંખાવી, એવો સખત હુકમ કર્યો કે આ કટ્ટા શત્રુ મુંજ પાસે આખા નગરમાં ઘેર ઘેરથી ભિક્ષા મંગાવી તે જ તેને ખવરાવ્યા પછી એકદમ શૂળીએ ચડાવવો. રાજાની આજ્ઞા પ્રમાણે તેના પરિજનો મુંજરાજને સાથે લઈ હાથમાં રામપાત્ર આપી ઘેર ઘેર ફેરવી તેની પાસે ભિક્ષા મંગાવતા તે વખતે કોઇક પાષાણ હૃદયના માણસો તેનો શ્વાન તુલ્ય તિરસ્કાર (૧) પેટમાં પાપ રાખી મોઢે મીઠાશ વાપરી વિનાશ કરનારી. મુંજરાજાનો પ્રબન્ધ ૬૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ કરી રામપાત્રમાં ભિક્ષા નાખતા તે જોઇ મુંજરાજને અતિશય વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. તેથી તે નીચે પ્રમાણે વારંવાર કહેતો. ગમે તેવા પુરુષને ફસાવવાને માટે, ચિત્તને હર્ષ ઉત્પન્ન કરનાર વિષય સંબંધી નાના પ્રકારની વાર્તાલાપ કરવામાં ઘણી ચતુર એવી સ્ત્રીઓના ઉપર જે પુરુષ વિશ્વાસ રાખે છે તે નિચે હૈયામાં અતિશય બળે છે. મહાપશ્ચાત્તાપ પામે છે. અહો ! હું બાળપણમાં જ બળી-ઝળી તુટી-ફાટી કેમ ન મર્યો ને રાખનો ઢગલો કેમ ન થઈ ગયો !! આ મુંજ માંકડાની માફક દોરીએ બંધાયેલો ચાલે છે. - હાથી, રથ, ઘોડા તથા પાયદળ વગેરે મારું સર્વે લશ્કર છે, પણ અરેરે !! આ વખતે તેમાંનું કોઈ મને ખપ લાગતું નથી. હું પરિજનરહિત થયો છું. હે રૂદ્રાદિત્ય ! તું આ વખતે મને સહાયક થઈ સ્વર્ગમાં ખેંચી લે. એ વખતે જેને ફાટેલા તૂટેલા વસ્ત્ર પહેરાવેલાં છે તથા જેના હાથમાં છાશ પીવાને રામપાત્ર આપેલું છે, એવા મુંજ પાસે ઘેર ઘેર ભિક્ષા મંગાવતી વખતે કોઈ જગ્યાએથી છાશ માંગતા, તેની સ્થિતિ જોઇ, કોઈ સ્ત્રી તેને મજાકપૂર્વક હસવાથી મુંજે તેને કહ્યું કે – ચૌદસો અને છોત્તેર હાથી જેના લશ્કરમાં અગ્રેસર ચાલતા હતા એવો હું મુંજરાજ આજે દૈવયોગે આ દશાને પામ્યો છું; તે મારું સઘળું સૈન્ય છતાં આ વખતે મને ખપ લાગતું નથી તો હે સ્ત્રી ! તું શાના ઉપર ગર્વ રાખે છે ? સંન્યાસપણાનો ગર્વ રાખનાર કોઈ એક વિદ્વાન પણ ભિક્ષા કરતી વખતે કોઈ અતિ રૂપવાન સ્ત્રીના ઝપાટામાં આવ્યા પછી પશ્ચાત્તાપની શાંતિ માટે મુંજની દશા જોઇ તે બોલ્યો કે - હે મનરૂપી માંકડા ! “મને સ્ત્રીએ આ પ્રકારે ખંડિત કર્યો.' એમ તું ઉદ્વેગ ના કર. તું વિચાર કર કે રામ, રાવણ અને મુંજાદિ મોટા મોટા કયા પુરુષોને સ્ત્રીએ ખંડિત નથી કર્યા? કોઈ સ્ત્રી રેંટિયો ફેરવતી હતી તે રેંટિયાની ચીસ સાંભળી તેને કોઈ ફરતા સંન્યાસીના ગુરુ કહે છે કે - હે યંત્રક ! હે રેંટિયા ! “આ સ્ત્રી અને ભમાવી ચકડોળે ચઢાવે છે.' એમ ધારી તું રડ માં. સ્ત્રીના કટાક્ષ માત્રથી જ ભલભલાઓની તારા જેવી ભ્રમણદશા થાય છે તો તું તો એના હાથમાં સપડાયેલો છે એટલે તું એ દશાએ પહોંચે તેમાં શી નવાઈ ? ભિક્ષા માંગતાં માંગતા મુંજરાજ રાજ મહેલ આગળ આવ્યા ત્યારે તેની ફજેતી જોતી ગવાક્ષમાં ઉભેલી મૃણાલવતીના મનોવેધક સાભિપ્રાય કટાક્ષથી મુંજ તેની પ્રત્યે કહે છે કે – હે મૃણાલવતી ! માણસને દુઃખ પડ્યા પછી જેવી મતિ ઉત્પન્ન થાય છે તેવી મતિ જો પ્રથમથી જ ઉત્પન્ન થતી હોય તો કોઈ માણસ દુઃખ વેઠે જ નહીં. (૧) બ્રહ્મચર્ય વૃત્ત તથા માનનો ભંગ. પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #81 -------------------------------------------------------------------------- ________________ મુંજને આવી દશામાં જોઈ તેવી જ ચેષ્ટા કરનાર કોઈ દ્રવ્યવાન પુરુષના પુત્રને, કોઈ જ્ઞાની પુરુષ શિક્ષણ પૂર્વક કહે છે કે – દ્રવ્યથી અંધમૂઢ થયેલા હે યુવાન ! આપત્તિમાં પડેલાને જોઇ તું હસે છે ? લક્ષ્મી કોઇને ઘેર સ્થિર રહેતી નથી એમાં શું આશ્ચર્ય ? જળયંત્ર ચક્રમાં (કુવામાંથી પાણી કાઢવાની રેંટમાળ)માં ઘડિયા ભરાય છે ને વળી ઠલવાય પણ છે તે શું તું નથી દેખતો ? એ જ પ્રમાણે કોઈ ધનવાન થાય છે તે જ કાળે કરી દરિદ્રી પણ થાય છે. તેમાં ઉપહાસ કરવો એ મૂર્ખતાનું લક્ષણ છે. ઘેર ઘેર ભિક્ષા મંગાવી રહ્યા પછી રાજાની આજ્ઞા પ્રમાણે તેના પરિજનો મુંજને શુળીએ ચઢાવવાને લઈ ચાલ્યા તે વખતે આત્મા અધોગતિને ન પામે તે માટે મુંજરાજ પોતાના મનને બોધ કરે છે કે - હે મન ! હવે શોક કરવો રહેવા દે. તું વિચાર કર કે સર્વ દેવતાના ગુરુ શંકર છે. તેની અવસ્થા પણ દૈવ વાંકો થવાથી વિપરીત જોવામાં આવે છે; જેનું મહાસમર્થપણું છતાં પણ તેના અલંકારમાં જુવો તો માણસને કમકમાટી ઉપજાવે એવી) નાગમાળા છે ને તેના પરિજનમાં જુવે તો વિશીર્ણ અંગવાળો ભંગી નામે સેવક છે, ને તેના ઘરની સમૃદ્ધિમાં જુવો તો એક વૃદ્ધ નંદિકેશ્વર નામે પોઠિયો છે; માટે હે મન ! આપણે તો કોણ માત્ર જેને માથે દેવ વાંકુ થઈ રહ્યું છે તેની આવી દુર્દશા થાય તેમાં શી નવાઈ ? વળી પોતાની જાતને કહી સંભળાવે છે કે - સમુદ્રરૂપી તો જેની આજુબાજુ ખાઇ છે એવો લંકારૂપી ગઢ તેનો ધણી જે દશ માથાવાળો રાવણ તે પણ દેવ કોપથી એકદમ નષ્ટ થઈ ગયો. તો હે મુંજ ! તું શાનો ખેદ કરે છે? - આ પ્રકારે મુંજને તિરસ્કાર વિતાડ્યા પછી તેને શુળી આગળ લઈ જઈ રાજાના પરિજને કહ્યું હે મુંજ ! દેહસાર્થક કરવાને હવે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે.' તે વખતે મુંજ બોલ્યો કે – મારા મરવાથી મારી લક્ષ્મી રૂપી પટરાણી તો ગોવિંદને ઘેરથી આવી હતી માટે તે તો પાછી ત્યાં જ જશે, ને બીજી વીરલક્ષ્મી (કીર્તિરૂપી મહારાણી) તે પણ મારા મરણથી પાછી શૂરવીર પુરુષોને ઘેર જશે, પણ સરસ્વતીરૂપી સતી સ્ત્રી તો સહગમન કરી મારી સાથે જ સ્વર્ગમાં પણ આવશે.” હવે મારે બીજા કોનું સ્મરણ કરવું બાકી હોય ? આખરે ધીરતાથી આવાં દીન પણ શૂરતાથી ભરેલાં વચન બોલનાર મુંજરાજને શૂળીએ ચઢાવ્યો, તે વખતે લોકોમાં અને નગરમાં હાહાકાર વર્તી રહ્યો તેમજ સ્થાવર જંગમમાં એટલી બધી ઉદાસી પેસી ગઈ કે નદીના જળ પણ થંભી ગયા તો પછી પશુપક્ષી તથા મનુષ્યની તો શી વાત કહેવી ! આ પ્રકારનો બનાવ જોઈ જૈનાચાર્યો નીચે પ્રમાણેના અર્થનાં બે કાવ્યો બોલી પોતાના શિષ્યોના અંતરનું સમાધાન કરતા હતા. (૧) આ ઠેકાણે પરિવાર. (૨) ભાંગેલા શરીરનો. મુંજરાજાનો પ્રબન્ધ Page #82 -------------------------------------------------------------------------- ________________ અહો શિષ્યો ! આ વિષમ કર્મની ગતિ તો જુવો ! યશના સમૂહરૂપ હાથી વગેરે ઘણા સૈન્યનો પતિ અવંતી દેશનો રાજા જે સરસ્વતીને રહેવાનું ઘર (મહા વિદ્વાન) ઇત્યાદિ સર્વે ગુણથી કૃતાર્થ થયેલો મુંજરાજ કે જેને કર્ણાટક દેશના રાજાએ બંદીખાને રાખીને પણ પોતાના મોટા પ્રધાનની પેઠે સેવા કરેલો તે છેવટે બેહાલ થઈ શૂળીથી મરણ પામ્યો માટે કર્મને શરમ નથી. દેવતાનો અધિપતિ ઇંદ્ર જેવો તો જેનો મિત્ર છે ને સાક્ષાત્ શ્રીરામચંદ્રજીનો તો જે જનક કહેવાય છે એવા દશરથ રાજા' તે પોતાના પુત્રના વિરહદુઃખથી શૈયામાં ને શૈયામાં વિલાપ કરતા મરણ પામ્યા એટલું જ નહીં પણ તેનું શબ તેની પ્રિયા કૈકેયીની હઠથી દૈદિપ્યમાન કરેલા તેલની કોઠીમાં સાચવી રાખ્યા પછી તેને અગ્નિ સંસ્કાર પણ ઘણે દિવસે થયો; એ શું ઓછું આશ્ચર્ય છે? માટે હે શિષ્યો કર્મની ગતિ ઘણી વિષમ છે. મુંજને ધૂળીથી ભૂંડો કરી તેને શૂળીએ ચઢાવ્યો તો પણ તૈલિપ રાજાએ હજુ તેનો કેડો મેલ્યો નહિ. મૃત્યુ પામેલા મુંજનું ડોકુ કાપી લેવડાવી તેને પોતાના રાજમહેલના આંગણામાં શૂળીકા ઉપર લટકાવી તેના મુખને દધિલેપન કરી તૈલિપ રાજા પોતાના ક્રોધને શમાવતો હતો. એ પ્રકારની મુંજની અવસ્થા માળવામાં તેના પ્રધાનોના જાણવામાં આવતો મુંજના ભત્રીજા ભોજને રાજ્યભિષેક કરી રાજયગાદી ઉપર સ્થાપન કર્યો. એ પ્રમાણે વિક્રમ પ્રમુખ રાજાઓનું જેમાં વર્ણન છે એવો પ્રબન્ધ ચિન્તામણીનો પ્રથમ સર્ગ સમાપ્ત થયો. (૧) દશરથ રાજાની અંતિમ અવસ્થાનો આ વૃત્તાન્ત હિન્દુ રામાયણમાંથી ઉદ્ધત થયેલો છે. આ વૃત્તાન્ત જૈન શાસનને માન્ય નથી તેની નોંધ લેવી. ૬૮ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #83 -------------------------------------------------------------------------- ________________ ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ જે સમયે પ્રખ્યાત ભોજ રાજા માલવદેશમાં રાજ્ય કરતો હતો તે જ અરસામાં ગુજરાતની રાજ્ય ગાદી ઉ૫૨ ચૌલુક્ય વંશનો ભીમ નામે રાજા હતો. ભોજ રાજાને હમેશા એવો નિયમ હતો કે પાછલી થોડી રાત બાકી રહે, ત્યારે શય્યામાંથી ઉઠી સાવધાન થઇ મનમાં એવું ચિંતન કરતો કે લક્ષ્મી તથા આયુષ સમુદ્રના તરંગની પેઠે ચંચલ છે. એવી રીતે અનિત્ય ભાવનાનો વિચાર કરી સ્નાનાદિક પ્રાતઃકાળનું કૃત્ય કર્યા પછી દાન આપવાના મંડપમાં દાન દેવા બેસતો તથા ચાકરો પાસે યાચકોને બોલાવી તે જેવી રીતની યાચના કરે તેવી જ રીતે તેઓને સુવર્ણટંક (સોના મહોરો વિગેરે) આપી સંતોષ પમાડતો હતો. આવી રીતે હમેશાં યાચકો જેટલું દ્રવ્ય માગે એટલું આપે છે, તેથી લક્ષ્મીનો ભંડાર ખાલી થઇ જઇ રાજા ભીખ માંગતો થઇ જશે એવો વિચાર કરી રાજાના ઉદાર ગુણને દોષ રૂપ માની, રાજાને બીજી રીતે ઉપદેશ નહીં સ્પર્શે એવું સમજી, તેના દોહક નામે પ્રધાને સભા મંડપમાં દિવાલ ઉપર ખડીથી મોટા અક્ષરોમાં એક શ્લોકનું પદ લખ્યું : આપર્શે ધનં રક્ષેત્ । આપત્તિ કાળને વાસ્તે ધન રાખી મૂકવું. રાજા હંમેશના નિયમ પ્રમાણે પ્રાતઃકાળમાં સભામાં આવી જુવે છે તો દિવાલ ઉપર ખડીથી લખેલું પદ જોવામાં આવ્યું, તે વાંચી લખનારનો અભિપ્રાય સમજી, સેવકોને પૂછ્યું કે આ પદ કોણે લખ્યું છે ? ત્યારે સેવકો અગર જો કે એ વાત જાણતા હતા તો પણ કોઇએ જવાબ ન આપતાં પ્રધાનના ભયથી મૌન રહ્યા. ત્યારે રાજાએ પણ તે પદના જવાબમાં જોડે બીજુ પદ લખ્યું : ભાયમાન: વવ ચાપઃ । ભાગ્યશાળીને આપદા ક્યાંથી હોય ? એટલે જ્યાં સુધી ભાગ્યનું ફળ છે ત્યાં સુધી આપદા આવવાની જ નથી. બીજા દિવસે પ્રધાને રાજાએ લખેલું પદ વાંચી તેના જવાબમાં તેની જોડે પોતે ત્રીજુ પદ લખ્યું કે રૈવં હિ છુષ્યતે વાપિ । કોઇ વખતે ભાગ્ય નબળું પડે ત્યારે ધનની ખરી જરૂર પડે છે, એવું પ્રધાનનું પદ વાંચી તેના જવાબમાં રાજાએ તેની જોડે વળી એવું પદ લખ્યું કે સંચયોપિ વિનશ્યતિ । સંચય કરેલું પણ નાશ પામે છે, એટલે જ્યારે દૈવકોપ થાય છે ત્યારે સંચય કરી સાચવી રાખેલું સર્વ ધન મૂળમાંથી જ નાશ પામે છે માટે દાન આપવું એ જ શ્રેષ્ઠ છે. આવી રીતે રાજાનો અદ્ભુત ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૬૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ ગુણ જોઈ નિરુત્તર થયેલાં દોહક નામે પ્રધાને બે હાથ જોડી શિર નમાવી રાજા પાસે અભયદાન માંગી એવી વિજ્ઞાપના કરી કે એ પદો મેં લખ્યાં છે માટે મારો અપરાધ ક્ષમા કરો. ત્યાર પછી ભોજ રાજાએ વિચાર કર્યો કે મારા મનરૂપી મદોન્મત્ત મોટા હાથીને વશ કરવામાં જ્ઞાન રૂપી અંકુશની ખરી જરૂર છે; એમ વિચારી દેશ દેશાંતરોથી મોટા મોટા પંડિતોને પોતાની દાનશક્તિ રૂપી દોરથી બાંધી લાવી જેટલું તેમણે માગ્યું તેટલો તેમની આજીવિકાનો બંદોબસ્ત કરી પાંચસો પંડિતોનો સમાગમ કરી વિદ્યાનંદ સમુદ્રમાં અખંડ મગ્ન રહી તે વિદ્યાનું ઉત્તેજન કરવા લાગ્યો. કોઈ પંડિતોના કરેલા આર્યાછંદમાં ચાર શ્લોક હતા, તે તેને એટલા બધા પ્રિય લાગતા કે તેને તે અતિશય સ્નેહથી નિત્ય સ્મરણ કરવા વાસ્તે પોતાના હાથમાં ધારણ કરેલા કંકણમાં ઝીણા અક્ષરથી કોતરાવી ધારણ કરતો હતો. વળી ભોજરાજાએ પોતાને નિત્ય સ્મરણ વાસ્તે પોતાની મેળે એક શ્લોક કરી કંઠાભૂષણની પેઠે કંઠે રાખી ઈષ્ટમંત્રની પેઠે નિરંતર તેનો જપ કરતો હતો. તે કહેતો કે આપનું ધન યાચક લોકોને સૂર્ય આથમ્યો નથી ત્યાર પહેલાં જે આપ્યું તે ખરું હું જાણતો નથી કે તે ધનરૂપી સૂર્ય આથમ્યા પછી પ્રાત:કાળે કોનું થશે (તેનો ધણી કોણ થશે) ? માટે હે પ્રધાન ! તારા જેવા પ્રેતપાય: (પ્રેતની માફક ભક્ષણ કરનારા) લોકના કહેવાથી મારું દાન આપવાનું કર્મ હું કેમ ઓછું કરું? ઇત્યાદિ શિખામણ દેતો તથા પ્રવર્તાવતો રાજા એક દિવસ રાજપાટિકાથું ભ્રમણ કરી આવતાં નદીને કાંઠે આવ્યો ત્યારે ત્યાં, ભોજ રાજાની કીર્તિ સાંભળી પોતાની વિદ્વત્તા બતાવવા સારુ કોઈ બ્રાહ્મણ પોતાની સ્ત્રી સહિત આવી નગર બહાર ધર્મશાળામાં નિવાસ કરી, સ્ત્રીની પ્રેરણાથી કાષ્ટનો ભારો લઈ આવી નદી ઉતરીને આવતો હતો તેને દેખી ભોજ રાજાએ પુછ્યું કે, જિયનાä બન્ને વિપ્ર ! હે બ્રાહ્મણ ! નદીમાં પાણી કેટલું છે ? બ્રા નાનુ નં નરાધા ! હે રાજન્ ! જાનુદન્ન (ઢીંચણ પ્રમાણે) છે. ૨૦ ફુદશી જિમવા તે ! તારી આ પ્રકારની દુર્દશા કેમ છે ? બ્રા ન સર્વત્ર મવાદશ: I સર્વ જગાએ તમારા જેવા એટલે દારિયના શત્રુ વસતા નથી. બ્રાહ્મણનું આ પ્રકારનું વચન સાંભળી સંતુષ્ટ થયેલા રાજાએ જે દાન અપાવ્યું તે મંત્રીએ ધર્મ વહિકામાં લખ્યું કે જાનુદદ્ધ શબ્દ બોલવાથી પ્રસન્ન થયેલા ભોજ રાજાએ ત્રણ લાખ રોકડ ધન તથા દશ મદોમમ્મત હાથી આપ્યા. એક દિવસ મધ્ય રાત્રિએ નિદ્રા ઉડી જવાથી અકસ્માત જાગી ઉઠેલા ભોજ રાજાએ આકાશમાં સુંદર નવા ઉગેલા ચંદ્રની અતિશય નિર્મળ શોભા જોઈ પોતાના અંતરમાં ભરેલી વિદ્વત્તા રૂપી સમુદ્રનું ઉભરાઈ જવું તેની એક છાલક સમાન નીચે લખેલું શિખરણી વૃતનું એક કાવ્ય બોલ્યો - यदेतच्चन्द्रान्तर्जलद-लव-लीलां प्रकुरुते तदाचष्टे लोकः शशक इति नो मां प्रति तथा ॥ (૧) દક્નપ્રત્યય વિદ્વાનોની જાણમાં હોય છે તેથી ઉપસ્થિત બ્રાહ્મણ કોઇ સારો વિદ્વાન હોવો જોઇએ એમ રાજાને લાગ્યું. ૭૦ પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર Page #85 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જે આ સંપૂર્ણ ચંદ્ર મંડળની વચ્ચે મેઘના લેશ જેવી શોભાને ધારણ કરનાર લાંછન જણાય છે તેને લોક સસલું (અથવા હરણ) એમ કહે છે પણ એમ મને લાગતું નથી. એમ વારંવાર અડધું કાવ્ય, સર્વ પ્રાણી અતિશય જંપી જવાથી શબ્દ રહિત વાતાવરણમાં અગાશીમાં ફરતા ફરતા બોલતો હતો તે વખતે એવો બનાવ બન્યો કે રાજાના મહેલમાં કોઈ મહાવિદ્વાન પણ ચોરી કરવા પેઠેલો તેને કવિતા શક્તિનું ઘણું જોર ઉભરાયુ તે સહન ન થવાથી તે કાવ્યનું ઉત્તરાદ્ધ (છેલ્લાં બે પદ) બોલી ઉઠ્યો કે - अहं त्विढु मन्ये त्वदरि-विरहाक्रान्त-तरुणीकटाक्षोल्कापात-व्रणशत-कलङ्काङ्किततनुम् ॥१॥ અર્થ: હું તો એમ માનું છું કે તમારા શત્રુ રાજાઓનો વિરહ થવાથી વનમાં રઝળતી તેમની તરુણીઓ ચંદ્રોદયથી વાગેલા કામબાણની વ્યથામાં વ્યાકૂલ થવાથી તે સ્ત્રીઓના ચન્દ્ર મંડળ સામા ઉલ્કાપાત સરખા કટાક્ષ બાણના સેંકડો પ્રહાર થવાથી છિદ્રરૂપ કલંકવાળો એ ચંદ્ર થયો છે. એમ બોલવાથી ચમત્કાર પામેલા રાજાએ તે ચોરને અંગરક્ષક પાસે પકડાવી એક ઓરડામાં પુરી મુકાવ્યો. પછી પ્રાતઃકાળમાં ક્ષમા કરી તે ચોરને બોલાવી જે શરપાવ રાજાએ આપ્યો તે મંત્રીએ ધર્મ વહિકામાં કાવ્ય રૂપે નીચે પ્રમાણે લખ્યો. મૃત્યુના ભયને પણ ન ગણી રાજાના બોલેલા કાવ્યનું ઉત્તરાદ્ધ પૂરું કરનાર ચોરને પ્રસન્ન થયેલા રાજાએ દશ કરોડ સોનામોહોર તથા દાંતના અગ્ર ભાગથી પર્વત શિખરોને તોડવાને સમર્થ ને પોતાના મદરૂપી દાન આપવાથી ભ્રમર રૂપી યાચકો અતિશય હર્ષ પામી જેનું યશગાન કરે છે એવા આઠ ગજેન્દ્ર આપ્યા. એક વખત એ વહી (આપેલા દાન લખવાનો ચોપડો) સાંભળી તેને પોતાના અંતરમાં સર્વોપરિ દાની હું છું એમ અહંકાર ઉત્પન્ન થયો ને તે બોલ્યો - જે કામ બીજાથી થઈ શકતું નથી તેવું કામ મેં કર્યું છે તથા જેવું દાન બીજા રાજાથી આપી શકાતું નથી તેવું દાન હું સહજતયા આપું છું તથા જે કામ બીજાને અસાધ્ય છે તે કામ હું ચપટીમાં કરું છું તેથી હવે મારા ચિત્તમાં અપૂર્ણપણે માની ખેદ કરવા યોગ્ય કોઈ વસ્તુ નથી. સર્વ ગુણથી, સર્વ કળાથી સંપૂર્ણ હું જ છું.” એમ પોતાનાં વખાણ કરતા રાજાને જોઈ એક જુના પ્રધાને એનો ગર્વ ભાંગવાને વિક્રમ રાજાની ધર્મવહિકા લાવી બતાવી. તેમાં પ્રથમ લખેલું એક કાવ્ય વાંચી જોયું. આઠ કરોડ સોનૈયા તથા મોતીની તુલાઓ ૯૩ અને મદના સુગંધથી વારંવાર પૃપાપાત કરતા ભ્રમરથી ક્રોધાયમાન થયેલા ૫૦ પચાસ હાથી તથા દશ હજાર ઘોડા તથા કામ પ્રપંચોમાં ચતુર એવી સો વારાંગના એટલો દંડ પાંડુ દેશના રાજાએ વિક્રમ રાજા પાસે આણેલો. તે સર્વ (૧) ત્રાજવામાં પુરુષને બેસારી તેના બરોબર જોખીને આપવું તે. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૭૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ એક શ્લોકથી રાજી થયેલા રાજાએ વેતાલ ભટ્ટને આપ્યો. કેટલાકને મતે એ શ્લોક સિદ્ધસેનસૂરિજીના સંવાદમાં બંદીજનોએ ગાન કરેલો છે. એ પ્રકારની વિક્રમ રાજાની ઉદારતાદિ ગુણો જોઇ ભોજ રાજાનો સર્વ ગર્વ મૂળમાંથી જ નાશ પામ્યો. પછી એ ધર્મવહિકાની પૂજા કરી પાછી જે ભંડારમાં હતી ત્યાં સ્થાપન કરાવી. એક સમે કાશ્મી૨દેશથી ભોજ રાજાની કીર્તિ સાંભળી આવી દરવાજે ઉભેલું સરસ્વતી કુટુંબ દ્વારપાલે રાજાની આજ્ઞાથી શીઘ્ર સભામાં પ્રવેશ કરાવેલું દેખી એક મશ્કરો સેવક બોલ્યો. બાપ વિદ્વાન્, બાપનો દીકરો પણ વિદ્વાન્, માજી વિદ્વાન્, માજીના દિકરાની વહુ પણ વિદ્વાન્ વળી એક આંખે કાણી બીચારી દાસી તે પણ વિદ્વાન્ માટે હે રાજન્ ! આ સરસ્વતી કુટુંબ છે એમ હું માનું છું. એ પ્રકારનું ઉપહાસ વચન સાંભળી રાજાએ કાંઇક હસી તે કુટુંબના જ્યેષ્ઠ પુરૂષ સામું જોઇ એક સમસ્યા પદ કહ્યું. અમારાભારમુક્ અર્થ : અસારમાંથી સાર કાઢી લેવો. આ પ્રકારનું રાજાનું સમસ્યા પદ સાંભળી જ્યેષ્ઠ પુરુષ બોલ્યો. दानं वित्तादृतं वाचः कीर्त्तिधर्मौ तथायुषः । परोपकरणं कायादसारात्सारमुह्यरेत् ॥१॥ અર્થ : અસાર ધનથી દાન રૂપ સાર ઉપાર્જન કરી લેવો એમ જ વાણીથી સત્યપણુ તથા આયુષથી કીર્તિ તથા ધર્મ એમજ અસાર એવા શરીરથી પરોપકાર રૂપી સાર કાઢી લેવો. વળી રાજાએ તે પુરુષના પુત્રને શ્લોકનું બીજુ તથા ચોથુ પદ સમસ્યા પુરવા કહ્યું તે હિમાલયો नाम नगाधिराजः । चकार मेना विरहातुराङ्गी ॥ એ પ્રકારે રાજાનું વચન સાંભળી તે પુત્ર બોલ્યો. चकार मेना विरहातुराङ्गी પ્રવાહ-શય્યા-શરાં શરીરમ્ ॥ અર્થ : હે રાજનૢ તારા પ્રતાપ રૂપી અગ્નિથી હિમાચલ નામે પર્વતોનો રાજા ! ગલિગચો (પાણી પાણી થઇ ગયો) આ દુઃખથી તેની અર્ધાંગના મેનકા નામે સ્ત્રીએ પોતાનું પતિ વિરાહાગ્નિથી બળતું શરીર નવા અંકુર યુક્ત પાંદડાની શય્યામાં ભરી રાખ્યું છે. तव प्रताप - ज्वलनाङ्गगालहिमालयो नाम नगाधिराजः । એ પ્રકારની સમસ્યા પુર્યા પછી જ્યેષ્ઠ પુરુષની સ્ત્રી સામું જોઇ રાજા બોલ્યો - વળુ પિયાવડ સ્વીરુ અર્થ : હું તે દુધ કોને પાઉં ! એ પ્રકારનું રાજાનું સમસ્યા પદ સાંભળી જ્યેષ્ઠ પુરુષની સ્ત્રી બોલી. (૧) ધારા નગરમાં પ્રવેશ થતી વખતનો ઇતિહાસ આ પ્રબંધને અંતે જુવો. ૭૨ + પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #87 -------------------------------------------------------------------------- ________________ जड़ यह रावणु जाईयउ दहमुह इक्कु शरीरु । जणी वियम्भी चिन्तवइ कवणु पियावउ खीरु ॥१॥ અર્થ : જ્યારે રાવણ જન્મ્યો ત્યારે તેનું એક શરીર ને દશ મોઢાં દેખી તેની જનેતા ગભરાઇ ગઇ કે હું તે હવે કયા મુખને ધવરાવું. એ પ્રકારે સમસ્યા પૂર્યા પછી પુત્રની સ્ત્રી સામું જોઇ રાજા બોલ્યો. મરૂં ∞િરૂ વિત્તુમડું ાડ ॥ અર્થ : હવે મારે કોને ગળે વળગવું, એ પ્રકારનું રાજાનું સમસ્યા પદ સાંભળી વહુ બોલી. काण व विरह करालिइ पड़ उड्डावियउ वराउ । सहि अच्चभूउ दिट्टु मई कण्ठिइं विलुल्लई काउ ॥१॥ અર્થ : કોઇ કલહાંતરિતા' સ્ત્રીએ વિરહથી વ્યાકુળ થતો પતિ, એવો તો ચપટીઓમાં ઉડાડ્યો કે તે બિચારો નિરાશ થઇ પાછો વળી ગયો. પછી એ સ્ત્રી કામાગ્નિથી બળવા લાગી ત્યારે બોલી કે હે સખી હવે મારે કોને ગળે વળગવું આ વાત પણ દેખનારને આશ્ચર્યકારી છે ? આ પ્રકારની સમસ્યા પૂર્યા પછી તે ટોલામાં રહેલી અતિ રૂપવાન તેની પુત્રી સામું જોઇ રાજા બોલવા ગયો પણ અતિ કામરાગથી કંઠ બંધ થઇ ગયો તેથી બોલાયું નહીં પણ તે પુત્રી વિના સર્વેને મનોવાંછિત ઘણું દ્રવ્ય શિરપાવરૂપે આપી વિદાય કર્યા. હવે સંધ્યાકાળ થવાથી રાજા તથા તે રૂપવતી કન્યા એક બીજામાં ચિત્ત પરોવી વિખુટાં પડ્યાં પણ રાત્રિએ ચંદ્રોદય થવાથી અગાશીમાં ભ્રમણ કરતા રાજાને એ કન્યાના રૂપનું સ્મરણ થવાથી ઘેલા માણસની પેઠે લવારો કરતાં કરતાં આજ્ઞા કરી કે મારાથી આ ચંદ્રકરણ સહન થતાં નથી માટે મારા ઉપ૨ છત્ર ધરો એમ સેવકને આજ્ઞા આપવાથી માથા ઉપર છત્ર ધરાવી તે રૂપવતીના અંગનું ધ્યાન કરતો જાય છે ને અગાશી તરફ જાય છે એ જ વખતે તે રૂપવંતી પણ દ્વારપાલ સાથે સંદેશો મળવાથી રાજાની આજ્ઞાથી આવી હાજર થઇ ત્યારે રાજા બોલ્યો કે હે રૂપવતી આ અસાધ્ય વ્યાધિથી મુક્ત કરવા તારા વચનરૂપી અમૃતનો એક ઘૂંટડો પા ! આ રાજાનું વચન સાંભળી કામાગ્નિથી રાજાની થયેલી દુર્દશા જાણી તે મધુર સ્વરથી બોલી – કુલમાં દીવા સમાન હે ભોજ રાજન્ ! હે સમસ્ત રાજામાં ચૂડામણિ સમાન ! આ જગતમાં તમારે રાત્રિએ પણ માથા ઉપર છત્ર ધરાવી ફરવું એ યુક્ત છે કેમ કે તમારું મુખ જોવાથી લજ્જા પામતો ચંદ્ર ભોંઠો પડી શીઘ્ર ગતિ કરી સંતાઇ જાઓ નહિ ! વળી આ બિચારી વૃદ્ધ વશિષ્ઠની પતિવ્રતા સ્ત્રી અરૂંધતી તમારું રૂપ જોઇ પોતાનું ઘણા કાળથી સાચવી રાખેલું પતિવ્રતાપણું ખંડન ન કરો એટલે છત્ર વિના તો તમારુ રૂપ અરૂંધતીના દીઠામાં આવે તો તેની પણ ધીરજ ન રહે તો બીજી સ્ત્રીની તો ક્યાંથી રહે માટે તમો રાત્રિએ પણ છત્ર ધરાવો છો તે યુક્ત છે. (૧) પતિનો તિરસ્કાર કરી પછી પાછો પસ્તાવો કરનારી. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ** ૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ આ અભિપ્રાય સહિત રૂપવતીનું વચન સાંભળતાં તે જ જગ્યાએ રાજા ખંભિત થઈ તેણીનું પાણી ગ્રહણ કરી તેને અદ્ધગના સમાન જોગિની સ્ત્રી કરી લીધી. એક વખત ભોજ રાજાએ તથા ભીમ રાજાએ પરસ્પર લેખ પત્રથી નિર્ણય કર્યો હતો કે તમારે અને અમારે આજ પ્રકારે વર્તવું પણ તેમાં કોઈ પ્રકારે વાંધો ઉઠાવવા માટે તથા ગુજરાત ગાંડુ કહેવાય છે તેમાં કોઈ પણ સારા સુજ્ઞ છે કે નહી એ વાત પણ જાણવા માટે એક નીચેના અર્થની ગાથા બનાવી તેને સંધિવિગ્રહ કરનાર દૂતના હાથમાં આપી ગુજરાતમાં ભીમ રાજા પાસે મોકલ્યો. જેણે ક્ષણ માત્રમાં મોટા મોટા ગજેન્દ્રનાં કુંભસ્થળ પોતાના હાથના પંજાથી ચીરી નાંખ્યાં છે તેથી જગતમાં મોટો પ્રતાપી દેખાતો સિંહરાજ તેને મૃગલાં સંગાથે વિરોધ પણ નથી ને સંધિ પણ નથી એટલે ભોજ રાજાને લખવાનો આટલો અભિપ્રાય કે તું મારા જેવો વિદ્વાનું નથી ને તારી પાસે રહેનાર પ્રધાનો તે જીવ દયા પાળનાર ભાજી ખાઉ વાણિયા છે માટે તારું રાજય લઈ લેવું એ કાંઈ મારી ગણત્રીમાં નથી. આ પ્રકારના અર્થથી ભરેલી ભોજ રાજના તરફથી આવેલી ગાથા વાંચી ભીમ રાજાએ ક્રોધાયમાન થઈ એના માથામાં વાગે એવા અર્થથી ભરેલી ઉત્તર રૂપ એક ગાથા બનાવવા પોતાના પંડિત માત્રને આજ્ઞા આપી. તે સર્વ પોત પોતાની બુદ્ધિ પ્રમાણે બનાવી લાવ્યા પણ ભીમ રાજાના ધ્યાનમાં કોઈ ગાથા ન આવી. પછી જૈન ધર્મમાં પ્રખ્યાત ગોવિંદાચાર્ય નામે મહાન્ પુરુષ તે સમયે વિદ્યમાન હતા તેણે નીચે પ્રમાણે એક ગાથા કરી આપી તેથી ભીમરાજા ઘણો પ્રસન્ન થયો. અંધક રાજાના પુત્રો માટે (ધૃતરાષ્ટ્ર રાજાના પુત્ર કૌરવનો) કાળ રૂપ, દૈવે નિપજાવેલો ભીમ સર્વ જગતમાં પ્રસિદ્ધ છે જેની ગણત્રીમાં તે રાજાના સો પુત્રો પણ ન આવ્યા એટલે દુર્યોધનાદિક સો ભાઇઓનો જેણે ભુક્કો કરી નાંખ્યો તે ભીમને તારા એકલાની શી ગણત્રી હોય એટલે ચંદ્ર વંશમાં આવેલા યાદવકુળમાં એક અંધક નામનું કુળ છે તે રાજાની કુળ પરંપરામાં તું ઉત્પન્ન થયો છે માટે તારું જ્ઞાન રૂપ અંતર નેત્ર ફૂટ્યું છે અને મિથ્યા અહંકારથી બહાર પણ બરોબર દેખી શકતો નથી એમ બે પ્રકારે અંધ ધંધ થયેલા તારા જેવા રાજા તો ફક્ત અમારી કૃપાથી જ વિદ્યમાન છે. તારા જેવા સેંકડો અમારા પગ તળે ઘસડાઈ ગયા તો અમારે તારા એકલાની તે શી ગણત્રી હોય. આ પ્રકારના ગંભીર અર્થથી ભરેલી ગોવિંદાચાર્યની કરેલી ગાથા આપી એક પ્રધાનને ભોજ રાજા પાસે મોકલ્યો પછી ભોજ રાજાએ ભીમ રાજા તરફથી આવેલી એ ગાથા વાંચી ચમત્કાર પામી માથું ધુણાવી બોલ્યો કે અહો ગુજરાતમાં પણ આ પ્રકારના મહાનું પંડિતો વસે છે એમ કહી પોતાના ગર્વનો ત્યાગ કર્યો. એક સમયે ભોજ રાજાની આજ્ઞાથી દ્વારપાળે સભામાં પ્રવેશ કરાવેલા કોઇ પંડિતે શ્લોક બોલી રાજાને પ્રશ્ન પૂછ્યો કે હે રાજન્ ! મારી મા મને દેખી પ્રસન્ન નથી થતી તેમજ મારી સ્ત્રીને દેખીને પણ રાજી થતી નથી ને મારી સ્ત્રી પણ મારી મા ને દેખી રાજી થતી નથી તેમજ મને (૧) કામ ભોગ વાતે રાખેલી સ્ત્રી તે. પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર Page #89 -------------------------------------------------------------------------- ________________ દેખીને પણ ખુશી થતી નથી તેમજ હું પણ મારી માને દેખીને આનંદ પામતો નથી તેમજ મારી સ્ત્રીને દેખીને પણ સંતોષ પામતો નથી માટે આ દોષ કોનો છે ? તે મને કૃપા કરી કહો ! પ્રશ્નના ઉત્તરમાં રાજાએ જણાવ્યું કે પરસ્પર અણબનાવ થવાનું કારણ કલહ છે અને કલહનું મૂળ પણ દારિત્ર્ય છે એમ કહી જીવતા સુધી એમને દારિત્ર્ય ન વળગે એમ ધારી ત્રણ લાખ સોના મહોર આપી તે પંડિતને ઘણો પ્રસન્ન કરી વિદાય કર્યો. બીજી પ્રતમાં નીચે પ્રમાણે ઇતિહાસ છે. એક સમયે તે નગરનો રહેનાર કોઇ બ્રાહ્મણ કેવળ ભિક્ષા માગીને આજીવિકા ચલાવતો સમય પસાર કરતો હતો. કોઇ મોટું પર્વ આવ્યું ત્યારે નગરની સર્વે સ્ત્રીઓ નદીમાં નહાવા ધોવાના કોલાહલમાં રોકાયેલી હતી. પેલો બ્રાહ્મણ હંમેશના નિયમ પ્રમાણે ભિક્ષા માગવા આવ્યો પણ તેના ધણીએ કહ્યું કે તમને આપે એવું કોઇ માણસ ઘ૨માં નથી એમ એક પણ ભિક્ષા ન મળવાથી ભિક્ષાનું તામ્રપાત્ર ખાલી લઇ જેવો ગયો હતો તેવો ધક્કા ખાઇ પાછો આવ્યો. તેને જોઇ તેની સ્ત્રી બ્રાહ્મણીએ તેનો ઘણો તિરસ્કાર કરી ગાળો દીધી. તેથી પેલા પુરુષને ઘણો ક્રોધ ઉત્પન્ન થયો તેથી તે બ્રાહ્મણીને લાકડીએ લાકડીએ ઝૂડવા માંડી. તેથી તેણીએ ઊંચે સ્વરે બરાડા પાડ્યા. તે સાંભળીને દોડી આવેલા રાજપુરુષોએ (ફોજદારી સિપાઇઓએ) તે બ્રાહ્મણને ઝાલી બાંધીને રાજદ્વા૨માં લઇ ગયા. ત્યારે રાજાએ વઢવાડ થવાનું કારણ પૂછ્યું. તે વખતે તે બ્રાહ્મણ મહાપંડિત હોવાથી આ શ્લોક બોલ્યો જેનો અર્થ આગળ દર્શાવ્યો તે છે. કોઇ વખત ભોજ રાજા શિયાળાની રાત્રે ફરવા નીકળ્યો હતો. નગર ચર્ચા જોતો જોતો કોઇ દેવમંદિરની પાસે લાંબા ઝીણા સ્વરથી એક કાવ્યને વારંવાર બોલતા કોઇ મહાદરિદ્રી પુરુષને જોઇ સાંભળવા ઉભો રહ્યો. તે કાવ્ય નીચે મુજબ છે... ટાઢ સહન કરી કરીને મારું શરીર અડદ જેવું શ્યામ થયું છે, કુટુંબ પોષણ કરવાની ચિંતારૂપી સમુદ્રમાં વારંવાર મુશળ સ્નાન કરવાથી બધું શરીર બરછટ થયું એટલું જ નહીં પણ ઘણી ક્ષુધા લાગવાથી કૃશ થઇ ચોટી ગયેલા નાભિ મંડળમાંથી પરાણે શ્વાસ ઉપાડી, શાંત થયેલા અગ્નિને વારંવાર ધમતી ટાઢથી ફાટેલા હોઠમાં થઇ તરેહ વાર નીકળતા શબ્દ સાંભળી જાણે અપમાન પામેલી સ્ત્રીની પેઠે નિદ્રા તો મારો ત્યાગ કરી અતિશય દૂર જતી રહી છે અને સત્પાત્રમાં આપેલી લક્ષ્મીની જેમ આ શિયાળાની રાત તો વધતી જાય છે પણ ખૂટતી જ નથી એ કાવ્ય સાંભળી રાજા પોતાના મહેલમાં જઇ પ્રાતઃકાળે તે બ્રાહ્મણને સભામાં બોલાવી પૂછ્યું કે તમે પાછલી રાત્રે અત્યંત ટાઢનો ઉપદ્રવ શી રીતે સહન કર્યો ને સત્પાત્રમાં આપેલી લક્ષ્મીના દૃષ્ટાંતથી સંકેતમાં ઉપદેશ કરવાથી હું તમારા ઉ૫૨ ઘણો પ્રસન્ન થયો છું. આ પ્રકારનું રાજાનું વચન સાંભળી બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન્ ! મારું મોટું ત્રિવેલી બળ છે તેથી શિયાળો નિર્ગમન કરું છું ત્યારે વળી રાજાએ પુછ્યું કે એ તમારી ત્રિવેલી કેવી છે તે કહો ! તે સાંભળી બ્રાહ્મણ બોલ્યો - ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ બે ઢીંચણ ટુંકા કરી છાતી જોડે દબાવી એટલે ટુટીયુંવાળી રાત્રિ નિર્ગમન કરીએ છીએ ને સૂર્યનો તડકો શરીર ઉપર ઓઢી દિવસ નિર્ગમન કરીએ છીએ ને સાયંકાળ ને પ્રાતઃકાળ એ બે સંધ્યા વખત અગ્નિનું સેવન કરીએ છીએ. એ પ્રકારે જાનુ (ઢીંચણ), ભાનુ (સૂર્ય), કૃશાનુ (અગ્નિ) એ ત્રણ વેલીઓના પ્રતાપથી શિયાળાની ટાઢને ધક્કા મારી વિદાય કરીએ છીએ. આ પ્રકારે પંડિતનો શ્લોક સાંભળી રાજાએ ત્રણ લાખ સોના મહોરો આપી તેને ખુશ કર્યો પણ એ બ્રાહ્મણ ઘણો લોભી હોવાથી બીજો શ્લોક બોલ્યો કે - હે રાજનું સપુરુષોના ચિત્તરૂપી બંદીખાનાના ઘરમાં બલી રાજા તથા કર્ણ રાજા ઇત્યાદિ દાનેશ્વરી રાજાઓ આજ સુધી પડી રહ્યા હતા. તેમને આજે તમે દાન દેવાનું મોટું અભિમાન ધારણ કરી બંદીખાનામાંથી મૂકવ્યા એટલે તમારી દાનશક્તિ વધારે જોઇ સજજન પુરુષોને બલી પ્રમુખ દાનેશ્વરી રાજાનું વિસ્મરણ થયું ઇત્યાદિ સાક્ષાત્ સરસ્વતીના ઉદય પામતા પ્રવાહને જોઇ, ભોજ રાજાએ બે હાથ જોડી નમસ્કાર કરી આ શ્લોકનું મૂલ્ય મારાથી આપી શકાય તેમ નથી કેમ કે બધું મારું રાજ અર્પણ કરું તો પણ આ શ્લોકનો બદલો વળે તેમ નથી માટે આ મારુ શરીર તમને અર્પણ કરું છું એમ કહી સંતોષ પમાડી નમસ્કાર કરી વિદાય કર્યો. વળી એક દિવસ રાજા રાજપાટિકા કરવા હાથી ઉપર બેસી નગરમાં ફરતો હતો તે વખત કોઈ દરિદ્રી પુરુષને પૃથ્વી ઉપર પડેલા દાણા વિણતો જોઈ રાજા અડધો શ્લોક બોલ્યો. તેનો અર્થ જે પોતાના ઉદરનું પણ પોષણ કરવાને અસમર્થ છે તેવા પુરુષો પૃથ્વી ઉપર જન્મ્યા તો ય શું ? ન જન્મ્યા તો ય શું ? આ પ્રકારે રાજાનો કહેલો અર્ધા શ્લોક સાંભળી તે પુરુષ એ શ્લોકનો ઉત્તરાર્ધ બોલ્યો. તેનો અર્થ : જે પુરુષ પોતે સમર્થ થઈને પણ પારકો ઉપકાર નથી કરતા તેવા પુરુષો પૃથ્વી ઉપર જન્મ્યા તો ય શું ? ન જમ્યા તો ય શું? પછી વળી રાજા અર્ધ શ્લોક બોલ્યો. તેનો અર્થ ઃ લોક પાસે ભીખ માંગીને જે નિરંતર પોતાની આજીવિકા ચલાવે છે તેને હે જગતને ઉત્પન્ન કરનારી યોગમાયા તું જન્મ જ ન આપીશ, આ પ્રકારે રાજાનો અર્ધ શ્લોક સાંભળી પંડિત ઉત્તરાર્ધ બોલ્યો. તેનો અર્થ : હે પૃથ્વી માતા જેણે યાચકની પ્રાર્થનાનો ભંગ કર્યો છે તેવા પુરુષને તું ધારણ ના કરીશ કેમ કે તે પ્રાર્થના ભંગ કરનાર પુરુષના મહા પાપના ભારથી તું રસાતળમાં જતી રહીશ તો લોકની શી વલે થશે ? આ પ્રકારનું વચન સાંભળી રાજાએ પૂછ્યું કે આ પ્રકારની તમારી મોટી વિદ્વત્તા છતાં પણ આવી દુર્દશાને ભોગવતા તમે કોણ છો ? એમ રાજાએ પૂછ્યું ત્યારે તે બોલ્યો તમારું રાજકાર, વિવિધ પ્રકારના પંડિતો રૂપી મેઘ ઘટાથી પ્રતિપૂર્ણ રહેલું છે માટે ત્યાં પ્રવેશ કરવામાં બીજો માર્ગ ન મળવાથી નગરના પ્રધાન પુરુષે દેખાડેલા રસ્તા પ્રમાણે આ પ્રપંચથી તમારું દર્શન કરવા ઇચ્છતો, હું, રાજશેખર નામે કવિ છું. એમ પોતાનું નામ ઓળખાવતા મહાકવિ રાજશેખરને યોગ્ય મોટું દાન આપી પ્રસન્ન કર્યો. બીજી પ્રતમાં નીચે પ્રમાણે છે - કવિનું વચન સાંભળી રાજાએ ઝટ હાથી પરથી ઉતરી પોતાનો પટ્ટહાથી કવિને અર્પણ કર્યો કે તે વખત કવિએ વિચાર કર્યો કે ગજદાન ગ્રહણ કરવામાં ઘણું પાપ છે પણ આપદ્ધર્મ જાણી પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #91 -------------------------------------------------------------------------- ________________ હાથી લીધો તો ખરો પણ પછી વિચાર થયો જે આ હાથી ક્યાં બાંધીશું ને શું ભોજન કરાવીશું એવું મનમાં ધારી એક કાવ્ય બોલ્યો - निर्वाता न कुटी' न चाग्निशकटी' नापि द्वितीया पटी वृत्ति भटी न तुन्दिलपुटी' भूमौ च घृष्टा कटी ॥ तुष्टि.कघटी प्रिया न वधुटा' तेनाप्यहं संकटी श्रीमद्भोज ! तव प्रसादकरटी० भक्तां ममापत्तटीम्११ ॥१॥ અર્થ : મારી નાની ઝુંપડી ચારે પાસથી ઘણો જ પવન આવી શકે એવી છે. અને મારી ઝુંપડીમાં તાપવાને સગડી પણ નથી. પહેરવા ઓઢવા તથા દરેક કામમાં વપરાતું આ એક જ વસ્ત્ર છે. તે સિવાય બીજુ વસ્ત્ર નથી. ભણવાની તથા ભણાવવાની વૃત્તિ સિવાય મારે બીજી કોઈ વૃત્તિ નથી અને શિયાળામાં ઓઢવાની ગોદડી પણ નથી તેથી ભૂમિ ઉપર કેડ તથા પાસાં ઘસી ઘસીને રાત્રી નિર્ગમન કરું છું. અન્ન પુરું ન મળવાથી એક ઘડીનો પણ જંપ નથી અને મારી દરિદ્રતાને લીધે કુલીન સ્ત્રી નહીં મળવાથી વળી, કુભાય મળવાથી રાત દિવસ તેના વચન પ્રહારથી પણ હું સંકટવાળો છું. માટે હે ભોજરાજન્ ! તમે પ્રસન્ન થઈ આપેલો આ ગજેન્દ્ર મારી આપદા રૂપી નદી તટને પોતાના દંતશૂળ વડે ભાંગો. એ કવિના આ પ્રકારના અર્થવાળા કાવ્યમાં રહેલાં અગ્યાર અનુપ્રાસના શબ્દો જોઈ ચમત્કાર પામી અગિયાર હજાર મહોરો રાજાએ તેને આપી. ત્રીજી પ્રતમાં નીચે પ્રમાણે વૃત્તાન્ત છે – એ રાજશેખર કવિ સંધ્યાકાળે મહાકાળેશ્વર મહાદેવના મંદિરમાં સૂતો સૂતો એક શ્લોક બોલીને પોતાની સ્ત્રીને સમજાવતો હતો કે “હે સ્ત્રી અન્ન માટે રડતાં કકળતાં છોકરાને થોડું ઘણું કાંઈપણ ખાવાનું આપીને જેમ તેમ કરી આ ઉનાળાના દિવસ પૂરા કર. પછી વર્ષાઋતુમાં વરસાદથી જયારે તુમડી તથા કહોળી ઉત્પન્ન થઇ પરિપકવ થશે ત્યારે તો આપણા સુખ આગળ રાજાનું સુખ શી ગણતરીમાં છે. આ અર્થ સભર શ્લોક રાજાએ એકાંત સ્થળે ઉભા રહી સાંભળ્યો તેથી તે કવિને પોતાનું વાહન તથા વસ્ત્રાભૂષણાદિક સર્વસ્વ આપી દઈ તેને પ્રસન્ન કર્યો. જેથી તે પોતાના જેવા જ દરિદ્ર પુરુષોનું દારિદ્ર કાપી શકે એવો ધનાઢ્ય થઈ પડ્યો. ત્યારે તે કવિ એક અન્યોક્તિ ગર્ભિત કાવ્ય બોલ્યો. જેનો અર્થ નીચે પ્રમાણે. જે સરોવરનું પાણી ગ્રીષ્મ ઋતુમાં સુકાઈ જવાથી ધરતીમાં મોટી મોટી ફાટો પડેલી. તેની અંદર મરી ગયેલા જેવાં દેડકાં ભરાઈ રહેલાં હતાં તથા કાચબા પણ તેમાં ઉંડા પેશી રહ્યા હતા, મોટા મોટા મગરમચ્છ પણ બાકી રહેલા કાદવવાળા ભાગમાં તરફડતા આળોટતા તથા વારંવાર મૂછ પામતા કાળક્ષેપ કરતા હતા, તે જ સરોવર ઓચિંતા સર્વ પ્રાણીને સજીવન કરનાર વરસાદના આગમનથી એટલું બધું ભરાઈ ગયું કે વનનાં હાથીનાં ટોળે ટોળાં પાણી પીધાં જ કરે તો પણ તેમનાં કુંભાળ ડૂબે એટલું પાણી રહે પણ કદી ખૂટે જ નહીં. કવિનો ભાવાર્થ એવો છે કે તારા (૧) ઉપર કહેલા શ્લોકમાં જેનો અંત્યાક્ષર ટી છે તે. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૭૭. Page #92 -------------------------------------------------------------------------- ________________ અકસ્માત આપેલા ઘણા જ દાનથી હું પણ તે સરોવર માફક સંપૂર્ણ થયો છું. એ પ્રકારે અકાળ જલદ એવી અટક ધારણ કરનાર રાજશેખર કવિ અને ભોજની વચ્ચેનો સંવાદ પરિપૂર્ણ થયો. તે જ વરસમાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો તેથી અન્ન તથા ઘાસની ઘણી જ અછતને લીધે પીડાતી પ્રજાના સંકટથી ચિંતામગ્ન થઈ બેઠેલા ભીમરાજાને એવી ખબર મળી કે માલવ દેશનો રાજા ભોજ તમારા ઉપર ચઢાઈ કરી આવે છે. આ સાંભળીને પોતાના બુદ્ધિશાળી નાગર જ્ઞાતિના, સંધિવિગ્રહ કરવામાં નિપુણ એવા ડામર નામના મુખ્ય મંત્રીને બોલાવી કહ્યું કે કોઇપણ પ્રકારે, દંડ આપીને પણ અહીં આવતા ભોજરાજને તું અટકાવ. આ પ્રકારનું ભીમરાજનું વચન માથે ચઢાવી, પોતાનો વેશ બદલી તે માળવામાં ભોજરાજા પાસે ગયો. તે વખતે ભોજરાજા બહારના મહેલમાં સ્નાન કરતો હતો. તે વખતે ડામર જઈ મળ્યો, તેને જોઈ તેને સંભળાવવાના હેતુથી પોતાના અંગ ઉપર તેલમર્દન કરનાર સેવક સામું જો અને બોલ્યો કે આજકાલ ભીમલો હજામ શા કામમાં ગુંથાયો છે ? આ વાક્યનો મર્મ સમજી હાથ જોડીને ડામર બોલ્યો. હે રાજન્ ! આપે ઘણા રાજાનાં માથાં મુંડી નાંખ્યાં છે. ફક્ત હવે એક જ રાજા બાકી રહ્યો છે. તેનું માથું મુંડવાને પલાળેલું છે તે હવે મુંડાશે. રાજાએ તેનું આ મર્મ ભરેલું વાક્ય સાંભળી આશ્ચર્ય પામી ગુજરાત ઉપર ક્રોધ પામી ચઢાઈ કરવાને નિશાન ડંકા વગડાવ્યા. આ પ્રમાણે લશ્કરની સઘળી તૈયારી થયા પછી પ્રયાણ કરતી વખતે ભાટચારણ વિગેરે બંદીજનો તેની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. (૧) હે ભોજરાજનું ! તારા લશ્કરની તૈયારી સાંભળી ભયથી આકુળ વ્યાકુળ થતા રાજાઓ ત્રાસ પામે છે. ચોળદેશનો રાજા પોતાના બચાવ માટે દરિયામાં સંતાઈ પેસે છે. આંધ્ર દેશનો રાજા પર્વતની ગુફામાં પેસીને બચાવ કરે છે અને કર્ણાટક દેશનો રાજા પોતાનું રાજપાટ તજી વેશ બદલીને દેશાંતરમાં ભીખ માગીને બચાવ કરે છે અને ગુજરાત દેશનો રાજા પોતાના નગરમાંથી નાસી જઈ કોઈ પર્વતમાં પેસી તેમાંથી વહેતા ઝરણાનું પાણી પીને પોતાનો બચાવ કરે છે. ચેદી દેશનો રાજા સેવક થઈ આપને પ્રસન્ન કરવા માટે લશ્કરમાં પ્રમુખ રહી શસ્ત્રના પ્રહાર સહન કરે છે. રાજાઓમાં શિરોમણી ગણાતો કાન્યકુબ્ધનો રાજા પણ હમેશાં આપની નમ્રતા પૂર્વક સેવામાં રહેવાથી જાણે કુન્જ (કુબડો) થઈ ગયો હોય એવો દેખાય છે. (૨) હે રાજન્ ! તારા બંદીખાનામાં એટલા બધા રાજાઓ છે કે જે રાત્રીએ પથારીની જગ્યા માટે એક બીજા સાથે વઢી મરે છે. કુંકણ દેશનો રાજા કહે છે કે મારી પથારી તો આ ખુણામાં જ થાય છે તે થશે. અમે તો ખસવાના નથી. લાટ દેશનો રાજા કહે છે કે આ કમાડ પાસે તો અમારે સૂવાનો મુકામ છે. કલિંગ દેશનો રાજા કહે છે કે આ આંગણામાં અમારો સંથારો જ થશે કેમકે અમારા બાપ પણ જ્યારે આ બંદીખાનામાં પડ્યા હતા ત્યારે તેમનો પણ અહીં જ હતો. (૧) ભોજરાજના હજામનું નામ ભીમલો હતું. (૨) સૂવાને પથારી. ૭૮ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #93 -------------------------------------------------------------------------- ________________ માટે હે કોશલ દેશના રાજા તું તો નવો આવેલો છે. તારે વાસ્તે કંઇ અમે અમારી જગ્યા મૂકી બીજે ખસવાના નથી. આ પ્રમાણે બોલી બોલીને બંદીજનો રાજાને પાણી ચડાવતા હતા તે વખત લશ્કરને ચાલવાનો ડંકો વગડાવ્યા પછી જેમાં સમસ્ત રાજાઓની વિડમ્બનાનાં (મશ્કરીનાં) ચિત્રો છે તેવા નાટકના મોટા મોટા પડદા ખુલ્લા કરીને બતાવી શૌર્ય ચડાવતા હતા. તે વખતે રાજાએ ડામરને પણ આ પ્રકારનું ચિત્ર દેખાડ્યું. જેમાં બંદીખાને પડેલા તૈલિપ રાજાને કોઇ રાજા ક્રોધ સહિત ઉઠાવે છે. તે વખતે તૈલિપ રાજાએ જવાબ આપ્યો કે હું તો આ જગ્યાએ મારા વંશ સહિત ઘણા કાળથી રહેલો છું ને તું તો આજે નવો આવ્યો છે તેથી તારા વચનથી હું મારા સ્થાનનો કેમ ત્યાગ કરું ? એ પ્રકારનું હાસ્યકારક નાટક જોઇ ડામરને કહ્યું કે આ સંપૂર્ણ રસ ભરેલું કેવું વખાણવા યોગ્ય નાટક છે તે સાંભળી ડામર બોલ્યો કે આ નાટક ઘણું સારું છે પરંતુ તેમાં એક ખોટ છે તે એ કે આ નાટકના નાયક તૈલિપ રાજાના હાથમાં શૂળીકામાં પરોવેલું મુંજરાજનું એટલે તમારા કાકાનું લટકતું માથું જોઇએ. આ પ્રકારે સભા સમક્ષ એટલે ઘણા માણસ વચ્ચે સામા પક્ષવાળાએ (ડામરે) મર્મભેદી મહેણું માર્યું તેથી તેનો તિરસ્કાર કરી તત્કાળ મહાક્રોધ યુક્ત થઇ ઘણી જ ધામધુમથી તૈલંગ દેશ ભણી જવાનો સખ્ત હુકમ ફરમાવ્યો. તે વખત કોઇ પુરુષે આવી ભોજ રાજાને ખબર આપી કે તીલંગ (તેલંગણા) દેશનો તૈલિપ નામે રાજા ઘણું લશ્કર લઇ તમારા સામો લડવા આવે છે તે સાંભળી આકુળ વ્યાકુળ થઇ લશ્કર વધારવાની ગોઠવણ કરે છે તેવામાં જ પેલો ડામર ભીમ રાજાના નામનો એક કલ્પિત કાગળ લખી તૈયાર કરી ભોજ રાજા પાસે આવી દેખાડે છે. તેમાં એવુ લખ્યું હતું કે ગુજરાતના ભીમ રાજાએ માળવા ઉપર ચઢાઇ કરી માર્ગમાં આવેલા ભોગપુર નામના ગામમાં મુકામ કર્યો છે. આ વાર્તા સાંભળી ભોજ રાજા ઘણો ગભરાયો. જાણે દાઝ્યા ઉપર ડામ અને ક્ષત ઉપર ક્ષાર. (વાગ્યા ઉપર મીઠું) પડ્યો. ભોજ રાજા થોડી વાર વિચાર કરીને ડામર પ્રત્યે નમ્રતાથી બોલ્યો કે હે ડામર ! જેમ તેમ કરી આ વરસમાં તારા સ્વામીને મારા દેશ ઉપર ચઢાઇ કરતો બંધ રાખ. એમ વારંવાર કહેવાથી ડામરે તેનું વચન માથે ચડાવ્યું, તેથી ભોજ રાજાએ પ્રસન્ન થઇ હાથી સહિત હાથણી સીરપાવમાં આવી. તે લઇ પાટણમાં જઇ ભીમ રાજાને બેહદ ખુશ કર્યો. કોઇ વખત ભોજ રાજાએ ધર્મશાસ્ત્ર સાંભળતાં અર્જુને કરેલા રાધાવેધની કથા સાંભળી વિચાર કર્યો કે આપણે પણ અભ્યાસ કરીએ તો રાધાવેધ કરવો એ દુષ્કર નથી એમ વિચારી અભ્યાસ કરી રાધાવેધ સિદ્ધ કર્યો. પછી રાજાએ નગરમાં આ મહોત્સવની વખતે સઘળી દૂકાનો શણગારવાનો હુકમ કર્યો તેથી સઘળા લોકોએ પોત પોતાની દૂકાનો ઘણી શણગારી. પણ એક ઘાંચીએ તથા એક દરજીએ પોતાના હુન્નરના અભિમાનથી દૂકાનો ન શણગારી અને ઉલટો ઠપકો દેનાર રાજ્ય પુરુષોને ઉદ્ધતાઇથી જવાબ દીધો. તે સાંભળી તે બંનેને બાંધી ૨ાજા પાસે લઇ જઇ ઉભા કર્યા. રાજાના પ્રશ્ન ઉપરથી તેમણે જવાબ દીધો કે હે રાજન્ ! તમોએ અભ્યાસ કરી અમારા કરતાં એવો શો મોટો હુન્નર કર્યો છે કે જેથી આનંદ પામી અમે દૂકાનો શણગારીએ. આ સાંભળી રાજાને ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ 1 ૭૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ તેમનો હુન્નર જોવાની જીજ્ઞાસા થઈ. પ્રથમ ઘાંચી પોતાનો હુન્નર દેખાડવા ઊંચા મહેલના સાતમા માળની અગાસી ઉપર ઉભો રહ્યો અને ત્યાંથી તેણે એવી તો સફાઇથી તેલની ધાર કરી કે નીચે જમીન ઉપર સાંકડા મોંની મૂકેલી બરણીને હેઠે એક ટીપું પણ પડ્યા સિવાય મોં સુધી ભરી કાઢી તથા દરજીએ હાથમાં સીવવાવી સોય ઝાલી ભોંય ઉપર રાખેલા ઉંચા મુખવાળા દોરામાં ઉભા થઈને ઉંચે હાથથી એવી તો ધારીને ફેંકી કે તત્કાળ તે સોય પેલા દોરામાં પરોવાઈ ગઈ. આ પ્રકારે પોતાના અભ્યાસની કુશળતા દેખાડી રાજા પ્રત્યે બોલ્યા કે આપ સરકારશ્રી જો બને તો આ કરો તો અમે અમારી દૂકાનો ઘણી ખુશીથી શણગારી આપના મહોત્સવની ખુશીમાં ભાગ લેવા તૈયાર છીએ. આ તેમનું વચન સાંભળી ભોજ રાજાએ પોતાના કાર્યનો ત્યાગ કર્યો. તે વખતે વિદ્વાન લોકોએ સ્તુતિ કરી કે હે ભોજરાજ આપે રાધાવેધ કર્યો તેનું કારણ અમે નિશ્ચય જાણ્યું છે. તમારી ધારા નામની નગરીથી વિપરીત નામની રાધા છે માટે તેનો વધ કર્યો તે યુક્ત છે કેમકે જે ધારાથી ઉલટું છે તેનું તમે સહન કરતા નથી. ધારા નગરીની ઉત્પત્તિ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : પૂર્વે ઉજ્જયિની નગરીમાં અગ્નિ વૈતાળ નામનો આકાશ ગમન વિદ્યાનો જાણકાર કોઇ મહાવિદ્વાન એક ચમત્કારી પુરુષ રહેતો હતો. તે એક વાર કાશ્મીર દેશમાંથી આવીને તે જ નગરીમાં વસેલી મહારૂપવાન તથા ગુણવાન તેમ જ વિદ્વાન ધારા નામની ગણિકા સાથે એટલો તો લુબ્ધ થઈ ગયો કે લાજ આબરૂ દૂર કરી તથા પૈસો ટકો સઘળું તેને જ અર્પણ કરી તેનો જ જાણે વેચાણ દાસ હોય તેની પેઠે તેના જ ઘરમાં રહી કાળક્ષેપ કરતો હતો. ઉજ્જયિની નગરીના રાજાએ કોઈ વખતે પુરાણમાંથી લંકા નગરીનું અતિશયોક્તિગર્ભિત વર્ણન સાંભળી, તેવું જ નવું નગર વસાવવાની ઇચ્છા થઈ. તેથી લંકાપુરીની રચનાનું ચિત્ર જે કોઈ આણી આપે તેને માગે તે બક્ષીસ મળશે એવો રાજાએ આખા નગરમાં પટહ વગડાવ્યો. આ કામ કરવાની કોઈની હિંમત ચાલી નહીં પણ પેલી ધારા નામની વારાંગનાએ એ કામ માથે લેવાનું કબૂલ કર્યું. પછી પોતાના પતિ અગ્નિવૈતાળના ખભા ઉપર બેસી લંકા નગરીમાં જઈ તેનો આબેહુબ ચિતાર લઇ તે પાછી ઉજ્જયિની નગરીમાં આવી રાજાને દેખાડ્યો. રાજાએ પ્રસન્ન થઈને તેની મરજી પ્રમાણે માગવાને કહ્યું. જાતે ઘણી ધનાઢ્ય હોવાને લીધે આખા રાજ્યની સમૃદ્ધિ એની ગણતરીમાં નહીં હોવાથી એણીએ પોતાનું નામ અજર અમર રાખવા રાજાને કહ્યું કે એ નગરીનું નામ મારા નામે રાખો એમ કહી પેલું ચિત્ર આપ્યું. એ પ્રમાણે ધારા નગરીની ઉત્પત્તિ થઇ. એક દિવસ ભોજ રાજા સંધ્યાકાળનો સર્વ વિધિ સમાપ્ત કરી નગરમાં ફરવા નીકળ્યો હતો. તે વખતે ફુલચંદ્ર નામે એક દિગમ્બર પુરુષ ટેલીઆ બ્રાહ્મણની પેઠે એક ગાથા બોલતો બોલતો નગરમાં ફરતો હતો. તે ગાથા રાજાના કાને પડી તેથી તેણે તેને પ્રાતઃકાળે બોલાવી તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે - (૧) વિપરીત નામની રાધા એટલે “ધારા' નગરીનું નામ ઉલટાવવાથી રાધા થાય છે માટે તેને ધારાથી વિપરીત નામની કહી છે. ૮૦ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #95 -------------------------------------------------------------------------- ________________ અતિશય શૂરવીરપણાની શોભા રૂપી ખગ (તલવાર) ધારણ કરતાં દિગમ્બર થઈ ભ્રમણ કરવામાં મેં મારો જન્મ ગુમાવ્યો. પરંતુ સ્ત્રીનાં તીખાં કટાક્ષ તથા સુખ શૈયા ઉપકરણ સહિત કામ ભોગની સામગ્રીનો અનુભવ ન લીધો. કારણ કે નાનપણથી જ વાંઢા જોગટાની સંગત થવાથી કોઈ દિવસ રૂપવાન સ્ત્રીના ગળામાં હાથ નાંખી કામરસ ચાખ્યો નથી. માટે મારો જન્મ નિરર્થક ગયો. માટે હે રાજનું આ પ્રકારનો પોકાર કરી આખા નગરમાં ભ્રમણ કરું છું. રાજાએ પૂછ્યું કે તમારું સામર્થ્ય કેટલું છે ? ત્યારે તેણે તેના જવાબમાં કહ્યું કે – હે રાજનું મારું સામર્થ્ય એટલું બધું છે કે હાથીના કુંભસ્થળમાં પણ મદ માઈ શકતો નથી તેથી બહાર ઝરી જાય છે એવા કાળમાં દીપોત્સવીના પહેલાં ગૌડ દેશ સહિત દક્ષિણ દેશનો એક મોટો છત્રપતિ રાજા તને બનાવી શકું. આવું તેનું પરાક્રમ સાંભળીને સેનાપતિ પદનો પટ્ટાભિષેક કરી રાખ્યો, તે વખત ગુજરાતનો ભીમ રાજા સિંધ દેશ જીતીને પાટણમાં આવ્યો એવી ખબર સાંભળીને તે દિગમ્બર સેનાપતિને સામંતો સાથે અણહિલપુર ચઢાઈ કરવાને મોકલ્યો. ત્યાં જઈને થોડા કાળમાં અણહિલપુરને ભાંગી તોડી ફોડીને તથા રાજમહેલ વિખેરી નાંખીને અને રાજકારે કોડાવાવીને એટલે ગુર્જર દેશના નાણાનું ચલણ બંધ કરી પોતાના દેશના નાણાંનું ચલણ કરી જય પત્ર મેળવી પાછો માળવામાં આવ્યો. તે દિવસથી લોકમાં એવી ખ્યાતિ ચાલી કે ફુલચંદ્ર નામના દીગમ્બર પુરુષે અણહિલ શહેર ભાંગ્યું ભોજરાજનો સઘળો વૃત્તાંત કહ્યો ત્યારે ભોજરાજા બોલ્યો કે તમે અંગારા કેમ ન વાવ્યા, એટલે તે દેશની ખંડણી આપણા દેશમાં આવે એવો બંદોબસ્ત કેમ ન કર્યો ? આ તો ઉલટુ આપણું દ્રવ્ય ત્યાં જશે. કોઈ શરદપૂનમની રાત્રિએ ભોજ રાજા અને ફુલચંદ્ર અગાસીમાં બેઠા છે તેવામાં ભોજરાજા ચંદ્ર સામું જોઇને બોલ્યો કે આ ચંદ્ર, જે પુરુષો પોતાની વ્હાલી સ્ત્રી સહિત રાતને એક ક્ષણની પેઠે નિર્ગમન કરે છે તેને શાન્તિ કરનાર છે પણ વિરહી પુરુષોને તો અગ્નિ જેવો સંતાપ ઉપજાવનાર છે. ફુલચંદ્ર બોલ્યો કે અમારે તો સ્ત્રીએ નથી તેમ વિયોગ પણ નથી માટે સંયોગ વિયોગથી ભ્રષ્ટ થયેલા મારા જેવા પુરુષોને દર્પણ જેવો જણાતો આ ચંદ્ર ઉનો પણ નથી તેમ ટાઢો પણ નથી. આ પ્રકારે ફુલચંદ્રનું વચન સાંભળી એક સુંદર વારાંગના અર્પણ કરી. બીજી પ્રતનો એવો અભિપ્રાય છે કે ભોજરાજની અતિશય રૂપવાન પુત્રી ગુપ્ત રીતે એ ફુલચંદ્ર નામના દિગમ્બર સાથે ઘણી જ આસક્ત હતી આખરે આ વાત જાણવામાં આવ્યાથી રાજાએ પોતાની પુત્રી તેને આપી દીધી. ડામર નામે સંધિવિગ્રહ કરનાર પુરુષ જયારે માળવામાંથી આવે ત્યારે ભોજરાજની સભાનું વર્ણન કરી ભીમરાજને મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરે અને જયારે ગુજરાતમાંથી જાય ત્યારે ભીમરાજાના રૂપનું અતિશય વર્ણન ભોજરાજા પાસે કરે. આથી બેમાંનો દરેક જણ કહે કે મને ત્યાં લઈ જા અગર તેને અહિ લાવ, એમ એક બીજાને જોવા બન્ને રાજાને તે બેહદ આતુર કરતો. એક વખત ભોજરાજની સભા જોવાને ઘણા આતુર થયેલા ભીમરાજને વેશાંતર કરાવી હાથમાં છાબ આપીને ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૮૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ ભોજ રાજાની સભામાં લઈ ગયો ત્યારે ભોજ રાજાએ ડામરને પૂછ્યું કે ભીમને વેશ બદલી અહીં લાવીશ કે મને વેશ બદલીને ત્યાં લઇ જઇશ? હું ભીમનું રૂપ જોવાને ઘણો જ આતુર છું. એ વચન સાંભળી આસપાસ જોઇ, સમીપે ઉભો રહેલો પેલો હાથમાં છાબડીવાળો હતો તેના સામી આંગળી કરી કહ્યું “આ જ આકૃતિ, આ જ વર્ણ, આ જ રૂપ, આ જ ઉંમર, જાણે આજ સાક્ષાત્ છે પરંતુ આ ગરીબ ને તે રાજા. જેમ કાચને ચિંતામણી. આ પ્રકારે રહસ્યમય વચન સાંભળી ચતુર શિરોમણી ભોજરાજા અપલક નયને તેના સામે જોઇ મનમાં વિચાર કરે છે કે આવો સામુદ્રિક શાસ્ત્રના દરેક લક્ષણથી યુક્ત માણસ કાંઈ નીચા કુળનો હોય નહીં. માટે એ ભીમ તો નહીં હોય એવી મનમાં આશંકા કરે છે. એવામાં ભોજ રાજાની આંખની ઉપચેષ્ટા ઉપરથી તેના મનનો અભિપ્રાય ડામર જાણી ગયો તેથી તેને રાજાની આંખેથી દૂર કરવા ડામરે કહ્યું કે તમે રાજાને ભેટ કરવાને જે જે વસ્તુ કહેતા હતા તે લાવવાનો આ સારો વખત છે. આ સાંભળી પેલો છાબડીવાળો પુરુષ તત્કાળ અતિ શીઘ્રતાથી અદ્રશ્ય થઈ ગયો. આ વખતે ડામરે ભેટમાં આપવા લાવેલી વસ્તુઓના ગુણનું વર્ણન કરવામાં રાજાનો કેટલોક સમય બગાડ્યો; ત્યારે રાજા બોલ્યો કે પેલા છાબડીવાળાને કેમ વાર લાગી અને હજુ સુધી કેમ આવ્યો નહીં. આ પ્રકારનું વચન સાંભળી ડામરે હસીને કહ્યું કે હે રાજન્ ! એ જ ગુજરાતના મહારાજ ભીમદેવ હતા. આ અક્ષર સાંભળતાં જ અતિશય ચમત્કાર પામી તેને પકડવાને સૈન્ય, સાંઢણી વિગેરે ઘણું લશ્કર દોડાવવા માંડ્યું ત્યારે ડામરે કહ્યું કે હે મહારાજ આ મિથ્યા શ્રમ શું કરવા લો છો ? એક ઘડીમાં ચાર ગાઉ ચાલે એવી સાંઢણીઓ તથા અતિ વેગવાળા ઘોડા બાર બાર ગાઉને છેટે રાખેલા છે, તેના સહારે ઘણાં જ દૂર જતા રહેલાં ભીમદેવ તમારા હાથમાં આવે એમ નથી. આ વાત સાંભળી ભોજે હાથ ઘસ્યા. એક દિવસ ભોજ રાજા માઘ પંડિતની વિદ્વત્તા તથા દાનવીરતા સાંભળીને એને જોવાને નિરંતર ઇચ્છાતુર થઈ વારંવાર સંદેશા તથા માણસો મોકલી શ્રીમાલપુરથી શિયાળામાં લાવી ઘણા માનથી ભોજનાદિક સત્કાર કરી રાજાને શોભે એવા વિનોદ દેખાડતો હતો. રાત્રિએ પોતાના સમીપે પોતાના જેવા જ પલંગમાં સુવાડી પોતાને ઓઢવાની શાલ તેને આપીને પ્રિય વાર્તા કરતા કરતા સુખે રાત્રિ નિર્ગમન કરતા હતા. એક દિવસ પ્રાત:કાળે માંગલિક વાજીંત્રના શબ્દ સાંભળી જાગેલા રાજા પાસે માઘ પંડિતે પોતાના ઘેર જવાની આજ્ઞા માગી. તે સાંભળી આશ્ચર્ય પામી રાજા બોલ્યો કે આપની ભોજન આચ્છાદન વિગેરે સેવામાં કાંઈ ખામી પડી કે શું જેથી આપ આટલી બધી જવાની ઉતાવળ કરો છો ? ત્યારે પંડિતે કહ્યું કે મારાથી ટાઢ સહન થતી નથી; એમ કહી આગ્રહથી જવાની તૈયારી કરનાર માઘ પંડિતને જવાની આજ્ઞા આપીને નગરના મુખ્ય દ્વાર સુધી વળાવવા ગયો. માઘ પંડિત કહ્યું કે આપે મારે ઘેર જરૂર પધારવું. એમ કબુલ કરાવી પોતાને ઘેર આવ્યા. ત્યાર પછી કેટલાંક દિવસે ભોજ રાજા માઘ પંડિતનો વૈભવ જોવાની ઇચ્છાથી શ્રીમાળ નગરમાં ગયો. માઘ પંડિત ૮૨ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #97 -------------------------------------------------------------------------- ________________ સામાં આવી તેનું યોગ્ય ભક્તિથી સન્માન કર્યું. રાજા પોતાના સૈન્ય સહિત માઘ પંડિતની ઘોડા બાંધવાની જગ્યાના ખૂણામાં સમાઈ રહ્યો. તો પણ માઘ પંડિતે ભોજ રાજાને પોતાને રહેવાના મહેલમાં જ નિવાસ કરાવ્યો. તે મહેલની સઘળી ભૂમિ સુવર્ણમય હતી અને તેની અંદર દેવસ્થાનની જગ્યા મણિ મરકત વિગેરે કિંમતી રત્નોથી જડેલી હતી તેથી શેવાળ સહિત જળ ભરેલું છે એવી ભ્રાંતિથી સ્નાન કરીને જતી વખતે રાજાએ પોતાના વસ્ત્ર સંકોચવા માંડ્યાં તે વખતે સેવકોએ ખરેખરી વાત નિવેદન કરી જેથી રાજાને ઘણું આશ્ચર્ય થયું. વળી ભોજન સમયે આવેલા સોનાના થાળમાં પોતાના દેશમાં ન ઉત્પન્ન થતા ભાત ભાતનાં શાક, ફળ તથા જાત-જાતના મેવા તથા સંસ્કાર કરેલી દૂધ ભાત વિગેરે અનેક પ્રકારની સામગ્રી જોઈ ઘણા આશ્ચર્યસહિત તે સર્વનો સારી પેઠે ઉપભોગ લઇ ચંદ્રશાળામાં ભોજ રાજા ગયો ત્યાં અનેક પ્રકારના કોઈ દિવસ નહીં સાંભળેલા અને નહીં દીઠેલા ગ્રંથો તથા પુષ્કળ વસ્તુઓ જોઈ. શિયાળામાં પણ ઉનાળાની બ્રાંતિથી સ્વચ્છ શ્વેત વસ્ત્ર ધારણ કરી ચંદનનો લેપ કરી, પંખાના મંદમંદ વાયુનો અનુભવ લેતા રાજાને સુખ નિંદ્રાથી રાત્રિ ક્યાં ગઈ તે ખબર પડી નહિ. પ્રાત:કાળમાં શંખનાદ સાંભળી જાગેલા રાજાને માઘ પંડિત ક્ષણે ક્ષણે ખબર પૂછતા હતા. આ પ્રમાણે કેટલાક દિવસ સુખમાં નિર્ગમન કર્યા પછી પોતાના દેશમાં જવાની આજ્ઞા માગી. તે વખતે માઘ પંડિતે પ્રસન્ન થઈ ભટણામાં પોતે નવો જ રચવાને ઇચ્છેલો નવ્ય' ભોજસ્વામી પ્રસાદ” નામનો ગ્રંથ, તેનું પુન્ય અર્પણ કર્યું. તે લઈ રાજા માળવામાં ગયો. કોઈ સારા જ્યોતિષીએ માઘ પંડિતની જન્મોત્રીમાં એવું લખેલું હતું કે પૂર્વ અવસ્થામાં ઘણી જ સમૃદ્ધિ મળવાથી ઘણો ઉદય થશે અને ઉત્તર અવસ્થામાં ઘણી સમૃદ્ધિ ઘટી જવાથી ઘણો જ દરિદ્રી થશે ને પગમાં સોજાનો રોગ ઉત્પન્ન થવાથી મરણ પામશે. આ પ્રકારે જોશી લોકોએ નિર્ધારિત કરીને કહેલી ગ્રહગતિને મટાડવા માઘ પંડિતના પિતાએ, માણસનું આયુષ્ય સો વરસનું હોય છે એમ ધારી તેના છત્રીસ હજાર દિવસ ગણી તે પ્રમાણે સોનામાં જડાવેલા હીરાના છત્રીસ હજાર હાર કરાવી એક ગુપ્ત ભંડારમાં રાખી મૂક્યાં તથા તે સિવાય બીજી ઘણી સમૃદ્ધિ માઘ પંડિતને અર્પણ કરી, પોતાના કુળને ઘટે તેવી શિક્ષા આપી તે મરણ પામ્યો. પછીથી માઘ પંડિતે પોતાને કુબેર જેવો ધનવંત જાણી પંડિતોને તેમજ યાચકોને મોં માગ્યું ધન આપવાથી તથા દેવતાની જેમ વૈભવ ભોગવવાથી થોડા કાળમાં પોતાની સઘળી લક્ષ્મી ઉડાડી દીધી. શિશુપાળ વધ” નામે મહા કાવ્ય રચી પંડિતોના મનમાં ચમત્કાર ઉત્પન્ન કરનાર માઘ પંડિત પોતાના પુન્યના લયથી અંતે દરિદ્ર થયો. પોતાના દેશમાં ન રહી શકવાથી કેટલાક કાળ સુધી ધારા નગરીમાં જઈ પુસ્તક ધીરાણે મૂકી કાળક્ષેપ કરવા લાગ્યો. પછી પોતાના દેશમાં આવી પોતાનો નવો કરેલો ગ્રંથ સ્ત્રીને આપી ભોજ રાજા પાસે દ્રવ્ય લેવા મોકલી. ભોજ રાજા માઘ પંડિતની સ્ત્રીની દુર્દશા જોઈ ઘણું આશ્ચર્ય પામ્યો. માઘ પંડિતનું મોકલેલું પુસ્તક શલાકા મૂકી જોયું, એટલે (ઓચિંતું ઉઘાડીને ગમે તે જગ્યાએ જોવું તે) તે વખતે એક શ્લોક વંચાયો. તેનો અર્થ : જ્યારે (૧) આ ગ્રંથમાં તે જ ભોજરાજાનું ચરિત્ર વર્ણવ્યું હતું. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય રૂઠે છે ત્યારે વ્યક્તિની ગતિ પણ નીચે વિચિત્ર થાય છે. જેમકે જ્યારે સૂર્ય ઉદય પામે છે ત્યારે ચંદ્ર અસ્ત પામે છે તેથી રાત્રિ વિકાસી કુમુદવન (પોયણાનું વન) શોભારહિત થઈ મીંચાઈ જાય છે અને કમળવન ખીલી રહે છે અને ઘુવડ પક્ષી દિવસે અંધ થવાથી પોતાના મદનો ત્યાગ કરે છે અને ચક્રવાકપક્ષી દિવસ ઉગવાથી સ્ત્રીવિરહ ટળવાથી અતિ આનંદ પામે છે. આ કાવ્યનો અર્થ વિચારી ભોજ રાજા બોલ્યો કે આ કાવ્યના બદલામાં આખી પૃથ્વી આપું તો પણ ઘણી જ ઓછી છે તે તો નહિ આપી શકું પરંતુ આ શ્લોકમાં અત્યંત યોગ્ય સ્થાને “ડી” અવ્યય મૂકવામાં આવ્યો છે તેનું મૂલ્ય એક લાખ રૂપિયા આપું છું. એમ કહી તે સ્ત્રીને વિદાય કરી. માર્ગમાં યાચક લોકોએ માઘ પંડિતની સ્ત્રી છે એમ જાણી યાચના કરી, તેથી તેમને આપતાં આપતાં જેવી ગઇ હતી તેવી ખાલી હાથે ઘરમાં આવી. તે વાત પોતાના સોજાના રોગથી પીડાતા ધણીને નિવેદન કરી. તે વાત સાંભળી માઘ પંડિત બોલ્યો કે તું મારી મૂર્તિમાન કીર્તિ છો. એમ કહ્યા પછી પોતાને ઘેર યાચના કરવા આવેલા ભિક્ષુકને જોઈ કાંઇપણ આપવા યોગ્ય ન દેખી અતિશય વૈરાગ્ય પામી આ પ્રકારનું કાવ્ય બોલ્યો કે, હે પ્રાણ ! ઘરમાં દ્રવ્ય નથી તેથી દાન આપવામાં હાથ સંકોચાય છે. કોઈ પાસે કાંઇક માગીને આપવું તે શરમ ભરેલું છે. આત્મઘાત કરીએ છીએ તો ય પાપ લાગે છે. માટે હવે શોક કરવાથી શું ? હે પ્રાણ ! તમે તમારી મેળે જ ચાલ્યા જાઓ. (૧) દારિદ્રય રૂપી અગ્નિથી તપેલો, સંતોષ રૂપી જળથી શાંત થાય છે પણ ગરીબ લોકની આશા ભાંગવાથી ઉત્પન્ન થયેલાં સંતાપને શાંત કરવાનો ઉપાય નથી. (૨) વળી દુકાળમાં ભિક્ષા મળતી નથી, તેમ કોઇ ધીરતું પણ નથી. તેમજ કોઇના દાસ થવા જઇએ તો બ્રાહ્મણ જાણી દાસ તરીકે રાખી કોઈ દ્રવ્ય આપતું નથી. માટે તે સ્ત્રી આજે હું એક ગ્રાસની પણ ભિક્ષા પામ્યા વગર નાશ પામીશ માટે ક્યાં જઉ ને શું કરું; મારાથી પણ અન્ન વિના જીવાય એમ નથી. આવું જીવવું ઘણું કઠિન છે. (૩) ભૂખથી પીડાતો આ યાચક મારું ઘર પૂછી આવ્યો માટે તે સ્ત્રી એ જમે એવું કાંઇપણ ઘરમાં છે? ત્યારે સ્ત્રીએ છે એમ કહીને આંખમાંથી નીકળતાં મોટાં મોટાં આંસુનાં બિંદુ કાઢી આપ્યાં. (૪) માટે હે પ્રાણ ! યાચક લોકો નિરાશ થઈને જાય છે તેનો સંગાથ કરી તમો પણ ચાલવા માંડો, કેમકે આવો સંગાથ તમને ફરીથી ક્યાં મળશે. એ વાક્યનો અંત્યાક્ષર બોલતાં જ માઘ પંડિતના પ્રાણ નીકળી ગયા. પ્રાત:કાળે ભોજરાજાએ તેની ખબર જોવાને મોકલેલા માણસ પાસેથી માઘ પંડિતના પ્રાણ અન્ન વિના ગયા એ વાત સાંભળી ખેદયુક્ત થઈ સ્વજાતિના ધનવાન બ્રાહ્મણો ત્યાં ઘણા હતા તેમ છતાં પણ માઘ પંડિતની દુર્દશા નિર્દયપણે જોઈ રહ્યા માટે તે નગરનું નામ શ્રીમાલને બદલે ભિન્નમાળ પાડ્યું. પૂર્વે ઘણી જ સમૃદ્ધિવાળી વિશાળા નામની નગરીમાં, મધ્ય દેશમાં જન્મેલો કાશ્યપગોત્રીય સર્વદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે જૈન સાધુના સંગથી જૈન થયો હતો. તેણે પોતાના ધનપાળ ८४ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #99 -------------------------------------------------------------------------- ________________ અને શોભન એ નામના બે પુત્ર સહિત ત્યાં આવેલા વર્ધમાનસૂરીના ગુણથી રાજી થઇને પોતાના સ્થાનકમાં તેમને નિવાસ આપી નિષ્કપટ ભક્તિથી સેવા કરી પ્રસન્ન કર્યા; અને તેમને સર્વજ્ઞ જાણી પોતાને પૂર્વજના હાથ નહીં લાગતા દ્રવ્ય ભંડાર સંબંધી વાત પૂછી. તેમણે પણ પોતાને દોષ ન લાગે એ યુક્તિથી અડધો વિભાગ ધર્માદામાં દેવો એવા સંકેત વચનથી સઘળો દ્રવ્ય ભંડાર દેખાડ્યો. ત્યાર પછી તે ભાઇઓએ તે દ્રવ્ય વેહેંચી લીધું. મોટો ભાઇ ધનપાળ જૈન માર્ગનો દ્વેષી હતો તે વાંકુ બોલ્યો તથા અર્ધ ભાગ ન આપતાં નાના ભાઇને પણ રોક્યો. નાના ભાઇએ તે વચન અમાન્ય કરી ઘણો સમજાવ્યો પણ ન સમજ્યો. પછી ધનપાળ એ પ્રતિજ્ઞા ભંગના પાપનું નિવારણ કરવા તીર્થમાં ગયો અને નાના શોભને તો પોતાના બોલ્યા પ્રમાણે વર્તવાથી તથા પિતૃભક્તિથી વૈરાગ્ય પામી તે જ આચાર્યને પોતાના દેહનું અર્પણ કરી જૈન દીક્ષા લીધી. પછીથી પોતે મહાવિદ્વાન થયો અને તેમણે શોભન સ્તુતિ નામનો ગ્રંથ ભિક્ષા લઇને આવતા માર્ગમાં બનાવ્યો એવા તે શીઘ્ર કવિ અને મહાવિદ્વાન હતા. ધનપાળ દેશાંતરથી ઘણા શાસ્ત્રો ભણી આવીને ભોજ રાજાની સભામાં મોટી પ્રતિષ્ઠા મેળવી રાજાનો માનીતો પંડિત થઇને રહ્યો. પોતાનો ભાઇ જૈન સાધુ થયો છે તે દ્વેષથી બાર વર્ષ સુધી પોતાના દેશમાં કોઇપણ જૈન આચાર્ય ન પ્રવેશે એવો રાજા તરફથી બંદોબસ્ત કરાવ્યો પછી તે દેશના શ્રાવકોએ વર્ધમાનસૂરી મ.ને ઘણી પ્રાર્થના કરી. પણ તે ન આવતાં તેમની આજ્ઞાથી સકળ સિદ્ધાંતના પારગામી શોભન નામે મુનિ આવ્યા ને ધારા નગરીમાં પ્રવેશતી વખતે તેમના મોટા ભાઇ ધનપાળે જોયાં તેથી મશ્કરીમાં ધનપાળ બોલ્યો કે (ગર્દભદંતભદંત ! સુખ તે) અર્થ : ગધેડાની પેઠે જેના દાંત બહાર નીકળેલા છે અને જેને લોક ભદન્ત કહે છે તેવો તું કુશળ છે ? ત્યારે શોભનાચાર્ય બોલ્યા કે (કપિવૃષણાસ્ય વયસ્ય પ્રિયં તે ?) અર્થ : વાંદરના ૧(વૃષણ) જેવું લાલચોળ જેનુ મોં એવા હે મિત્ર તને સુખ છે ? આ પ્રકારનું શોભન મુનિનું વચન સાંભળી ચમત્કાર પામી ધનપાળને વિચાર થયો કે હું એની બોલાવવાની અધિક ચતુરાઇથી જીતાઇ ગયો છું એમ ધારી બોલ્યો કે તમે કોના અતિથિ છો. એ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે તમારા છીએ. આ વચન સાંભળી પોતાની પાસે રહેલા એક બટુક વિદ્યાર્થીની સાથે તેમને મોકલી પોતાની ખાલી રહેલી બીજી હવેલીમાં મુકામ કરાવ્યો અને ધનપાલે ઘે૨ જઇ તેમના માટે ભોજનની ઘણી સામગ્રી કરાવી. તેમને પરિવાર સહિત પ્રિય વચનથી ભોજન માટે તેડવા આવ્યો. તેનાં વચન સાંભળી શોભન મુનિ બોલ્યા કે નિર્દોષ ને પ્રાસુક (નિર્જીવ) ભોજન જૈન સાધુઓ કરે છે માટે તે વાતનો જોગ નહીં બને. આ વચન સાંભળી ધનપાળે દોષનું કારણ આગ્રહથી પૂછ્યું ત્યારે શોભનાચાર્યે પોતાના તેમજ અન્યમતના શ્લોક કહ્યા કે મુનિજન ભમરાની પેઠે થોડું થોડું ઘણી જગ્યાએથી કોઇને દુઃખ ન ઉપજે એવી રીતે ગ્રહણ કરવા રૂપ માધુકરી વૃત્તિ કરે. પણ બૃહસ્પતિ જેવા એક પુરુષ થકી અન્ન ગ્રહણ કરી નિર્વાહ કરે નહીં. વળી જૈન મતના દશવૈકાલિક નામના શાસ્ત્રમાં કહ્યું છે કે ભ્રમરની પેઠે વૃત્તિના કરનાર, દોષના જાણનાર તથા પોતાના વાસ્તે કરેલી ભિક્ષાનો ત્યાગ ક૨ના૨ (૧) વાંદ૨ના લટકતા લાલ ખંડ. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ ઘણી જગ્યાએથી થોડું થોડું ગ્રહણ કરનાર, ઇન્દ્રિયોનું દમન કરનાર મુનિ પોતાના તથા પારકા મોક્ષ રૂપી કાર્યને સાક્ષાત્ અથવા પરંપરાએ સાધે છે માટે તેમને સાધુ કહીએ છીએ. આ પ્રકારના સ્વપર શાસ્ત્રનાં વચન સંભળાવી અતિ શુદ્ધ ભોજન કરનાર જૈન સાધુ છે એમ એના અંતરમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. તે દિવસ મૌન કરી ધનપાળ ઘેર ગયો. બીજે દિવસ પોતાના સ્નાનની તૈયારી વખતે ગોચરી આવેલા બે સાધુને જોઈ ધનપાળની સ્ત્રીએ રાંધેલુ અન્ન તથા દહીં આપવા માંડ્યું ત્યારે સાધુએ પૂછ્યું કે આ દહીં કેટલા દિવસનું છે. સાધુનું આ વચન સાંભળી દૂરથી ધનપાળ મશ્કરીમાં બોલી ઉઠ્યો શું એમાં કાંઈ પોરા છે એટલે બ્રાહ્મણી બોલી કે એ દહીંને બે દિવસ થઈ ગયા છે. આ સાંભળી મુનિ બોલ્યા કે હા, એમાં પોરા છે. પછી તે જોવાને ધનપાળ ન્હાતાં ન્હાતાં ઉઠીને આવ્યો. તે મુનિએ થાળમાં દહી નંખાવી અળતાના રસમાં રૂનું પુમડું બોળી તેને અડકાવ્યું તેથી કેશ કરતાં પણ અતિશય સૂક્ષ્મ ધોળા ઝીણા જીવ તે પુમડા ઉપર ચડતા દેખાયા. આ જોઇ જૈન ધર્મમાં જીવ દયાનું પ્રાધાન્ય તથા જીવની ઉત્પત્તિનું જ્ઞાન ઘણું છે એમ ધાર્યું. તે ઉપર એક ગાથા બોલ્યો. તેનો અર્થ ઃ મગ, અડદ પ્રમુખની દાળ કાચા ગોરસમાં પડે તો તેમાં તરત જીવની ઉત્પત્તિ થાય છે તથા ત્રણ દિવસના વાસી દહીંમાં પણ જીવ ઉત્પન્ન થાય છે. આ પ્રકારનું જ્ઞાન જૈન શાસ્ત્રમાં જ છે એમ શોભન મુનિની સારી વાણીથી પ્રતિબોધ પામી તે સમકિત પામ્યો અને કર્મપ્રકૃતિ આદિક જૈનશાસ્ત્ર ગ્રંથોમાં પ્રવીણ થયો. નિત્ય પ્રાતઃકાળે જૈન પ્રતિમાની પૂજા કરતો થયો. તે વખત તે આ પ્રકારનું કાવ્ય બોલી આત્મનિંદા કરે છે. હે પ્રભો ! અહો મારું અજ્ઞાન તો જુઓ ? કે થોડાં જ નગરનો જે સ્વામી છે તેને પ્રસન્ન કરવાને મોહના ઉદયથી દુ:ખ પણ ગયું નહીં ને એ પ્રકારની સેવામાં આજ સુધી મેં મારો કાળ ફોગટ ગુમાવ્યો. તમે તો ત્રણ ભુવનના સ્વામી છો, મોક્ષ પદને આપનાર છો છતાં તમારી આરાધના ન કરી. તે ગયેલો કાળ સંભાર્યાથી મને ખેદ થાય છે. (૨) વળી હે વીતરાગ ! તમારું શાસન જાણ્યા વિના સર્વ જગ્યાએ ધર્મ છે એમ જાણ્યું. પણ શુદ્ધ ધર્મ જૈન શાસ્ત્રોમાં જ છે તેનો બિલકુલ વિચાર કર્યો નહીં. જેમ ધતૂરાનો રસ પીને ઉન્મત્ત થયેલો પુરુષ બધી જગ્યાએ પીળુ દેખે પણ પોતાના શુદ્ધ ઉજ્જવળ પદને ન દેખે તેમ મારે થયું. (૩) દેશનો અધિપતિ રાજી થાય તો એક ગામ આપે, ગામનો ધણી રાજી થાય તો એક ખેતર આપે અને ખેતરનો ધણી રાજી થાય તો ખેતરમાં પાકેલી શીંગ વિગેરે શાક આપે પણ તમે રાજી થાઓ તો પોતાની સઘળી સંપદા એટલે મોક્ષ આપો ઇત્યાદિ સ્તુતિ કરતો ધનપાળ જૈન થયો. કોઈ એક વખત ભોજ રાજાએ શિકાર કરતી વખતે ધનપાળને જોડે રાખી એક શ્લોક પૂગ્યો કે, હે ધનપાળ ! આ મૃગ આકાશમાં કૂદે છે ને વરાહ પૃથ્વીને ખોદે છે તેનું શું કારણ છે. ત્યારે ધનપાળે ઉત્તર દીધો કે હે દેવ ! તમારા શસ્ત્રોથી ડરીને ચંદ્ર મંડળમાં પોતાની જાતિના રહેલા મૃગનો આશ્રય લેવા તે આકાશ તરફ કૂદે છે. તેમજ પાતાળમાં રહેલા આદિ વરાહનો આશ્રય લેવા આ વરાહ પૃથ્વી ખોદે છે. આ કવિતા સાંભળી રાજા પ્રસન્ન થયો. વળી બાણથી મૃગને વિંધી તેનું વર્ણન પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #101 -------------------------------------------------------------------------- ________________ કરવાને ધનપાળના સામુ જોયું, ત્યારે ધનપાળ બોલ્યો. હે રાજન્ ! તમારું પુરુષાતન પાતાળમાં પેસી જાઓ. આ મોટી અનીતિ છે. કેમકે બળવાન પુરુષ થઇ જે દોષરહિત દુર્બળ પ્રાણીને મારે છે તેનું રક્ષણ કરનાર કોઈ પણ નથી માટે આ જગત રાજા વિનાનું થયું એ મહા ખેદ ભરેલી વાત છે. આ તિરસ્કારથી રાજા ક્રોધ પામી બોલ્યો કે આમ કેમ બોલો છો. ત્યારે ધનપાળે શ્લોક કહ્યો કે ગમે તેવો વૈરી હોય તો પણ પોતાને પ્રાણનો સંકટ આવી પડવાથી મુખમાં તૃણ ગ્રહણ કરે તો તેને માર્યા વિના મૂકી દેવો પડે છે જયારે આ પ્રાણી તો નિર્દોષ તથા હમેશાં તૃણનું જ ભક્ષણ કરે છે તો તેને કેમ મરાય? આ પ્રકારનાં ધનપાળનાં વચન સાંભળી રાજાના અંતરમાં દયા પ્રબળ થઈ તેથી ચઢાવેલું ધનુષ ઉતારીને આજ પછી મૃગવધ નહીં કરું એવો સંકલ્પ કરી ધનપાળની સાથે જ ઘર ભણી પાછા વળતા માર્ગમાં યજ્ઞમંડપમાં બ્રાહ્મણો એકઠા થઈ યજ્ઞ કરતા હતા ત્યાં થાંભલે બાંધેલા બોકડાની ગરીબ વાણી સાંભળી રાજાએ ધનપાળને પૂછ્યું કે આ બોકડો શું કહેતો હશે? ધનપાળે કાવ્ય બોલી જવાબ દીધો કે યજ્ઞમાં બ્રાહ્મણો બોકડાને મારી હોમ કરે છે. તેનો અભિપ્રાય એવો છે કે તે પશુ સ્વર્ગમાં જાય. તેના ઉત્તરમાં આ બોકડો બોલે છે કે હે વિદ્વાનો મારે તો સ્વર્ગફળ ભોગવવાની જરા પણ તૃષ્ણા નથી. પણ તમારે સ્વર્ગ ફળ ભોગવવાની તૃષ્ણા ઘણી જ છે તો તમે એક બીજાના મુખમાં સારી પેઠે પવિત્ર ધાન્યજવ ભરી કુણીના પ્રહારથી પ્રાણ કાઢી તેના માંસની આહુતિ આપો કે જેથી તમારી આશા ફળીભૂત થાય. મને માર્યાથી તમને શો લાભ થવાનો છે. વળી તે વિદ્વાનો ! મારા પ્રાણ પરાણે કાઢી મને સ્વર્ગે મોકલો એવી સ્તુતિ પણ મેં કરી નથી. હું તો મારી મેળે તૃણ ભક્ષણ કરી સંતોષ પામી વગડામાં રઝળતો ફરીશ માટે હે સજ્જનો મારા ઉપર આ જુલમ ગુજારવો એ તમને યોગ્ય નથી અને યજ્ઞમાં મારેલા પ્રાણી નિચે સ્વર્ગમાં જ જાય છે એવી જો તમને પૂરી ખાતરી છે તો તમે તમારા મા-બાપ તથા દીકરા-દીકરીઓ તથા ભાઈ-ભાંડુ વિગેરેને બળાત્કારે પણ મારી તેમનો યજ્ઞમાં હોમ કરી સ્વર્ગમાં કેમ મોકલતા નથી. હે રાજનું ! આ પ્રમાણે બોકડો પોતાની ભાષામાં પોકાર કરે છે. આવાં ધનપાળનાં વચન સાંભળી રાજા ધ્રુજી ગયાં. ફરીથી બોલવાની રજા આપી તેથી તે બોલ્યો કે, આ પ્રકારે યજ્ઞમાં પશુ હત્યા કરી તેના લોહીથી કાદવ કરી અતિનિર્દય બનીને જો સ્વર્ગમાં જવાય તો પછી નરકમાં કોણ જાય? માટે શાસ્ત્રનો અર્થ આ બ્રાહ્મણો જેવો ઉંધો સમજે છે તેવો નથી. પણ તેનો અર્થ આ પ્રકારે છે કે, સત્ય રૂપી યજ્ઞ સ્તંભ આરોપણ કરી તેમાં કર્મ રૂપી કાષ્ટની અહિંસા રૂપી આહુતિ આપી યજ્ઞ કરવો. સતુ પુરુષનો આવો અભિપ્રાય છે. ઇત્યાદિ ઘણા શાસ્ત્રોક્ત વચન રાજા પ્રત્યે બોલી હિંસા કરનાર બ્રાહ્મણ રાક્ષસ જેવા જ છે એવું રાજાના અંતઃકરણમાં ઠસાવી રાજાને પણ જૈન ધર્મનો અભિલાષી કર્યો. વળી કોઈક દિવસ રાજા પોતાના “સરસ્વતી કંઠાભરણ' નામે મહેલમાં જતો હતો ત્યારે જૈનધર્મની પ્રશંસા કરનાર ધનપાળને કહ્યું કે જૈન દર્શનમાં કોઇ કાળે સર્વજ્ઞ થયા હશે પણ તેના ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ Page #102 -------------------------------------------------------------------------- ________________ મતમાં હાલ કોઇ જ્ઞાનાતિશય છે કે નહીં ? ત્યાર ધનપાળે કહ્યું “અહંતુ ચૂડામણી” નામનો ગ્રંથ છે, જેમાં ત્રણ લોકની વસ્તુનું ત્રિકાળ સંબંધી જ્ઞાન અદ્યાપિ દેખાય છે. આવું વચન સાંભળી તેની પરીક્ષા કરવાને ત્રણ દ્વારના મંડપમાં જઈ ઉભો રહી રાજા બોલ્યો કે, “હે ધનપાળ મારું નીકળવું કયા દ્વારમાંથી થશે ? આ પ્રકારે શાસ્ત્રને માથે કલંક બેસાડવા રાજા તૈયાર થયો તેને જોઈ ધનપાળે વિચાર કર્યો કે લોકમાં એવો ઉખાણો છે કે “પૂનમનો પડવો” અમાસની બીજ વણ પૂછ્યું મુહૂર્ત તેરશ ને ત્રીજ. તેની પેઠે રાજાના મનમાં શાસ્ત્ર સાચાં છે એમ ઠસાવવા આ વણ પૂછ્યું મુહૂર્ત છે. માટે આનો નિર્ણય યુક્તિપૂર્વક કરવો જોઇએ. જેમ પૂર્વે જોશી લોકોએ સર્વ કામ સિદ્ધ થાય એવી પોતાના બુદ્ધિબળે તેરશ કલ્પી છે એ વાત આ વખતે મારે પણ બુદ્ધિબળથી સાચી કરવી જોઇએ એમ ધારી ભોજ પત્રમાં રાજાના પ્રશ્નનો નિર્ણય લખી, એ માટીના ગોળામાં ઘાલી રાજાની પાસે ઉભેલા સેવકની છાબડીમાં એ ગોળો મૂકી કહ્યું કે હે રાજન ! હવે તમારે જે દ્વારથી નીકળવું હોય તે દ્વારે નીકળો. પછી રાજા પણ વિચારમાં પડ્યો કે હું પણ એના બુદ્ધિરૂપી સંકટમાં પડ્યો. પણ કાંઈ ચિંતા નહી. આ ત્રણ દ્વારમાંથી એક દ્વારનો નિશ્ચય કર્યો હશે એમ વિચારી પાસે ઉભેલા સૂત્રધારો પાસે તે મંડપમાં રહેલી પદ્મશીલા (વચમાં મોટી છાટ) ખસેડાવી તેમાં રહેલા ગુપ્ત રસ્તા વડે બહાર નીકળી ગયો. પછી પેલો ગોળો ભાંગી પેલા ભોજપત્રમાં લખેલા અક્ષરો વાંચ્યા તો તેમાં તે જ વાત લખી હતી. તે જોઈ જૈન શાસ્ત્રની ઘણી પ્રશંસા કરી. તે ઉપર એક કાવ્ય કહ્યું જે જે વસ્તુને વિષ્ણુ બે નેત્રથી, શિવજી ત્રણ નેત્રથી, બ્રહ્મા આઠ નેત્રથી, સ્વામી કાર્તિક બાર નેત્રથી, રાવણ વીસ નેત્રથી, ઇંદ્ર હજાર નેત્રથી તેમજ અસંખ્ય નેત્રથી જે વસ્તુને દેખી શકતા નથી તે વસ્તુને પંડિત પુરુષ પોતાના બુદ્ધિરૂપ નેત્રથી જુએ છે. વળી ધનપાળે ઋષભપંચાશિકા નામે ઋષભ દેવની સ્તુતિનો ગ્રંથ કરી રાજાને દેખાડી પ્રસન્ન કર્યો. વળી એ સરસ્વતીકંઠાભરણ નામના પ્રાસાદ પ્રશસ્તિના શ્લોક પોતે કરી રાજાને દેખાડ્યા. એમાંના એક શ્લોકનો અર્થ : હે રાજનું ! તે પૃથ્વીને ધારણ કરી, શત્રુનું હૃદય વિદારણ કર્યું ને બળવાન રાજાની લક્ષ્મી ગ્રહણ કરી, એ ત્રણે કામ તે યુવાનીમાં કર્યો ને પુરાણ પુરુષ વિષ્ણુએ એ ત્રણ કામ કરવા વાસ્તે ત્રણ અવતાર ગ્રહણ કર્યા. વરાહ અવતાર લઈ પૃથ્વી ધારણ કરી, નરસિંહ અવતાર લઇ શત્રુનું હૃદય ભેવું. વામન અવતાર લેઈ બળીરાજાની લક્ષ્મી લીધી. આ પ્રકારનો કાવ્ય અર્થ સાંભળી તે પટ્ટિકાના શરપાવમાં રાજાએ એક સુવર્ણનો કળશ આપ્યો વળી તે પ્રાસાદમાંથી નીકળતાં તેની બારસાખના ભાગમાં કામદેવની મૂર્તિ પોતાની રતિ નામની સ્ત્રી સાથે હાથ તાળી આપી હાસ્ય કરતી જોઈ રાજાએ તેનું કારણ ધનપાળને પૂછ્યું. તેનો અર્થ : એ કે શંકર કામને બાળી પોતાના બ્રહ્મચર્યથી સર્વોપરી બની ત્રણ જગતમાં વિખ્યાત સંયમ ધારણ કરતા હતા. તે શિવ, પાર્વતીના વિયોગને ન સહન કરતાં પોતાના અર્ધા શરીરમાં નિરંતર સ્ત્રીને રાખે છે એમ સ્ત્રી વિના ક્ષણમાત્ર પણ જેને ચાલતું નથી એવા તેણે આપણને જીતી લીધા છે ? એમ કહી પોતાની સ્ત્રીના હાથમાં તાળી દઈ આ કામદેવ હાસ્ય કરે છે. ૮૮ પ્રબંધ ચિત્તામણિ ભાષાંતર Page #103 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ ભોજરાજા ધનપાળને સાથે લઈ શિવનાં દર્શન કરી બારણે નીકળતાં શિવના બ્રગી નામના દુર્બળ ગણને (સેવકને) જોઇ ધનપાળને પૂછ્યું કે આ સેવક આટલો બધો દુર્બળ કેમ થયો હશે ? તેના ઉત્તરમાં ધનપાળે કાવ્ય કહ્યું કે આ સેવકના અંતરમાં આ પ્રકારની નિરંતર ચિંતા બળે છે કે આ શિવ દિગમ્બર રહે છે, તેને કોઈ લુંટે એમ નથી તેમ છતાં પણ ધનુષ કેમ ધારણ કરે છે ? અને એમ કરતાં કદાપિ ધનુષ રાખે તો ભભૂતિ ચોળવાનું શું પ્રયોજન છે? અને કદાચિત્ ચંદન વિગેરે લેપથી વૈરાગ્ય પામીને રાખ ચોળે છે તો સ્ત્રીનું શું કામ છે ? ને એમ કરતાં એમને સ્ત્રી વિના ન ચાલતું હોય તો કામ દેવ સાથે દ્વેષ શું કરવા રાખે છે ? આ પ્રકારના પોતાના સ્વામીનું પરસ્પર વિરુદ્ધ ચેષ્ટિત દેખી તેની ચિંતામાં ને ચિંતામાં ગુંથાયેલો આ બિચારો સેવક, શરીરમાં નસો તથા હાડકાં દેખાય એવો દુબળો પડી ગયો છે. શિવ ત્યાગી છે કે ગૃહસ્થ એમ પૂછનારને ઉત્તર શો આપવો ? - વળી શિવના ભક્ત તો નવા ગ્રંથનો આરંભ આ પ્રકારની સ્તુતિ કરી કરે છે – “રાખ ચોળવાથી શોભતું શિવજીનું શરીર પાર્વતીનો હસ્ત મેલાપ કરતી વખતે રોમાંચિત થયું માટે તે ઉપર કવિ ઉસ્પેક્ષા કરે છે કે કામને બાળ્યો તે જ રાખ શિવજીએ શરીરે ચોળી હતી માટે પાર્વતીના હસ્ત સ્પર્શથી કામદેવ જાણે તે જ રાખમાંથી રોમરોમ ફુટી નીકળ્યો હોય તેમ જે શરીરનો દેખાવ પરણતી વખતે છે તે જયવંત વર્તો. વિવાહ વિગેરે શુભ કાર્યમાં ગાયનું દાન, પૂજન, વંદન વિગેરે બહુમાન થાય છે એ પણ એક અંધ પરંપરા જ છે કેમકે હે રાજન્ કૂતરાની પેઠે અપવિત્ર એટલે વિષ્ટાનું પણ ભક્ષણ કરતી ને પોતાના પુત્ર સાથે અતિ આસક્ત થઈ કામસેવન કરતી ને ખરીયોથી તથા શિંગડાંથી જંતુનો નાશ કરતી, એમ ઘણા દોષથી ભરપુર ગાય કયા ગુણથી વંદન કરવા યોગ્ય છે ? વળી દૂધ આપવાના બળથી ગાય વંદનીય હોય તો “ભેંશ કેમ વંદનીય ન હોય”. ભેંશથી લગાર પણ ગાયમાં વિશેષ ગુણ દેખાતો નથી. બન્નેમાં પશુ ધર્મ બરોબર છે. ઇત્યાદિ સુંદર વાણીના ચાતુર્યથી રાજાને રંજન કરતો ધનપાળ કવિ બેસે છે એટલામાં કોઈક વહાણવટિયો વેપારી દ્વારપાળ સાથે પોતાની ખબર મોકલી આજ્ઞા પામી સભામાં આવી નમસ્કાર કરી મેણપટ્ટી (શિલા વિગેરે વસ્તુ ઉપર કોતરેલા અક્ષરો લેવા મેણથી કરેલી યુક્તિ વિશેષ તે)માં ઉતારેલાં પ્રશસ્તિનાં કાવ્ય રાજાને દેખાડ્યાં. તે જોઇ રાજાએ પૂછ્યું કે આ ક્યાંથી મળ્યાં છે. તે સાંભળી પેલો પુરુષ બોલ્યો કે હે રાજન્ ! સમુદ્રમાં મારું વહાણ ઓચિંતુ અટક્યું. તેનું કારણ શોધાવતાં ખબર પડી કે અતિશય ઉંડા જળની અંદર એક શિવ મંદિર હતું પણ તેને થોડો પણ જળ સ્પર્શ થતો નહિ. મહાપ્રતાપી તે મંદિરની ભીંત પર અક્ષરો લખેલા છે એમ સાંભળી ત્યાંથી મેણપટ્ટી વડે ગ્રહણ કરેલી સુંદર અક્ષર વાળી આ પટ્ટિકા છે. આ પ્રકારનો વૃત્તાંત સાંભળી રાજાએ તેના ઉપર માટીની બીજી પટ્ટિકા દબાવી તેમાં ઝીલાયેલ કાવ્ય પંડિતો પાસે વંચાવ્યાં. તેનો અર્થ : (૧) ગોવર્ધન સપ્તશતી ગ્રંથનું મંગલાચરણ. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૮૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ આ રાજાની બાળપણમાંથી જ મોટી ઉન્નતિને કરનાર વૃદ્ધિ પામતો ગુણનો સમૂહ છે, તે ગુણનું સ્મરણ લજ્જા પામી પોતાના મુખથી કોઇ દિવસ રાજા કરતો નથી માટે જાણે રીસાઇને તે ગુણ પોતાનાથી ઉત્પન્ન થયેલા યશને લઇ સમુદ્રના તીર સુધી વિસ્તાર પામતા ચાલ્યા ગયા છે. જેમ કોઇ સારા પુરુષને બાળપણમાંથી જ ઉછે૨ી મોટો કરે, પણ તે ઉછે૨ી મોટો કરનારનું નામ તેની વૃદ્ધાવસ્થા થતાં સુધી પણ ન લે, ત્યારે તેના ઉપર રીસ ચડાવી પોતાના પુત્રનો હાથ ઝાલી ખેદ પામી સમુદ્રને કાંઠે જઇ તપ કર્યા કરે તેમ આ રાજાના ગુણ તથા યશ સમુદ્ર પર્યંત ગયા તે પ્રસિદ્ધ છે ॥૧॥ આ રાજા દિગ્વિજય ક૨વા નીકળ્યો ત્યારે જે કોઇ શત્રુ, ધનુષ બાણ હાથમાં ઝાલી બારણે નીકળે તેની સ્ત્રીને તત્કાળ વિધવા કરે એવી જગતમાં મોટી હાક વાગવાથી ભય પામતી કામદેવની રતિ સ્ત્રી પોતાના ધણીને, મદોન્મત્તપણે વળગેલી ભ્રમરની સ્ત્રીઓની કાળાશ રૂપી ગળિથી રંગેલા પેહેરવાના વસ્ત્રથી ઢાંકી રાખેલું પુષ્પ રૂપી ધનુષ હાથમાં ઝાલવા દેતી ન હતી, કેમ કે તે ક્રોધ કરી મારા ધણીને કદાપિ મારી નાંખે તો હું વિધવા થાઉં ! ॥૨॥ હે રાજન્ ! તમારા વૈરીની સ્ત્રીઓ, પોતાના અંતરની ઉંડી ચિંતા રૂપી મહા ગંભીર કુવાથી ઘણા શોક રૂપી મોટી અરઘટ્ટ માલ ફેરવી તેથી નેત્ર રૂપી ઉંચી નીચી થતી ઘડીઓમાં ભરાતું ખેચી કાઢેલું આંસુ રૂપી જળ, તેની ધારાઓ નાસિકા રૂપી પડનાળને રસ્તે ચાલતાં આગળ આવતાં વિષમ માર્ગને લીધે ચારે બાજુ વિખરાઇ જતા જળપ્રવાહને પોતાના ઉંચા મોટા સ્તન રૂપી ઘડામાં વારંવાર ભરી લે છે એટલે તે સ્ત્રીઓને વનમાં રઝળતાં પાણી પીવાના પણ સાંસા પડે છે ॥૩॥ ઇત્યાદિ અર્થ ભરેલાં તે પ્રશસ્તિનાં કાવ્ય સંપૂર્ણ વંચાવતાં જેનો ઉત્તરાર્દ્ર છિન્ન ભિન્ન થયો છે એવું એક કાવ્ય આપ્યું. તેનો પૂર્વાર્ધ : अयि खलु विषमः पुराकृतानां भवति हि जन्तुषु कर्मणां विपाकः ॥ અર્થ : જીવ માત્રને જુદાં-જુદાં પ્રકારના કરેલા સર્વે કર્મનો ઉદય નિશ્ચયથી વિષમ છે. આ કાવ્યનો ઉત્તરાદ્ધે ઘણા છિન્નવાદી કવિઓ પાસે રાજાએ કરાવી જોયો પણ કોઇના ધ્યાનમાં ન આવવાથી છેવટે ધનપાળ પંડિતને કહ્યું ત્યારે તે બોલ્યા. हर शिरसि शिरांसि यानि रेजु हरि - हरितानि लुठन्ति गृध्रपादैः ॥ અર્થ : જે માથાં શિવના મસ્તક ઉપર શોભતાં તે જ માથાં આજે ગૃધ્રપક્ષીના પગમાં અથડાય છે. આ પ્રકારે અર્થ ભરેલું ઉત્તરાર્દ સાંભળી રાજા બોલ્યો કે આ ઉત્તરાર્ધ્વ મળતું આવે એમ જણાય છે, તે સાંભળી ધનપાળ બોલ્યો કે જો શબ્દથી તથા અર્થથી આ જ ઉત્તરાર્ધ્વ શ્રી રામેશ્વર મહાદેવની પ્રશસ્તિ લખેલી ભીંતમાં ન હોય તો આજથી આરંભીને જીવતા સુધી મારે કવિતા જ કરવી નહીં એવી પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞા સાંભળી એ કવિની પરીક્ષા કરવા ઘણી જ મહેનત તથા દ્રવ્ય નાશ (૧) લુપ્ત અક્ષર તથા પદોનો મેળ કરી પરસ્પર મેળવવામાં ચતુર હોય તે. 02 પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #105 -------------------------------------------------------------------------- ________________ કરી સમુદ્રમાં વહાણ મૂકાવી તે કામમાં ચતુર લોકો પાસેથી છ માસે તે મંદિર ખોલાવી પ્રશસ્તિ ઉતરાવી મંગાવી જોયું તો જે ધનપાળ પંડિતે કહ્યો હતો તે જ ઉત્તરાદ્ધ નીકળ્યો. આ જોઈ રાજા ઘણો પ્રસન્ન થઈ તેને યોગ્ય શિરપાવ આપ્યા. આ પ્રકારે ખંડ ખંડ પ્રશસ્તિનાં ઘણાં કાવ્ય છે તેનો સંક્ષેપ વૃત્તાંત અહીં અમે કહ્યો છે. એક દિવસે ધનપાળને ભોજ રાજાએ પૂછ્યું કે હાલમાં શા કામમાં રોકાયા છો કે પ્રથમની જેમ અત્રે આવી શકતા નથી. તેનો ઉત્તર ધનપાળે કર્યો કે હું હાલમાં તિલકમંજરી નામના ગ્રંથની રચનામાં વ્યગ્ર છું. પછી તે ગ્રંથ સાંભળવામાં રાજાની ઘણી રૂચિ જોઇ ધનપાળ બોલ્યો કે એ ગ્રંથમાં તમારું નામ મારાથી દાખલ નહીં થઈ શકે માટે તે વાત જવા દો પણ રાજાએ કહ્યું કે હું તમને હરકત નહીં કરું, એવું નક્કી કરી શિયાળાની પાછલી રાતના છેલ્લા પ્રહરમાં સારો અવકાશ મળવાથી તે જ સમયે પ્રથમ લખેલી તિલકમંજરીની પ્રત લઈ તેનું વ્યાખ્યાન રાજા આગળ ધનપાન કરતા હતા. રાજાએ એ ગ્રંથમાં ઘણો જ ઉભરાઈ જતો રસ છે એમ ધારી તે પ્રતની નીચે સોનાનો થાળ મુકી તેમાં એક કચોળુ (પડઘીવાળા વાટકા જેવું) મૂકી તે ઉપર પુસ્તકની ગોઠવણ કરી હતી કે રખે એમાંથી રસ ઉભરાઈ બહાર નીકળી જાય. એવા હેતુથી પ્રીતિપૂર્વક તે ગ્રંથ સાંભળી રહ્યા પછી તે ગ્રંથની બેહદ મધુરતાથી અતિ આશ્ચર્ય પામેલો રાજા બોલ્યો કે આ ગ્રંથમાં કથાનો નાયક મને કર, ને વિનીતાનગરીના સ્થાને અવંતીનગરી કર અને શક્રાવતાર તીર્થના સ્થાને મહાકાળેશ્વર મહાદેવને કર. આ પ્રકારની ગોઠવણ એ ગ્રંથમાં કરે તો જે માંગે તે તને તરત આપું. આ પ્રકારનું રાજાનું વચન સાંભળી ક્રોધાયમાન થઈ ધનપાળ બોલ્યો, અરે ખજુવો ને સૂર્ય એ બેમાં જેટલો ફેર છે તેમજ સર્ષપ અને મેરૂ પર્વતમાં તથા કાચ ને કંચનમાં તથા ધતૂરા અને કલ્પવૃક્ષમાં જેટલો તફાવત છે તેટલો મોટો અંતરાય તમારા કહેવા પ્રમાણે કરવામાં છે એમ કહી એક ગાથા બોલ્યો તે એ કે. દુર્જનની પેઠે બે મોઢે બોલતો ને મૂર્ણપણું છતાં મહા કવિનું નામ ધરાવતો, વળી તારા નામના ઘણા ગ્રંથ કરી આપ્યા છતાં પણ જેનો લોભ તો માતો જ નથી અને પુષ્કળ પીડા કરતા બાણની જેમ હૈયામાં શલ્ય સમાન નડતો તું મરીને પાતાળમાં કેમ પેસી જતો નથી ? કે ચણોઠીથી સોનું જોખી કિંમત પણ તેની બરોબર કરવા ઇચ્છે છે. ઇત્યાદિ ધનપાળનો આક્રોશ સાંભળી ભોજ રાજાને અતિશય ક્રોધ ચડ્યો તેથી તેણે તે મૂળ પ્રત બાળીને ખાખ કરી; તે જોઈ ધનપાળને ઉપરથી તથા અંતરથી વૈરાગ્ય થયો ને નીચું મોઢું કરી પોતાના ઘરના પાછલા ભાગમાં એક જુના પલંગ ઉપર નીસાસા નાંખતો ઘણીવાર સૂઈ રહ્યો. તે ધનપાળની તિલકમંજરી નામની પુત્રી ઘણી પંડિત હતી. તેણીએ સ્નાન સહિત ભક્તપાન ભોજનાદિક કરાવ્યું. આગ્રહથી ઉદાસીનું કારણ પૂછતાં ધનપાળે બનેલી વાત કહી. તે સાંભળી તિલકમંજરીએ કહ્યું. તમે કોઈ ચિંતા કરશો નહીં. કેમકે દિવસ રાત મહેનતથી કરેલો ગ્રંથ હું પ્રાતઃકાળમાં તમારા સ્થાનમાંથી કચરો વાળતી વખતે બધો વાંચી લેતી હતી તેથી એ ગ્રંથ મારે કંઠસ્થ છે. તે સાંભળી ધનપાળ ઘણો ખુશ થયો. પછી તિલકમંજરીએ પોતાના કંઠથી સંભારી સંભારીને તે ગ્રંથ અડધો લખ્યો ભોજ તથા ભીમરાજાનો પ્રબંધ ૯૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ અને તેનો ઉત્તરાદ્ધ નવો કરી આખો ગ્રંથ કરી દેખાડ્યો. આથી ધનપાળ તથા ભોજ રાજા ઘણા પ્રસન્ન થયા અને ઘણા માનથી એ ગ્રંથનું તિલકમંજરી એવું નામ સ્થાપન કરી તેની ખ્યાતિ કરી. વળી એક દિવસ ધનપાળે એક કાવ્ય કહ્યું તે એ કે- એક દિવસ બ્રહ્માને પૃથ્વીના મહાન રાજા શોધવાનું કૌતુક થયું. તેથી હાથમાં ખડીનો કાંકરો લઇ, હે રાજનું તમારું નામ પહેલું ગણી આકાશમાં એક લીટી દોરી. પછી વિચાર કરતાં તમારા જેવો બીજો કોઈ રાજા દીઠો નહીં ત્યારે તે ખડીનો કાંકરો ફેંકી દીધો તે પૃથ્વી ઉપર પડ્યો તે કાળે કરી વૃદ્ધિ પામીને હિમાચલ પર્વત થયો. ને પેલી આકાશમાં રેખા કરી હતી તે આકાશગંગા થઈ. આ અર્થ ભરેલું કાવ્ય સાંભળી બીજા પંડિતોએ ધનપાળની મઝાક કરી કે ધનપાળે આ અતિશયોક્તિ ભરેલી ગપ ઠીક મારી છે. તે વખતે ધનપાળ એક શ્લોક બોલ્યો કે રામાયણ લખતાં વાલ્મિકી કવિએ એવી ગપ મારી છે કે વાંદરાએ પર્વતો ઉંચકી લાવી સમુદ્ર ઉપર પાજ બાંધી અને મહાભારત લખતાં વ્યાસ મુનિએ એવી ગપ મારી છે કે અર્જુનનું બાણ લાખ રૂપ ધારણ કરી લાખ માણસને મારી પાછુ આવી ભાથામાં પેસી જતું હતું. એમ મહા કવિઓની અતિશયોક્તિ જોયા વગર મારી કહેલી વસ્તુ સાંભળી આશ્ચર્ય પામતા વિદ્વાનો મોઢું પાછુ કરી પોતાની પ્રતિષ્ઠા મેળવવા હસે છે તે પ્રતિષ્ઠાને હું નમસ્કાર કરું છું. એક દિવસ ભોજરાજાને મહાભારત વાંચનાર પંડિતે પવિત્ર મહાભારતની કથા સાંભળવા કહ્યું ત્યારે ભોજ રાજા જૈન ધર્મ ઉપર પ્રીતિ થવાથી નિષેધ કરી એક કાવ્ય બોલ્યો કે કન્યાના વ્યભિચારથી ઉત્પન્ન થયેલા અને પોતાના બાંધવની સ્ત્રીના વિધવાપણાના દુઃખને નાશ કરનાર વ્યાસમુનિનો કરેલો ભારત ગ્રંથ, તેમાં નાયકરૂપે વર્ણન કરેલા વ્યભિચારથી ઉત્પન્ન થયેલા પાંચ પાંડવ છે. તે ગોલક પુત્ર છે એટલે પોતાના પતિના મરણ પછી બીજા પુરુષથી ઉત્પન્ન થયેલા પુત્ર પાંડુ રાજા તેના પુત્ર કુંડ એટલે ભર્તા જીવતો હોય ને જાર પુરુષથી ઉત્પન્ન થાય તે કુંડપુત્ર કહીએ, એવા પાંચ પાંડવ છે તેમની કથા, વળી તેમનાં આચરણ જોઇએ તો કુળનો ક્ષય કરવાનાં અને પાંચ વચ્ચે એક સતી સ્ત્રી રાખવાનાં, આવી વાતો સાંભળવાથી જો પુણ્ય તથા કલ્યાણ થાય તો પાપની શી વલે થશે ? વળી એક દિવસ રાજાએ ધનપાળને પૂછ્યું કે હાલ કોઈ પ્રબંધાદિક ગ્રંથ કરવા માંડ્યો છે? ત્યારે ધનપાળે એક શ્લોક કહ્યો કે વૈરીની લક્ષ્મી રૂપી સ્ત્રીના કેશ ગ્રહણ કરવામાં જેના હાથ શક્તિમાન છે એવા હે રાજન્ ! હું જૈનધર્મી હોવાથી હમેશાં ઉનુ પાણી પીઉં માટે ગળામાં રહેલી સરસ્વતીને ગરમાવો લાગવાથી મારા મુખરૂપી ઘરમાંથી તેણીએ ઉચાળો ભર્યો છે માટે મારાથી કવિતા થઈ શકતી નથી. વળી ધનપાળનું વચન અને મલયાચલનું રસ સહિત ચંદન જેના હૃદયને લાગ્યું તે શાંત અને સુખી ન થાય એવો જગતમાં કોણ છે ? એક દિવસ છ દર્શનના મોટા મોટા પુરુષોને બોલાવી રાજાએ મુક્તિ માર્ગ પૂણ્યો ત્યારે સર્વે પોત પોતાના દર્શનનો પક્ષપાત દેખાડ્યો. પછી સાચો માર્ગ જાણવા છ મહિના સુધી સર્વેને એકઠા રાખ્યા. પછી તેમણે શારદા દેવીનું આરાધન કરવા માંડ્યું ત્યારે એક દિવસ પાછલી થોડી રાત બાકી રહી ત્યારે શારદાદેવીએ આવી રાજાને જગાડી કહ્યું કે બૌદ્ધ ધર્મ સાંભળવા યોગ્ય છે ને જૈન ધર્મ આચરવા યોગ્ય છે, વૈદિક (વેદ સંબંધી) ૯૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વ્યવહા૨ ક૨વા યોગ્ય છે, ને પરમપદ ધ્યાન કરવા યોગ્ય છે. આ પ્રકારનું રાજાને તથા સર્વ દર્શનના પુરુષોને કહી ભારતી (શારદા દેવી) અન્તર્ધાન થઇ. પછી સર્વે દર્શનના પુરૂષોએ એક શ્લોક કરી રાજાને આપ્યો કે અહિંસા લક્ષણ ધર્મ પાળવા યોગ્ય છે, ભારતી દેવી માનવા યોગ્ય છે ને ધ્યાનથી મુક્તિ પમાય છે એવો સર્વ દર્શનીઓનો એક મત છે. વળી એક દિવસ એ નગરમાં રહેનારી સીતા નામની રાંધનારી પરદેશી લોકોનું રાંધણું રાંધી પોતાનો નિર્વાહ કરતી હતી. ત્યાં કોઇ પરદેશી સૂર્ય ગ્રહણને દિવસે જલાશયમાં જઇ મંત્ર જપી માલકાંકણીનું તેલ પીને ઘેર આવી રાંધી મૂકેલી રસોઇ જમ્યો. તેથી તત્કાળ તેને ઉલટી થઇ અને અચેતન થયો. તેની પાસે તે વખતે ઘણા પૈસા હતા તે જોઇ આ સ્ત્રીને વિચાર થયો કે આની પાસે દ્રવ્ય છે તેથી એને માર્યાનું કલંક મારે માથે આવ્યા વિના રહેશે નહીં અને તેથી મારું કમોત થશે તે કરતાં પહેલાં મરવું એ ઉત્તમ છે. એમ ધારી ઉલટી કરેલું અન્ન ઝેરવાળુ જાણી પોતે મરવાને વાસ્તે ખાઇ ગઇ. તેમાં રહેલું માલકાંકણીનું મંત્રેલું તેલ તેના પેટમાં સ્થિર રહેવાથી એકદમ જિહ્વાગ્રે સર્વ વિદ્યા પ્રગટ થઇ. તેથી રઘુવંશાદિક કાવ્ય તથા વાત્સ્યાયનાદિક કામશાસ્ત્ર તથા ચાણાક્યાદિક નીતિશાસ્ત્ર તેમનો પોતાની મેળે અભ્યાસ કરી નવ યૌવન અવસ્થામાં આવેલી મહાવિદ્વાન વિજયા નામની પોતાની પુત્રી સહિત ભોજ રાજાની સભામાં આવી તેના સામુ જોઇ બોલી. તે વખતે ભોજ રાજાની આખી સભા ચિત્રામણના આકારે સ્થંભિત થઇ ગઇ. તે બોલી - હે રાજન્ શત્રુ કુળનો નાશ કરવો એ શૌર્યનો અવિધ છે. આ આખુ બ્રહ્માંડ રૂપી પાત્ર ભરાઇ જાય એ યશનો અવિધ છે અને સુતરનો ત્રાગડો (તાંતણો) પણ ન રાખતાં જે માગે તે આપી દેવું તે દાનનો અવિધ છે, સમુદ્ર એ પૃથ્વીનો અવધિ છે. હિમાચલની પુત્રી પાર્વતીના પતિ શિવના ચરણ યુગલને પ્રણામ કરવો એ શ્રદ્ધાનો અવધિ છે. એમ સર્વે વસ્તુનો અવધિ છે પરંતુ હે ભોજ રાજન્ ! તારા ગુણનો અવિધ નથી. આ સાંભળીને આનંદ પામતા રાજા વિજયા સામુ જોઇ તેના રૂપમાં મોહિત થઇ ઘેલછાના જોરમાં બોલ્યો કે તું તારા સ્તનનું વર્ણન કર. આ સાંભળી વિજયા બોલી - उन्नाहोश्चिबुकावधिर्भुजलतामूलावधिः संभवो विस्तारो हृदयावधि: कमलिनीसूत्रावधिः संहतिः । वर्णः स्वर्णकथावधिः कठिनता वज्राकरक्ष्मावधिस्तन्वङ्ग्याः स्तनमण्डले यदपरं लावण्यमस्तावधि ॥१॥ સ્તન મંડલની ઊંચાઇનો અવધિ, ચિબુક પર્યંત છે, એના સંભવનો અવિધ, હાથના મૂલ પર્યંત છે. એના વિસ્તારનો અવધિ, હૃદય પર્યંત છે. એના પરસ્પર સજ્જડ રીતે મળી જવાનો અવિધ, કમલના તાંતણાનો પણ એ બેની વચે પ્રવેશ ન થાય એ છે. અને એના સુંદ૨ વર્ણનો અવધિ, સુવર્ણ સરખી ઉપમા આપવી એ છે. વળી એની કંઠનતાનો અવિધ, વજ્રભૂમિની ઉપમા આપવી એ છે. પરંતુ એ સ્તન મંડળમાં રહેલા લાવણ્યપણાનો તો (એક જાતના સુંદર ચમત્કારી ગુણનો) અવિધ જ નથી. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ SA ૯૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ કામદેવની વિજયપતાકા રોપનારી વિજયા પંડિતાનું આ પ્રકારનું વર્ણન સાંભળી ભોજ રાજા ચમત્કાર પામી અર્ધ શ્લોક બોલ્યો. किं वर्ण्यते कूचद्वन्द्वमस्याः कमलचक्षुषः । અર્થ : આ કમળાક્ષીના સ્તન મંડળનું શું વર્ણન કરીએ ! આ વચન સાંભળી વિજયા, એ શ્લોકનું ઉત્તરાદ્ધ બોલી. सप्तद्वीपकरग्राही भवान् यत्र करप्रदः ॥१॥ અર્થ : હે રાજન્ ! ખરી વાત કહી ! પૃથ્વીના સાતે દીપમાંથી કરગ્રહણ (વસુલાત) કરવા સમર્થ તમો સાક્ષાત્ જેને કર (દત) આપવા તૈયાર થયા તો તે સ્તન મંડળનું, શું વર્ણન કરી શકાય ! સર્વનો કર તમો ગ્રહણ કરો ને તમારો કર સ્તનમંડળ ગ્રહણ કરે માટે એનું ઐશ્વર્ય કહેવા કોણ સમર્થ થાય. આ પ્રકારે વિજયાના મુખમાંથી નીકળતા કામબાણ જેવા અક્ષરોથી રાજાનું હૃદય ભેદાયું. તેથી વળી અદ્ધ શ્લોક બોલ્યો. प्रहतमुरजमण्डलध्वानवद्भिः पयोदैः कथमलिकुलनीलैः सैव दिक् संप्ररुद्धा ॥ અર્થ : મૃદંગ જેવા ગંભીર ગાજતા ને ભ્રમર જેવા શ્યામ મેઘોએ તે જ દિશા કેવી રીતે રોકી? આ વચન સાંભળી વિજયા, શ્લોકનું ઉત્તરાદ્ધ બોલી. प्रथमविरहखेदम्लायिनी यत्र बाला वसति नयनवान्तैरश्रुभिधौंतवक्रा ॥१॥ અર્થ : જેવી રીતે નેત્રમાંથી નીકળતી આંસુની ધારાથી મુખ ધોવાય એવી રીતે, જે દિશામાં પ્રથમ જ સ્વામીનો વિયોગ થવાથી ઉત્પન્ન થયેલા દુઃખથી ગ્લાનિ પામતી વિરહિણી સ્ત્રી વસે છે તે દિશા મેઘથી છવાઈ ગઈ છે. વિજયા પંડિતાનો અભિપ્રાય જે હું તો મારા મનથી તમને જ પરણી ચૂકી છે. હવે મારા ઘર તરફની દિશા મેઘ મંડળથી છવાઈ ગઈ છે માટે મારાથી ઘેર જવાશે નહીં કારણ કે મારી નવી યુવાવસ્થામાં પ્રથમ વિરહ સહન થઈ શકે એમ નથી તેથી લોક પ્રસિદ્ધ મારો અંગીકાર કરો. ભોજ રાજા, એ સ્ત્રીએ પ્રગટ કરેલી કામ ચેષ્ટાના ચમત્કારમાં અંજાઈ જવાથી એકદમ કામાતુર થયો પણ સભા વિસર્જનને હજી થોડી વાર છે. માટે કાલક્ષેપ કરવા, વળી અદ્ધ શ્લોક બોલ્યો. सुरताय नमस्तुभ्यं जगदानन्ददायिने । અર્થ : જગતને આનંદ આપનાર હે કામ સંભોગ હું તને નમસ્કાર કરું છું. આ વચન સાંભળી વિજયા, એ શ્લોકનું ઉત્તરાદ્ધ બોલી. आनुषङ्गि फलं यस्य भोजराज ! भवादृशाम् ॥ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #109 -------------------------------------------------------------------------- ________________ અર્થ : હે રાજન્ ! આ વખતે તમારે કામ સંભોગને નમસ્કાર કરવો યુક્ત છે. કેમ જે જેને તમારા જેવા એટલે ઘણી સ્ત્રીઓના ધણી. તેનો લાભ થવો તે ફળ તો આનુષંગિક છે એટલે કોઇ વખત અણધાર્યું વીજળીના ઝબકારા જેવું થઇ જાય છે. આ પ્રકારે મર્મ ભેદી વિજયાનું વચન સાંભળી રાજાએ લજ્જા પામી નીચુ જોયું. પછી છેવટે તેમને પોતાની ભોગિની સ્ત્રી (કામભોગ વાસ્તે રાખેલી રખાત) કરી જનાનખાનામાં રાખી. પછી વિજયા એક દિવસ મહેલના જાળીઆમાંથી પોતાના સ્તન ઉપર પડતાં ચંદ્રકિ૨ણ જોઇ શ્લોક બોલી. તેનો અર્થ : હે ચંદ્ર તું ચંડિકાના પતિ શિવના માથેથી ચડી ઉતરેલું ધોળું ફુલ છો. એટલે શિવ નિર્માલ્ય છો કલંક યુક્ત છો માટે મને ક સ્પર્શ (હસ્તસ્પર્શ) કરવો યોગ્ય નથી. ઇત્યાદિ ઘણો વિસ્તાર પરંપરાથી જાણવો એમ સીતા પંડિતાનો પ્રબંધ પૂરો થયો. = ભોજ રાજાની સભામાં મુખ્ય રહેલા મયૂર અને બાણ નામના બે પંડિત સાળો બનેવી થતા હતા અને એક બીજા સાથે સ્પર્ધા કરી સભામાં મોટી પ્રતિષ્ઠા વારાફરતી મેળવતા હતા. કોઇ એક વખત બાણ પંડિત બેનને મળવાને ગયો. તે વખતે ઘણી રાત થઇ જવાથી બારણે સૂઇ રહ્યો અને બનેવીના ઘરમાં થતું રાત્રિનું સઘળું ઘમસાણ એકાગ્ર ચિત્તે તે સાંભળતો હતો. મયૂર પંડિતને રીસાયેલી પોતાની સ્ત્રીને મનાવતાં આખી રાત વહી ગઇ અને પ્રાતઃકાળ થતાં એક શ્લોક બોલ્યો કે સઘળી રાત્રી વહી ગઇ અને દુબળો થતો ચંદ્ર પણ હમણા અસ્ત પામશે. આ દીવો પણ નિદ્રાવશ થઇ જાણે હમણાં ઓલવાઇ જશે એવો દેખાય છે. વળી, સ્ત્રીને માન રાખવાનો પણ અવિધ છે કે પતિ પ્રણામ કરે એટલે સ્ત્રીએ માનનો ત્યાગ કરવો જોઇએ પણ હું તો વારંવાર તને પ્રણામ કરું છું તો પણ તું ક્રોધનો ત્યાગ કરતી નથી. આ મોટું આશ્ચર્ય છે. એમ શ્લોકનાં ત્રણ પદ વારંવાર બોલતા જોઇ બારણે બેઠેલા બાણ પંડિતથી પોતાની કવિતાનું બળ સહન ના થઇ શકવાથી ચોથું પદ બોલી ઉઠ્યો. કે હે અત્યંત ક્રોધવાળી તારા અતિશય કઠણ એવા સ્તનના સંબંધથી તારું હૃદય પણ કઠણ થયું છે, કે હજુ સુધી પણ તારું હૃદય લગારે કોમળ થતું નથી. આ પ્રકારના અર્થ ભરેલું ભાઇના મુખમાંથી નીકળેલું શ્લોકનું ચોથું પદ સાંભળી ક્રોધ કરી લાજ પામી ‘તુ કોઢીયો થાય' એવો શ્રાપ દીધો. તે પતિવ્રતાના શ્રાપથી તે દિવસથી આરંભીને બાણ પંડિત કોઢવાળો થયો. પ્રાતઃકાળે તે કોઢ ઉપર રાખ ચોળી સભામાં આવીને બેઠો ત્યારે મયૂર પંડિત મો૨ના જેવી કોમળ વાણીએ માગધી ભાષાનો શબ્દ બોલ્યો. તે સાંભળી રાજાએ લજ્જા પામતા બાણ પંડિતના સામું જોયું ત્યારે લાજ પામી ત્યાંથી ઉઠીને નગર બારણે જઇ સૂર્યનું આરાધન ક૨વા વાસ્તે એક મોટો સ્તંભ રોપ્યો. નીચે ખેરના અંગારાથી ધગધગતો એક કુંડ રચ્યો. થંભના ઉપર અનુક્રમે શીકાં લટકાવેલાં તેમાં ઉભો રહી સૂર્યની સ્તુતિનું એક કાવ્ય બોલી, તે શીકાને છરી વડે કાપી બીજા શીકામાં વળગી રહી વળી કાવ્ય બોલ્યો. એ પ્રકારે પાંચ કાવ્ય બોલ્યા પછી છઠૂંઠું કાવ્ય બોલતાં સૂર્ય દેવે પ્રસન્ન થઇ આવી કોઢ મટાડી તેનું શરીર કંચન જેવું કર્યું. બીજે દિવસ સભામાં જઇ સુંદર ચંદનચોળી સારાં વસ્ત્ર પહેરી સુંદર શરીરને દેખાડતો સભામાં બેઠેલો જોઇ રાજાએ મયૂર ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ પંડિતની સામુ જોયુ ત્યારે મયુર પંડિત બોલ્યો કે પ્રસન્ન થયેલા સૂર્યનો આ પ્રતાપ છે. આ સાંભળી બાણ પંડિત બાણના જેવી વાણી બોલ્યો કે જો દેવતાનું આરાધન સુખેથી થતું હોય તો તું પણ કાંઇક આરાધન કરી ચમત્કાર દેખાડ. એમ કહ્યું ત્યારે મયૂર પંડિત બોલ્યો કે જે વ્યાધિ રહિત છે તેને વૈદનું શું કામ છે તો પણ તારા વચનથી મારે મારા હાથ પગ કાપી ભવાની દેવીને કાવ્યના છઠ્ઠા અક્ષરમાં જ પ્રસન્ન કરવી. એવી પ્રતિજ્ઞા કરી પાલખીમાં બેસી ચંડિકા દેવીના મંદિરની પાછળ જઇને બેઠો ને પોતાના કહેવા પ્રમાણે હાથ પગ કાપી, કાવ્યના છઠ્ઠા અક્ષરમાં દેવીને પ્રસન્ન કરી. તેથી ચંડિકાનું મંદિર બધુ પોતાના સન્મુખ થયું. અને પોતાના સઘળાં અંગ હતાં તેથી પણ ઘણાં સરસ થયાં. આ પ્રકારનો મોટો પ્રતાપ જોઇ રાજા આદિ સર્વે લોકોએ જય જય શબ્દ કહ્યો. અને મોટા ઉત્સવથી તેનો નગરમાં પ્રવેશ કરાવ્યો. આમ, બાણ-મયૂર પંડિતના પ્રબંધ પૂર્ણ થયાં. એ વખતે મિથ્યા દર્શનીના શાસનનો ઘણો જય થતો જોઇ, કેટલાક જૈન દ્વેષી પ્રધાનોએ રાજાને કહ્યું કે જો જૈન મતમાં કોઇપણ પ્રતાપી પુરુષ હોય તો આ શ્વેતાંબર સાધુઓને આપણા દેશમાં રહેવા દેવા, નહીં તો આપણા દેશમાંથી કાઢી મૂકવા. આવી રીતનું કરવાથી, શ્રાવક વર્ગે માનતુંગાચાર્યને પોતાના નગરમાં લાવી રાજાને નિવેદિત કર્યા. ત્યારે રાજા બોલ્યો કે ચમત્કાર દેખાડો, નહીં તો અહીંથી પલાયન કરો. આ વાત સાંભળી આચાર્ય બોલ્યા કે અમારા ઇષ્ટદેવ તો મુક્ત છે તે પાછા અહીં આવતા નથી માટે તેમનો તમને શો ચમત્કાર દેખાડીએ પરંતુ તેના સેવક દેવતાઓના પ્રભાવનો પણ જગતને આશ્ચર્યકારી ચમત્કાર છે એમ કહી ચુમ્માલીશ બેડીઓના બંધથી પોતાનું શરીર બંધાવી એ નગરમાં રહેલા આદિનાથ તીર્થંકરના મોટા દેવાલયની અંદર ઉભા રહી મંત્ર ગર્ભિત ભક્તામર નામનું સ્તોત્ર નવું બનાવીને બોલ્યા. એક કાવ્ય બોલી રહે ત્યાં એક બેડી તૂટે એમ ચુમ્માલીશ કાવ્ય બોલી સઘળી બેડીઓ તોડી, એ મંદિર પોતાના સન્મુખ કરી જૈનશાસનનો મોટો પ્રતાપ દેખાડ્યો. આમ, માનતુંગાચાર્યનો પ્રબન્ધ પૂરો થયો. કોઇ એક દિવસ ભોજરાજા પોતાના દેશના પંડિતોનું પંડિતપણું વખાણતો હતો અને ગાંડી ગુજરાતમાં પંડિત ક્યાંથી હોય એમ નિંદા કરતો હતો. તે વખતે કોઇ ગુજરાતી પુરુષ બોલી ઉઠ્યો કે અમારા ગુજરાત દેશમાં તો બાળકથી આરંભીને ગોવાળીયા પર્યંત જે કોઇ માણસ છે તે તમારા પંડિતો કરતાં શ્રેષ્ઠ છે. માટે તેની બરોબરી તમારાથી થઇ શકે એમ નથી એમ કહી ગુજરાતમાં ભીમરાજા પાસે આવી તેણે બનેલી સર્વે વાત કહી. ત્યારે ભીમરાજાએ કોઇ મહાચતુર પ્રતાપદેવી નામની વેશ્યા તથા કોઇક મહાવિદ્વાન ગોવાળીઓ, બન્નેને ભોજરાજાની સભામાં મોકલ્યા. પ્રાતઃકાળમાં આવીને ઉભેલા ગોવાળને ભોજે કહ્યું કે કાંઇ બોલો. ત્યારે તેણે એક દુહો કહ્યો કે - હે ભોજ તારા હૃદયમાં લક્ષ્મી રહેલી છે ને મુખમાં સરસ્વતી રહી છે એ બેની સીમા જુદી પાડવા વાસ્તે શું કંઠે આ શોભીતું આભરણ પહેર્યું છે ? (૧) માનતુંગાચાર્ય, પહેલા ભોજ વખતે વિ.સંવત ૭૦૦ ના વર્ષમાં થયાં. ત્યાર પછી ત્રણસો વર્ષ સુધી તેની ગાદીએ જે રાજા થયા તે ભોજ નામથી જ ઓળખાતા. 고 ૯૬ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #111 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી વિસ્મય પામે છે એટલામાં સુંદર શણગાર સજી સભામાં આવી ઉભી રહેલી વારાંગનાને જોઇ ભોજરાજા બોલ્યો રૂદ લિમ્ આટલા અક્ષર સાંભળીને મહાચતુર વારાંગના બોલી કે પૃચ્છત્તિ આટલા અક્ષર સાંભળી રાજાએ અતિશય પ્રસન્ન થઈ ત્રણ લાખ સોનૈયા આપવા હુકમ કર્યો. પરંતુ એક બીજાએ શી વાત કરી તે સભામાં બેસનારને તથા કોશાધિપતિને સમજણ ન પડવાથી રાજાએ ત્રણ વખત કહ્યું. પછી સભામાં બેસનારની વિનંતીથી રાજાએ તેનો અર્થ પ્રકાશ કર્યો કે આ વારાંગનાના અંજન રેખા સહિત કટાક્ષ, કાન સુધી જતા આવતા હતા તે જોઈ મેં પૂછ્યું કે એ વારંવાર કાન આગળ શું કરવા જાય છે. ત્યારે એ બોલી કે પૂછવા જાય છે કે, હે કાન. તમોએ જે ભોજરાજાને સાંભળ્યો હતો તે જ આ ભોજરાજા છે ! એમ નિર્ણય કરવા કર્ણ સુધી ગમનાગમન કરે છે. આ મનના અભિપ્રાયને ઉપલી ચિકિત્સાથી જાણીને કહેનારી વારાંગનાને આખું રાજ્ય આપી દઇએ તો પણ થોડું છે. માટે આ સાક્ષાત્ સરસ્વતી છે એમ કહી નવ લાખ સોનૈયા અપાવ્યાં. કારણ કે ત્રણ લાખ મોહોર આપવાનું ત્રણ વખત કહ્યું હતું માટે. વળી ભોજરાજા ગુજરાતની સ્ત્રીઓની પ્રશંસા કરી એક શ્લોક બોલ્યો. नामाभूषाऽङ्गदपिता वाहवाह दृगञ्जनभूः । अहो भाग्यं गूर्जरीणां गृहसंमार्जने मनुः ॥१॥ અર્થ : જે ગુજરાતની સ્ત્રીઓના નાકનું આભૂષણ વાળી છે તે તો નામે અંગદનો પિતા છે. એટલે વાળી નામે મહા સમર્થ વાનરને અંગદ નામે પુત્ર થયો ત્યારે તેને ખુશ કરવા વાળીએ માર્ગમાં જતાં દશ માથાના રાવણને પકડી લાવી ઊંધે માથે અંગદના પારણે રમકડા માફક લટકાવી મૂક્યો હતો. જેમ પારણામાં સુતેલો બાળક પોતાના પગ ઊંચા કરી નીચે લટકતાં રમકડાંને લાતો મારી તેના શબ્દથી ખુશ થાય તેમ અંગદ રાવણનાં માથાને લાતો મારી ખુશ થતો હતો. એવો સમર્થ વાળી પણ ગુજરાતની સ્ત્રીઓની સેવામાં નાકનું આભૂષણ થઈ રહ્યો છે ને વળી નેત્રનું આભૂષણ અગ્નિનું વાહન છે. એટલે – મેષ (બોકડો) એ નામનું છે. ગુજરાતની સ્ત્રીઓ નેત્રના અંજનને મેશ એમ કહે છે. યજ્ઞમાં આપેલા સઘળા દેવના બલિદાનને અગ્નિદેવ પોતાના વાહન ઉપર બેસી પહોંચાડે છે. તે વાહન પોતાના દેહનું અગ્નિમાં આરોપણ કરી (નાખીને) કાળી મેશ રૂપે પ્રગટ થઈ ગુજરાતની સ્ત્રીઓની સેવામાં નેત્રના આભૂષણ રૂપે વપરાય છે માટે તેને મેશ શબ્દથી ઓળખે છે. વળી સાવર્ણિ નામે મન જેના ઘરનો પંજો વાળે છે એટલે સ્વર્ગમાં જેટલા કાળ સુધી ઇંદ્ર રાજ્ય કરે તેટલા કાળ સુધી મનુ રાજા પૃથ્વીનું રાજ્ય કરે છે જેમ આ કાળમાં વૈવસ્ત નામે મનુ રાજ્ય કરે છે એમ આવતા કાળમાં સાવર્ણિ નામે મનુ રાજય કરશે એમ (હિન્દુ) શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે ઉપર અતિશયોક્તિ અલંકાર કહે છે કે ગુજરાતની સ્ત્રીઓ ઘરમાં પંજો વાળવાના ઝાડુને સાવર્ણિ કહે છે માટે આગળ રાજય પામવાની ઇચ્છાએ સેવામાં રહેલો સાવર્ણિ નામે મનુ હોય એમ જણાય છે. તેથી બધી સ્ત્રીઓની અપેક્ષાએ ગુજરાતની સ્ત્રીઓનું ભાગ્ય ઘણું આશ્ચર્યકારી છે. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ Page #112 -------------------------------------------------------------------------- ________________ વળી બાળપણથીજ આ રાજા ઘણો જ્ઞાની હતો તે એમ બોલતો કે આ લોક પોતાના માથા ઉપર રહેલા મૃત્યુને જોતો હોય તો એને ખાવું પીવું કાંઈ પણ ન રૂચે તો અધર્મ કરવો ક્યાંથી રૂચે એમ ઉપદેશ કરતો વળી નિદ્રામાંથી જાગે એટલે કોઈ વિદ્વાન કહે કે વેગવાળા ઘોડા ઉપર બેસી આ યમરાજ આવ્યો માટે તૈયાર થાઓ. એમ કહી ધર્મ કૃત્ય સંભારી આપનારને ઉચિતદાન આપતો હતો. કોઈ વખત પાછલાં પ્રહરે સિંહાસન ઉપર બેઠેલો હતો. તે વખતે પાન બીડાં આપનાર પુરુષ, છાબડીમાં પાન-બીડી, લઈ પાસે ઉભો હતો તે પાસેથી પાન બીડું લઈ મુખમાં મેલી પછી ભોજન કરવા ગયો ત્યારે સેવકે તેનું કારણ પુછ્યું ત્યારે તેણે ચાર શ્લોક કહ્યાં. (૧) જે આપ્યું અને જે ખાધું તે જ પોતાનું છે. બીજુ બધુ ખોટુ છે. કેમકે નિત્ય ઉઠીને વિચાર કરવો કે આજે મેં શું પુણ્ય કર્યું. મારાં આયુષ્યનું હરણ કરી સૂર્ય અસ્ત પામ્યો. (૨) લોક મને પૂછે છે કે તમારે શરીરે કુશળ છે ? પણ કુશળ ક્યાંથી હોય ? નિત્ય આવરદામાંથી આયુષ્ય ઓછું થાય છે. (૩) કાલે કરવાનું હોય તે આજ કરવું. પાછલા પ્રહરે કરવાનું હોય તો પહેલાં પ્રહરે કરવું કારણ કે મૃત્યુ વાટ નહી જુએ કે આ કામ કરી રહ્યો ને આ બાકી છે. (૪) આ લોક રાજી શું સમજીને થતા હશે ? શું કોઈ એ મૃત્યુનો નાશ કર્યો એવી વધામણી આવી ? શું જરા અવસ્થા ઘણી વૃદ્ધ થવાથી આપણી પાસે ચાલી આવી નહી શકે ? શું વિપત્તિને કાળ ખાઈ ગયો ? શું અનેક પ્રકારના વ્યાધિઓ કેદખાને પડ્યા? જે ફરીથી નીકળશે જ નહીં ? આ પ્રકારે અનિત્યભાવનાનો પ્રબંધ ચાર શ્લોકમાં આવી ગયો. એક દિવસ ભોજરાજાએ દૂત મોકલી ભીમરાજા પાસેથી ચાર વસ્તુ મંગાવી તેમાં પહેલી, આ લોકમાં છે ને પરલોકમાં નથી. બીજી, પરલોકમાં છે અને આ લોકમાં નથી. ત્રીજી, આ લોકમાંએ છે ને પરલોકમાં પણ છે. ચોથી, આ લોકમાં નથી અને પરલોકમાં નથી. આ વાતનો વિચાર ભીમરાજના પંડિતોથી ન થયો ત્યારે ત્યાં રહેનાર એક વેશ્યાએ પ્રશ્નનો ઉત્તર કરવા કબુલ થઇને ભીમની આજ્ઞાથી ભોજરાજની સભામાં જઇ વેશ્યા, તપસ્વી, દાનેશ્વરી ને જુગારી એ ચાર વસ્તુ દેખાડી તેનો ઉત્તર આપ્યો. (૧) વેશ્યાને અહીં સુખ છે પણ પરલોકમાં નથી. (૨) ને તપસ્વીને અહીં સુખ નથી પણ પરલોકમાં છે. (૩) દાનેશ્વરીને આ લોકમાં સુખ છે અને પરલોકમાં પણ છે. (૪) ને જુગારીને આ લોકમાં સુખ નથી ને પરલોકમાં પણ નથી. આ રીતે ચાર વસ્તુનો પ્રબંધ પૂર્ણ થયો. એક દિવસ રાત્રિએ ભોજરાજા ફરવા નીકળ્યો હતો ત્યારે કોઈ દરિદ્રી પુરુષની સ્ત્રી એક દુહો વારંવાર બોલતી હતી કે માણસ માત્રને દસકે દસકે ચડતી પડતી આવે છે એ વાત લોક પ્રસિદ્ધ છે પણ મારા સ્વામીને તો જન્મારાથી એક જ દશા ચાલ્યા કરે છે. પણ ઉત્કૃષ્ટ દશા સ્વપ્નમાં પણ દીઠી નથી. આ સાંભળી રાજાને દયા આવી તેથી તેનું બારીયં મટાડવા પ્રાત:કાળે તેના ધણીને બોલાવી, બે બીજોરાંના ફળ મંગાવી દરેકમાં લાખ રૂપિયાનું એક એક રત્ન ગુપ્ત રીતે ઘાલી તે તેને અર્પણ કર્યા. તેણે બજારમાં જઈ કાછીયાની દુકાને મામૂલી કિંમતથી વેચ્યાં. તે જ ફળ ઉપરથી ૯૮ પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર Page #113 -------------------------------------------------------------------------- ________________ સારાં દેખી આ ફળ રાજાને ભેટ કરવા યોગ્ય છે એમ ધારી કોઇ ગૃહસ્થે તેને ત્યાંથી ખરીદી કરી તેણે ભોજરાજાને અર્પણ કર્યા ત્યારે ભોજરાજા એક શ્લોક બોલ્યા. કે સમુદ્રમાં રહેલું રત્ન કોઇ વખત પાણી ઉભરાવાથી અથડાતું અથડાતું કદાચિત્ પર્વતમાં રહેલી નદીને પામ્યું તો પણ તેજ પ્રસંગથી પાછું અથડાતું કુટાતું રત્નાકરમાં આવે છે. માટે ભાગ્ય જ સર્વત્ર બળવાન છે કેમ કે આખા જગતને તૃપ્તિ કરનાર મેઘ વર્ષાઋતુમાં ઘણો વરસે તો પણ ચાતકના મુખમાં લવ માત્ર પણ પાણી ન જાય. માટે જે ન મળવાનું તે ક્યાંથી મળે ? આ પ્રમાણે બીજોરાનો પ્રબન્ધ સંપૂર્ણ થયો. એક દિવસ રાજાએ પોપટને જો ન મળ્યઃ એટલે એક વસ્તુ સારી નથી એવું ભણાવ્યું. પ્રાતઃકાળે પંડિતોની સભા કરી. પોપટનો બોલેલો આ શબ્દ સાંભળી તેનો અર્થ રાજાએ પંડિતોને પૂછ્યો. ત્યારે તેમણે છ મહિનાની મુદત નાંખી તેમાંનો એક વરરૂચિ નામનો પંડિત તેનો નિર્ણય ક૨વા દેશાંતર ગયો. ફરતો ફરતો કોઇ જગ્યાએ થાકીને બેઠો. ત્યાં આવેલા ગોવાળીયાએ પેલા ચિંતામાં બેઠેલા બ્રાહ્મણને ઘણા આગ્રહથી પૂછ્યું ત્યારે તેણે પોતાનો સર્વ વૃત્તાંત કહી દેખાડ્યો. પછી ગોવાળીયાએ કહ્યું કે મને જો તમારા સ્વામી પાસે લઇ જાઓ તો હું નિશ્ચે ઉત્તર કરું પરંતુ આ મારી પાસે જે શ્વાન છે તેને મારાથી વૃદ્ધ અવસ્થાને લીધે ઉંચકાતું નથી તેમજ સ્નેહને લીધે મારાથી મૂકાતું પણ નથી એવું વાક્ય સાંભળી પંડિતે પેલા શ્વાનને પોતાના ખભા પર નાખી ગોવાળીયાને સંગાથે લઇ રાજાની સભામાં આવી પંડિતે કહ્યું કે હે રાજન્ ! તમારા પ્રશ્નનો ઉત્તર આ પુરુષ કરશે. એમ કહ્યું ત્યારે રાજાએ પણ પશુપાળને એ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે પશુપાળે ઉત્તર કર્યો કે હે રાજન ! આ જગતમાં એક લોભ જ સારો નથી. ત્યારે પૂછ્યું કે કેમ સારો નથી ? પશુપાળ બોલ્યો કે, આ પંડિત બ્રાહ્મણ થઇ જેને અડકીને સ્નાન કરવું પડે એવા શ્વાનને ખભે ઉંચકીને લાવ્યો. એ લોભનો પ્રતાપ છે. એક દિવસ એક મિત્રને લઇ રાજા રાત્રે ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં તરસ લાગી ત્યારે પાણી લેવા નજીકમાં રહેલા વેશ્યાના ઘરમાં મિત્રને મોકલ્યો. તેણે ત્યાં જઇ પાણી માગ્યું ત્યારે ઘણા સ્નેહથી સેલડીનો સાઠો કોલામાં પીલી ઘણા ખેદથી એક વાઢી ભરીને તે રસ આપ્યો તે લઇ રાજા પાસે ગયો. રાજાએ વાર લાગવાનું કારણ પૂછ્યું ત્યારે તે મિત્રે વેશ્યાનો કહેલો વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો કે પ્રથમ એક સેલડીના સાંઠામાંથી એટલો બધો રસ નીકળતો હતો કે એક ઘડો અને એક વાઢી ભરાતી હતી માટે આજે ઓછો રસ નીકળ્યો તેનું કારણ એ જ છે કે રાજાનું ચિત્ત પ્રજા ઉપર ખફા થયેલું જણાય છે. આ સાંભળી રાજા બોલ્યો કે એ વાત સાચી છે કેમકે મોટા શિવાલયમાં કોઇ વાણિયાએ નાટકનો આરંભ કરાવ્યો છે માટે તેના ઘર બાર લુંટી લેવાનો મારો વિચાર ચાલતો હતો માટે હે મિત્ર તે સર્વ વિચાર બંધ રાખું છું. એમ કહી પોતાના સ્થાનમાં જઇ સુખે સુતો. બીજા દિવસે પ્રજા ઉપર કૃપા રાખી. પ્રથમના દિવસની જેમ જ અનુભવ કરતાં સેલડીનો રસ વૃદ્ધિ પામતો જોઇ વેશ્યાને શીરપાવ આપી પ્રસન્ન કરી. આ પ્રકારે સેલડીના રસનો પ્રબન્ધ પૂરો થયો. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ Aut ૯૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ ભોજરાજાએ પોપટનો બોલેલો (નથં) એ શબ્દ ચાર વખત સાંભળી તેનો અર્થ સરસ્વતી કુટુંબને પૂછ્યો. ત્યારે તેમાંથી વૃદ્ધ બોલ્યો (જુમોનને વિનં નષ્ટ) જે દિન ભોજનનો તાલ બગડ્યો તે દિન ખરાબ થયો જાણવો, પછી તેની સ્ત્રી બોલી (નછું છુનારી-યૌવનમ્ ।) જે પુરુષને કુભાર્યા મળી તેની જવાની ખરાબ થઇ સમજવી. પછી તેનો પુત્ર બોલ્યો (પુત્રે બુલં નË) કુળમાં એક કપુત ઉઠે તો કુળમાં બધા કલંક બેસાડે. પછી પુત્રની સ્ત્રી બોલી (તė યન્ન રીયતે શા) દ્રવ્યાદિ જે વસ્તુ દાનમાં નથી અપાઇ તે સઘળી નાશ થઇ ગઇ જાણવી. કેમ કે સત્પાત્રમાં આપેલું દાન અવિનાશી છે ને બીજું બધું નાશવંત છે. ॥૧॥ આ સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તેઓને એક લાખ રૂપીયા આપ્યા. એક દિવસ ભોજ રાજાના નવા મહેલમાં સંગદોષથી ચોરી કરવા આવેલા ભૂકુંડ નામના મહા વિદ્વાન બ્રાહ્મણે વિચાર કર્યો કે અહો આ મારી શી કમબખ઼ી થઇ, કે હું ચોરી કરવા આવ્યો. એટલામાં એક દિશાથી શબ્દ સંભળાયો. ત્યાં જઇ કાન દઇ સાંભળે છે, તો નિદ્રા પામેલી રાણીના ચળકતા સુંદર સ્તન ઉપર ગવાક્ષ (ગોખ) માર્ગથી આવી પડતા ચંદ્ર કિરણોનું પ્રતિબિંબ જોઇ ભોજ રાજાએ કરેલો અડધો શ્લોક વારંવાર સંભળાયો. જે - गवाक्षमार्गप्रविभक्तचन्द्रिको विराजते वक्षसि सुभ्रु ते शशी । અર્થ : હે સુંદરી ગોખમાં રહેલી સોનાની જાળીવડે જુદા જુદા ભાગમાં વહેંચાયેલો, એવો ચંદ્ર તારી છાતી ઉપર ઘણો શોભે છે. બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે આ શ્લોકનું ઘટતું ઉત્તરાર્ધ રાજાને યાદ આવતું નથી માટે વારંવાર પૂર્વાર્ધ બોલે છે. એમ ધારી પોતાના અંતરમાં ઉભરાયેલું કવિતાનું બળ ન સહન થવાથી ઓચિંતું બોલી જવાયું. કે - प्रदत्तझम्पः स्तनसङ्गवाञ्छ्या विदूरपातादिव खण्डतां गतः ॥ १ ॥ અર્થ : હે રાજન્ ! આ વખતે ઉત્પન્ન થયેલી સ્તનમંડળની બેહદ શોભા જોઇ તેની આગળ પોતાના મંડળની (ચંદ્ર મંડળની) ગ્લાની જોઇ, સંગ કરવાની ઇચ્છાએ ઘણે ઊંચેથી ઝંપાપાત કરી પડતું નાખનાર ચંદ્રના જાણે કટકા થયા હોય એમ જણાય છે. આ પ્રકારનું ઓચિંતું વાક્ય સાંભળી ચમકેલા રાજાએ આસપાસ જોયું તો કોઇને ન દેખવાથી સેવકોને બોલાવી તપાસ કરાવી તો માલુમ પડ્યું કે કોઇ કાલિકા દેવી જેવો કાળો મેશ પુરુષ છે. રાજાને ક્રોધ ચડવાથી સેવકોને આજ્ઞા આપી કે, હાલ તો ચોકી પહેરામાં બેસાડો પછી પ્રાતઃકાલે ફાંસીએ ચડાવજો. એમ કહી રાજા નિદ્રા સુખમાં લીન થયો. પછી પ્રાતઃકાળે સભા ભરી રાતવાળા પુરુષને નજરે જોવા મંગાવ્યો. સેવકોએ તેને લાવી ઉભો કર્યો. ત્યારે તે એક શ્લોક બોલ્યો. કે(૧) વૃદ્ધ પુરુષ-૧, તેની સ્ત્રી-૨, પુત્ર-૩, પુત્રની સ્ત્રી-૪ એ ચાર મળી સરસ્વતી કુટુંબ કહેવાય છે. 9408 ૧૦૦ ***** પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #115 -------------------------------------------------------------------------- ________________ भट्टिनष्टो भार्गवश्चापि नष्टो भिक्षुर्नष्टो भीमसेनोऽपि नष्टः । भ्रुकुण्डोऽहं भूपतिस्त्वं च राजन् ! भानां पड्क्तावन्तकः संप्रविष्टः ॥१॥ હે રાજન્ ! જેના નામમાં પ્રથમ ભકાર છે. તે ભકારોની પંક્તિમાં યમરાજ પેઠો. કેમ કે (fમક્ષ, મટ્ટિ, માર્વ, ભીમસેન) એ સર્વ કવિઓ નાશ પામ્યા. ને મારું મૂહું નામ છે ને તમારું ભોજ નામ છે એ બે વિદ્યમાન છીએ. પરંતુ મારે તો ફાંસીનો હુકમ થઈ ચુક્યો છે. હવે તમારે વિચાર કરવા યોગ્ય છે. બ્રાહ્મણનું આવું સમય સૂચક પણું જોઈ રાજાને હસવું આવ્યું અને ફાંસીનો હુકમ માફ કરી, ઘણું દ્રવ્ય આપી પ્રસન્ન કરી વિદાય કર્યો. એક દિવસ રાજાએ માર્ગમાં ફરતાં કોઈ રૂપવાન સ્ત્રીને ડાંગર ખાંડતી જોઈ એક સમસ્યાપદ મનમાં ગોઠવી જ રાખ્યું અને પંડિતોની સભા મેળવીને પૂછ્યું. તે પદ - मुशल किसलयं ते तत्क्षणाद्यन्न जातम् આ પદ સાંભળી સર્વે પંડિતો, એક બીજા સામું જોઈ રહ્યા. ત્યારે કાલીદાસ બોલ્યા - जगति विदितमेतत्काष्ठमेवासि मन्ये तदपि च किल सत्यं कानने वर्द्धितोसि । नवकुवलयनेत्रापाणिसङ्गोत्सवेऽस्मिन्मुशल किसलयं ते तत्क्षणाद्यन्न जातम् ॥१॥ અર્થ : હે મુશલ તને નવયૌવના કમલાક્ષી સ્ત્રીના હાથનો સંગ થવા રૂપ મોટા ઉત્સાહમાં પણ પ્રફુલ્લિતપણું ન થયું (નવા અંકુર ન ફુટ્યા, ત્યારે અવશ્ય હું એમ માનું છું કે જગતમાં જેને કાઇ કહે છે, તે જ તું છો, વળી વગડામાં ઉગેલા કોઇમાં જડતા વિશેષ હોય તેમાં નવાઈ નહીં. આ પ્રકારે કાલીદાસની ઘણા ગંભીર અર્થથી ભરેલી અન્યોક્તિ સાંભળી સઘળી સભા તથા રાજા ઘણાં પ્રસન્ન થયા. //વા ભોજ રાજાના દરબારમાં નવસો નવાણુ પંડિતો રાખેલા હતા તેઓ સઘળા શાસ્ત્રમાં પારંગત હતા. રાજાએ તેમને ભારે વર્ષાસન (પગાર) બાંધી આપેલાં હતાં. તેમની સાથે એવી શરત હતી કે તમારે રોજ કામ કરવાની જરૂર નથી પરંતુ કોઈ પરદેશથી વિદ્વાન આવે તેના પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવો તથા તેની સાથે વાદ કરી સત્યથી જય મેળવવો. જો તેમનાથી તેમ નહી બને તો ખાધેલો પગાર પાછો દેવો એટલું જ નહીં પણ મરજી મુજબ શિક્ષા કરવાનો કરાર કરેલો હતો. સઘળા પંડિતોમાં મુખ્ય કાલીદાસ ગણાતો હતો. કેમ કે તેના ઉપર કાલિકા પ્રસન્ન હતી. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૧૦૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ એક સમયે એમ બન્યું કે કોઇ નગરના ચાર સદ્ગૃહસ્થોની સરખી વયની ચાર કન્યાઓ નાનપણથી કાશીમાં રહી ઘણાં શાસ્ત્રનો અભ્યાસ કરી સર્વ વિદ્યામાં પારંગત થઇ. ચારે કન્યાઓ જુદી જુદી જ્ઞાતિની હતી પણ તેમનું રૂપ, વય અને વિદ્યા સમાન હતાં. જ્યારે તેઓ યૌવન અવસ્થામાં આવી ત્યારે એવો વિચાર કર્યો કે આપણે મૂર્ખ પુરુષને તો પરણવું જ નહી કેમ કે તેમ કરવાથી આપણો અવતા૨ રદ થશે. એમ ધારી વિદ્વાનની પરીક્ષા કરવી તથા દેશાટન કરી પ્રસિદ્ધ રાજાઓની સભામાં રહેલા પંડિતોનો મદ ઉતારવાનું પણ' (પ્રતિજ્ઞા) લઇ નીકળી. તેઓ દેશ દેશના પંડિતોનો પરાજય કરતી સુવર્ણ મહોરોનું ગાડુ ભરી, એક દિવસ અપરાહ્ન (પાછલે પહોરે) સમયે ભોજરાજાની ધારાનગરીમાં આવી પહોંચતાં તેઓએ વિચાર્યું કે ભોજરાજાની સભામાં ઘણા પ્રખ્યાત પંડિતો છે અને તે ઘણા છે માટે શાસ્ત્રાર્થથી તેઓને જીતવા કઠિન પડશે માટે એક યુક્તિ ગોઠવી રાખી ભોજના દરબારમાં પ્રવેશ કર્યો. ભોજે તેમનો સત્કાર કર્યો. તે કહેવા લાગી અમે કુંવારી કન્યાઓ છીએ. અમે ચારે એક જ્ઞાતિની નથી પણ અમે સમાન વયની છીએ અને સાથે અભ્યાસ કરેલો છે માટે એક બીજા પ્રત્યે બહેન કરતાં પણ અધિક સ્નેહ છે. અમોએ દેશ દેશના પંડિતોને જીતવાનું પણ લઇ જીતી લીધા છે. તેની નિશાનીમાં અમારી સાથે તામ્ર પત્રના લેખો અને સુવર્ણ મહોરો ગાડીમાં ભરીને લાવ્યા છીએ. અમે સાંભળ્યું છે કે ભોજરાજાના દરબારમાં મહા વિદ્વાનો છે અને તેઓ ઘણાં દિવસથી બેઠાં રાજાનાં વર્ષાસન ખાય છે તો અમારી તેઓની સાથે વાદ કરવાની ઇચ્છા છે વાદ કરતા પહેલા અમારી એટલી જ વિનંતિ છે કે અમે પ્રત્યેક કઇ જ્ઞાતિની છીએ તેની પરીક્ષા તમારા પંડિતોમાંથી જે કરે તેની સાથે અમો વાદ કરીએ; આવું તેમનું વચન સાંભળી ભોજે પોતાના નવસો નવાણું પંડિતોની સભા સત્વરે મેળવી તેનો અહેવાલ સભામાં જણાવ્યો. પંડિતો આ કન્યાઓનું અપૂર્વ રૂપ, સમાન વય, વિદ્વત્તા અને ચાલાકી જોઇ અચંબો પામ્યા. ભોજે હુકમ કર્યો કે કાલ સવાર સુધીમાં જો કોઇ વિદ્વાન તેમની જાતની પરીક્ષા નહીં કરી શકે તો તમામના ધનમાલ છીનવી લઇ દેશનિકાલ કરવામાં આવશે. રાજાએ એકાંત મહેલમાં તે કન્યાઓને ઉતારો આપ્યો. રાત્રિ પડી. સઘળા વિદ્વાનો વિચાર કરવા લાગ્યા. અરે હવે શું થશે ? એમની ચાલાકી એવી છે કે તે સઘળી એક જ જણાય છે. તેમની પરીક્ષા શી રીતે કરવી. સવારમાં રાજા શિક્ષા કર્યા સિવાય રહેશે નહીં. પંડિતો એ પ્રકારે શોકમાં પડ્યા. કન્યાઓ રાત્રિએ મહેલમાં આનંદ કરવા લાગી ને કહેવા લાગી કે સવારમાં ભોજના સઘળા વિદ્વાનો ગર્દભારોહણ સંસ્કાર નામની શિક્ષા પામશે. તે માઠી દશા આપણે સવારે જોઇશું એમાં સંદેહ નહીં. મહાન કવિ કાળીદાસ પંડિત પણ સભામાંથી સાયંકાળે પોતાના ઘર તરફ આવ્યા. પણ તેને કળ પડતી નથી. સમાન રૂપ અને વયવાળી તે કન્યાઓની જાતિ શી રીતે ખોળી કાઢવી. આવા વિચારમાં તેને કશુંક જણાઇ આવ્યું અને રાત્રિએ કાલિકાનું સ્તવન કર્યું. જેથી અપૂર્વ આકાશવાણી થઇ કે તું ડરીશ નહીં. તેમની પ્રાતઃકાળે પરીક્ષા થશે. એવું વચન સાંભળી કાલીદાસને ધી૨જ (૧) જીતે તો પોતાની બરોબર સોનાની મહોરો લેવી તેવું પણ હતું. 9000 ૧૦૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #117 -------------------------------------------------------------------------- ________________ આવી. એકદમ રાત્રિએ તે કન્યાઓના ઉતારામાં છાનોમાનો એકાંત જગ્યામાં ઘુસી બેઠો. બધી રાત જતી રહી તો પણ તે ચારે થાકેલી માટે ઉંઘી ગઈ તેથી કંઈપણ વાતચીત તેમને થઈ નહીં. છેવટે સુર્યોદય સમય થયો. કાલીદાસે વિચાર્યું કે આજે નક્કી લાજ જવાની. છેવટે તે ઘણો ગભરાયો. એટલામાં એક કન્યા ઉઠી ગવાક્ષમાં જોઇ નીચેનું પદ બોલી – अभूत्प्राची पिङ्गा रसपतिरिव प्राप्य कनकं અર્થ : સૂર્યોદય થવાથી પૂર્વદિશા પીળી થઈ. જેમ સોનાના મેળાપથી પારો પીળો થાય છે તેમ, આવું પદ સાંભળી નીચે સાંભળવાને બેસી રહેલા કાળીદાસે નક્કી કર્યું કે એ સોનારણ છે. શ્લોકનું પહેલું ચરણ બીજીને કાને પડવાથી તે ઉઠી અને બીજું ચરણ બોલી. गतच्छायश्चन्द्रो बुधजन इव ग्राम्यसदसि ચન્દ્રની કાન્તિ ઝાંખી થઈ, જેમ પંડિત પુરુષ મૂર્ખની સભામાં જઈને ગ્લાનિ પામે તેમ. બીજુ પદ સાંભળી કાલીદાસે જાણ્યું કે તે બ્રાહ્મણની પુત્રી છે. ત્રીજી કન્યા ઉઠીને ત્રીજું ચરણ બોલી - क्षणाक्षीणास्तारा नृपतय इवानुद्यमपरा જોત જોતામાં આકાશમાં તારાઓ અસ્ત થયા જેમ નિરુદ્યમી રાજાઓ ક્ષય પામે તેમ. આ વચન સાંભળી કાલીદાસે નક્કી કર્યું કે તે ક્ષત્રિયની પુત્રી છે. ચોથી ઉઠીને ચોથું પદ બોલી - न राजन्ते दीपा द्रविणरहितानामिव गृहाः ॥१॥ દીવા શોભતા નથી જેમ દ્રવ્ય રહિતનાં ઘર ન શોભે તેમ. કાલીદાસે જાણ્યું, તે વાણિયાની પુત્રી છે. આ શ્લોક ગ્રહણ કરી કાલીદાસ છાનોમાનો પોતાને ઘેર આવ્યો. કન્યાઓ પોતાનો નિત્ય વિધિ કરી દરબારમાં ગઈ. રાજાએ સઘળા પંડિતોને બોલાવ્યા. તેમનાં મોઢાં ઉતરી ગયાં હતાં. ચહેરા ઉપરથી કન્યાએ જાણ્યું કે બધા લાચાર થયા છે તેવામાં કાલીદાસ સભામાં આવ્યા. રાજાએ પંડિતોને પૂછ્યું કહો આ કન્યાઓની શી જાત છે. પ્રશ્ન સાંભળી કાલીદાસે ઉપલો શ્લોક સભાને બોલી બતાવ્યો અને દરેકની જાત ઉપર પ્રમાણે કહી બતાવી. સઘળી સભા પ્રસન્ન થઈ અને ચારે કન્યાઓ કાલીદાસને મનથી વરી ચુકી. ચારતં તુ તુનાપિ એ ન્યાયથી કાળીદાસે તેમને અંગીકાર કરી, અને દેશાંતરથી આણેલું ધન કાળીદાસને આપ્યું. પછી તેમાંથી એક બ્રાહ્મણની કન્યા કાલીદાસનો સંગ કરવાની ઈચ્છા બંધ કરી રીસાઈ બેઠી હતી. તેને મનાવતાં ઘણો શ્રમ થયો ત્યારે એ સ્ત્રીના મુખથી એવા અક્ષરો નીકળ્યા કે જ્યારે ગ્રહયોગ અનુકુલ આવશે ત્યારે એ વાત પણ બનશે. આ વાત સાંભળી કાલીદાસ એક શ્લોક બોલ્યા. वक्त्रेन्दुः कबरीभरस्तव तमः सीमन्त सूर्योगुरू वक्षोजावधरः स चावनिजनिः केतुर्भुवौ सुन्दरि ભોજ તથ ભીમરાજાનો પ્રબન્ધ ૧૦૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ वाक्यं काव्यमयं शनैश्चरगर्तिमध्यस्तु सौम्योऽपरः सा त्वं चेत्कुरुसे कृपां मयि तदा सर्वेऽनुकूला ग्रहाः ॥१ ॥ અર્થ : હે સુંદરી તારા મુખ રૂપ ચંદ્રગ્રહ છે ને કાલો કેશપાશ, એ તો રાહુ નામે ગ્રહ છે સેંથો પાડી વાળેલા ચોટલામાં વચ્ચે કરેલું હિંગલોકનું ટપકું એ સૂર્ય નામે ગ્રહને ઠેકાણે છે. છાતીમાં ઉભરતા મોટા સ્તન, એ તો ગુરુ નામે ગ્રહ છે તથા લાલ હોઠ તો મંગલ નામે ગ્રહ છે ને તારી ભ્રકુટી કેતુ નામે ગ્રહ છે. કાવ્ય એટલે શુક્ર નામે ગ્રહ તો તારા વાક્યમાં જ રહ્યો છે. શનૈશ્ચર નામે ગ્રહ તારી ચાલમાં સહજ સ્વભાવે રહ્યો છે. તારે મધ્ય ભાગ એટલે કેડ અતિશય સૌમ્ય (સુંદર) છે. બીજો અર્થ સૌમ્ય એટલે સોમનો (ચંદ્રનો) પુત્ર બુધ નામે ગ્રહ છે. આ પ્રકારે સર્વે ગ્રહ તારા શરીરમાં નિવાસ કરી રહ્યા છે માટે જો તું મારે અનુકુળ થાય તો મારા સર્વે ગ્રહ સુધરી ગયાં અને જો તું પ્રતિકૂળ થઇ તો મારા સર્વે ગ્રહ વાંકા થયા. એટલે આકાશમાં ટમટમતા ગ્રહનું મારે કાંઇ પણ પ્રયોજન નથી ફક્ત તારી કૃપા થવી જોઇએ. આ વચન સાંભળી અતિ પ્રસન્ન થયેલી તે સ્ત્રીએ પોતાની મેળે જ કાલીદાસને આલિંગન કર્યું. વળી એ જ પલંગમાં નાના પ્રકારની યાત્રા ક૨વા વિષે રૂચિવાળી વાણિયાની કન્યાએ પોતાના શરીરને સ્પર્શ કરવા ઇચ્છતા કાલીદાસને કહ્યું કે તમો એક મોટી તીર્થ યાત્રા કરી આવી પવિત્ર થયા પછી મને હાથ અડાડો. ત્યારે તેનું મનોરંજન કરવા એક શ્લોક બોલ્યા. જે . मध्यं विष्णुपदं कुचौ शिवपदं वक्त्रं विधातुः पदं, धम्मिलः सुमनः पदं प्रविलसत्काञ्चो नितम्बस्थली । वाणी चेन्मधुराधरोऽरूणधरः श्रीरङ्गभूमिवपुः જિતે સ્ત્રિ ! થયામિ મુખ્યવૃતિ ત્યું નિર: સેવ્યસે રા અર્થ : હે સ્ત્રી તારી અતિશય પાતળી કેડ છે, તેની ઉપમા દેવા ઝીણામાં ઝીણી વસ્તુની તપાસ કરતાં વિષ્ણુપદ (આકાશ) આવે છે, તે સંબંધી તીર્થયાત્રાઓ તો તારા કટી ભાગમાં નિવાસ કરી રહી છે. શિવ સંબંધી જેટલી તીર્થયાત્રાઓ છે, તે શિવના સ્થાનમાં જ કહેવી સંભવે છે. માટે તે શિવના સ્થાનરૂપ કૈલાસપર્વતનાં ઉંચા બે શિખરની ઉપમા તારા સ્તનને અપાય છે. તેથી શિવજીની સઘળી તીર્થયાત્રાઓનો સમાવેશ તારા હૃદય ઉપર કહેવો એ અશક્ય નથી. તથા બ્રહ્મા સંબંધી સઘળી તીર્થયાત્રાઓ તેના સ્થાન રૂપ કમલમાં છે, એમ કહેવું અઘટિત નથી. માટે તારા મુખ કમલમાં બ્રહ્મતીર્થનો સમાવેશ સહેજે થાય છે. વળી તેત્રીશ કાટી દેવતાનો નિવાસ તારા કેશપાશમાં છે. કેમ કે ચોટલામાં ગુંથેલા પુષ્પના સમૂહથી જાણે સત્પુરુષોએ ભક્તિભાવથી પૂજન કરી પુષ્પોથી ગરકાવ કરેલા દેવના સમૂહ જેવો તે કેશપાશ દેખાય છે, માટે તે સુમનસ્ (પુષ્પ તથા સત્પુરુષો)નું સ્થાન છે એમ કહેવું યોગ્ય છે. વળી નિતંબભાગ ઉ૫૨ ૨હેલી સુંદર કટીમેખલા એ જ શિવકાંચી, વિષ્ણુકાંચી નામની બે પુરીઓ મોક્ષ આપનારી તીર્થયાત્રા છે. તે પુરાણમાં કહ્યું છે કે GK ૧૦૪ きゅ Sit પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #119 -------------------------------------------------------------------------- ________________ अयोध्या मथुरा माया काशी काञ्चो ह्यवन्तिका ॥ पुरी द्वारावती चैव सप्तैता मोक्षदायकाः ॥१॥ એટલે તારા નિતંબ ભાગ ઉપર કાંચી તો અથડાયા કરે છે વળી તારી મધુર વાણી એ જ મથુરા નગરીની તીર્થ યાત્રા છે. ને અધરોષ્ઠ એટલે નીચેનો હોઠ ઘણો લાલ છે એ જ અરૂણધર (લાલાશને ધારણ કરતો તથા અરૂણહદ નામે મોટું તીર્થ) છે તથા શ્રીરંગક્ષેત્ર નામે તીર્થ ભૂમિ તો તારું સઘળું શરીર છે, એટલે તે જ શોભાયમાન રંગભૂમિ છે. માટે તારા પુણ્ય ચરિત્રનું કેટલું વર્ણન કરું. સમગ્ર તીર્થો તારા શરીરમાં રહ્યા છે. દેવો તારી સેવા કરે છે એટલે હવે મારે બીજી કઈ તીર્થયાત્રા કરવાની બાકી છે કે તને મૂકી તીર્થયાત્રા કરવા ભટકું. હા આ પ્રકારે કાલીદાસના અતિ પ્રેમ ગર્ભિત વચન સાંભળવાથી તે સ્ત્રીએ પોતાની મેળે આલિંગન કર્યું. વળી ત્રીજી સોનીની કન્યા તરફ કાલીદાસ આગળ વધ્યો ત્યારે તે પણ રીસાઈ ગઈ. તેને ઘણી ખુશીમાં લાવવા કાલીદાસ કવિએ એક શ્લોક કહ્યો : कान्ते शेमालिवल्ली तव तु समुदितां नाभिनिम्नालवाला चित्रं वक्षोजहैमाचलयुगल-फलापीक्ष्यते पुष्पशून्या ॥ किं वान्तर्भूम्यमुष्याः पनसवदुदितं मूलदेशस्ति पुष्पं तद्दष्टुं मेऽतिवाञ्छेत्यभिवदति कवौ सा नतास्याहसच्च ॥३॥ હે સુંદરી તારા નાભિ રૂપ ગંભીર ક્યારામાંથી ઉગેલી મનોહર ઝીણાં રૂવાડાની પંક્તિ રૂપી વેલ હૃદય પર્યત વૃદ્ધ પામી. થોડા કાળમાં તે વેલને મોટાં મોટાં બે ફળ (સ્તન રૂપી ફલ) બેઠા, જે ફલને હિમાચલ પર્વતના શિખરની ઉપમા અપાય છે પરંતુ એવી સુંદર ચમત્કારી વેલનું પુષ્પ પણ જરૂર હોવું જોઈએ, જે જણાતું નથી એ મોટું આશ્ચર્ય છે. માટે ફનસના વૃક્ષની જેમ તે વેલનું પ્રફુલ્લ થયેલું ફુલ, મુળ ભૂમિમાં જ હશે. તે જોવાની મારી વાંછા છે. આ પ્રકારે અત્યધિક શૃંગારરસ સહિત પ્રેમરસથી ભરેલાં વચન સાંભળી તેણી લજ્જાથી નીચું મુખ કરી હસી પડી. ||all હવે, રાજકન્યાનો ઉપભોગ કરતાં પહેલાં કાલીદાસ કવિએ એક જ શ્લોકમાં તેનું મન ચોરી લીધું. એ શ્લોક : पद्मेन्दीवरकुन्दचम्पकजपाजातिषु जातस्पृहं क्रीडाकञ्चनशैलतुङ्गशिखरारोहावरोहालसम् । मार्गे प्रस्खलितं तथापि विषमे मग्नं सरोमण्डले दुःखादुधृत्याङ्गनेऽत्र कदलीमूले मनो मूर्छितम् ॥४॥ અર્થ : હે મારી પ્રાણપ્રિયે આજે મારી એક મોટી વસ્તુ ચોરાઈ ગઈ છે એમ કહી, કાવ્ય સાંભળવામાં સાવધાન કરી કાલીદાસ કહે છે. (૧) મથુરા મધુરા એ બે સરખા અર્થોના શબ્દો વ્યાકરણમાં થાય છે. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૧૦૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ એક મારી જીવ જેવી અતિશય વ્હાલી ચંચળ વસ્તુ (મન રૂપી) આ દેખાતા મોટા વનમાં (તારા શરીર રૂપી મોટા અરણ્યમાં) ખોવાઇ ગઇ છે. તેની તપાસ કરતાં એટલી શોધ મલી છે કે આ ખીલેલા બાગમાં (તારા મુખ રૂપી બાગમાં) એ વસ્તુ (મનરૂપી વસ્તુ) ઘણો લોભ પામી ઘણીવાર અથડાઇ પ્રથમ તો તેણે કમલમાં (તારા મુખમાં) પ્રવેશ કર્યો. ત્યાર પછી કાલા કમલમાં (તારા નેત્રરૂપી કાલા કમલમાં) પ્રવેશ કર્યો. ત્યાર પછી મોગરાની કળીઓમાં (તારા દાંત રૂપી મોગરાની કલીઓમાં) પ્રવેશ કર્યો. પછી (તારી નાસિકા રૂપી) ચંપાની કલીમાં પ્રવેશ કર્યો. પછી જપા પુષ્પ (જાસુડીનું ફુલ) માં (તારા લાલ હોઠમાં) પ્રવેશ કર્યો. પછી જાઇના ફુલમાં (તારી હાસ્ય કાન્તિમાં) પ્રવેશ કર્યો. આ પ્રકારે બગીચામાં ફરી ત્યાંથી તે નાઠુ અને વનમાં રહેલા ક્રીડા પર્વતનાં ઉંચાં બે સોનાના શિખર (તારા સ્તન રૂપી શિખર) હતાં તે ઉપર ઘણી ચડ ઉતર કરી તેથી થાકી ગયું પછી હળવે હળવે નીચે ઉતરતાં નીચે ઊંચે વિષમ મારગમાં (તારી ત્રિવલી ભાગમાં) તેણે (મનરૂપી વસ્તુએ) ઘણી ઠેસો ખાધી. પછી ત્યાંથી નીચે ઉતરી જુવે છે તો એક સુંદર ઊંડો કુંડ (તારુ નાભિમંડલ) દેખી તેમાં નાહવા પેઠું, ત્યાં બુડી ગયું પણ બલાત્કારે નીકળી આગળ ચાલ્યું. ત્યાં આવેલાં કદલી સ્તંભોના વચમાં થઇ ચાલતાં જ તેના મૂળમાં (તારી સાથલના મૂલ ભાગમાં) ચકર ભમર ખાઇ એવું પડ્યું કે અદ્યાપિ નીકલી શકતું જ નથી ? ॥૪॥ આ પ્રકારના શૃંગારરસ ગર્ભિત ખૂબ ઉત્તેજક વચન સાંભળી રાજકન્યા તો પોતાના શરીરની પણ શુધ બુધ વિસરી કાલીદાસમાં જ લયલીન થઇ ગઇ. આ પ્રકારે ચાલતાં કામ પ્રસંગમાં પ્રથમ પરણેલી અને પતિના પ્રેમથી ગર્વ પામેલી સ્ત્રીએ વિચાર કર્યો કે આ મારો પતિ, સ્ત્રીઓના વિષયમાં ખૂબ આસક્ત થઇ છેક હદપાર ગયો છે ? એમ ધારી ક્રોધ કરી ઓચિંતી સપાટાબંધ આવી કાલીદાસની છાતીમાં ઘણા જોરથી એવી લાત મારી કે તે પૃથ્વી ઉપર ઢળી પડ્યા. તે વખતે પડ્યા પડ્યા સ્ત્રીના સામુ જોઇ એક શ્લોક બોલ્યા : दासे कृतागसि भवत्युचितः प्रभूणां पादप्रहार इति सुन्दरि ! नास्मि दूये । ઘોર-પુનાહિત-ટા” र्यत्खिद्यते तव पदं मनसि व्यथा मे ॥१॥ અર્થ : હે સુંદરી દાસ અપરાધ કરે ત્યારે ઘરધણી લાત મારી કાઢી મૂકે એ વાત ઘટિત છે. એટલે ગૃહેશ્વરી (ઘરધણી) તું છે કેમકે તારી સેવા કરવામાં અમારે સાવધાન રહેવું પડે. એમ છતાં સેવામાં ચુક પડી માટે તમોએ લાત મારી એ વાતનું મારા મનમાં લગાર પણ દુ:ખ નથી પરંતુ તારા ચરણ કમલના સ્પર્શથી પ્રફુલ્લિત થયેલા ને ઘણા બર્ઝટ એવા મારી છાતીના વાળ રૂપ કાંટાની અણી તારા અતિશય કોમલ ચરણમાં વાગી હશે તે પીડા સંભારી મારા મનમાં ઘણો ખેદ થાય છે. ।।૧।। એમ કહી તેને પ્રસન્ન કરી. **** ૧૦૬ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #121 -------------------------------------------------------------------------- ________________ એક દિવસે ભોજરાજાએ કોઇ જગ્યાથી સાંભળેલા શ્ર્લોકનાં બે પદ કહ્યાં. એટલે પહેલું પદ ને ચોથું તેને સભામાં સમસ્યા રૂપે પુછ્યાં. સમસ્યા કાલીદાસે પુરી કરી. એટલે બીજુ પદ ને ત્રીજુ નવું કરી શ્લોક સંપૂર્ણ કરી કહી દેખાડ્યો : अणोरणीयान्महतो महीया मध्यो नितम्बश्च तव प्रियायाः । तदङ्गसङ्गारुणितं मदङ्गे यज्ञोपवितं परमं पवित्रम् ॥१॥ અર્થ : તમારી સ્ત્રીનો મધ્ય ભાગ (કટી ભાગ) ઝીણામાં ઝીણો છે એટલે ઘણો પાતળો છે ને નિતંબ ભાગ મોટામાં મોટો છે એટલે ઘણો સ્થૂલ છે. તેના અંગ સંગથી લાલ રંગાયેલું પરમ પવિત્ર જનોઇ મારા અંગ ઉપર છે. ॥૧॥ આ સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો પરંતુ રાજાના અંતરમાં કાલીદાસ વિષે કંઇક વહેમ આવ્યો કે મારી લીલાદેવી નામે સ્ત્રીમાં આસક્ત તો નહીં થયો હોય ? એમ રાજા મનમાં વિચારે છે તેવામાં કેટલાક કાલીદાસ ઉપર ઇર્ષ્યા કરનારા પંડિતોએ એ વહેમને પુષ્ટ કર્યો તો પણ કાલીદાસને અને મારી લીલાદેવીને પરસ્પર ગુપ્તપણે સ્નેહ છે કે નહીં. આ વાતની મારી મેળે યુક્તિથી પરીક્ષા કરવી એવો નિશ્ચય કર્યો. પછી એક દિવસ રાજા કપટથી માંદા જેવો થયો. ઔષધની ચરી પાળવા છોડાં વાળી મગની દાળ તથા ભાત વિગેરે જમે છે ને લીલાદેવી પીરસે છે, કાલીદાસ વિગેરે કેટલીક પોતાની ૫૨મસ્નેહી મંડલી બેઠી છે, એવો યોગ બનાવી કાલીદાસ સામું જોઇ ભોજ રાજા અડધો શ્લોક બોલ્યો. मुद्गदाली गदव्याली कवीन्द्र ! वितुषा कथम् ॥ અર્થ : હે કવીંદ્ર રોગના નાશ કરનારી મગની દાળ, છોડા વિનાની કેમ થઇ છે ! કાલીદાસ બોલ્યા. भक्तवल्लभसंयोगो जाता विगतकञ्चुकी ॥१॥ અર્થ : ભક્ત એટલે ભાત રૂપી પોતાના પ્રિયતમ સ્વામીનો સંયોગ થવાથી મગની દાળે છોડાં રૂપી કાંચલીનો ત્યાગ કર્યો. એટલે જેમ કોઇ સ્ત્રી, પોતાનો ભક્ત એટલે પ્રીતિપૂર્વક સંગ કરનાર સ્વામીનો સંયોગ થવાથી વસ્ત્ર વેગળા કરે, તેમ મગની દાળે પણ કર્યા છે. આ ભાવાર્થ સમજી પીરસવા આવેલી લીલાદેવીને હસવું આવ્યું. તે જોઇ રાજાના મનમાં નક્કી થયું કે જરૂર આ સ્ત્રી કાલીદાસ સાથે લપટાઇ છે, એમ ધારી એ સ્ત્રીને તથા કાલીદાસને શિક્ષા કરવી એવો વિચાર કર્યો પણ તે ઘણો વિદ્વાન હોવાથી પશ્ચાત્તાપ થાય એવું સાહસ ન કરવું, એમ ધારી તેની ખરી ખાત્રી ફરીથી કરવી જોઇએ એમ વિચારી, એક દિવસ કાલીદાસને સંગાથે લઇ મૃગયા કરવા ગયો. ત્યાં મૃગયાના ઉમંગમાં ભોજનની વેળા વીતી જવાથી ઘણી ગ્લાનિ પામી કાલીદાસને કહ્યું કે હમેશા મારે લીલાવતીનું મુખ જોયા વિના ભોજન ન કરવું એવો નિયમ છે. આજે તો લીલાવતીનું મુખ જોયા વિના પ્રાતઃકાળથી જ આવ્યા છીએ અને અત્રે ઘણી વેળા થઇ. હવે ભૂખ લાગી છે માટે કેમ કરવું. ત્યારે કાલીદાસ બોલ્યા કે હું લીલાવતીનું ચિત્રામણ કરી આપું છું તેનું દર્શન કરી NA ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ * ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ ભોજન કરો. આ વાત રાજાએ કબુલ કરી. તે જ વખતે કાલીદાસે કાલિકા દેવીનું સ્મરણ કર્યું. દેવી આવીને કલમ ઉપર બેઠી. એટલે જેવું લીલાવતીનું સ્વરૂપ હતું તેવું આબેહુબ ચિત્રામણ બનાવી રાજાને દેખાડે છે એટલામાં કલમમાંથી એક બિંદુ લીલાવતીની છબીની સાથળ ઉપર પડ્યું. રાજા અદ્ભુત ચિત્ર જોઇ ઘણો પ્રસન્ન થયો, પણ વિચાર કરતાં એમ જણાયું કે લીલાવતીની સાથળે કાળુ ચાઠું છે તેની આ કાલીદાસને ક્યાંથી ખબર પડે ! આ જોતાં એમ નિશ્ચય થાય છે કે ગુપ્તપણે લીલાવતીનો એને સંયોગ છે. આ પ્રકારે મનમાં ધારી નગ૨માં જઇ એકદમ હુકમ આપી કાલીદાસનો પરિત્યાગ કર્યો. કાલીદાસ પણ દેશાંતર જવા તત્કાળ નીકળ્યા. પરંતુ વિચાર કર્યો કે એકદમ દેશાંતર જતું રહેવું તે ઠીક નહી, એમ ધારી પોતાની પાસે ફુલ ગુંથવાની ઉત્તમ કળા હતી માટે વેશાંતર કરી એ જ રાજાની ફુલહાર ગૂંથનારી માલણને ઘેર, તેની પુત્રી થઇ રહ્યો. પછી એક દિવસ રાજા મૃગયા કરવા ગયો હતો ત્યાં કોઇ નાઠેલા મૃગની પછવાડે પડવાથી પોતાના સેવકો ઘણા દૂર થઇ ગયા અને રાત્રિ પડી ગઇ. તે વખત અંધારામાં એકલા ભટકતાં ભટકતાં એક મોટા વૃક્ષ નીચે આવી તેણે વિચાર કર્યો કે સઘળી રાત્રિ અત્રે નિર્ગમન કરવી. એટલામાં તે વૃક્ષ ઉપર પ્રથમથી રહેલા વાનરને દૈવ યોગે વાચા ઉત્પન્ન થઇ. તે બોલ્યો કે, તું કોણ છે. રાજા બોલ્યો કે તું કોણ છે. વાનર બોલ્યો કે આ વનનો રહેવાસી વાનર છું. રાજાએ વિચાર કર્યો કે માણસની પેઠે વાનર બોલે છે ! એ તો ઘણું આશ્ચર્ય છે. માટે આપણે આ વખતે નમ્રતા કરવી એ જ ઉત્તમ છે. એમ ધારી બોલ્યો હે ભાઈ હું તો તારે શરણે આવ્યો છું. એમ કહી પોતાનો વૃતાન્ત કહી બતાવ્યો. ત્યારે વાનરે મનમાં વિચાર કર્યો કષ્ટમાં આવી પડેલો દેશનો ધણી છે. માટે એની રક્ષા કરવી જ જોઇએ. તે બોલ્યો આ વનનો અધિપતિ એક મોટો સિંહ છે. તે દરરોજ રાત્રિએ અત્રે આવે છે ને નિદ્રાવશ થયેલા એક જીવને મારે છે માટે તમો પણ આ ઝાડ ઉપ૨ આવો ને, આપણે બે વારાફરતી જાગીશું. આ પ્રકારે વાનરના કહેવાથી રાજા વૃક્ષ ઉપર ચડી સુખે બેઠો. વાનર બોલ્યો કે અડધી રાત તમો જાગો ને એડધી રાત હું જાગું. તેમાં તમો આખા દિવસના ઘણા થાકેલા છો માટે પ્રથમ તમો સૂઇ રહો ને મધ્યરાત્રિ પછી જાગજો. આ વાત કબુલ કરી, રાજા સુખેથી સૂતો. રાજાની તલવાર લઇ સાવધાનપણે વાનર ચોકી કરે છે એવામાં રાત્રિ દોઢ પહોર થઇ છે, તે વખતે વનના રહેવાસી સિંહે આવી વાનરને પૂછ્યું કે, આ તારે ઘેર કોણ આવ્યું છે ? વાનર બોલ્યો કે આ તો મારે શરણ આવેલો માણસ છે. સિંહ બોલ્યો કે, એને ઝાડ ઉપરથી ધક્કો મારી નીચે પાડી નાખ એટલે હું ભક્ષણ કરું. નહિ તો તારું ભક્ષણ કરીશ. વાનર બોલ્યો કે મારું ભક્ષણ કરવું હોય તો સુખેથી કર, પરંતુ હું કદાપિ વિશ્વાસઘાત કરનાર નથી. પછી સિંહે ઘણું ઘણું સમજાવ્યો પણ છેવટ વિશ્વાસઘાત ન કરતાં રાજાને જાગવાની રાહ જોઇને સિંહ પાછો વનમાં ફરવા ગયો. પછી મધ્ય રાત્રિ થઇ ગઇ ત્યારે રાજાને જગાડી પોતાની ચોકીમાં બેસાડી સિંહની સઘળી વાત કહી સંભળાવી. વાનર સુઇ ગયો ને રાજા ચોકી કરે છે એવામાં પેલો સિંહ પાછો ફરતો ફરતો તે જ વૃક્ષ તળે આવી ચોકી કરતા રાજાને કહ્યું કે આ વાનરને ધક્કો મારી નીચે પાડો કે તેનું હું ભક્ષણ કરું. નહીં તો * પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૦૮ xx Page #123 -------------------------------------------------------------------------- ________________ જરૂર તમારું ભક્ષણ કરીશ. રાજા બોલ્યો કે મારો વિશ્વાસ કરી સૂતેલાને મારાથી કેમ મારી નંખાવાય? માટે મારું ભક્ષણ કરવું હોય તો સુખેથી કર પણ હું વિશ્વાસઘાત નહીં કરું. ત્યારે સિંહ ખડ ખડ હસીને બોલ્યો કે હું તો તને અત્યાર સુધી ડાહ્યો માણસ જાણતો હતો પરંતુ તું તો તદ્દન મૂખ જણાય છે. કેમકે તું માણસ જાત છે અને આ વાનર જાત છે. માટે વિજાતિમાં વિશ્વાસ, સ્નેહ તથા મિત્રતા, કાંઇપણ કરવું યોગ્ય નથી. આ વાનર ઘણો જબરો છે તે તને જીવતો ઘેર જવા દેવાનો જ નથી. એમ જાણ કે એ જાગશે એટલે તને ફાડી ખાશે. માટે વેળાસર ચેતી લે તો સારું તું જીવીશ તો તેથી સર્વે સારાં વાના થશે. ઈત્યાદિ સિંહની યુક્તિથી રાજાનું મન ભમ્યું. છેવટે રાજાએ ઝાડ ઉપરથી ધક્કો મારી વાનરને પાડી નાંખ્યો. સિંહે તેનું ભક્ષણ કરી લીધું. તે વખતે વાનર મરતાં મરતાં આટલા અક્ષર બોલ્યો : (વિસમર): રાજા આ અક્ષરોનો વિચાર કરતો કરતો પ્રાતઃકાળે પોતાના નગરમાં આવ્યો પણ મનમાં ચેન પડતું નથી. ઝટપટ પોતાનો નિત્ય વિધિ કરી તમામ પંડિતોની મોટી સભા મેળવી વાનરના કહેલા ચાર અક્ષરનો અર્થ પૂછ્યો. સર્વે પંડિતો એકબીજાના મોઢા જોતાં ગભરાટમાં પડ્યા પણ કોઈ એ વાતનું સમાધાન આપી શક્યાં નહિ. છેવટે સર્વે પંડિતોને રવાના કર્યા. તેઓ પણ જીવ બચાવતાં ભાગ્યાં. રાજા પણ ઘણો ઉદાસ થઈ વારંવાર કાઢી મૂકેલા કાલીદાસ પંડિતને સંભારે છે ને કહે છે કે જો કાલીદાસ હોય તો જરૂર આ અક્ષરોનો અર્થ કરે. પણ ક્યાંથી લાવીએ ? કોઈ દેશ દેશાંતરમાં પણ એનો પત્તો લાગતો નથી. આ પ્રકારની રાજદ્વારમાં થતી વાતો પેલી માળણ સાંભળી લાવી પોતાના ઘરમાં રહેલી પેલી કાલીદાસ રૂપી પુત્રીને કહે છે. એટલામાં પંડિતોની સ્ત્રીઓનો તથા તેનાં છોકરાનો થતો ઘણો કકળાટ સાંભળી કાલીદાસને દયા ઉત્પન્ન થઈ. પછી તેણે પેલી માલણને કહ્યું કે જા તું રાજાને કહે. મારા ઘરમાં નવી રાખેલી ભણેલી ગણેલી ઘણી ડાહી પુત્રી છે. તે તમારા અક્ષરોનો અર્થ કરી આપશે પણ તે મોટી પતિવ્રતા છે તેથી તમને મુખ નહીં દેખાડે. પડદામાં રહી જવાબ આપશે. આટલી વાત રાજાને કાને નાખો. આ પ્રકારનું વચન સાંભળી માલણ ક્રોધ કરી બોલી કે બસ બેસ રાંડ ચાવલી” તારા જેવા ભણેલા શું પંડિતો નહીં હોય? તે તું અર્થ કરીશ. ઇત્યાદિ બોલી પરંતુ છેવટે તેના આગ્રહથી માલણે રાજા આગળ વાત કરી રાજાએ ઘણી ખુશીથી એ વાત સ્વીકારી. પડદામાં પેલી માલણની છોકરીને બેસાડી બારણે પોતાના મિત્રો સહિત રાજા સાંભળવા બેઠો. લોકમાં પ્રસિદ્ધ થયેલા પેલા ચાર અક્ષરો ફરીથી રાજાએ કહી સંભળાવ્યા ત્યારે પડદામાંથી પેલી પુત્રી શ્લોક બોલી : विश्वासघाती वन्यस्य सेतुबन्धादिसेवनैः । महादानैर्न शुध्येत राजा विप्रावमानकृत् ॥१॥ અર્થ : વનના રહેનારને (વાનરને) વિશ્વાસ દઇ મારી નંખાવનાર રાજા સેતુબંધાદિ તીર્થ યાત્રાઓ કરવાથી તથા મહા મોટાં દાન આપવાથી શુદ્ધ થતો નથી કેમકે બ્રાહ્મણનો અપમાન કરનારો પણ છે. ||૧|| (૧) વિ, સ, મ, ૨ એ દરેક પદનો સમસ્યાક્ષર છે. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે પોતાના મનના અભિપ્રાય પ્રમાણે સમાધાન આપનાર વચન સાંભળી ઘણો ચમત્કાર પામી બોલ્યો કે નિચે આ જ કાલીદાસ છે. તે વિના બીજો કોઈ ઉત્તર આપવા સમર્થ નથી એમ કહી માલણ તો બુમો પાડતી રહી અને રાજાએ તે પળદો પોતાને હાથે જ ઊંચો કરી જોયું તો સ્ત્રીનો વેષ લઈ બેઠેલા કાલીદાસને ઓળખી સાષ્ટાંગ દંડવત્ કરી હાથ જોડી ક્ષમા માગી બોલ્યો કે આ મારા અનુભવ પ્રમાણે બનેલી સઘળી વાત તમે ક્યાંથી જાણી ? કાલીદાસ બોલ્યા કે જે રીતે લીલાવતીની સાથળનું કાળુ ચાઠું જાણ્યું તેમ આ વાત પણ જાણી. આ જવાબથી રાજાનો વહેમ મટી ગયો અને પ્રથમ કરતાં પણ અધિક સ્નેહ થયો. એક વખત શરીરે અતિશય સુંદર દેખાતા પણ બુદ્ધિના ઠોઠ, ચાર સરખી અવસ્થાના બ્રાહ્મણોએ ઘણા કાળ સુધી કાશીમાં રહી વિદ્યાનો અભ્યાસ કર્યો પણ કાંઈ શીખ્યા નહિ. પોતાના ઘેરથી યૌવન અવસ્થામાં આવેલી સ્ત્રીના હાથના લખેલા પત્ર આવવાથી ભણવાનું રહેવા દઈ ઘેર આવતા હતા. માર્ગમાં આવતાં ભોજ રાજાની ઘણી કીર્તિ સાંભળી વિચાર કર્યો કે ખાલી હાથે ઘેર જઈશું તે કરતાં ઉજ્જયિની થઈ ભોજરાજાનાં દર્શન કરીને ઘેર જવું તે ઠીક છે. તેઓ ધારાનગરીમાં આવ્યા. ત્યાં કોઈ સામાન્ય પંડિત મળ્યો. તેને પૂછ્યું કે દેશાંતરથી નવા પંડિત આવે તેને રાજા પાસે જવું હોય તો શી રીતે જવાય છે? તેણે તેમની રૂપ આકૃતિ જોઈ વિચાર કર્યો કે આ કોઈ દેશાંતરથી આવેલા અજાણ્યા પંડિતો છે. સવાપહોર દિવસ ચડે ત્યારે હંમેશા મોટી સભા ભરાય છે. ત્યારે હાથમાં નાળિયેર લઈ જેવો પોતાને આવડતો હોય તેવો આશીર્વાદ આપી તે ફૂલ રાજાને અર્પણ કરી બેસવું પછી જેનું જેવું અદષ્ટ હોય તેને તેવું મળે છે. ભોજરાજની સભામાંથી કોઈ પંડિત ખાલી હાથે જતો નથી. તમોએ કયા શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. એમ સર્વે સામુ જોઇ તેણે પૂછ્યું ત્યારે તેમાંનો એક પુરુષ બોલ્યો કે (અશ્વિની), બીજો (પુનર્વસુ), ત્રીજો (કૃત્તિકા), ચોથો (રોહિણી) એ ચારેના મુખથી અપૂર્વ શાસ્ત્રનાં નામ સાંભળી ચમત્કાર પામી મનમાં વિચાર કર્યો કે અનેક શાસ્ત્ર છે, તેમાંનાં આ પણ કોઈ શાસ્ત્ર હશે એમ ધારી તેણે નગરમાં અંદર-અંદર વાત ચર્ચાવી કે દેશાંતરથી કોઇ મહાન ચાર પંડિતો આવેલા છે તે કાલે સભામાં દાખલ થશે. આ વાત સાંભળવાથી સર્વે પંડિતોને આખી રાત અજંપો થયો. પેલા ચાર પુરુષે પણ એક બીજા સાથે વાત કરે છે કે કાશીમાં જ્યોતિષ ભણવા ગયા તો ખરા પણ જો બાલબોધ પણ આવડ્યો હોત તો સારું. બીજો બોલ્યો કે આખા ગ્રંથની ક્યાં વાત કરે છે પાંચ પચ્ચીશ નક્ષત્રનાં નામ આવડ્યાં હોત તો પણ સારુ ઇત્યાદિ વાતોથી રાત્રિ નિર્ગમન કરી સવારમાં ભોજરાજાની સભામાં આવી એક જણે (અશ્વિની) એવું નામ દેઈ રાજાના ખોળામાં નાળિયેર મૂક્યું, એ જ રીતે બીજાએ (પુનર્વસુ, એમ કહી, ત્રીજાએ (રોહિણી) એમ કહી, ચોથાએ (કૃત્તિકા) એમ કહી નાળિયેર અર્પણ કરી સભામાં બેઠા. આ આશીર્વાદનો અર્થ ન સમજવાથી પંડિતોએ એક બીજા સામે જોયું તથા રાજાને પણ અર્થ ન સુઝવાથી કાલીદાસ પંડિત સામુ જોઇ બોલવાને અણસાર કર્યો ત્યારે કાલીદાસે મનમાં વિચાર કર્યો કે આ કોઈ મૂર્ખ બ્રાહ્મણો સભામાં ૧૧૦ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #125 -------------------------------------------------------------------------- ________________ આવ્યા છે પરંતુ એમને પણ કશું અપાવવું જોઇએ. એમ ધારી રાજાને કહ્યું કે આ પંડિતોએ આશીર્વાદ દીધો તેમાં આ અભિપ્રાય રહ્યો છે એમ કહી એક શ્લોક બોલ્યો. જે - अश्विनी भवतु भूप ! मन्दिरे मन्दिरे वसतु ते पुनर्वसु । रोहिणीपति-कनिष्ट-सेवयाकृत्तिकातनयविक्रमो भव ॥१॥ અર્થ : હે રાજન તમારા મંદિરમાં જેમ સુંદર ઘોડા ઘણા છે તેમ ઘોડીયો પણ ઘણી થાવ. વળી તમારા મંદિરમાં અખુટ દ્રવ્ય ભંડાર ભરપુર રહો. વળી રેવતીજીના પતિ શ્રી બલભદ્ર દેવના નાના ભાઈ શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવાથી સ્વામી કાર્તિકના જેવા પરાક્રમી થાવ. //લા આવા ગંભીર અભિપ્રાયવાળા એ આશીર્વાદ પદ છે. આ પ્રકારનું કહેવાથી રાજા ઘણું પ્રસન્ન થયો ને દરેકને લાખ લાખ રૂપીયા આપી વિદાય કર્યા. ભોજરાજાના દેવગૃહમાં શ્રીકૃષ્ણ, બળભદ્ર તથા સુભદ્રાજી એ ત્રણ મૂર્તિઓ રહેતી હતી. એક દિવસ સેવા કરતાં કરતાં ભોજરાજના હાથમાંથી બલભદ્રની મૂર્તિ પડી ગઇ. તેથી ઘણો ખેદ થયો. મનમાં વિચાર કરવા લાગ્યો કે અહો આ તો મોટો ઉત્પાત થયો. આમાંથી શું ફળ ઉત્પન્ન થશે? મારું રાજય જશે કે મારો દેહ પડશે ? આ પ્રકારની મોટી ચિંતામાં પડી એકદમ હુકમ આપી તમામ પંડિતોની મોટી સભા મેળવી આ પ્રશ્ન પૂછયો કે બલભદ્રજીની મૂર્તિ પડી ગઈ તેનું ધર્મશાસ્ત્ર પ્રમાણે શું પ્રાયશ્ચિત કરવા યોગ્ય છે ? આ સાંભળી સર્વે પંડિતો ધર્મશાસ્ત્રોની તપાસ કરવામાં પડ્યા. પણ કોઈ જગ્યાએથી એનું પ્રાયશ્ચિત્ત હાથમાં ન આવ્યું. ત્યારે રાજા પણ ભોજન કરવા ન ઉઠ્યો તેમ પંડિતોથી પણ ઘેર ન જવાયું તેમ રાણીઓની પણ ઉદાસીમાં કસર ન રહી. આ પ્રકારની ચિંતામાં રાજા પ્રમુખ સર્વે પડ્યા છે. એવામાં એક કાઠીયાવાડનો રહેવાસી જડથા જેવો શંકર નામનો પંડિત દોડતો દોડતો આવતો હતો. તેણે લોકના મુખથી આ વાત સાંભળી. પછી તેને તત્કાળ એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે અહો આ પ્રશ્નનો ઉત્તર આપવો કાંઇ મુશ્કેલ નથી એમ ધારી પોતાનાં નવાં ખાસડાં હતાં તેને કોઈ લઈ જશે એવી ધાસ્તીથી એક લુંગડે વીટી બગલમાં નાંખી રાજસભામાં જાય છે. એવામાં કોઇએ પૂછ્યું કે તમે ક્યું ધર્મશાસ્ત્ર લઈ સભામાં નિર્ણય આપવા જાઓ છો? તેના ઉત્તરમાં તેણે એટલો જ જવાબ દીધો કે આ નવીન કંટકમર્દન નામે શાસ્ત્ર છે. એટલે મનમાં પેસેલા કાંટા (ખોટા ખોટા વહેમ)ને નાશ કરનાર છે. એમ કહેતો કહેતો મલીન વસ્ત્રથી તથા શ્યામ સ્થૂલ ને કદરૂપી આકૃતિથી સર્વને વિસ્મય પમાડતો એકદમ સભામાં આગળ જઈ રાજાની સન્મુખ ઉભો રહી લાંબા સ્વરથી એક શ્લોક બોલ્યો : उत्पादिकं तदिह देव ! विचारणीयं नारायणो यदि पतेदथवा सुभद्रा । ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ कादम्बरीमदविघूर्णितलोचनस्य युक्तं हि लाङ्गलपतेः पतनं पृथिव्याम् ॥१॥ અર્થ : હે રાજન ! જો નારાયણની મૂર્તિ અથવા સુભદ્રાની મૂર્તિ પડી ગઇ હોય તો તેનું નામ ઉત્પાત થયો કહેવાય. તેનો વિચાર કરવો યોગ્ય છે. પરંતુ કાદંબરી નામની મહા આકરી મદિરાનું પાન કરવાથી જેનાં નેત્રકમલ લાલ ચોળ છે એવા સાક્ષાત હલ મુશળ ધારણ કરનાર બળભદ્રજી મહારાજનું પૃથ્વી ઉપર ઢળી પડવું થયું. એમાં તે શો ઉત્પાત થયો છે ? એ પડવું તો ઘટિત છે એટલે આ બધો મહાસમારંભ કેવળ ભ્રાંતિ માત્ર છે. આ પ્રકારનું તેનું વચન સાંભળી જેમ કોઇ નિદ્રામાંથી ઝબકી ઉઠે તેમ રાજા ઉત્પાતનો વેગ ટળવાથી જાગ્રત થયો ને ભૂખ્યા થયેલા સર્વે પંડિતોએ પણ એ વાતને ટેકો આપ્યો. પછી રાજાએ શંકર પંડિતને ઘણી શાબાશીની સાથે એક લાખ રૂપીયા અપાવી સભા વિસર્જન કરી. ભોજરાજની કીર્તિ દેશ દેશાંતરમાં એવી ચાલી કે, એક શ્લોક નવો કરી જે લઇ જાય છે તેને રાજા લાખ રૂપીયા આપે છે. આ સાંભળી ઘણા પંડિતો એક એક શ્લોક કરી લાવી લાખ લાખ રૂપીયા લઇ ગયા. પછી રાજાનો એક મતિસાગર નામનો પ્રધાન હતો તેણે વિચાર કર્યો કે આ પ્રકારે દ્રવ્ય આપવાથી થોડા કાળમાં જ રાજા ભીખ માંગતો થશે. માટે કશીક યુક્તિ કરવી પડશે. એમ વિચાર કરી, ધારણા શક્તિવાળા ચાર પંડિતોને શોધી કાઢી, રાજા પાસે રાખ્યા. તેમાં પ્રથમ પંડિતમાં એવો ગુણ હતો કે એક વખત કોઇ શ્લોક સાંભળે તો તેવોને તેવો જ તુરત બોલી બતાવે. એ જ રીતે બીજો પંડિત બે વખત, એમ ત્રીજો ત્રણ વખત, ચોથો ચાર વખત બોલેલો શ્લોક કહી સંભળાવે. એવા ગુણી પુરુષો રાખ્યા. પછી તે પ્રધાને રાજાને એવું સમજાવ્યું કે હે મહારાજ કોઇ પંડિત નવો શ્લોક કરી લાવતા જ નથી. એ તો જુનાને જુના શ્લોક થોડાક ફેરફાર કરી તમારી પાસે મૂકીને ધન લુંટી લે છે. તે વાત તમો સાચી ન માનતા હો તો અનુભવ કરી જુવો. આ પ્રકારની વાત કરે છે એવામાં એક પંડિત નવો શ્લોક લાવી સભામાં બોલ્યો. આ સાંભળી પેલો એક વખત સાંભળવાથી ધારણ કરી લેનાર પંડિતે તે શ્લોક બોલી દેખાડ્યો. પછી બીજા, પછી ત્રીજા, પછી ચોજા પંડિતે એ જ શ્લોક બોલી બતાવ્યો. ત્યારે પ્રધાને કહ્યું કે, જુઓ મહારાજ ! ચાર પંડિતને કંઠે છે તો એ નવો શ્લોક કેમ કહેવાય ? આ પ્રકારે એ પ્રધાને ઘણા જ પંડિતોને ધૂત્કાર કરી અપમાનથી કાઢી મૂક્યા. એમ કરતાં કેટલોક કાળ વીતી ગયો પણ કોઇથી આ શ્લોક મેં નવો કર્યો છે એમ સભામાં પ્રતિપાદન ન થઇ શક્યું. આ પ્રકારે ઘણા પંડિતોને માનભ્રષ્ટ થતા સાંભળી એક સુગંધપુરના પરદેશી પંડિતે યુક્તિબંધ શ્લોક કરી, કોઇ મોટા પર્વ દિવસે ભોજરાજની ઘણા ઠાઠથી ભરાયેલી પંડિતોની મોટી સભામાં પ્રવેશ કરી, રાજા સામું જોઇ શ્લોક બોલ્યો. देवस्त्वं भोजराज ! त्रिभुवन विजयी धार्मिकः सत्यवादी पित्रा ते मे गृहीता नवनवतियुता रत्नकोट्यो मदीयाः । ૧૧૨ *** પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #127 -------------------------------------------------------------------------- ________________ तास्त्वं मे देहि राजन् ! सकलबुधजनैर्ज्ञायते वृत्तमेत त्त्वं वा जानासि नो वा नवकृतिरथ चेल्लक्षमेकं ददस्व ॥१॥ અર્થ : હે ભોજરાજ ! તમો સાક્ષાત્ દેવ છો, ત્રણ જગતનો વિજય કરવા સમર્થ છો. મહા ધર્મનિષ્ઠ છો તથા ઘણા સત્યવાદી છો. માટે આ વાત સાંભળી તેનો ઘણો વિચાર કરવો ઘટે છે કે તમારા પિતાએ મારી પાસેથી નવ્વાણું ક્રોડ રત્ન કરજે લીધાં છે તે તમો આપો. તે વાતના તમારે સાક્ષી જોઇતા હોય તો આ ચાર પંડિતો છે. એટલે તારા બાપે મારી પાસેથી કરજે લીધાં છે એમ બોલી સાક્ષી પૂરશે. એ વાતની ખબર તમને હો અથવા ન હો પણ તે વાતના આ સાક્ષીઓ તમારી પાસે જ વિદ્યમાન છે એમ છતાં કદાચિત્ તમે એમ કહેતા હો કે આ તો નવો શ્લોક કરી આણ્યો છે તો તમારી પ્રતિજ્ઞા પ્રમાણે એક લાખ રૂપિયા આપો. આ પ્રકારનો યુક્તિબદ્ધ શ્લોક સાંભળી પંડિતો તથા રાજા ઘણાં પ્રસન્ન થયા. પેલા પ્રધાનનું મુખ ઝાંખુ થઇ ગયું. છેવટે રાજાના હુકમથી તે બ્રાહ્મણને લાખ રૂપિયા આપી વિદાય કર્યો. એક દિવસ ભોજરાજાની મોટી સભામાં ગુજરાતના કોઇ પ્રખ્યાત મહાન પંડિતે માર્ગમાં આવતાં આવતાં પોતાના અનુભવ પ્રમાણે એવો વિચાર કર્યો કે જગતમાં ત્રણ પ્રકારનાં દુ:ખ પ્રસિદ્ધ છે. જે આધ્યાત્મિક-૧, આધિભૌતિક-૨ ને આધિદૈવિક-૩. પરંતુ તેનું પ્રતિબિંબ સ્ત્રી-૧, છોકરા-૨ ને દ્રવ્ય-૩ એ ત્રણ જણાય છે. મારે તો એ ત્રણે દુ:ખ સંપૂર્ણ છે. માટે ભોજરાજને એવો આશીર્વાદ દેવો જે (ત્રિપીડાનિસનમસ્તુ) તમારા ત્રણે પ્રકારનાં દુઃખ નિરંતર નાશ પામો. આ પ્રકારના વિચારથી રાજાની સભામાં એ પંડિત પેઠો તો ખરો પણ સભાનો ભારે ભપકો જોઇ સભા ક્ષોભ લાગવાથી મનમાં, પલાયન કરી જવાનો વિચાર થયો પણ રાજાની નજર સાથે પોતાની નજર એક મળવાથી રાજા બોલ્યો કે, પધારો ! પધારો ! આ સાંભળી કોઇ દિવસ સભામાં ન જવાથી શરીર ધ્રુજી ઉઠ્યું ને હાથમાં આશીર્વાદ દેવા રાખેલું નાળિયેર પણ પડી ગયું ને મુખમાંથી બોલી જવાયું કે (ત્રિપીડાસ્તુ વિને વિને) અર્થ : તમારે દિન-પ્રતિદિન ત્રણ પીડાઓ થાવ. આ અપૂર્વ વાક્ય સાંભળી રાજા બ્રહ્મશાપ સમજી ગભરાટમાં પડ્યો. તેમ સર્વે સભા પણ ક્ષોભ પામી. તે વખતે કાલીદાસ પંડિતે જાણ્યું કે, નિશ્ચે આ બ્રાહ્મણને સભા ક્ષોભ લાગ્યો માટે વિપરીત ભાષણ થઇ ગયું. પણ એનો ગમે તેમ કરી ઉપકાર કરાવવો. એમ ધારી તત્કાલ બોલ્યો. અહો આ પંડિતના અપૂર્વ આશીર્વાદમાં જ કેટલી અદ્ભુતતા છે ? (એક પદમાંથી અનેક પ્રકા૨ના અર્થનો ઉત્તરોત્તર ચમત્કાર ભાસે છે.) એમ કહી માથું ધુણાવી બોલ્યા કે એ પંડિતનું બોલેલું વાક્ય, તે બ્લોકનું ચોથું પદ છે પરંતુ પ્રથમનાં ત્રણ પદ આ પ્રમાણે છે જે आसने विप्रपीडास्तु शिशुपीडास्तु भोजने शय्यायां दारपीडास्तु त्रिपीडास्तु दिने दिने ॥१॥ :: અર્થ : આસનમાં બ્રાહ્મણથી પીડા થાવ, એટલે રાજાની અતિશય કીર્તિ સાંભળી આવેલા મહા પંડિતોને પોતાનું આસન આપી સન્માન કરતી વખતે સંકોચ પામવા રૂપ પીડા (સંકડાશ) થાવ. 32 ## 84 ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ **** ૧૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ ભોજન વખતે નાનાં છોકરાથી સંકડાશ થાઓ. અર્થાત્ ઘણા પુત્ર પૌત્ર આદિ નાનાં છોકરાંની વિવિધની ઇચ્છા પૂરી કરતી વખતે પ્રેમરસના પ્રવાહમાં ખેંચાઇ જવા રૂપ પીડા થાવ. શૈય્યામાં સ્ત્રીઓથી તમારું શરીર પીલાવ (મર્દન થાવ) એટલે અનેક દેશની અનેક પ્રકારની વિવિધ સ્ત્રીઓ વડે સુખશય્યામાં સંભોગ કરતી વેળાએ તમે તે સ્થાનમાં સ્ત્રીકૃત આલિંગન પ્રમુખથી પીડાવ ! (સજ્જડ થાવ.) આ પ્રકારે અનેક અનેક ભાવો ભરેલાં એ વાક્યો છે. ઇત્યાદિક કાલીદાસ પંડિતે કરેલું શ્લોકનું વ્યાખ્યાન સાંભળી રાજા ખૂબ જ આશ્ચર્ય પામ્યો. પેલા પંડિતને જીવતાં સુધી કોઇની યાચના ન કરવી પડે એટલું ધન આપી વિદાય કર્યો. એક દિવસ ભોજરાજા વર્ષાઋતુમાં થોડા સેવકોને નગરથી સાથે લઇ ખૂબ દૂર ફરવા નીકળ્યો હતો. ત્યાં શૌચ જવાની આશંકા ઉત્પન્ન થઇ માટે ક્ષિપ્રા નદીના કાંઠે સઘળાં વસ્ત્ર ઉતારી એક ઝીણું વસ્ત્ર પહેરી નદીના કોતરમાં શૌચ જઇ આવી, હાથ પગ ધોવા નદીના જળ પાસે રહેલી મોટી શિલા ઉપર બેસે છે તેવામાં દૂર દેશમાં વરસાદ ઘણો થવાથી નદીના મોટા પૂરમાં ખેંચાઇ આવતી કોઇ અદ્ભુત સ્ત્રીને દૂરથી જોઇ ધોતીયાથી કછોટો વાળી નદીના પૂરમાં પડતુ નાંખી તેને ખેંચી કાઢી જુવે છે તો તે સ્ત્રી તાજેતરમાં જ મરણ પામેલી છે એમ જાણ્યું તથા હીરા મણી મોતી સુવર્ણ વિગેરેનાં અનેક આભૂષણ પહેરેલાં છે તથા અતિ ઝીણું ને ઉજળું ઘણા મૂલનું વસ્ત્ર મજબૂતપણે ધારણ કરેલું છે તથા બીજા પણ ઘણા શણગાર સજેલા છે તેથી એમ કલ્પના કરી કે આ કોઇ મોટા શાહુકારની નવી પરણેલી પુત્રવધૂ છે તે પોતાના વૃદ્ધ પુરુષથી સંતોષ ન પામી જા૨ પુરુષ પાસે જતાં જ નદીમાં ઓચિંતા આવેલા પૂરમાં તણાઇ આવી છે. વળી એ સ્ત્રીનું અદ્ભૂત રૂપ જોઇ મોહથી વિચાર કરે છે કે આ એકાંત સ્થળમાં મને ઉઘાડા શરીરનો જોઇ મારા રૂપથી મોહ પામીને સ્વર્ગમાંથી કૂદકો મારી આ નદીમાં પડેલી રંભા નામની અપ્સરા હોય કે શું ? ચારે પાસ મેઘની ઘટા ઝૂકી રહી છે તેની વચમાં સુગંધી પુષ્પોથી ભરપૂર થયેલા વૃક્ષોનો સંગ કરી નદી જળમાંની લહરીઓ સ્નાન કરી આવતી વાયુથી માથાના હાલતા કેશ જોઇ, અરે જીવી જીવી ! એમ બોલતા રાજાએ તે સ્ત્રીના મુખનું ચુંબન કર્યું. છેવટે તેનો સાક્ષાત્-સંભોગ કર્યો. પછી રાજાના મનમાં ઘણો પશ્ચાત્તાપ થયો કે આ મેં ઘણું અયુક્ત કામ કર્યું. પછી ઊંચા તટ ઉપર ચડી સેવકોને બોલાવી કહ્યું કે આ સ્ત્રીને મેં નદીમાંથી ખેંચી આણી માટે મારે હાથે અગ્નિસંસ્કાર કરવો છે એમ કહી ચંદન કાષ્ટ મંગાવી પરણેલી સ્ત્રીની જેમ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યો તથા શ્રાદ્ધદાન, બ્રહ્મભોજન વિગેરે સઘળી ઉત્તર ક્રિયા જેમ પટરાણીની કરે તેમ અતિશય પ્રીતિથી કરી. આ સઘળી ચિકિત્સા જોઇ કાલીદાસના અંતરમાં ખટક્યા કરતું હતું કે પરસ્ત્રીની ક્રિયા આવા હેતથી કદાપિ કોઇ કરે નહિ માટે કોઇ કારણ હોવું જોઇએ. એવામાં રાજાએ કાલીદાસને અડધો શ્લોક પુછ્યો. જે મનોભૂ-મહિલા-વિષયાવિ-તાતા: જામસ્ય સત્ય બના: વે ! : ? અર્થ : હે કવિ ! કામદેવના બાપ ઘણા છે જેમકે મનોભૂ એટલે મનથી ઉત્પન્ન થતો. એમ સ્ત્રી સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચવિષયથી કામ ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ તેના પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઘણા જનક (બાપ) છે પરંતુ ખરેખરો સાચો બાપ કોણ છે. આ પ્રશ્નનો ઉત્તર કાલે કહીશ. આ પ્રકારે કહી કાલીદાસ પોતાને ઘેર જઈ ઉદાસ થઈ બેઠા. તે દિવસે ભોજન પણ ન કર્યું. કેમકે એ પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રને મળતો યુક્તિબંધ અને રાજાના અનુભવમાં આવેલો એવો ન મળવાથી પછી કલાવતી નામે એ કવિની પુત્રી અતિશય રૂપ ગુણ ને વિદ્યાવાળી હતી ને એ જ નગરમાં કોઈ મહા પંડિતને પરણાવેલી હતી. તે માતાનું મરણ થયા પછી નિત્ય સાયંકાળે સાસરે જતી ને પ્રાત:કાળે પિતાની સેવા કરવા આવતી. તેણીએ પોતાના પિતાની ઘણી ઉદાસીનું કારણ આગ્રહથી પૂછ્યું ત્યારે તેણે બનેલી સઘળી વાત કહી. પછી પુત્રીએ કહ્યું કે એ પ્રશ્નનો ઉત્તર સવારમાં જરૂર હું કહીશ માટે તમો ભોજન કરો. એમ કહી કામોદ્દીપન થાય એવી સુંદર રસોઈ કરી પિતાને જમાડ્યા. પછી પોતે સોળે શણગાર સજી સાસરે જવા તૈયાર થઈ છે. પિતાની આજ્ઞા લઈ બારણે નીકળી પાછી ઘરમાં પેઠી ને પિતા પ્રત્યે બોલી કે હવે આજે તો ઘણી રાત્રિ ગઈ છે માટે કાલ સાસરે જઇશ એમ કહી પિતાની સુખશયા આગળ ઝગઝગતા દીવાની સમીપ સોગટાની બાજી ઢાળી પિતા સાથે રમવા બેઠી. અનેક પ્રકારની કામચેષ્ટાથી કાલીદાસને ઘણો કામાંધ કર્યો ને એક કટાક્ષ બાણથી જ એનું સઘળું જ્ઞાન ડાહાપણ ઉડાડી મૂક્યું તેથી બેશુદ્ધ થઈ ગયો માટે દીવાને ઝાપટ મારી ઓલવી કામભાવથી પુત્રીનો હાથ ઝાલ્યો. આ વખતે એ પુત્રીએ પ્રથમથી જ સંકેત કરી બારણા પછવાડે ઉભી રાખેલી પોતાના જેવી જ દાસીને પિતા તરફ મૂકી. જવાનીના જોરથી પોતાનું કાંડુ છોડાવી પિતાને ન ખબર પડે એમ મેડીથી નીચે ઉતરી ગઈ. પિતાએ તો જાણ્યું કે આ જ એ (પુત્રી) છે એમ ધારી શય્યામાં સૂવડાવી. પછી ઘણી વારે કામ મુક્ત થયા બાદ પોતાને પ્રથમ હતું તેવું જ જ્ઞાન ઉત્પન્ન થયું જે (સુતામપિ રદો ગા) અર્થ : યુવાન અવસ્થામાં આવેલી પુત્રી સાથે પણ એકાંતમાં ન રહેવું. એ વાત સાચી છે. ઇત્યાદિ ઘણો વિચાર કરી મરવાનો નિશ્ચય કરે છે એવામાં પેલી પુત્રી નીચેથી દીવો કરી હાથમાં લઈ ઉપર ગઈ તેને જોઇ કાલીદાસ આશ્ચર્ય પામી પુત્રીની સ્તુતિ કરવા મંડ્યા. ત્યારે પુત્રી બોલી કે હે પિતાજી આ, રાજાના પ્રશ્નનો ઉત્તર થયો કે એકાંત સ્થળ એ જ કામદેવનો બાપ છે. આ પ્રકારે પુત્રીનું વચન સાંભળી ઘણો આનંદ પામ્યો ને પ્રાત:કાળે ભોજરાજા પાસે જઈ પૂછેલા શ્લોકનો ઉત્તરાદ્ધ કરી સંભળાવી ઉત્તર આપ્યો. एकान्तमेवैकमवेहि राजन् ! -સર્વપિ તેનૈવ વિના વ્યસ્ત્રી II અર્થ: હે રાજન્ ! એકાંત સ્થળ એ જ કામદેવનો ખરેખરો જનક (બાપ) છે કેમ કે એકાંત વિના બીજા સઘળા કામને ઉપજાવનાર નિમિત્તો નિષ્ફળ છે. આ પ્રકારે પોતાના મનમાં ગોઠવી રાખેલો ઉત્તર કાલીદાસે કહ્યો તેથી તેના ઉપર રાજા ઘણો પ્રસન્ન થયો તેને એકાંતે લઈ જઈ બનેલો સઘળો વૃત્તાંત કહી પ્રાયશ્ચિત્ત કરી પવિત્ર થયો. ધારા નગરીના પરામાં ગોત્રદેવીનું મોટું મંદિર હતું. ત્યાં રાજા પોતાનું નિત્ય કર્મ કરી હંમેશા દર્શન કરવા જતો. એક દિવસ વેળા થઇ જવાથી ગોત્ર દેવીએ પ્રત્યક્ષ થઈ પોતાના બારણા આગળ ભોજ તથા ભીમરાજાનો પ્રબંધ ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ આવી જોયું તો ઓચિંતા થોડાં માણસ લઇ આવતા રાજાને જોઇ પોતાનું મૂળ સ્થાનક મુકી સંભ્રમથી બીજાં સ્થાનકે બેસી ગઇ. તે જોઇ નમસ્કાર કરી સ્થાનભ્રષ્ટ થવાનું કારણ પૂછતાં જ ગોત્ર દેવીએ કહ્યું કે અહીંથી સત્વર પલાયન થઇ નગરમાં પ્રવેશ ક૨ નહીં તો ગુજરાતના રાજાનું લશ્કર તને ઝાલી લેશે. આવું વચન સાંભળી રાજા તરત વેગવંત અશ્વ ઉપર સ્વાર થઇ, નગરમાં પ્રવેશ કરતાં દરવાજે આવ્યા. આયા અને કોલૂયા એ નામના બે ગુજરાતી રાજાના સ્વારો ધનુષ ચડાવી ઉભા હતા. તેમણે ભોજરાજાના કંઠમાં ધનુષ આરોપણ કર્યા. તેથી રાજાએ પૃથ્વીનું આલિંગન કર્યું. તે જોઇ પેલા બે સ્વારો રાજા પડ્યો. રાજા પડ્યો. એમ કહેતા કહેતા નાસી ગયા. તે ઉપર એક કવિએ એક શ્લોક કર્યો કે આ ભોજરાજા ગુણી છે. જે કંઠમાં વળગી પડેલું ધનુષ તે પણ ગુણી છે માટે નમતા ગુણી પુરુષને જોઇ નમી પડવું. એ યુક્ત છે એમ ધારી રાજાએ ઘોડા ઉપરથી પડતુ નાંખી નમસ્કાર કર્યો એ પ્રમાણે અશ્વદાર (અસ્વાર) નો પ્રબંધ પૂરો થયો. એક દિવસ રાજા રાજવાટિકાથી (નગર બહાર ફરી આવી) પાછા નગરમાં આવતા હતા તેવામાં દ૨વાજામાં પેસતાં જાસૂસોની બૂમોથી ગભરાઇ નાશભાગ કરતા લોકોની હિલચાલથી એક છાશ વેચનારીને હડશેલો વાગવાથી તેના માથા ઉપર ગોરસનું માટલું મૂકેલુ તે પડવાથી ફૂટી ગયુ તેથી તેનો પ્રવાહ મારગમાં ચાલ્યો. તે જોઇ પેલી સ્ત્રીએ હસવા માંડ્યું તે જોઇને રાજાએ તેને પૂછ્યું કે તારું નૂકશાન થયું તો પણ તું હસે છે તેનું કારણ શું છે ? ત્યારે તેણે કહ્યું કે હે રાજન્ ! મારો ઇતિહાસ મોટો છે પણ સંક્ષેપમાં કહું તે સાંભળો. હું અમુક રાજાની સ્ત્રી હતી, જાર પુરુષમાં આસક્ત થવાથી રાજાને મારી, નદી ઉતરી બાગમાં જાર પુરુષને મળવા આવી. ત્યાં તેને સાપ ડસવાથી મરણ પામેલો દીઠો. ત્યાંથી ભયની મારી હું દેશાંતરમાં જઇ વેશ્યા થઇને રહી. તે જ નગરમાં મારો દીકરો આવેલો તેના મોં આગળ નાચ કર્યો તેથી તે મારા ઉપર ઘણો જ આસક્ત થયો. તેથી તેનો પતિભાવે સંગ કરતાં માલુમ પડ્યું કે આ તો મારો પુત્ર છે. પછી બ્રાહ્મણને પૂછી તેનું પ્રાયશ્ચિત્ત કરતાં હું તથા મારો પુત્ર પીપળાના લાકડામાં પેસી ચિતામાં પડ્યા. ત્યાં દૈવયોગથી મારો પુત્ર બળી મર્યો અને વરસાદ આવવાથી સળગેલી ચિંતા ઓલવાઇ ગઇ તેથી હું નદીના પૂરમાં તણાતી તણાતી બહાર જીવતી નીકળી. અને ગોવાળીયાને ત્યાં સ્ત્રી થઇ. ગોરસ વેચી મારો નિર્વાહ કરું છું. આટલું બધું જેના શરીર ઉપર વીતેલું છે તેને આ દુ:ખ શા લેખામાં ! પરંતુ આ ગોરસ નિમિત્તે લોકોના દયા ભરેલા વચન સાંભળી મને હસવું આવ્યું. આ વચન સાંભળી રાજાએ તેને સુખી કરી. લોકમાં એવું કહેવાય છે કે એ જ જગ્યાએથી મહી નદીનો પ્રવાહ ચાલ્યો. એક દિવસ ભોજરાજા એક મોટી પથ્થરની મોટી શિલા સામું લક્ષ રાખી ધનુર્વેધનો ઘણો અભ્યાસ કરતો હતો તે વખતે શ્વેતામ્બર શ્રી ચંદનાચાર્ય તે જગ્યાએ આવી એક કાવ્ય બોલ્યા કે - પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧ ૧૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ હે રાજન્ ! ધનુષ ક્રીડાથી જેટલી શિલા વિંધાઇ એટલેથી બંધ રાખો. આ પાષાણભેદ કરવાનું વ્યસન મૂકી દો. કેમકે એ છંદે ચાલતાં મોટા મોટા પર્વત પણ વીંધાવાથી કુળપર્વતને આધારે રહેલી આ પૃથ્વી છેવટ પાતાળ મૂળમાં જશે. માટે આ ચડસ મૂકી ઘો, આ પ્રકારની કવિતાનો ચમત્કાર જોયો પણ કાંઇક મનમાં વિચાર કરી બોલ્યો કે (ધ્વસ્તધારા) આ પ્રકારનું પદ, તમારા જેવા સર્વ શાસ્ત્રવેત્તાના મુખમાંથી નીકળ્યું માટે ભવિષ્ય કાળમાં કશોક ઉત્પાત થશે એમ મને જણાય છે. ડાહલદેશના રાજાની દેમતી નામે રાણી મહાયોગાભ્યાસવાળી હતી. ક્યારેક તે ગર્ભવંતી થવાથી જોશીઓને પૂછે છે કે મને એક સારુ શુભ લગ્ન દેખાડો કે તે લગ્નમાં ઉત્પન્ન થયેલો મારો પુત્ર ચક્રવર્તી રાજા થાય. પછી જોશીઓએ ઉચ્ચ રાશિના કેંદ્રમાં સારા ગ્રહ આવે એવા શુભ દિવસમાં શુભ લગ્ન આપ્યું. તે સાંભળી યોગબળથી ગર્ભને રોકી રાખી કહેલા શુભ લગ્નમાં પુત્રને જન્મ આપી પોતે આઠમે પ્રહરે મરણ પામી. તે પુત્ર કર્ણ નામે મોટો વિખ્યાત રાજા થયો. એકસો છત્રીસ રાજા તેની સેવામાં હતા. રાજવિદ્યામાં તે ઘણો પ્રવીણ હતો. વિદ્યાપતિ પ્રમુખ મોટા કવિઓ એની સ્તુતિ કરતા હતા કે - હે કર્ણ રાજા, તમારા શત્રુની અરણ્યમાં નાસતી સ્ત્રીઓને દૈવયોગથી પ્રથમના જેવો અપૂર્વ એટલે વિપરીતપણે અલંકારનો વિધિ થાય છે. તે સ્ત્રીઓના હૃદય ઉ૫૨ દ્વારાવાપ્તિ એટલે હારની પ્રાપ્તિ થતી હતી એટલે હાર ધારણ કરતી હતી. તે હવે (એ જ શબ્દને હા રાવ આપ્તિ) ખેદયુક્ત પોકાર કરે છે. વળી હાથમાં કંકણ ધારણ કરતી હતી. તે હવે ળ એટલે આંસુના બિંદુ રૂપ અર્થ કરી, એ જ શબ્દને નેત્રમાં ધારણ કરે છે. ને લલાટમાં ચંદનની પત્રવલ્લી ધા૨ણ કરતી હતી. તે હવે નિતમ્બ ઉપર પત્ર સા∞ી એટલે પાંદડાના સમૂહને વસ્ર રૂપે ધારણ કરે છે, એટલે કે ભોજપત્ર વિગેરેની છાલનાં પાંદડાનાં વસ્ત્ર ધારણ કરે છે. ને પ્રથમ તિ થી પોતાનું મુખ શોભાવતી હતી. તે હવે મંત્તિના એટલે તલ જેવા કાળા ડાઘ સહિત પોતાના હાથનાં તળીયાને ધારણ કરે છે. હે શ્રીકર્ણરાજ ! જેના ઉપર તારી મીઠી નજર પડે છે તેનું દારિત્ર્ય મહા ભય પામી એકદમ જતું રહે છે. માટે લક્ષ્મી તો લક્ષ્મીપતિ નારાયણના હૃદયમાં રહેલી હતી તે ગોપીજનના પુષ્ટ સ્તનના પ્રહાર વાગવાથી નાસીને પોતાના સ્થાન રૂપ કમળમાં જતાં, ભ્રાંતિથી તારા નેત્રરૂપી કમળમાં નિવાસ કરી રહી છે. એમ હું કલ્પના કરું છું. આ પ્રમાણે સાહેબી ભોગવતા કર્ણરાજાએ દુત મોકલી ભોજ રાજાને કહેવડાવ્યું કે તારી નગરીમાં તારા કરાયેલા એકસો ચાર પ્રાસાદ છે તથા તેટલા જ ગીત પ્રબન્ધ છે તથા તેટલા જ બિરૂદ છે. માટે ચતુરંગ યુદ્ધથી અથવા દ્વંદ્વયુદ્ધથી અથવા ચારે વિદ્યામાંથી ગમે તે વિદ્યાથી, વાદિની જેમ મને જીતી અથવા દાન શક્તિથી મને જીતી એકસો પાંચ બિરૂદનું પાત્ર થા અથવા હું તને જીતી એકસો સાડત્રીશ રાજાનો અધિપતિ થાઉં ? આ પ્રકારનું તેનું વચન સાંભળી ભોજરાજાનું ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૧૧૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ મુખ ઘણું કરમાઈ ગયું. કેમ કે એ કાશીપુરનો અધિપતિ કર્ણરાજ સર્વ પ્રકારે મારા કરતાં ઘણો સમર્થ છે. એમ જાણે છે તો પણ ઘણા આગ્રહથી ભોજરાજાએ એક વાત અંગીકાર કરાવી કે મારે અવંતીનગરીમાં અને કર્ણ રાજાએ વાણારસી નગરીમાં એક દિવસે ને એક લગ્ને પાણી નીકળે ત્યાં સુધી ઊંડો પાયો નાખી પ્રાસાદનો આરંભ કરવો ને તે પ્રાસાદ પચાસ હાથ ઊંચો પહોળો કરી તેના ઉપર ક્લશધ્વજનું આરોપણ કરતી વખતે જે જલ્દીથી પ્રથમ કરી રહે તેની નગરીમાં બીજાએ પોતાનાં છત્ર ચામરાદિકનો ત્યાગ કરી હાથણી ઉપર બેસી સેવકરૂપે આવી હાજર થવું. આ પ્રકારનું ભોજરાજાનું વચન કર્ણરાજે અંગીકાર કર્યું. કેમ કે એ પ્રકારે પણ ભોજરાજને હરાવવો હતો. પછી એક વખતમાં જ બે જણે પ્રાસાદનો આરંભ કર્યો. કર્ણરાજે પોતાના સૂત્રધારને બોલાવી પૂછ્યું કે સૂર્યોદયથી સૂર્યાસ્ત થતાં ઘણા પ્રયત્નથી કરવા માંડેલું કામ કેટલું ઊંચુ આવે ! આ વચન સાંભળી સૂત્રધારે ચઉદશના અણોજાના દિવસમાં સાત હાથ પ્રમાણના અગીયાર પ્રાસાદ પ્રાતઃકાલે આરંભ કરી સાયંકાળે કલશ આરોપણ થાય એવા કરી બતાવ્યા. આ જોઈ રાજા ઘણો પ્રસન્ન થયો, પછી પોતાના કામમાં પ્રમાદ રહિત કર્ણરાજાએ પ્રાસાદ તૈયાર કરાવી કળશારોપણ કરી ધ્વજારોપણ કરવાનું શુભ લગ્ન લેઈ ભોજરાજાને તેડવાને સારુ કર્ણ રાજાએ દૂત મોકલ્યો ! ભોજરાજ પોતાનો પ્રાસાદ જલદી કરવા ન સમર્થ થવાથી પોતાની પ્રતિજ્ઞાનો ભંગ જોઈ મૌન રહ્યો. પછી કર્ણરાજે પોતાના પ્રાસાદમાં ધ્વજારોપણ કરી પોતાના સેવક ૧૩૬ રાજાઓ સહિત ભોજરાજ ઉપર ચઢાઈ કરી. વળી તેણે ગુજરાતના ભીમરાજાને ભોજરાજાનું અડધું રાજ્ય આપવું કબુલ થઈ તેની મદદ માંગી. ત્યારે ભીમરાજા પણ ઘણું લશ્કર લઈ માલવદેશ ઉપર ચડાઈ કરવા તુરત આવ્યો. આ વખતે બંને તરફથી, મંત્રનું જોર લાગવાથી ગભરાઈ ગયેલા સર્પની પેઠે ભોજરાજા અહંકાર રૂપી ઝેરથી રહિત થયો, તેને ઓચિંતો શરીરે કાલજવર પ્રગટ થયો, પછી ભીમરાજાએ નગર પ્રવેશ કરવાના તમામ માર્ગો પોતાના માણસોથી રોકી લેઈ કર્ણરાજ પાસે રહેલા પોતાના ડામર નામના સંધિવિગ્રહિક પાસે ભોજરાજનું વૃત્તાંત જાણવા એક પુરુષને મોકલ્યો ત્યારે તેણે એક ગાથા નીચેના અર્થની લખી આપી ને પાછો ભીમ પાસે મોકલ્યો. આંબાનું ફલ સંપૂર્ણ પાકી ગયું છે તેનું ડીંટુ પણ શિથિલ થયું છે તેને વાયુ પણ જરમાં અફલાય છે તેની શાખા પણ કરમાઈ ગઈ છે પણ તેનું પરિણામ શું થશે તે જણાતું નથી ! આ અર્થ ભરેલી ગાથા વાંચી ભીમરાજ સ્થિર થઈ રહ્યો. એટલામાં ભોજરાજને પરલોકમાં જવાની ઘણી શીવ્રતા થઈ, અંતકાલ સંબંધી દાન પુણ્ય કરી, મારું મરણ થયા પછી મારા હાથ શબવિમાનથી (ઠાઠડીથી) બારણે લટકતા રાખજો એમ કહી તત્કાલ સ્વર્ગવાસી થયો. મરતી વખતે ભોજરાજનું બોલેલું સાંભળી વેશ્યાએ લોકની આગળ કહ્યું કે - શું કરું ! આ પુત્ર કલત્રરૂપી વાડીનો વિસ્તાર. અરેરે સઘળો મૂકી જેમ એકલો આવ્યો તેમ એકલું જ જવું પડે છે. કોઇપણ જોડે આવતું નથી. હાથ પગ ખંખેરી ખાલી થઈને જવું પડે છે. ૧૧૮ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #133 -------------------------------------------------------------------------- ________________ તે ઉપરથી લોકમાં ચાલેલો ઉખાણો. “આવ્યા ત્યારે બાંધી મુઠીયે, ને ચાલ્યા ત્યારે ઉઘાડી મુઠીયે.” વેશ્યાનું કહેલું ભોજરાજાનું મરણ લોકપરંપરાથી સાંભળી કર્ણરાજાએ કિલ્લો તોડી નગરમાં પ્રવેશ કર્યો ને સઘળી લક્ષ્મી પોતે લૂટવા માંડી. તે વખતે ભીમરાજાએ ડામરને આજ્ઞા આપી કે કર્ણ પાસેથી કબુલ કરેલું અડધું રાજય અથવા તેનું માથું બેમાંથી એક શીધ્ર લાવ. આ વચન સાંભળી જે તંબુમાં કર્ણરાજા મધ્યાહૂં સૂતો હતો ત્યાં જઈ બત્રીશ સ્વાર સહિત તે તંબુમાં છાનો પેશી તેને ઘેરી લીધો. તે વખતે સઘળું લશ્કર ભોજરાજાના નગરની લૂંટફાટ કરવામાં વ્યગ્ર હતું. માટે કર્ણરાજ અડધો ભાગ આપવા તત્કાળ કબુલ થઇ, એક ભાગમાં નીલકંઠ મહાદેવ તથા ચિંતામણિ ગણેશ વિગેરે દેવતાઓ, પોત પોતાની સકળ સામગ્રી સહિત મૂકી ને એક ભાગમાં બધું રાજય સંબંધી દ્રવ્ય મૂક્યું. આ બે ભાગોમાંથી ગમે તે ભાગ લો. આ પ્રકારનું કર્ણરાજનું વચન સાંભળી સોળ પ્રહર સુધી એ ભાગ વેંચવાની પંચાત કરી. છેવટ સઘળી દેવ સેવા ગ્રહણ કરી ભીમરાજ પોતાના દેશ ભણી ગયો. આ જીત મેળવ્યા પછી કર્ણરાજાની આગળ કપૂર કવિએ પ્રથમ લખેલો પુરવે હીરવિતિઃ આ શ્લોક કહ્યો. આ શ્લોકમાં અપશબ્દો (અપશુકની શબ્દો) દેખી રાજાએ કવિને કાંઇપણ ન આપ્યું. આ જોઈ નાચીરાજ નામના કવિએ એક કાવ્ય કહ્યું તેનો અર્થ - કૈટભ નામે દૈત્યના શત્રુ વિષ્ણુ પોતાની કુખના ખૂણામાં ત્રણ લોકને ધારણ કરે છે ને, તે વિષ્ણુને શેષનાગ પ્રસન્ન થઈ ધારણ કરે છે. તે શેષનાગ શિવના કંઠમાં કંઠસુત્ર જેવો જણાય છે. તે શિવને તું હૃદયે ધારણ કરે છે. માટે હે કર્ણરાજ ! આ પ્રકારના મહા પરાક્રમ કરનાર પુરષોના અંતરમાંથી બીજા કોઇ વિક્રમી રાજા થયા હશે ! એવી ભ્રાંતિ ટળી ગઇ. આ અર્થ ભરેલું નાચીરાજ કવિનું કાવ્ય સાંભળી રાજાએ તેને દશ ક્રોડ સોનૈયા ને મદોન્મત્ત દશ હાથી આપ્યા. કપૂર કવિની સ્ત્રી જાતે ઘણી કુભાર્યા હતી માટે પોતાના ધણીને સરપાવ ન મળ્યો અને નાચીરાજને મળેલા સરપાવની વાત સાંભળી તેવી જ તત્કાલ ઉત્પન્ન થયેલા ક્રોધથી કપૂર કવિને તેણીએ તાડન કર્યું (માયો) ને ઘણો તિરસ્કાર કરી, ઘસેડી ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. તે બીચારો રાજદ્વારમાંથી આવતા નાચીરાજ કવિને સન્મુખ માર્ગમાં મળ્યો. ત્યારે નાચીરાજને સાક્ષાત્ બાળ સરસ્વતી જાણી કપૂર કવિ બોલ્યો. કે - હે કન્યા તું, કોણ છે ? નાચીરાજ બોલ્યો કે કપૂર કવિ તું મને શું નથી ઓળખતો ? કપૂર કવિ બોલ્યો કે તમે તો સાક્ષાત્ ભારતીદેવી છો. નાચીરાજ બોલ્યો કે હા ! તું કહે છે તે સત્ય છે. કપૂર કવિ બોલ્યો કે તમે આકુળવ્યાકુળ કેમ છો. નાચીરાજ બોલ્યો કે હે, વત્સ ! હું લૂંટાયો છું. કપૂર કવિ બોલ્યો કે તમને કોણે લૂંટ્યાં છે. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ નાચીરાજ બોલ્યો કે દુષ્ટ દૈવે લુંટ્યો છે. કપૂર કવિ બોલ્યો કે તારું શું લુટાયું છે. નાચીરાજ બોલ્યો કે મુંજરાજ ને ભોજરાજ રૂપી બે મારાં નેત્ર લુંટાયાં છે. કપૂર કવિ બોલ્યો કે નેત્ર વિના તમો શી રીતે ચાલો છો ? નાચીરાજ બોલ્યો કે, જેમ આંધળો લાકડી લઈ ચાલી જેમ તેમ પોતાનું આયુષ્ય પૂરું કરે તેમ હું મારું આયુષ્ય પુરું કરું છું. ||૧|| પછી નાચીરાજ કવિએ વિચાર કર્યો કે મારા કરતા કપૂરકવિ ઘણો વિદ્વાનું છે પરંતુ એનામાં સમય સૂચકતા ગુણ નથી માટે રાજદ્વારમાંથી પણ દ્રવ્ય ન મળતાં ઉલટો કુંભાર્યાના હાથનો માર ખાઈ ખાઈને એનો દમ નીકળી જશે. આ પ્રકારનો વિચાર કરી પોતે દયા આણી પોતાને મળેલું સઘળું દ્રવ્ય કપૂર કવિને આપી દીધું. આ પ્રકારે ભોજરાજ સંબંધી અનેક પ્રબન્યો છે. આ પ્રમાણે મેરૂતુંગાચાર્યના રચેલા પ્રબન્ધ ચિંતામણિ ગ્રંથમાં ભોજ રાજાના તથા ભીમરાજાના ચરિત્રોને વર્ણવતો બીજો પ્રકાશ (સર્ગ) પૂર્ણ થયો. ૧ ૨૦ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #135 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ કોઈ એક સમયે ગુજરાતમાં વરસાદ નહીં થવાથી લોકો (રયત) રાજાને કર આપી શક્યા નહિ, તેથી રાજ સેવકોએ તેમાંના ઘણા લોકને આંતર્યા. પાટણમાં મૂળરાજ કુમાર બારણે ફરવા નીકળ્યો હતો ત્યાં તે લોકોના મુખથી ઘણો કકળાટ સાંભળ્યો તેથી તેને દયા ઉત્પન્ન થઈ અને આંખમાં આંસુ આવી ગયાં. પછી મૂળરાજે પોતાની ઘોડા ખેલાવવાની કળાથી ભીમદેવને ઘણો જ પ્રસન્ન કર્યો. ભીમદેવે કહ્યું કે - તું વર માંગ. ત્યારે મૂળરાજે કહ્યું કે આ બધા દ્રવ્ય ભંડારો તે મારે વર જ છે. રાજાએ કહ્યું કે તું કોઇ વસ્તુ કેમ માંગતો નથી ! ત્યારે કહ્યું કે તમે મારી માંગેલી વસ્તુ આપી શકશો એમ મને લાગતું નથી તેથી જ હું માંગી શકતો નથી. પછી રાજાના ઘણા આગ્રહથી વરદાન માગ્યું કે – આ સર્વે લોકોનું મહેસૂલ લેવું મૂકી દો. આ પ્રકારનું વચન સાંભળી રાજાની આંખમાં આનંદના આંસુ આવી ગયાં અને તેની માંગણીનો સ્વીકાર કરી સર્વ લોકને છોડી દીધાં એ પછી તેને ફરીથી વર માંગવાને કહ્યું પણ તે પોતે નિલભી તથા માની હોવાથી બીજું કંઈ ન માંગતાં પોતાના સ્થાનમાં ગયો. સજ્જનોમાં શ્રેષ્ઠ એવા મૂળરાજની સ્તુતિ બંધન મુક્ત થયેલા લોકોએ ઘણી જ કરી. તેઓની ઘણી મીઠી નજર મૂળરાજ ઉપર બેઠી તેથી તેનું ઓચિંતું મરણ થયું. આથી લોકોમાં એવી અફવા ચાલી કે મીઠી નજરથી મૂળરાજના પ્રાણ ગયા. પુત્રના શોક રૂપી સમુદ્રમાં રાજા સહિત સમગ્ર લોક નિમગ્ન થઈ ગયા. જ્ઞાની લોકોએ ધીમે ધીમે તેમનો શોક નિવારણ કર્યો. બીજે વર્ષે વરસાદ થવાથી પુષ્કળ અન્ન પાક્યું તેથી લોકો બમણો કર (મહેસૂલ) લઈ રાજા પાસે આવ્યા ને બળાત્કારે રાજાને તે આપવા માંડ્યો. તો પણ રાજાએ ન લીધો તેથી એક ઉત્તમ સભા કરીને તેનો નિર્ણય કરાવ્યો કે - જેમાં વૃદ્ધ પુરુષો ન હોય તે સભા જ ન કહેવાય. જે ધર્મ યુક્ત ન બોલે તે વૃદ્ધ પુરુષ ન કહેવાય, જેમાં સત્ય નથી તે ધર્મ પણ ન કહેવાય અને તે સત્ય પણ બનાવટનું ન જોઇએ વાસ્તવિક હોય તે જ સત્ય કહેવાય. સભાના લોકોએ બે વર્ષનું મહેસૂલ રાજાને અપાવ્યું. રાજાએ સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ પણ તે દ્રવ્યથી મૂળરાજના કલ્યાણને અર્થે નવો વીરપ્રસાદ કરાવ્યો. વળી પાટણમાં ભીમદેવે ભીમેશ્વર દેવ નામનો પ્રાસાદ કરાવ્યો તથા ભીરૂઆણી એ નામની પટ્ટરાણીનો પ્રસાદ કરાવ્યો. આ પ્રમાણે ભીમરાજ પચાસ વર્ષ રાજ કરી દેવલોક પામ્યો. ઉદેમતી નામની રાણીએ પાટણમાં સહસ્ત્રલિંગ સરોવરથી પણ અતિ ઉત્તમ વાવ કરાવી. પછી સંવત ૧૧૨૮ ના ચૈત્ર વદ સાતમને સોમવારે હસ્ત નક્ષત્ર અને મીન લગ્નમાં કર્ણદિવનો રાજ્યાભિષેક કર્યો. આ સમયે કર્ણાટક દેશનો શુભકેશી નામે રાજા મૃગયા કરવા નીકળ્યો હતો. તેણે પોતાના જાતવાન ઘોડાને કોઈ એક મૃગ પાછળ છૂટો મૂક્યો તેથી તેનું લશ્કર પાછળ રહી ગયું અને તે પોતે એક અરણ્યમાં ઉનાળાના તાપે વ્યાકુલ થયેલો એક ઘટાદાર વૃક્ષ તળે જઈને બેઠો. એટલામાં દાવાનળ બળતો બળતો તે વૃક્ષ પાસે આવી પહોંચ્યો. પોતાના પર ઉપકાર કરનાર વૃક્ષને એકલો બળી જતો ન જોઈ શકવાથી તે પણ વૃક્ષ સાથે બળી મુવો. ત્યાર પછી તેના પુત્ર જયકેશીને પ્રધાન લોકોએ (કર્ણાટકની) ગાદિએ બેસાય. તેને મીનલદેવી (મયણદેવી) નામની એક પુત્રી થઈ, યાત્રાએ જતાં શિવભક્તોએ સોમેશ્વર દેવનું નામ ગ્રહણ કર્યું તેથી તેને પૂર્વ જન્મનું જ્ઞાન પ્રગટ થયું કે પૂર્વ જન્મમાં હું બ્રાહ્મણી હતી ને બારમાસોપવાસ કરી બાર બાર વસ્તુ મૂકીને વ્રતનું ઉદ્યાપન કરી સોમેશ્વરની યાત્રાએ જતી હતી. ત્યાં માર્ગમાં બાહુલોઢા નામે નગર પાસે આવી પણ પછી ત્યાં રાજાનો કર ન આપી શકવાથી તેનાથી આગળ સોમેશ્વર સુધી જવાયું નહીં તેથી અને વૈરાગ્ય ઉત્પન્ન થયો તેથી હું આવતા બીજા જન્મમાં આ રાજાની સ્ત્રી થઈ આ કર કાઢી નંખાવું. એ પ્રકારનું નિયાણું (નિયમ) કરી અનશન કરી મરણ પામી. તેથી હું રાજાને ઘેર જન્મી છું. એ પ્રકારે પૂર્વ જન્મનું જ્ઞાન થવાથી સઘળી વાત પોતાના પિતાને નિવેદન કરી કહ્યું કે – મારે ગુર્જરેશ્વરને પરણી એ કામ કરાવવું છે, આ વાત સાંભળી જયકેશી રાજાએ પ્રધાનો મોકલી પોતાની પુત્રીનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરાવી. કર્ણરાજા, એ કુંવરીને કદ્રુપી સાંભળી પરણવા માટે ઘણો ઉદાસ થયો. જ્યારે જયકેશી રાજાએ ઘણા આગ્રહવાળી મીનલદેવીને પોતાની મેળે ઈચ્છેલા વરને પરણવા મોકલી ત્યારે કર્ણરાજાએ ગુપ્ત વૃત્તિએ કન્યા કÄપી છે એમ નક્કી કરી તેણીનો અનાદર કર્યો. ત્યારે મીનલદેવી પોતાની આઠ સખીઓ સાથે ચિત્તામાં પડી બળી મરી પ્રાણ હત્યા આપવાને તત્પર થઇ. આ વાત કર્ણરાજાની માતા ઉદેમતીએ જાણી અને મારાથી એ ત્રાસદાયક દુઃખ જોવાશે નહીં એમ ધારી પોતે પણ મરવાનો નિશ્ચય કર્યો. મોટા પુરુષો પારકાને આવી પડેલી આપદાથી ખેદ યુક્ત બને છે એમ ઉદેમતીને પારકા દુઃખથી દુઃખિત થયેલી જોઈ માત ભક્તિ વિષે પ્રેમવાળો કર્ણરાજા મીનલદેવીને પરણ્યો તો ખરો પણ ફરી તેને દૃષ્ટિએ પણ જોતો કે મળતો ન હતો આમ કેટલોક સમય ગયા પછી કોઈ એક અતિ રૂપવાન પણ જાતની ચંડાલણી સ્ત્રીનું ગાનતાન જોઈ રાજા મોહ પામ્યો અને તેણીનો (૧) બારમાસોપવાસ - એક દિવસ ઉપવાસ કરી બીજે દિવસે ખાય ને તીજે દિવસે વળી ઉપવાસ કરે એમ બાર મહિના સુધી કરવાનું એક વ્રત. (૨) ગણિકાનું એમ પણ કેટલીક દંતકથામાં કહેવાય છે. ૧૨૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #137 -------------------------------------------------------------------------- ________________ સંગ કરવા અતિશય કામાતુર થયો. આ વાત મુંજાલ નામે મંત્રીના જાણવામાં આવી; તેથી રજસ્વળા થયા પછી ચોથે દિવસે સ્નાન કરાવેલી મીનલદેવીને ચંડાલણીનો વેશ પહેરાવી મુકરર કરેલા સંકેત સ્થાનમાં ઘણી યુક્તિથી મોકલી. આ વાત ન જાણનારા કર્ણરાજાએ તે જ આ સ્ત્રી છે એમ ધારી અપાર પ્રીતિથી તેને ભોગવી તેથી ગર્ભ રહ્યો પછી રાણીએ (મીનલદેવી) નિશાની માટે તેના હસ્તમાંથી વીંટી કાઢી લઇ પોતાની આંગળીએ રાખી. આ સઘળો બનાવ રાતે અંધારે બન્યો. પ્રાતઃકાલે કર્ણરાજાના મનમાં ચંડાલ કન્યા ભોગવી તેથી ઘણો પશ્ચાત્તાપ થયો તેથી મોટા મોટા શિવમાર્ગી શાસ્ત્રીઓને બોલાવી આ પાપનું પ્રાયશ્ચિત પૂછ્યું. તેમાં એ સ્માર્ટશાસ્ત્રીઓએ મોટાં મોટાં ધર્મશાસ્ત્રનાં પોથાં ફેરવી એક ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત શોધી આપ્યું કે - હે રાજન્ ! એ સ્ત્રીના આકાર પ્રમાણે બરોબર લોઢાની પૂતળી કરાવી તેને તપાવી લાલચોળ ત્રાંબા જેવી કરી સારી પઠે તેનું આલિંગન કરો. આ દેહાન્ત પ્રાયશ્ચિત કરવા તત્પર થયેલા કર્ણરાજાને મુંજાલ મંત્રીએ સાચો વૃત્તાંત કહી દઇને બચાવ્યો અને તે દિવસથી રાજા કર્ણ અને રાણી મીનલદેવી વચ્ચે અપાર પ્રેમ જોડાયો. પછી થોડા દિવસે શુભ લગ્નમાં રાણીને પુત્ર પ્રસવ થયો. જ્યારે કુમાર ગર્ભમાં (ઉદ૨માં) હતો ત્યારે રાણીને એક વખત એવું સ્વપ્ર આવ્યું હતું કે - ‘જાણે મારા મુખમાં સિંહ પેઠો' આ શુભ સ્વપ્રાનુસારે એ પુત્રનું નામ પણ જયસિંહ રાખ્યું. તે બાળક ત્રણ વર્ષનો થયો તેવામાં એક દિવસ પોતાના બરોબરીયા મિત્રોની સાથે રમતો રમતો રાજાના સિંહાસન પર ચઢી બેઠો ત્યારે રાજાએ જોશી લોકોને બોલાવી આ વાત પૂછતાં તેઓએ જણાવ્યું કે - આ પુત્રનો રાજ્યાભિષેક કરવાનો આ જ શુભલગ્નનો સમય છે એમ નિશ્ચય કરી રાજાએ તે જ સમયે કુંવરને રાજ્યાભિષેક કરી ગાદીએ બેસાડ્યો. સંવત ૧૧૫૦ ના પોષ વદ ૩, શનિવાર, શ્રવણ નક્ષત્ર અને વૃષભ લગ્નમાં સિદ્ધરાજને ગાદીએ બેસાડી પોતે આશાપલીના રહેનાર આશા નામના છ લાખ ભીલ્લના અધિપતિને ભૈરવદેવીના સારા શુકનથી જીતી લઇને કર્ણાવતી' નામની નગરી વસાવી ત્યાં જ રાજ્ય કર્યું. જે જગ્યાએ ભૈરવદેવીના શુભ શુકન થયા હતા તે જગાએ કોચ્છરવા એ નામની દેવીનો પ્રાસાદ બંધાવ્યો. જે જગ્યાએ ભીલ્લરાજને જીત્યો હતો તે ઠેકાણે જયંતીદેવીનો પ્રાસાદ કરાવ્યો તથા કર્ણેશ્વર નામનું એક દેવાલય પણ બંધાવ્યું. કર્ણસાગર નામે સરોવર ખોદાવ્યું તથા પાટણમાં કર્ણમેરૂ નામનો મહેલ કરાવ્યો. આ પ્રકારે ૨૯ વર્ષ ૮ માસ અને ૨૧ દિવસ રાજ્ય કરી (કર્ણરાજા) દેવલોક પામ્યો. ત્યાર પછી ઉદેમતીનો ભાઇ મદનપાળ માઠી ચાલ ચાલવા મંડ્યો. તે વખતે લીલા નામનો એક રાજવૈદ્ય દેવતા પાસેથી વર પામી નગ૨માં વસનાર સર્વ લોકોને પોતાની કળાથી અચંબો પમાડતો ધીરે ધીરે દાનમાન પામી ઘણો જ વિખ્યાત થયો હતો. તેને મદનપાળે પોતાના શરીરમાં જાણી જોઇને રોગ ઉત્પન્ન કરી પોતાને ઘેર બોલાવી નાડી દેખાડી ત્યારે વૈદે કહ્યું કે અપથ્યથી તમને રોગ ઉત્પન્ન થયો છે. ત્યારે તેણે એ જવાબ દીધો કે મને તો કોઇ દિવસ અપથ્ય જણાતું જ નથી માટે (૧) આસાવરી એ નામથી આજ પ્રસિદ્ધ. સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ મેં તને રોગ મટાડવા બોલાવ્યો નથી પણ મને તો ઘણી ભુખ વધી છે તેનો ઉપાય કરવા બોલાવ્યો છે માટે તું બાવીસ હજાર (રૂપિઆ) દંડ આપ એમ કહી તેને બાંધી લીધો. પછી તેણે (વૈદરાજે) દંડ લાવી આપી નિયમ લીધો કે મારે રાજાનું ઘર મૂકી બીજે વૈદુ કરવા જવું. વળી નાડી જોવી મૂકી દઇને રોગીઓના મૂત્રની પરીક્ષા કરીને ઓસડ આપવા માંડ્યું ત્યારે કોઈ માયાવી પુરુષે તેની પરીક્ષા જોવાને બળદિયાનું મૂત્ર લાવી કહ્યું કે – “આ મારા ભાઈના રોગની પરીક્ષા કરી ઉપાય બતાવો.” ત્યારે વૈદે કહ્યું કે આ માણસનું મૂત્ર નથી પણ બળદનું છે. વળી માથુ હલાવીને કહ્યું કે એ બળદ ઘણું ખાવાથી ફૂલી ગયો છે, તેથી તમે તત્કાળ જઇને એક નાળ તેલની ભરીને જો પાશો તો જીવશે નહીં તો મરી જશે. આ સાચી વાત સાંભળી તેને ઘણું આશ્ચર્ય લાગ્યું. એક દિવસ રાજાએ પોતાની ડોક દુઃખતી હતી તેનો ઉપાય પૂછ્યો ત્યારે તેણે કહ્યું કે બે પળ કસ્તૂરીનો લેપ કરો તેથી એ પીડા મટી જશે. તેમ કરવાથી (રાજાની) પીડા મટી ગઈ. ત્યાર પછી રાજાની પાલખી ઉચકનાર એક જણે એ જ રોગનો ઉપાય પૂછ્યો. ત્યારે તેણે કહ્યું કે ઘણા વર્ષના કેરડાના મૂળનો રસ તેની માટી સહિત ચોપડવાથી તે મટી જશે. આ સાંભળી રાજાએ પૂછ્યું કે આમ કેમ !! મને જુદું દેખાડ્યું ને એને જુદું દેખાડ્યું. ત્યારે વૈદે કહ્યું કે દેશ કાલ બળ શરીરની પ્રકૃતિ એ સર્વ ઉપર વિચાર કરીને ઔષધ કરવામાં આવે છે, માટે સૌને ઘટિત ઉપાય દેખાડાય છે. એક દિવસ ધુર્ત લોકોએ એકઠા મળી એવો વિચાર કર્યો કે આજે આપણે એને વારંવાર પૂછી ઘણો જ ટોકવો. પછી સ્ત્રી પુરુષનો વેશ લઈ બન્ને જણે વૈદને પૂછ્યું કે આજે તમારું શરીર કેમ નરમ જણાય છે. એમ બીજાએ મુંજાલ સ્વામીના મંદિરના પગથિયામાં પૂછ્યું. ત્રીજાએ રાજદ્વારમાં પૂછ્યું. ચોથાએ દરવાજામાં પૂછ્યું. એમ વારંવાર ખબર પૂછવાથી તેના મનમાં રોગની શંકા ઉત્પન્ન થઈ. તેથી ટાઢિયો તાવ આવવા લાગ્યો. તેરમે દિવસે તે વૈદ મરણ પામ્યો. આ પ્રમાણે લીલા વૈદનો પ્રબંધ કહ્યો. હવે સાંતુ નામના મંત્રીના ઉપાયથી ફરવા નીકળેલા અન્યાય કરતા મદનપાળને કર્ણના પુત્ર માર્યો. બીજી પ્રતમાં એવો પાઠ છે કે સાંતુ મંત્રીએ કપટથી મદનપાળને પોતાને ઘેર બોલાવી સેવકો પાસે મારી નંખાવ્યો. મારવાડનો રહેવાસી શ્રીમાળ જ્ઞાતિનો કોઈ એક ઉદો નામનો વાણિયો એક વખત ચોમાસામાં ઘણું ઘી ખરીદવા મધ્ય રાત્રિએ જતો હતો. તેણે માર્ગમાં ખેતરના ક્યારાનું પાણી વાળનાર માણસોને પૂછ્યું કે તમે કોણ છો ? ત્યારે તેમણે કહ્યું કે અમે અમુક માણસના ઉધડીયા સેવકો છીએ. ત્યારે વળી વાણિયાએ પૂછ્યું કે મને કોઇ ચાકરીમાં રાખે એમ છે? ત્યારે પેલા લોકોએ જવાબ આપ્યો કે કર્ણાવતીમાં તમારો લેવાલ થશે. આ સાંભળી કુટુંબ સહિત તે વાણિયો કર્ણાવતીમાં ગયો. ત્યાં જઇને વાયડગચ્છના જૈન મંદિરમાં વિધિ સહિત દેવને નમસ્કાર કરી બેઠો. એટલામાં શ્રાવક ધર્મ પાળતી કોઈ લાછી નામની છીપણે તેને સાધર્મિક જાણી નમસ્કાર કરી પૂછ્યું કે તમે કોને ઘેર અભ્યાગત થયા છો ? ત્યારે તે બોલ્યો કે હું પરદેશી છું. એટલે જે બોલાવે તેનો અભ્યાગત છું. તમે બોલાવો તો તમારો, બીજો કોઈ બોલાવે તો તેનો. પછી લાછી છી પણ તેને પોતાને ઘેર તેડી ૧૨૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #139 -------------------------------------------------------------------------- ________________ ગઈ ને કોઈ વાણિયાને ઘેર રંધાવી જમાડી પોતાના એક ખાલી ઘરમાં ઉતારો આપ્યો. એમ કરતાં કરતાં થોડાક દિવસ પછી તે વાણિયાને કેટલોક પૈસો મળ્યો તેથી તેણે પીઢરય ઘર પડાવી ઇંટોરી ઘર કરાવવાને પાયો ખોદાવ્યો. તેમાંથી તેને એક મોટો દ્રવ્ય ભંડાર મળ્યો. ઉદા વાણિયાએ પેલી છીપણને બોલાવી સઘળુ દ્રવ્ય આપવા માંડ્યું પણ તેણીએ તે લીધું નહીં. આ દ્રવ્યના પ્રતાપથી તે ઘણો પૈસાદાર થયો તથા પછીથી એ ઉદયન એ નામથી પ્રખ્યાત પ્રધાન થયો. તેણે કર્ણાવતીમાં ત્રણે કાલના તીર્થકરોથી શોભિત ઉદયન નામનો પ્રાસાદ બંધાવ્યો. ઓરમાન માના પેટના બાહડ (ચાહડ), આમ્બડ, બાહડ અને સોલાક નામના એને ચાર ભાઇઓ (પુત્રો) હતા. એક વખત સાંતુ નામે પ્રધાન હાથી ઉપર બેસી ફરવા નીકળ્યો. ત્યાંથી પાછા ફરતાં પોતાના કરાવેલા સાંતુ નામના દેવાલયમાં તે દેવ નમસ્કાર કરવા ગયો; ત્યાં એક ચૈત્યવાસી શ્વેતાંબર ગોરજીને વેશ્યાના ગળામાં હાથ નાખી બેસેલો જોયો. પછી તે પ્રધાને તે ગોરજીને મોટા ગૌતમ સ્વામી જેવો જાણી ઉત્તરાસંગ કરી ખમાસમણું દઈ (પંચ અંગથી નમસ્કાર કરવો તે) ઘણા ભાવથી નમસ્કાર કર્યો. ક્ષણ માત્ર તેની પાસે બેસી પાછો નમસ્કાર કરી હાથી ઉપર બેસી ત્યાંથી ચાલ્યો ગયો. આ જોઈ પેલો ગોરજી એટલી તો લજ્જા પામ્યો કે જાણે અત્યારે ધરતી માર્ગ આપે તો પાતાળમાં પેસી જઉં. એવી રીતની ગ્લાનિ પામી તત્કાળ સર્વસ્વ ત્યાગ કરી મલધારી શ્રી હેમચંદ્રસૂરીની પાસે જઈ અપાર વૈરાગ્ય પામી તેમનો આમ્નાય ગ્રહણ કરી પાલીતાણા જઈ બાર વર્ષ સુધી ઉગ્ર તપ કરી ધણાને પ્રતિબોધ કરી કેટલાકને પોતાના જેવા મહાવૈરાગ્યવાન કર્યા. તે મુનિ નિરંતર આ પ્રકારનો વિચાર કરતા. તે ચિત્ત ! હે ભાઈ ! તું પિશાચની જેમ કેમ દોડતું ફરે છે ? તું એક આત્માને જો, રાગનો ત્યાગ કરી સુખી થા. સંસાર રૂપી મૃગ તૃષ્ણામાં તું શું દોડે છે ? (સંસારમાં સુખ નથી તો પણ તેમાં સુખ માની ભ્રાન્તિમાં શું કરવા ભમે છે !) આ અમૃતરૂપી બ્રહ્મ સરોવરમાં કેમ પ્રવેશ કરતો નથી કે જેથી તું અતિશય શાંત અને સુખી થાય ? કેટલોક સમય ગયા પછી તે મંત્રી શત્રુંજય પર દેવ નમસ્કાર કરવા (યાત્રા કરવા) ગયો. ત્યાં તે જ ગોરજીને મહા મુનિ જેવો જોઇને તેને નમસ્કાર કરી તેને ઓળખી આશ્ચર્ય પામી ગુરુ કુલ ઇત્યાદિ પૂછ્યું. ત્યારે તે મુનિ બોલ્યા કે ખરું કહું તો તમે જ મારા ગુરુ છો. આ વચન સાંભળી કાને હાથ દઈ તે મંત્રીએ ઘણા વિનયથી કહ્યું કે આમ કેમ બોલો છો ? ત્યારે તે સાધુએ કહ્યું કે જે સાધુ અથવા ગૃહસ્થ શુભ ધર્મમાં જેને સ્થાપન કરે છે તેના માટે તે પુરુષ તેનો ધર્મગુરુ જ કહેવાય, આ પ્રમાણે કહી પ્રથમનો સર્વ વૃતાન્ત સંભારી આપી સાંતુ મંત્રીને જૈન ધર્મમાં ઘણો મક્કમ કર્યો. આ પ્રમાણે સાંતુ મંત્રીને જૈન ધર્મમાં દઢતા થવા વિષેનો પ્રબંધ પૂરો થયો. મીનલદેવીએ પોતાના પૂર્વ જન્મના સઘળો વૃત્તાંત સિદ્ધરાજને કહ્યો, પછી મીનલદેવી સોમનાથને યોગ્ય સવા કરોડ સુવર્ણ મહોરની સેવા લઇને યાત્રા કરવા ચાલી. બાહુલોઢ ગઈ ત્યાં યાત્રાળુ લોકને રાજાના સેવકોએ રોક્યા હતા, તેમાં જેમનાથી કર ના આપી શકાયો તેમને રોતા તથા પાછા વળતા જોઈ મીનલદેવી પણ પાછી વળી સિદ્ધરાજને મળી. સિદ્ધરાજે તેને પાછા વળવાનું સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ કારણ પૂછ્યું ત્યારે મીનલદેવીએ કહ્યું કે જો આ કર તું કોઇપણ પ્રકારે બંધ કરાવીશ તો જ હું સોમનાથ જઇશ, ત્યાં સુધી મારે અન્ન જળનો ત્યાગ છે. પોતાની માતાનો આ પ્રકારનો આગ્રહ જોઇ રાજાએ તે કર ઉઘરાવવાને મોકલેલું પંચકુલ પાછું બોલાવી બહોતેર લાખનો તેમનો પટો ફાડી નાખી તેનું પુણ્ય હાથમાં જળ લઇ માતુશ્રીને અર્પણ કર્યું. પછી મીનલદેવીએ સોમેશ્વરનાં દર્શન કરી સુવર્ણ પૂજાની ભેટ તથા પુરુષતુલાદિક મહા દાન આપ્યાં. આથી મીનલદેવીના મનમાં અહંકાર થયો કે આજના સમયમાં મારા જેવી દાનેશ્વરી કોઇ થઇ નથી કે થશે પણ નહીં. આવા વિચાર કરતાં અહંકારથી ભરપુર મીનલદેવી નિદ્રાવશ થઇ. રાત્રિએ સોમનાથ મહાદેવે તપસ્વીનો વેશ ધારણ કરી મીનલદેવીને કહ્યું કે આ મારા દેવ મંદિરમાં કોઇ એક ઘણી જ ગરીબ યાત્રાળુ સ્ત્રી આવી છે, તેનું પુણ્ય તું માગ એમ કહી અદ્રશ્ય થયા. મીનલદેવીએ વિચાર કર્યો કે એ ગરીબ સ્ત્રીનું પુણ્ય, દ્રવ્ય આપીને લેવું એ કંઇ મુશ્કેલ નથી. એમ ધારી સેવકો પાસે તે સ્ત્રીની શોધ કરાવી પોતાની પાસે બોલાવી કહ્યું કે તારું પુણ્ય મને આપ; તેના બદલામાં તું માગીશ એટલું દ્રવ્ય હું તને આપીશ એમ ઘણો પ્રયત્ન કર્યો પણ પેલી સ્ત્રીએ તે કબુલ કર્યું નહીં ત્યારે મીનલદેવીએ પૂછ્યું કે તે એવું શું પુણ્ય કર્યું છે તે મને કહી દેખાડ. ત્યારે પેલી સ્ત્રી બોલી કે, હું ઘરથી નીકળી ભિક્ષા માગી નિર્વાહ કરતી ચારર્સે ગાઉથી આવી ને ગઇ કાલે ઉપવાસ કર્યો હતો. બીજા દિવસે કોઇ પુણ્યશાલી પાસેથી જેવો તેવો મીઠા વગરનો સાથવો મળ્યો, તેનો અર્ધો ભાગ કરીને સોમેશ્વરની પૂજા કરી, બાકી રહેલા અર્ધમાંથી અર્ધું અતિથિને આપી શેષ રહેલા સાથવાથી મેં પારણું કર્યું. આપ તો મહા પુણ્યશાળી છો. આપના પિતા, ભાઇ, સ્વામી તથા પુત્ર સર્વે રાજા છે. વળી, યાત્રાળુને માથેથી આપે કર કાઢી નંખાવ્યો, સવા કરોડ મહોરની પૂજા કરી, એવાં મોટાં પુણ્ય કરનાર છતાં, અલ્પ જણાતું મારું પુણ્ય લેવાની આપ ઇચ્છા કરો છો એ શું ? પરંતુ મારા ઉપર કોપ ન કરો તો આપને કહું. પછી રાણીની આજ્ઞાથી બ્રાહ્મણી બોલી કે જો ખરી વાત વિચારીએ તો આપના કરતાં મારું પુણ્ય ઘણું છે. ઘણી સંપત્તિ છતાં પણ નિયમ પાળવો, છતી શક્તિએ સહન કરવું, યૌવન અવસ્થામાં વ્રત પાળવું તથા દરિદ્રી અવસ્થામાં દાન આપવું, એ સર્વ અલ્પ હોય તો પણ તેમાંથી મોટો લાભ થાય છે. આ પ્રકારની યુક્તિવાળાં વચનો સાંભળી મીનલદેવીનો અહંકાર ઉતરી ગયો. સિદ્ધરાજ સોમનાથની યાત્રા કરી એક વાર સમુદ્રના તીર ઉપર ઉભો હતો, તેવામાં એક ચારણે તેને દોહો કહ્યો કે, હે સિદ્ધરાજ ! તારા ચિત્તને કોણ જાણે છે ? ચક્રવર્તીપણું તો તું પામ્યો પણ એ થકી અધિક લંકા રુપી ફળ પામવાને ઘોડેસ્વાર થઇ લંકામાં જવાનો માર્ગ તું ખોળતો હોય એમ મને લાગે છે, એ સમયે સોમેશ્વરની યાત્રા કરવા સિદ્ધરાજ ગયો છે એમ જાણી માળવદેશનો રાજા યશોવર્મા ગુજરાત ઉપર ચડી આવ્યો. તેને સાંતુમંત્રીએ વિનય પૂર્વક પૂછ્યું કે તમે અહીંથી આવ્યા તેવા પાછા વળો એવો કંઇ ઉપાય છે ? ત્યારે તે રાજાએ કહ્યું કે જો તું તારા સ્વામીની સોમેશ્વરની યાત્રાનું પુણ્ય મને આપે તો હું પાછો જાઉં. આ વચન સાંભળી મહાબુદ્ધિશાળી સાંતુમંત્રીએ, તે રાજાના પગ ધોઇ, પોતાના સ્વામીની સોમેશ્વર યાત્રાનું સઘળું પુણ્ય, પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૨૬ AVA 434 Page #141 -------------------------------------------------------------------------- ________________ હાથમાં જળ લઇ તેના હાથમાં અર્પણ કર્યું. આ પુણ્ય મળ્યાથી ઘણો પ્રસન્ન થયેલો માળવ૨ાજા, પાછો પોતાને દેશ ગયો. આ પ્રકારે આખા રાજ્યનો બચાવ સહજતાથી થયો, તેથી પ્રધાનની સમય સૂચકતાને લીધે લોકમાં તેની પ્રશંસા થઇ કે ‘વાણિયા વિના રાવણ સરખાનું રાજ્ય ગયું એ વાત સાચી જ છે.’ પણ સિદ્ધરાજે તો આ વાત સાંભળી ક્રોધાયમાન થઇ, સાંતુમંત્રીને બોલાવીને ઠપકો દીધો. ત્યારે તે મંત્રી બોલ્યો કે હે સ્વામિન્ ! આપ તો મહારાજાધિરાજ છો, માટે વિચાર તો કરો કે મારું આપેલું આપનું પુણ્ય જાય ? ને જતુ હોય તો, હું આખા જગતમાં જેટલા પુણ્યશાળી છે તે બધાનું પુણ્ય હરણ કરી આપને એકલાને અર્પણ ક૨વાને તૈયાર છું. આ વચન સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો. પ્રધાને કહ્યું કે, હે રાજન્ ! રાજાની ગેરહાજરીમાં શત્રુના લશ્કરને કોઇપણ પ્રકારે દેશમાં આવતું રોકીને સ્વદેશની રક્ષા કરવી એ મંત્રીનો ધર્મ છે. આ ઉપરથી માલવદેશના રાજા ઉપર ઘણો ક્રોધ કરી, સિદ્ધરાજે માળવા ઉપર ચઢાઇ કરવાનો લશ્કરને હુકમ કર્યો. સહસ્રલિંગ સરોવરનું કામ જલ્દી સમાપ્ત કરવાને કેટલાક મહેતા મુસદ્દી નીમી, બીજો સઘળો બંદોબસ્ત કરી, સિદ્ધરાજે માળવા તરફ શીઘ્ર પ્રયાણ કર્યું. ત્યાં બાર વર્ષ સુધી સંગ્રામ ચાલ્યો, આખરે સિદ્ધરાજે એવું પણ લીધું કે, આજે તો મારે ધારાનગરીનો ભંગ કર્યા પછી જ ભોજન લેવું. રાજાની આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં, પરમાર વંશના પાંચસો રાજપુત્રો તથા કેટલાક બુદ્ધિમાન પ્રધાનો અને ઘણા સૈન્યનો નાશ થયો, પણ સંધ્યાકાળ સુધી રાજાની પ્રતિજ્ઞા પૂરી થઇ શકી નહીં. તે વખત મુંજાલ નામે મંત્રીએ વિચાર કર્યો કે જો હવે રાત્રિ પડતા પણ પાછા નહિ વળીએ તો અનર્થ થશે. એમ ધારી રાજાની પ્રતિજ્ઞા પૂરી ક૨વાને કોટનો એક કાંકરો ભાગી મંગાવી જેમ તેમ રાજાને સમજાવી પ્રતિજ્ઞા પુરી કરાવી પાછો વાળી લાવ્યો. પછી ઠે૨-ઠેર પોતાનાં ગુપ્ત માણસ મુકી ધારાનગરીનો દુર્ગ કેમ ભાંગે, એવી વાત ચોરે અને ચૌટે ચર્ચાવી, તેવામાં ત્યાંના રહેવાસી કોઇ પુરુષે કહ્યું કે, જો દક્ષિણ દરવાજેથી શત્રુનું દળ હલ્લો કરે તો જ ધારાનગરીનો કિલ્લો ભાંગે, નહિં તો કોઇ કાળે ભાંગવાનો નથી. આ વાત સાંભળી લાવી તે માણસોએ પ્રધાનને કહી અને પ્રધાને ગુપ્ત રીતે રાજાને જણાવી. રાજાએ આ વાત ખરી ધારી તે જ દ૨વાજે બધું લશ્કર રાખી, ‘યશઃપટહ’ નામના બળવાન હાથી ઉપર બેસી તે દ૨વાજો તોડાવવા માટે મહાવતને કહ્યું. શામળ નામના મહાવતે તે ત્રિપુળીયા દરવાજાનાં બે કમાડની લોઢાની ભુંગળ હાથીના ભારે હચ૨કાથી તોડી નંખાવી. આવું અકલ્પ્ય બળ વાપરવાથી હાથીનાં આંતરડાં તુટી ગયાં છે એમ અનુમાન કરી રાજાને નીચે ઉતાર્યો કે તરત જ તે હાથી પૃથ્વી ઉપર પડી મરણ પામ્યો. આ મોટા શુરવીરપણાનું કામ કરવાથી વળસ૨ ગામમાં યશોધવળ (યશળદેવ નામે) ગણપતિ રૂપે એ હાથીનો અવતાર થયો, એ જન્મ્યા ત્યારે તેને હાથીના જેવા બે બહાર નીકળતા દાંત હતા. તેમાંનો એક દાંત જાણે સિદ્ધિ સ્ત્રીના સ્તન રૂપ પહાડમાં અફળાવાથી ભાંગ્યો હોય એમ ખરી ગયો અને ગણપતિની જેમ માત્ર એક દાંત રહ્યો. તેની સિદ્ધરાજે તથા બીજાએ પ્રાર્થના કરી છે. ધારાનગરીનો દુર્ગ તોડ્યા પછી સંગ્રામમાં પકડાયેલા યશોવર્મરાજાને છ દોરડે બાંધી લીધો. કારણ કે એ રાજાએ સિદ્ધરાજને છ વખત પાછો સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ** ~ ૧૨૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ હટાવ્યો હતો. પછી ધારાનગરીમાં પોતાની આણ પ્રવર્તાવી સિદ્ધરાજ પાટણમાં આવ્યો. તે સમયે દેશના સર્વ વિદ્વાનોને અનુક્રમે આશીર્વાદ દેવાને બોલાવ્યા. તેમાં અંતે, જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ વિગેરે જૈનાચાર્યો પણ આવ્યા. તેમનો રાજાએ ઘણાં દાન માનથી સત્કાર કર્યો. ત્યારે બીજા આચાર્યોના આગ્રહથી ઘણા બુદ્ધિમાન હમાચાર્યે રાજાને આશીર્વાદનો એક શ્લોક બોલ્યા કે હે કામદુધા ગાય ! તું તારા ગોમય રસથી પૃથ્વીનું સિંચન કર, હે રત્નાકર સમુદ્ર ! તમે મોતીના પવિત્ર સાથીયા પૂરો. હે ચંદ્ર ! તું જળ ભરેલા પૂર્ણ કુંભ જેવો થા, હે દિગ્ગજો ! કલ્પ વૃક્ષના પત્ર પોતાને હાથે લઈ તમો તોરણ બાંધો. કારણ કે સિદ્ધરાજ પૃથ્વીમાં દિગ્વિજય કરી આવે છે. માટે માંગલિક પ્રકટ કરો, આ કાવ્યની ચાતુરીથી ચમત્કાર પામેલા રાજાએ હેમાચાર્યની ઘણી પ્રશંસા કરી. તેને ન સહન કરી શકતા કેટલાક બ્રાહ્મણો બોલ્યા કે, અમારાં વ્યાકરણાદિ શાસ્ત્ર ભણ્યા તો વિદ્વાન થયા એમાં શું આશ્ચર્ય !! ત્યારે રાજાએ હેમાચાર્ય સામું જોયું એટલે હેમાચાર્ય બોલ્યા કે, પૂર્વે શ્રી તીર્થકર મહારાજે બાલ્યાવસ્થામાં ઇન્દ્રની આગળ કહેલું જે જૈનેંદ્ર વ્યાકરણ કહેવાય છે તે ભણેલો છું. આ વચન સાંભળી બ્રાહ્મણો બોલ્યા કે – એ બધાં પૂર્વનાં ગપ્પાં જવા દઈ તમારામાં આધુનિક કાળમાં કોઈ વ્યાકરણ કર્તા થયો હોય તો બતાવો. આ વચન સાંભળી હેમાચાર્ય બોલ્યા કે, જો મહારાજા સિદ્ધરાજ સહાય કરે તો થોડા કાળમાં પંચાંગ નવીન વ્યાકરણ હું બનાવું. આ વચન રાજાએ ઘણાં માનથી અંગીકાર કરી હેમાચાર્યને કહ્યું કે તમે નવીન વ્યાકરણ કરો તેમાં જેટલી મદદ જોઇશે તેટલી કરીશ, પણ બોલ્યા પ્રમાણે પાળજો, એમ કહી વિદાય કર્યા. આચાર્ય પોતાના સ્થાનમાં આવ્યા. પછી મુંજાલ નામે મંત્રીએ એવી વાત સાંભળી કે સિદ્ધરાજે પ્રતિજ્ઞા કરી છે કે યશોવર્માના હાથમાં ઉઘાડી તરવાર આપી, તેની આગળ હાથી ઉપર બેસી નગરમાં પ્રવેશ કરવો. આ નીતિ વિરુદ્ધ શત્રુનો વિશ્વાસ કરવા રૂપ વાત સાંભળી તેણે રાજા પાસે આવી કહ્યું કે, આજથી મારે આપનું પ્રધાનપણું કરવું નથી. રાજાએ ઘણાં આગ્રહથી પ્રધાનપણું મૂકવાનું કારણ પૂછ્યું, ત્યારે મંત્રીએ કહ્યું કે શત્રુ સાથે સંધિ વિગ્રહ કરવા જેવી કોઈ વાત રાજાઓ સમજતા નથી, પરંતુ પ્રધાનની કહેલી વાત સાંભળે તો તેથી રાજાને લાભ કહેવાય છે. આ પ્રમાણે નીતિનું વાક્ય છે. પણ સ્વામીએ પોતાની બુદ્ધિથી પ્રતિજ્ઞા કરી છે તેનું પરિણામ સારું નથી. આ પ્રકારનું મંત્રીનું વચન સાંભળી રાજા બોલ્યો કે પ્રાણ ત્યાગ કરવો એ શ્રેષ્ઠ છે પણ લોક પ્રસિદ્ધ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરવો એ શ્રેષ્ઠ નથી. પછી મંત્રીએ રાજાની પ્રતિજ્ઞાનો ભંગ ન થાય માટે લાકડાની તરવાર કરાવી તેને ચકચકતો ધોળો રંગ ચઢાવી, યશોવર્માના હાથમાં આપી, તેને રાજાના હાથી ઉપર પછવાડે બેસાડી ઘણી ધામધુમથી નગર પ્રવેશ કરાવ્યો. આ માંગલિક મહોત્સવ સમાપ્ત થયા પછી રાજાએ વ્યાકરણ સંબંધી વૃત્તાન્ત સંભારી અનેક દેશોમાં પંડિતો મોકલી તમામ વ્યાકરણના ગ્રંથો મંગાવી હેમાચાર્ય પાસે “સિદ્ધ ' એ નામનું સવા લાખ શ્લોકનું પંચાંગ વ્યાકરણ એક વરસમાં કરાવ્યું. તે પુસ્તકને રાજાને બેસવા યોગ્ય મોટા હાથી ઉપર મૂકી તે ઉપર શ્વેત છત્ર ધરાવી બે બાજુએ ચામર કરનારાઓને ઉભા રાખી અતિ અદ્દભુત શોભા સાથે હેમાચાર્યના સ્થાનમાંથી ૧ ૨૮ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #143 -------------------------------------------------------------------------- ________________ રાજમંદિરમાં લાવી રાજાએ પોતાના હાથે ઘણી શ્રેષ્ઠ પૂજા કરી તેને પોતાના પુસ્તકાલયમાં સ્થાપન કરાવ્યું. પછી રાજાના હુકમથી બીજા વ્યાકરણોનો ઉપયોગ ન કરતાં એ જ વ્યાકરણ (વિદ્યાલયોમાં) ભણાવાનું શરૂ થયું. ત્યારે કોઇ મત્સરી બ્રાહ્મણે રાજાના કાન ભર્યા કે આ વ્યાકરણમાં નથી આપનું નામ કે નથી તમારા વંશનું વર્ણન. એ વ્યાકરણ તે શી રીતે ભણ્યું જાય ? આ સાંભળી રાજાના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો કે ઓહો ! અહીં એટલું બધું અંધેર છે. આ વાત કોઇ પુરુષે આવી હેમચન્દ્રાચાર્યને કહી. ત્યારે હેમચન્દ્રાચાર્યે અધિષ્ઠાયક દેવના બળથી તત્કાળ રાજકીર્તિના બત્રીશ નવા શ્લોક બનાવી વ્યાકરણના બત્રીશ પાદની સમાપ્તિને ઠેકાણે મૂક્યા. પ્રાતઃકાળે રાજસભામાં વ્યાકરણ વાંચતાં તે જોવામાં આવ્યા કે જેમાં ચૌલુક્યવંશનું ચમત્કારી વર્ણન છે. આ ઓચિન્તો થયેલો બનાવ જોઇ રાજા ઘણો પ્રસન્ન થયો અને પેલા બ્રાહ્મણનો તિરસ્કાર કરી શિક્ષા કરી. વળી શ્રી હેમચન્દ્રાચાર્યે સિદ્ધરાજના દિગ્વિજયનું જેમાં વર્ણન છે એવો એક હ્રયાશ્રય નામે ગ્રંથ કર્યો છે. હેમચન્દ્રાચાર્યની પ્રશંસા જગતમાં ઘણી ચાલી હતી તે ઉપર એક કવિએ કહ્યું છે કે - હે પાણિનિ ! તું તારો લવારો હવે બંધ રાખ, કારણ કે હેમચન્દ્રાચાર્યની મધુરતા આગળ તારા વ્યાકરણની વાણી બકવાસ જેવી જણાય છે. વળી હેમચંદ્રના વ્યાકરણ આગળ કાત્યાયન વ્યાક૨ણ ક૨ના૨ની બધી મહેનત છૂટી પડી છે કેમ કે એ વ્યાકરણ ચીથરા વીણી લાવી બનાવેલી કંથા જેવું ત્રુટક ત્રુટક લાગે છે. વળી શાકટાયનને કહે છે કે તું તો તારું કડવું વચન ઢાંકી નાખ, પ્રકાશિત કરીશ જ નહીં ને ચાંદ્ર વ્યાકરણ તો જાતે જ હલકુ ને નિઃસાર છે, માટે તેની વાત તો કરતા જ નથી, તો વામન પ્રમુખનાં બનાવેલાં વ્યાકરણ સામું તો જુવે જ કોણ ! જ્યાં સુધી મહા મધુર હેમચંદ્રની વાણી વિદ્યમાન છે ત્યાં સુધી કયો પુરુષ બીજા ગ્રંથોને હાથમાં પણ ઝાલશે ? સિદ્ધરાજે પાટણમાં યશોવર્માને ત્રિપુરુષઆદિ સર્વે રાજપ્રાસાદ તથા સહસ્રલિંગ સરોવર વગેરે દેખાડી તથા મહાદેવ નિમિત્તે જતો કરેલો વર્ષો વર્ષનો એક કરોડ રૂપિઆનો ખર્ચ બતાવી પૂછ્યું કે, આ ધર્માદાનું કામ મેં સારું કર્યું છે કે નહીં ? આ વચન સાંભળી યશોવર્મા રાજા બોલ્યો કે - અઢાર લાખ માળવાનો ધણી તે તમારાથી પરાભવ પામે ! પરંતુ સઘળો માળવદેશ મહાકાલ મહાદેવને અર્પણ કરેલો છે તેથી એ સર્વ દેવ દ્રવ્ય છે, માટે દેવનું દ્રવ્ય ભક્ષણ કરનાર ગમે તેવો સમર્થ હોય પણ અંતે તેનું ભુંડું જ થાય; એમાંથી કદાપિ શ્રેય થાય જ નહીં, માટે અમે ગમે તેટલી મોટી પદવી પામ્યા હતા તો પણ છેવટે આ દશાને પ્રાપ્ત થયા છીએ, માટે તમારા વંશના રાજાઓ પણ આટલું બધું દ્રવ્ય પાળી શકવાના નથી, માટે છેવટે તે દેવ દ્રવ્ય ભક્ષણ, જરૂર અમારી પેઠે દુર્દશા કરાવશે. વળી એક વખત સિદ્ધરાજે સિદ્ધપુરમાં રૂદ્રમાળો કરાવવા માટે કોઇ સારા મોટા કારીગરને પોતાની પાસે બોલાવી, તેને સર્વનો ઉપરી નીમી, તેની ક્લાસિકા (માપણી કરવાનું રાચ) ઘરેણું મૂકેલું હતું તેને લાખ રૂપિયા આપી મૂકાવ્યું. તે વાંસનું બનાવેલું નીકળ્યું ત્યારે રાજાએ પૂછ્યું કે આ લાખ રૂપિયા પર શું ઘરેણું મૂક્યું હતું ? ત્યારે કારીગરે હાથ જોડી વિનયથી એ દ્રવ્ય પાછુ આપી કહ્યું કે, મહારાજ મેં તો આપની ઉદારતાની પરીક્ષા કરવા માટે આમ કર્યું હતું, માટે આપનું સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ E ૧૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ ધન પાછું લો. રાજાએ ઘણા આગ્રહથી એ જ દ્રવ્ય તે કારીગરને આરંભ મુહૂર્તના શિરપાવ તરીકે બક્ષીસ કર્યું. એ પ્રાસાદ ત્રેવીશહસ્ત પ્રમાણ (૨૩ ઘન ફુટ) પરિપૂર્ણ થયો ત્યારે અશ્વપતિ, ગજપતિ, નરપતિ ઇત્યાદિક ઉત્તમ રાજાઓની મૂર્તિઓ કરાવી તેમની આગળ હાથ જોડીને ઉભી રહેલી પોતાની મૂર્તિ કરાવીને મૂકી; તેનો અભિપ્રાય એ હતો કે - હે ઉત્તમ પુરુષો ! તમે કદાચિત્ દેશ ભંગ કરો તો પણ આ પ્રાસાદનો ભંગ ન કરશો એવું તમારી પાસે હાથ જોડી માગી લઉં છું. આ પ્રાસાદનું ધ્વજારોપણ કરતી વખતે સર્વ જૈન મંદિરોની ધ્વજાઓ ઉતરાવી. જેમ માળવા દેશમાં મહાકાલેશ્વર મહાદેવની ધ્વજા થતાં જૈનમંદિર ઉપર ધ્વજાઓ ન હતી તેવી આ દેશમાં પણ આજ્ઞા વર્તાવી. ન એક દિવસ સિદ્ધરાજે માળવા જવાની તૈયારી કરી હતી તે વેળાએ કોઇ વ્યાપારીએ આવી સહસ્રલિંગ ધર્મસ્થાનમાં દ્રવ્ય આપી પોતાના ભાગને પુણ્યમાં ઘાલવાની પ્રાર્થના કરી; તે પ્રાર્થના ન સ્વીકારતા તે માળવે ગયો. કેટલાક દિવસ પછી દ્રવ્ય ખુટવાથી તે કામ અટકી પડ્યું. આ વાત પેલા વ્યાપારીના જાણવામાં આવી, ત્યારે તેણે એવી યુક્તિ કરી કે - પોતાના છોકરાને શીખવી, કોઇ ધનાઢ્યની સ્ત્રીનું ગુપ્ત રીતે કર્ણપુર ચોરાવી તે વાત પોતે જ જાહેર કરી. તેના અપરાધના દંડમાં પોતે ત્રણ લાખ રૂપિઆ આપ્યા. આ દ્રવ્યથી બંધ પડેલું સહસ્ત્રલિંગનું કામ પાછું ચાલતું થયું. આ વાત માળવામાં રહેલા સિદ્ધરાજે સાંભળી ત્યારે તે ઘણો આનંદ પામ્યો. પછી ચોમાસામાં પુષ્કળ વરસાદ વરસવાથી પૃથ્વી એક રસ થઇ ગઇ, તેની વધામણી આપવા પ્રધાનોએ એક મારવાડીને માળવા મોકલ્યો. તે મારવાડી પુરુષ રાજા આગળ આવી વરસાદનું વર્ણન કરતો હતો, એટલામાં ત્યાં આગળ ઉભા રહેલા કોઇ ગુજરાતી ધૂર્ત પુરુષે વધામણી આપી કે મહારાજ ! સહસ્રલિંગ સરોવર આકંઠ ભરાઇ ગયું છે. આ વચન સાંભળી રાજાને એટલો બધો હર્ષ થયો કે પોતાનાં પહેરેલાં વસ્ત્રાભૂષણ સર્વ પેલા મારવાડીના દેખતા ગુજરાતીને આપ્યાં. આ રીતે શિંકાથી તલપ મારી લઇ જતાં બિલાડાની માફક મારવાડીનો શિરપાવ ગુજરાતી લઇ ગયો. ચોમાસુ ગયા પછી માળવથી પાછા ફરતા રાજાએ, શ્રીનગરમાં નિવાસ કર્યો હતો. ત્યાં નગરના પ્રાસાદો ઉપર ધ્વજાઓ ફરકતી જોઇ રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે, આ પ્રાસાદો કોના છે ? ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે બ્રહ્માનો તથા જૈનનો પ્રાસાદ છે. આ સાંભળી રાજા ક્રોધાયમાન થઇ બોલ્યો કે, જૈન મંદિર ઉપર ધ્વજાનો મેં નિષેધ કર્યો છે, તેમ છતાં તમે કોના હુકમથી ધ્વજાઓ રાખી છે. ત્યારે બ્રાહ્મણ હાથ જોડી બોલ્યા કે, મહારાજ ! અમારી વિનંતી સાંભળવી જોઇએ. એમ કહી બોલ્યા કે શ્રી મહાદેવે સત્યુગના આરંભમાં (ઉત્સર્પિણી કાલમાં) આ જગ્યાનું નામ મહાસ્થાન એવું રાખ્યું ને તેમાં શ્રી ઋષભદેવ તથા બ્રહ્મદેવના પ્રાસાદનો પુણ્યશાળી પુરુષોએ ઉદ્ધાર કરતાં કરતાં ચાર યુગ કાઢી નાંખ્યા. એવો પ્રાચીન આ પ્રાસાદ છે. વળી શ્રી શત્રુંજય તીર્થની સમીપ ભૂમિમાં આ નગર છે. તે વાત પુરાણમાં પણ કહેલી છે. ‘શ્રી શત્રુંજય પર્વતની મૂળ ભૂમિનો વિસ્તાર ચોથા (૧) કાનનું એક જાતનું આભૂષણ. ૧૩૦ C પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #145 -------------------------------------------------------------------------- ________________ આરામાં પચાસ યોજનાનો હતો ને ઉપલી ભૂમિનો વિસ્તાર દશ યોજનાનો હતો, ને એ પર્વત આઠ યોજન ઉંચો હતો એમ એનું પરિમાણ કહ્યું છે. જો વળી સત્ય યુગમાં શ્રી ઋષભદેવના પુત્ર ભરત મહારાજ હતા. તેમના નામથી આ ભરતખંડ નામ પ્રસિદ્ધ છે. એ વાત ભાગવત પુરાણમાં છે. “શ્રી નાભિરાજાથી શ્રી મરુદેવી માતાને શ્રી ઋષભદેવ ઉત્પન્ન થયા. તેમણે મુનિઓને પ્રથમ યોગ માર્ગ દેખાડ્યો તથા બ્રહ્મ સ્થિતિ (આત્મા રૂપે રહેવું તે) દેખાડી, માટે મોટા મુનિઓ પણ તેમને જ પૂજય પદ કહે છે તથા તેમને અરિહંત કહે છે. તેમનું અંતઃકરણ નિર્મળ, અતિ પવિત્ર સમ દષ્ટિવાળુ હતું' !! વળી તે જ ગ્રંથમાં બીજી જગ્યાએ પરમેશ્વરના અવતાર ગણાવ્યા છે તેમાં પણ કહ્યું છે કે – નાભિરાજથી મરુદેવીને વિષે મહાપરાક્રમી પરમેશ્વરનો આઠમો અવતાર થયો, જેણે ધીર પુરુષોનો માર્ગ (મુનિ માર્ગ) દેખાડ્યો, જેને સર્વ આશ્રમવાળા નમસ્કાર કરે છે. | ઇત્યાદિ ઘણાં પુરાણનાં દૃષ્ટાંત કહી દેખાડ્યાં. વળી ઘણો વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે, શ્રી ઋષભદેવના ભંડારમાંથી શ્રી ભરત મહારાજનો નામાંકિત મોટો કાંસાનો થાળ ઘણા માણસ ભેગા થઈ ઉંચકી લાવીને દેખાડ્યો. આ પ્રકારે જૈન પ્રાસાદનું તથા જૈન ધર્મનું પ્રાચીનપણું સ્થાપન કરી દેખાડ્યું તો પણ રાજહઠ એકદમ મટતી નથી, માટે તત્કાળ જૈન મંદિરની ધ્વજાઓ ઉતરાવી પરંતુ છેવટે એક વર્ષ ગયા પછી પાછી ધ્વજા ચડાવવાની પરાણે આજ્ઞા આપી. એક દિવસ સહસ્ત્રલિંગ સરોવરના ખર્ચનો ચોપડો રાજાને વાંચી સંભળાવતા હતા. તેમાં આવ્યું કે ત્રણ લાખ રૂપિયા વેપારીના છોકરાનો દંડ આવ્યો. તે પણ આ કામમાં વપરાયો છે. આ વાત સાંભળી રાજાએ તે વેપારીના રૂપિઆ તેને ઘેર પાછા મોકલાવ્યા. ત્યારે તે વેપારીએ આવીને રાજાને કહ્યું કે, આમ કરવું હવે આપને યોગ્ય નથી ત્યારે રાજા બોલ્યો કે, કોટી ધ્વજ વેપારી હોય તે આ પ્રકારે ચોરી કરે ? ન જ કરે માટે એમાં કપટ છે. મારી પાસે જતી વખતે આ ધર્મસ્થાનના પુણ્યમાં ભાગ ઘાલવાને માટે તે માગણી કરી હતી તેનો મેં ઇનકાર કર્યો હતો, માટે પ્રપંચ કરવામાં ચતુર, મૃગ જેવું ગરીબ મુખ રાખી, અંતરમાં વાઘ જેવું કૂરપણું રાખનાર, ઉપરથી સરલ અને અંતરમાંથી શઠ એવો તું જાતે વણિક છે; તેથી જ આ પ્રપંચ કર્યો છે. તે ઉપર નીતિશાસ્ત્રના શ્લોક કહી સંભળાવ્યા. તેમનો અર્થ: પ્રત્યક્ષ મીઠું બોલી પછવાડેથી કામનો બગાડનાર જેમ ઝેર ભરેલા ઘડા ઉપર થોડુ દૂધ ભર્યું હોય એવા ચિત્રનો ત્યાગ કરવો. (૧) વળી મુખકમળ પ્રફુલ્લિત રાખે ને ચંદનના જેવી શીતળ વાણી બોલે ને હૃદય તો બીજાનું છેદન કરવામાં જ તત્પર રહે એવું ધુર્ત પુરુષનું લક્ષણ છે. (૨) વળી જેનું અંતર સ્મશાનમાં બળતા ભડકા જેવું તથા પાતાળવાસી સર્પના માથામાં રહેલા મણિની કાન્તિ સરખુ દેદીપ્યમાન રહે છે તેની શોભા રાતે જણાય પણ દિવસે ન જણાય તેમ અંતરમાં સાવચેત ને ઉપરથી ભોળા એવા માણસની શોભા રાત્રિ સમાન અંધેર રાજમાં જ ઘટે છે. પણ દિવસ જેવા ઉજ્જવલ રાજમાં એવી યુક્તિ ચાલવાની નથી એમ કહીને દ્રવ્ય તેને સ્વાધીન કરી વિદાય કર્યો. સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ એક દિવસે સિદ્ધરાજે રામચંદ્ર કવિને પૂછ્યું કે ઉષ્ણકાળમાં દિવસ કેમ મોટા થાય છે ત્યારે તેણે કહ્યું કે હે સિદ્ધદેવ ! પર્વતના કિલ્લાને તોડવામાં સમર્થ, તમારા દિગ્વિજયના મહોત્સવમાં પણ જોરથી દોડતા ઘોડાઓની ખરીઓથી ખોદાઈ મર્દન થતી પૃથ્વીની ઘણી ઉંચે ઉડતી ધૂળ આકાશ ગંગાના તટ ઉપર પડી. તેના કાદવમાં ઉગેલી લીલી દુર્વા દેખી સૂર્યના ઘોડાનું મન હાથ નથી રહેતું માટે તેનો ચારો ચરતા ચરતા ચાલે છે તેથી દિવસ મોટા લાગે છે એમ કહીને રાજાને પ્રસન્ન કર્યો. વળી માર્ગણ યાચક (બીજો અર્થ બાણ) તમારાથી અવળા થઈ શત્રુ સન્મુખ લક્ષ દઈ ચાલતા થાય છે તો પણ તમારો દાનેશ્વરીપણા રૂપ મોટો યશ જગતમાં વ્યાપ્ત છે એટલે એક માગણ યાચક તમારા સન્મુખ આવે છે ને બીજા માર્ગણ બાણ શત્રુ સન્મુખ જાય છે. એમ કહી રાજાને ખુશી કર્યો. વળી એક વખત રાજાએ ઉપરથી ગાંડા ઘેલા જેવા દેખાતા જયમંગળ નામના આચાર્યશ્રીને પૂછ્યું કે – આ નગરનું વર્ણન કરો ત્યારે તેમણે એક કાવ્ય કહ્યું. તેનો અર્થ: આ નગરની અતિશય ચતુર સ્ત્રીઓની ચતુરાઇ દેખી સરસ્વતી દેવી પરાભવ પામી જડ રૂપ થઈ (જળ રૂપ થઈ) સેવકની જેમ પાણી વહન કરતી તે સ્ત્રીઓની સેવામાં નદી રૂપે હાજર જણાય છે ને તેણીએ પોતાના કરતાં અધિક ગાનકળા નગરની સ્ત્રીઓમાં દેખી રીસ કરી પોતાના હાથમાં રહેલી વણા પણ પટકી દીધેલી જણાય છે. કારણ કે તે વીણાનું તુંબડું હતું તે તો આપનું મોટું ગોળાકૃતિ સહસ્ત્રલિંગ સરોવર થયું ને વણા દંડ હતો તે કીર્તીસ્થંભ રૂપે મોટો ઉંચો પ્રત્યક્ષ જણાય છે. આ કવિતાનો ચમત્કાર જોઈ રાજા ઘણો પ્રસન્ન થયો, વળી સિદ્ધરાજે જેવાં મોટાં મોટાં સરોવરો, યાત્રાસ્થાન, મહેલ વગેરે કામ કર્યા છે તેવા કામ બીજો કોણ પૃથ્વીમાં કરી શકનાર છે ! વળી શ્રીપાલ કવિએ સહસ્ત્રલિંગ સરોવરની પ્રશસ્તિ કરી; તેને શિલામાં કોતરાવી પંડિતો પાસે શોધાવતી વખતે રાજાએ સર્વ દર્શનના પંડિતોને એકઠા કર્યા તે પ્રશસ્તિના પ્રથમ કાવ્યનો અર્થ : સિદ્ધરાજની કીર્તિથી પરિપૂર્ણ ભરાયેલા સહસ્ત્રલિંગ સરોવરમાં નિર્મળ જળવાળા અચ્છોદ નામે સરોવરનો સમગ્રસાર વિરાજમાન રહ્યો છે. માટે તેને જોઈ મારા મનમાં માનસ નામે સરોવર નથી રુચતું તથા પંપા સરોવર પણ હર્ષ નથી ઉપજાવતું ઇત્યાદિ કાવ્યોને શોધતા પંડિતોમાં જૈન દર્શનમાંથી રામચંદ્ર નામે હેમચન્દ્રાચાર્યના શિષ્ય ગુરુની આજ્ઞાથી સભામાં આવ્યાં હતાં. ગુરુએ તેને કહ્યું હતું કે એ પ્રશસ્તિનાં કાવ્ય સર્વ પંડિતોને માન્ય છે તથા શ્રીપાલ કવિ જાતે ઘણો નમ્ર છે માટે એનું ખંડન કરશો માં. એમ કહી તેમને સભામાં મોકલ્યા હતા પરંતુ સર્વ પંડિતોએ પ્રશસ્તિ કાવ્ય વખાણ્યાં તેના ભેગું તેમણે પણ હાજી હા કહ્યું તો ખરું પરંતુ સિદ્ધરાજે ઘણા આગ્રહથી પૂછ્યું ત્યારે એ કાવ્યમાં બે દોષ દેખાડ્યા. જે કાવ્યને બીજા પંડિતોએ ઘણું વખાણ્યું હતું તેનો અર્થ : લક્ષ્મીએ કમળનો ત્યાગ કરી તમારા ખગ્નનો (તલવાર) આશ્રય કર્યો. કારણ કે કમળ, કોલવડે (કોશડોડો તથા દ્રવ્ય ભંડાર) સહિત છે તથા દલે (પત્ર તથા લશ્કરે) સહિત છે તો પણ પૃથ્વી ઉપર રહેલા શત્રુરૂપ કંટકને પણ છેડવા સમર્થ નથી થતું માટે એને નિત્ય નપુંસક જાણી તે કમળનો ત્યાગ કરી તમારા પગનો આશ્રય કર્યો. કારણ કે શત્રુરૂપ કંટકનો નાશ કરતી વખતે કોશનો (જેમાં તરવાર રહે છે તે) પણ ત્યાગ કરે છે તથા દલ (લશ્કર) નો ૧૩૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #147 -------------------------------------------------------------------------- ________________ ખપ રાખતો નથી તથા નિત્યે પુરુષ ચિહ્ન ધારણ કરે છે એવા ગુણ જોઈ લક્ષ્મી (વિજય લક્ષ્મી) તમારા ખડ્ઝને બાઝી પડે છે. આ કાવ્યમાં દલ શબ્દના સૈન્યરૂપ અર્થ તથા કમળ શબ્દને નિત્ય નપુંસક ગણ્યો. એ બે દોષ દેખાડ્યા પછી શ્રીપાલ કવિએ પ્રાર્થના કરી જેમ તેમ કરી દલ શબ્દનું તો સ્થાપન કર્યું ને કમળ શબ્દનું નિત્ય નપુંસકપણું મટાડવાને પાઠ ફેરવી દેખાડ્યો. આ પ્રકારે રામચંદ્ર કવિની સૂક્ષ્મદષ્ટિનો ચમત્કાર જોઈ સર્વ પંડિતોએ ઘણી પ્રશંસા કરી પણ સિદ્ધરાજની નજર લાગી તેથી તે કવિની તો પોતાના સ્થાનમાં જતા માર્ગમાં એક આંખ ફુટી ગઈ. એક દિવસ ડાહલ દેશના રાજાને કોઈ જગ્યાથી ગમલ પત્ર (તામ્રપત્ર) મળ્યું તેમાં લખેલો એક શ્લોક જેનો અર્થ કોઇથી ન થઈ શક્યો માટે સિદ્ધરાજની સભામાં તે શ્લોકનો અર્થ પૂછવા મોકલ્યો ત્યારે રાજાએ સભા કરી સર્વે પંડિતોને તેનો અર્થ પૂછ્યો પણ તેમનાથી શ્લોકનો અર્થ ન થયો. પછી સર્વે પંડિતોની તથા સભાની લાજ જશે એમ ધારી તેનો અર્થ હેમચન્દ્રાચાર્યે કર્યો કે - આકાર જોડીએ તો જે શબ્દનો અર્થ લોકોને જીવાડે એવો થાય ને વિ એવો અક્ષર જોડીએ તો જે શબ્દનો અર્થ મુનિ લોકને વહાલો લાગે એવો થાય ને સં અક્ષર જોડીએ તો જે શબ્દનો અર્થ સર્વને અનિષ્ટ એવો થાય ને કાંઇ ન જોડીએ તો જે શબ્દનો અર્થ સ્ત્રીઓને વહાલો એ પ્રકારનો થાય એવો શબ્દ કયો? તેના જવાબમાં હાર શબ્દ છે. આ ઉત્તર સાંભળી સર્વને આશ્ચર્ય થયું જેમકે હાર શબ્દને આકાર જોડીને તો આ હાર ૧ તેમજ વિહાર ૨ સંહાર ૩ હાર ૪ એવા શબ્દો થાય છે. એક દિવસ સપાદલક્ષ રાજાએ પોતાની સ્ત્રી સહિત અગાશીમાં ચડી બીજના ચંદ્રનું દર્શન કરી એક સમસ્યાનો અડધો ગ્લોક કરી તેણે સિદ્ધરાજની સભામાં તેનો અર્થ પૂછાવ્યો, ત્યારે તેનો અર્થ પણ બીજા પંડિતોથી ન થયો ત્યારે હેમચન્દ્રાચાર્યો કર્યો. વળી એક દિવસ આભીર લોકનો રાણો (રાજા) નવધણ નામે મહા સમર્થ હતો તેણે સિદ્ધરાજનું સૈન્ય અગિયાર વખત પાછુ હટાવી કાઢી મૂક્યું. પોતાનો આ મોટો પરાભવ જોઈ બારમી વખતે રાજાએ પોતે જાતે ચડાઇ કરી સંગ્રામ કરવાનો વિચાર કર્યો ને વર્ધમાનપુર (વઢવાણ) આદિકપુરના કિલ્લાની મજબુતી વિગેરે લડાઈ કરવાને ઉપયોગી વસ્તુની ઘણી તૈયારી કરાવી. આ વખતે નવધણ રાજાના ભાણેજોએ તેનાથી ફુટેલ થઇ સિદ્ધરાજને આવીને મળી સંકેત કર્યો કે જુનાગઢના કિલ્લાના ધણી તમે થાવ તો આ નવધનને શસ્ત્રથી તમારે ન મારવો. સોના રૂપાની ઠેલીઓથી તથા તેના વાસણથી એનો નાશ કરવો. આ પ્રકારનું સિદ્ધરાજને કબુલ કરાવી ઉશ્કેરી સૈન્ય સહિત સિદ્ધરાજને યુક્તિથી લઈ ગયા, ને કપટથી તેને પકડાવ્યો. પછી સિદ્ધરાજે તે શત્રુને અંદરના કિલાથી બહાર ખેંચી કાઢી મજબુત વાસણ મારી મારીને તેનો પ્રાણ લીધો. અને સ્ત્રીઓને (૧) જુનાગઢનો રાજા રાયખેંગાર કહીએ છીએ તે જણાય છે. બાબ ૪૪ (૨) સિદ્ધરાજના સંબંધી પુરુષને નવધણ રાજાએ પોતાની બહેન પરણાવી હતી તેના પુત્રો. સિધ્ધરાજ જયસિંહનો પ્રબંધ ૧૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું કે, જુઓ આ પ્રકારે દ્રવ્યથી દાટી મારી નંખાય છે.' (આ જગ્યાએ ગ્રંથકર્તાએ ઘણા સંક્ષેપથી આ ઇતિહાસ લખ્યો છે, માટે તેનો વિસ્તાર રાસમાળા તથા સોરઠના ઇતિહાસમાં વાંચશો તો આ સિવાયની બીજી વધારે ઘટનાઓ પણ જાણવામાં આવશે.) જાંબ નામના વનરાજના પ્રધાનના વંશના સજ્જન નામે દંડાઘિપતિને સોરઠ દેશની ખંડણી ઉઘરાવવા નીમ્યો હતો. તેણે સિદ્ધરાજને પૂછ્યા વગર ત્રણ વર્ષની ઉઘરાણીના દ્રવ્યથી શ્રી રૈવતાચલ ઉપર શ્રી નેમિનાથજીના કાષ્ટમય મંદિરનો ઉદ્ધાર કર્યો. નવું પાષાણમય મંદિર કરાવ્યું. ચોથે વર્ષે સિદ્ધરાજે ચાર સામંતોને તે કામ સોંપી સજ્જનને પાટણમાં બોલાવી લઈ તેની પાસે રાજાએ ત્રણ વર્ષની ઉઘરાણીનું દ્રવ્ય માંગ્યું ત્યારે સજ્જનને તે દેશના વેપારી લોકો પાસેથી દ્રવ્ય લઈ એકઠું કરી રાજા પાસે લઈ જઈ કહ્યું કે, એક તરફ આ સઘળું ત્રણ વરસનું દ્રવ્ય છે તે લ્યો અથવા એ દ્રવ્યથી રૈવતાચલ ઉપર શ્રી નેમિનાથના ચૈત્યનો ઉદ્ધાર કર્યો છે તેનું પુણ્ય લ્યો. આ બેમાંથી જે સરકારના ધ્યાનમાં આવે તે લ્યો. આ પ્રકારનું તેનું તીર્ણ ચાતુર્ય દેખી રાજા પ્રસન્ન થયો અને પુણ્ય લીધું પણ દ્રવ્ય ન લીધું. પછી પાછો રાજાએ પ્રસન્ન થઈ તે જ દેશનો અધિકાર સોંપ્યો. ત્યારે શત્રુંજય ઉપર તથા રૈવતાચલ ઉપર બાર બાર યોજન ફરતે સઘળી જગાએ હીરાગલ વસ્ત્રની ધ્વજાઓ તથા મહાધ્વજ આરોપણ કરાવ્યા. એ પ્રકારે સજ્જન દંડાધિપતિનો કરાવેલો ઉદ્ધાર પ્રસિદ્ધ છે. વળી સિદ્ધરાજ ફરીથી સોમેશ્વરની યાત્રા કરી પાછો વળી ચૈતવાચલની સમીપ ભૂમિમાં નિવાસ કરી તે પર્વતની ઘણી પ્રશંસા સાંભળવાથી તે ઉપર ચડીને જોવાની ઘણી ઇચ્છા થઇ, પરંતુ ત્યાંના રહેનાર પરસ્પર મહામત્સરવાળા બ્રાહ્મણ લોકોએ આવી રાજાને કહ્યું કે હે રાજન ! તમે પરમ શિવ ભક્ત છો, ને આ પર્વત જલધારી સહિત શિવલિંગના આકાર જેવો છે માટે એના ઉપર તમારે પગ દેવો યોગ્ય નથી. આ પ્રકારના કપટ વચનની તેને નિષેધ કર્યો. ત્યારે રાજાએ સઘળી પૂજા સામગ્રી મોકલી દીધી ને પોતે શત્રુંજય મહાતીર્થની સમીપ સૈન્યનો પડાવ નંખાવી રહ્યો. ત્યાં પૂર્વે કહેલા ચાડિયા બ્રાહ્મણ લોકોથી યાત્રાળુ લોકોને થતો ઉપદ્રવ સાંભળી તે જોવા રાજાએ કાપેટિક વેશ (ભગવાં વસ્ત્ર ધારક યાત્રાળુ) ધારણ કરી ગંગાજળ ભરેલી બે ગાગરો બે સિંકામાં મૂકેલી તેની કાવડ પોતાના ખભા ઉપર મૂકી ચાલ્યો. ત્યાં માર્ગમાં હાથમાં તલવાર લઈ નિર્દયપણે તીર્થના માર્ગને રોકી દંડ લેનારની વચ્ચે થઈ કોઈ ન ઓળખે એમ પર્વત ઉપર ચડી જઇને રાજાએ ગંગાજળ વડે શ્રીયુગાદિ દેવને સ્નાન કરાવ્યું ને પર્વત સમીપ રહેલાં બાર ગામનો લેખ કરી શ્રી ઋષભદેવની પૂજા નિમિત્તે અર્પણ કર્યા. તીર્થનું દર્શન કરવાથી રાજાનાં નેત્ર તથા અંતઃકરણ આનંદરૂપી સમુદ્રમાં ડૂબી ગયાં. જાણે અમૃતનો અભિષેક થયો હોય એમ પોતાને વિષે કૃતાર્થપણું માન્યું. (૧) થોડુ આપવાથી સંતોષ ન પામતા ભાણેજોને મામીઓએ મહેણા માર્યા કે; તમને શું! દ્રવ્યથી દાટી મારીએ? આ પ્રકારનું કઠણ વાક્ય વારંવાર સાંભળવાથી રીસ ચડાવી એવો વિચાર કર્યો કે અમે ખરા ત્યારે કે જયારે તમને જ દ્રવ્યથી દાટી મારીએ. આ વિચારથી સિદ્ધરાજને પ્રતિજ્ઞા પૂર્વક લઈ જઈને તેનો ઘાણ કરાવ્યો. ૧૩૪ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #149 -------------------------------------------------------------------------- ________________ વળી રાજાના મનમાં આ પ્રકારે વિચાર થયેલો કે આ પર્વતમાં વિંધ્યાચલ પર્વતની પેઠે સલ્લકી નામે તૃણનાં વન તથા નદીઓ ઈત્યાદિક સામગ્રી છે, માટે અહીં જ વિંધ્ય વનની રચના કરી હાથીની ઉત્પત્તિ કરાવવી. આ પ્રકારની મનથી કરેલી પ્રતિજ્ઞાનું મને ઘણું પાપ લાગ્યું. મનથી તીર્થની આશાતના (અપરાધ) થઇ એમ જાણી ઘણો પશ્ચાત્તાપ કરી શ્રી ઋષભદેવની સમક્ષ પોતાને ધિક્કાર કરતો રાજલોક જાણે એમ પોતાના આત્માની નિંદાગણા કરી પાતક રહિત થઈ તીર્થનો ઉપદ્રવ નિવારણ કરી પર્વતથી ઉતરી પોતાને નગર પહોચ્યો. હવે દેવસૂરિનું ચરિત્ર કહીએ છીએ. એક સમયે કુમુદચંદ્ર નામે દિગંબરનો મોટો આચાર્ય દેશ દેશાંતરમાં ચોરાશી વાદથી પંડિતોને જીતતો જીતતો કર્ણાટક દેશથી ગુજરાતની કર્ણાવતી નગરીમાં આવ્યો. ત્યાં ભટ્ટારક શ્રી દેવચન્દ્રસૂરિ ચોમાસુ રહ્યા હતા ને અરિષ્ટ નેમિનાથના પ્રાસાદમાં ધર્મશાસ્ત્ર વાંચતા હતા. તેની મોટી કીર્તિ પંડિતોથી સાંભળી તેમના ઉપાશ્રયમાં તૃણ સહિત જળ નંખાવ્યું એટલે વાદવિવાદ કરવા જૈન લોકને ઉશ્કેર્યા પણ આ તો ક્ષમાના મહા સમુદ્ર હતા તથા તર્કશાસ્ત્રમાં મહા કુશળ હતા તેથી તે મુનિ પંડિતોએ એ વાત ગણકારી નહીં ત્યારે તે દિગંબરે શ્રીદેવી નામે એ આચાર્યની બહેન સાધ્વી હતી તેને મંત્ર વિદ્યાના જોરથી, એટલે ભૂતપ્રેતનો પ્રવેશ કરાવી ગાંડી વિકલચિત્તની કરી તેની પાસે પાણી ભરાવવા વિગેરે પોતાનું કામ કરાવી ઘણી હીલના કરવા માંડ્યો. પછી તે સાધ્વીના શરીરમાંથી ચેટકનો પ્રવેશ મુનિજનના પ્રતાપથી દૂર થયો; ત્યારે ઉલટા જાણી જોઇને વઢવા માંડેલા મહા ઉદ્ધત દિગંબરોને દેવચન્દ્રસૂરિએ કહ્યું કે જો તમારે વાદવિવાદ કરવો હોય તો પાટણ જાઓ. ત્યાં રાજસભામાં તમારી સાથે વાદ કરવા તૈયાર છીએ. આ વાત સાંભળી તે દિગંબર ઘણો પ્રસન્ન થયો ને પોતાને કૃતાર્થ માનતો તે દિગંબર પાટણ શહેરમાં આવ્યો. આ વાત સિદ્ધરાજે જાણી તે પોતાની માતુશ્રીના પિતાનો ગુરુ છે એમ જાણી ઘણા સન્માનથી સન્મુખ આવી સત્કાર કર્યો ને નગરમાં લાવી નિવાસ કરાવ્યો. પછી સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યને પૂછ્યું કે જૈન આચાર્યમાં વાદવિવાદ કરી શકે એવા સમર્થ કોણ છે ? તેમને બોલાવીએ કારણ કે અત્રે કુમુદચંદ્ર નામે દિગંબરાચાર્ય શ્વેતાંબરો સાથે વિવાદ કરવા આવ્યા છે. આ પ્રકારનું રાજાનું વચન સાંભળી હેમચન્દ્રાચાર્યે કહ્યું કે કર્ણાવતીમાં રહેલા શ્રી દેવચન્દ્રાચાર્ય ચાર વિદ્યામાં કુશળ છે તથા વિવાદ કરવા સમર્થ છે. સર્વ જૈન મુનિના અધિપતિ છે. શ્વેતાંબર શાસનને રક્ષણ કરવામાં વજકોટ સમાન છે. વળી રાજસભામાં બોલવાના ચાતુર્યથી પરિપૂર્ણ ભરેલા ને વાદી સિંહસમાન એવા તો એ જ છે, માટે તેમને આ કામમાં અગ્રેસર કરવા ઘટે છે. આ વાત સાંભળી રાજાએ તેમને બોલાવવા માણસો મોકલ્યાં તથા સંઘની લખેલી વિનંતી પણ મોકલી. પછી દેવચંદ્રસૂરીએ રાજાના ઘણા આગ્રહથી પાટણમાં આવી સરસ્વતી દેવીનું આરાધન કરી દિગંબરને જીતવાનો ઉપાય પૂછ્યો. ત્યારે દેવીએ કહ્યું કે વાદિ વેતાલ શ્રી શાંતિસૂરિની કરેલી ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં દિગંબરના વાદસ્થળમાં ચોર્યાશી વિકલ્પ (૧) અસલ એવી રીત હતી કે જેની સાથે વાદવિવાદ કરવો હોય તેના સ્થાનમાં તૃણ સહિત જલ નંખાવતા... સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ જાલ લખી છે તેનો ઉપયોગ કરવાથી તે જીતાશે. આ પ્રકારનું વરદાન આપી દેવી અદશ્ય થઇ. પછી પોતાની પાસે રહેલા પંડિતોને કુમુદચંદ્રની વિદ્વતા જોવા સારુ મોકલ્યા. તેમણે જઈ પૂછ્યું કે, આપનો વિશેષ અભ્યાસ કયા શાસ્ત્રમાં હશે ? આ સાંભળી મહા અહંકારથી બોલ્યો કે અરે સર્વ શાસ્ત્રમાં સંપૂર્ણ અભ્યાસ હોય એમાં શી નવાઈ ? પરંતુ તે ભૂદેવ ! તમે કહેતા હો તો શીધ્રપણે લંકાનગરીને અહીં લાવી બતાવું ! આખા જંબુદ્વીપને ઝાલી અહીંથી અન્યત્ર પટકી દઉં ! અથવા આખા સમુદ્રનું શોષણ કરી લઉં ! અથવા હેલા માત્રમાં મોટા મોટા પર્વતોનાં શિખરો તોડી સમુદ્રમાં નાખી તેને પુરી દઉં ! તથા હિમાચલ વિગેરે પર્વત નાંખી સમુદ્રની પાળ બાંધી દઉં ? આ પ્રકારના અતિ અદ્દભુત ચમત્કાર કરનારને શાસ્ત્રનો અભ્યાસ પૂછતાં તમને લજ્જા કેમ નથી આવતી ? આ પ્રકારે દિગંબરની વાતોના ગપાટા તે પંડિતોના મુખેથી સાંભળતાં શ્રીદેવીન્દ્રસુરીને તથા હેમચન્દ્રાચાર્યને આનંદ થયો અને જાણ્યું કે એ ઘણો વિદ્વાન નથી. એને જીતવો મુશ્કેલ નથી. એ જૈન સિદ્ધાંતમાં કાંઈ સમજતો નથી. આ પ્રકારનો નિશ્ચય કર્યો. પછી દેવચન્દ્રસુરીનો રત્નપ્રભ નામે મુખ્ય શિષ્ય સંધ્યાકાળે ગુપ્ત વેશ લઈ કુમુદચંદ્રના ગુપ્તસ્થાનમાં પ્રવેશ કરી ગયો ત્યારે તેણે પૂછ્યું કે તું કોણ છે ? ત્યારે મુનિ બોલ્યા કે હું દેવ છું ! વિ - રેવ કોણ ? મુનિ - હું. લિi - હું કોણ? મુનિ - તું. ાિં – તું કોણ ? મુનિ - શ્વાન. કિ – શ્વાન કોણ ? મુનિ - તું. આ પ્રકારે હું તું ! રૂપી ચક્રભ્રમ (ચકડોળ) ઉપર દિગંબરને ચડાવી તેને સ્થાનતુલ્ય સ્થાપન કરી પોતાને દેવ તુલ્ય સ્થાપન કરી ચાલ્યા આવ્યા. દિગંબર તો વિચારમાં પડ્યો કે, અહો આ તો શ્વેતાંબરો ઘણા ધૂર્ત દેખાય છે. એમ ખેદ કરી એક કાવ્ય લખી દેવચન્દ્રસૂરી પ્રત્યે મોકલ્યું. “હે શ્વેતાંબર મોટી મોટી વિદ્વત્તાના જુઠા ભડકા દેખાડી ભોળા લોકોને ભમાવી સંસારરૂપી આંધળા કુવામાં શીદ નાંખો છો? કેમ કે તમે તત્ત્વ અથવા અતત્ત્વ એ સંબંધી વિચારમાં કાંઈ પણ જાણતા નથી. એમ છતાં પણ જો કાંઈ જાણવાની ઇચ્છા હોય તો, સાચે સાચું કહું છું કે કુમુદચંદ્રઆચાર્યના આ ચરણકમળનું રાત્રિ દિવસ ધ્યાન કરો કે જેથી પાપ રહિત થઈ કાંઈક તત્વજ્ઞાન પામો. આ પ્રકારનો એ કાવ્યનો અર્થ જાણી હેમચંદ્રાદિ સર્વ પંડિતોને ઘણુ હાસ્ય થયું. પછી દેવસૂરીના શિષ્ય જે બુદ્ધિના વૈભવે કરીને ચાણક્યથી પણ અધિક હતાં તે માણિક્યચંદ્ર તથા રત્નાકર પંડિત નવાં બે કાવ્ય ઉત્તર રૂપ કરી, કુમુદચંદ્ર પ્રત્યે મોકલ્યા તેનો અર્થ - દેવતાને પણ વંદન કરવા યોગ્ય એવા શ્વેતાંબર મતની નિંદા કરવી તે તો સુતેલા સિંહની કેશવાલીને પગની ઠેસ મારી સ્પર્શ કરવા જેવી વાત છે. વળી આંખમાં થયેલી ચળ મટાડવા માટે તીખા ભાલાની અણીવડે ખંજવાળવું તેના જેવી વાત છે તથા મોટા મણિધર સર્પના માથામાંથી મણિ લઈ પોતાની શોભા કરવા જેવી વાત છે. એટલે એ નિંદા ઉલટો પોતાનો નાશ કરે એવી છે, માટે કોણ મૂર્ખ પુરુષ જાણી જોઇ પોતાનો વિનાશ કરે ? ||૧|| નાગા લોકો એમ માને છે કે, સ્ત્રીની મુક્તિ ન થાય, તે માટે તેનું જુઠું કારણ દેખાડે છે, પણ એમ નથી જાણતા કે આ પ્રકારના શાસ્ત્ર ૧૩૬ પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર Page #151 -------------------------------------------------------------------------- ________________ વિરુદ્ધ કુર્તક કરવાથી આપણો જ અનર્થ થશે ? માટે આ તારા સઘળા મનોરથ તારું જ બગાડે એવા છે. તેરા વળી મીનળદેવીને પોતાના પિયર તરફથી દિગંબરનો મત હતો માટે દિગંબરનો જય થાય તે માટે તે સારા સારા માણસને સિફતથી ભરમાવતી હતી. આ વાત હેમચન્દ્રાચાર્યના જાણવામાં આવી ત્યારે હેમચન્દ્રાચાર્યે સારા માણસો સાથે કહેવડાવ્યું કે તમારા ગુરુ તો સ્ત્રીઓએ કરેલું દાન પુણ્ય સઘળું મિથ્યા છે એમ સભામાં વિવાદ કરી સ્થાપન કરવાના છે અને શ્વેતાંબર તો તે પુણ્ય સત્ય છે એમ સ્થાપન કરવાનાં છે, માટે જેનો પક્ષ તમને રુચે તે અંગીકાર કરો. આ વચન સાંભળી મીનળદેવીએ તેમનો વ્યવહાર વિરુદ્ધ દુરાગ્રહ જાણી તે પક્ષનો પરિત્યાગ કર્યો. હવે દિગંબર-શ્વેતાંબરના મત સંબંધી વિવાદની સભા માટે પ્રથમ રાજદ્વારમાં આવી પોત પોતાનો પક્ષ લખી આપવો જોઈએ, તે કામ માટે કુમુદચંદ્ર તો પાલખીમાં બેસી ઘણા આડંબરથી રાજદ્વારમાં (અદાલતની કચેરીમાં) ગયો ને દેવચંદ્રસૂરી તરફથી તો રત્નપ્રભસૂરી પગે ચાલી ત્યાં ગયા. પછી અધિકારી પુરુષોએ કુમુદચંદ્રનો પક્ષ લખી લીધો કે કેવલજ્ઞાની આહાર ન કરે-૧. વસ્ત્ર ધારણ કરનારાનો મોક્ષ ન થાય-૨. સ્ત્રીનો મોક્ષ ન થાય-૩. આ પ્રકારની ભાષામાં લેખ કરી લીધો. પછી દેવચંદ્રસૂરિનો મત લખી લીધો. જે કેવલજ્ઞાની આહાર કરે-૧. વસ્ત્ર ધારણ કરનારનો મોક્ષ થાય-૨. સ્ત્રીનો પણ મોક્ષ થાય-૩. આ પ્રકારે ભાષા લેખ થયા પછી નિશ્ચિત કરેલા દિવસે મોટી સભા મળી; તેમાં સિદ્ધરાજ બિરાજયા તથા છ દર્શનના મોટા મોટા વિદ્વાન લોકોને બોલાવી સન્માનથી બેસાડ્યા. પછી કુમુદચંદ્ર તો ઘણા આડંબરથી આવ્યો. જેની આગળ જયડંકો વાગે છે ને માથા ઉપર ધોળુ છત્ર ધરેલું છે. પત્રવલંબ (વિજયપત્ર) જેની આગળ ચાલે છે. આ પ્રકારની શોભાથી સભામાં આવ્યો તેને સન્માન પૂર્વક રાજાએ ઘટતાં સિંહાસન ઉપર બેસાડ્યો અને દેવચંદ્રસૂરી તથા હેમચંદ્ર પ્રમુખ પંડિતોને એક તરફના સિંહાસન ઉપર બેસાડ્યા. હવે કુમુદચંદ્ર વાદિ પોતે ઉંમરથી અતિશય મોટો છે ને હેમચંદ્રની તો બાલ અવસ્થા છે માટે તેના સામું જોઈ કુમુદચંદ્ર ઉપહાસમાં બોલ્યો. કે પતિ તૐ' (અથ) - તે છાશ પીધી ! આ વચન સાંભળી હેમચંદ્ર બોલ્યા કે હે જરઠ! વૃદ્ધ અવસ્થાથી અસ્થિર થઈ છે બુદ્ધિ જેની એવા હે ઢઢા ! છાશ તો ધોળી હોય ને પીળી તો હલદર હોય એમ કહી તેના વાક્યનું ખંડન કર્યું, પછી રાજાએ પૂછ્યું કે તમારા બેમાંથી કોણ વાદી? ત્યારે દેવચંદ્રસૂરી બોલ્યા કે આ કુમુદચંદ્ર વાદી તેના પ્રતિવાદી હેમચંદ્ર છે. આ સાંભળી કુમુદચંદ્ર બોલ્યો કે હું વૃદ્ધ થઈ આ બાળક સામું શું બોલું ? આ વચન સાંભળી હેમચંદ્ર બોલ્યા કે હું મોટો, ને કુમુદચંદ્ર બાળક, કેમ કે, એ હજુ સુધી કેડે કંદોરો તથા વસ્ત્ર પહેરવાનું શિખ્યો નથી ને નાગો ફરે છે. પછી રાજાએ બન્નેનો વિતંડાવાદ નિવારણ કર્યો. પછી એ બન્નેની આ પ્રકારની પ્રતિજ્ઞા થઈ કે, જો શ્વેતાંબર હારે તો દિગંબરપણું અંગીકાર કરે ને દિગંબર હારે તો આ દેશનો (૧) પતિ ત - દ્વિઅર્થી. ૧-તેં છાશ પીધી ? ૨-પીળી છાશ? આમ વક્રોક્તિ કરી તેનું ખંડન કર્યું. સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૩૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરી દક્ષિણ દેશમાં જતા રહે. આ પ્રકારની પ્રતિજ્ઞા થયા પછી દેવચંદ્રાચાર્યે સર્વાનુમત લઈ કુમુદચંદ્રને કહ્યું કે, તમે તમારો પક્ષ અંગીકાર કરી બોલો. પછી તેણે રાજાને નીચે પ્રમાણે આશીર્વાદ દેઈ પોતાનો પક્ષ પ્રગટ કર્યો. “જે આકાશની મહત્તા આગળ સૂર્ય તો (ખદ્યોત) ખજુવા જીવ જેવો જણાય છે, ચંદ્ર તો કરોળીયાના ઘર જેવો ગોળ ચાંલ્લો જણાય છે ને પર્વતો તો મગતરા જેવા જણાય છે. આ પ્રકારે આકાશનું વર્ણન કરતાં હે રાજન્ ! તમારા યશનું સ્મરણ થયું. ત્યારે તેના વિસ્તારનો વિચાર કરતાં તે આકાશ ભ્રમર જેવું જણાયું. પછી તેથી કોઈ વસ્તુ મોટી ન દેખી ને વાણી બંધ થઇ.” આ પ્રકારનો રાજાને આશીર્વાદ દીધો તેમાં અપશબ્દો (અપશુકનના શબ્દો) આવ્યા. તે જોઈ સભામાં બેસનાર પંડિતોએ કલ્પના કરી કે, પરિણામે આ દિગંબર હારશે. હવે દેવચંદ્રાચાર્યે રાજાને આશીર્વાદ દીધો તે – હે રાજન્ ! તમારું રાજ્ય અને જિનશાસન એ બે ઘણા કાળ સુધી જયવંતુ વર્તો. જે જિનશાસનમાં સ્ત્રીઓની પણ મુક્તિ થાય છે અને જે શ્વેતાંબરની કીર્તિથી મનોહર છે. જેમાં સાત પ્રકારના નયનો તથા નીતિ માર્ગનો વિસ્તાર છે તથા જેમાં કેવળજ્ઞાનીને પણ આહાર કરવાનું કહ્યું છે.” (રાજયપક્ષે પણ આ કાવ્યનો અર્થ થાય છે તેથી બે અર્થવાળું છે.) પછી કુમુદચંદ્ર કબૂતર જેવી સ્કૂલના પામતી વાણીથી પોતાનો પક્ષ કહી સંભળાવ્યો. તેને સાંભળી સભાના પંડિતોએ અંતરમાં હાંસી કરી, ઉપરથી પ્રશંસા કરી, દેવચંદ્રસૂરિને કહ્યું કે, હવે તમે બોલો. ત્યારે પ્રલયકાળના પ્રચંડ પવનથી ક્ષોભ પામી, ગર્જના કરતા સમુદ્ર જેવી વાણીના પ્રબલ પ્રવાહના પ્રકાશથી શ્રી ઉત્તરાધ્યયન સુત્રની ટીકામાંથી ચોરાશી જાતના વિકલ્પ જાળનો ઉપન્યાસ કર્યો. તે દેખી બધી સભા ઘણી ચમત્કાર પામી અને કુમુદચંદ્રનું મુખ ઉતરી ગયું અને તેમનાં વાક્ય ધારણ કરવા પણ તે સમર્થ ન થયો તો ઉત્તર આપવા ક્યાંથી સમર્થ થાય ? આવું જ લગાતાર સોળ દિવસ બન્યું. સોળમા દિવસે પણ કુમુદચંદ્ર બોલ્યો કે મારા સમજવામાં બરોબર આવ્યું નથી, માટે ફરીથી બોલો. ત્યારે સિદ્ધરાજ પ્રમુખ સર્વે પંડિતોએ ના કહી, તો પણ દેવચંદ્રાચાર્યે ફરીથી કહી દેખાડી પ્રમાણ સમુદ્રમાં કુમુદચંદ્રને મગ્ન કર્યો. ત્યારે મંત્ર શક્તિના બળથી કેશચંડ નામે યક્ષ દેવચંદ્રાચાર્યના ગળામાં બેસાડી દીધો, તેથી દેવચંદ્રાચાર્યથી ઓચિંતું બોલાયું જ નહીં. પછી કુરુકુલ્લાદેવીથી સાક્ષાત્ વરદાન પામેલા યશોભદ્રસૂરિએ તે દિગંબરે કરેલું કામણ તત્કાળ હટાવી દીધું. આ ચમત્કાર જોઈ સભાના લોકોએ કુમુદચંદ્રની ઘણી નિંદા કરી અને યશોભદ્રસૂરિની ઘણી સ્તુતિ કરી. વળી દેવચંદ્રસૂરીએ કોટાકોટી શબ્દ કહ્યો ત્યારે કુમુદચંદ્ર બોલ્યો કે, એ શબ્દ અશુદ્ધ છે. એ વખત, જેને કંઠે આઠ મહા વ્યાકરણ રહ્યાં છે એવો કાકલ નામે પંડિત બોલ્યા કે, એ શબ્દ શાકટાયન વ્યાકરણને મતે થાય છે, તેમાં કોટા કોટી તથા કોટીકોટિ તથા કોટિ કોટિ એ ત્રણ શબ્દ દર્શાવ્યાં છે. આ પ્રકારનો વિવાદ ચાલતાં છેવટ દિગંબર બોલ્યો કે, હું હવે બોલવા સમર્થ નથી. મને દેવચંદ્રાચાર્યે જીતી લીધો. એમ પોતાના મુખથી કબુલ થયો. પછી સિદ્ધરાજે એને પાછળના માર્ગે ૧૩૮ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #153 -------------------------------------------------------------------------- ________________ (રાજ માર્ગ વિનાના રસ્તે) કાઢી મૂક્યો તેથી કુમુદચંદ્રને મહા ખેદ થવાથી મોટો રોગ ઉત્પન્ન થયો ને તે મરણ પામ્યો. હવે સિદ્ધરાજ ઘણો આનંદ પામી શ્રીદેવચંદ્રાચાર્યનો મોટો પ્રભાવ વિસ્તાર કરવા મોટી ધામધુમથી વાજતે ગાજતે તથા તેમના માથા ઉપર ધોળા ચામર છત્ર ધારણ કરાવી તેમજ ઘણા સેવકો ચામર કરે છે એ પ્રકારે શોભાનો ઠાઠ કરાવી, પગે ચાલતા રાજાએ દેવચંદ્રસૂરીનો હાથ ઝાલી, જાહડ શ્રાવકે કરાવેલા મહાવીરસ્વામીના મંદિરમાં દર્શન કરાવી, તેમના સ્થાનમાં મોટા ઉત્સવથી પ્રવેશ કરાવ્યો. તે જાહડે એ દિવસે ત્રણ લાખ રૂપીઆ વાપર્યા. યાચકોને દાન આપ્યાં. હે વાદિ ચક્રવર્તી ! આ જગ્યાએ પધારો ! ઇત્યાદિ શબ્દોને બોલતા બંદિજનોને એ માંગલિક મહોત્સવમાં ઘણો દ્રવ્ય લાભ થયો ને સઘળા નગરમાં એ આનંદ ઉત્સવ છવાઇ રહ્યો. જીત પામેલા એ આચાર્યોને ઇચ્છા ન હતી તો પણ બળાત્કારે સિદ્ધરાજે પ્રસન્ન થઇ બાર ગામનો લેખ કરી આપ્યો. હવે પાટણનો રહેનાર વંશ રહિત આભડ નામે વાણિયાનો પુત્ર એક કંસારાની દુકાને હાટે વાસણ ઘસવાનું કામ કરી નિત્ય રોજીંદી જરૂરીયાત પૂરતા પૈસા પેદા કરી શરીરનો નિર્વાહ કરતો હતો. તે બે વખત હેમચંદ્રાચાર્યના ચરણ કમળમાં પડિકમણું કરતો હતો. તે ઘણો ચતુર હોવાથી અગસ્તિ મતની તથા બૌદ્ધ મતની રત્ન પરીક્ષાના ગ્રંથોનો જાણ થઇ, રત્ન પરીક્ષક પુરુષોનો સમાગમ કરી તે કામમાં તેને ઘણું ડહાપણ મેળવ્યું પછી કોઇ સમયે પેલો વણિક, શ્રી હેમચંદ્રસૂરિ પાસે અલ્પ પરિગ્રહ પ્રમાણનો નિયમ લેવા તૈયાર થયો, તે વખતે સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાનથી તેનું મોટું ભાગ્ય છે, એમ ધારી હેમચંદ્રાચાર્યે ત્રણ લાખ રૂપિઆનો પરિગ્રહ બળાત્કારે તેને રખાવ્યો. પછી કોઇક દિવસે કોઇક ગામ જતાં તે વિણકને મારગમાં બકરાનું ટોળું મળ્યું. તેમાં એક બકરીના ગળે તેના ધણીએ પથ્થરનો કકડો સારો જાણી બાંધેલો, તે દેખી આ વાણિયાને રત્નની પરીક્ષા હોવાથી તેણે તે બકરી તત્કાળ વેચાતી લીધી અને તેની કોટે બાંધેલા પથ્થરને ઘસાવી જોયો તો તે ઘણું ઉત્તમ જાતનું મોટું રત્ન નીકળ્યું. પછી સિદ્ધરાજના મુગટ ઘડાવવાના પ્રસંગમાં તે રત્ન લાખ રૂપીયામાં વેચ્યું. તે મૂળ ધનથી વેપાર કરતાં એક દિવસ મજીઠની ભરેલી ગુણો આવી તે સર્વને વેચાતી લીધી. તેમાં વહાણવટીઓએ ચોરના ભયથી સંતાડી ઘાલેલી સોનાની કાંબીઓ (લાંબી લાકડીઓ) નીકળી. તે ધનથી નગરનો મોટો મુખ્ય શાહુકાર થયો. રાજાનો માનીતો નગરશેઠ બન્યો. જિનશાસનને શોભાવનાર મહા દાનેશ્વરી થયો. તેણે ગુપ્તપણે પોતાના દેશમાં તથા પરદેશમાં ઘણા જીર્ણોદ્ધાર કરાવ્યા. વળી તે એમ સમજતો હતો કે ગુપ્તદાનનું મોટું ફળ છે એમ ધારી ધર્મ સંબંધી કૃત્યો સર્વે ગુપ્ત કરતો. શાસ્ત્રમાં કહ્યું છે કે વેલીઓથી વીંટાયેલું વૃક્ષ તથા મૃત્તિકાથી ઢંકાયલાં બીજ જેમ ઘણી વૃધ્ધિ પામે છે તેમ ગુપ્ત કરેલું પુણ્ય સેંકડો ગણું થાય છે. આ પ્રકારે આભડશાનો પ્રબન્ધ પૂરો થયો. સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૩૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ સિદ્ધરાજે સંસાર સમુદ્ર તરવાની ઇચ્છાએ સર્વ પંડિતોને એકઠા કરી દેવતત્ત્વ, ધર્મતત્ત્વ તથા પાત્રતત્ત્વ શું છે તેનો નિશ્ચય કરી કહો એમ પૂછયું, ત્યારે સર્વે પંડિતોએ પોત પોતાના દર્શનને શ્રેષ્ઠ બતાવી અન્ય દર્શનની નિંદા કરી, તેથી રાજાનું ચિત્ત ચકડોળે ચડ્યું. ત્યારે હેમચંદ્રાચાર્યને બોલાવી આ સંદેહ કહ્યો, તે સાંભળી હેમચંદ્રાચાર્યે ચૌદ વિદ્યાનું રહસ્ય વિચારી પુરાણ સંબંધી નિર્ણય કહ્યો. પૂર્વે કોઈ મોટા વેપારીએ પોતાની પ્રથમ પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી પોતાના ઘરની સર્વ સમૃદ્ધિ કોઈ રાખેલી સ્ત્રીને અર્પણ કરી, તેને સ્વાધીન રહ્યો. પછી પ્રથમ પરણેલી સ્ત્રીએ પતિવશ કરવાના ઔષધની તજવીજ કરવા માંડી. તે વખત કોઈ ગૌડ દેશના બ્રાહ્મણે કહ્યું કે, હું તને તારો પતિ એવો વશ કરી આપું કે જેમ કોઈ જડ પદાર્થને દોરીએ બાંધી જેમ નચાવીએ તેમ નાચે. એવું પતિને વશ કરનાર કામણ ઔષધ આપું. આ વાત સાંભળી તે સ્ત્રીએ તે પુરુષનું મનરંજન કરી તે ઔષધ લાવી અન્નમાં પતિને ભક્ષણ કરાવ્યું, પણ તે દિવસ ક્ષયતિથિવાળો હતો એટલી ચૂક પડવાથી, તે દિવ્ય ઔષધના પ્રતાપથી તે ધણી પુરુષ મટી તત્કાળ બળદ થયો. ફરી તે બ્રાહ્મણ ન મળવાથી તથા તે બળદપણું મટાડવાનો ઉપાય પણ ન પૂછેલો હોવાથી, એ સ્ત્રીને ઘણો પશ્ચાત્તાપ થયો. આ વાત પ્રસિદ્ધ થવાથી લોકોના તિરસ્કારને સહન કરતી તથા રુદન કરતી સમૃદ્ધિનો નાશ થવાથી એ સ્ત્રી ઘણું કષ્ટ ભોગવતી હતી. એક દિવસ વનમાં મધ્યાહ્ન સમયે ઉનાળાના તાપથી તપેલી કોઈ લીલા તરણાવાળી જમીનમાં બળદરૂપી પતિને ચરાવતી થાકીને કોઈ વૃક્ષ તળે બેઠી બેઠી પોતાના કર્મની નિંદા કરી અતિશય વિલાપ કરતી હતી. એ સમયમાં આકાશમાર્ગે વિમાનમાં બેસી ઈશ્વર પાર્વતી જતાં હતાં, ત્યારે પાર્વતીએ તે સ્ત્રીનો વિલાપ સાંભળી તેનું કારણ ઈશ્વરને પુછુયું. પછી પાર્વતીએ ઇશ્વરથી સઘળી વાત જાણી એ સ્ત્રીના દુઃખને મટાડવાનો આગ્રહ કરી ઈશ્વર પાસે આકાશવાણી કરાવી તે સ્ત્રીને સંભળાવ્યું કે, આ વિમાનની છાયા નીચે રહેલું ઔષધ ભક્ષણ કરાવવાથી એ પુરુષ થશે, એમ કહી ઇશ્વર પાર્વતી અંતરધ્યાન થયા પછી તે સ્ત્રીએ વિમાનની છાયાની નિશાની રાખી હતી તે છાયા તળેની ઔષધિના અંકુરા લાવી લાવી ખવરાવવા માંડ્યા. તેમાં એક ઔષધિનો અંકુરો એવો આવી ગયો કે, તેનું ભક્ષણ થવાથી તત્કાળ બળદ મટી પુરુષ થયો. તેમજ હે રાજન ! કલિકાલના પ્રતાપથી મહા મોહ વડે પાત્રનું જ્ઞાન ઢંકાઈ ગયું છે. માટે સર્વ દર્શનનું આરાધન કરવાથી અજાણપણે પણ પાત્ર મળવાથી મોક્ષ થાય છે. એ પ્રકારનો હેમચંદ્રાચાર્યનો નિર્ણય સર્વને માનવા યોગ્ય થયો ને સિદ્ધરાજે સર્વ દર્શનનું ઘણું સન્માન કરવા માંડ્યું. આ પ્રકારે સર્વ દર્શન માન્યતાનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ સિદ્ધરાજ કર્ણમેરુ નામે પ્રાસાદમાં બેઠા બેઠા નાટક જુવે છે. તે વખત કોઈ ચણાના વેચનારા વાણિયાએ, તે નાટકમાં એવો ચમત્કાર દેખાડ્યો કે, પોતાના ખભા ઉપર કેટલાકને ઉપરા ઉપરી બેસાડી તથા હાથ મૂકાવી, અતલભાર ઉંચકી બતાવી અપૂર્વ નાટક લીલા કરી રંજન કરી ઘણા ઉંચે બેઠેલા રાજા પાસેથી કપૂર સહિત પાનબીડાની મોજ વારંવાર લીધી. પછી નાટકની સમાપ્તિ ૧૪૦ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #155 -------------------------------------------------------------------------- ________________ કરાવી સેવક પાસે તે વાણિયાનું ઘર જોવડાવી, પ્રાતઃકાળે સભામાં તે વાણિયાને બોલાવી રાજાએ પૂછ્યું કે, રાત્રિએ ઘણો ભાર ઉંચકવાથી તારો ખભો દુઃખતો હશે ? આ વચન સાંભળી વણિક બોલ્યો જે, હે રાજન ! આ સમુદ્ર, પર્વત યુક્ત સકલ પૃથ્વીનો ભાર આપ સાહેબ ખભે ઉપાડો છો તો તેની આગળ મારો ઉપાડેલો ભાર તૃણમાત્ર પણ નથી. આ પ્રકારનું તે વણિકનું સમયોચિત વચન સાંભળી રાજાએ ઘણો શિરપાવ આપ્યો. આ પ્રકારે ચણા વેચનાર વાણિયાનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ સિદ્ધરાજ કર્ણમેરુ નામે પ્રાસાદમાં નાટક વિગેરે તમાશો જોઇ રાત્રિએ પાછો પોતાનાં મહેલમાં આવતાં, માર્ગમાં કોઇ શાહુકારના ઘર ઉપર ઘણા દીવા જોઇ, ઘ૨ના કોઇ માણસને બોલાવી પૂછ્યું કે આ ઘરમાં કેટલાક દીવા થતા હશે ? ત્યારે તેણે કહ્યું કે એક લાખ દીવા થાય છે. પછી રાજાએ કહ્યું કે એને ધન્ય છે જે પોતાના ઘરમાં રહી આ પ્રકારે દીવા બાળી રાત્રિ નિર્ગમન કરે છે ! પ્રાતઃકાળે રાજાએ સભામાં બોલાવી તે ઘરધણીને પૂછ્યું કે તારી પાસે કેટલું ધન છે કે જેથી નિરંતર આ પ્રકારનાં દીવા બાળી ઉજાસ રાખે છે ? ત્યારે તેણે જવાબ આપ્યો કે, મારા ઘરમાં ચોર્યાશી લાખ રૂપીઆ છે. પણ કોટી દ્રવ્ય નથી, માટે રીસ કરી ચારે તરફથી ઘરને પ્રદિપ્ત કરું છું. આ વચન સાંભળી સિદ્ધરાજને દયા લાવી સોળ લાખ રૂપીઆ આપી તેને કોટિધ્વજ કર્યો. આ પ્રકારે ષોડશલક્ષ નામે પ્રબન્ધ પૂરો થયો. વળી એક દિવસ સિદ્ધરાજે, લાલાક, દેશમાં સિહોર નામે મોટા ગામનું, બ્રાહ્મણ લોકને નિવાસ કરવા સ્થાપન કરી, એક શો છ / ૧૦૬ ગામનો લેખ કરી આપી આજીવિકાનો બંદોબસ્ત કરી આપ્યો હતો. પછી વાઘ સિંહના શબ્દ સાંભળી ભય પામતા બ્રાહ્મણો રાજા પાસે આવી મધ્ય દેશમાં નિવાસ માગ્યો. ત્યારે સાબરમતીને કાંઠે આશાંબલી નામે ગામ રહેવા આપ્યું અને સિંહપુરથી ધાન્ય લેઇ આવતા જતાનું દાણ માફ કર્યું. એક દિવસ સિદ્ધરાજે માળવે જતાં માર્ગમાં આવેલા વારાહી ગામના પટેલોને બોલાવી તેમની ચતુરાઇ જોવા સારું પોતાને બેસવાની સેજવાળી નામે વાહનને ઠીક કરવા થાપણ મૂકી (રોગાન દેવા વાસ્તે ત્યાં રહેવા દેઇ) માળવે ગયો. ત્યારે તે ગામના સર્વે પટેલોએ એકઠા થઇ વિચાર કર્યો કે, આ સરકારી ભારે વસ્તુ સાચવવી એ કામ એક જણનું નથી, માટે આપણે સર્વે વહેંચી લેઇએ. એમ કહી તેના અંગોપાંગ ભાગી તોડી કડકા કરી એક એક અંગ પોતપોતાને ઘેર લેઇ સાચવી રાખ્યાં. પછી રાજાએ માળવેથી આવી પોતે મૂકેલી થાપણ માંગી, ત્યારે સર્વેએ પોતપોતાના ઘે૨થી એકએક કડકો લાવી રાજા પાસે નિવેદન કર્યો. રાજાએ આશ્ચર્ય પામી પૂછ્યું કે આમ કેમ કર્યું ? ત્યારે તે સર્વે બોલ્યા કે હે મહારાજ ! અમારામાંથી કોઇ એક જણ એવો સમર્થ નથી કે જે આ વસ્તુને સાચવી રાખે ? ચોરનો ભય ઘણો છે માટે એ વસ્તુ ચોરીમાં જાય તો સરકારને કોણ જવાબ આપવા સમર્થ થાય, માટે તેનાં અંગોઅંગ જુદાં કરી ઘણી ગુપ્ત રીતે સાચવી રાખ્યાં હતાં. આ સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ : ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ વાત સાંભળી રાજાએ આશ્ચર્ય પામી તેમને બૂચા એ પ્રકારનું બિરૂદ આપ્યું. તે ઉપરથી આજે ગામડાના બૂચા એવો કટાક્ષ પ્રસિદ્ધ છે. એ પ્રકારે વારાહી ગામના બુચાનો પ્રબંધ પૂરો થયો. ક્યારેક સિદ્ધરાજે માલવ દેશ જીતી પાછા વળતા ઉંઝા ગામમાં સેનાનો પડાવ નાખ્યો હતો. તે ગામના લોક ઘણા રાજભક્ત હતા. તે એમ માનતા હતા કે આ તો અમારા મામા આવ્યા છે. એમ વિચારી વિશેષ સ્નેહ બતાવી દહિ, દૂધના પ્રવાહથી રાજાને ઘણા પ્રસન્ન કરતા. તે જ રાત્રિએ રાજા ગુપ્ત વેશ કરી લોકનું સુખ દુઃખ તથા રાજા ઉપર પ્રીતિ જોવા કોઈ એક પટેલને ત્યાં જઈ ઉભા. ત્યારે તે પટેલ ગાયો ભેંસોને દોહન કરવાના કામમાં વ્યાકુલ હતો તો પણ આદરભાવ સન્માનથી બેસાડી પૂછ્યું કે હે મહારાજ ! તમે કોણ છો ? ત્યારે રાજા બોલ્યો કે ભાઈ હું તો શ્રી સોમેશ્વરની યાત્રા કરવા નીકળેલો દક્ષિણ દેશનો રહેનાર છું. ત્યારે તે બોલ્યો કે દક્ષિણ દેશ કેવો છે, ને ત્યાંનો રાજા કેવો છે. ઇત્યાદિ વાતોનો પ્રસંગ ચાલતાં સિદ્ધરાજે કહ્યું કે, અમારા દેશની તથા અમારા રાજાની શી વાત કહીયે ! નીતિશાસ્ત્રમાં રાજાના છત્રુ ગુણ કહ્યા છે તે સર્વે અમારા રાજામાં છે પણ તમારા ગુજરાતનો રાજા કેવો છે ? ત્યારે તે બોલ્યો કે અહો અમારા રાજાનું પ્રજા પાલન કરવાનું ડહાપણ તથા સ્નેહ એ તો કોઇ રાજામાં થયું નથી ને થવાનું પણ નથી. પછી સિદ્ધરાજે ગુજરાતના રાજામાં કલ્પિત દોષ દેખાડવા માંડ્યા ત્યારે તે બોલ્યો કે અમારા કમનસીબથી રાજાને પુત્ર નથી એટલો જ દોષ છે તે સિવાય દોષનો લેશ પણ નથી એમ કહેતાં શુદ્ધ અંતઃકરણથી આંખમાં આંસુ ઘણાં આવી ગયાં. આ પ્રકારનો સ્નેહ જોઈ, રાજા ઘણો પ્રસન્ન થઈ પોતાના સ્થાનમાં આવ્યો. પછી પ્રાતઃકાળે ગામના સર્વ પટેલો એકઠા થઈ રાજાને જોવા સારુ આવી રાજાની આજ્ઞાથી સેવકોએ ન રોકતાં રાજતંબુમાં પેસી ગયા અને રાજાને રામ રામ કહી સૂવાના મોટા પલંગ ઉપર ઉપરાઉપરી પડતું નાંખી સર્વે બેસી ગયા. રાજ સેવકોએ તેમને બેસવા વાસ્તે ખુરશી આદિ આસન આપવા માંડ્યાં ત્યારે તે બોલ્યા કે અમારે તો અહીં બેસવાનું ઠીક છે. એમ કહી પલંગ ઉપર હાથ ફેરવી તેનું કોમળપણું કહેવા માંડ્યું. આ જોઈ રાજાને ઘણું હસવું આવ્યું. આ પ્રકારે ઉંઝાના રહેનાર ગામડીયા જડથા લોકનો પ્રબંધ પૂરો થયો. એક દિવસ ઝાલા રાજપુતની જાતિનો માંગુ નામે ક્ષત્રિય સેવક સિદ્ધરાજની સભામાં આવે ત્યારે પોતાનું શરીરનું ઘણું બળ જણાવવા વાસ્તે લોઢાની બે પરાઇઓ પૃથ્વીમાં ખપાવી તે ઉપર બેસતો ને ઉઠે ત્યારે ઉપાડી લેતો. તેને ભોજન કરવામાં એક ઘીનું કુલુ (ઘીનો ઘડો) જોઈતું હતું અને જમ્યા પછી દાઢી ઘણી ધુએ તો પણ એ દાઢી મોટી હોવાથી એક આની ઘી તેમાં ભરાઈ રહેતું હતું. એ ક્ષત્રિય ક્યારેક શરીરે માંદો થયો ત્યારે રાજવૈદે પથ્ય પાળવા સારુ કેવળ ખીચડી ખાવાની કહી ત્યારે સાડા બાર કિલો ખીચડી વૈદ્યના દેખતાં ખાઈ ગયો. તે ઉપર સારી પેઠે પાણી પીધું. ત્યારે વૈદ બોલ્યો કે આ શું કર્યું ? હું તો વાતમાં હતો પણ તે ભોજન વચ્ચે પાણી કેમ ન પીધું. આ કામ તો શાસ્ત્ર વિરુદ્ધ થયું ! કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ભોજનના મધ્ય ભાગમાં પાણી પીવું તથા પાછલી ચાર ઘડી રાત્રિથી સૂર્યોદય થતા પહેલાં પાણી પીવું તે અમૃત સમાન થયો. ૧૪૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #157 -------------------------------------------------------------------------- ________________ છે અને સૂર્યોદય થતા પછી જમ્યા વિના પાણી પીવું તે ઝેર જેવું છે તથા જમ્યા પછી તત્કાળ પીવું તે પણ તેવું જ છે. ઇત્યાદિ શાસ્ત્રાર્થ સંભળાવવા માંડ્યો ત્યારે તે બોલ્યો કે, આ પ્રથમનું જમેલું અડધું જ ભોજન ગણી હવે તેના ઉપર એટલું જ બીજું ભોજન કરું તો કેમ ? એમ કહી ફરીથી ભોજન કરવાનો આરંભ કરવા માંડ્યો તેનો નિષેધ કરી વૈદ નાસી ગયો. એ જ ક્ષત્રિયને એક દિવસ સિદ્ધરાજે પૂછ્યું કે તું કેમ શસ્ત્ર ધારણ નથી કરતો. ત્યારે તે બોલ્યો કે જે સમયે જે હાથે ચડ્યું તે શસ્ત્ર જ છે. પછી એક દિવસ એની પરીક્ષા જોવા એ સ્નાન કરવા બેઠો હતો, તે વખતે તેના ઉપર રાજાની આજ્ઞાથી મહાવતે હાથીને ધસાવ્યો. ત્યારે તેણે આસપાસ જોતાં કોઈ વસ્તુ હાથમાં ન આવી એટલે પાસે બેઠેલા શ્વાનને ઝાલી હાથીની સૂંઢ ઉપર પછાડ્યો. મર્મસ્થળમાં વાગવાથી અચકાઈ ઉભેલા હાથીનું પૂછડું ઝાલી અવળે મોઢે એટલું બધું ખેચ્યો કે, તેનાં આંતરડાં તુટી ગયા પછી તેણે મહાવતને કહ્યું કે, તારે જીવવાની આશા હોય તો હાથી ઉપરથી ઉતરી પડ, નહીં તો હાથીની જોડે તું પણ મરીશ. એમ કહેવાથી મહાવત ઉતર્યો કે તરત હાથી નીચે પડી મરણ પામ્યો. એ જ ક્ષત્રિય જ્યારે પ્લેચ્છ લોકના ભયથી ગુજરાતનો રાજા નાઠો ત્યારે સંગ્રામમાં ઘણા પ્લેચ્છનો ધાણ વાળી મરણ પામ્યો. તેની યાદમાં પાટણમાં આજે પણ માંગુÚડિલ, એ પ્રકારે તે સ્થાનની પ્રસિદ્ધિ છે. એ પ્રકારે માંગુઝાલાનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ મ્લેચ્છ રાજના પ્રધાનો પાટણમાં આવ્યા. આ વાત જાણી રાજાએ મધ્ય દેશના ચમત્કારી વેષધારીઓને બોલાવી તેમને કોઈ રહસ્ય વાર્તા કહી અદ્ભુત વેષ ભજવવાની રજા આપી. પછી સાયંકાળે સિદ્ધરાજ પોતાની સભાનો ઇંદ્ર સભા જેવો સારો ઠાઠ કરી બેઠો. તે સભામાં મ્લેચ્છના પ્રધાનો પણ આવી બેઠા. તેવામાં ઓચિંતો ઘણો વાયુ વાયો. એટલામાં આકાશથી ઉતરતા અને માથા ઉપર સોનાની મોટી ઇંટો મૂકી છે તેથી સુવર્ણ જેવા શોભતા બે રાક્ષસને આવતા દેખી, સભાના સર્વે લોક દેખતાં તેમણે રાજાના ચરણ કમળમાં તે સુવર્ણની ઈટોરૂપી ભેટ મૂકી. નમસ્કાર કરી સાષ્ટાંગ દંડવત્ કરી હાથ જોડી બોલ્યા. હે મહારાજ ! લંકા નગરીમાં વિભીષણ રાજાએ આજે દેવપૂજન કર્યા પછી પોતાને રાજ્ય આપનાર રઘુકુળ તિલક શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરતાં જ્ઞાનદષ્ટિથી જોયું, ત્યારે એવું માલુમ પડ્યું કે રામચંદ્ર પ્રભુએ આજે ચૌલુક્ય કુળમાં શ્રી સિદ્ધરાજરૂપે અવતાર ધારણ કર્યો છે, એમ જાણી અતિ સ્નેહથી મળવાની ઇચ્છાએ કહેવડાવ્યું છે કે હું પ્રભુચરણ કમળનાં દર્શન કરવા આવું કે, પ્રભુ મારા ઉપર કૃપા કરી અહીં આવી દર્શન આપશે!! આ વાતનો નિર્ણય કરવા અમને મોકલ્યા છે. આ વાત સાંભળી સિદ્ધરાજ મનમાં કઈંક વિચારી બોલ્યા કે, અમે જ અમારી આનંદની લહેર આવશે ત્યારે વિભીષણને મળવા આવીશું. એમ કહી પોતાના કંઠમાંથી એકાવલી હાર કાઢી પ્રસાદીરૂપે અર્પણ કર્યો. તે લઈ રાક્ષસ બોલ્યા કે, અમારા લાયક કામકાજની વખતે અમારું વિસ્મરણ ન કરવું. એમ કહી આકાશ માર્ગે ચાલ્યા ગયા. આ ચમત્કાર જોઇ સ્વેચ્છના પ્રધાનો ભયબ્રાંત થઈ પોતાની હિંમત હારી નમ્રતા પૂર્વક વિનય વચન બોલી સિદ્ધરાજે સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૪૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ આપેલી પોતાના રાજાને આપવાની ભેટ વિગેરે પ્રસાદી લેઇ એકદમ પલાયન કરી ગયા. આ પ્રકારે પ્લેચ્છ રાજને આવવાના નિષેધનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ કોલાપુરના રાજાની સભામાં ભાટ ચારણોએ સિદ્ધરાજની કીર્તિ ઘણી વિસ્તારી. એ સાંભળી તે રાજા બોલ્યો કે અમે ત્યારે સાચું માનીએ કે જ્યારે અહીં અમને પ્રત્યક્ષ કાંઇપણ ચમત્કાર દેખાડે તો સિદ્ધરાજની સિદ્ધતા ખરી નહીં તો સર્વે ગપ્પાં. એમ કહી અપમાન કરી તે લોકને કાઢી મૂક્યા તેમણે આવી સિદ્ધરાજને આ બધી વીતેલી વાત સભામાં કહી. ત્યારે સિદ્ધરાજે સભામાં બધે નજર ફેરવી. ત્યારે તેમાંથી એક પુરુષ રાજાનો અભિપ્રાય સમજી હાથ જોડી ઉભો થયો, તેને લઈ રાજા એકાંતે બેઠા. ત્યારે તેણે પોતાના મનનો સર્વ અભિપ્રાય રાજાને જણાવ્યો કે, જો ત્રણ લાખ રૂપીઆ ખરચના આપો તો તમારા તરફથી સિદ્ધતાનો ચમત્કાર તે રાજાને જણાય. પછી સિદ્ધરાજે તે જ વખતે ત્રણ લાખ રૂપીયા આપ્યા. તેથી તેણે એક મોટા વેપારી વાણિયાનો વેશ લઈ, ત્રાંબા પીતળના વાસણનો સંગ્રહ કર્યો. સિદ્ધરાજનો સઘળો વેષ એટલે રત્ન જડીત સોનાની પાવડીઓ તથા બે કુંડળ તથા શ્વેત છત્ર તથા યોગ દંડ, યોગ પટ્ટ વિગેરે રાજ ચિહ્ન લઈ શુભ મુહૂર્તમાં પ્રયાણ કરી થોડા દિવસમાં કોલાપુર જઈ વેપારીની દુકાન માંડી રહ્યો. પછી તે નગરના રાજાની સ્ત્રીઓ દીવાળીના દિવસમાં મહાલક્ષ્મી માતાના મંદિરમાં રાત્રિના સમયે પૂજા કરવા આવી હતી. તે જ વખતે તે પુરુષે સિદ્ધરાજનો સઘળો વેષ ધારણ કરી, ઉંચું ઉછાળવાની કળા જાણનાર યક્ષ જેવા બર્બર નામના બળવાન પુરુષ ઉપર બેશી ઓચિંતો તે દેવીના પ્રાસાદમાં પ્રગટ થયો અને તેણે રત્નસુવર્ણમય પૂજા સામગ્રીથી દેવીની પૂજા કરી. ત્યાં આવેલી રાજાની સઘળી રાણીઓને પણ તેવાં પ્રસાદી પાન બીડાં આપ્યાં અને સિદ્ધરાજનો નામાંકિત સઘળો વેષ પૂજાના મિષથી દેવીને અર્પણ કર્યો. તેથી રાણીઓ ઘણું આશ્ચર્ય પામી અને નજરે જુવે છે એટલામાં જેમ આવ્યો હતો તેમ ભપકાબંધ જલદીથી આકાશ માર્ગે ઉડી પોતાના મુકામમાં દાખલ થયો. રાત્રિનું જાગરણવ્રત પુરું થયા પછીથી પ્રાતઃકાળે રાણીઓએ સિદ્ધરાજ દેવી પૂજન કરી ગયો એ સઘળો રાત્રિનો વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. આ વિરોધી રાજાનો વૃતાંત સાંભળી ભયભ્રાંત થઈ તે સઘળી સામગ્રી સિદ્ધરાજને પાછી આપવા સારુ પોતાના પ્રધાનોને પાટણ મોકલ્યા. પછી પેલા કપટી વેપારીએ પોતાની સઘળી દુકાન સમેટી લેઈ ગુપ્ત રીતે એક પુરુષને મોકલી સિદ્ધરાજને એવી ખબર આપી કે મારા આવતા સુધી અહીંના આવેલા પ્રધાનોને દેખા ન દેવી. પછી પોતે પણ થોડા દિવસમાં પાટણ આવી સઘળો વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. પછી તે આવેલા પ્રધાનોને પણ રાજાએ ઘટે તેવો સત્કાર કરી વિદાય કર્યા. આ પ્રકારે કોલાપુરના રાજાનો પ્રબંધ પૂરો થયો. સિદ્ધરાજે માળવેથી યશોવર્મા રાજાને બાંધી આપ્યો એ પ્રસંગમાં સીલન નામના કોઇ કૌતુકી પુરુષે રાજાની આગળ કૌતુક કરતાં આમ ગાયું કે નાવડામાં (જળ તરવાનું નાનું નાવડું) સમુદ્ર તુવ્યો. આ પ્રકારનું અસંભવિત કહેવું સાંભળી રાજાએ તેનો તિરસ્કાર કર્યો. ત્યારે તેણે તેનો અર્થ કહી સંભળાવ્યો કે, સમુદ્ર સમાન માળવાનો રાજા નાવડા જેવી ગુજરાતની ધરતીમાં ડુબ્યો. આ ૧૪૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે અલંકારની યુક્તિ કહી તેથી રાજાએ પ્રસન્ન થઇ તેને સોનાની જીભ કરાવી આપી. આ પ્રકારે સીલણા નામે મશ્કરાનો પ્રબન્ધ પૂરો થયો. ક્યારેક સિદ્ધરાજનો મહાચતુર સંધિવિગ્રહકરનાર પુરુષને કાશીપુરના સ્વામી જયચંદ્ર રાજાએ, અણહિલપુરના પ્રાસાદ, વાવ, તળાવ, મૂળા વિષેની ખબર પૂછતાં એક મોટો દોષ દેખાડ્યો, કે તમારા રાજાને ત્યાં બીજુ બધુ તો ઠીક છે પરંતુ એક મોટા દોષમાં સર્વે ગુણનો નાશ થાય છે તે એ કે સહસ્રલિંગ સરોવરનું જળ શિવનિર્માલ્ય થયું, માટે તેનો સ્પર્શ પણ ન થાય, તે જલનું સેવન કરનારાઓના બે લોક બગડે છે. આ લોકમાં તેમનો ઉદય ન થાય તો પરલોકમાં શાનો થાય, માટે સિદ્ધરાજે સહસ્રલિંગ સરોવર કરાવ્યું, એ કામ જ ઘણું અઘટિત કર્યું છે. તે રાજાનું વચન સાંભળી અંત૨માં કોપ પામેલો સંધિવિગ્રહિક બોલ્યો, આ વારાણસીમાં ક્યાનું પાણી પીવાય છે ? ત્યારે રાજા બોલ્યો કે સાક્ષાત ગંગાજીનું ત્યારે તે બોલ્યો કે શું ગંગાજી શિવ નિર્માલ્ય નથી ! શિવના મસ્તક ઉપર જ ગંગાજીનો નિવાસ છે. એમ કહી પોતાની રાજાની સરસાઇ દેખાડી. પ્રકારે ગુર્જર પ્રધાનની યુક્તિનો પ્રબન્ધ પૂરો થયો. આ એક દિવસ કર્ણાટક દેશમાંથી આવેલા સંધિવિગ્રહિક પુરુષને મહારાણી મીનળ દેવીએ, પોતાના પિતા જયકેશિના શુભ સમાચાર પૂછ્યા ત્યારે તે પુરુષે પોતાની આંખમાં આંસુ લાવી બોલ્યો કે હે સ્વામિની ! મહારાજ શ્રી જયકેશિરાજાએ ભોજન સમયે હંમેશના નિયમ પ્રમાણે પોતાના વહાલા પોપટને પાંજરામાંથી ભોજન કરાવવા વાસ્તે બોલાવ્યો ત્યારે પોપટ બોલ્યો કે આસપાસ તજવીજ કરી જુઓ કે બીલાડો ઉભો તો નથી ? પછી રાજા ભોજન ક૨વામાં ઉતાવળો થયેલો માટે આસપાસ જરા જોઇ બોલ્યો કે, અહીં કોઇ બીલાડો નથી. એમ કરતાં જો બીલાડો આવી તને મારશે તો હું. પણ તારી જોડે બળી મરીશ, માટે તારું ડહાપણ મૂકી છાનો માનો આવી જોડે જમવા બેસ. એમ ક્રોધમાં રાજાએ કહ્યું ત્યારે તે પોપટ પાંજરામાંથી ઝટ નીકળી રાજા જોડે ભોજન કરવા સોનાના થાળમાં આવી બેઠો. આ વખતે રાજાના પાટલા તળે પ્રથમથી આવી ગુપચુપ સંતાઇ રહેલા બીલાડાએ ઓચિંતી તલપ મારી પેલા પોપટની ડોકી તત્કાળ મરડી નાંખી. હાં હાં કરતા રાજાએ હાથમાં ઝાલેલો ભોજન કરવાનો કવલ (કોળીયો) તત્કાળ ત્યાગ કર્યો તથા શોક કરી પોપટની જોડે બળવા તૈયાર થયો. તેને ઘણા સારા સારા પ્રધાન વિગેરે પુરુષોએ સમજાવ્યો પણ એ રાજા સમજ્યો નહીં, ને બોલ્યો કે મારુ સઘળું રાજ્ય જાય તથા મારી ધન દોલત સંપત જાય તથા પ્રાણ પ્રયાણ કરો, પણ જે મે મારા મુખથી કહ્યું છે તે કદાપિ અન્યથા નહીં થાય. એમ કહેતાં ઇષ્ટ દેવની જેમ જ તેનું સ્મરણ કરતાં રાજાએ ચિત્તા ખડકાવી તેમાં પોપટને લઇ પ્રવેશ કર્યો. આ વાત સાંભળી મીનળદેવી ઘણા શોક સમુદ્રમાં ડુબી ગઇ. તેને ઘણા વિદ્વાનોએ ઘણે કાળે ઘણા ઉપદેશ રૂપી હસ્તદાનથી (હાથે ઝાલી) બહાર કાઢી. પછી તે રાણી પિતાના શ્રેય માટે સોમેશ્વરની યાત્રાએ ગઇ ત્યાં કોઇ ત્રિવેદી બ્રાહ્મણને બોલાવી કહ્યું કે ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ જન્મનું મારું પાપ ગ્રહણ કરે તો આ સઘળું દ્રવ્ય એટલે દાન વાસ્તે રાખી મૂકેલું સુવર્ણ સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૪૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ હાથી ઘોડા વિગેરે ધન તને આપું. આ રાણીનું વચન સાંભળી ઘણો આનંદ પામી તે વાતનો સ્વીકાર કરી, તે બ્રાહ્મણે રાણીએ સંકલ્પ કરી આપેલું પાપના ઘડા સહિત સઘળુ દ્રવ્ય લઇ, સઘળા બ્રાહ્મણને એકઠા કરી પોતે દાન કરી દીધું. આ જોઇ રાણીએ પૂછ્યું કે આમ કેમ કર્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે પૂર્વ જન્મમાં તમે પુણ્ય કર્યું હશે તેથી આ જન્મમાં રાજાની રાણી થયાં છો ને રાજાની માતુશ્રી પણ થયાં છો. વળી અતિશય મોટા દાન આપ્યાથી આવતો જન્મ પણ ઘણો સારો થશે એમ ધારી તમારા ત્રણ જન્મનું પાપ લીધુ. તે પાપનો ઘડો પણ બીજા કોઇએ લીધો હોત તો પોતાને તથા તમને સંસાર સમુદ્રમાં ડુબાડનાર થાત ને મે તો લઇ સઘળુ દાન કરી દીધું તેથી આપ્યા કરતાં આઠ ગણું પુણ્ય ઉપાર્જન કર્યું. આ પ્રકારની યુક્તિ સાંભળી સર્વે ખુશી થયાં. એ પ્રકારે પાપના ઘડાનો પ્રબન્ધ પૂરો થયો. વળી કોઇ એક દિવસ સિદ્ધરાજ માળવામાં વિરોધ કરી પોતાના દેશમાં આવતો હતો તે વખતે મોટા મોટા ભીલ લોકોએ તેનો માર્ગ રોક્યો. આ વાત સાંતુ નામના પ્રધાને જાણી. ગામો ગામથી ઘોડા ઉઘરાવી તથા બળદ ઉપર પલાણ મંડાવી યુક્તિથી ઘણું લશ્કર મેળવી, ભીલોને ત્રાસ પમાડી રાજાને સુખેથી પોતાના દેશમાં લાવ્યો. એ પ્રકારે સમયોચિત બુદ્ધિબળ વાપરનાર સાંતુ મંત્રીનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ વંઠ જાતિના બે બુદ્ધિમાન રાજ સેવકો, રાત્રે સિદ્ધરાજની ચરણ સેવા કરતા હતા, તે વખતે રાજાને નિદ્રાવશ થયેલો જાણી, બંને થોડે દૂર જઇ, પરસ્પર વાત વિનોદ કરવા લાગ્યા. તેમાંથી એક જણ બોલ્યો કે આપણો રાજા સેવક જનને કલ્પવૃક્ષ સમાન છે. વલી તે સર્વ રાજ ગુણનું સ્થાન છે. બીજો બોલ્યો કે, એ વાત સાચી, પરંતુ રાજાને પણ રાજ્ય આપનાર એના પૂર્વ જન્મનું ફળ છે, માટે કર્મ એ જ મુખ્ય છે અને અન્ય જનને રાજા તરફથી કંઇ પ્રાપ્ત થવુ એ પણ તેના ભાગ્યમાં હોય છે તો જ રાજાથી તેને આપી શકાય છે. આ વાત સિદ્ધરાજે સૂતાં સૂતાં સાંભળી અને બીજે દિવસે કર્મની પ્રશંસા કરનારને ખોટો પાડવા તથા પોતાની પ્રશંસા કરનારને પ્રસન્ન કરવા સિદ્ધરાજે એક લેખ કરી આપ્યો કે આ લેખ લઇ આવનારને સો ઘોડાનો ઉપરી સરદાર બનાવવો. આ લેખ લઇ તેને સાંતુ મંત્રી પાસે મોકલ્યો. પછી તે લેખ લઇ અગાશી ઉપરથી નીચે ઉતરતાં, તેનો પગ ખસી ગયો ને નીચે પડ્યો, તેથી તેનો પગ ભાંગ્યો. કર્મવાદી તેના મિત્રે તેને ડોળીમાં ઘાલી ઘેર આણ્યો. પછી રાજાની પ્રશંસા કરનાર સેવકે પોતાનો લેખ પોતાના કર્મવાદી મિત્રને આપ્યો, તે લઇ તે મંત્રી પાસે ગયો. લેખ જોઇ મંત્રીએ તેને સો ઘોડાનો ઉપરી-સરદાર બનાવ્યો. આ વાત જાણીને રાજાએ સર્વ કરતાં કર્મને જ બળવાન માન્યું. Aes ૧૪૬ TE પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #161 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળરાજાનો પ્રબન્ધ આ રાજાની ઉત્પત્તિ પણ મોટા ભીમદેવથી ચાલી આવેલી છે. જ્યારે મોટો ભીમદેવ અણહિલપાટણમાં રાજય કરતો હતો ત્યારે એ શહેર લક્ષ્મીથી ભરપુર હતું. તેમાં ચલાદેવી નામે એક પ્રસિદ્ધ વારાંગના રહેતી હતી. તે ઘણી રૂપાળી તથા ગુણવંતી હતી. જો કે તે ગણિકા હતી તો પણ ધર્મ મર્યાદા એવી પાળતી કે પતિવ્રતા સ્ત્રીને પણ અતિક્રમણ કરે. આ વાત લોકમાં ઘણી ચર્ચાવાથી, રાજાને કાને પડી. તેનો વિચાર કરી તે વાતની પરીક્ષા કરવા, રાજાએ સવા લાખ રૂપીઆની કટારી સેવકો સાથે મોકલી, એ ગણિકાને ગીરવે લીધી. પ્રાચીન કાળમાં ગણિકાઓનો વ્યાપાર બે પ્રકારનો ગણાતો હતો. એક બંધીનો તથા બીજો છૂટીનો. તેમાં બંધીનો ઉત્તમ ગણાતો હતો, કેમકે અમુક દ્રવ્યથી અમુક કાળ સુધી પોતાના આશકની જ આજ્ઞામાં રહે. એ પ્રકારે એ ગણિકાને ગીરવે રાખી. એ બંધી પ્રમાણે બરાબર વર્તે છે કે નહીં ? તેની ચર્ચા જોવા, ભીમદેવે પોતાનાં કેટલાંક ગુપ્ત માણસો તેની દેખરેખ માટે રાખ્યાં. તે જ રાત્રે એવો પ્રસંગ બન્યો કે, રાજાને માળવા જીતવાનું શુભ મુહૂર્ત સાધવા શહેર બહાર પ્રસ્થાન કરવાની જરૂર પડી અને બીજે દિવસે મોટા લશ્કર સહિત રાજા માળવે ગયો. માળવાનો રાજા પણ મહા પરાક્રમી હતો, તેથી યુદ્ધ બે વર્ષ સુધી જારી રહ્યું અને ભીમદેવથી પાટણ આવી શકાયું નહીં. હવે ભીમદેવે ગીરવે રાખેલી ચલાદેવીએ બે વર્ષ સુધી, કોઈ પણ પુરુષ સામું ન જોતાં, પોતાનું શીળવ્રત પતિવ્રતાની માફક પાળ્યું. જ્યારે મહા પરાક્રમી ભીમદેવ માળવા જીતીને પાછો પાટણ આવ્યો ત્યારે, ચલાદેવીને ગીરવે રાખવાની વાત યાદ આવી, તેથી તેની દેખરેખ માટે રાખેલા સેવકોને તેના સમાચાર પૂછ્યા. તેઓએ તેનાં ઘણાં વખાણ કરી કહ્યું કે, એ ગણિકા આપની ઉપર જ નિષ્ઠા રાખી રહી છે. અમોએ કોઈ પ્રકારનો દોષ તેનામાં જોયો નથી. રાજાએ આવી રીતનું સેવકોનું કહેવું સાંભળવાથી તથા શહેરના લોકોમાં પણ તેની ઘણી કીર્તિ ચાલવાથી, રાજાનું મન ચલાદેવી તરફ વિશેષ ખેંચાયું, તેથી અત્તે તેને પોતાના અંતઃપુરમાં સ્ત્રી કરીને રાખી. કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૪૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ એ ગણિકાને હરિપાળ નામે પુત્ર થયો. હરિપાળને ત્રિભુવનપાળ અને ત્રિભુવનપાળને કુમારપાળ નામે પુત્ર થયો. કુમારપાળ ક્ષત્રિય ધર્મમાં નિપુણ હતો તો પણ મહા દયાળુ અને પરદારાનો ત્યાગી હતો. કુમારપાળમાં રહેલાં રાજ ચિહ્ન જોઇ, સામુદ્રિક શાસ્ત્ર જાણનાર પંડિતોએ સિદ્ધરાજને વિદિત કર્યું કે આપના પછી કુમારપાળ રાજ્યનો ભોક્તા થશે. એની ઉત્પત્તિ હીન જાતિથી થયેલી છે અને તે મારી ગાદીનો ભોક્તા થશે, એમ વિચારી સિદ્ધરાજે નિરંતર તેના વિનાશનો અવસર શોધવા માંડ્યો. સિદ્ધરાજનો આ ક્રૂર વિચાર જાણી, કુમારપાળે તે પોતાને મારી નાખશે એવી ભીતિથી, તાપસનો વેશ લઈ દેશાંતરમાં ભ્રમણ કરવા માંડ્યું. આમ કેટલાંક વર્ષ ભ્રમણ કર્યા પછી, પાછો પાટણ આવી કોઈ મઠમાં તપસી ભેગો રહ્યો. આ દરમિયાન સિદ્ધરાજના પિતા કર્ણદેવના શ્રાધ્ધનો દિવસ આવ્યો, તેથી સિદ્ધરાજે ઘણી શ્રદ્ધાથી સર્વ તપસ્વીઓને ભોજનનું નિમંત્રણ કરી તેડાવ્યા અને મહા આદરથી સિદ્ધરાજ પોતાના હાથે સર્વ તપસ્વીઓના પગ ધોવા બેઠો. અનુક્રમે પગ ધોતાં તપસ્વીનો વેશ ધારણ કરેલા કુમારપાળના પગ ધોવાનો વારો આવ્યો. તેના કમળ જેવા કોમળ પગ હાથ વડે સ્પર્શ કરી, તેમાં રહેલી ઊર્ધ્વરેખા આદિક રાજ ચિહ્ન જોઇ, આ કોઈ રાજ્યાઈ (રાય કરવા યોગ્ય) પુરુષ છે, એમ ધારી નિશ્ચલ દષ્ટીએ જોઇ, આ કુમારપાળ તો નહિ હોય ! એવા સંકલ્પ વિકલ્પમાં પડ્યો ! તે જોઈ કુમારપાળે સિદ્ધરાજના હૃદયનો પાર પામી જઇ, ભોજનનો ત્યાગ કરી, વેશ બદલી કાગડાની જેમ નાઠો અને આલિંગ નામના કુંભારના ઘરમાં સંતાયો. કુંભારે પોતાના આંગણામાં વાસણ પકવવાના નિભાડામાં સંતાડી તેની રક્ષા કરી. જેવો કુમારપાળ નાઠો તેવાં જ રાજાના માણસો પણ તેને પકડવા તેની પાછળ લાગ્યાં. રાજાનો સપ્ત હુકમ હતો કે, એને ગમે તે પ્રકારે પકડી લાવવો, તેથી તેઓને ઘણો ત્રાસ પડ્યો. આથી કુમારપાળ કુંભારના નિભાડામાંથી નાસી ઘણા વિકટ રસ્તે થઈ, એક ખેતરમાં જ્યાં તે ખેતરના રખેવાળો, વાડ કરવા સારુ મોટા કાંટાવાળા ઝાડોના ડાળા કાપી, તેના ઢગલા કરતા હતા, તે ઢગલામાં તેઓએ કુમારપાળને સંતાડ્યો. રાજાનાં માણસો પણ તેને પગલે પગલે એ ખેતરમાં આવ્યાં. તેઓએ ભાલાઓ મારી તે ઢગલામાં ઘણું જોયું પણ ખેતરવાળાઓએ તેને એવી યુક્તિથી સંતાડ્યો હતો કે તેઓનો પરિશ્રમ વ્યર્થ ઠર્યો અને નિરાશ થઈ ત્યાંથી પાછા ફર્યા. બીજા દિવસે પ્રાતઃકાળમાં કુમારપાળને કાંટાના ઢગલામાંથી કાઢયો, એટલે ત્યાંથી આગળ ચાલ્યો. ચાલતાં ચાલતાં ઘણો થાક લાગવાથી, માર્ગમાં એક ઝાડની છાયા તળે બેઠો. ત્યાં એક ઉંદર પોતાના દરમાંથી ચાંચ વડે એક એક સોનૈયો બહાર કાઢી લાવી, અનુક્રમે એકવીશ સોનૈયાનો ઢગલો કરી, તેની ઉપર પોતે આળોટી હમેશાં આનંદ પામતો હતો અને પાછળથી અનુક્રમે એક એક સોનૈયો ચાંચ વડે પાછો પોતાના દરમાં લઇ જતો હતો. કુમારપાળે આ બનાવ જોઈ વિચાર કર્યો કે, મારી પાસે માર્ગમાં વાટ ખરચ બીલકુલ નથી, માટે પરમેશ્વરે મને મદદ કરી, એમ સમજી જેવો પેલો ઉંદર તે સોનૈયોમાંથી એક સોનૈયો દરમાં મૂકવા ગયો તેવા બાકીના વીશ સોનૈયા ૧૪૮ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #163 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળે લઈ લીધા. ઉંદર બીજો સોનૈયો લેવા આવતાં બાકીના ન જોયા તે દુઃખે તત્કાળ તેનો પ્રાણ ગયો. આ બનાવથી કુમારપાળને ઘણો ખેદ થયો અને આગળ ચાલ્યો. એમ ચાલતાં ચાલતાં માર્ગમાં ખરચી ખુટી ગઈ. ત્રણ દિવસ સુધી ભોજન પણ ન મળ્યું, એવામાં એક ધનવાન પુરુષની સ્ત્રી, પોતાના સાસરેથી પિયર ભણી જતી હતી. તે સ્ત્રીએ તેને આવા કષ્ટમાં જોઈ પોતાના સગાભાઈની પેટે ગણી ઘણા સ્નેહથી સુંદર ભાત તથા દહીંનું ભોજન કરાવી સુખી કર્યો. આવી રીતે ઘણા દેશ દેશાંતર ભ્રમણ કરતાં કરતાં, એક દિવસ ખંભાત બંદરે આવી પહોંચ્યો. ત્યાં ઉદયન નામે પ્રધાન ઘણો દાનેશ્વરી છે એમ જાણી તેને ઘેર ખરચી માગવા ગયો. પ્રધાન ઘેર ન હતો, પણ પૌષધશાળામાં હેમચંદ્રાચાર્ય પાસે હતો, ત્યાં જઈ મળ્યો. તેને જોઈ પ્રધાને હેમચંદ્રાચાર્યને પૂછયું કે આ પુરુષ આગળ જતાં કેવો થશે ? હેમચંદ્રાચાર્ય તેના અંગના ચમત્કારી લક્ષણો જોઇ બોલ્યા કે, આ તો ચક્રવર્તી રાજા થશે. હેમચંદ્રાચાર્યનું આવું બોલવું કુમારપાળ તથા ઉદયન પ્રધાનના માનવામાં આવ્યું નહીં, કેમકે જન્મારાથી જ મહાદરિદ્રપણાથી દુઃખી થનારને, ચક્રવર્તી રાજય મળવાનો સંભવ ક્યાંથી હોય. ઉદયન મંત્રીને તથા કુમારપાળને પોતાના કહેવાથી શંકા યુક્ત થયેલા જોઈ, હેમચંદ્રાચાર્ય બોલ્યા કે, ક્ષત્રિયમાં એ વાતનો અસંભવ નથી. તો પણ તેમની શંકાનું નિવારણ ન થયું, ત્યારે હેમચંદ્રાચાર્યે બન્ને જણને લેખ કરી આપ્યો કે, જો આ કુમારપાળનો સંવત ૧૧૯૯ ના કાર્તિક વદ ૨, રવિવાર હસ્ત નક્ષત્રે પટ્ટાભિષેક ન થાય તો પછી મારે નિમિત્ત જોવાનો પરિત્યાગ છે. હેમચન્દ્રાચાર્યની વિદ્યા કળા કૌશલ્યનો ચમત્કાર જોઇ, કુમારપાળે પણ પ્રતિજ્ઞા કરી કે, એ આપની વાણી, સાચી પડે તો આપ જ રાજા અને હું તો આપના ચરણરજનો સેવક થઉં. કુમારપાળની પ્રતિજ્ઞા સાંભળી હેમચંદ્રાચાર્ય બોલ્યા કે નરકને પ્રાપ્ત કરાવનારી રાજ્યની ઇચ્છા અમને શાની હોય? પરંતુ તમે કૃતઘ્ન થઈ આ વચન ન વિસરી જતાં, જિનશાસનના નિરંતર પરમ ભક્ત થજો. આ પ્રકારનું અનુશાસન શિર પર ચઢાવી હેમચંદ્રાચાર્યની આજ્ઞા લઈ, કુમારપાળ ઉદયન મંત્રીની સાથે તેને ઘેર ગયો. ઉદયને કુમારપાળને સ્નાન, પાન, ભોજન આદિથી સત્કાર કરી, તેની યાચના પ્રમાણે ભાથુ (ખરચી) આપી વિદાય કર્યો તે ત્યાંથી માળવે ગયો. કુડગેશ્વર (મહાકાળેશ્વર) મહાદેવના પ્રાસાદમાં એક પ્રશસ્તિ લખેલી (શિલાલેખ) હતી તેમાંની એક ગાથામાં એવું હતું કે છે વિક્રમ ! સંવત ૧૧૯૯ ના વર્ષમાં તારા જેવો કુમારપાળ રાજા થશે. આ ગાથા વાંચી વિસ્મય પામે છે એટલામાં, ગુર્જરેશ્વર સિદ્ધરાજ પરલોક વાસી થયો એમ સાંભળી, પોતાની પાસે ભાથુ ન હતું તેથી તે જ ગામના કોઈ વણિકની દુકાને ભોજન કરી, તત્કાળ ચાલી નીકળી પાટણ આવ્યો. ત્યાં પાસે ધન ન હોવાથી રાત્રિએ કંદોઇને ત્યાં ભોજન કરી પોતાના બનેવી કાન્હડદેવને ઘેર ગયો. તે વખતે તે રાજમંદિરમાં ગયો હતો, ત્યાંથી આવ્યો ત્યારે તેણે કુમારપાળને ઓળખી ઘણા આદરથી ઘરમાં તેડી જઈ સુંદર ભોજન કરાવ્યું. તેથી તે ઘણો સુખી થઈ જંપીને સુતો. પ્રાત:કાળમાં કાન્હડદેવે પોતાનું સૈન્ય તૈયાર કરાવી ઘણી શોભા સહિત કુમારપાળને રાજમંદિરમાં લઈ ગયો. આ વખતે રાજમંદિરમાં રાજ્યાસને કોને બેસાડવો તેની પરીક્ષા થતી હતી. પ્રથમ કોઈ કુમારને (કુમારપાળના મોટા ભાઈ કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ કીર્તિપાળને) પાટ ઉપર બેસાડ્યો, પણ તે બેસતાં જ એટલો બધો ગભરાઇ ગયો કે, પોતાને ઓઢવાના વસ્ત્રનું પણ ભાન રહ્યું નહીં. પછી તેને અપ્રમાણ કરી બીજા કુમારને (વચલા ભાઈ મહીપાળને) ધામધુમથી પાટે બેસાડ્યો, ત્યારે તે હાથ જોડી દાસ જેવો થઈ બેઠો. તેનું પણ સર્વ પુરુષોએ પ્રમાણ કર્યું નહીં. ત્યાર પછી કાન્હડદેવની આજ્ઞાથી કુમારપાળને પાટે બેસાડ્યો. તે તો ઘણી હોશિયારીથી પોતાનાં સર્વ વસ્ત્ર જેમ ઘટે તેમ રાખી શ્વાસ ઉંચો લઈ સિંહાસન ઉપર બેસી હાથમાં લીધેલી તરવારને કંપાવતો રાજગોરે કરેલા માંગલિક તિલકને ધારણ કરતો પચાસ વર્ષની વયમાં કેટલાક માસ ઓછા હતા તે સમયે સંવત ૧૧૯૯, ઇસવીસન ૧૧૪૩ માં રાજયાસને બેઠો. તેને જોઈ સર્વ પુરુષોએ વિચાર કર્યો કે ગાદીને શોભાવે એવો તો ખરેખર આ જ રાજા છે. એમ પ્રમાણ કર્યા પછી તત્કાળ અનેક પ્રકારના વાજીંત્રના ધોષ અને જયજયકાર શબ્દની વચ્ચે કાન્હડદેવે પંચાંગ પ્રણામ કર્યો. કુમારપાળ ઘણા દેશોમાં ભ્રમણ કરી નિપુણ થયો હતો તેથી મોટા મોટા વૃદ્ધ પ્રધાનોને પણ ન ગણતાં, પોતાની બુદ્ધિ વડે સ્વતંત્ર પણે ઘણા ઉંચા પ્રકારની રાજનીતિથી રાજ ચલાવ્યું. આ જોઈ વૃદ્ધ પ્રધાનોએ કુમારપાળને મારી નાંખવાનો સંકેત કર્યો. કુમારપાળનું હંમેશાં જે દરવાજે આવવાનું થતું હતું, તે દરવાજે એક અંધારી રાત્રિએ કેટલાક મારાઓને ગુપ્તપણે બેસાડ્યા હતા. તે વાત પૂર્વ પુન્યના બળથી પોતાના કોઈ મિત્ર દ્વારા કુમારપાળના જાણવામાં આવી. એટલે તરત તે દરવાજાનો ત્યાગ કરી બીજા દરવાજે થઈ નગરમાં પ્રવેશ કર્યો અને દગો કરનારાઓને એકદમ મારી નંખાવ્યા. કાન્હડદેવ-મંડળેશ્વર જે કુમારપાળનો બનેવી થતો હતો તે સંબંધે તથા ગાદીએ બેસાડવામાં અગ્રેસર હતો તેથી તે કુમારપાળને વારંવાર પૂર્વની દુર્દશા સંભારી આપી મહેણાં મારતો હતો, તેને કુમારપાળે કહ્યું કે પૂર્વની અવસ્થાના મર્મભેદી વચન સભા સમક્ષ આજ પછી કોઈ દિવસ મને કહેવાં નહીં. એકાંતે જેમ કહેવું હોય તેમ કહેજો. એમ કહી પોતાનો બનેવી જાણી તથા રાજયસ્થાપનનો આચાર્ય જાણી જવા દીધો. પણ જેનું મોત નજીક આવ્યું હોય તેને જેમ ઔષધ વિપરીત થાય તેમ કુમારપાળની શિખામણ તેને વિપરીત લાગી. ને બોલ્યો કે હે મૂર્ખ ! તું તારી જાતનો તો વિચાર કર કે હું કોણ છું ? તને હમણાં જ અમારા પાદ સેવનનો પરિત્યાગ કરાવી ગાદીએ બેસાડીએ છીએ ! ઇત્યાદિ ઉદ્ધતાઇથી બોલ્યો. કુમારપાળ તે વખતે ગમ ખાઈ ગયો. બીજે દિવસે સંકેત કરી રાખેલા મલ્લો પાસે તેના શરીરનાં હાડકાં ભંગાવી, આંખો ફોડાવી, તેને ઘેર મોકલી દીધો. આ બનાવથી કાન્હડદેવ વિચાર કરવા લાગ્યો કે, “આ રાજા રૂપી અગ્નિને મેં મારે હાથે ઉત્પન્ન કર્યો છે, તેને હું ગમે તેમ તિરસ્કાર કરીશ તો પણ મને બાળશે નહિ એમ હું સમજતો હતો પરંતુ આ તો એથી વિપરીત થયું. તેથી સર્વ સામંતોને પણ શિખામણ આપી કહ્યું કે કોઇએ ભ્રાંતિ પામી રાજા રૂપી દીવાને પોતાની આંગળી વડે સ્પર્શ કરવો નહિ. કારણ કે, દીવાને આપણે હાથે પ્રગટ કરીએ છીએ તો પણ તેને સ્પર્શ કરવાથી તે આપણને બાળે છે. તે દિવસથી આરંભી સર્વ સામંતો ત્રાસ પામી આ મહાપ્રતાપી રાજાની આજ્ઞામાં સાવધાન થઈ રહ્યા. પછી રાજાએ પોતાને પૂર્વે ઉપકાર કરનાર ઉદયન મંત્રીનો પુત્ર વામ્ભટ્ટ જે ઘણો બુદ્ધિશાળી હતો તેને પ્રધાન પદ આપ્યું. ૧૫૦ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #165 -------------------------------------------------------------------------- ________________ આલિંગ (નામે કુંભાર) જેણે પ્રથમ સંકટની વખતે ઘણું રક્ષણ કર્યું હતું, તેને સન્માનજનક પદ આપ્યું. આ વખતે ઉદયનનો બીજો છોકરો ચાહડ કરીને હતો, જેને સિદ્ધરાજે પોતાનો છોકરો કરી રાખ્યો હતો. તે કુમારપાળની આજ્ઞામાં ન રહેતાં, સપાદલક્ષ રાજા (વિસલદેવ ચૌહાણનો આનાક નામે પૌત્ર)ની સેવામાં રહ્યો. તેણે કુમારપાળ સામે લડાઈ કરવાની ઇચ્છાથી ત્યાંના સર્વ સામંતોને લાંચ આપી, પોતાને સ્વાધીન કરી મોટું સૈન્ય મેળવી, સપાદલક્ષ રાજાને આગળ કરી, ગુજરાત દેશના સીમાડા પાસે આવી પડાવ નાંખ્યો. સોલંકી રાજા કુમારપાળ પણ પોતાનું સૈન્ય એકઠું કરી શત્રુ સન્મુખ આવ્યો. આ વખતે કુમારપાળનો એવો હેતુ હતો કે દેશને નિષ્ફટક કરવો, એટલે શત્રુ માત્રનો નાશ કરવો. એમ વિચારી લડાઈ કરવાનો દિવસ નક્કી કરી, લડાઈ કરવાની જગ્યા સાફ કરાવી ચતુરંગી સેના તૈયાર કરી, શત્રુની સામે આવી ઉભો રહ્યો. લડાઈના આરંભમાં ગુજરાતના સામંતોને તથા પોતાના કેટલાક સેવકોને બાહડે ફોડ્યા છે, એ વાત કુમારપાળના જાણવામાં આવી. કુમારપાળે પોતાના પટ્ટહસ્તીના ચૌલિંગ નામે મહાવતને કોઇ અપરાધથી ઠપકો દીધેલો તેથી તેણે ક્રોધ કરી અંકુશનો ત્યાગ કર્યો. ત્યારે મહા ગુણવાળા શામલ નામે બીજા મહાવતને ઘણું દ્રવ્ય આપી તેની જગ્યાએ સ્થાપન કર્યો. પછી પોતાના કલહ પંચાનન નામે મદઝર હાથી ઉપર રાજયાસન તથા છત્રીસ પ્રકારના આયુધ સ્થાપન કરાવી, ફલક ઉપર પગ મૂકી, પોતાની મેળે હાથી ઉપર ચઢી બેઠો. પોતાના સામંતોને હુકમ કર્યો કે શત્રુ ઉપર એકદમ તૂટી પડો, પણ સઘળા સામંતોને ચાહડે આગળથી જ ફોડી મૂક્યા હતા, તેથી તેઓએ તેમ ન કર્યું. આ પ્રકારે પોતાનું સઘળું લશ્કર ભેદ પામેલું જોઈ રાજાએ વિચાર કર્યો કે હવે મારે જાતે જ લડાઈ કરવી. એવો નિશ્ચય કરી પોતાના શામળ નામે મહાવતને હુકમ કર્યો કે આપણા હાથીને, સન્મુખ સેનામાં છત્ર ચામરથી ઓળખાતા સપાદલક્ષ રાજાના હાથીની લગોલગ લઈ જા, જેથી તેની જ સાથે મારામારી કરી શકાય. આ પ્રકારે આજ્ઞા કરી તો પણ તે જ વખત તત્કાળ તેમ તેણે ન કર્યું. ત્યારે રાજા બોલ્યો કે તું પણ ફૂટ્યો છે કે શું ? ત્યારે મહાવતે જવાબ આપ્યો કે, હે સ્વામિન્! કલહ પંચાનન નામે હાથી તથા શામળ નામે મહાવત એ છે તો કોઈ કાળાંતરે પણ ફૂટે નહીં. પરંતુ સામા લશ્કરમાં હાથી ઉપર બેઠેલા ચાહડ નામે કુમારનો એવો તો ઉંચો અને દીર્ઘ હોંકારો છે કે જેની હાકથી ભલ ભલા હાથી પણ ચીસ પાડી પાછા હટી જાય છે. એમ કહી પોતાનું ઓઢવાનું વસ્ત્ર ફાડી, બે કડકા કરી, હાથીના બે કાનમાં ઘાલી, પોતાના હાથીને એવા જોરથી ધસાવ્યો કે દુશ્મનના હાથીને એકદમ દંતશૂળનો મોટો પ્રહાર કર્યો. ચાહડે લાંચ આપી કુમારપાળના ચૌલિંગ નામે મહાવતને ફોડી મૂક્યો હતો તે જ આ મહાવત છે એમ જાણી નિર્ભયપણે હાથમાં ઉઘાડી તલવાર લઇ, કુમારપાળને મારવા પોતાના હાથી ઉપરથી કલહપંચાનન હાથી ઉપર તરાપ મારી કૂદી પડવા જાય છે, એટલામાં તો શામળે પોતાના હાથીને પાછો ખસેડી લીધો, તેથી ચાહડ તુરત ભૂમિ ઉપર પડ્યો. તેને નજીકના પેદલ સેવકોએ ઘેરી લીધો. પછી રાજાએ આનાક નામે સપાદલક્ષના રાજાને કહ્યું કે તું શું જુવે છે ? હાથમાં શસ્ત્ર લઈ તૈયાર થા. એમ કહી તેના કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૫૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ મુખ કમળ ઉપર ઉચિત બાણ નાખી, તું ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ છો એવો ઉપહાસ તથા મિથ્યા સ્તુતિ કરી, છેતરીને નારાચ નામના બાણ વડે ભેદી હાથી ઉપરથી પાડ્યો, પછી કુમારપાળે હાથી ઉપર ઉભા થઇ પોતાનું વસ્ત્ર માથા ઉપર ફેરવી, જીત્યું જીત્યું એમ ઊંચે સ્વરે બોલી, બાકી રહેલા સર્વ સામંતોનો પરાજય કરી, પકડી તેમનો નિગ્રહ કરીને મોટી જીત મેળવી, એ પ્રકારે ચાહડ કુમારનો પ્રબંધ પૂરો થયો. ત્યાર પછી કૃતજ્ઞ શિરોમણિ કુમારપાળ રાજાએ આલિંગ નામના કુંભારને સાતસો ગામની ઉપજવાળું ચિત્રકોટ પરગણુ બક્ષીસ કરી તેનો લેખ કરી આપ્યો. તે કુંભાર પોતાના કુટુંબ સહિત ત્યાં આવી રહ્યો. આજે પણ તે વંશના રાજાઓ લજ્જા પામતા સસરા નામથી ઓળખાય છે. જે ખેડૂતોએ કુમારપાળને સંકટની વખતે પોતાના ખેતરમાં કાંટાના સમૂહમાં સંતાડી રક્ષા કરી હતી, તેઓને પોતાના અંગરક્ષક સેવકો કરી હજુરીમાં રાખ્યા. તે સમયે સોલાક નામે ગાંધર્વ ગીત કળામાં ઘણો પ્રવીણ હતો. તે કેટલીક વાર રાજાને ઘણો પ્રસન્ન કરતો, ત્યારે રાજા એકસો સોળ દ્રમ્ (રૂપીયા) તેને આપતો. તે રૂપીયા પોતાની પાસે ન રાખતાં, તેની મીઠાઈ લઈ, સર્વ છોકરાઓને વહેચી આપતો. એ પ્રમાણે જ્યારે રાજા કાંઈ આપે ત્યારે તેની મીઠાઈ લઈ વહેચી નાખે. એ વાત રાજાના જાણવામાં આવી ત્યારે તેનો પોતાનાથી અધિક ઉદારતાનો ગુણ દેખી, કોપ કરી કાઢી મૂક્યો. તેણે પરદેશમાં જઈ કોઈ રાજાને પોતાની ગીત કળાથી એવો રંજન કર્યો કે તે રાજાએ એને બે હાથી બક્ષીસ આપ્યા. તે લઈ પાછો પાટણ આવ્યો. પોતાને બક્ષીસ મળેલા બન્ને હાથીઓ રાજાને ભેટ કર્યા. આ પ્રમાણે તેનો ગુણ જોઈ રાજાએ સન્માન કરી પાછો પોતાની સેવામાં રાખ્યો. વળી એક દિવસે એ પરદેશી સોલક નામે ગાંધર્વે રાજ સભામાં આવી એકદમ ઓચિંતી એવી બૂમો પાડવા માંડી કે મને ચોરી લીધો રે મને ચોરી લીધો !! આવા શબ્દ સાંભળી રાજાએ તેને પૂછ્યું કે, તને કોણે ચોરી લીધો ? ત્યારે જવાબ આવ્યો કે, “મારી ગાન કળાએ' રાજાએ પૂછ્યું શી રીતે ? ત્યારે બોલ્યો કે હે રાજન્ ! વનમાંથી મારી ગાન કળાએ મોહિત થઈ એક મૃગ મારી પાસે આવ્યો હતો, તેના કંઠે મારી સોનાની સાંકળ મેં કૌતુકથી પહેરાવી હતી. તેને લઈ રાજદ્વારમાં આવતાં, પાંજરામાં રહેલા સિંહનો એવો મોટો શબ્દ થયો કે, તેથી ત્રાસ પામી મૃગ વનમાં નાસી ગયો. આ પ્રકારે રાજાને વિનંતી કરી, તો પણ રાજાએ તેની વાત સાચી માની નહિ. તેનો નિશ્ચય કરવા કેટલાક સેવકો સહિત તેને વનમાં મોકલ્યો. તેણે વનમાં ગાન કરતાં ભ્રમણ કરવા માંડ્યું. ગાનથી આકર્ષણ પામી પેલો સોનાની સાંકળવાળો મૃગ તેની પાસે આવ્યો. તેને લઈ નગરમાં આવી રાજાને દેખાડ્યો. આ પ્રકારે તેની ગાયન કળાનો ચમત્કાર જોઇ, સભામાં શ્રી હેમચંદ્રાચાર્યે તેને પૂછ્યું કે તમારી ગાયન કળાનો અવધિ ક્યાં સુધી છે ? ત્યારે તે બોલ્યો કે હે મહારાજ ! (૧) જે હાલ ચિતોડ નામના કિલ્લાથી પ્રસિદ્ધ છે. ૧૫૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #167 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ગાયન સાંભળવાથી સૂકા લાકડાને નવાં અંકુર ફૂટે ત્યારે એ ગાયન કળાનો અવધિ આવ્યો કહેવાય. ગાંધર્વનું આવું આશ્ચર્યકારક કહેવું સાંભળી, કુમારપાળે તથા હેમચંદ્રાચાર્યું તેને કહ્યું કે એ કૌતુક અમને દેખાડ. પછી આબુ પર્વત ઉપરથી વિરહક નામે ઝાડનું સૂકુ લાકડું મંગાવી, કુંવારી મૃત્તિકાનો ક્યારો કરાવી સભા વચ્ચે રોપ્યું.પછી પોતાની નવી ગાયનકળા વડે તત્કાળ તે કાષ્ટને નવપલ્લવ કરી, રાજાને તથા હેમચંદ્રાચાર્યને ઘણા ખુશ કર્યા. આ પ્રકારે આશ્ચર્યકારક સોલાક નામે ગાંધર્વનો પ્રબંધ પૂરો થયો. એક દિવસ રાજા કુમારપાળ સર્વ સામંતોનો દરબાર ભરી બેઠો હતો તેવામાં કોંકણ દેશથી એક બંદીજન (માગણ) આવ્યો. તે ત્યાંના રાજા મલ્લિકાર્જુનને “રાજ પિતામહ એટલે રાજાઓના બાપનો બાપ એમ કરી તેનાં વખાણ કરવા લાગ્યો. આવી રીતનું મિથ્યા ભાષણ સાંભળવાથી કુમારપાળને ઘણો ક્રોધ ચઢ્યો. સભામાં ચારે તરફ નજર કરી, તે વખતે રાજાના મનનો અભિપ્રાય જાણનાર અંબડ પ્રધાન તુરત હાથ જોડી ઉભો થયો. તે જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ સભા ઉઠ્યા પછી એકાંતે અંબડને બોલાવી સભામાં હાથ જોડી ઉભા થવાનું કારણ પૂછ્યું ત્યારે અંબડ બોલ્યો કે હું આપના મનનો અભિપ્રાય એવો સમજ્યો હતો કે, આ સભામાં કોઈ એવો સુભટ છે કે જે કોંકણ દેશ જઈ ત્યાંના મિથ્યાભિમાની રાજાને, જેમ શેતરંજની બાજીમાં મિથ્યા કલ્પેલો રાજા હોય તેવો ગણી તેને શિક્ષા કરે. આ પ્રકારનું અંબડ પ્રધાનનું બુદ્ધિબળ દેખી રાજા ઘણો પ્રસન્ન થયો તથા પોતે પહેરેલો પંચાંગી પોશાક આપી ઘણા લશ્કર સહિત કોંકણ દેશ મોકલ્યો. રસ્તામાં ક્યાંય પણ રોકાયા વિના ચાલતાં ચાલતાં કેટલાંક દિવસે કોંકણ દેશ જઈ પોહોચ્યો. ત્યાંની કલવિણી નદી જે પુર આવવાથી ઘણા જોસમાં વહેતી હતી તે ઘણી મહેનતે ઉતરી સામે કાંઠે પડાવ કર્યો. મલ્લિકાર્જુને અંબડ પ્રધાનને સંગ્રામ કરવા આવેલો જાણી પોતાનું સૈન્ય તૈયાર કરી તેની સામે જઈ મોટું યુદ્ધ કરી તેનો પરાજય કર્યો. હવે જીતાયેલો અંબડ પ્રધાન કાળાં વસ્ત્ર પહેરી, કાળું મુખ કરી, કાળું છત્ર માથા ઉપર ધરાવી, કાળો તંબુ તણાવી, પાટણ આવી રહ્યો છે, તેવામાં કુમારપાળે તે જોઈ સેવકને પૂછ્યું કે આ કોના સૈન્યનો પડાવ છે ? સેવકે કહ્યું કે કોંકણથી પરાજય પામી આવેલા અંબડ સેનાપતિનો પડાવ છે. આ સાંભળી ઘણો ચમત્કાર પામી કુમારપાળે તેને બોલાવી, પ્રસન્ન દૃષ્ટિથી સંભાવના કરી, તેને ફરીથી ઘણું સૈન્ય અને ઘણા સામંતો આપી મલ્લિકાર્જુનને જીતવા ફરીથી મોકલ્યો. અંબડ પ્રધાને કોંકણ જઈ ત્યાંની કલવિણી નદી ઉપર પાજ બંધાવી, સૈન્ય ઉતારી સાવધાનપણે યુદ્ધ કરવાનો આરંભ કર્યો. હાથીના સ્કંધ ઉપર બેસી લડવા આવેલા મલ્લિકાર્જુનના હાથીના દંતશૂલ પકડી, અંબા પ્રધાને ઉપર ચઢી જઈ મલ્લિકાર્જુનને કહ્યું કે, પ્રથમ તું મને પ્રહાર કર ! અગર તું તારા ઇષ્ટદેવને સંભાર ! એમ કહી તીખી તલવારના પ્રહારથી મલ્લિકાર્જુનને મારી પૃથ્વી પર પાડ્યો. જેમ સિંહ હાથીને લીલા માત્રમાં મારે તેમ અબડે મલ્લિકાર્જુનનો નાશ કર્યો. (૧) કુંવારી મૃત્તિકા એટલે વાપરવામાં ન આવેલી માટી. કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૫૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ તે વખતે તેની સાથે પાટણથી આવેલા સામંતોએ નગરને લુંટ્યું. પછી મલ્લિકાર્જુનનું માથુ જરીના વસ્ત્રમાં વિંટી કોંકણ દેશમાં કુમારપાળની આજ્ઞા પ્રવર્તાવી, પાટણ આવી ૭૨ સામંતો સહિત મોટી સભામાં બેઠેલા કુમારપાળ રાજાના ચરણમાં માથું મૂકી, અંબડ પ્રધાને વંદન કર્યું. પછી કોંકણથી લુંટી આણેલી સામગ્રી અર્પણ કરી તેનાં નામ : મહારાણીને શણગાર સજવા તુરત નવી કરાવેલી એક કરોડ રૂપીયાની પહેરવાની સાડી ૧, માણેક રત્ન જડેલો ઓઢવાની પછેડી ૨, પાપક્ષય નામે મોતીનો હાર ૩, સંયોગસિદ્ધિ નામે મહૌષધિથી નીપજેલી ચમત્કારી શિપ્રા ૪, સોનાના બત્રીશ કુંભ ૫, મોટામોતીની છ સેરો ૬, ચાર દાંતનો એક હાથી ૭, એકસો વીશ અતિરૂપવંત વારાંગના ૮, તથા ૧૪ો કરોડ દંડ દ્રવ્ય ૯. પછી અંબડ પ્રધાને ઉપર કહેલી સામગ્રી સહિત મલ્લિકાર્જુનના શિરકમળ કરી કુમારપાળની પૂજા કરી. આવા તેના મહા પરાક્રમથી પ્રસન્ન થઈ કુમારપાળે તેને રાજાપિતામહ એવું બિરુદ આપ્યું. આ પ્રકારે અંબડનો પ્રબંધ પૂરો થયો.' એક વખતે હેમચંદ્રાચાર્યની માતુશ્રી જેણે દીક્ષી લીધી હતી, તેનો અંતકાળ પાસે આવ્યો ત્યારે હેમચંદ્રાચાર્યે સુકૃત કરાવ્યું. હેમાચાર્યે ક્રોડ નવકાર મંત્રના જાપનું સુકૃત આપ્યું. એટલે જેમ કોઈ માણસ પરદેશ જાય તેને ખરચી બંધાવે તેમ, હેમાચાર્યે પણ પોતાની માતાને દેવલોકમાં જતાં પુણ્ય રૂપી ખરચી બંધાવી. ઉત્તરક્રિયાના મહોત્સવમાં પોતાની મા-સાધ્વીના શબને વિમાનમાં બેસાડી, જ્યાં ઘણા તપસ્વીઓ રહેતા હતા તે, ત્રિપુરુષ ધર્મ સ્થાનની આગળથી લઈ જતા હતા, તે વખતે સહજ મત્સરવાળા તપસ્વીઓએ, વિમાન ભાંગી અપમાન કર્યું. હેમચંદ્રાચાર્યે આ સર્વ સહન કરી પોતાની માની ઉત્તરક્રિયા સમાપ્ત કરી, ત્યાર બાદ ક્રોધ સહિત માળવે જઇ, જ્યાં કુમારપાળનો પડાવ હતો ત્યાં ગયા. પછી મનમાં વિચાર કરી એક ગાથા બોલ્યા. તેનો અર્થ : જો કોઈ અસમર્થ પુરુષને રાજદ્વાર સંબંધી કામ કાઢી લેવું હોય તો રાજદ્વારના કોઇ સમર્થ પુરુષને હાથમાં લે તોજ સમર્થ થઇ ધારેલું કામ કાઢી શકે. એ સિવાય બીજો ઉપાય નથી. એમ સમજી હેમચંદ્રાચાર્ય પહેલાં ઉદયનમંત્રીને મળ્યા અને ઉદયનમંત્રીએ કુમારપાળને હેમચંદ્રાચાર્ય આવ્યાના સમાચાર કહ્યા. કુમારપાળ કૃતજ્ઞ શિરોમણી હોવાથી હેમચંદ્રાચાર્ય આવ્યાના સમાચાર જાણતાં જ જાતે સામા જઈ ઘણા આદર સન્માનથી તેડી લાવી પોતાના મહેલમાં ઉતાર્યા. કુમારપાળે પૂર્વે થયેલ રાજયપ્રાપ્તિનો વૃતાંત યાદ કરી હેમચંદ્રાચાર્યની પ્રાર્થના કરી કે, આપે દેવ પૂજન વખતે નિત્ય અત્રે પધારવું. મને રાજય મળ્યું છે તે કેવળ આપનો જ પ્રતાપ છે. ત્યારે હેમચંદ્રાચાર્ય શ્લોક બોલ્યા તેનો અર્થઃ અમો ભિક્ષા માંગી ભોજન કરીએ છીએ તથા વસ્ત્ર પણ જીર્ણ પહેરીએ છીએ. વળી શયન પણ ભૂમિ ઉપર કરીએ છીએ, માટે અમારે ધનવાન પુરુષોની આર્જવતાનું શું પ્રયોજન છે ? આ સાંભળી (૧) રાજશેખર કૃત પ્રબન્ધ કોષમાં અંબડનું ચરિત્ર વિસ્તારથી વર્ણન કરેલું છે. ૧૫૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #169 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળને એક મહા કવિનો કહેલો નીતિશાસ્ત્રનો શ્લોક યાદ આવ્યો. તેનો અર્થ : મિત્ર તો એક જ કરવો રાજા અથવા યતિ, તેમ સ્ત્રી પણ એક જ કરવી, સુંદરી અથવા દરી એવી જ રીતે આશ્રય પણ એક જ શાસ્ત્રનો કરવો, વેદશાસ્ત્ર અથવા અધ્યાત્મશાસ્ત્ર અને ઇષ્ટદેવ પણ એક જ કરવો, સરાગી અથવા વીતરાગી આમ મહા કવિએ કહ્યું છે, માટે હું પરલોક સુધારવા વાસ્તે તમારી સાથે મિત્રતા કરવાની ઇચ્છા રાખું છું. આ પ્રકારનું રાજાનું વચન સાંભળી હેમચંદ્રાચાર્ય મૌન રહ્યા. તે ઉપરથી રાજાએ કલ્પના કરી કે, મારી માગણીનો નિષેધ ન કર્યો તેથી જણાય છે કે, એ વાત અંગીકાર કરી. પછી રાજાએ પોતાના સર્વ પહેરેદાર સેવકોને બોલાવી હુકમ આપ્યો કે, આ આચાર્ય ગમે તે વખતે મારી પાસે આવે, તો પણ કોઇએ એમને અટકાવવા નહિ. આ પ્રકારે બંદોબસ્ત થયા પછી હેમાચાર્યનું રાજદ્વારમાં જવું આવવું ઘણું થવા માંડ્યું. રાજા પણ પરોક્ષપણે હેમાચાર્યના ગુણનું વર્ણન કરતો હતો. તે સાંભળી એક દિવસ આમિગ નામે રાજગોર એક શ્લોક બોલ્યો કે - વિશ્વામિત્ર અને પરાશર જેવા મોટા ઋષિઓ વૃક્ષનાં સૂકાં પાંદડાં ખાઇ તથા જલપાન કરી રહેતા, તેઓ પણ જ્યારે સુંદર સ્ત્રીનું મુખ કમળ જોઇ તત્કાળ મોહ પામ્યા, ત્યારે જેઓ દૂધ, દહીં, ઘી સહિત આહાર કરે છે તેમને ઇંદ્રિયોનો નિગ્રહ કેમ હોય ? માટે દંભ તો જુઓ ! ॥૧॥ આ પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉપર કટાક્ષ રાખી બોલ્યો, આ સાંભળી તેનો ઉત્તર હેમાચાર્યે પણ એક શ્લોકમાં કહ્યો. તેનો અર્થ : મોટા મોટા ગજેંદ્રનું તથા સુવરનું માંસ ખાવાથી મહા બળવાન થયેલો એવો સિંહ વર્ષમાં એક જ વખત સ્ત્રી સંભોગ કરે છે તથા પારાવત (કબૂતર) કઠણ પથ્થરના નીરસ કણીઆ ખાય છે તો પણ નિત્ય કામી થઇ સ્ત્રી સંગ કરે છે, તેનું શું કારણ છે. આ પ્રકારનો ઉત્તર સાંભળી તે રાજગોર ચૂપ થઇ ગયો.૪ વળી એક દિવસ રાજા સભા ભરી બેઠો છે, તેવામાં એક બ્રાહ્મણ ઉતાવળો આવી બોલ્યો કે મહારાજ ! આ શ્વેતાંબર લોકો જે પ્રત્યક્ષ સૂર્ય દેવ છે તેને પણ માનતા નથી, તો બીજા દેવને તો ક્યાંથી જ માને ? આ વચન સાંભળી હેમચંદ્રાચાર્ય એક શ્લોક બોલ્યા. તેનો અર્થ : હૃદયમાં રહેલું મહાપ્રકાશક મહાસૂર્યનું સર્વોપરી ધામ તેની તો અમે જ ઉપાસના કરીએ છીએ. તેનું લક્ષણ સ્પષ્ટ રીતે બહારથી પણ જણાય છે. સૂર્યનો અસ્ત થયા પછી અમે ભોજનનો ત્યાગ કરીએ છીએ (૧) દરી=ગુફા અર્થાત જો સુંદરી મળી તો સંસાર સાર રૂપ છે નહિ તો સંસારનો ત્યાગ કરી પર્વતની ગુફાનું પાણી ગ્રહણ કરવું - વૈરાગ્ય ધરવો. (૨) વેદ - પ્રવૃત્તિ માર્ગનું શાસ્ત્ર છે એટલે સંસાર વ્યવહા૨ની સ્થિતિને દર્શાવનાર. અધ્યાત્મ - નિવૃતિ માર્ગનું શાસ્ત્ર છે એટલે સંસાર વ્યવહારનો ત્યાગ કર્યા પછી જે આશ્રમનો આશ્રય કરવાનો તે દર્શાવનાર. (૩) સરાગી - કૃષ્ણ જેવા સ્ત્રી પુત્ર પરિવાર સહિત સંસારી છે તે. વીતરાગી - જિનતીર્થંકર જેવા સ્ત્રી પુત્રાદિ પરિવારનો ત્યાગ કરી વીતરાગી થયાં છે તે. (૪) હેમાચાર્યની કુમારપાળ પાસે પ્રતિષ્ઠા વધી જતી જોઇ રાજગોરે ઉપહાસમાં કહ્યું કે, મિષ્ટાન્ન ખાનાર જિતેન્દ્રિય હોવાનો દંભ હાંકે છે ત્યારે હેમચંદ્રાચાર્યે ઉપરોક્ત માર્મિક શ્લોકથી જ તેને જવાબ આપી દીધો. કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૫૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ માટે આપ વ્યાજબી રીતે વિચાર કરી જુઓ કે સૂર્યના ખરા ભક્ત અમે છીએ કે રાત્રિએ ભોજન કરનારા આ બ્રાહ્મણો છે ? આ પ્રકારે જવાબ આપી તે બ્રાહ્મણનો પરાજય કર્યો. વળી એક દિવસ રાજા દેવપૂજામાં બેઠા છે, તે વખતે હેમચંદ્રાચાર્ય પોતાના યશશ્ચંદ્રગણી નામે શિષ્ય સહિત આવ્યા. શિષ્ય બેસવાની જગાએ રજોહરણથી પૂંજીને કામળ પાથરી. તે ઉપર હેમચંદ્રાચાર્ય બેઠા. ત્યારે કુમારપાળે પૂછ્યું કે આવી ઉજવળ સ્વચ્છ ભૂમિને રજોહરણથી વાળવાનું શું પ્રયોજન છે? ત્યારે આચાર્ય બોલ્યા કે, કદાપિ કોઈ સૂક્ષ્મ જીવજંતુ હોય તો તે દબાવા ચંપાવાથી કષ્ટ પામી મરણ ન પામે, માટે અમારો એવો આચાર છે, કે જમીન પૂંજીને જ બેસવું. ત્યારે રાજા બોલ્યો કે હા એ ખરી વાત છે; પણ જો કોઈ જીવ જંતુ જોવામાં આવે ત્યારે એમ કરવું એ તો વ્યાજબી છે પણ કાંઈ પણ જીવજંતુ જોવામાં ન આવે તો પણ એવી રીતે પુંજીને બેસવું એ પ્રયાસ મિથ્યા છે. આ પ્રકારે રાજાનું વચન સાંભળી, હેમાચાર્ય રાજાને ખોટું ન લાગે એમ યુક્તિથી બોલ્યા કે રાજા લોકો હાથી, ઘોડા તથા લશ્કર વિગેરે જે રાખે છે તે શું જ્યારે કોઈ દુશ્મન સામો લડવા આવે છે ત્યારે જ રાખે છે ? ના, તેનો તો પ્રથમથી જ સંગ્રહ કરવો પડે છે. એ પ્રકારે જેમ રાજવ્યવહાર છે, તેમજ અમારા ધર્મ વ્યવહારમાં પણ પ્રથમથી જ સાવચેત રહેવું પડે છે; આ વચન સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો અને હેમચંદ્રાચાર્યના ગુણ દેખી હંમેશાં સ્નેહ વધારતો ગયો. ત્યાર પછી પૂર્વ અવસ્થામાં કુમારપાળે હેમચંદ્રાચાર્યને રાજય અર્પણ કરવાનું કહ્યું હતું, તે વાત સંભારી રાજા બોલ્યો કે હે મહારાજ આ રાજ તમે કરો તો હું તમારો સેવક થઈ રહું. ત્યારે આચાર્ય બોલ્યા કે, અમારે ત્યાગીને રાજ્ય લેવું એ સર્વ શાસ્ત્રથી વિરુદ્ધ છે. એમ કહી અન્યદર્શન તથા સ્વદર્શનના કેટલાંક પ્રમાણ આપી એક શ્લોક કહ્યો તેનો અર્થ શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન્ ! જેમ દગ્ધ થયેલાં બીજ ઉગતાં નથી તેમ રાજાનો પ્રતિગ્રહ કરનાર બ્રાહ્મણને ફરીથી બ્રાહ્મણપણું મળતું નથી અર્થાત્ રાજાનું આપેલું લેવાથી ઘણું પાપ લાગે છે. આ મહાભારત તથા પુરાણનું વચન છે. વળી જૈન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સાધુએ (રાજપિંડ) રાજાના ઘરની ભિક્ષા ન લેવી. બીજા ગૃહસ્થની લેવી. ઇત્યાદિક બોધ વચનથી રાજાના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરતાં હેમચંદ્રાચાર્ય રાજાની સાથે પાછા પાટણ આવ્યા. એક દિવસ કુમારપાળે હેમચંદ્રાચાર્યને પૂછ્યું કે હે મહારાજ ! મારો યશ કલ્પાંત કાળ (એટલે જગતનો પ્રલય) થાય ત્યાં સુધી સ્થિર રહે એવી યુક્તિ બતાવો ત્યારે હેમચંદ્રાચાર્ય બોલ્યા કે, વિક્રમ રાજાની જેમ જગતને રૂણ રહિત કરવાથી અને શ્રી સોમેશ્વર મહાદેવનો કાષ્ટમય પ્રાસાદ સમુદ્ર કિનારા ઉપર હોવાથી મોટા મોજાઓ વડે ખવાઈ ગયો છે તેનો જીર્ણોદ્ધાર કરવાથી આપની કીર્તિ યુગાંતકાળ સુધી રહેશે. આ પ્રકારે ચંદ્રના કિરણ જેવી હેમચંદ્રાચાર્યની શાંત વાણી સાંભળી કુમારપાળને ઘણો આનંદ થયો અને તે વખતથી એ મારા પિતારૂપ, ગુરુરૂપ તથા પરમ ઇષ્ટ દેવરુપ તથા મિત્રરુપ છે એમ માનવા લાગ્યો હવે એને બ્રાહ્મણોના વચન ઉપરથી આસ્થા ઉઠી ગઈ. પછી ૧૫૬ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #171 -------------------------------------------------------------------------- ________________ તત્કાળ જોશીઓને બોલાવી શુભ મુહૂર્ત નક્કી કરી સોમેશ્વર પ્રાસાદના જીર્ણોદ્ધારનો પ્રારંભ કરાવવા એક પંચ તે સ્થાને મોકલ્યું. આ પ્રકારે હેમચંદ્રાચાર્યના અલૌકિકગુણ દેખી રાજાનું મન એટલું બધું ખેંચાયું કે એક દિવસ હેમાચાર્યનો ઉત્પત્તિ વૃતાંત ઉદયન મંત્રીને પૂછ્યો ત્યારે તે બોલ્યો કે આ ભરતખંડમાં સાડાપચ્ચીશ આર્ય દેશ કહેવાય છે. તેમાં ધંધુકા નામે નગરમાં મોઢ વંશનો ચાવીગ નામે વેપારી રહેતો હતો તેની સાક્ષાત લક્ષ્મી જેવી જિનશાસનની ભક્તાણી પાહિની નામે સતી શિરોમણી સ્ત્રી હતી. તે જિન ધર્મ પાળતી હતી. તે બે સ્ત્રી-પુરુષનો ચાંગદેવ નામે પુત્ર થયો તેનું નામ પોતાની કુળદેવી ચામુંડા તથા કુલદેવ ગોનસ એ બેના આદિ અક્ષરો લઇ ચાંગદેવ પાડ્યું હતું. ચાંગદેવ આઠ વરસનો થયો છે એવામાં દેવચંદ્ર નામે આચાર્ય પાટણથી તીર્થ યાત્રા કરવા નીકળેલા. ધંધુકામાં આવી મોઢવસહિકા નામે સ્થાનમાં ઉતર્યા. પછી ત્યાંના દેરાસરમાં વંદન કરવા ગયા તે વખતે ચાંગદેવ સિંહાસન ઉપરની આચાર્યની બેઠક ઉપર બેસી પોતાના સરખી વયના મિત્રો સાથે રમતો હતો. આચાર્યને આવેલા જોઇ બધા ગુપચૂપ થઇ બેસી ગયા. દેવચંદ્ર આચાર્યે ચાંગદેવનાં અંગ ઉપાંગ ઉપર રહેલા જગત વિલક્ષણ લક્ષણ જોઇને વિચાર કર્યો કે જો આ છોકરો ક્ષત્રિય કુળમાં થયો હશે તો જરૂર ચક્રવર્તી રાજા થશે. વાણિયા બ્રાહ્મણના કુળનો હશે તો ચક્રવર્તી રાજાને પણ પોતાની આજ્ઞામાં રાખે એવો સમર્થ પ્રધાન થશે. માટે જો એ જૈન ધર્મ પામે તો જિનશાસનની મોટી પ્રભાવના કરી યુગ પ્રધાનની પેઠે કલિયુગમાં પણ સત્યુગ પ્રવર્તાવે. એમ વિચારી તે નગરના કેટલાક જૈન વેપારીઓને સાથે લઇ એ છોકરાને ઘેર ગયા. તે વખત એ છોકરાનો બાપ ચાવીગ પરગામ ગયો હતો પણ તેની વિવેકી માતુશ્રી ઘેર હતી તેણે તેઓને સન્માનપૂર્વક બેસાડ્યા. પછી તેઓ બોલ્યા કે અમો તો તમારા પુત્ર ચાંગદેવને માંગવા આવ્યા છીએ આ વાત સાંભળી તે સ્ત્રીની આંખમાં હર્ષાશ્રુ આવ્યાં અને પોતાના મનમાં વિચાર કરે છે અહો ! મને ધન્ય છે કે મારી કૂખે રત્ન ઉત્પન્ન થયું. કેમકે જેને તીર્થંકર મહારાજ પણ નમસ્કાર કરે છે. એવો સંઘ (શ્રાવક શ્રાવિકા સાધુ અને સાધ્વી) પોતાની મેળે મારે ઘેર ચાલી આવી મારી પાસે પુત્ર માંગે છે. એમ વિચારી તે સ્ત્રી બોલી કે મને હર્ષને બદલે મહા ખેદ થાય છે કે એ પુત્રનો પિતા પરગામ ગયો છે જો કે તે મિથ્યાદષ્ટિ વાળો છે તે છતાં પણ તે હાલ અહીં નથી. આ પ્રકારનું વચન સાંભળી તે વેપારીઓ બોલ્યા કે તમે તો તમારી મેળે આપી દ્યો એટલે પછી તમારે માથે તો દોષ ન રહ્યો. એનો પિતા જ્યારે ગામથી આવશે ત્યારે જે થવાનું હશે તે થઇ રહેશે. આ પ્રકારનું વચન સાંભળી તેણે મહા ગુણનો ભંડાર એવો પોતાનો પુત્ર ગુરુદેવને અર્પણ કર્યો ત્યાર પછી તે સ્ત્રીએ તે આચાર્યનું નામ દેવચંદ્રસૂરી એવું જાણ્યું તેથી તેને ઘણો જ આનંદ થયો. પછી ગુરુએ તે પુત્રને પૂછ્યું કે તું અમારો શિષ્ય થઇશ ત્યારે તેણે જવાબ આપ્યો કે હા હું થઇશ. પછી તે પુત્રને લઇ પાછા વળી કર્ણાવતી નગરીમાં આવ્યા. ત્યાં ઉદયન મંત્રીને ઘેર તેના બાળકોની સાથે રાખ્યો અને તેની સેવામાં કેટલાક સેવકો રાખી તેનું પાલન પોષણ સારી રીતે કરે છે. તેવામાં તેનો પિતા ચાવીગ જે પરગામ ગયો હતો કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૫૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ તે પોતાને ઘેર આવી પહોંચ્યો. પોતાના પુત્ર વિશેનો સઘળો વૃતાંત સાંભળ્યો. તે સાંભળતાં જ તેણે પ્રતિજ્ઞા કરી કે પુત્રનું મુખ જોયા વગર મારે અન્ન જળનો ત્યાગ છે. ચાવિગ કર્ણાવતી નગરીમાં આવી ગુરુનું નામ પૂછી મહા ક્રોધથી તે સ્થાનમાં પ્રવેશ્યો. ગુરુએ પણ પુત્રને અનુસાર તથા પોતે પણ ઘણા વિચક્ષણ છે તેથી છેટેથી જ તેને ઓળખ્યો. પોતાને નમસ્કાર જેવું કરી જ્યાં તે ઉભો એટલામાં તો ગુરુએ તત્કાળ યોગ્ય વચન વાપરી તેને શાંત કર્યો, એટલામાં તો કેટલાક વિચક્ષણ શ્રાવકો ઉદયન મંત્રીને ઘેર દોડી ગયા અને તેમની સાથે તે છોકરાને તેડી લાવ્યા. ઉદયન મંત્રીએ પણ આવી ચાવીગને પોતાના ધર્મ ભાઈ જેવો ગણી ઘણા સન્માનથી પોતાને ઘેર તેડી જઈ મોટા ભાઇની જેમ ભક્તિ કરે તેમ તેની ભક્તિ કરી સારાં સારાં ભોજન જમાડ્યાં. પછી ચાંગદેવ પુત્રને તેના ખોળામાં બેસાડી પંચાંગ પુરસ્કાર સહિત ત્રણ મહાવસ્ત્ર તથા ત્રણ લાખ રૂપીઆ આપી ઘણી ભક્તિ કરી. ત્યારે ચાવીગ બોલ્યો કે એવી કહેવત છે કે ક્ષત્રિયનું મૂલ્ય એક હજાર એશી, ઘોડાનું મૂલ્ય સાડા સતરશો, અને જેવો તેવો પણ જો વાણિયો હશે તો તેનું મૂલ્ય નવાણ લાખ કહેવાય છે. જ્યારે તમો તો ત્રણ લાખ આપવાથી મોટી ઉદારતા દેખાડી કપટ પ્રકટ કરો છો માટે મારો પુત્ર અમૂલ્ય છે તેમ તમારી ભક્તિ પણ અમૂલ્ય છે માટે એ ભક્તિ જ મૂલ્યને ઠેકાણે છે એટલે તમોએ જે મારી ભક્તિ કરી છે તે ઘણી અમૂલ્ય છે તથા તેના બદલામાં જ આ મારો પુત્ર તમને અર્પણ કરું છું તથા આ આપવા માંડેલ તમારુ બધુ દ્રવ્ય મારે તો શિવ નિર્માલ્ય છે. એટલે એ દ્રવ્યને હું અડકનાર નથી. આ પ્રકારનું ચાવીગ વેપારીનું વચન સાંભળી ઉદયન મંત્રીએ પ્રસન્ન થઈ ઘણો સ્નેહ દેખાડી વાહ વાહ કહી આલિંગન દીધું પછી ઉદયન મંત્રીએ કહ્યું કે જો તમો મને એ પુત્ર અર્પણ કરશો તો જેમ મદારીનો માકડો સર્વ લોકને નમસ્કાર કરે છે તેમ તે પણ કેવળ અપમાનનું જ પાત્ર થશે પણ જો ગુરુને અર્પણ કરશો તો ગુરુ પદવી પામી બીજના ચંદ્રમાની જેમ ત્રણ જગતને વંદના કરવા યોગ્ય થશે. માટે એ બાબતનો વિચાર કરી જેમ આપને યોગ્ય લાગે તેમ કરો. આ પ્રકારે મંત્રીનું વચન સાંભળી ચાવીને જવાબ આપ્યો કે એ બાબત જેવો આપનો વિચાર હોય તે મારે પ્રમાણ છે. પછી ઉદયન મંત્રીએ ચાવીગને દેવચંદ્ર ગુરુ પાસે લઈ જઈ તેના પુત્રને અર્પણ કરાવ્યો. પછી ચાવીને પોતાના પુત્ર ચાંગદેવનો દીક્ષા મહોત્સવ કર્યો. થોડા કાળમાં જ્યારે મહાબુદ્ધિના ચમત્કારથી તે પુત્ર સઘળાં શાસ્ત્રોમાં ઘણો નિપુણ થયો ત્યારે ગુરુએ તેનું હેમચંદ્ર એવું નામ સ્થાપ્યું. હેમચન્દ્રાચાર્ય થોડા કાળમાં સકળ સિદ્ધાંતના જાણ તથા આચાર્યના છત્રીસ પ્રકારના ગુણે કરી બિરાજમાન થયા. એટલે ગુરુએ આચાર્ય પદવી આપી. આ પ્રકારે હેમચન્દ્રાચાર્યનો વૃતાંત સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો. હવે જે સોમનાથના પ્રાસાદના જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું હતું, તે કામ ચાલતાં ચાલતાં, શિખર સંબંધી કામનો આરંભ કરવાની વધામણીનો પત્ર આવ્યો. તે પત્ર રાજાએ હેમચન્દ્રાચાર્યને બતાવ્યો તથા પૂછ્યું કે આ પ્રાસાદ નિર્વિઘ્ન પણે સંપૂર્ણ થાય તે સારું મારે શું કરવું ઘટે તે કહો. ત્યારે હેમચન્દ્રાચાર્યે વિચારીને જવાબ આપ્યો કે, આ ધર્મ કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એટલા ૧૫૮ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #173 -------------------------------------------------------------------------- ________________ માટે ધ્વજા૨ોપણ થતાં સુધી નિષ્કપટ બ્રહ્મચર્ય પાળવું જોઇએ અથવા મદ્ય માંસનો ત્યાગ કરવો જોઇએ. એ બે બાબતમાંથી આપને જે અનુકૂળ આવે તે ખરું. આ પ્રકારે હેમાચાર્યનું વચન સાંભળી રાજાએ મદ્ય માંસનો ત્યાગ કરવાની ઇચ્છાથી હાથમાં જળ લઇ નીલકંઠ મહાદેવ ઉપર મૂકી અભિગ્રહ લીધો. પ્રાસાદનું કામ પૂરું થયા પછી બે વર્ષે જ્યારે એ કળશ ધ્વજારોપણ કરવાનો વખત આવ્યો ત્યારે કુમારપાળે જે મઘ માંસ ન ખાવાનો નિયમ લીધો હતો તે મૂકવાની ઇચ્છા ગુરુને જણાવી ત્યારે ગુરુ બોલ્યા કે આપે લીધેલા નિયમ સહિત સોમેશ્વરના દર્શન કરી યાત્રા પરિપૂર્ણ થયા પછી નિયમ મૂકવામાં આવે તો સારું. એમ કહી હેમાચાર્ય પોતાના સ્થાનમાં ગયા. રાજા તો હેમાચાર્યના ગુણથી એટલો બધો વશ થઇ ગયો હતો કે હમેશા એમનાં ઘણાં જ વખાણ કરે, તે રાજગોર વિગેરે બ્રાહ્મણોથી સહન ન થયાથી રાજા પાસે હમેશાં પાછળથી નિંદા કર્યા કરતા હતા. તે ઉપર દૃષ્ટાંતનો એક શ્લોક છે. સત પુરુષના ઉદય પામેલા ગુણને શૂદ્ર પુરુષ દેખી કોઇ પ્રકારે સહન કરી શકતો નથી; એટલું જ નહિ પણ ઉલટું પોતાનું સર્વસ્વ નાશ કરે છે. જેમ દીવાની કાંતિને ન સહન કરતો પતંગીઓ પોતાના દેહની પણ આહૂતિ આપે છે, તેમજ દુર્જન લોકોનો પણ એવો સ્વાભાવિક ધર્મ છે. આવી રીતે પાછળથી નિંદ્યા કરનાર લોકો હેમચંદ્રાચાર્યના હમેશાં અપવાદ બોલતા. રાજાની પાસે હંમેશાં બોલતા કે, હેમચંદ્રાચાર્ય આપને ઉપરથી મીઠું મીઠું બોલી ખુશ કરે છે, પણ એ અંતરથી સોમેશ્વર દેવને માનતા નથી. જો તેઓ માનતા હોય એમ કહે તો જ્યારે તેઓ પ્રાતઃકાળે આપની પાસે આવે ત્યારે સોમેશ્વર દેવની યાત્રામાં સાથે પધારવા પ્રાર્થના કરો, એટલે આપને ખાત્રી થશે પછી રાજાએ આ વાત ધ્યાનમાં રાખી પ્રાતઃકાળમાં પૂજા વખતે જ્યારે હેમચન્દ્રાચાર્ય આવ્યા ત્યારે સર્વ લોકના સાંભળતાં રાજાએ હેમચન્દ્રાચાર્યને સોમેશ્વરની યાત્રા કરવા વાસ્તે પ્રાર્થના કરી. ત્યારે હેમચન્દ્રાચાર્ય બોલ્યા કે, જેમ ભુખ્યા માણસને આગ્રહથી જમવાનું નિમંત્રણ કરનાર મળે તથા જેમ જવાની ઉત્કંઠાવાળાને આગ્રહથી કોઇ ખેંચી લઇ જનાર મળે એટલે જેમ ભુખ્યાને ભોજન મળે અને જનારને લઇ જનાર મળે તેમ અમારા જેવા તપસ્વીઓને તીર્થયાત્રા કરવાનો જ અધિકાર છે, માટે આપને આટલો બધો અત્યાગ્રહ કરવાનું કાંઇ પ્રયોજન નથી. આ પ્રકારનું હેમચન્દ્રાચાર્યનું વચન સાંભળી રાજાએ ઘણો પ્રસન્ન થઇ કહ્યું કે, જવા વાસ્તે આપને પાલખી આદિ જે જે વાહનો જોઇએ તે અંગીકાર કરો, ત્યારે આચાર્યે કહ્યું કે અમો તો પગે ચાલી યાત્રા કરી પુણ્ય ઉપાર્જન કરીએ છીએ. આજથી જ રજા લઇ થોડું થોડું ચાલી શત્રુંજય ગિરનાર વિગેરે મોટાં તીર્થની યાત્રા કરતા કરતા પ્રભાસ પાટણમાં આપ પ્રવેશ કરશો તે વખતે આવી મળીશું. એમ કહી ઉઠી ચાલ્યા. પછી રાજાએ સર્વ સામગ્રી સાથે પ્રયાણ કરતાં કરતાં કેટલેક દિવસે દેવ પાટણ આવી પોહોંચ્યા. ત્યાં હેમચન્દ્રાચાર્ય પણ પોતાના કહ્યા પ્રમાણે રાજાને આવી મળ્યા. પછી હેમચન્દ્રાચાર્ય સહિત રાજાએ નગરમાં મોટા ઉત્સાહથી પ્રવેશ કર્યો. પછી તીર્થના ગોર બૃહસ્પતિએ કહેલા વિધિ સહિત શ્રી સોમેશ્વર મહાદેવના મંડપમાં આવ્યા. ઘણી ભાવનાથી તે પવિત્ર ભૂમિમાં આળોટી અતિ અદ્ભુત આશ્ચર્ય ભાવ પ્રકટ કરી સોમેશ્વર મહાદેવના લિંગનું આલિંગન કર્યું. તે વખતે કેટલાક બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે આ કુમારપાળરાજાનો પ્રબન્ધ E ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ સાધુ વર્ગ જિન તીર્થંકર સિવાય બીજા દેવને નમતા નથી. આ વચન સાંભળી રાજાનું ચિત્ત કંઇક ભ્રાંતિમાં પડ્યું તેથી હેમચંદ્રાચાર્યનું પારખું જોવા કહ્યું કે આપને જે જે ઉત્તમ મનોહર પૂજાની સામગ્રી જોઇએ તે લઇ પ્રથમ આપ પૂજા કરો. હેમાચાર્યે તે અંગીકાર કરી, રાજભંડારથી આવેલા બે સુંદર ધોયેલા હીરાગળ શ્વેત વસ્ત્ર પેહેરી ઓઢી પૂજારી બૃહસ્પતિનો હાથ ઝાલી, ગભારામાં ઉતરતી વખતે ઉંબરામાં ઉભા રહી કંઇક વિચારી પ્રકાશપણે બોલ્યા. અહોહો ! આ પ્રાસાદમાં કૈલાસનિવાસી મહાદેવ સાક્ષાત્ બિરાજે છે, એમ ભાવના ભાવિ રોમાંચિત થઇ બોલ્યા કે, આ સઘળી પૂજાની સામગ્રી બમણી કરો. એમ આજ્ઞા કરી, શિવપુરાણમાં કહેલી દીક્ષા વિધિને અનુસારે આહ્વાન, અવગુંઠન, મુદ્રા, મંત્રન્યાસ, વિસર્જન, ઉપચાર આદિક વિધિથી પંચોપચારે શિવનું પૂજન કરી સ્તુતિ કરી. “રાગ દ્વેષ રહિત મહાદેવ જે સમયમાં જે કોઇ નામથી વિખ્યાત હોય તે ભગવાનને હું નમસ્કાર કરું છું.” જેથી જન્મ મરણ રૂપ સંસાર થાય છે એવા રાગ દ્વેષ જેમના નાશ પામ્યા છે એવા બ્રહ્મા અથવા વિષ્ણુ અથવા શિવ અથવા જે કોઇ કહેવાતા હોય તે ભગવાનને હું નમસ્કાર કરું છું. ઇત્યાદિ સ્તુતિ વડે, રાજાને તથા લોકોને વિસ્મય પમાડી દંડ પ્રણામ પૂર્વક સ્તુતિ સમાપ્ત કરી. પછી રાજાએ પૂજારી બૃહસ્પતિના કહ્યા પ્રમાણે વિધિ વડે અતિશય ભાવથી શિવપૂજા કરી, પછી ધર્મશિલા ઉપર તુલા પુરુષ ગજદાન આદિ મોટાં દાન આપી, કપૂરની આરતી ઉતારી, સર્વ રાજ સેવકોને દૂર કરી, શિવના ગભારામાં પેસી, ત્યાં બેઠેલા હેમચંદ્રાચાર્ય પ્રત્યે કુમારપાળ બોલ્યો કે, આજના કાળમાં મારા જેવો કોઇ રાજા નથી, આપના જેવા કોઇ મહર્ષિ નથી અને શ્રી સોમનાથ જેવા કોઇ દેવ નથી. આ પ્રકારે પૂર્વ જન્મના ભાગ્યથી અહીં ત્રિકસંયોગ બન્યો છે, માટે છ દર્શનમાં મુક્તિ આપનાર દેવતત્ત્વનો સંદેહ ઘણા કાળથી ચાલતો આવ્યો છે, તેનું નિવારણ આ તીર્થમાં સાચેસાચુ બોલી કરો. આ વચન સાંભળી હેમચંદ્રાચાર્ય કંઇક વિચારી બોલ્યા કે, પુરાણ અને છ દર્શન સંબંધી સઘળી વાત જવા ઘો. હું, શ્રી સોમેશ્વર દેવને જ પ્રત્યક્ષ કરું છું. તેમના મુખથી જ મુક્તિમાર્ગનો નિશ્ચય કરી લ્યો. આ વચન સાંભળી રાજાને ઘણું આશ્ચર્ય થયું કે, આ તે શું બોલ્યા ! આ વાત તે કેમ સંભવે ! ત્યારે હેમચંદ્રાચાર્ય બોલ્યા કે એ વાત ખરી પરંતુ આપણે બન્ને નિશ્ચલ આરાધક છીએ, તેથી ગુરુએ કહેલી યુક્તિ વડે દેવતત્વ પ્રકટ કરવું મુશ્કેલ નથી. હું સમાધિ કરું ત્યાં સુધી આપ કૃષ્ણાગુરુનો ધૂપ કર્યા કરો. પછી શિવ પ્રત્યક્ષ થઇ મોક્ષ આપનાર જે દેવ દેખાડે, તે દેવનું આપણે બન્નેએ આરાધન કરવું. બીજા દેવનો ત્યાગ કરવો. એ પ્રકારે નિશ્ચય કરી બન્ને સોમેશ્વરનું આરાધન કરવા બેઠા. રાજાએ કરેલા ધૂપના ધૂમાડાથી ગભારામાં રહેલા સઘળા દીવા અસ્ત થયા પછી અકસ્માત સૂર્ય જેવો એક મહા મોટો પ્રકાશ થયો. ઘણા પ્રકાશથી રાજાનાં નેત્ર અંજાઇ ગયાં પણ બળથી ઉઘાડી જુવે છે તો જટાધારી ઉપર જાંબુનદ' સુવર્ણ જેવી કાન્તિવાળા દિવ્ય નેત્રથી જોવા યોગ્ય, અનુપમ, (૧) જાંબુનદ સુવર્ણ-દેવતાની સ્ત્રીઓ જે સુવર્ણનું ઘરેણું પહેરે છે તે. k ૧૬૦ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #175 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક, દિવ્ય તપસ્વી વેષવાળા સાક્ષાત શિવજીને જોયા. તેથી રાજાએ ઘણું આશ્ચર્ય પામી પગના અંગુઠાથી તે જટા સુધી હાથ ફેરવી શિવના પ્રત્યક્ષપણાનો નિશ્ચય કરી, પંચાંગ-પ્રણામ કરી, ઘણા ભાવથી વિજ્ઞાપના કરી કે, હે જગદીશ ! આપના દર્શનથી મારાં નેત્ર કૃતાર્થ થયાં. હવે કંઇ આજ્ઞા કરી મારા કાન પવિત્ર કરો, એમ કહી રાજા મૌન રહ્યો. પછી મોહરૂપી રાત્રિને નાશ કરવામાં સૂર્ય સમાન શિવના મુખમાંથી એવી દિવ્ય વાણી નીકળી કે હે રાજન્ ! આ મહર્ષિ હેમચંદ્રાચાર્ય મહારાજ સર્વદેવતારૂપ છે. હેમાચાર્ય નિષ્કપટપણે પર બ્રહ્મને જોવાથી ત્રણ જગતના સ્વરૂપને હથેળીમાં રહેલા મોતીના દાણાની જેમ નિરંતર દેખી રહ્યા છે, માટે એ જે દેખાડે તે જ નિઃસંદેહપણે મોક્ષનો માર્ગ છે, એમ કહી અંતર્ધાન થયા. આથી રાજાનું મન હેમચંદ્રાચાર્ય ઉપર ઘણું જ ઉત્સાહી થયું. પછી હેમાચાર્ય ધીમે ધીમે પ્રાણાયામ ધવનને નીચે મૂકી સમાધિ ઉતારી. આસનનો બંધ શિથિલ કરી, રાજા પ્રત્યે બોલે છે, એટલામાં જ, હેમાચાર્યને ઇષ્ટદેવ માની, સઘળું રાજ્યાભિમાન ત્યાગ કરી, કુમારપાળે હેમાચાર્યના પગમાં માથું મૂકી, ઘણા ભાવથી પ્રાર્થના કરી કહ્યું કે, હે મહારાજ! હવે આપ જેમ કહો તેમ કરવા હું તૈયાર છું ત્યારે હેમાચાર્યે રાજાને જીવતા સુધી મઘ માંસનો ત્યાગ કરવાનો નિયમ કરાવી ત્યાંથી પ્રયાણ કરી અણહિલપુર આવ્યા. શ્રી હેમચંદ્રાચાર્યના મુખથી સિદ્ધાંત વાણી સાંભળી પ્રતિબોધ પામી રાજા પરમ શ્રાવક થયો. પછી રાજાના કહેવાથી હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકા પુરુષનું ચરિત્ર તથા વીતરાગ સ્ત્રોત સહિત યોગશાસ્ત્ર રચ્યું. પછી રાજાએ ચૌદ વર્ષ સુધી અઢાર દેશમાં હિંસા નિવારણ કરાવી ચૌદસે ચાલીશ જિનમંદિર કરાવ્યાં જેનું મૂલ સમકિત છે એવાં બાર વ્રત ગ્રહણ કર્યા. તેમાં અદત્તાદાન નામે ત્રીજા વ્રતમાં (રુદતીવિત્ત) દાણ પ્રમુખ તથા ન વારસીયુ ધન પાપરૂપ જાણી તેની ઉપજનો પટ્ટો બહોતેર લાખનો હતો, તેને ફાડી નાખ્યો. તે કામ ઉપર નીમેલા પુરુષોને ઉઠાડ્યા, તેથી લોકને આનંદોત્સવ ઉચ્છવ થયો. પૂર્વે થયેલા રઘુ રાજા, નહુષ નાભાગ તથા ભરત આદિ સતયુગના પણ રાજા અપુત્રિયાના ધનનો ત્યાગ નથી કરી શક્યા તે (રુદતીવિત્ત) કુમારપાળ રાજાએ કરી દીધો, માટે સર્વ રાજામાં શિરોમણિ હે રાજન્ ! તમે જ છો. ઇત્યાદિ, વિદ્વાન લોકોએ ઘણી સ્તુતિ કરી છે તથા શ્રી હેમચંદ્રાચાર્યે પણ એક શ્લોક કહ્યો તેનો અર્થ : જે રાજા અપુત્રિયાનું ધન લે છે, તે તેનો પુત્ર થાય છે, જ્યારે હે રાજન ! તમે તો સંતોષ વડે તે ધનનો ત્યાગ કર્યો માટે તમે તો રાજપિતામહ છો એ વાત સાચી છે. એક દિવસ સોરઠ દેશના સમરસિંહ નામના રાજા સાથે યુદ્ધ કરવા ઉદયન મંત્રીને સેનાપતિ તરીકે નીમી ઘણું લશ્કર આપી મોકલ્યો. તે વઢવાણમાં આવી શ્રી ઋષભદેવને નમસ્કાર કરવાની ઇચ્છાએ સર્વે મંડલેશ્વરોને પૂછી આગળ પ્રયાણ કરી પાલીતાણા ગયો. ત્યાં ઘણી શ્રદ્ધાથી દેવપૂજા કરી જેટલામાં વિધિ સહિત ચૈત્યવંદન કરે છે, તેટલામાં દિવાની પંક્તિમાંથી એક ઉંદર બળતી દીવેટ લઈ કાષ્ટમય પ્રાસાદના દરમાં પેઠો. છેવટે દેવના અંગરક્ષકોએ તે દીવેટ ઉંદર પાસેથી મૂકાવી. પછી તે મંત્રીએ સમાધિ મૂક્યા પછી કાષ્ટમય પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાનો વિચાર કરી દેવની સમક્ષ એકવાર કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૬૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ ભોજન કરવું ઇત્યાદિ અભિગ્રહ લીધા. ત્યાંથી પ્રયાણ કરી લશ્કરમાં આવી મળ્યો. શત્રુ સાથે સંગ્રામ કર્યો. તેમાં શત્રુએ પોતાનું સઘળું લશ્કર પરાજય કર્યું. ત્યારે પોતે ચડાઈ કરી. તેમાં શત્રુના ઘણા પ્રહારથી જ્યારે શરીર ઘણું છિન્નભિન્ન થયું ત્યારે સેવકો સંગ્રામમાંથી ઊંચકી મુકામમાં લાવ્યા. ત્યાં મંત્રીએ ઘણું જ રૂદન કરવા માંડ્યું. તેનું કારણ પૂછતાં માલુમ પડ્યું કે શ્રી શત્રુંજય તીર્થમાં તથા શકુનિકા વિહારમાં જીર્ણોદ્ધાર કરવારૂપ દેવઋણ મારી પાછળ વળગવાથી મને ઘણો શોક થાય છે. પછી ત્યાં રહેલા સ્નેહી સંબંધીઓએ વિચાર કરી કહ્યું કે તમારા પુત્ર વાભટ્ટ તથા આદ્મભટ્ટ તમારા જેમ જ અભિગ્રહ લેઈ બે તીર્થનો ઉદ્ધાર કરશે, એ વાતમાં અમે સર્વે સાક્ષી છીએ. આ વાત સાંભળી ઘણા આનંદથી મંત્રીનું શરીર રોમાંચિત થયું. પછી મરતી વખત પરમેશ્વરની આરાધના કરવા માટે કોઈ જૈન સાધુ જોઇએ તેની તપાસ કરાવી પણ તે ન મળ્યા ત્યારે, કોઈ વંઠ પુરુષને કોઈ પણ પ્રકારે સમજાવી સાધુનો વેષ પહેરાવી મંત્રી પાસે લાવી બેસાડ્યો. મંત્રીએ તો ઘણા ભાવથી તેને મહામુનિ જાણી તેના બે પગ લઈ પોતાના માથા ઉપર સારી પેઠે પ્રેમથી દબાવી પ્રાર્થના કરી, તેની સમક્ષ દશ પ્રકારની આરાધના કરી ઉદયનમંત્રી પરલોક પામ્યા. ચંદન વૃક્ષના સંબંધથી જેમ બીજાં વૃક્ષો પણ સુગંધવાળા થાય, તેમ ઉદયનની ભાવ ભક્તિ જોઇ પેલા વંઠ પુરુષે (સાધુ વેષ ધારી પુરુષે) પ્રતિબોધ પામી જીવતા સુધી એમને એમ સાધુ વેષ રહેવા દઈ રૈવતાચલ જઈ અનશન કરી દેહનો ત્યાગ કર્યો. પછી ઉદયનના સેવક સંબંધીઓએ અણહિલપાટણ જઈ તે વૃતાંત ઉદયનના પુત્ર વાભટ્ટ તથા આમ્રભટ્ટને નિવેદન કર્યો. તેમણે પણ તત્કાળ અભિગ્રહ લઇ, જીર્ણોદ્ધાર કરવાનું કામ આરંભ્ય. બે વર્ષે શત્રુંજય ઉપર પ્રાસાદ તૈયાર થયો. તે વધામણીનો પત્ર લઇ કોઇ પુરુષ આવ્યો. એ આનંદની વાત થાય છે એટલામાં બીજો પુરુષ પત્ર લઈ આવ્યો. તેમાં લખ્યું હતું કે એ પ્રાસાદ તૂટીફૂટી પડ્યો. આ તપાવેલા ત્રપુ (શીશા) જેવી કઠોર તાપકારી વાણી સાંભળી, શ્રી કુમારપાળની આજ્ઞા લઈ વામ્ભટ્ટ શ્રીકદÍનામના પ્રધાનને પોતાનું કામ સોંપી, ચાર હજાર સ્વાર લઇ, શત્રુંજય સમીપ જઈ ત્યાં પોતાના નામનું એટલે વામ્ભટ્ટ નામે પુર વસાવ્યું. પછી પ્રાસાદ તુટવાનું કારણ ત્યાં રહેલા શિલ્પી લોકોએ નિર્ણય કરી કહ્યું કે ભ્રમ સહિત પ્રાસાદમાં પેઠેલા વાયુને નીકળવાનો માર્ગ ન મળવાથી એ નુકશાન થયું. ભ્રમ રહિત પ્રાસાદને કોઈ પ્રકારનું નુકશાન થતું નથી પણ તેમાં એવો બાધ છે કે, જે કોઈ ભ્રમ રહિત પ્રાસાદ કરાવે છે તે નિર્વશ થાય છે. આ વાત સાંભળી વિચાર કરી વાભટ્ટ આજ્ઞા આપી કે ભ્રમ તથા ભીંત એ બેની વચ્ચે શિલા પુરી સજ્જડ કરો. વંશ જશે તો ધર્મરૂપી વંશ રહેશે. કેમકે પૂર્વે ઉદ્ધાર કરનારા ભરતાદિક રાજાઓમાં મારું પણ નામ ગણાશે. આ પ્રકારની દીર્ઘ દૃષ્ટિથી કામ કરતાં ત્રણ વર્ષ થયાં ત્યારે કલશદંડની પ્રતિષ્ઠા કરવાનો વખત આવ્યો, એ સમયે પાટણથી શ્રીસંઘને નિમંત્રણપૂર્વક ઘણા માનથી બોલાવી મોટા ઉત્સવ સહિત સંવત ૧૨૧૧ વર્ષે ધ્વજારોપણ (૧) ભ્રમ - ભમતી. (૨) પૂર્વે ઉદ્ધાર – જીર્ણ થયેલાં જિન મંદિરનો ઉદ્ધાર. (૩) સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા. ૧૬૨ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #177 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યું. પાષાણમય મૂળબિંબના પરિકર, મમ્માણી ખાણના આરસ પાષાણના કરાવી સ્થાપન કર્યા. વાભટ્ટ પુરમાં રાજાએ પોતાના પિતાના નામથી ત્રિભુવનપાળ નામનો વિહાર કરાવી, તેમાં શ્રી પાર્શ્વનાથજીનું સ્થાપન કરાવ્યું. તીર્થપૂજા નિમિત્તે ચોવીશ આરામ (બાગબગીચા) કરી આપ્યા. નગરને ફરતો કોટ કરાવ્યો. દેવ મંદિરોના નિર્વાહ વાસ્તે વસ્ત્રાલંકાર તથા ગ્રામ વિગેરે ઘણું દ્રવ્ય અર્પણ કર્યું. તે ઉપર એક કવિનો શ્લોક છે તેનો અર્થ : વામ્ભટ્ટ મંત્રીએ શત્રુંજય ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યો, તેમાં એક ક્રોડ સાઠ લાખ દ્રવ્યનો ખરચ કર્યો. એવા એ મંત્રીનું વર્ણન દેવતાથી પણ થઈ શકતું નથી. આ પ્રકારે શત્રુંજયના જીર્ણોદ્ધારનો પ્રબંધ પૂરો થયો. હવે જગતમાં મહાસુભટ તરીકે પ્રખ્યાત શ્રી આપ્રદેવે પિતાના શ્રેય માટે ભરૂચમાં શકુનિકાવિહાર નામે પ્રાસાદનો ઉદ્ધાર કરવાનો આરંભ કર્યો. તેનો પાયો ઘણો ઉંડો ખોદી પૂરતી વખતે નર્મદા નદીના સમીપપણાથી ઓચિંતી મોટી મોટી ભેખડો તૂટી પડવાથી, ઘણા ચાકર લોકો દબાઈ મરવાથી, તેમના ઉપર ઘણી દયા લાવી આત્માની ઘણી નિંદા કરી, આમ્રદેવે સ્ત્રી પુત્ર સહિત તે ખાડામાં ઝપાપાત કર્યો. આ પ્રકારનું તેનું ઉગ્ર સાહસ જોઇ, તે કામમાં વિઘ્ન કરનાર દેવતાએ પણ પ્રસન્ન થઈ સર્વ વિદન નિવારણ કરી, તેમને બચાવી મદદ કરી, તેથી પ્રાસાદ સંપૂર્ણ તૈયાર થયો. કલશ દંડની પ્રતિષ્ઠા કરતી વખતે, નગરના સર્વ સંઘને નિમંત્રણ કરી, ત્યાં લાવી જેમ ઘટે તેમ ભોજન, વસ્ત્ર, આભરણ આદિ વડે સન્માન પૂજન કર્યું. સામંતોને બોલાવી તેમનો ઉચિત સત્કાર કર્યો. ધ્વજારોપણનું મુહૂર્ત સમીપ આવ્યું ત્યારે અણહિલપાટણથી શ્રી હેમચંદ્રસૂરિ સહિત કુમારપાળ રાજાને તથા તે નગરના સંઘને બોલાવી મોટા સાધર્મિક વાત્સલ્ય કરી. તેમને વસ્ત્ર આભૂષણાદિકથી સંતૃપ્ત કર્યા. ધ્વજારોપણ કરવા ઘણા ઉત્સાહથી ઘરમાંથી નીકળ્યો ત્યારે પોતાનું ઘર યાચકો પાસે લૂંટાવી દીધું. સુવ્રતસ્વામીના પ્રાસાદ ઉપર ધ્વજા સહિત મહાધ્વજનું આરોપણ કરી, આમ્રભટ્ટે મહા હર્ષથી નૃત્ય કર્યું. પછી રાજાએ આરતી ઉતારવાનું કહ્યું ત્યારે, પોતાને બેસવાનો કિંમતી ઘોડો હતો તેનું દાન દ્વારપાલ ભટ્ટને કર્યું. રાજાએ પોતાને હાથે આદ્મભટ્ટ મંત્રીને તિલક કર્યું ત્યારે બહોતેર સામંતોએ ચામર તથા પુષ્પ વૃષ્ટિ આદિક ઉત્તમ સત્કારથી સહાયતા કરી ઘણી શોભા વધારી. બંદીજનને પોતાના હાથમાંનું સુવર્ણકંકણ કાઢી આપ્યું. રાજાએ આદ્મભટ્ટ મંત્રીને દેવની આરતી ઉતારવાનું કહ્યું તો પણ આમ્રભટ્ટે ના પાડી. ત્યારે રાજાએ ફરીથી કહ્યું કે આ સ્થળે આરતી ઉતારવા તમે યોગ્ય છો. પછી રાજાએ બળજબરીથી આદ્મભટ્ટના બે હાથ પોતે ઝાલી આરતી ઉતરાવી. આરતી મંગળદીવો વિગેરે કૃત્યની સામાપ્તિ થયા પછી, શ્રી સુવ્રતસ્વામીને, ગુરુને તથા સાધર્મિકને નમસ્કાર કરી, આમ્રભટ્ટે રાજાને પૂછ્યું કે, આપને આરતી ઉતારવી ઘટે તેમ છતાં બળજબરીથી મારી પાસે આરતી ઉતરાવી તેનું શું કારણ છે ? ત્યારે રાજા બોલ્યા કે એ વખત તમારો ચડતો ભાવ એવો હતો કે, જેમ કોઈ ધૂતકાર (જુગારી) અતિશય ધૂત રમવાના ચડસથી પોતાનું માથું પણ અર્પણ કરે, તેમ તમારો પણ તે વખતે ચડતો રંગ એવો હતો કે કોઈ તમારું માથું માગે તો તે પણ આપી દો. ગુરુદેવશ્રી હેમચન્દ્રાચાર્યને મનુષ્યની સ્તુતિ ન કરવી એવો નિયમ કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૬૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ હતો, તેને પણ વિસરી જઇ, આ વખતે તમારો ઉમંગ જોઇ તેમણે તમારી સ્તુતિ કરી. ત્યારે મારે પણ તમારી પાસે જ આરતી ઉતરાવવી એમ મને યોગ્ય લાગ્યું. હેમચંદ્રાચાર્યે કરેલી સ્તુતિ. તેનો અર્થ : તમારા જેવી ઉત્તમ ભાવના વાળો પુરુષ સત્ય યુગમાં (ચોથા આરામાં) નથી તો તે સત્યયુગ શા કામનો ? અને તમારા જેવા પુરુષ જે યુગમાં છે તે કળિયુગ જ ન કહેવાય ! એ તો સતયુગ જ કહેવાય ! માટે તમારો જન્મ કળિયુગમાં છે તો તે કળિયુગ પણ અમને સત્યયુગ સમાન છે. I૧ ઇત્યાદિ, આમ્રભટ્ટની અનુમોદના કરી કુમારપાળ તથા હેમચંદ્રાચાર્ય અણહિલપુર પાછા પધાર્યા. હેમચંદ્રાચાર્ય પાટણમાં આવ્યા પછી, થોડા વખતમાં ભરૂચથી વિજ્ઞપ્તિ પત્ર આવ્યો, તેમાં લખેલું હતું કે આમ્રભટ્ટને ઓચિંતું દેવતાના દોષથી અંતકાળ જેવું થઈ ગયું છે, આ વાત સાંભળી તત્કાળ હેમચંદ્રાચાર્યે નિશ્ચય કર્યો કે, એ મહાત્મા આદ્મભટ્ટને પ્રાસાદ શિખર ઉપર નૃત્ય કરતાં મિથ્યાદષ્ટિ દેવીઓનો દોષ થયો છે, માટે તત્કાળ ત્યાં જવું જોઈએ. એમ વિચારી યશશ્ચંદ્ર નામના પોતાના શિષ્ય સહિત આકાશગામી વિદ્યાના બળથી, એક નિમેષ માત્રમાં ભરૂચ આવી પહોચ્યાં. ત્યાંની મિથ્યાદૃષ્ટિ સેંધવી નામની દેવીનું આકર્ષણ કરવા હેમચંદ્રાચાર્યે કાઉસગ્ન કર્યો, તે વખતે તે દેવીએ જીત્વાકર્ષણ વિગેરેનો ઘણો ઉપસર્ગ કર્યો તે જોઇ ઉત્તરસાધકપણે રહેલા યશશ્ચંદ્ર નામના શિષ્ય, ડાંગર ખાંડવાના પ્રાણીઓમાં ડાંગર નાંખી, મંત્ર ભણીને એવા પ્રહાર દેવા માંડ્યા કે જેથી પહેલા પ્રહરમાં તે દેવીનો પ્રાસાદ કંપી ઉઠ્યો. બીજા પ્રહરમાં તે દેવીની મૂર્તિ પોતાના સ્થાનથી આવી હેમચન્દ્રાચાર્યના પગમાં પડીને બોલી કે, વજ સરખા પ્રહારથી મારી રક્ષા કરો ! રક્ષા કરો ! આ પ્રકારે બૂમો પાડતી દેવીને જોઈ, કાઉસગ્ગ ધ્યાનથી હેમચન્દ્રાચાર્ય ઉડ્યા અને દેવી જેનું મૂળ છે એવી મિથ્યા દષ્ટિ વ્યંતર વ્યંતરીઓનો સર્વ ઉપદ્રવ તત્કાળ નિવારણ ક્યો પછી સુવ્રતસ્વામીનાં દર્શન કરી સ્તુતિ કરી. સંસારરૂપી સમુદ્રને તરવા સેતુ સમાન, મોક્ષ માર્ગે ચાલનારને દીપકની પેઠે પ્રકાશ કરનારા, જગત માત્રને અવલંબન કરવા યષ્ટિ (લાકડી) સમાન, અન્ય મત સંબંધી મોહનો નાશ કરવામાં કેતુ સમાન અને અમારા મનરૂપી મદોન્મત હાથીને બાંધવા મજબૂત સ્તંભ સમાન, શ્રી સુવ્રતસ્વામીના ચરણ નખકિરણો પ્રાણી માત્રની રક્ષા કરો. | ઇત્યાદિ સ્તુતિ કરી શ્રી આદ્મભટ્ટને રોગમુક્ત કરાવી, પ્રથમ હતા તેવા હોશિયાર કરી, જેમ આવ્યા હતા તેમજ પાછા અણહિલપાટણમાં ગુરુ શિષ્ય પધાર્યા. પછી આદ્મભટ્ટ કોંકણ દેશના રાજાના સુવર્ણના ત્રણ કલશ હતા, તેમાંથી એક ઉદયન ચૈત્યમાં બીજો શકુનિકા વિહારમાં અને ત્રીજો ઘટીગૃહમાં સ્થાપન કર્યા. આ પ્રકારે રાજ પિતામહ આદ્મભટ્ટનો પ્રબંધ પૂરો થયો. એક દિવસ કુમારપાળ રાજા કપર્દી મંત્રીના કહેવાથી ભોજન કર્યા પછી થોડીવાર કોઈ પંડિતના મુખથી કામંદકીય નામે નીતિ શાસ્ત્રનું શ્રવણ કરતા હતા તેમાં એક શ્લોક આવ્યો તેનો અર્થ : મેઘની પેઠે સર્વ ભૂતનો આધાર રાજા છે. તેમાં પણ મેઘ વિના કદાપિ જીવાય, પણ રાજા વિના (૧) ઉભા ઉભાં અચલપણે એક જાતનું ધ્યાન ધરવું તે. ૧૬૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રજાથી જીવાય નહિ. આ વાક્ય સાંભળી કુમારપાળ બોલ્યા કે રાજાને શું મેઘની ઔપમ્યતા આપી ? આ પ્રકારનું રાજાનું વચન સાંભળી સભામાં બેઠેલા હાજી હાજી કરનારા પુરુષો રાજાની શબ્દ ચાતુરીની પ્રશંસા કરી વાહ ! વાહ ! કહેવા લાગ્યા. તે જોઇ કપર્દી મંત્રી નીચુ મુખ કરી બેઠા. તે જોઇ એકાંતમાં કુમારપાળે કપર્દી મંત્રીને તેનું કારણ પૂછ્યું ત્યારે મંત્રીએ કહ્યું કે, સર્વ વ્યાકરણથી વિરુદ્ધ આપ બોલ્યા અને હાજી હાજી કરનારાએ પ્રશંસા કરી, એ બે કારણથી મારે નીચુ મુખ કરવું ઉચિત છે, કારણ કે રાજા વગરનું જગત હોય તે સારુ પણ મૂર્ખ રાજા તો જોઇએ જ નહિ. કેમકે શત્રુ મંડળમાં તેવાની અપકીર્તિ થાય છે, માટે જે જગ્યાએ આપ ઔપમ્યતા શબ્દ બોલ્યા, તે જગાએ ઉપમેય, ઔપમ્ય અને ઉપમા ઇત્યાદિ શબ્દો શુદ્ધ કહેવાય. આ વચન સાંભળી કુમારપાળે એક વર્ષમાં કક્કાથી આરંભી વ્યાકરણ તથા કાવ્ય ભણી, શાસ્ત્રમાં પ્રવીણ થઇ વિચાર ચતુર્મુખ એવું બિરૂદ ઉપાર્જન કર્યું. એ પ્રકારે કુમારપાળના અધ્યનનો પ્રબંધ પૂરો થયો. એક દિવસ વ્યાખ્યાન આપવાની સભામાં કુમારપાળ સહિત હેમચન્દ્રાચાર્ય બિરાજ્યા હતા. ત્યાં કાશીના એક વિશ્વેશ્વર નામે કવિએ આવી અર્ધો શ્લોક બોલી આશીર્વાદ દીધો. તેનો અર્થ : હાથમાં ડંડ ને ખભે કામળ ધારણ કરતા હેમચન્દ્રાચાર્યરૂપી ગોવાળ તમારી રક્ષા કરો. આ વચન સાંભળી રાજાએ ક્રોધ સહિત કવિ સામું જોયું તે વખત સભામાં બેઠેલા હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર કવિએ એ શ્લોકનું ઉત્તરાર્ધ્વ બોલી સમસ્યા પૂરી કરી. તેનો અર્થ : છ દર્શન રૂપી પશુના ટોળાને જૈનદર્શન રૂપી ગોચર ભૂમિમાં ચારો ચરાવતા હેમચંદ્રાચાર્યરૂપી ગોવાળ તમારી રક્ષા કરો. આવા અર્થવાળો શ્લોકનો ઉત્તરાર્ધ બોલવાથી સભામાં બેસનાર સર્વે અતિશય પ્રસન્ન થયા. પછી એ કવિએ “વ્યાષિદ્ધા” એ પદ બોલી રામચંદ્રાદિ કવિઓને સમસ્યા પુરવાનું કહ્યું તે જોઇ કપર્દી મંત્રીએ એ સમસ્યા શ્લોક સંપૂર્ણ કરી બોલી બતાવ્યો. તેનો અર્થ : કુંવારી કન્યાઓ (સંતાકુકડીની) રમત રમતી હતી. જેની આંખો દબાવી રાખી હોય તે કન્યા બીજી સંતાઇ ગયેલી કન્યાઓને ખોળી કાઢે. આ રમતમાં એક વિશાળ નેત્રવાળી કન્યાનાં નેત્ર દબાવી રાખવાનો વારો આવ્યો. તે વખતે એનાં નેત્ર ઘણાં લાંબા હોવાથી, હથેળી વડે ઢંકાયાં નહીં વળી તેના મુખચંદ્રની કાંતિથી તે જ્યાં સંતાય છે ત્યાંથી તે તરત પકડાય છે. તેથી એને રમતમાંથી કાઢી મૂકી, માટે પોતાનાં નેત્રની અને મુખચંદ્રની નિંદા કરતી સખીઓના મધ્યમાં ઉભી ઉભી રડે છે. “વ્યાષિદ્ધા” એ પદની સમસ્યા કપર્દી મંત્રીએ પૂરી, તેથી પ્રસન્ન થઇ તમે સાક્ષાત્ સરસ્વતીનું સ્થાન છો એમ કહી, તે કવિએ પોતાના કંઠમાંનો પચાસ હજાર રુપીઆનો કંઠો હતો તે કાઢી કપર્દી મંત્રીના ગળામાં અર્પણ કર્યો. આ પ્રકારનું તે કવિનું ડહાપણ જોઇ રાજાએ પોતાની પાસે તેને રાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે એક શ્લોક બોલ્યો. તેનો અર્થ : (૧) કાશીના પંડિતે હેમચંદ્રાચાર્યને ગોવાળ કહી મઝાક કરી, તેના જવાબમાં તેમના શિષ્યે વળતો તે પંડિતનો ઉપહાસ કર્યો કે તમારા જેવા પશુઓ માટે હેમચન્દ્રાચાર્ય ગોવાળ છે. કુમારપાળરાજાનો પ્રબન્ધ 2 ૧૬૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ કાશી દેશનો કર્ણરાજ કથા માત્ર શેષ રહ્યો (અર્થાત્ મરી ગયો) તેથી લોકો નાસી ગયા અને નગરી દુર્બળ થઈ. હમીર રાજાના ઘોડા હર્ષ સહિત ખુંખારા કરી રહ્યા છે (અર્થાત્ હમીરનું રાજ થયું છે) માટે જ્યાં લવણસમુદ્ર સરસ્વતીનું આલિંગન કરે છે એવા પ્રયાગ ક્ષેત્રમાં જવાને મારુ મન ઉત્કંઠિત થયું છે (અર્થાત્ કાશીમાં હવે મારું મન રહ્યું નથી તેથી હું પ્રયાગ જઉ છું). એ પ્રકારે પોતાનો અભિપ્રાય જણાવી રાજાથી ઘણો શિરપાવ પામી તે કવિ પોતાના મનોવાંછિત સ્થાનમાં ગયો. ક્યારેક કુમારપાળ રાજાએ પોતાના વિહાર સ્થાનમાં બોલાવેલા શ્રી હેમચન્દ્રાચાર્ય કપર્દી મંત્રીનો હાથ ઝાલી તે સ્થાનના પગથિયા ચઢે છે, એટલામાં આગળ ચાલતી નર્તકી (નૃત્યકરનારી સ્ત્રીના કંચુઆને પકડી રાખનાર અને નિતંબ ભાગ ઉપર અથડાતી દોરી (કપડાની કસ) સ્તન ભારના પ્રફુલ્લિતપણાથી ખેંચાતી જોઇ, કપર્દી મંત્રી અડધી ગાથા બોલ્યો. તેનો અર્થ : સુંદરીનો કંચુઓ સારા ભાગ્યના ઉદયને પામવા ઊંચો થઈ ઉતાવળ કરે છે તે યુક્ત છે. આટલું બોલી વિલંબ કરે છે એટલે એ ગાથાનું ઉત્તરાર્ધ હેમચન્દ્રાચાર્ય બોલ્યા. તેનો અર્થ : પૂર્વે કહી એ વાત (કપર્દી મંત્રીએ કહી તે) સાચી છે, કેમકે પશ્ચાત્ ભાગ (નિતંબ) એના ગુણ (દોરી) ગ્રહણ કરી કરીને પુષ્ટ થયા છે એટલે સન્મુખ તો સ્તનની પેઠે ઉત્તપણું દેખાડે તેમાં શું ! પણ જેની ઉન્નતિ પાછળ કહેવાય તે શ્રેષ્ઠ કારણ કે તરુણ જન પણ નિતંબના ગુણ ગ્રહણ કરે છે.' એક દિવસ કપર્દી મંત્રી એક હાથની મુઠી વાળી હેમચન્દ્રાચાર્યને પગે લાગી ઉભા, ત્યારે હેમાચાર્યે પૂછ્યું કે હાથમાં શું છે? ત્યારે કપર્દી મંત્રી પ્રાકૃત ભાષામાં બોલ્યો કે હરડે. આ અક્ષર સાંભળી હેમાચાર્યે કહ્યું કે “શું હજુ સુધી પણ” આ વાક્ય સાંભળી કપર્દી મંત્રી બોલ્યા કે શું છેલ્લો હોય તે પહેલો ન થાય? એટલું જ નહિ પણ એક માત્રા વડે અધિક પણ થાય. આ વચન સાંભળી હેમાચાર્ય ઘણું હર્ષ પામ્યા અને આનંદના આંસુ નેત્રમાં આવ્યા. રામચંદ્ર પ્રમુખ પંડિતોની આગળ કપર્દી મંત્રીની વિદ્વત્તાનાં વખાણ કર્યા. આ સાંભળી સભાના સર્વે પંડિતો બોલ્યા કે તમારા બે જણના સમસ્યા ભાષણમાં અમો કાંઈ પણ સમજ્યા નહિ. પછી હેમાચાર્યે એ વાતનો ખુલાસો કરી સર્વેને સમજાવ્યા કે, હરડે શબ્દથી એક અર્થમાં હરડે અને બીજા અર્થમાં “હ” રડે છે. ત્યારે મેં પૂછ્યું કે શું હજુ સુધી રડે છે ? (અર્થાત કક્કાના અક્ષરોમાં હ સૌથી છેલ્લે છે તેથી રડે છે.) તેના જવાબમાં એમ કહ્યું કે, મે મારા નામ “હેમચન્દ્ર” માં તે હકારને એક માત્રા વડે અધિક બનાવીને સ્થાપ્યો છે. માટે હવે હકાર રડે નહીં. એ પ્રકારે હરડેનો પ્રબંધ પૂરો થયો. (૧) કપર્દી મંત્રીએ સ્તનની ઉંચાઈ વખાણી, પણ હેમચંદ્રાચાર્યે તો એથી ઉલટું જ કહ્યું કે આગળ ઉન્નતાઇ દેખાડે તે કરતા, નિતંબ પેઠે જે વ્યક્તિ ઉન્નતિ પાછળ દેખાડે તે શ્રેષ્ઠ. ૧૬૬ પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર Page #181 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક કોઇ પંડિતે ઉર્વશી શબ્દમાં શકાર તાલવ્ય (શ) છે કે દન્ત્ય (સ) છે એવું હેમચંદ્રાચાર્યને પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેઓ કાંઇ વિચારમાં રહ્યા. એટલામાં કપર્દી મંત્રીએ એક પત્ર ઉપર એ શબ્દની વ્યત્તિ લખી હેમચન્દ્રાચાર્યના ખોળામાં મૂકી (ઉરૂ એટલે ઘણા પુરુષોનું અશન કરે ભોજન કરે) આ પ્રકારની તેની શબ્દ વ્યુત્પત્તિ જોઇ પ્રસન્ન થઇ તે પ્રકારનો નિર્ણય હેમચન્દ્રાચાર્યે પૂછનારને કહ્યો. એ પ્રકારે ઉર્વશી શબ્દનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ સપાદલક્ષ નામે રાજાનો સંધિવિગ્રહ કરનાર પુરુષ કુમારપાળની સભામાં આવી બેઠો. ત્યારે રાજાએ પૂછ્યું કે, તમારા સ્વામી કુશલ છે ? આ વચન સાંભળી તે (વિશલદેવ) રાજાનો મહા મિથ્યાભિમાની ! દૂત બોલ્યો કે, વિશલદેવ એટલે વિશ્વ કહેતાં જગત અને લ કહેતાં ગ્રહણ કરે, એવા સમર્થ પુરુષને સદા કુશળ જ હોય ! એટલે સદા જીત હોય એમાં તે કંઇ સંદેહ છે ? આ પ્રકારનું મહાભિમાની વચન સાંભળી, રાજાએ તે વચનનું ખંડન કરવા કપર્દી મંત્રીને અણસાર કર્યો. ત્યારે તે બોલ્યો કે એ નામનો અર્થ આ પ્રકારનો છે. વિ એટલે પક્ષીની પેઠે, શ્વલ એટલે પલાયન કરે. તેને વિશલદેવ કહીએ. આ પ્રકારે એ નામમાં દુષણ ઉત્પન્ન કરવાથી, એ રાજાએ પોતાનું નામ વિગ્રહરાજ એવું સ્થાપન કરી પ્રસિદ્ધ કર્યું. વળી બીજે વર્ષે પણ એ જ પ્રકા૨નો બનાવ બન્યો ત્યારે તે જ પુરુષ કુમારપાળ રાજા આગળ પોતાના રાજાનું નામ વિગ્રહરાજ એવું કહી, તે નામના અર્થનું વર્ણન કર્યું કે, વિગ્રહ એટલે લડાઇ કરવી અને રાજ એટલે સર્વોપરી. આ પ્રકારની મિથ્યા પ્રશંસા સાંભળી કુમારપાળના કહેવાથી કપર્દી મંત્રીએ એ નામનો અર્થ બીજી રીતે કરી બતાવ્યો કે, વિગ્ન શબ્દનો અર્થ નાકવિનાનો પુરુષ અને હરાજ કહેતાં શિવવિષ્ણુ. આ પ્રકારનો વિપરીત અર્થ કરી એ નામનું ખંડન કર્યું. ત્યાર પછી એ રાજાએ કપર્દી મંત્રીના ભયથી અભિમાન મૂકી પોતાનું નામ કવિબાંધવ એવું સાધારણ અર્થવાળું રાખ્યું. એક દિવસ કુમા૨પાળ રાજાની આગળ સભામાં ઉદયચંદ્રસુરિ શ્રી યોગશાસ્ત્રનું વ્યાખ્યાન કરતા હતા. તે વખત હેમચંદ્રાચાર્ય પ્રમુખ સર્વે વિદ્વાનો પણ બેઠા હતા. તે વખતે પંદર કર્માદાનની વ્યાખ્યામાં એક શ્લોક આવ્યો. તેમાંનું પદ વારંવાર વાંચવા માંડ્યું તે જોઇ હેમચન્દ્રાચાર્યે પૂછ્યું કે શું લિપિ ભેદ છે ? ત્યારે તેમણે કહ્યું ‘રોમ્હાં’ આ પ્રયોગ વ્યાકરણ વિરુદ્ધ છે. આ પ્રકારની તેમની બુદ્ધિ જોઇ, હેમચન્દ્રાચાર્ય તથા કુમારપાળ વિગેરે સર્વે પંડિતોએ તે વાત કબુલ કરી તેમનાં વખાણ કર્યા. આ પ્રકારે ઉદયચંદ્રસુરિનો પ્રબંધ પૂરો થયો. એક દિવસ કુમારપાળ રાજાએ ઘેબર જમતાં જમતાં કાંઇક વિચાર કરી તેનો ત્યાગ કરી, હેમચન્દ્રાચાર્ય પાસે આવીને પૂછ્યું કે, મહારાજ ! અમારે ઘેબરનો આહાર કરવો ઘટે કે નહિ ? ત્યારે હેમાચાર્ય બોલ્યા કે, વાણિયા બ્રાહ્મણને ક૨વો ઘટે છે, પણ જેણે અભક્ષ્યનો નિયમ કર્યો છે, એવા ક્ષત્રિયને એ આહાર કરવો ઘટતો નથી કેમકે એથી પ્રથમ કરેલા માંસાહારનું સ્મરણ થાય કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૬૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ છે. આ વચન રાજાએ પોતાના અનુભવથી સાચે સાચું માની. પોતે પ્રથમ કરેલા અભક્ષભક્ષણનું પ્રાયશ્ચિત હેમચન્દ્રાચાર્ય પાસે માંગ્યું. ત્યારે તેમણે કહ્યું કે, બત્રીશ દાંત વડે ભક્ષણ થાય છે, માટે બન્નીશ જિન મંદિર કરાવવા એ એનું પ્રાયશ્ચિત છે. આ વચન સાંભળી કુમારપાળે, અતિ સુંદર બત્રીશ જિન મંદિર કરાવ્યાં. તેમાં જિન બિંબની પ્રતિષ્ઠાનું લગ્ન હેમાચાર્યે આપ્યું. તે જોઇ વટપદ્રનગરના કાન્હડ નામે એક વ્યાપારી વાણિયાએ પોતાના નગરમાં જિન મંદિર કરાવી, મૂળ નાયકની પ્રતિષ્ઠા કરાવવા પાટણ આવી તે બિંબને તે નગરના મુખ્ય જિનાલયમાં મૂકી, શહેરમાં સામગ્રી લેવા ગયો. એટલામાં રાજાના અંગ રક્ષકોએ મંદિરના દ્વારે અટકાવવાથી પ્રવેશ ન પામ્યો, તેથી પ્રતિષ્ઠાનું લગ્ન વીતિ જવાથી ઘણી ચિંતામાં પડી શોક કરી, ઘણું અકળાઇ પોતાના કર્મને નિંદતો રાજદ્વારમાં પ્રવેશ કરી, હેમચંદ્રાચાર્યના પગમાં પડી કહ્યું કે આપનું આપેલું પ્રતિષ્ઠાનું લગ્ન વીતી ગયું, એમ કહી પોકેપોકે રડવા માંડ્યું. હેમાચાર્યે વિચાર કર્યો કે આ પુરુષના અંતરનું સમાધાન બીજે પ્રકારે નહિ થાય, એમ ધારી રંગ મંડપથી બારણે નીકળી નક્ષત્રની ગતિ પ્રમાણે જોયું તો, તે જ લગ્ન આકાશમાં ઉગેલું જોઇ કહ્યું કે, ઘટિકાના સંબંધથી લગ્ન જોઇ આ બિંબોની પ્રતિષ્ઠા થઇ છે. બિંબનું આયુષ ત્રણ વર્ષનું છે. હાલમાં ઉદય પામેલા લગ્નમાં પ્રતિષ્ઠા કરેલા બિંબનું ઘણું આયુષ છે એમ કહી, તે બિંબની તે જ વખત પ્રતિષ્ઠા કરાવી, તેના ચિત્તનું સમાધાન કર્યું. અંતે હેમચંદ્રાચાર્યે તે મંદિરોના આયુષ્ય વિશે જેમ કહ્યું હતું તેમ થયું. એક દિવસ કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્ય પાસે આવી કહ્યું કે પૂર્વે મારાથી ઉંદરના રૂપીઆ લેવાયા હતા, તેથી તે ઉંદર મરણ પામ્યો તેનું પ્રાયશ્ચિત મને આપો. ત્યારે હેમચન્દ્રાચાર્યે તે ઉંદરના નામથી પ્રસિદ્ધ ‘મૂષકવિહાર પ્રાસાદ' નામે એક જિન મંદિર કરાવવાનું કહ્યું, તે પ્રમાણે રાજાએ કર્યું. વળી એ જ રીતે જેનું મેં જ્ઞાતિ, નામ, ગોત્ર નથી જાણ્યું એવી કોઇ વેપારીની દીકરીએ મને ત્રણ દિવસનો ભૂખ્યો જાણીને દહીં ભાતનું ભોજન આપી તૃપ્ત કરી સુખી કર્યો હતો. તેના પુણ્ય નિમિત્ત ગુરુની આજ્ઞા લેઇ પાટણમાં ‘કરંભ વિહાર’ નામે જિન પ્રાસાદ કરાવ્યો. સપાદલક્ષ નામના દેશમાં કોઇ અવિવેકી પણ ધનવાન પુરુષ વસતો હતો. તે લોભી હોવાથી પોતાના દેહની પણ દરકાર રાખે નહિ, માથે કેશ વધી જાય તો પણ હજામને પૈસો આપવો પડે એ ભયથી હજામત પણ ન કરાવે. તેમ ઓળીચોળી સાફ કરી સ્વચ્છ પણ ન રાખે. એક દિવસ તે કંસાર અને ઘીનું ભોજન જમ્યો, તેથી હાથ ચીકણા થયા પણ બરાબર ન ધોતાં માથે ઘસ્યા. પોતાની પતિવ્રતા સ્ત્રીની પાસે કાંસકી માગી, ત્યારે તેને દયા આવી તેથી સ્વામીના કેશ ઓળવા બેઠી, પણ કેશ એટલા બધા ચીકણા થઇ બાઝી ગયા હતા તથા એટલી બધી જૂ પડી હતી કે તેને ઘણો કંટાળો આવ્યો તેથી બોલી કે તમે શરીરની બેદરકારી રાખો છો તેથી જૂઓને તમારા માથાના કેશ કેવા બાઝી ગયા છે અને કેટલી જૂ ખદબદે છે ? એમ કહી એક જૂ પોતાના ધણીના હાથમાં મૂકી. આ ઠંડા મને સંતાપે છે ! એમ ક્રોધ કરીને મસળવા જાય છે ત્યાં તે દયાળુ સ્ત્રીએ સ્વામીના ૧૬૮ Ad xx પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #183 -------------------------------------------------------------------------- ________________ હાથ ઝાલી જુને ન મારવા ઘણી વિનંતિ કરી પણ સર્વ યત્ન નિષ્ફળ ગયા અને તે વાણિયાએ તે જૂને મસળીને મારી નાંખી. હવે કુમારપાળ રાજાએ આ વખતે પોતાના રાજમાં ૧૪ વર્ષ પર્યન્ત કોઇએ હિંસા ન કરવી, એવી સમ્ર આણ ફેરવી હતી, તેથી રાજ સેવકોએ તે વિણકને પકડી પાટણ લઇ જઇ શિક્ષા કરાવવા કુમારપાળ પાસે રજુ કર્યો. તેના ઉપર રાજાને ઘણો ક્રોધ ચઢ્યો પણ દેહાંત દંડની શિક્ષા ન કરતાં ગુરુ પાસે આવી આ વણિકનું શું કરવું એવી પ્રાર્થના કરી ? ત્યારે ગુરુએ તેને દ્રવ્યનો દંડ કરી તે દંડ દ્રવ્યમાંથી જે સ્થળે પેલી જૂ મારી હતી ત્યાં ‘ચૂકા વિહાર’ નામનું જિનમંદિર કરાવવા આજ્ઞા આપી. તે પ્રમાણે કરી ચૂકા વિહારનું મંદિર કરાવ્યું. કુમારપાળ રાજાએ ખંભાતમાં જીર્ણોદ્ધાર કરાવી રત્નમય જિનબિંબની સ્થાપના કરાવી. હેમચંદ્રાચાર્યને જે જગ્યાએ દીક્ષા આપી, ત્યાં સાલિગવસહિકા નામનો સામાન્ય પ્રાસાદ હતો. તેનો જીર્ણોદ્ધાર કરાવી અતિશય સુંદર જિન પ્રાસાદ કરાવ્યો. એ રીતે પ્રભુદીક્ષા વસહિકાનો ઉદ્ધાર કરાવ્યો એ નામનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ શ્રી પ્રભાસપાટણમાં કુમારપાળ વિહાર નામના જિનમંદિરમાં બૃહસ્પતિ નામના પૂજારીએ કોઇ પ્રકારે ન કરવાનું કોઇ કામ કર્યુ તેથી તેની રાજાએ હકાલપટ્ટી કરી માટે તેણે પાટણ આવી હેમચંદ્રાચાર્યની સમીપે ઘણું ધર્મધ્યાન સાધવા માંડ્યું. છ પ્રકારના આવશ્યક કર્મ કરવામાં મોટી પ્રતિષ્ઠા મેળવી આચાર્યની સેવામાં સાવધાન રહ્યો. ક્યારેક ચોમાસી વ્રતના પારણાને દિવસે આચાર્યને દ્વાદશાવર્તથી વંદન કરી હાથ જોડી પચ્ચખાણ કર્યું કે હે નાથ ! તમારા ચરણ સમીપ ચોમાસાના ચાર માસ કષાય રહિત પણે છ વિગઇનો પરિહાર કરવા રૂપ વ્રત પૂરું કર્યું. હવે હે મુનિ શ્રેષ્ઠ ! મારે પાણીથી પલાળેલા અન્નથી નિર્વાહ કરવો. આ કઠિન પચ્ચખાણ વૃત્ત સાંભળી પ્રસન્ન થયેલા હેમચંદ્રાચાર્યને કુમારપાળે જોયા. તે વખતે પેલા પૂજારીનું પૂર્વસ્થાન જે કુમારપાળે પ્રથમ લઇ લીધું હતું, તે સઘળું અને તેથી અધિક આપ્યું. ઇતિ બૃહસ્પતિ પૂજારી પ્રબન્ધ સંપૂર્ણ. એક દિવસ કુમારપાળ રાજાએ, પોતાની પાસે નિરંતર રહેનારા આલિંગ નામના વૃદ્ધ પુરુષને પૂછ્યું કે, હું સિદ્ધરાજથી હીન છું કે અધિક છું કે સમાન છું ? આલિંગે વિચાર્યું કે, રાજા નિષ્કપટ પણે પૂછે છે, માટે યથાર્થ કહેવું, એમ ધારી બોલ્યો. સિદ્ધરાજમાં અઠ્ઠાણું રાજગુણ હતા અને બે દોષ હતા. આપનામાં માત્ર બે ગુણ અને અટ્ઠાણું દોષ છે. કુમારપાળે આ વચન સાંભળી પોતાના આત્માના દોષ દેખનાર પેલા વૃદ્ધ પુરુષની આંખો ફોડવી એમ વિચારે છે. તે અનુમાનથી જાણી લઇ તે વૃદ્ધ પુરુષે પોતાનું બોલવું ઉલટાવી કહ્યું કે, સિદ્ધરાજમાં સંગ્રામનું કાય૨૫ણું અને પરદારા લંપટપણું એ બે મહાદોષ હતા, તેથી કરી તેના સર્વ ગુણ ઢંકાઇ જતા હતા. પણ આપનામાં અઠ્ઠાણું દોષ છે તે આપનામાં રહેલા સંગ્રામમાં શૂરવી૨૫ણું અને પરદા૨ા સહોદરપણું એ બે મહાન ગુણ કુમારપાળરાજાનો પ્રબન્ધ 1940 ૧૬૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ વડે ઢંકાઈ ગયા છે. આપ એ બે ગુણ વડે એટલા બધા પ્રકાશી રહ્યા છો કે બીજા દોષ દેખાતા જ નથી. આવું યુક્તિપૂર્વકનું વચન સાંભળી ક્રોધ પામેલો રાજા શાંત થઈ સ્વસ્થ થયો. હવે પૂર્વે સિદ્ધરાજના રાજયમાં પંડિતપણામાં સ્પર્ધા કરતો વામરાશી નામે બ્રાહ્મણ હતો. તે હેમચન્દ્રાચાર્યની પ્રતિષ્ઠા સહન કરી શકતો ન હતો. એક દિવસ હેમચંદ્રસૂરિને સન્મુખ આવતા જોઇ તેઓ સાંભળે તેમ તેમની નિંદાનો એક શ્લોક બોલ્યો. કોઈ દિવસ ન ધોવાથી સેંકડો લાખો જૂઓ લીખોથી બણબણાટ થતી મેલી કાંબલવડે શોભતો, દાંત ઉપર રહેલા ઘણા મેલની દુર્ગધથી જેનું મુખ વ્યાપ્ત છે એવો, નાકની દાંડીથી જતા આવતા ગણગણાટ શબ્દથી ભરેલો, જયાં ઉભો રહ્યો હોય તે જમીન જેથી દુર્ગધ મારે છે એવો દુર્ગધી અને જેના માથામાં તાવા પડેલી છે એવો આ હેમડ નામનો ચેવડો' સામો આવે છે. આ પ્રકારે ઘણી નિંદાથી ભરેલું તેનું વચન સાંભળી હેમચન્દ્રાચાર્યના અંતરમાં અમર્ષ આવ્યો. તેથી તેનો તિરસ્કાર થાય એવું વચન બોલ્યા. હે પંડિત ! વિશેષણ હોય તે વિશેષ્યથી પૂર્વે આવે એવું તમે નથી ભણ્યા કે શું ? જેથી તેમડ સેવડ એમ બોલો છો ? માટે હવેથી સેવડ હેડ એ પ્રકારે શુદ્ધ બોલવું જોઇએ. પછી હેમાચાર્યની નિંદા કરતા પંડિતને રાજ સેવકોએ ભાલાના પાછલા ભાગથી સારી રીતે કુટીને મૂકી દીધો. કુમારપાળના રાજયમાં શસ્ત્ર વિનાનો વધ હતો માટે તેનો વધ ન કરતાં એની આજીવિકાનો ઉચ્છેદ કરાવ્યો, તેથી એ બ્રાહ્મણ ભિક્ષા કરી પોતાનો નિર્વાહ કરતો હતો અને હેમચન્દ્રાચાર્યની પૌષધશાળાની આગળ રહેતો હતો. આનાદિ રાજાઓ જેઓ તપસ્વી થયા હતા તેઓ યોગ્ય શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા તે નિર્દભપણે સાંભળી એક શ્લોક બોલ્યો. કારણ વગર ક્રોધ કરનાર, સર્પ જેવા ઝેરી, જટાધર (ઋષિ)ના મુખમાંથી ગાલી પ્રદાન રૂપ ઝેર નીકળતું તેને બદલે આજે યોગ્ય શાસ્ત્રરૂપ અમૃત નીકળે છે. આ બ્રાહ્મણે પૂર્વે હેમચંદ્રાદિક ઋષિઓની કરેલી નિંદાથી તેઓને થએલો ઉત્પાત આ સમયનાં તેનાં (બ્રાહ્મણનાં) અમૃત ધારા જેવાં વચન સાંભળી શાંત થયો, જોઈ કુમારપાળ રાજાએ તેને બમણી આજીવિકા કરી આપી. કોઈ એક સમયે સૌરાષ્ટ્ર નિવાસી દુહા વિદ્યાના કુશળ બે પ્રતિસ્પર્ધી ચારણો પોતાનામાંથી જેને હેમચન્દ્રાચાર્ય વખાણે તે શ્રેષ્ઠ અને બીજો કનિષ્ઠ એવી પ્રતિજ્ઞા કરી, નિર્ણય કરાવવા સારુ હેમચન્દ્રાચાર્ય પાસે અણહિલપાટણ આવ્યા અને તેમાંનો એક આ પ્રમાણે (દુહો) બોલ્યો. | ભાવાર્થ: હેમચન્દ્રાચાર્યના મુખમાં લક્ષ્મી તથા સરસ્વતી આદિએ સુભાગ્યે નિવાસ કર્યો છે, જેથી જેઓના ઉપર તેમનાં કૃપાકટાક્ષ પડે છે, તેઓ શીધ્રપણે મહાપંડિત અને ધનાઢ્ય બને છે. (૧) ગોરજી. ૧૭૦ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #185 -------------------------------------------------------------------------- ________________ એમ બોલી પાસે ઉભો રહ્યો એટલામાં તે જ જગ્યાએ, એટલે કુમારપાળે કરાવેલા જિનમંદિરમાં આરતીનો અવસર થઈ રહ્યા પછી રાજાએ હેમચન્દ્રાચાર્યને પ્રણામ કર્યો. ત્યારે હેમચન્દ્રાચાર્ય રાજાના પૃષ્ઠ ભાગ ઉપર (બરડા ઉપર) હાથ મૂકી ક્ષણ માત્ર ઉભા રહ્યા એટલામાં બીજો ચારણ આવો દુહો બોલ્યો. તેનો અર્થ : હે હેમચંદ્રસૂરિ ! તમારા હાથમાં સર્વે સમૃદ્ધિઓ ભરી છે. જેના ઉપર તમારો હાથ પડે છે તે આશ્ચર્યકારી સમૃદ્ધિનું પાત્ર થાય છે કેમકે તે વાત પ્રત્યક્ષ દેખાય છે. જેઓ કુમારપાળની જેમ તમારા ચરણ નીચે પડી વંદના કરે છે તેના ઉપર અષ્ટમહાસિદ્ધિઓ તુટી પડે છે. આ પ્રકારનું વચન સાંભળી ચમત્કાર પામેલા રાજાએ વારંવાર તે દુહો, તેના પાસે બોલાવ્યો. ત્યારે તેણે ત્રણ વખત બોલી સંભળાવ્યો તેથી રાજાએ તેને ત્રણ લાખ રૂપીઆ અપાવ્યા. આ પ્રકારે સોરઠી ચારણનો પ્રબન્ધ પૂરો થયો. ક્યારેક કુમારપાળ રાજાએ સંઘપતિ થઈ તીર્થયાત્રા કરવાની ઇચ્છાએ, મોટા ઉત્સવથી દેવાલયથી પ્રસ્થાન કરાવ્યું. તે વખતે દેશાંતરથી કોઈ બે માણસે આવી ખબર આપી કે ડાહલ દેશનો કર્ણરાજ તમારી સાથે યુદ્ધ કરવા મોટું લશ્કર લઈ આવે છે. આ વચન સાંભળતાં જ ખેદયુક્ત થઈ મહા ભયથી, સંઘપતિ થવાનો મનોરથ ભાંગી, વામ્ભટ્ટ મંત્રી સહિત હેમચંદ્રાચાર્યના પગમાં પડી પોતાની નિંદા કરી. આ પ્રકારે રાજાને મોટા કષ્ટમાં પડેલો જોઈ કાંઈક વિચાર કરી હેમચન્દ્રાચાર્ય બોલ્યા, આ પ્રહરથી આરંભી બારમે પ્રહરે દુઃખનો નાશ થશે એવું કહી હેમચન્દ્રાચાર્યે રાજાને વિદાય કર્યો, મારે હવે શું કરવું એવા વિચારમાં રાજા દિમૂઢ થઈ રહ્યો છે, તેવામાં હેમાચાર્યો કહેલો વખત આવ્યો, ત્યારે બે પુરુષોએ આવી વધામણી આપી છે, કર્ણરાજ સ્વર્ગવાસી થયા. આ વાત સાંભળી રાજાએ પાન ચાવવાનો પણ ત્યાગ કરી આશ્ચર્ય પામી પૂછ્યું કે, એ બનાવ શી રીતે બન્યો ? ત્યારે તેઓ બોલ્યા કે રાત દિવસ ઉતાવળથી પ્રયાણ કરી ચાલ્યો આવતો કર્ણરાજ, એક રાત્રિએ હાથીના કુંભસ્થળ આગળ બેસી પ્રયાણ કરતો હતો, તેવામાં નિંદ્રાનું ઝોકું આવ્યું તેથી તેના કંઠમાંની સોનાની સાંકળ લટકી અને વડના ઠુંઠા સાથે ભરાઈ, તેથી ગળે ફાંસો આવ્યો. હાથી ચાલી જવાથી રાજા લટક્યો અને તત્કાળ તરફડી મરણ પામ્યો. તેને અગ્નિ સંસ્કાર કર્યા પછી અમે બંને જણ નીકળ્યા અને આપની પાસે આવ્યા. આ સમાચાર સાંભળતાં જ રાજાએ તત્કાળ ઉઠી પૌષધશાળામાં હેમચન્દ્રાચાર્ય બેઠા હતા ત્યાં આવી તેમની ઘણી પ્રશંસા કરી. પછી ઘણા ખુશ થયેલા મોટા ૭૨ સામંતો સહિત સમસ્ત સંઘના પતિ થઇ હેમચન્દ્રાચાર્યને સાથે લઈ તેમનાથી આ લોક તથા પરલોકના શુભ માર્ગનું શ્રવણ કરતો રાજા ધંધુકા નામે નગરમાં આવ્યો. ત્યાં હેમચન્દ્રાચાર્યની જન્મભૂમિ ઉપર પોતે કરાવેલા સતર હાથના પ્રમાણવાળા ઝોલિકા વિહાર નામે પ્રાસાદમાં મોટી પ્રભાવના કરવાનો આરંભ કર્યો. તે વખતે ત્યાં સ્વાભાવિક ચાડી ચુગલી કરનાર મત્સરી બ્રાહ્મણોએ ઉપદ્રવ કર્યો. તે જોઇ તેઓને ઘણા વિષય મગ્ન કરી (ખાનપાન વિગેરે જોઇતા કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૭૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ વિષયથી ભરપુર કરી) શ્રી શત્રુંજયે ગયા. ત્યાં તીર્થની આરાધના કરી દેવની પાસે દુઃખનો નાશ કરનાર તથા કર્મનો નાશ કરનાર પ્રણિધાન દંડક ઉચ્ચારણ કરી પરમાત્માની ઘણી પ્રાર્થના કરી તે વખતે એક ચારણ એક દુહો બોલ્યો. તેનો અર્થ : હે જિનવર ! એક ફૂલ માટે એટલે જે તમને એક ફૂલ ચડાવે છે તેને તમે સિદ્ધિ સુખ આપી ઘો છો. આ રીતે વિચારી જોતાં હે પ્રભુ ! તમે અતિશય ભોળા છો. આ પ્રકારે ભાવના ભાવી નવ વાર તેનો તે દુહો બોલતા ચારણને રાજાએ નવ હજાર રુપીયા આપ્યા. ત્યાર પછી ત્યાંથી ગિરિનારની યાત્રા કરવા ગયા. અકસ્માત્ એ પર્વત કંપવાથી હેમાચાર્યે રાજાને કહ્યું કે વૃદ્ધ પરંપરાથી એમ સંભાળાય છે કે સંગાથે આવતાં બે મોટા પુણ્યશાળી પુરુષોના ઉપર આ છત્ર શિલા પડવાની છે માટે આપણે બે પુણ્યવાળા છીએ, તેથી એ વાણી આપણા ઉપર ફળીભૂત થાય તો મોટો લોકઅપવાદ (=નિંદા) થાય. માટે હું અત્રે રહુ છું અને તમે દેવ વંદન કરી આવો. એમ કહ્યું ત્યારે રાજા બોલ્યો કે, હું અત્રે રહુ છું અને સંઘ સહિત તમે વંદન કરી આવો. આ પ્રકારનો ઘણો આગ્રહ કરી સંઘ સહિત હેમાચાર્યને દેવવંદન કરવા છત્રશિલાના માર્ગે મોકલ્યા અને રાજાએ છત્રશિલા માર્ગનો પરિત્યાગ કરી જે જગાએ જુનો કિલ્લો હતો તે તરફ નવીન પગથીયાં બંધાવી માર્ગ ક૨વાને વાગ્ભટ્ટ મંત્રીને આજ્ઞા આપી. તે તૈયાર કરતાં ત્રેસઠ લાખ રૂપયાનો ખર્ચ થયો. ક્યારેક રાજાએ પૃથ્વીમાં માણસ માત્રને ઋણ રહિત કરવાની ઇચ્છાથી સુવર્ણ સિદ્ધિ કરવાની વાત હેમચંદ્રાચાર્યને પૂછી. ત્યારે તેમણે કહ્યું કે એ તો મારા ગુરુ જાણે છે. રાજાએ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી સંઘની વિનંતી સહિત પોતાની વિનંતી મોકલીને મહા તપ કરનાર દેવચંદ્રસૂરિને તેડાવ્યા. તેમણે પણ વિનંતી વાંચી વિચાર્યું કે સંઘ સંબંધી કોઇ મોટું કામ આવી પડ્યું હશે માટે મને બોલાવે છે એમ વિચારી વિધિ સહિત વિહાર કરી, કોઇ ન જાણે તેમ પોતાની પૌષધશાળામાં આવ્યા. રાજા તો તેમના સન્મુખ મોટા આડંબરથી જવાની તૈયારીમાં હતો. એટલામાં ગુરુ પૌષધશાળામાં આવ્યા. આ વાત સાંભળી તત્કાળ પૌષધશાળામાં આવી તેમને વંદના કરી. રાજાએ, હેમચંદ્રાચાર્યે તથા સમસ્ત શ્રાવકોએ દ્વાદશાવર્ત વંદન કર્યું. પછી ગુરુમુખથી દેશના સાંભળી સર્વે સભા ઉઠી ગઇ ત્યારે ગુરુએ પડદો નંખાવી એકાંતમાં સંઘ સંબંધી કામ પૂછ્યું. હેમચંદ્રાચાર્ય તથા રાજાએ બન્ને જણે ગુરુના પગમાં પડી સુવર્ણ સિદ્ધિની યાચના કરી. હેમચન્દ્રાચાર્ય બોલ્યા કે જ્યારે હું બાળક હતો ત્યારે કઠીયારણ પાસેથી તમોએ કોઇ લતા માંગી અને અગ્નિમાં તપાવેલો તાંબાનો કટકો તે વેલડીના રસના સંયોગથી સુવર્ણનો બની ગયો હતો. માટે તે વેલનું નામ સંકેત વિગેરે કહેવાની કૃપા કરો. આ પ્રકારનું હેમચન્દ્રાચાર્યનું વચન સાંભળી કોપ કરી. પોતાના પગ ઉપર માથું મુક્યું હતું તેને દૂર કરી, તિરસ્કાર કરી બોલ્યા કે, તું સુવર્ણ સિદ્ધિને યોગ્ય નથી. જેમ કોઇ માંદાને મગ બાફી તેનું પાણી પાય તો પણ તેનું તેને અજીર્ણ થાય તો તેને ઘી સાકર યુક્ત મોદક આપીએ તો તે શી રીતે પચે ? તેમ તને પ્રથમ કિંચિત્ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૭૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા આપી તે તારાથી જીરવી ન શકાઇ તો જેમ મંદાગ્નિવાળો મોદક જીરવી ન શકે તેમ તું સુવર્ણ સિદ્ધિ વિદ્યાને કેમ જીરવી શકીશ ? એમ કહી નિષેધ કર્યો. પછી રાજા સામું જોઇ બોલ્યા કે, સુવર્ણ સિદ્ધિ મળે એવું તારું ભાગ્ય નથી. માટે હિંસા નિવારણ કરવી તથા જિનમંદિરથી પૃથ્વી શોભતી ક૨વી ઇત્યાદિ પુણ્યવડે આ લોક પરલોકનું કામ સિદ્ધ થયે છતે પણ અધિક અભિલાષા શું કરવા કરે છે ? એમ કહી જેમ આવ્યા હતા તેમ વિહાર કરી ગયા. કોઇ દિવસ કુમારપાળ રાજાએ પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત હેમચન્દ્રાચાર્યને પૂછ્યો ત્યારે તેમણે પણ જેમ હતું તેમ કહી બતાવ્યું. કોઇ અવસરે બિબેરાના રાજા સાથે યુદ્ધ કરવા લશ્કર તૈયાર કર્યું ત્યારે વાગ્ભટ્ટનો નાનો ભાઇ બાહડ નામનો પ્રધાન હતો, તે ઘણો દાનેશ્વરી હતો, માટે તે લક્ષ્મીનો નાશ ન કરે તેમ ઘણી શિખામણ દઇ રાજાએ સેનાપતિ કર્યો. તેણે બે પ્રયાસ (બે મુકામ) થયા પછી ઘણા યાચક લોકો એકઠા મળેલા દેખી કોશાધિપતિ પાસે લાખ રુપીઆ માગ્યા. ત્યારે તેણે રાજાએ ના કહેલ હતી તેથી ન આપ્યા. પછી સેનાપતિએ તેને કોયડા મારી લશ્કરમાંથી કાઢી મૂક્યો અને પોતે પોતાની ઇચ્છા પ્રમાણે દાન આપી યાચકોને સંતોષ પમાડ્યા. એક ઊંટડી ઉ૫૨ બે યોદ્ધા એવી રીતે ચૌદશે ઊંટડીયો લઇ થોડું થોડું પ્રયાણ કરી, બિંબેરા નગરનો કિલ્લો ઘેરી લીધો, પણ તે રાત્રિએ તે નગરમાં સાતસો કન્યાઓનો સંગાથે વિવાહ આરંભ્યો હતો માટે તે વિવાહમાં વિક્ષેપ ન થાય તેથી સંપૂર્ણ રાત્રિ સ્થિ૨૫ણુ રાખી પ્રાતઃકાલમાં તે નગર લઇ લીધું. ત્યાંથી મળેલું ધન સાત કોટી સોનૈયા તથા અગીયાર હજા૨ સુંદર ઘોડીઓ, વિજ્ઞપ્તિઓ સહિત શીઘ્રગતિ કરનાર ચાર પુરુષો સાથે રાજાને મોકલી દીધું. પોતે તે દેશમાં કુમારપાળ રાજાની આજ્ઞા દેવડાવી અધિકારીઓની યોજના કરી પાછો વળ્યો. પાટણમાં આવી રાજમંદિરમાં જઇ, રાજાને નમસ્કાર કર્યો. રાજાએ પણ યોગ્ય આદર સત્કાર કર્યો. પછી તેના ગુણથી ઘણો રાજી થયેલો રાજા અવસર જોઇ આ પ્રકારે બોલ્યો કે, માર્યું બઘુ ને કર્યું સીધું. આ પ્રકારની તમારી સ્થૂલ (જાડી) દૃષ્ટિ છે, એ મોટો દોષ છે. પણ એ તો ઘોડા તથા લશ્કર વિગેરે સ્થૂલ પ્રસંગ સાધનમાં ઠીક છે, પરંતુ સૂક્ષ્મ બુદ્ધિથી કોઇ પ્રકારનો અસાધ્ય પ્રયોગ કરવો તેમાં મજા નથી. જો તમારામાં સૂક્ષ્મ તથા સ્થૂળ કામ કરવાનો બુદ્ધિગુણ હોય તો લોકોની નજર લાગવાથી તમે ઉભાને ઉભા જ ફાટી મરો. માટે ઠીક છે કે તમારામાં એક જ ગુણ છે. જુઓ ! જે ખરચ મારાથી ન કરી શકાય તે તમે સહજ કરો છો. આવું રાજાનું વચન સાંભળી બાહડ બોલ્યો. આપે સાચી વાત કહી કેમકે આપ પરંપરાથી રાજપુત્ર નથી અને હું તો રાજપુત્ર છું. માટે મારે હાથ ખર્ચ થાય તે શ્રેષ્ઠ છે. તે આપને સારું લાગો; અગર ખોટું લાગો. પરંતુ એક, ઉખાણો કે ‘સોનું જુવો કસી, ને માણસ જુવો વસી' માણસની પરીક્ષા સહવાસથી થાય છે, માટે હું આપના બળથી ખર્ચ કરું છું પણ આપ કોના બળથી ખર્ચ કરો ? ધણીનો કોઇ ધણી નથી, આ પ્રકારનું યુક્તિ સહિત મર્મભેદી વચન બોલીને પણ રાજાને પ્રસન્ન કરી પોતાના સ્થાનમાં ગયો. કુમારપાળરાજાનો પ્રબન્ધ No ****** ૧૭૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રધાનનો નાનો ભાઈ સોલાક નામે મંડલિક, સત્રાધાર' એવું બિરૂદ ધારણ કરતો હતો. ક્યારેક કુમારપાળ રાજાએ પોતાના આનાક નામે માસીયાઈ ભાઈને, તેની સેવાથી સંતોષ પામી, સામંત પદવી આપી હતી, તો પણ આનાક પ્રથમની જેમ જ સેવા કરતો હતો. તે કોઈ દિવસ મધ્યાહ્નકાળે ચંદ્રશાળામાં પલંગ ઉપર બેઠેલા રાજાની આગળ બેઠો હતો. તે વખતે ત્યાં ઓચિંતો કોઇ સેવકને સમીપ આવતો જો ઇ, રાજાએ પૂછ્યું કે આ કોણ આવે છે ? ત્યારે આનાક બોલ્યો કે, એ તો મારો સેવક એમ કહી તેના સંકેતથી તત્કાળ ઉઠી તેના સન્મુખ ગયો. ત્યારે તેણે પુત્ર જન્મની વધામણી કહી તે સાંભળી પ્રફુલ્લિત મુખારવિંદવાળો થઈ જ્યાં પ્રથમ બેઠો હતો ત્યાં આવી બેઠો. ત્યારે રાજાએ પૂછ્યું કે શું હતું? ત્યારે તે બોલ્યો. આપના સેવકને ત્યાં પુત્રોત્પત્તિ થઈ તેની વધામણી કહેવાને આવ્યો હતો. આ વાત સાંભળી મનમાં વિચાર કરી, પ્રગટપણે રાજા બોલ્યો. વધામણી કહેનાર માણસને અહીં આવતાં સુધી કોઇ સેવકે રોક્યો નહિ માટે એ પુત્ર ગુર્જર દેશનો રાજા થશે પણ આ નગરનો તથા ધવળગૃહનો રાજા નહિ થાય કેમકે અહીંથી તમને ઉઠાડી પુત્રની વધામણી નિવેદન કરી, માટે આ નગરનું રાજ્ય નહીં મળે. આ પ્રકારે વિચારચતુર્મુખ એટલે વિચાર કરવામાં બ્રહ્મા સમાન ચોધારી બુદ્ધિબળવાળા કુમારપાળે નિર્ણય કર્યો. આ પ્રકારે લવણ પ્રસાદની ઉત્પત્તિનો પ્રબંધ પૂરો થયો. કુમારપાળની પ્રશંસા વિષે કોઈ કવિએ શ્લોક કહેલો છે. અઢાર (૧૮) મોટા દેશ મંડળમાં જેની આજ્ઞાનું આદર સન્માન થાય છે એવા કુમારપાળ રાજાએ પોતાના મહાપ્રતાપથી ચૌદ વર્ષ પર્યત અમારિ (કોઇથી કોઈ જીવની હિંસા ન થાય તે) પ્રવર્તાવી. જાણે પોતાની કીર્તિના મોટા સ્તંભ હોય, એવા મોટા ચૌદસો જિન મંદિર કરાવી પોતાના પાપનો નાશ કર્યો. ૧ કચ્છ દેશના લાખા રાજની મહાસતી માતાના શ્રાપથી મૂળરાજના વંશની રાજગાદી ઉપર બેસનાર રાજાઓને લૂતા (કોઢ) રોગ ઉત્પન્ન થાય છે, તે રોગ ક્યારેક કુમારપાળના શરીરમાં ઉત્પન્ન થઇ પડવા મંડ્યો. તે વાત હેમચન્દ્રાચાર્યે જાણી. રાજાના દુઃખનું નિવારણ કરવા માટે, પોતે રાજય ભાર ઉપાડી કુમારપાળની જેમ બધુ રાજય ચલાવવા મંડ્યા. તે વખતે એ રોગે પણ કુમારપાળના શરીરનો ત્યાગ કરી હેમચંદ્રાચાર્યના શરીરમાં પ્રવેશ કર્યો તે વખત રાજા સહિત સકળ લોકને દુ:ખી દેખી હેમાચાર્ય પોતાનું આયુષ્ય બળવાન દેખી અષ્ટાંગ યોગના અભ્યાસવડે તે રોગોને લીલા માત્રમાં પોતાના શરીરથી ઉખેડી નાખ્યો. એક વખત કોઈ અન્ય ધર્મનો યોગી યોગમાર્ગની સિદ્ધિના બળ વડે માત્ર કેળના પત્રનો આશ્રય લઈ તે ઉપર સઘળી કાયા તોળી અષ્ટાંગ યોગની સાધના કરતો હતો, તેવામાં કુમારપાળે તેને દીઠો. જૈન માર્ગ સિવાય બીજા અન્ય ધર્મના લોકોમાં પણ આટલી બધી મહત્તા છે, તે જોઈ તેના મનમાં (૧) સદાવ્રત ચલાવનાર મહા દાની. ૧૭૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #189 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્ય થયું. ઘેર આવી દીઠેલું આશ્ચર્ય હેમચન્દ્રાચાર્ય ગુરુને નિવેદન કર્યું. હેમચન્દ્રાચાર્યે જાણ્યું કે રાજાની શ્રદ્ધા તેના પર લાગશે. માટે પોતે અષ્ટાંગ યોગના નિયમ પ્રમાણે આસન કરી પ્રાણાયામથી પ્રાણવાયુને રોકી નાભિથી ઉર્ધ્વ ભાગમાં લઇ અનુક્રમવડે બ્રહ્મરન્ધ્રમાં ચઢાવ્યો. જેના તેજનો સમૂહ નીકળે એવી રીતે કંઇપણ આશ્રય સિવાય પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર પોતાની કાયા ઉંચકી લીધી. હેમાચાર્યનું અદ્ભુત પરાક્રમ જોઇ, પેલા યોગી ઉપરથી રાજાની શ્રદ્ધા તુરન્ત જ જતી રહી. ઉપરની વાર્તાને ગ્રંથકારો જુદી રીતે વર્ણવે છે - કહે છે કે પાટણમાં કુમારપાળ રાજાના વખતમાં દિવાનગીરી વિગેરે રાજકારભારમાં મોટા કામદારની જગ્યાએ નાગર લોક હતા અને તે સઘળા શંકર મતને માનતા. કુમારપાળ જૈન ધર્મી હતો, તે પોતાના જૈન ગુરુનાં ઘણાં વખાણ કરતો. નાગર બ્રાહ્મણોને એ વાત મનમાં ઘણી ખટકતી. એવામાં નાગર લોકના ગુરુ શંકરાચાર્યની ગાદીના તે વખતમાં જે મુખ્ય આચાર્ય હતા તે ફરતા ફરતા પાટણ પધાર્યા. તેમનો નાગર લોકોએ ઘણો સત્કાર કરી, તેમનું બળ રાજ સુધી પહોંચે એમ કરવાને સ્તુતિ કરી. શંકરાચાર્યે પોતાના શિષ્યોની ઉન્નતિ માટે તે વાત સ્વીકારી. પછી તેમણે કેળનાં પત્ર મંગાવી, સૂતરના કાચા તાંતણા વડે એક મનોહર પાલખી ગુંથાવી દશ દશ વર્ષની વયના નાગર બ્રાહ્મણના છોકરાઓ પાસે તે પાંદડાની પાલખી ઊંચકાવી શંકરાચાર્યે પાલખીમાં બેસી યોગ માર્ગ વડે પોતાનું શરીર એવું ઉચકી લીધું કે, જરા પણ પત્રને સ્પર્શ થાય નહીં. મોટી ધામધુમ સાથે આ વરઘોડો પાટણ શહે૨માં ફેરવ્યો. કુમારપાળ અને સઘળા જૈન ધર્મના લોકો માર્ગમાં શંકરાચાર્યનું પરાક્રમ જોઇ આશ્ચર્ય પામ્યા. કુમારપાળે આ હકીકત હેમચન્દ્રાચાર્યને નિવેદન કરી, હેમચન્દ્રાચાર્ય જાણ્યું કે કુમારપાળનું વલણ વેદધર્મ ઉપર થશે તો સઘળા જૈનોની બુદ્ધિ ભ્રષ્ટ થવાની અને ધર્મનો ઉચ્છેદ થશે એમ ધારી, કુમારપાળને આજ્ઞા કરી કે કાલે વ્યાખ્યાન સાંભળવા સઘળા જૈનોએ અમુક પ્રસિદ્ધ જગ્યામાં એકઠા થવું અને સઘળા મહોલ્લાવાળાઓએ અકેકી લાકડાની પાટ લેતા આવવું. મહારાજની આજ્ઞા પ્રમાણે બીજે દિવસે સઘળા જૈનો નક્કી કરેલી જગ્યાએ એકઠા થયા. દરેક મહોલ્લાદીઠ આણેલી અકેકી પાટ એવી પંદર વીશ પાટોને એક ઉપર એક એમ ઉપરા ઉપર ગોઠવણ કરાવી, છેક ઉપલી પાટ ઉપર હેમચંદ્રાચાર્ય બિરાજ્યા. પોતે યોગાસન કરી શ્રાવકોને આજ્ઞા આપી કે હવે એક પછી એક સઘળી પાટો કાઢી લો, તે પ્રમાણે શ્રાવકોએ સઘળી પાટો કાઢી લીધી. સભાની ઉપર અન્તરિક્ષ માર્ગે હેમચન્દ્રાચાર્યને સૂર્યચન્દ્રાદિકની જેમ ચળકતા અદ્ધર બિરાજેલા જોઇ તેમનું માહાત્મ્ય પાટણમાં અલૌકિક વિસ્તાર પામ્યું. શંકરાચાર્ય ઉપરથી લોકોની શ્રદ્ધા ઉતરી ગઇ. એક વખતે સોમવતી અમાવાસ્યાના દિવસે પાટણ શહેરમાં તમામ નાગર બ્રાહ્મણ વગેરે ગૃહસ્થ બ્રાહ્મણોની સ્ત્રીઓની ટોળી ઘરેણાં પેહેરી હાથમાં પૂજાપાના થાળો લઇ શોભાયમાન વસ્ત્રોથી શરીરને શણગારી પીંપળાની ફે૨ી ફરવાને ગામ બહાર ગયેલી પાછી ફરતી હતી. તેવામાં સંન્યાસીઓ, ગૃહસ્થ બ્રાહ્મણોને ઘેરથી ભિક્ષા કરી હાથમાં જળના ભરેલાં કમંડલ અને દંડ લઇ કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ મઠ ભણી ચાલ્યા જતા હતા. તેવામાં એક બાજુએથી હેમાચાર્યના શિષ્યો પણ શ્રાવકોને ઘેરથી ગોચરી કરી પાછા ઉપાશ્રયે જતા હતા, તેવામાં કુમારપાળ દહેરાસર દર્શન કરી પોતાના મેનામાં બેસી બાહાર નીકળી મહેલ ભણી આવતા હતા. તેવામાં તેણે સ્ત્રીઓની ધામધૂમ જોઇ શ્રાવક ભણી નજર કરીને પૂછ્યું કે આજે શી તિથિ છે. શહે૨માં આટલો બધો ઉત્સવ શાનો ? ત્યારે તુર્ત જૈન સાધુ ઉતાવળથી બોલી ઉઠ્યા, કે પૂર્ણિમા છે. તે સાંભળી સંન્યાસીઓને હસવું આવ્યું. કુમા૨પાળે તેમને હસવાનું કારણ પૂછ્યું, તો તે કહેવા લાગ્યા કે આજે સોમવતી મોટી અમાવાસ્યા છે, પણ તે છતાં તેઓ આજે પૂર્ણિમા કહે છે, એટલા માટે અમે આશ્ચર્યથી હસ્યા. કુમારપાળ મનમાં વિચાર કરતો પોતાના મહેલમાં ગયો. સંન્યાસીઓએ પોતાના મઠમાં આવી શંકરાચાર્યને થયેલો વૃતાંત નિવેદન કર્યો. જૈન સાધુઓએ જાણ્યું અરે આજે અમાવાસ્યા છે ! તે છતાં આપણે ભુલથી કુમારપાળને પૂર્ણિમા કહી. હવે કેમ થશે ? એમ વિચાર કરતા ઉપાશ્રયમાં હેમચંદ્રાચાર્ય ગુરુની પાસે આવ્યા. ત્યારે તેમનાં ઉતરી ગયેલાં મોઢાં જોઇ હેમચંદ્રાચાર્યે તેમને પૂછ્યું કે તમને આજે શું દુઃખ છે ? ગુરુના પૂછવાથી તેમણે બનેલી ખરી હકીકત નિવેદન કરી. હેમચન્દ્રાચાર્યે કહ્યું કે તેમાં શી ફીકર છે. આજે પૂર્ણિમા જ છે. જો રાજા પૂછશે તો તેનો જવાબ હું કરીશ. થોડી વારમાં કુમારપાળે પોત પોતાના શિષ્યો સાથે શંકરાચાર્ય અને હેમચન્દ્રાચાર્યને સભામાં બોલાવ્યા. યથાસ્થિતિ તેમનું સન્માન કરી કુમારપાળે પૂછ્યું. મહારાજ આજે શી તિથિ છે ? શંકર કહે અમાવાસ્યા અને હેમચન્દ્રાચાર્ય કહે કે પૂર્ણિમા. કુમારપાળ કહે કે આ બેમાંથી ખરું કોનું માનવું? હેમચંદ્રાચાર્યે કહે કે એમાં ચિંતા શી છે. સાયંકાળે પરીક્ષા કરો. જો પૂર્ણિમા હશે તો ચંદ્રોદય જણાશે ને અમાવાસ્યા હશે તો નહીં જણાય. પછી કુમારપાળ અને સઘળી સભાએ તે વાત અંગીકાર કરી. સાયંકાળ થયો, તેવામાં હેમચંદ્રાચાર્યે પોતાની વિદ્યાના બળ વડે ચાંદીનો મોટો થાળ પૂર્વ દિશામાં ચઢાવી બાર ગાઉ સુધી ચંદ્રોદય જણાવ્યો. કુમારપાળે શંકરાચાર્યને કહ્યું, મહારાજ ! તમારી અમાવાસ્યા ખોટી થઇ. હવે હેમચંદ્રાચાર્યે પોતાનું ચોરાશી વર્ષનું આયુષ્ય છે એવો પ્રથમથી જ નિશ્ચય કર્યો હતો. તે દિવસ જ્યારે નજીક આવ્યો ત્યારે અનશન કરી અંતકાળે કરવા યોગ્ય આરાધનાનો આરંભ કર્યો. તે જોઇ સ્નેહથી કુમારપાળને અત્યંત કષ્ટ થયું ત્યારે હેમચંદ્રાચાર્ય બોલ્યા કે હે રાજન્ ! તું ચિંતા શીદ કરે છે. તારું આયુષ્ય હવે છ માસનું છે, અને તારે પુત્ર નથી માટે તું વિદ્યમાન છે ત્યાં તારે હાથે તારી ઉત્તરક્રિયા કરી લે. એ પ્રકારની શિક્ષા આપી દશમા બ્રહ્મદ્વારે પ્રાણનો ત્યાગ કર્યો. ત્યાર પછી હેમચંદ્રાચાર્યના શરીરને રાજાએ અગ્નિ સંસ્કાર કર્યો. પછી તેના શરીરની ભસ્મ પવિત્ર છે એમ ધારી તેનું તિલક કરી નમસ્કાર કર્યો. ત્યાર પછી સમસ્ત સામંતોએ તથા નગરના લોકોએ તે સ્થાનની ભસ્મ તથા મૃત્તિકાને લીધી, તે જગ્યા અદ્યાપિ હેમખાડ એવા નામથી ઓળખાય છે. કુમારપાળ રાજાની આંખેથી હેમચન્દ્રાચાર્યના શોકથી ચોધારે આંસુ નીકળી પડ્યાં. રાજાને ઘણો આકુળ વ્યાકુળ થતો જોઇ પ્રધાન લોકોએ શિખામણ દેવા માંડી, ત્યારે તે બોલ્યો કે, પોતાના મોટા પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૭૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ પુણ્યથી ઉત્તમ લોકને પામેલા હેમચન્દ્રાચાર્ય પ્રભુનો હું શોક કરતો નથી. પણ હું મારા તરફનો જ શોક કરું છું કેમકે સર્વ અંગે સંપૂર્ણ એવા મારા રાજ્યનો, મે ત્યાગ ન કર્યો એટલે ‘રાજપિંડ’ દોષના કારણે મારા ઘરના પાણીના બિંદુનો પણ જગદ્ગુરુ એવા શ્રી હેમચન્દ્રાચાર્યના શરીરને સ્પર્શ પણ ન થયો. માટે આ વાતનો શોક કરું છું ઇત્યાદિ હેમચન્દ્રાચાર્યના ગુણોનું વારંવાર સ્મરણ કરી અતિશય વિલાપ કરતા રાજાને હેમચન્દ્રાચાર્યે કહેલો મરણનો દિવસ આવ્યો, ત્યારે તેમણે દેખાડેલા વિધિ વડે સમાધિથી મરણ પામી સ્વર્ગ લોકને શોભાવ્યો. સંવત્ ૧૧૯૯ થી ૩૧ વર્ષ કુમારપાળે રાજ્ય કર્યું. પછી સંવત ૧૨૩૦ના વર્ષમાં અજયપાળને અભિષેક કરી ગાદીએ બેસાડ્યો. એ રાજાએ કુમારપાળના કરેલા પ્રાસાદોનો નાશ કરવા માંડ્યો ત્યારે સીલણ નામે એક કૌતુકી પુરુષે (પોતાની માયા વડે અનેક પ્રકારનાં આશ્ચર્ય દેખાડનાર) રાજાના આગળ માયા વડે પાંચ દેવકુળ (જિનમંદિર) કરીને પાંચ પુત્રોને અર્પણ કરી કહ્યું કે મારા ગયા પછી અતિશય ભક્તિ વડે આ મંદિરોનું આરાધન કરજો. એવી શિક્ષા આપી પોતાની અંત અવસ્થા જેવું બતાવી બેસે છે એટલામાં તે પુત્રોમાંથી નાના પુત્રે તે દેવ મંદિરનો ચુરેચુરો કર્યો. તે જોઇ પિતા બોલ્યો રે અધર્મી પુત્ર ! શ્રી અજયપાળ રાજાએ પણ પિતા પરલોક થયા પછી તેના કરાવેલાં ધર્મસ્થાનનો નાશ કર્યો. તું તો હજુ હું વિદ્યમાન છું ત્યાંજ મારા ધર્મસ્થાનનો નાશ કર્યો માટે ઘણો અધમ છે. તે વાત સાંભળી લજ્જા પામી રાજા તે અધર્મ કરવાથી વિરામ પામ્યો. ત્યાર પછી અજયદેવે કપર્દી નામે મંત્રીને મોટું પ્રધાનપણુ લેવાની પ્રાર્થના કરી. ત્યારે તે બોલ્યો કે પ્રાતઃકાળે શુકન જોઇ તે શુકનમાં આવીશ અને આપની આજ્ઞા અંગીકાર કરીશ. એમ કહી શુકન જોવાના સ્થાનમાં ગયો ત્યાં સાત પ્રકારનો દુર્ગાદેવી પાસેથી માગેલો શુકન પામી તે શુકનને પુષ્પ અક્ષત વિગેરે વસ્તુથી પૂજીને પોતાના આત્માને કૃતાર્થ માનતો નગરના દરવાજામાં પેઠો, ત્યાં ઇશાન દિશાએ મોટા શબ્દથી ગર્જના કરતો એક આખલો સામે જોઇને અતિશય આનંદ પામતો પોતાના નિવાસમાં આવીને ભોજન કર્યા પછી કોઇક વૃદ્ધ પોરવાળ મારવાડીને શુકનનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે તેણે કપર્દી આગળ એક શ્લોક કહ્યો. અર્થ : નદી ઉતરતી વખતે તથા માર્ગમાં ભૂલા પડવાની વખતે તથા ભય નજીક આવતી વખતે તથા સ્ત્રી સંબંધી કામમાં તથા સંગ્રામમાં તથા વ્યાધિમાં એટલામાં એ શુકન ઉલટા થાય તો સારાં ફળ આપે છે. તમારે કષ્ટ આવવાનું છે તેથી બુદ્ધિમાં ભ્રમ થયો છે. માટે અવળા શુકનને પણ અનુકુળ માનો છો અને જે આખલાના શુકનને તમે સારો કરી કલ્પો છો, તે પણ તમને નજીક આવી પડતી આપત્તિને સૂચિત કરવા એ આખલાએ મોટી ગર્જના કરી. આવી રીતે તે વૃદ્ધ મારવાડીને દેખી તેનું કહેવું ન માનતાં તેની અવગણના કરી રાજમંદિરે મોટી પદવી લેવા ગયો. ત્યાં રાજાએ પ્રસન્ન થઇ આપેલી મોટી પ્રધાન પદવી પામી અતિશય મોટા ઉચ્છવથી પોતાની હવેલીમાં આવી વિસામો કરે છે, એટલામાં રાત્રિએ પોતાની બરોબરીયા માણસોએ રાજાનું ચિત્ત એવું ફેરવ્યું કે તે જ વખતે એને બાંધી લાવી અતિશય કષ્ટ દેવાનો આરંભ કર્યો. તે ઉપર કોઇ કવિની કહેલી ગાથાનો અર્થ નીચે પ્રમાણે : જે મોટા ગજેન્દ્રના કુંભસ્થળને પોતાના હાથના પંજાથી ચીરી મોતી કુમારપાળરાજાનો પ્રબન્ધ ** z+7 % { ૧૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ કાઢે છે, એવા સમર્થ સિંહને પણ દેવ વિપરીત થવાથી શિયાળીઆએ કરેલો પરાભવ સહન કરવો પડે છે. એમ વિચારી તે મંત્રીએ ઘણી ધીરજ રાખી. પછી એક મોટી કઢાઇમાં તેલ નાંખી ઉકાળી તેમાં પોતાને નંખાવવાનો હુકમ થયો તે વખત પોતે એક શ્લોક બોલ્યો. તેનો અર્થ : દીવાની શીખા જેવા પીળા કરોડો સોનૈયા યાચક લોકોને દાનમાં આપ્યા છે અને વાદવિવાદ કરવામાં પ્રતિવાદીની, મોટા શાસ્ત્રાર્થવડે ગંભીર વાણીઓને પણ પાછા હટાવી છે. જેમ સોગટા બાજીની રમત રમતાં કેટલાક સોગઠા બેસાડે છે અને કેટલાંક ઉઠાડી દે છે તેમ કેટલાક રાજાઓને રાજ્યભ્રષ્ટ કર્યા ને કેટલાકને રાજગાદી પર બેસાડ્યા. એવી રીતે રાજારૂપી સોગટાને રમાડી ચૂક્યો. આ પ્રમાણે કરવાનું હતું તે કરી લીધું. વળી તેમાં કાંઈ કરવાનો દૈવનો વિધિ બાકી હોય તો તે સહન કરવા પણ અમે તૈયાર છીએ. આવી રીતે મરતી વખતે છેલ્લું કાવ્ય બોલનાર કપર્દી મંત્રીને તે જ પ્રકારે (તેલની કઢાઈમાં નાંખીને) મારી નાંખ્યો. આ પ્રકારે કપર્દી મંત્રીનો પ્રબંધ પૂરો થયો. વળી તે દુષ્ટ રાજાએ, સેંકડો પ્રબન્ધ કરનાર રામચંદ્ર કવિને મારી નાંખવા માટે તપાવેલી તાંબાની પાટ ઉપર બેસાડ્યા. તે વખત એક ગાથા બોલ્યા અને દાંત વડે જીભ કચડી મરણ પામ્યા. તે ગાથાનો અર્થ : જેણે સચરાચર પૃથ્વી ઉપર પોતાના પ્રતાપરૂપી લક્ષ્મીનો ઘણો વિસ્તાર કર્યો છે. તે સૂર્ય પણ સાયંકાળે આથમે છે. માટે ઘણે કાળે પણ જે થવાનું હોય તે જ થાય. આ પ્રમાણે રામચંદ્ર કવિનો પ્રબન્ધ પૂરો થયો. હવે રાજ પિતામહ આ પ્રકારના બિરુદને ધારણ કરનાર આદ્મભટ્ટ નામે પ્રધાનને, તેના તેજને ન સહન કરતા કેટલાક સામંત લોકોએ અવસર જોઈ નમસ્કાર કરાવતી વખતે તે આદ્મભટ્ટ આ પ્રમાણે બોલ્યો કે આ જનમમાં મારું માથું દેવબુદ્ધિથી શ્રી વીતરાગદેવને નમે છે ને ગુરુબુદ્ધિથી શ્રી હેમચન્દ્રાચાર્યને નમસ્કાર કરે છે ને સ્વામી બુદ્ધિથી શ્રી કુમારપાળ રાજાને નમસ્કાર કરે છે. પણ તે સિવાય બીજાને નમસ્કાર કરતું નથી. આ પ્રકારે જેના શરીરના સાતે ધાતુમાં જૈનધર્મ પ્રવર્તે છે એવા આદ્મભટ્ટનું વચન સાંભળી રાજા ઘણો રોષ પામી બોલ્યો, કે અમને નમસ્કાર કર? નહીં તો યુદ્ધ કરવા તૈયાર થા. આ પ્રકારની રાજાની વાણી સાંભળી જૈન મૂર્તિની પૂજા કરી અનશન વ્રત અંગીકાર કરી સંગ્રામ કરવાની દીક્ષા લઈ (સંગ્રામ કરવાનાં સઘળાં હથિયાર ધારણ કરી) પોતાની હવેલીમાંથી નીકળ્યો. પોતાના સુભટરૂપી વાયુ વડે ડાંગરના છોડાની જેમ રાજાની સ્ત્રીઓને ખેદાનમેદાન કરતો ઘટિકાગૃહ નામે મકાનમાં આવ્યો. પછી તે દુષ્ટ લોકોના સંગથી ઉત્પન્ન થયેલા પાપને તલવારની ધારારૂપી તીર્થમાં ધોઇ, એટલે ઘણા પાપી લોકનો ઘાણ કાઢી પોતે સ્વર્ગવાસી થયો. તે કૌતુક જોવા આવેલી દેવાંગનાઓ બોલી કે – હું પહેલી વરુ. હું પહેલી વરુ. એમ કહી બધી તેને પરણી. તેની ઉદારતા સંભારી કોઈ કવિએ વૈરાગ્યથી કહેલું કાવ્ય આ પ્રમાણે : ૧૭૮ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #193 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પૃથ્વી ઉપર ભટ્ટ થઇ ભીખ માગી ખાવું એ શ્રેષ્ઠ છે તથા ધન માટે વ્યભિચારી થવું પણ શ્રેષ્ઠ છે તથા વેશ્યાચાર્ય (વેશ્યાને ગાન કળા શીખવનાર ભડવા રૂપે) થવુ તે પણ શ્રેષ્ઠ છે તથા મોટાં કુડકપટ કરી રુપીયા મેળવી નિર્વાહ કરવો એ શ્રેષ્ઠ છે. કેમ કે દાનના સમુદ્ર રૂપ ઉદયનનો પુત્ર આદ્મભટ્ટ દેવ યોગથી સ્વર્ગવાસી થયા પછી બુદ્ધિમાન લોકોએ વિદ્વત્તા મેળવવામાં પ્રયાસ ન કરવો, કેમ કે વિદ્વત્તાનો જાણનાર કોઈ રહ્યો નથી. અતિશય ઉગ્ર પાપ તથા પુણ્ય કરનાર માણસને ૩ વર્ષે, ૩ માસે, ૩ પક્ષે, ૩ દિવસે અને આ જન્મમાં જ તેનું ફળ થાય છે. આ પ્રકારના વચન પ્રમાણથી તે દુષ્ટ રાજાને (અજયપાળને) વયજલદેવ નામના દ્વારપાળે છરી વડે છુંદી છુંદીને એવો માર્યો કે તેમાં પડેલા કૃમિઆએ ભક્ષણ કરેલો આજ જન્મમાં નરક દુઃખ ભોગવી મરણ પામ્યો. સંવત ૧૨૩૦ વર્ષથી આરંભી અજયપાળે ૩ વર્ષ રાજ્ય કર્યું. સંવત ૧૨૩૩ થી આરંભી ૨ વર્ષ બાળમૂળરાજે રાજ્ય કર્યું. એની નાઈકીદેવી નામે માતા જે પરમર્દી રાજાની દીકરી તેણે ખોળે પુત્ર લઇ, ગાડરારઘટ્ટ નામના ઘાટમાં મ્લેચ્છ રાજાની સાથે સંગ્રામ કરતાં તેના પુણ્ય પરાક્રમથી અકાળમાં આવેલા ઘણા મેઘની સહાયતાથી તે પ્લેચ્છ રાજાને જીતી ફતેહ મેળવી. સંવત ૧૨૩૫ વર્ષથી ૬૩ વર્ષ સુધી શ્રી ભીમદેવે રાજ્ય કર્યું. એ રાજા રાજય કરતો હતો ત્યારે સોહડ નામે માળવદેશના રાજાએ ગુજરાત લેવાને માટે સીમાડામાં આવી મુકામ કર્યો. ત્યારે તેના પ્રધાને સન્મુખ જઈ આ પ્રકારે એક શ્લોક કહ્યો. તેનો અર્થ : રાજા રૂપી સૂર્યનો પ્રતાપ પૂર્વ દિશામાં જ શોભે છે ને તેનો તે પ્રતાપ પશ્ચિમ દિશામાં જાય છે ત્યારે નાશ પામે છે. આ પ્રકારની તેની વિરુદ્ધ વાણી સાંભળી તે રાજા પાછો વળી ગયો. ત્યાર પછી તેનો પુત્ર અર્જુનદેવ નામે રાજા થયો. તેણે ગુજરાત દેશ ભાંગ્યો. પછી ભીમદેવ રાજાના રાજ્યની ચિંતા કરનારને વ્યાધ્રપલ્લી નામે સંકેત સ્થાનમાં (વાઘેલી ગામમાં) પ્રસિદ્ધ શ્રી આનાકનો પુત્ર લવણ પ્રસાદ નામે હતો. તેણે ઘણા કાળ રાજય કર્યું. તેનો પુત્ર રાજયભાર ધુરંધર શ્રી વરધવલ નામે હતો, મદનરાશી નામે તેની માતા હતી, તેણીએ દેવરાજ પટ્ટકિલ નામે પોતાના બનેવીનો, બહેન મરણ પામ્યા પછી ઘણો નિર્વાહ ન થઈ શકે એવો આપત્કાળ (સહન ન થાય એવું કષ્ટ) સાંભળી, લવણપ્રસાદ નામના પતિને પૂછી, વીરધવળ નામે બાળકને સાથે લઇ, દેવરાજને ઘેર ગઈ. દેવરાજે તે સ્ત્રીનું રૂપ તથા ગુણ અતિશય જોઇ મહા મોહ પામી તત્કાળ પોતાની ભાર્યા કરી લીધી. લવણપ્રસાદે તે સઘળો વૃતાંત સારી રીતે જાણ્યો. પછી તેને જીવથી મારી નાખવાનો વિચાર કરી રાત્રિએ તેના ઘરમાં છાનો પેશી સંતાઈ રહ્યો. હાથમાં તલવાર લઈ મારવાનો અવસર જુવે છે, એટલામાં તે ભોજન કરવા બેઠો. પણ એમ બોલ્યો કે ! વીરધવળ વિના હું ભોજન નહીં કરું. એમ વારંવાર બોલી ઘણા આગ્રહથી તે બાળકને મંગાવી સાથે લેઈ એકજ થાળમાં બંને જણ જમવા બેઠા. એટલામાં જાણે મૂર્તિમાનું સાક્ષાત્ યમરાજ હોય એવી રીતે પોતાનો નાશ કરનાર લવણપ્રસાદને દેખી દેવરાજનું મુખ કાળુ થયું. (ચહેરો ઉતરી ગયો) તે જોઇ લવણપ્રસાદ બોલ્યો, કે તું ડરીશ નહીં. કેમ કે હું તને મારવા આવ્યો હતો તો ખરો, પણ આ વરધવળ પુત્ર ઉપર, તારો સ્નેહ કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૭૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ મારી નજરે દીઠો માટે મારવાના આગ્રહથી હું નિવૃત્તિ પામ્યો છું. પછી દેવરાજે આદરસત્કાર ઘણો કર્યો પણ તે ન ગણકારતાં જેમ આવ્યો હતો તેમ પોતાને ઘેર ચાલ્યો ગયો. વીરધવળની ઓરમાન માના પુત્રો રાષ્ટ્રકુટ રાજાના વંશમાં થયેલાં સાંગણ ચામુંડરાજ ઇત્યાદિ મહા શૂરવીર પુરુષો, તે સમયે જગતમાં ઘણા પ્રસિદ્ધ હતા. પછી વીરધવળની ઉંમર મોટી થઇ તેમ જ્ઞાન પણ વૃદ્ધિ પામ્યું. ત્યારે તે લજ્જા પામી દેવરાજના ઘરનો ત્યાગ કરી પોતાના ઘેર આવી પિતાની સેવામાં રહ્યો. પુન્ન અવસ્થા થઇ ત્યારે સત્યગુણ ઉદારપણું, ગંભીરપણું, ધીરજ, નીતિ, વિનય, ઉચિત તથા દયા, દાન ને ડહાપણ વિગેરે ઘણા ગુણોથી શોભતો થયો. ધીરે ધીરે કાંટાની જેમ નડતા શત્રુઓને વેગળા કરી કેટલીક પૃથ્વીને દબાવી પોતે રાજા થઇ પડ્યો. પછી કેટલાક દેશો પિતાએ પણ રાજી થઇ આપ્યા. એ રાજાનો ચાહડ નામે બ્રાહ્મણ પ્રધાન હતો પણ તેથી ઘણી રાજ્ય વૃદ્ધિ ન થઇ શકી, માટે કોઇ બુદ્ધિમાન વાણિયાને પ્રધાન કરવો. એ વિચારમાં વીરધવળ હતો, એવામાં પ્રાગ્ધાટ વંશમાં (પોરવાડ વાણિયાના વંશમાં) મૌક્તિકમણી સમાન પાટણના રહેનાર, તત્કાળ તે ગામમાં આવેલા વસ્તુપાળ-તેજપાળ સાથે ઘણી પ્રીતિ થઇ, તે મંત્રીની ઉત્પત્તિ નીચે પ્રમાણે. ક્યારેક પાટણમાં જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ સિદ્ધાંતની વ્યાખ્યા કરતા હતા. તે વખતે પર્વ તિથિ હતી માટે સ્ત્રી-પુરુષોનો સમાજ ઘણો એકત્ર થયો હતો. તે સભાના અલંકાર રૂપ અતિશય રૂપવાન કુમારદેવી નામે કોઇ વિધવા સ્ત્રી આવી આચાર્યની દેશના સાંભળવા બેઠી. આચાર્ય પણ તેના સામું વારંવાર જોઇ સિદ્ધાંતમાં આવેલા સામુદ્રિકનું (શરીરનાં લક્ષણો તથા ચિહ્નોનું) વર્ણન કરતા હતા. તે સમયે તે સભામાં બેઠેલા આશરાજ નામના પ્રધાનનું મન, તે વિધવાના રૂપ રૂપી ચમક પાષાણમાં મર્યાદા છોડી ચોટી ગયું. તેને ખેંચવા એ પ્રધાન સમર્થ ન થયો. અવસ૨ના જાણ મહાચતુર એ આચાર્યે પણ ઝટપટ તે વ્યાખ્યાન આટોપી દીધું. પછી અવસર જોઇ મંત્રીએ સૂરિને વિધવા સામું વારંવાર જોવાનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે અમારા દેવતાનો સંકેત એવો થયો છે કે, આ વિધવાની કુક્ષિએ સૂર્ય તથા ચંદ્ર જેવા પુત્રોનો અવતાર થવાનો છે, માટે તેના સામુદ્રિક ચિહ્નોને વારંવાર જોતા હતા. આ પ્રકારે આચાર્યના મુખથી સાંભળી તે વિધવા સ્ત્રીનું હરણ કરી. તેને પોતાની અતિશય સર્વોપરી વ્હાલી સ્ત્રી કરી રાખી. તેની સાથે કામભોગ કરતાં કરતાં ગર્ભ રહ્યો તે અનુક્રમે તેને પેટે જન્મ ધારણ કરતાં સૂર્ય ચંદ્ર જેવા તેજસ્વી વસ્તુપાળ તથા તેજપાળ એ નામના પ્રખ્યાત પ્રધાન થયા. એક દિવસ વીરધવલદેવે પોતાની પ્રધાન પદવી આપવા વાસ્તે તેજપાળને પ્રાર્થના કરી. ત્યારે તેણે રાજાને કહ્યું કે, એક દિવસ સહકુટુંબ મારે ઘેર ભોજન કરવા પધા૨ો પછી હું એ વાત અંગીકાર કરીશ. એ વાત રાજાએ કબુલ કરી પછી પ્રથમ પોતાના મહેલમાં રાણી સહિત રાજાને ભોજન કરાવી તેજપાળની અનુપમા નામે સ્ત્રીએ જયતલદેવી નામે રાણીને પોતાના કાનનું કર્પૂરમય કોઇ આભૂષણ તથા કપૂર સુવર્ણ મણિમોતી યુક્ત રચના વિશેષથી શોભતો એકાવલી નામનો હાર અર્પણ કર્યો. તેજપાળે રાજાની આગળ સુંદર ભેટ સામગ્રી લાવી અર્પણ કરવા માંડી ત્યારે રાજાએ તેનો પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ નિષેધ કરી પોતાનો વેપાર અર્પણ કર્યો. (પોતાના મુખ્ય પ્રધાનની જગ્યા આપી) તેમાં આ પ્રકારનો લેખ પત્ર કરી આપ્યો કે, જે આજે વર્તમાનકાળમાં તમારી પાસે ધન છે તે કદાપિ તમારા ઉપર કોપ કરું, તો પણ ન લેવું. એવો, પ્રતિજ્ઞાલેખ તમને અર્પણ કરું છું. એ પ્રકારે તામ્રપત્ર કરી આપી એવી પ્રધાન પદવી આપી કે જેમાં અવિનાશી સ્વતંત્ર પણાનો જ સંબંધ જણાયા કરે. પછી રાજાએ ઘણી પ્રસન્નતાથી પોતાનાં પંચાંગમાં ધારણ કરેલાં વસ્ત્ર આભુષણ સર્વે ઉતારી તેજપાળને આપ્યાં. તેજપાળે પણ થોડા કાળમાં યુક્તિથી એ રાજ્યની ઉન્નતિ ઘણી જ વધારી. તે ઉપર નીતિશાસ્ત્રનો શ્લોક છે. તેનો અર્થ : રૈયત ઉપર વેરો નાખ્યા વગર કોશ (દ્રવ્ય ભંડાર) વધારે, વધ કર્યા વિના દેશની રક્ષા કરે ને યુદ્ધ કર્યા વગર દેશ વધારે, તે બુદ્ધિમાન પ્રધાન જાણવો. ઇત્યાદિ સકળ નીતિશાસ્ત્રનો સાર જાણવાથી પરિપકવ બુદ્ધિવાળા તેજપાળે પોતાના સ્વામીની ઘણી વૃદ્ધિ કરી. નિત્ય સૂર્યોદય વખતે વિધિ સહિત તીર્થંકરની પૂજા કરી ગુરુવંદન પૂજન કરતો હતો. પછી ગુરુને દ્વાદશાવર્ત વંદન કરી પચ્ચક્ખાણ લેતો હતો. ને એકેક નવો નવો શ્લોક ગુરુ પાસેથી શીખતો હતો પછી રાજ્ય સંબંધી આવશ્યક કામકાજનો વિચાર કરી, તાજા ભોજન કરતો હતો. એક દિવસ ખાનગી ખરચ લખનાર મુંજાળ નામે મોટા શ્રાવકે અવસર જોઇ રાજાને પૂછ્યું કે સવારના પોરમાં આપ સરકાર ટાઢુ જમો છો કે તાજુ ? આ પ્રકારે બે-ત્રણ વખત પૂછ્યુ ત્યારે આ ગામડીઓ ડોબો છે માટે કાંઇ સમજતો નથી. એમ ધારી ક્રોધથી તિરસ્કાર કરી કહ્યું કે તું તો ગોવાળીઓ છે, એમ કહી ગાળ દીધી. ત્યારે તે ધીરજ રાખી બોલ્યો કે, આપણા બેમાંથી એક જણ હશે. આ પ્રકારનું તેના બોલવાનું ડહાપણ જોઇ ચમત્કાર પામી તેજપાળ બોલ્યા કે તમારા ઉપદેશનું રહસ્ય મારા સમજવામાં આવ્યું નહીં, માટે હે સુજ્ઞ ! યથાવસ્થિત જેમ હોય તેમ કહી સંભળાવો. પછી તે શ્રાવક બોલ્યો કે, જે રસોઇને તમે તાજી જાણી જમો છો, તે રસોઇ ઘણી ટાઢી છે. કેમ કે તે પૂર્વ જન્મના પુણ્યરૂપ છે. માટે આજે તે અતિશય ટાઢી થઇ ગઇ એમ માનું છું. આ પ્રકારનો ગુરુમહારાજનો સંદેશો હતો તે મેં તો કહી સંભળાવ્યો ને એનું તત્ત્વ તો તે જાણે છે. માટે ત્યાં આપ સાહેબને પધારવું ઘટે છે. આ પ્રકારે તે શ્રાવકની વાત સાંભળી તેજપાળ પોતાના કુળ પરંપરાથી ચાલતા આવેલા શ્રી વિજયસેન નામે ગુરુ પાસે જઇ ગૃહસ્થ સંબંધી ધર્મ પૂછ્યો ત્યારે તે ગુરુએ જિનેશ્વરનો કહેલો ઉપાસકદશાંગ નામે સાતમા અંગમાંથી દેવપૂજા, આવશ્યક, સુપાત્રદાન આદિ ગૃહસ્થનો ધર્મ કહી સંભળાવ્યો. પછી તે દિવસથી આરંભી તેજપાળે જિનપૂજા, મુનિદાન, પ્રમુખ ધર્મ સંબંધી કામ વિશેષપણે કરવા માંડ્યાં. ત્રણ વર્ષથી એકઠુ કરવા માંડેલ દેવ ખાતા સંબંધી છત્રીસ હજાર ધનવડે, બાઉલા નામે ગામમાં શ્રી નેમિનાથ દેવનો પ્રાસાદ કરાવ્યો. સરસ્વતી કંઠાભરણ, લઘુ ભોજરાજ, મહાકવિ ઇત્યાદિ સારી નામના પેદા કરનાર શ્રી વસ્તુપાલ મંત્રીએ સંવત્ ૧૨૭૭ના વર્ષમાં મોટી યાત્રા આરંભી. ગુરુએ દેખાડેલા શુભલગ્ન વખતે સંઘાધિપતિપણાનો અભિષેક થયા પછી શ્રી દેવાલયનું પ્રસ્થાન, આરંભ કરતાં દક્ષિણ માર્ગે વીરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ દુર્ગાદેવીનો સ્વર સાંભળ્યો. તે સ્વરના શુકનનો જાણ કોઇ વૃદ્ધ પુરુષ ઉભો હતો; તેની સાથે વસ્તુપાળે તે શુકનનો વિચાર કર્યો કે હે મરુવૃદ્ધ (વૃદ્ધ મારવાડી) આ શુકન ભારે થયા, એમ કહી શુકનથી શબ્દ બળવાન છે એમ વિચારી નગરથી બારણે કરેલા નિવાસમાં દેવાલયનું સ્થાપન કરી પેલા વૃદ્ધ મારવાડીને અવળા શુકન થયા કે શું, એમ વાત પૂછી ત્યારે તે બોલ્યો, કે જ્યાં માર્ગ સંબંધી વિષમપણુ આવે એટલે કયે માર્ગે જવું એમ સંશય પડે તેવી જગ્યાએ અવળા શુકન છે તેને પણ સવળા જાણવા. એમ જ રાજ્યભ્રષ્ટ થયા હોય તેને પણ જેમ માર્ગનું વિષમપણું છે, તેમ તીર્થ માર્ગનું પણ વિષમપણુ જાણવું. માટે જે જગ્યાએ, એ દુર્ગાદેવી (એક જાતની ચકલી) દીઠામાં આવી, તે સ્થળે કોઇ ડાહ્યા માણસને મોકલી તે પ્રદેશની તજવીજ કરો, કે એ કેટલે છેટે બોલી પછી તે પ્રકારે કરવાથી માલુમ પડ્યું કે, સાડાતેર અછોડાવા છેટે બેઠેલી દુર્ગાદેવી હતી. આ વાતનો નિશ્ચય થયા પછી, એનું ફળ મારવાડીએ કહ્યું કે, સાડાતેર તીર્થયાત્રા તમારે થશે ? એમ એ દેવી બોલી, ત્યારે તેજપાળે પૂછ્યું ? કે છેલ્લી અડધી થશે એનું શું કારણ ? ત્યારે તે બોલ્યો કે, તે વાત આ મોટા માંગલિક અવસરમાં કહેવી એ ઠીક નથી, અવસરે નિવેદન કરીશ. એમ કહ્યા પછી સઘળો સંઘ લઇ તે મંત્રીએ પ્રયાણ કર્યું. તે સંઘમાં સાડાપાંચ હજાર સારાં વાહન હતાં તથા એકવીશસો શ્વેતાંબર સાધુ હતા તથા સંઘની રક્ષા કરનાર એક હજાર સ્વારો હતા તથા સાતસે ઊંટડીઓ સંઘના કામમાં સામેલ હતી. સંઘની રક્ષા કરનાર ચાર મોટા સામંતો હતા, આ પ્રકારની મોટી સામગ્રી લઇ ચાલતાં પાલીતાણા પહોંચ્યા. ત્યાં પોતે કરાવેલા, મહાવીરસ્વામીના દેવાલયથી શોભતા લલિતા નામના સરોવરની આસપાસ મુકામ કર્યો. ત્યાં વિધિ સહિત તીર્થની આરાધના કરી મૂળ પ્રાસાદમાં સુવર્ણ કલશ સ્થાપ્યો તથા શ્રી મોઢે૨પુ૨ નામે અવતારની ઉપર શ્રી ઋષભદેવનું તથા પાર્શ્વનાથનું સ્થાપન કર્યું તથા શ્રી મહાવીર નામે દેવાલય કરાવી સન્મુખ પોતાની આરાધક મૂર્તિ સ્થાપન કરી. વળી દેવકુલિકા નામે મંડપશ્રેણીના બે પાસે, ચોકીની બે પગથીઓ સ્થાપન કરી. વળી શકુનિકા નામે વિહાર સ્થાનમાં તેમજ સત્યપુર નામના મંદિર ઉપર, દહેરાસરની આગળ, રૂપાનું તોરણ બંધાવ્યું તથા સંઘને ઉતરવા યોગ્ય કેટલીક ધર્મશાળાઓ બંધાવી તથા સત્યક નામે ધાર્મિક પુરુષનું દેવાલય તથા નંદીશ્વર પ્રાસાદ તથા ઇન્દ્રમંડપ એ સર્વે કરાવી ત્યાં પોતાની તથા પોતાની સાત પેઢીના પૂર્વજોની ઘોડા ઉપર બેઠેલી પ્રતિમાઓ સ્થાપન કરી તથા હાથી પર બેઠેલા શ્રી લવણપ્રસાદની તથા વીરધવળની મૂર્તિ ક૨ાવી તથા ગુરુની મૂર્તિ કરાવી. તેમની આગળ પોતાની આરાધક મૂર્તિ કરાવી, તેની પાસે ચોકી ઉપર પોતાના મોટા બે ભાઇઓ માળવદેવ અને લુણિગ એ બેની આરાધક મૂર્તિઓ સ્થાપન કરી ને પ્રતોલી (પોલી) નામનાં સ્થાનમાં અનોપમ નામનું સરોવર, કપયક્ષનો મંડપ, તોરણ સાથે બંધાવ્યો અને તે સિવાય જૈન ધર્મના અનેક ધર્મસ્થાનો બંધાવ્યા વળી એણે નંદીશ્વર નામનું ધર્મસ્થાન, કટેલીયા પાષાણના (પથ્થરની એક જાત) સોળ સ્થંભવાળું બંધાવ્યું. આ પથ્થરો તેણે દરિયા માર્ગે આણ્યા હતા અને સમુદ્ર કિનારે બંધાવ્યું હતું. એને માટે એમ કહેવાય ઇડર વિક્રમ - ર પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર 20 ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ છે કે, જ્યારે એનો એક સ્થંભ લાવીને ઉભો કર્યો હતો ત્યારે તે જમીનમાં આરપાર પેસી ગયો હતો. તેના ઉપર બીજો સ્થંભ ચણાવી કામ ચલાવ્યું હતું. અને પુષ્કળ પૈસા ખર્ચી અને ધણી મહેનતે, આ ધર્મસ્થાન (દેવાલય) પૂરું કરાવ્યું હતું. પરંતુ એક વર્ષ થયું, તેવામાં દરિયાનું અતિ બલિષ્ટ પૂર સ્વાભાવિક રીતે આવ્યું અને તેની છોળોથી દેવાલયના પાયાનું ખોદાણ થયું, પૂર વિસર્જન થયા પછી જે કાદવ મૂળ સ્થંભને લાગેલો હતો અને જેના જોરથી થંભ જોરવાન અને આખા દેવાલયનો ટકાવ કરતો હતો, તે સ્થંભની જગાએ ફાટ તથા છિદ્રો પડ્યાં અને પ્રાસાદ જીર્ણ હાલતમાં આવ્યો. આ ખબર એક ખેપીયાએ આવી મંત્રીને સવિસ્તર કહી. આ ખબર દીલગીરી ભરેલી હતી, છતાં મંત્રીએ તે ખેપીયાને આ વાત તેની જીભેથી કહી તેથી તેને એક સોનાની જીભ બનાવી શરપાવમાં આપી તે જોઇ પાસે બેસનારાઓએ પૂછ્યું, કે આમ કેમ ? દીલગીરી ભરેલી ખબર લાવનારને શરપાવ આપવો ઘટે નહીં. તેના ઉત્તરમાં એણે જણાવ્યું કે અમારા દષ્ટાંતનો લાભ લઈ હવે પછીના નાના મોટા ધર્માલયો બાંધનારાઓ પોતાના ધર્માલયને અતિ દઢ કરવાને યત્ન કરશે, કે જેથી તેમનું ધર્માલય ઉત્તમ થશે. આ ધર્મસ્થાનને માટે એવું કહેવાયું છે કે તે ત્રણ વખત પડી ગયું અને ત્રણ વખત ફરી બંધાવવામાં આવ્યું. જેમાંનું ત્રીજું, હાલ કાયમ છે. વળી એણે પાલીતાણા ઉપર મોટી પૌષધશાળા બંધાવેલી છે. વળી ગિરનાર ઉપર સંઘ સહિત ગયો અને પર્વતની તળેટીમાં તેજલપુરમાં આશરાજ વિહાર તથા કુમારદેવી નામનું સુંદર સરોવર પણ કરાવ્યું. તેવામાં સેવકોએ આવી વિનંતિ કરી કે મહારાજ હવે ધવલગૃહમાં આપ પધારો. તે આપને રહેવાને વાસ્તે પરિપૂર્ણ થયું છે. આ સાંભળી પોતે પોતાના નિવાસમાં જવાને તત્પર થયો. તેવામાં સેવકોને કહ્યું કે ઠીક હું જાઉં છું. પણ મારા ગુરુરાજને માટે પૌષધશાળા તૈયાર છે ? કે તેઓ ત્યાં પધારે ? જવાબ મળ્યો કે ! હજુ તે કામ જારી છે અને તે રહેવાને લાયક થયું નથી. આ સાંભળી એણે મનમાં વિચાર્યું કે મારું રહેવાનું ધવલગૃહ તૈયાર થયું છે, પરંતુ ગુરુમહારાજને રહેવાની પૌષધશાળા તૈયાર નથી, ત્યારે હવે મારે શું કરવું, જો હું એકલો ધવલગૃહમાં જાઉં તો ગુરુમહારાજની એથી આશાતના (અવિનય) થશે. એમ ધારી પોતે સેવકોને હુકમ કરી બહાર તંબુ નંખાવી તેમાં ગુરુરાજ સાથે રહ્યો. પ્રાત:કાળે ગિરનાર ઉપર જઈ શ્રી નેમિનાથના ચરણકમળની પૂજા કરી, પોતે કરાવેલા શત્રુંજયાવતાર એ નામના તીર્થમાં ઘણી પ્રભાવના કરી તીર્થંકરનો જન્મ, દીક્ષા તથા કેવળજ્ઞાન જે દિવસ થાય છે, તે ત્રણ કલ્યાણ દિવસમાં મહોત્સવ કરી પ્રતિમાનું સ્થાપન કરેલું હતું તેવા ચૈત્યોમાં તેને ઘટતી ઘણી પૂજા સેવા કરીને ત્રીજે દિવસે જેવામાં પર્વત ઉપરથી ઉતરે છે તેવામાં ખબર મળી કે, પૌષધશાળા તૈયાર થઈ ગઈ. આ વાત સાંભળી ગુરુને લઇ પૌષધશાળામાં ગયો, ને તેના કામકાજ કરનારાઓની ઘણી પ્રશંસા કરી ઘણા શરપાવ આપી રાજી કર્યા. પછી એ મંત્રી પ્રભાસપાટણમાં ચંદ્રપ્રભસ્વામીને ઘણા ભાવથી નમસ્કાર કરી, જેમ ઘટે તેમ પૂજા કરી, પોતે કરાવેલા અષ્ટાપદ પ્રાસાદમાં સોનાનો કલશ સ્થાપન કરી, ત્યાં વિરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ ૧૮૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ આપવા યોગ્ય પુરુષોને ઘણું દાન આપ્યું. પછી ત્યાંના વૃદ્ધ પૂજારીઓમાંથી એક પૂજારી એકસો પંદર વર્ષનો હતો, તેણે વસ્તુપાળને વાત કહી કે, શ્રી હેમચન્દ્રાચાર્યે કુમારપાળ રાજાને શ્રી સોમેશ્વર દેવનું પ્રત્યક્ષ દર્શન આ સ્થાનમાં કરાવ્યું હતું. ઇત્યાદિ વાતો સાંભળી આશ્ચર્ય પામતો મંત્રી પાછો વળ્યો. માર્ગમાં લિંગધારી જૈન સાધુઓનું દુષ્ટ આચરણ દેખી તેમને અન્નદાન આપવાનો નિષેધ કર્યો. તે વાત વાયડ ગચ્છના શ્રી જિનદત્તસૂરિએ પોતાના શ્રાવક પાસેથી સાંભળી. તે વખતે પોતાનાં દર્શન કરવા આવેલા મંત્રીને ઠપકો દઇ ઘણો ઉપદેશ કરી પાછું હતું તેમ અન્નદાન ચાલુ કરાવ્યું. જેનું સમકિત વિશેષ શુદ્ધ થયું છે, એવા મંત્રીએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. જ્યારે મોટો ભાઇ ભૂણિગ મરવા પડ્યો ત્યારે તેણે કહ્યું કે મારા નામનું દેવમંદિર આબુ પર્વત ઉપર કરાવજો. આ વાત મંત્રીએ અંગીકાર કરવાથી તેના મરી ગયા પછી, આબુ ઉપર જઇ ત્યાં રહેનારા ગોઠી લોક પાસેથી જગ્યા માગી પણ તે ન મળવાથી ચંદ્રાવતી નગરીના સ્વામી પાસે જઇ પૃથ્વી માગી લઇ વિમળશાના ચૈત્યમંદિર પાસે લૂણિગવસહિકા એ નામનો જગતમાં વિખ્યાત મોટો સર્વોપરિ પ્રાસાદ બંધાવ્યો. તેમાં શ્રી નેમિનાથની પ્રતિમાનું સ્થાપન કર્યું. તે ચૈત્ય મંદિરના ગુણ દોષનો વિચાર કરવામાં ઘણો ડાહ્યો યશોવીર નામે પ્રધાન પુરુષને જાવાલીપુરથી બોલાવી મંત્રીએ એ પ્રાસાદનું સ્વરૂપ પૂછ્યું ? ત્યારે તેણે શોભનદેવ નામે પ્રાસાદના કરનાર સૂત્રધારને બોલાવી કહ્યું, કે રંગમંડપમાં વિશાળપણે સ્થાપન કરેલાં પુતળીઓના જોડકા તીર્થંકરના પ્રાસાદમાં સર્વથા અઘટિત છે તથા વાસ્તુ શાસ્ત્રમાં પણ નિષેધ કરેલો છે એક તો એ દોષ. બીજો ગભારામાં પ્રવેશ કરવાના બારણા ઉપ૨ બે સિંહનું તોરણ બાંધેલું છે, તે દેવની પૂજાનો વિનાશ કરનારું છે તથા ત્રીજુ પૂર્વજોની મૂર્તિઓ સહિત હાથીની શાળા પાછલા ભાગમાં છે તે પ્રાસાદ કરાવનારને ઉત્તર કાળમાં હરકત કરનાર છે. આ પ્રકારના મોટા ત્રણ દોષ આ મંદિરમાં થયા છે. માટે આવા વિદ્વાન કારીગરમાં પણ આવા દોષ આવ્યા તે ભાવી કર્મનો દોષ છે એમ નિર્ણય કરી તે યશોવી૨ મંત્રી આવ્યો હતો, તેમ પાછો ગયો. તેની સ્તુતિના શ્લોકનો અર્થ નીચે પ્રમાણે. યશરૂપી મોતીના સમૂહની શિક્ષા જેવા ક્ષીર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ચંદ્રમા રૂપ યશોવીર નામે પ્રધાનની રક્ષા કરવા પરમેશ્વરે એના નામમાં શ્રી શબ્દ સ્થાપન કર્યો છે. એટલે જેમ ચંદ્રમામાં લાંછન છે તથા જેમ કપૂરની રક્ષા કરવા મરીનો દાણો સ્થાપન કરે છે, તેમ યશ તથા શૂરવીરપણું એ પુરુષમાંથી જતું ન રહે માટેશ્રી શબ્દરૂપી લાંછન મૂક્યું હોય એમ દેખાય છે. (૧) હે શ્રી યશોવીર તારા વિના સઘલુ યશ તથા શુરવીર પણું મિથ્યા છે. જેમ એકડા વિના મીડાં ફોગટ છે ને જેમ એકડો આગળ કરી મીડાં કરીએ તે સાર્થક થાય, તેમ તમને આગળ કરીએ તો સર્વે યશ તથા સર્વે શૂરવીરો સાચા છે એમ અનુભવમાં આવે છે. (૨) કવિ કહે છે કે અમારા મનમાં એવો તર્ક થાય છે કે, હે યશોવી ! બ્રહ્માએ ચંદ્રમંડળમાં તમારું નામ લખવાનો ઉદ્યોગ કર્યો. તેમાં પહેલા બે અક્ષર લખ્યા (એટલે યશ એવા બે અક્ષર) પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૮૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ તે જગતમાં પણ ન સમાણાં માટે બીજા બે અક્ષર લખવાના રહેવા દીધા, તે અદ્યાપિ ચંદ્રમંડળમાં મૃગલાંછન રૂપે દેખાય છે. એ પ્રકારે તીર્થયાત્રાઓના પ્રબંધો પૂરા થયા. વસ્તુપાળને ખંભાતમાં સૈયદ નામે વહાણવટિયા સાથે સંગ્રામ થયો ત્યારે સૈયદે ભરૂચથી શંખ નામે એક બળવાન કાળ પુરુષ જેવો મોટો જોરાવર પુરુષ વસ્તુપાળની સાથે યુદ્ધ કરવા તત્કાળ બોલાવી મંગાવ્યો. તેણે આવી સમુદ્રને કાંઠે નિવાસ કર્યો. નગરમાં પેસવાના માર્ગો શત્રુથી ભરપુર જોયા તથા વેપારી લોકનાં ચિત્ત વહાણોની ખબર મળવા વિષે આકુળ વ્યાકુળ થયેલા જોઇ સેવકો મોકલી વસ્તુપાળ સાથે સંગ્રામ કરવાના દિવસનો નિશ્ચય કરાવ્યો અને ચતુરંગ સેના એકઠી કરી. તેવામાં વસ્તુપાળે પણ ગુડ જાતિનો (ગોલો) લુણપાળ નામે એક મોટો સુભટ હતો તેને સંગ્રામમાં અગ્રેસર કરી લડાઇ ચાલુ કરી તે લુણપાળે એવો નિયમ લીધો કે હું શંખ વિના બીજાને મારું તો કપિલા ગાયને મારું એટલું મારે માથે પાપ થાઓ. એવી રીતે પણ લઇ સંગ્રામમાં પડતુ નાખી શંખ ક્યાં છે, શંખ ક્યાં છે એમ બુમો પાડતો ચાલ્યો, તેવામાં જેણે જેણે કહ્યું કે હું શંખ છું, તેમને તત્કાળ મારી નાખ્યા ને પોતે મનમાં વિચાર્યું કે સમુદ્રમાં શંખ ઘણા પાકે છે માટે અનેક શંખ હશે. એમ ધારી મારતો મારતો ચાલે છે, તેવામાં મહાસાધનિક નામે સાચા શંખે તેનું શૂરવી૨પણુ જોઇ વખાણ કરી બોલાવ્યો, પછી તે શંખે એક જ ભાલાના પ્રહારથી તેને ઘોડા સહિત મારી નાંખ્યો. ત્યાર પછી વસ્તુપાળે સંગ્રામમાં આવી સિંહ જેમ હાથીના ટોળાને નશાડે તેમ ચારેય બાજુથી શંખની ફોજને નશાડી. પછી સૈયદને માર્યો ને લડાઇ પૂરી કરી. પછી વસ્તુપાળે લુણપાળના મૃત્યુસ્થાનમાં લુણપાળેશ્વર એ નામનો પ્રાસાદ બંધાવ્યો. એક દિવસ સોમેશ્વર નામે કવિ વસ્તુપાળે કરાવેલા સરોવ૨ના વર્ણનનું કાવ્ય બોલ્યા, તેનો અર્થ નીચે પ્રમાણે - હે પ્રધાન ! તારું કરાવેલું સરોવર વખાણવા યોગ્ય હંસ વડે શોભે છે. તથા વાયુ વડે ચંચળ થયેલા કમળની કાંતિ વડે રંગાયેલા તરંગોથી શોભે છે. અતિશય ગંભીર જળમાં બગલાના ભયથી સંતાઇ ગયેલા મચ્છ વડે શોભે છે તથા તટ ઉપર ઉગેલા ઘણા વૃક્ષોની તળે સુખે સુતેલી સ્ત્રીઓના ગાનથી શોભે છે ને ક્રીડા કરતા તરંગોથી ચંચળ થયેલા ચક્રવાક પક્ષીવડે શોભે છે. આ કાવ્યની ખુબી જોઇ તે કવિને સોળ હજ્જાર દ્રમ્મ (એક જાતનું નાણું=રૂપીઆનો ચોથો ભાગ) આપ્યા. એક દિવસ ઘણા વિચારમાં પડેલો વસ્તુપાળ મંત્રી, નીચું ઘાલી પૃથ્વી સામું જોતો હતો. તે વખતે સોમેશ્વર નામે કવિ તેની પાસે આવી તે સમયને ઘટતું એક કાવ્ય બોલ્યો. તેનો અર્થ : જગતમાં લોકને ઉપકાર કરનાર તું, એક જ છે. આ પ્રકારનું સત્પુરુષોનું બોલવું સાંભળી, લજ્જાથી નમ્ર થતા મસ્તક વડે તું પૃથ્વી તળને જુવે છે તેનું કારણ હું જાણું છું. હે સરસ્વતીના -- *** == NA વીરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ મુખકમળને શોભાવનાર વસ્તુપાળ મંત્રી ! પાતાળથી બલિરાજાનો ઉદ્ધાર કરવા વારંવાર તુ માર્ગ શોધે છે. આ કાવ્યથી રાજી થયેલા વસ્તુપાળે એ કવિને આઠ હજાર રૂપીયા આપ્યા. વળી એક દિવસ સભામાં એક શ્લોકનાં ત્રણ પદ પંડિતો બોલ્યા તેવી રીતનું ચોથું પદ ન જડ્યું ત્યારે તે શ્લોકનું ચોથું પદ જેવું જોઇએ તેવું પૂરી આપનાર જયદેવ નામે કવિને વસ્તુપાળે ચાર હજાર રૂપીઆ આપ્યા. તેનો અર્થ : કર્ણ રાજાએ પોતાના શરીરની ત્વચા માગનારને આપી ને શિબિ રાજાએ પોતાના શરીરનું માંસ આપ્યું ને જીમૂતવાહને પોતાનો જીવ આપ્યો ને દધીચિ ઋષિએ પોતાના શરીરનાં હાડકાં આપ્યાં ને વસ્તુપાળે વારંવાર ધન આપ્યું. એક દિવસ પંડિતોના દર્શનનો લાભ લેતી વખતે કોઇક દરિદ્રી બ્રાહ્મણે પોતાને ઓઢવાની એક પછેડી માંગી, ત્યારે તત્કાળ સેવકોને આજ્ઞા કરી અપાવી. ત્યાર પછી તે સમયને ઘટતો એક શ્લોક એ બ્રાહ્મણ બોલ્યો. તેનો અર્થ : હે દેવ તમારા શત્રુની સ્ત્રીઓને રહેવાની જેવી પર્ણશાળા (ઝુંપડી) હોય તેવી આ મારી પછેડી છે. ઝુપડીમાં જેમ કોઈ જગાએ આકડાનું તુર, કોઈ જગાએ બંધીઆ, કોઈ જગાએ કરાંઠીઓ હોય છે, તેમ અમને દાન કરેલી પછેડીમાં કોઈ કોઈ જગાએ, રૂનાં જાડા પુમડાં ઝીણા સુતરના તાંતણાં અને કપાસીયાનાં બીયાં જણાય છે. આ સાંભળીને મંત્રી તેના ઉપર ઘણો ખુશ થયો. તેની વાક્યશક્તિને ઉત્તેજન આપવા પંદરસો રૂપીયાનો શિરપાવ આપ્યો. આ સમયે ત્યાં એક બાળચંદ્ર નામનો જૈન સાધુ, જે હેમચંદ્રાચાર્યનો શિષ્ય હતો અને જે મહા કવિમાં ગણાતો હતો તેણે મંત્રીને નીચે લખેલા અર્થ પ્રમાણે કાવ્ય કહી સંભળાવ્યું. હે મંત્રીનું તમારામાં અને શિવમાં હવે કઈ ફેર રહ્યો નથી. કેમ કે, શિવને ગૌરી (પાર્વતી) જેમ વહાલી સ્ત્રી છે તેમ આપને ગૌરઅંગવાળી અતિશય વહાલી સ્ત્રી છે. અને જેમ શિવને વૃષ નામે નંદીકેશ્વર ઉપર આદર છે તેમ આપને વૃષ=ધર્મ ઉપર આદર છે. વળી શિવ જેમ ભૂતિ=ભસ્મ યુક્ત છે તેમ તમે ભૂતિ=સમૃદ્ધિએ યુક્ત છો. વળી શિવ, ગુણવડે શોભે છે. તેમ આપ શોભો છો. શિવને જેમ શુભ ગણ છે, તેમ આપને સારા સેવકો છે. એથી હવે વધારે આપને શું કહ્યું. મને શિવમાં ને આપનામાં કાંઈ ખામી દેખાતી નથી, ખામી છે તે ફક્ત જેમ શિવને બાલચંદ્ર લલાટને વિષે છે તેવા હોવાને માટે આપની પાસે કાંઈ સાધન નથી. એટલી ન્યૂનતા દેખાય છે. આ સાંભળી મંત્રી બાલચંદ્ર ઉપર વિશેષ ખુશ થયો અને તેની આચાર્ય પદવી કરવાની વખતે તેના લાભમાં એક હજાર રૂપીઆ ખરચ કરી યથાયોગ્ય રીતે શાસનની શોભા કરી. વળી મ્લેચ્છ સુલતાનનો ગુરુ આલમખાન જે મક્કાએ હજ કરવા જતો હતો તે પ્રતિદિન માર્ગ કાપતાં ગુજરાતમાં આવ્યો તે ખબર લવણપ્રસાદ અને વીરધવળના જાણવામાં આવી. એને પકડી રાખવાની ગોઠવણ કરવા વસ્તુપાળને બોલાવી સલાહ પૂછી. ત્યારે તેણે એક નીતિશાસ્ત્રનો શ્લોક કહ્યો. તેનો અર્થ : ૧૮૬ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #201 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સંબંધી કપટ પ્રયોગવડે જે કાર્યસિદ્ધિ રાજાને થાય છે તે પોતાની માના દેહને વેચી દ્રવ્ય પેદા કરવા જેવી છે. ઇત્યાદિ ઉપદેશ કરી જેમ બે વાઘની વચ્ચેથી બકરાને છોડાવે તેમ આલમખાનને છોડાવી તેને માર્ગની ખરચી પાણી આપી, સત્કાર કરી તીર્થે જવા મોકલ્યો. પછી કેટલાંક વર્ષે આલમખાન યાત્રા કરી પાછો આવ્યો. ત્યારે વસ્તુપાળે પોતાને ત્યાં રાખી તેનો હયો ભયો આદર સત્કાર કર્યો અને પોતાના દેશમાં જવાની રજા આપી. જયારે આલમખાન પોતાને દેશ ગયો ત્યાં સુલતાનની આગળ તેણે યાત્રામાં નવું જોયું હતું તે વિષેનું વર્ણન કરતાં વસ્તુપાળનું અને તેના આદર સત્કારનું સવિસ્તર વર્ણન કર્યું. સુલતાન અતિ પ્રસન્ન થયો અને ઘણી નમ્રતાથી વસ્તુપાળને લખ્યું કે તમો જ અમારા દેશના અધ્યક્ષ છો. તમારી જ સર્વ સત્તા છે અત્ર અમે તમારા જ સેવક છીએ. માટે શંકા દૂર કરી અમને વખતે વખતે કામકાજ કહેતા જવું. એવો પત્ર વ્યવહાર ઘણા વર્ષ રહ્યો. તેથી સુલતાન અને વસ્તુપાળ એ બન્ને એક અંત:કરણવાળા મિત્ર થયા. કેટલાંક વર્ષે વસ્તુપાળે શત્રુંજય ઉપર આદિનાથની પ્રતિમા માટે પથ્થર જોઈતો હતો તે માટે મમ્માણી નામની ખાણનો સારો લાયક પથ્થર જોઈએ એમ ધારી સુલતાનને વિનંતિ પત્ર લખ્યો. તેણે આ કામ પોતાને ધન્યલાભ જેવું છે એમ સમજી અતિ આદર સાથે તે કામનો સ્વીકાર કર્યો અને ઘણા જ પ્રયત્નથી ખાણનો સારો પથ્થર વસ્તુપાળને ત્યાં રવાના કર્યો. તે પાષાણને પર્વત ઉપર લાવતાં મૂળનાયકના (અધિષ્ઠાયક દેવના) ક્રોધથી વીજળી પડવા રૂપ મોટો ઉપદ્રવ થયો. એટલું જ નહીં પણ એ મંત્રીને જીવતા સુધી પાલીતાણા આવવાનું ન થયું. કોઈ પર્વ દિવસે અનુપમાં સ્ત્રીએ મુનિઓને અન્નદાન આપવા માંડ્યું તે વખતે કોઈ કામના ઉત્સાહથી વીરધવળ જાતે મંત્રીને ઘેર આવ્યો. તે વખત શ્વેતાંબર વેષધારી સાધુઓથી દ્વાર પ્રદેશ ઘણું ભીડભાડવાળું દેખી આશ્ચર્ય પામી મંત્રીને કહ્યું, હે મન્નિન્ આ પ્રકારના દાનથી નિરંતર, આ લોકોને કેમ લાભાન્વિત કરતા નથી. તમારી જો શક્તિ ના હોય તો એ કામમાં મારો અધ ભાગ ગ્રહણ કરો અથવા એનું સઘળુ દ્રવ્ય મારી પાસેથી લઈ નિરંતર દાન આપો. હું તો એટલા જ કારણથી કહેતો ન હતો કે જે કહેવાથી તમારા ઉત્સાહનો ભંગ થાય. આ પ્રકારનું વીરધવળના મુખ રૂપી ચંદ્રથી નીકળતું વાણી રૂપી અમૃતનું પાન કરી જેના સર્વે તાપ શાંત થયેલા છે એવો તે મંત્રી બોલ્યો કે આ સઘળું તમારું જ છે. માટે સ્વામીનો અર્ધ ભાગ કરવાનું કાંઈ પ્રયોજન નથી. એમ કહી અતિ સ્નેહથી ખેસનો છેડો હાથમાં લઇ ઘણા માનથી મુખ ભણી ફેરવી લુંછણાં (ઓવારણાં) લીધાં, એટલે ઘણો સ્નેહ દેખાડ્યો. એક દિવસ સાધુઓને દાન આપતી વખતે નાના મોટા ઘણા સાધુ એકઠા થઇ ગયા હતા તેની ભીડભાડમાં નમસ્કાર કરતી અનુપમા નામે એ મંત્રીની સ્ત્રીના હાથમાંથી છલોછલ ભરેલું ઘીનું પાત્ર, મંત્રીના ખભા ઉપર પડ્યું. તે જોઈ કોપ પામેલા તેજપાળને સાંત્વન કરતી અનુપમા બોલી કે સ્વામીના પ્રાસાદથી મુનિજનના પાત્રમાંથી પડેલા ઘી વડે શરીરનું અભંગ ન થયું. આ પ્રકારના મધુર વચનથી શાન્ત કરતી અનુપમાના સંપૂર્ણ દાન વિધિથી ચમત્કાર પામેલા તેજપાળે વિરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ ૧૮૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ પોતાના પાંચે અંગની પ્રસાદી આપી, ઘણાં પ્રસન્ન થઇ, એ સ્ત્રીની ઘણી પ્રશંસા કરી. તે સમયે તેજપાળે બોલેલા શ્લોકનો અર્થ : પ્રિય વાણી સહિત દાન અને ગર્વ રહિત જ્ઞાન અને ક્ષમા સહિત શૂરવીરપણું તથા દાન સહિત ધન, એ પ્રકારના સંયોગવાળા ચા૨ પદાર્થો મળવા ઘણા દુર્લભ છે. આ પ્રકારે અનુપમા, સમગ્ર દાનેશ્વરીમાં મુખ્ય ગણાતી હતી. વળી જૈનાચાર્યો પણ એને આ પ્રકારે વખાણતા હતા. તે શ્લોકનો અર્થ : અનુપમા એવું નામ યથાર્થ છે. કેમ જે લક્ષ્મી ચંચળ છે માટે તેની ઉપમા પણ અનુપમાને સંભવતી નથી. વળી પાર્વતી, ચંડિકા (ક્રોધવાળી) કહેવાય છે. માટે તેની પણ ઉપમા ન દેવાય તથા ઇંદ્રાણીને ઘણી શોક્યો રૂપી દૂષણ છે માટે એની પણ ઉપમા સંભવતી નથી તથા ગંગા પણ નીચા માર્ગમાં ચાલનારી છે માટે એની પણ ઉપમા સંભવતી નથી માટે એનામાં જ એવો અર્થ રહેલો છે કે જેને ઉપમા આપી શકાતી નથી. એક દિવસ પાંચ ગામ સંબંધી લડાઇમાં તૈયાર થયેલા વીરધવળ તથા લવણપ્રસાદને જોઇ વીરધવળની સ્ત્રી જયતલદેવી નામે રાણી સંધિ કરાવવા માટે પોતાનો પિતા જે શોભનદેવ નામે હતો, તેને ઘેર ગઇ. ત્યારે તે બોલ્યો કે તું વિધવા થવાના ભયથી સંધિ કરવા અહીં આવી છો? આ પ્રકારનું તેનું વચન સાંભળી શૂરવીર મધ્યે ચૂડામણી સમાન પોતાનો પતિ વીરધવળ છે, એમ ઉન્નતપણે જણાવતી બોલી કે પિતાના કુળનો નાશ થશે એવી શંકાથી આ પ્રકારે વારંવાર કહું છું, નહીં તો જે વખતે વીરધવળ ઘોડા ઉપર બેસી સંગ્રામમાં નીકળશે તે વખતે કોની મગદુર છે કે એના સામો આવી ઉભો રહે ! એમ કહી ક્રોધ સહિત પાછી પોતાના ઘેર આવી. પછી મુક૨૨ કરેલા દિવસે સંગ્રામ લડતા લડતા ઘણા પ્રહારની પીડાથી વ્યાકુળ થયેલો વીરધવળરાજા પૃથ્વી ઉપર પડ્યો તે ઉપર એક શ્લોક છે. તેનો અર્થ : પાંચ ગામની તકરાર માટે થયેલી લડાઇમાં મહાપરાક્રમી વીરધવળ ઘણા ઘા વાગવાથી ઘોડા પરથી પડ્યો તો પણ અહંકાર રૂપી ઘોડા ઉપરથી પડ્યો નથી, આ પ્રકારનો બનાવ જોઇ કેટલાક સુભટો પાછા હટી ગયા. તેની પાસે આવી, લવણપ્રસાદ આ પ્રકારે બોલી ઉશ્કેરણી આપતો હતો કે આપણે આટલા બધા મહા શૂરવીર સ્વારો છીએ. તેમાંથી એક સ્વાર પડ્યો તેથી તમો શું પાછા હટો છો. એમ કહી પોતાના લશ્કરને ઉત્સાહ પમાડી એક ક્ષણ માત્રમાં સમસ્ત શત્રુઓને મૂળમાંથી ખોદી નાખ્યા, એટલે તેમને જીતી લીધા. આ પ્રકારે એકવીશ વાર લડાઇ કરી, પોતાના મહાબળથી શોભતો સંગ્રામનો રસિક લવણપ્રસાદ છે માટે રણક્ષેત્રમાં પિતાની આગળ પ્રાણ રહિત થઇ પડ્યો. તેજપાળે આખો જન્મારો તીર્થ યાત્રા કરી અનેક પ્રકારનું પુણ્ય પેદા કર્યું હતું. તે સઘળું વીરધવળના મરણ સમયે તેની પાસે આવી અર્પણ કર્યું. એક ગણું દાન ને સહસ્ર ગણું પુણ્ય એવી કહેવત છે માટે. ત્યાર પછી વીરધવળની જોડે ચિત્તામાં એકસોને વીશ, તેના પ્રિય સેવકો બળી મર્યા. ૧૮૮ .. ** Tor હોકા પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #203 -------------------------------------------------------------------------- ________________ તો પણ બીજા ઘણાં મરવા તૈયાર થયા ત્યારે તેજપાળે સ્મશાનમાં સેવકોને બેસાડી ઘણો સખ઼ હુકમ કરી લોકનો બળી મરવાનો આગ્રહ નિવારણ કર્યો તે સમયના વર્ણનનું કાવ્ય છે. તેનો અર્થ : એક ઋતુ આવે છે, ને એક ઋતુ જાય છે. એમ વારાફરતી ઋતુ જગતમાં આવ્યા કરે છે પરંતુ આ તો એક મોટુ આશ્ચર્ય થયુ કે બે ઋતુ સંગાથે આવી ? કેમકે વીરધવળનું મરણ થવાથી લોકના નેત્રમાંથી નીકળતાં ઘણાં આંસુ વડે વર્ષાઋતુ, જણાવા લાગી તથા અંતરમાં ઘણો પરિતાપ થવાથી, ગ્રીષ્મઋતુ જણાવા લાગી. પછી તેજપાળ મંત્રીએ વીરધવળના પુત્ર વીસળદેવને રાજ્યાભિષેક કરી ગાદીએ બેસાડ્યો. એક દિવસ અનુપમા નામે તેજપાળની સ્ત્રી મરણ પામી, તેનો શોક તેજપાળના અંતરમાંથી કોઇ પ્રકારે પાછો હટતો નથી એવી વાત સાંભળી વિજયસેન નામે જૈનાચાર્ય તેજપાળ પાસે આવ્યા. તેને જોઇ તેજપાળ કાંઇક લાજ પામી, સચેતન થયો. પછી તે આચાર્ય બોલ્યા કે અમે તો આ અવસરમાં તમારું કપટ જોવા તમારી પાસે આવ્યા છીએ. ત્યારે વસ્તુપાળે પૂછ્યું કે હે મહારાજ ! તે કપટ કયું ? ત્યારે આચાર્ય બોલ્યા કે જ્યારે તેજપાળ નાના હતા તેને પરણાવવાને તમોએ ધરણિગ પાસેથી અનુપમા નામે કન્યા માગી; તેનો નિશ્ચય કર્યો. તે વાત એમના જાણ્યામાં આવી. પછી એમણે એ કન્યાનું કેવલ કુરુપપણું છે એમ નિશ્ચય કરી, એ સંબંધ ભાંગવા વાસ્તે ચંદ્રપ્રભ જિનના મંદિરમાં પ્રતિષ્ઠા પામેલા ક્ષેત્રપાળની માનતા માની. કે આ વિવાહ સંબંધ ભાંગશે તો હું આઠ દ્રમ્મ (બે રુપીઆ)નો ભોગ કરી નૈવેદ્ય કરીશ. વલી આજે તે સ્ત્રીના વિયોગથી આટલાં બધા ઉદાસ થયા છે. માટે એ બે વૃતાંતમાં શું સાચુ છે, તે જોવા આવ્યા છીએ. આ પ્રકારે તે આચાર્યના મૂલ સંકેત જ્ઞાનથી તેજપાળે પૂર્વની બધી વાત સંભારી પોતાનું હૃદય દઢ કર્યું. એક દિવસ વસ્તુપાળ મંત્રીએ પોતાનું મૃત્યુ આવી રહ્યું છે એમ નક્કી કરી શત્રુંજય જવાની ઇચ્છા કરી. તે વાત પુરોહિત (પોત) સોમેશ્વર દેવના જાણવામાં આવી, ત્યારે તે મંત્રીને મળવા આવ્યા તે વખતે સેવકોએ સારાં સારાં આસન નાખી આપ્યાં. તો પણ તે ઉપર ન બેઠા, ત્યારે કોઇએ તેમને ન બેસવાનું કારણ પૂછ્યું. ત્યારે એક શ્લોક બોલ્યા. તેનો અર્થ : અભયદાનથી, જલપાનથી તથા ધર્મસ્થાનથી આ સર્વ પૃથ્વીમંડળ તથા યશવડે સઘળું આકાશ મંડળ, વસ્તુપાળે રોકી રાખ્યું છે. માટે ખાલી સ્થાન વિના ક્યાં બેસીએ ? આ પ્રકારે તે કવિનું ઉચિત વચન સાંભળી, તેને યોગ્ય શીરપાવ આપી પ્રસન્ન કરી, તેની આજ્ઞા લઇ વસ્તુપાળે માર્ગ પ્રયાણ કર્યું. અંકેવાલીયા ગામમાં એક નાની ઓરડીમાં નિવાસ કર્યો હતો. ત્યાં ડાભના સંથારા ઉપર સર્વે આહારનો પરિત્યાગ કરી સંથારો (મરણ શય્યા) કર્યો. ગુરુ મહારાજે અંતકાળની આરાધના કરાવી, તેથી જેના સકળ પાપ નાશ પામ્યાં છે એવા વસ્તુપાળે આત્મનિંદા પૂર્વક સર્વ જીવને ખમાવ્યા (ક્ષમા માંગી) તે શ્લોકનો અર્થ : સત્પુરુષોને સંભારવા યોગ્ય એવું કોઇ અદ્ભુત સુકૃત (પુણ્ય) મારાથી થઇ ન શક્યું. મનો૨થમાં ને મનોરથમાં જ કેવળ સઘળું આયખુ ચાલ્યું ગયું. વીરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી યુગાદિ દેવને જપતાં, પૂર્વે કહ્યું તેવુ ચિંતન કરતાં, અરિહંતને નમસ્કાર કરતાં એ જ અક્ષરોની સાથે પ્રાણ નીકળ્યો. એ રીતે સાત ધાતુથી બંધાયેલા શરીરનો ત્યાગ કરી, પોતાના કરેલા પુણ્ય ફળને ભોગવવા, વસ્તુપાળ મંત્રી સ્વર્ગે પધાર્યા. તેના સંસ્કારની જગ્યાએ, નાનાભાઇ તેજપાળે તથા પુત્ર ચૈત્રસિંહદેવે, શ્રી યુગાદિ દેવની દીક્ષાવસ્થાની મૂર્તિથી શોભતું, સ્વર્ગારોહણ નામે પ્રાસાદ કરાવ્યો. આ જગ્યાએ વસ્તુપાળની પુણ્ય પ્રશંસા વિષે, વસ્તુપાળના કરેલા તથા બીજાના કરેલા શ્લોક છે. તેમનો અર્થ : આદિનાથની યાત્રા કરનાર લોકોની ઘણી સેવા કરી, ખેદરહિત થઇ વિચાર કરે છે કે આજ મારા પિતાની આશા સફળ થઇ તથા માતાના સઘળા આશીર્વાદનો ઉદય થયો. જેથી મે યાત્રાળુ લોકને પ્રસન્ન કર્યો. (૧) જે પુરુષોએ રાજાનો મોટો કારભાર કરવો, તે રૂપ પાપથી પુણ્ય પેદા નથી કર્યું તેમને ધુળધોળા પુરુષ થકી પણ અતિશય અધમ, હું માનું છું. એટલે ધુળધોયો પણ ધુળમાંથી કંઇક સારી વસ્તુ ખોળી કાઢે છે તેમ રાજ્ય કારભારરૂપી ધુળ ઉથામીને જેણે પોતાની સારી નામના ન કાઢી તે અધમ પુરુષ જાણવા. ઇત્યાદિ વસ્તુપાળ મહાકવિ સંબંધી કાવ્યો છે. (૨) વળી સ્વામી ગુણથી સંપૂર્ણ ભરેલો, વીરધવળ નામે રાજા હતો. જેણે વિદ્વાન લોકો ભોજ રાજાની ઉપમા આપતા હતા તથા શ્રી વસ્તુપાળ નામે પ્રધાન કવિ હતો તથા સર્વે પ્રધાનમાં મુખ્ય તેજપાળ નામે પ્રધાન હતો. તેની સ્ત્રી ઉપમા રહિત ગુણથી ભરેલી અનુપમા નામે સાક્ષાત્ લક્ષ્મી જેવી હતી. આ પ્રકારે મેરૂતુંગ નામે આચાર્યે સંકલિત કરેલા પ્રબન્ધ ચિન્તામણિ ગ્રંથમાં કુમારપાળ તથા વસ્તુપાળ તેજપાળનું વર્ણન કર્યું. અહીં ચોથો પ્રબન્ધ સંપૂર્ણ થયો. ૧૯૦ A t 80 % = {{{ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #205 -------------------------------------------------------------------------- ________________ જુદાં-જુદાં પ્રબન્ધો મહાપુરુષોનાં ચરિત્ર પૂર્વે કહેલાં છે, તે છતાં પણ તેમાંથી બાકી રહેલા હોય તે તથા તે | વિના બીજા પુરુષોનાં પણ ચરિત્રોનો આ પ્રકીર્ણક નામે પ્રબંધ શરૂ કરીએ છીએ. વિક્રમાદિત્ય અને શેષનાગ : પૂર્વે ક્ષિપ્રા નદીના તટ ઉપર વિરાજમાન અવંતિ નામની નગરીમાં વિક્રમ નામે મહાન રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ પોતાની સદાવ્રત આપવાની મોટી ધર્મશાળામાં ઉતરેલા પરદેશી લોકો, ભોજન કર્યા પછી સુખેથી નિદ્રાવશ એવા થયાં કે તેઓ સર્વે નિચે અકસ્માત્ મરણ જ પામ્યા છે, એવું જણાઈ આવ્યું. આ વાત સાંભળી રાજા ઘણો આશ્ચર્ય પામ્યો. પણ તેમના મરણનું કાંઈ પણ કારણ સ્પષ્ટ ના થયું, ત્યારે વિચાર કરી તે મડદાઓને વસ્ત્ર વીંટાળી એકાંતમાં મૂકી દીધા અને તે વાત ઘણી ગુપ્ત રાખી. પછી બીજે દિવસે આવેલા પ્રવાસી લોકોને પૂર્વની પેઠે જ ભોજન કરાવી રાત્રિએ તેમને તેલ મર્દન કરાવી, ઉષ્ણ જળ વડે પગ ધોવરાવી તથા પગ ચંપી વિગેરે ઘણી સેવા કરી, સર્વ સેવક લોકો પોત પોતાના સ્થાનમાં ગયા. જ્યારે પ્રવાસી લોકો નિદ્રાવશ થયા, ત્યારે વિક્રમ રાજા રાત્રિનો વૃત્તાંત જાણવા સારુ હાથમાં તલવાર લઈ એક ખુણામાં ગુપ્ત પણે ઉભો છે. એટલામાં મધ્યરાત્રિએ અકસ્માતું એક ખુણામાંથી પ્રથમ ઘણો ધુમાડો નીકળ્યો પછી તેમાં કાંઇક તેજ એમ કરતાં અધિક ઝગમગતો પ્રકાશ અને હજાર ફણામંડળથી શોભતો શેષનાગ દેખી ઘણું આશ્ચર્ય પામ્યો. એટલામાં તે નાગદેવતાએ, રાજાની નજર આગળ એક માણસને જગાડી પૂછ્યું કે, દ્ધિ પાત્ર ? (પાત્ર એટલે શું ?) એનો ઉત્તર બરોબર ન મળવાથી તેને મારી નાંખી, બીજા પુરુષને જગાડી પૂછ્યું, દરેકને પૂછતાં કોઇએ ધર્મપાત્ર, ગુણપાત્ર, તપપાત્ર, રૂપપાત્ર, કામપાત્ર તથા કીર્તિપાત્ર એમ અજ્ઞાન પણે પોતાની નજરમાં આવે તેમ જુદો જુદો ઉત્તર આપ્યો. તે વખતે શેષનાગના પ્રતાપથી મરણ પામતાં તેઓને જોઈ વિક્રમ રાજા પ્રગટ થઇ હાથ જોડી, આગળ આવી એક શ્લોક બોલ્યા, તેનો અર્થ : હે સર્પરાજ ! જગતમાં અનેક ગુણથી અનેક પ્રકારનાં પાત્ર હોય છે, પરંતુ સર્વોપરિ પાત્રતો શુદ્ધ શ્રદ્ધાથી પવિત્ર થયેલું મન છે. આ પ્રકારે પોતાની ઇચ્છા પ્રમાણે બોલતા રાજા ઉપર ઘણો પ્રસન્ન થઇ, નાગરાજ બોલ્યો જુદાં-જુદાં પ્રબન્ધો ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ કે તું વર માગ. ત્યારે રાજાએ કહ્યું કે આ સર્વને જીવતા કરો, આ પ્રકારે વર માંગ્યું. સૌને જીવતા કરાવી રાજાએ શેષનાગને વિશેષ પ્રસન્ન કર્યો. એ પ્રકારે વિક્રમ રાજાનો પાત્ર પરીક્ષા નામે પ્રબંધ પૂરો થયો. પરકાય પ્રવેશ - નંદરાજ : કોઇ વખતે પાટલીપુત્ર નામના નગરમાં મોજ શોખમાં બેઠેલો નંદરાજ અકસ્માત મરણ પામ્યો. તે સમયે કોઈ બ્રાહ્મણે પરકાય પ્રવેશ નામની વિદ્યા સાધી, તેનો અનુભવ કરવા રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. તેણે પ્રથમ સંકેત કરેલા બીજા બ્રાહ્મણે રાજદ્વાર આગળ આવી, વેદનું ઉચ્ચારણ કરી રાજાને જીવતો કરવાનો સર્વે આડંબર દેખાડી, તેને જીવતો કર્યો. તેથી તે રાજાએ હુકમ કરી, દ્રવ્ય ભંડારના અધિકારી પાસેથી એક લાખ સોનૈયા તે બ્રાહ્મણને અપાવ્યા. આ વાત નંદરાજાના મહા બુદ્ધિમાન પ્રધાને જાણી મનમાં વિચાર કર્યો કે, નંદરાજમાં આટલી બધી ઉદારતા ન હતી, માટે નિશ્ચયથી એના શરીરમાં બીજા કોઇએ પ્રવેશ કર્યો છે, એમ ધારી સર્વ જગ્યાએ તજવીજ કરાવી કે કોઈ જગ્યાએ શબ (મડદુ) પડ્યું છે ? તપાસ કરતાં આખરે ખબર મળી કે એક જગ્યાએ પરદેશી બ્રાહ્મણનું શબ પડ્યું છે અને તેની રક્ષા એક બીજો માણસ કરે છે. આ વાત સાંભળી પ્રધાને વિચાર કર્યો કે તે પડેલા શબનો જીવ પરકાય પ્રવેશ વિદ્યાનો જાણ હોવો જોઇએ અને તેણે પોતાની વિદ્યાનો અજમાયશ કરવા નંદરાજાના શબમાં નિશ્ચયથી પ્રવેશ કર્યો છે. એમ પોતે ખાતરી કરી પેલા શબને તત્કાળ અગ્નિ સંસ્કાર કરાવ્યો. એ વાતની કોઈને જાણ થવા દીધી નહિ. પછી પેલા બ્રાહ્મણરૂપી નંદરાજને મૌન ધારણ કરાવી તથા બીજી કેટલીક યુક્તિઓ શીખવી. પોતે તેના સંગાથે હળીમળી અતિ વૈભવથી સઘળ રાજય ધમધોકાર ચલાવવા માંડ્યું અને મરણ પર્યત પટરાણી વિગેરે કોઈને એ વાતની ખબર પડવા દીધી નહીં. | શિલાદિત્ય અંગે દંતકથા : સેડી નદીના કાંઠા ઉપર આવેલા ખેડા નામના મહાસ્થાનમાં દેવાદિત્ય નામના બ્રાહ્મણની અતિ રૂપવાળી સુભગા નામની પુત્રી બાળપણમાં જ વિધવા થઈ હતી. તે પ્રાતઃકાળમાં નિત્ય સૂર્ય સન્મુખ ઉભી રહી અધ્યપ્રદાન (બે હાથમાં જળ લઇ આપવું તે) કરતી હતી, કોઇ દિવસે તેના સ્વરૂપથી મોહ પામેલા સૂર્યનારાયણે ઉચિત રૂપમાં આવી, તે બાળ વિધવા સાથે ગુપ્તપણે સંભોગ કરવાથી તેને ગર્ભ રહ્યો. કાળે કરી તે વાતની માત-પિતાને જાણ થવાથી, ઘણું ખોટું થયું એમ મનમાં વિચારી, પોતાની લાજ રાખવા સારું તેનો તિરસ્કાર કરી, પોતાના એક સેવક સાથે વલભીનગરીની સમીપ જીવતી મૂકી, ત્યાં તે વિધવાને મહા તેજસ્વી પુત્ર ઉત્પન્ન થયો. કાળે કરી વૃદ્ધિ પામતો બરોબરીયા મિત્રો સાથે રમતાં રમતાં કોઇએ તું નબાપો છે; એમ મેણું દઈ તિરસ્કાર કર્યો. પછી માતા પાસે આવી તેણે પિતાનું નામ પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે મને ખબર નથી. આ પ્રકારે સાંભળી વૈરાગ્યથી મરવા તૈયાર થયો, ત્યારે તેની પાસે સૂર્યનારાયણ આવી, તેનું સાંત્વન કરી, બોલ્યા કે, હું તારો | પિતા છું તું કોઈ પ્રકારની ચિંતા ન કરીશ, એમ કહી તેના હાથમાં કાંકરા આપી બોલ્યા કે, જે ૧૯૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #207 -------------------------------------------------------------------------- ________________ તારો પરાભવ કરે, તેના ઉપર કાંકરો નાંખવાથી તે શિલારૂપ થઇ તેનો નાશ કરશે અને કોઈ નિરપરાધી ઉપર નાંખીશ તો, તેથી તારો અનર્થ થશે, એમ કહી સૂર્યનારાયણ અદશ્ય થયા. પછી કેટલાક પરાભવ કરનારા પુરુષોને માર્યા, તેથી તેનું નામ શિલાદિત્ય એવું પ્રસિદ્ધ થયું. તે નગરના રાજાએ તેની પરીક્ષા લેતાં તેને ફટકાર્યો, ત્યારે તેને મારી પોતે જ રાજા થઈ બેઠો અને સૂર્યદેવતાએ પ્રસન્ન થઈ આપેલા આકાશગામી ઘોડા ઉપર બેસી, દેવતાની પેઠે પોતાની ઇચ્છામાં આવે ત્યાં ગમન કરી, ઘણા પરાક્રમથી મોટું રાજ્ય મેળવી ઘણા કાળ રાજ્ય કર્યું. શત્રુજ્યપતિ બૌદ્ધ તરીકે પૂજાયા.... મલ્લવાદીસૂરીએ આ આફતને પરાસ્ત કરી. જૈન મુનિના સમાગમથી સમકિત પામી શત્રુંજય મહા તીર્થનો મોટો મહિમા જાણી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શ્વેતાંબર જૈન સાધુને તથા બૌદ્ધ સાધુને પરસ્પર વાદવિવાદ ચાલતાં શિલાદિત્ય રાજાને સભાપતિ કરી સંપૂર્ણ સભા મેળવી, પ્રતિજ્ઞાપૂર્વક વાદ થયો કે, જે હારે તેને રાજા પોતાના રાજ્યમાં ન રહેવા દે. (કાઢી મૂકે) આ પ્રતિજ્ઞાથી ચાલતા વાદમાં શ્વેતાંબર હાર્યા, તેમને દેશનિકાલ આપી, શત્રુંજયમાં મૂળનાયક શ્રી આદિ દેવને બૌદ્ધ રૂપે માની તેની પૂજા કરતા રાજા વિગેરે સર્વ બૌદ્ધ મતના થયા. એ પ્રકારે બૌદ્ધ મતની જીત કેટલાક વર્ષ રહી. તે સમયે શિલાદિત્યની બહેનનો પુત્ર મલ્લ નામે નાની અવસ્થાનો સાધુ, તેની ઉપેક્ષા કરવાથી તે ત્યાં રહ્યો હતો. તે જાતે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલો માટે, મનમાં બૌદ્ધ લોકો સાથે વેર રાખી, જૈનદર્શન ન હોવાથી બૌદ્ધ પાસે ભણતો હતો. બૌદ્ધ લોકનું વેર વાળવા રાત્રિ દિવસ વિદ્યામાં જ એક ચિત્ત રાખી ઘણો અભ્યાસ કરતો હતો. એક વખત ઉનાળામાં મધ્ય રાત્રિએ સર્વ લોક નિદ્રાવશ થતાં અગાશીમાં પોતે દિવસનું ભણેલું મોટા ઉપયોગથી સંભારતો હતો, તે વખતે આકાશ માર્ગે ગતિ કરતી ભારતદેવીએ પૂછ્યું કે, (મિષ્ટા ?) મીઠી વસ્તુ શી છે ? આ પ્રશ્ન સાંભળવાથી ચારે તરફ જોયું પણ બોલનાર કોઇ ન દીઠું તો પણ ઉત્તર આપ્યો કે વાલ. આ ઉત્તર સાંભળી ભારતીદેવી ગયાં. વળી છ માસ થયા પછી તે જ વખતે આવી પૂછ્યું કે, વન સદ (કોની સાથે.) આ પ્રશ્નનો ઉત્તર પૂર્વે છ માસ ઉપર પ્રશ્ન પૂછ્યો છે, તેનું સ્મરણ કરી ઉત્તર આપ્યો કે, ગોળની સાથે. આ સાંભળી એ બાળકની સ્મરણ શક્તિ જોઈ ચમત્કાર પામી ભારતીદેવી પ્રસન્ન થઈ બોલ્યાં કે તુ વર માગ. પછી મલ્લ સાધુએ બૌદ્ધ લોકનો પરાજય કરવા વાસ્તે કોઈ પ્રમાણ ગ્રંથ આપો, આ પ્રકારની માગણીથી તે દેવીએ નયચક્ર નામનો ગ્રંથ આપી, એના ઉપર મોટો અનુગ્રહ કર્યો. આ પ્રકારે દેવીના વરદાનથી સકળ તત્ત્વનો જાણ થઇ, શિલાદિત્યની આજ્ઞા લઈ બૌદ્ધ લોકના સ્થાનમાં જળ સહિત ઘાસનાં તરણાં નંખાવ્યાં. આ પ્રકારનું જણાવી પૂર્વની જેમ કવિતા પૂર્વક બૌદ્ધ લોકો સાથે વાદનો આરંભ કર્યો. કંઠમાં સાક્ષાત્ પ્રગટ થયેલી સરસ્વતીના બળથી મલ્લ સાધુએ બૌદ્ધ લોકોને તત્કાળ જીતી લીધા અને રાજાની (૧) એ બાળક, છો પડી રહ્યો. એમ અવગણના કરવી તે. (૨) અસલના વખતમાં કોઈ સાથે દુશ્મનાવટ કરવા લોકો એક વાસણમાં પાણી ભરી ઉપર ઘાસનાં તરણાં નાંખી જેની સાથે દુશ્મનાવટ કરવી હોય તેના બારણા આગળ ઢોળી આવતા, એટલે એમ સમજાતું કે એની સાથે લડાઈનો આરંભ થયો. જુદાં-જુદાં પ્રબન્ધો ૧૯૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાથી બૌદ્ધ લોકો પરદેશ ગયા ને જૈનના આચાર્યોને પરદેશમાંથી બોલાવી પોતાના દેશમાં રાખ્યા. શ્રી શત્રુંજય તીર્થનો કબ્દો પણ ફરી શ્વેતાંબર જૈનોને આપ્યો અને બુદ્ધ પ્રતિમા તરીકે પૂજાતી થઈ ગયેલી મૂળનાયકની પ્રતિમા પૂર્વવત્ ઋષભદેવ તરીકે પૂજાતી થઈ. તે દિવસથી મલ્લ સાધુનું નામ મલવાદી એવું પ્રખ્યાત થયું. ત્યાર પછી રાજાએ ગુરુને પ્રાર્થના કરી તેમને આચાર્યની પદવી અપાવી. એ મલ્લવાદીસૂરી જૈન ધર્મમાં ઘણા પ્રભાવક પુરુષ થયા. એ પ્રકારે મલવાદીસૂરીનો પ્રબંધ પૂરો થયો. - રાંકા શેઠનું ચમત્કારીક દૃષ્ટાંત - વલભી અને શિલાદિત્યનો અંત : મારવાડમાં પલ્લી (પાલી) નામે ગામમાં કાકુ અને પાતાક એ નામના બે ભાઈઓ રહેતા હતાં. તેમાં નાનો ભાઈ ધનવાન તેથી મોટો ભાઈ તેના ઘરનો સેવક થઈ પોતાનો નિર્વાહ કરતો હતો. ચોમાસામાં એક દિવસ મોટો ભાઈ કાકુ આખો દિવસ કામ કરવાથી થાકેલો મધ્ય રાત્રિએ સૂતો હતો. ત્યારે નાના ભાઇએ તેને જગાડી કહ્યું કે, આપણા ખેતરના ક્યારામાં ભરાયેલું પાણી પાળ તોડી જતું રહેશે? અને તમે તો દરકાર ન રાખતાં નિશ્ચિત પણે સૂઇ રહ્યા છો. આ પ્રકારનો ઠપકો સાંભળી તત્કાળ પથારીનો ત્યાગ કરી, પોતાના આત્માની નિંદા કરતો, ખભે કોદાળી મૂકી ખેતર તરફ જતાં, વચ્ચે માર્ગમાં કેટલાક ચાકર લોકો પાણીથી તુટી ગયેલી પાળો સમી કરીને આવતા જોયા. તેમને દૂરથી આવતા જોઇને પૂછ્યું કે તમે કોણ છો ? ત્યારે તેઓ બોલ્યા કે, તમારા ભાઈના સેવકો છીએ. એવું વચન સાંભળી કાકુ બોલ્યો કે કોઇ જગ્યાએ મારા ગ્રાહકો થાય એવું છે ? એટલે મને કામે રાખે એવા કોઈ પુરુષ તમારા ધ્યાનમાં છે ? ત્યારે તેઓ બોલ્યા કે વલભીનગરમાં તમારા ગ્રાહકો ઘણા છે. પછી તે કોઈ વખત પોતાનો સઘળો સામાન એક માટલામાં ભરી પોતાના માથે મૂકી વલભીપુરના દરવાજા પાસે ગયો. દરવાજા પાસે રહેનારા આહીર લોકોની પાસે જઈ એક ઝૂંપડીમાં રહ્યો. તે શરીરે ઘણો દુબળો હતો, તેથી તે લોકોએ “રક એવું નામ આપ્યું. આ પ્રમાણે આહીર લોકોનો આશ્રય લઈ ઝૂંપડામાં રહે છે. એટલામાં કોઈ મોટો કાપડનો વેપારી કલ્પપુસ્તકો વાંચીને તેમાં લખ્યા પ્રમાણે ગિરનાર પર્વતમાં જઈ ત્યાંથી સિદ્ધરસ, એક તુંબડામાં ભરી પાછો ઘેર જતાં વલભીનગર પાસે આવ્યો. ત્યાં આકાશવાણી થઈ. તેમાં (કાકતુંબડી) એવા અક્ષર સાંભળી આશ્ચર્ય પામી મનમાં વિચાર કર્યો કે આ તુંબડી ભરીને રસ લાવ્યો છું, તે કોઈના જાણવામાં આવેલું જણાય છે. માટે હવે શી વલે થશે? એમ વિચારી તે રંક (કાકુ) નામના વાણિયાના ઘરમાં એ તુંબડો થાપણ રૂપે મૂકી, પોતે સોમેશ્વરની યાત્રા કરવા ગયો. તે તુંબડી ચુલા ઉપર ઉંચી લટકાવેલી હતી. કોઈ પર્વને દિવસે ચુલા ઉપર ત્રાંબાની તપેલી મૂકી રંક (રાકો શેઠ) કોઈ જાતનો પાક કરતો હતો. તે વખતે તાપ ઘણો કરવાથી ઉંચી લટકાવેલી તુંબડીના છિદ્રમાંથી ઝરી તે રસ ચુલા પર મૂકેલી તપેલીના કાંઠા પર પડ્યો, તેવી જ તત્કાળ તે તપેલી સોનાની થઈ ગઈ. આ (૧) રસાયનશાસ્ત્ર. (૨) એક જાતની ઔષધી. ૧૯૪ પ્રબંધ ચિત્તામણિ ભાષાંતર Page #209 -------------------------------------------------------------------------- ________________ વાત પ્રત્યક્ષ જોઇ તેણે નિશ્ચય કર્યો કે આ તુંબડીમાં સિદ્ધરસ છે તેથી આપણે મોટા ધનાઢ્ય થઇશું, એમ ધારી નગરમાં એક ઘર લીધું, ને તેમાં તુંબડી સહિત સઘળો સામાન મૂકી આવ્યો. પછી તે ઝૂંપડીમાં આવી, રાત્રે સુઇને, મધ્ય રાત્રિએ પોતે ઝુંપડી સળગાવી બુમો પાડી. આથી લોકોના મનમાં અસર થઈ કે બચારા રંકની એક ઝુંપડી હતી તે પણ બળી ગઈ. આ પ્રકારનું કપટ કરી નગરના બીજા દરવાજા પાસે ઘર કરી રહ્યો છે, એટલામાં તે જગ્યાએ ઘણા ઘીનો વેપાર કરનારી કોઇક ઘી વેચનારી આવી, તેનું ઘી જોખતાં જોખતાં તે ઘીનો અંત ન આવ્યો, ત્યારે તે વાણિયાએ (કાકુએ) વિચાર કર્યો કે આ ઘીના પાત્ર નીચે કાળી ચિત્રાવેલી હશે, એમ તપાસીને જોયું તો તેવું જ નીકળ્યું, પછી કપટથી તે ચિત્રાવેલી લઈ લીધી. તેથી ચિત્રકસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ. વળી થોડાક દિવસમાં એ વાણિયાને પૂર્વ જન્મના પુણ્યથી સુવર્ણ પુરુષની પણ સિદ્ધિ પ્રાપ્ત થઇ. આવી રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ મળવાથી રાકો કોટી ધનવાળો થયો. તે પ્રકૃતિથી અતિશય કૃપણ હોવાથી કોઈ દિવસ તેણે કોઈ સુપાત્રદાન, તીર્થ અથવા દયાદાનમાં લેશ માત્ર પણ ધન ન વાપર્યું, એટલું જ નહીં, પણ ઉલટો બીજા લોકને સંહાર કરવાની ઇચ્છાએ તેની લક્ષ્મી કાલરાત્રિરૂપ (સંહાર કરનારી) થઈ. એક દિવસ એની પુત્રી પાસે રત્નજડિત સુંદર કાંસકી હતી, તે રાજાની પુત્રીના દીઠામાં આવી. પછી તે લેવાની રાજપુત્રીએ હઠ કરતાં રાજાએ બળાત્કારથી ખુંચવી લઈ તે કાંસકી પોતાની પુત્રીને આપી. આ વિરોધ મનમાં રાખી તે રંક વાણિયાએ પોતાના મનમાં એવો ઠરાવ કર્યો કે ગમે તેટલું ધન નાશ પામે પણ મારે આ રાજાને પદભ્રષ્ટ કરવો. એમ વિચારી વલભીનગર ભાંગવા માટે પ્લેચ્છ દેશમાં ગયો. તે દેશના રાજાએ જેટલા ક્રોડ સોના મહોરો માગી તેટલી તેને આપીને લશ્કર સહિત તે રાજાનું પ્રયાણ કરાવ્યું. તે પ્રમાણમાં પાછલી રાત્રિએ રાજા, અડધો ઊંઘતો અને અડધો જાગતો હતો એ વખતે રાજાથી ઉપકાર નહીં પામેલો એક છત્રધર સેવક, પ્રથમથી જ કોઈ સંકેત કરેલા પુરુષ સાથે આ પ્રકારની વાતો કરતો હતો કે, “આપણા રાજાને સલાહ આપનાર કોઇ પ્રધાન પુરુષ રહ્યો નથી કેમકે પૃથ્વીમાં ઇંદ્રસમાન, સૂર્યદેવતાના પુત્ર શિલાદિત્ય સાથે લડાઈ કરવા, જેનું કુળ તથા સ્વભાવ જાણ્યા નથી, એવા સારા અથવા નઠારા, કોઈ રંક નામે વાણિયાના કહેવાથી આ પ્રકારનું અણવિચાર્યું આચરણ કરવું ઠીક નથી.” આ પ્રકારનું હિતકારી સત્ય વચન સાંભળી કાંઈક મનમાં વિચારી, તે દિવસે રાજાએ પ્રયાણનો વિલંબ કર્યો. પછી પેલા રંકના મનમાં આશંકા ઉત્પન્ન થઈ, અને રાજાના મનનો અભિપ્રાય પોતાની બુદ્ધિથી જાણી લીધો. પછી તે જ વખતે કેટલુંક સોનું આપી રાજાનું મન પ્રસન્ન કરી પ્રયાણ કરાવી ઉપદેશ કર્યો કે વિચારીને અથવા અણવિચારીને પ્રયાણ કરતો મોટો રાજા, સિંહની જેમ શોભે છે. એટલે જેમ સિંહની તલપ મિથ્યા ન જાય, તેમ એવા મોટાનું પ્રમાણ પણ મિથ્યા જતું નથી. કેમકે સિંહની બે પ્રકારે સ્તુતિ કરવી એ શરમ ભરેલી (૧) એ વેલમાં એવો ગુણ રહેલો છે કે જે પાત્ર નીચે રાખેલી હોય તે પાત્રમાં જે ચીજ હોય તે ખુટે જ નહીં. (૨) એ સિદ્ધીમાં એવો ગુણ છે કે સોનાના પુરુષને કાપી કાપીને ગમે તેટલું સોનું કાઢી લઇએ, પણ સવારમાં હતો તેવો ને તેવો થાય. જુદાં-જુદાં પ્રબન્ધો ૧૯૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ છે; કેમકે મોટો મદઝર હાથી હોય તો તેને પણ એક ક્ષણ માત્રમાં નાશ કરે એવો એ સમર્થ છે, માટે આપ સરકારનું અપાર પરાક્રમ છે; માટે એવો કોણ શૂરવીર છે કે સંગ્રામમાં તમારી સન્મુખ આવી ઉભો રહેશે ? ઇત્યાદિ શૌર્ય ભરેલી વાણિયાની વાણીથી ઉત્સાહ પામેલો મ્લેચ્છરાજ દુંદુભિ (નોબત) ના શબ્દોથી જગતને પરિપૂર્ણ કરતો પ્રયાણ કરી વલભી સમીપ આવ્યો. એટલામાં વલભીમાં રહેલી શ્રી ચંદ્રપ્રભ સ્વામીની મહાપ્રભાવક પ્રતિમા અંબાદેવી અને ક્ષેત્રપાલ સહિત અધિષ્ઠાયકના બળથી આકાશ માર્ગે ચાલતી પ્રભાસપાટણ આવી. શ્રી વર્ધમાન સ્વામીની પ્રતિમા રથમાં બેસી અધિષ્ઠાયકના બળથી ચાલી, તે આસો સુદ પૂનમને દિને શ્રીમાલપુર (ભિનમાલ) માં આવી. એ પ્રકારે જે જે પ્રભાવક પ્રતિમાઓ હતી, તે પોતાના ઘટતા સ્થાનકોમાં ગઈ. વલભીનગરની અધિષ્ઠાયક દેવી શ્રીવર્ધમાનસૂરી પાસે આવી, રડતાં રડતાં ઉત્પાત થશે એમ જણાવ્યું, તે વાતનો એક શ્લોક છે. તેનો અર્થ : તે દેવી સ્ત્રીનો વેશ કરી વર્ધમાનસૂરી પાસે આવી ઉભી રહી. તેને વર્ધમાનસૂરીએ પૂછ્યું કે, તું કોણ છે ? તું કોઈ દેવી જેવી દેખાય છે ને શા કારણથી રડે છે? ત્યારે દેવી બોલી કે હું આ નગરની અધિષ્ઠાયક દેવી છું; આ નગરીનો વિનાશ પ્રત્યક્ષ દેખું છું, તે કારણથી તમે અહીંથી પલાયન કરી જાઓ. તમને ભિક્ષામાં મળેલો દૂધપાક છે, તે પણ રૂધિર થઈ જશે અને તે પાછો જે જગ્યાએ દૂધપાક થઈ જાય તે જગ્યાએ તમે સાધુ સહિત નિવાસ કરજો. એમ કહી દેવી અંતર્ધાન થઈ. હવે પ્લેચ્છના લશ્કરે વલભીનગરીને ચારે બાજુથી ઘેરી લીધી હતી. તે વખતે, જેને દેશ ભાંગવાનું મોટું કલંક ચોટ્યું છે એવા રંક વાણિયાએ પંચ શબ્દ વાજિંત્રના વગાડનારાને ઘણું દ્રવ્ય આપી એવું સમજાવ્યું કે શિલાદિત્ય જે વખતે રણસંગ્રામ કરવા ઘોડા પર બેસવા આવે તે વખતે એકદમ વાજાં વગાડવાં કે જેથી તેનો બેસવાનો ઘોડો ભડકે એમ કરવું. પછી જ્યારે શિલાદિત્ય રણસંગ્રામમાં જવા તૈયાર થઈ ઘોડા પર બેસવા આવ્યો ત્યારે તે લોકોએ એટલે વાજાવાળાઓએ મોટા શબ્દ કરી ઘોડો ભડકાવ્યો. ઘોડો ભડકી આકાશ માર્ગો ઉડ્યો અને જયાંથી તે આવ્યો હતો ત્યાં તે પાછો ગયો. એવા ગભરાટમાં શિલાદિત્ય પડ્યો એટલે તેને સ્વેચ્છાએ પકડીને માર્યો. પછી ક્ષણ માત્રમાં વલભીનગરી ભાંગી, એટલે મ્લેચ્છ લોકોની લૂંટ ફાટથી લોકો તથા એ રાજાનું કુટુંબ દેશાંતર જતું રહ્યું. તે પર એક ગાથા છે. તેનો અર્થ : | વિક્રમના મરણ પછી ૩૭૫ વર્ષ ગયાં ત્યારે વલભીનો ભંગ થયો; એટલે વિક્રમ સંવતમાંથી ૩૭૫ કાઢી નાંખીએ ત્યારે વલભી સંવત આવે. (વલભીનો સંપૂર્ણ નાશ તો સંવત ૮૦૦ની સાલમાં થયો છે.) આ પ્રકારે શિલાદિત્યની ઉત્પત્તિ તથા રંકની ઉત્પત્તિ તથા વલભીનો નાશ એ પ્રકારના ત્રણ પ્રબંધ પૂરા થયા. (૧) શિલાદિત્યની ગર્ભવતી સ્ત્રી કોઇ સેવકને લઇ ગુપ્તવેષ કરી નાઠી. તે ઇડરના ડુંગરમાં રહી. ત્યાં તેને પુત્ર થયો. તેનું નામ ગ્રહાદિત્ય એવું થયું. તેણે ત્યાં થોડુંક રાજય મેળવ્યું. તેના વંશજો પ્રથમ ગેહલોટ ને પછી શિશોદીયા એ નામથી અદ્યાપિ ઓળખાય છે. ૧૯૬ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #211 -------------------------------------------------------------------------- ________________ કોઇ રત્નમાળ નામના નગરમાં પૂર્વે રત્નશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. એક સમયે રાજા દિગ્વિજય કરી પોતાના નગર ભણી પાછો આવ્યો, તેને નગરમાં વધાવી લેવા પુરજનો ગામની ભાગોળે સામા આવ્યા. પુરની પ્રજાએ નગરને દબદબાથી શણગારી મોટા ઉત્સવ સાથે તેને પુરમાં પ્રવેશ કરાવ્યો. વેપારી લોકોએ બજા૨ની દુકાનોને જુદાં જુદાં પ્રકારે શણગારેલી, તેને જોતો જોતો પોતાના દરબાર પ્રત્યે ચાલ્યો. રસ્તામાં જતાં એક દુકાનમાં તેણે આશ્ચર્ય જોયું. કોઇ વેપારીએ પોતાની દુકાનના આગલા ભાગમાં હાંડી ઝમરૂખ વગેરે જે સુંદર પદાર્થો લટકાવેલાં હતાં તેની સાથે એક લાકડાની ટોપલી તથા પાવડો લટકાવેલો હતો. આથી તેના મનમાં મોટું આશ્ચર્ય થયું, વગર બોલે રાજાએ પોતાના મંદિરમાં પ્રવેશ કર્યો. જ્યારે તે પોતાની ગાદી ઉપર બિરાજ્યો ત્યારે નગરના મહાજનો ભેટ લઇ તેની પાસે આવ્યા. રાજાએ તેમનો સત્કાર કર્યો, ખબર પૂછી કે તમે સઘળા ખુશ છો ? રાજાનું એવું બોલવું સાંભળી મહાજનોએ ‘અમે સુખી નથી’ એવો જવાબ વાળ્યો. ખાવા-પીવા વગેરેમાં ચિત્તવાળા રાજાને મહાજનોની વાણી આશ્ચર્ય કારક તો લાગી, તથાપિ તે વખતે તેણે તેની કાંઇ વિશેષ તપાસ કરી નહીં અને સભા વિસર્જન કર્યું. પછી એક વખતે પોતાના પ્રધાન મંડળોને એકાંતમાં બોલાવી પૂછ્યું, ‘મારા રાજ્યમાં તમે સુખી નથી તેનું કારણ શું ?' વળી નગરમાં પ્રવેશ કરતાં એક વેપારીને ત્યાં લાકડાની ટોપલી અને પાવડો લટકાવેલો મેં દીઠો. તેનું કારણ શું ? તે મને કહો. રાજાનો પ્રશ્ન સાંભળી મહાજન કહેવા લાગ્યા કે લાકડાની ટોપલી અને પાવડો લટકાવાનું કારણ તો એટલું જ છે કે તે વેપારી પોતાના ઘરમાં કેટલું ધન છે તેની ગણતરી કરવા શક્તિમાન નથી માટે કોઇને ધન આપવું હોય અગર લેવું હોય તો પાવડે ખાંપીને ટોપલીના માપથી આપ-લે કરે છે અને સંખ્યા પણ ટોપલીથી જ ગુમાસ્તાઓ પાસે ચોપડાઓમાં નોંધ રખાવે છે. ‘અમે સુખી નથી' એમ કહેવાનું કારણ એટલું છે કે - અમારે માથે આપ આવા સ્વામી છતાં આપને પ્રજા નથી, આ નગરમાં ભાગ્યે જ કોઇ કોટ્યાધિપતિ નહીં હોય એવા તે નગરને વિષે આપ ચિરકાળથી રક્ષણ કરો છો. નગરને મોટી ઉન્નતિ પમાડો છો તેમ છતાં આપના જીર્ણઅન્તઃપુરમાં સઘળી વંધ્યા રાણીઓ એકઠી થયેલી છે. તેની ઉપેક્ષા કરી વંશવૃદ્ધિને માટે નવું અન્તઃપુર વસાવવાની આપ સરકારને ભલામણ કરીએ છીએ. મહાજનનું કહેલું રાજાએ સ્વીકાર્યું. પછી જ્યારે પુષ્યનક્ષત્ર અને રવિવારનો શુદ્ધ દિવસ આવ્યો ત્યારે કોઇ શુકન જાણનારા પ્રધાન પુરુષને સાથે લઇ પ્રધાનના મંડળો નગરની ભાગોળે શુકનસ્થાન પર આવ્યા. સઘળા જનોએ પોતાના હાથમાં ચોખા રાખેલા હતા, શુકનની વાટ જોતા હતા, તેવામાં કોઇ દરિદ્રી પુરુષની તરત પ્રસવ થઇ જવાને યોગ્ય ગર્ભવાળી સ્ત્રી માથે કાષ્ટનો ભારો લઇ નગરમાં વેચવા જતી હતી, તેને દીઠી. તેના ભારા ઉપર એક દુર્ગા બેઠેલી સર્વની ૨ (૧) તેમની અપેક્ષા ન કરવી તે. (૨) જૂના કાળમાં દરેક શુભ કામમાં શ્રદ્ધા રાખી પક્ષીઓના શુકન જોતા હતા. (૩) એક જાતની ચકલી. જુદાં-જુદાં પ્રબન્ધો ૧૯૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિએ પડી. શુકન પરીક્ષકની આજ્ઞા પ્રમાણે સઘળા મહાજનોએ તથા તે પરીક્ષકે તે દુર્ગાને અક્ષતાદિકથી વધાવી લીધી, પછી મહાજનોએ આ શુકન કેવા ફળવાના છે, એમ તે પરીક્ષકને પૂછ્યું. શુકન પરીક્ષક બૃહસ્પતિનું રચેલું શુકન શાસ્ત્ર પરિપૂર્ણ જાણતો હતો. તેને આધારે તે બોલ્યો, જો બૃહસ્પતિનું રચેલું શુકન શાસ્ત્ર સાચું હોય તો, એ સ્ત્રીના ગર્ભમાં જે પુત્ર છે તે જ આપણા નગરનો રાજા થશે, એમાં કંઇ સંદેહ નહીં. આ વાત સાંભળી મહાજનો અન્યોન્ય એક એકનાં સામું જોઇ રહ્યા. કેટલાકે વિચાર્યું કે આ વાત રાજાને કહેવી કે ન કહેવી. હવે આપણે શું કરવું, આમ વિચાર કરે છે તેવામાં કોઇ ઉતાવળીઆ પુરુષે શુકન પરીક્ષકની કહેલી વાત રાજાને કહી દીધી. આવું આશ્ચર્યકારક વચન સાંભળી રાજા ગભરાયો અને એકદમ તેના મુખમાંથી વચન નીકળ્યું કે મોટો ખાડો ખોદી તે સગર્ભા સ્ત્રીને જીવતી અંદર દાટી દ્યો. રાજાના મોંમાંથી હુકમ નીકળતાં જાસૂસો ત્વરાથી દોડ્યા. લાકડાં વેચી નગરમાંથી પાછી વળતી તે સગર્ભા સ્ત્રી, નગરની ભાગોળમાં જાસૂસોને હાથ પકડાઇ. ઓચિંતા રાજદૂતોએ આવી તેને ઘેરી લીધી, વગર અપરાધે મને કેમ પકડી જાય છે, એ વાતથી બેમાહિતગાર તે સગર્ભા જાસૂસોને પૂછવા લાગી, ભાઇ મને ક્યાં લઇ જાઓ છો ? મેં શો અપરાધ કર્યો છે ? જેની આંખમાંથી બોર જેવડાં આંસુ પડે છે, અને બીકથી શરીરના સઘળાં અંગ કંપે છે. મુખમાંથી ભાંગ્યા તુટ્યા બોલ પરાણે નીકળે છે, એવી અવસ્થાવાળી તે અબળાની તે યમદુતોને જરા પણ દયા ન આવી, વગર બોલે તેનું બાવડું પકડી મહાલક્ષ્મીના મંદિર નજીક લાવ્યા. રાજાના હુકમથી મજુરો ત્યાં એક મોટો ખાડો ખોદવા મચી પડ્યા હતા, આ મને શું કરશે ? મને આ ભયંકર ખાડાની નજીક કેમ લાવ્યા છે ? અરે દૈવ હવે મારું શું થશે ? એ પ્રકારે લાંબા સાદથી તે અનાથ બાઇ રડવા લાગી. તે વખતે તે પુરુષો બોલ્યા કે જો બુમ પાડી તો તમારુ માથુ કાપી નાંખશું ! નહિ તો તું તારા ઇષ્ટદેવને સંભારી આ ખાડામાં ઉતરી પડ. આ વચન સાંભળતાં જ તે સ્ત્રીને ઝાડો પેશાબ છૂટી જવાની તૈયારી થઇ ને બોલી કે જરા દૂર જઇ શરીરની શંકા મટાડું છું; એમ કહી મહાલક્ષ્મી માતાના મંદિરને ઓટલે બેઠી, એટલે તત્કાળ પુત્ર પ્રસવ થયો. તે પુત્રને નાના વૃક્ષની નીચે ત્યાંને ત્યાં મૂકી જેવી આવી તેવી જ તે પુરુષોએ ઉંચકી ખાડામાં નાંખી ડાટી દીધી ને તે ખબર રાજાને આપી. પછી કોઇ વનની મૃગલી પ્રાતઃકાળે તથા સંધ્યાકાળે આવી, પોતાના ચાર પગની વચ્ચે તે બાળકને રાખી દૂધપાન કરાવતી હતી. તેથી તે બાળક વૃદ્ધિ પામી જીવતો હતો. રાજાએ થોડા દિવસમાં એવી વાત સાંભળી કે કોઇ મહાલક્ષ્મી માતાના મંદિર આગળ કુંભારની શાળા નજીક, વનની મૃગલી આવી કોઇ સુંદર બાળકને ધવરાવી ઉછેરી મોટો કરે છે તે જ આ નગરનો નવો રાજા થશે. આ પ્રકારની લૌકિક વાર્તાથી શંકા પામેલા રાજાએ તે બાળકની શોધ કરાવી મારી નાંખવા ઘણું સૈન્ય તૈયાર કરી દરેક દિશાએ મોકલ્યાં. તેમાંના કેટલાંક માણસોએ, તે જ નગરની ભાગોળે મહાલક્ષ્મી માતાના મંદિર નજીક તે બાળકને દીઠો, પણ બાળહત્યાના ભયથી રાજાને આ વાત કહેવી કે નહીં, એમ વિચાર કરે છે એટલામાં રાજા પોતે જ ત્યાં આવી પહોચ્યોં. તે બાળકનું રૂપ કાંતિ અને ઐશ્વર્ય જોઇ રાજાનું મન પણ કોમળ થઇ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર xxx ૧૯૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ ગયું તથા તે કોઈ તહેવારનો દિવસ હતો માટે મહાજન તથા ઘણા પંડિતો વિગેર માણસોનો ભરાવો એકદમ તે જગ્યાએ અકસ્માત થયો. તેમાં રાજાના પૂછવાથી છેવટે એવો નિર્ણય થયો કે જો એ બાળકનું ઘણું પુણ્ય હશે તો તે ગમે તે રીતે જીવશે માટે આ ગાયો આવવાની વખત થવા આવી છે માટે એ બાળકને દરવાજા વચ્ચે મૂકો ને તેના ઉપર જો કોઈ પણ ગાય પગ નહી મૂકે તો જાણવું કે પરમેશ્વરે જ રાજાને પુત્ર આપ્યો. આ વાત સર્વેને સારી લાગી. પછી તેમ કર્યું. જ્યારે ગાયોનું ધણ આવ્યું તેમાં વચ્ચે રહેલો ગાયોનો પતિ (આખલો) આગળ આવી દરવાજામાં પોતાના ચાર પગ વચ્ચે તે બાળકને રાખી ઉભો રહી બે પાસના પડખાથી સર્વે ગાયોને જવા દીધી. આ મોટો ચમત્કાર જોઈ રાજા પ્રમુખ સર્વે ઘણાં પ્રસન્ન થયા. મૂર્તિમાન પુણ્ય લક્ષ્મીના સમૂહ જેવા તે બાળકને સર્વે પ્રજાની સંમતિથી રાજાએ પુત્ર કરી લીધો, ને તેનું નામ શ્રીપુંજ એવું સ્થાપન કર્યું. તે પ્રતિદિન વૃદ્ધિ પામી મોટો થયો. પછી રત્નશેખર રાજા સ્વર્ગવાસી થયા ત્યારે તે પુત્રનો અભિષેક કરી રાજય ગાદીએ બેસાડ્યો. આ પ્રકારે રાજ્ય પામી સારી રીતે પ્રજાનું પાલન કરનાર શ્રીપુંજ રાજાને એક પુત્રી થઈ. તેના સર્વ અંગમાં સુંદરપણું ભરપૂર હતું પરંતુ તેનું મુખ વાનરી જેવું જ હતું. આ કારણથી તેના મનમાં ઘણો વૈરાગ્ય થયો ને સંસારના સર્વે વિષયો ઝેર જેવા ગણી શ્રીમાતા એ પ્રકારનું નામ ધારણ કરતી હતી. ક્યારેક તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, ને પિતાની આગળ પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત કહ્યો કે હું પૂર્વ જન્મમાં આબુ પર્વત ઉપર કોઈ વાનરની સ્ત્રી હતી. એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર કૂદતાં કોઈ પ્રકારની ચૂક પડવાથી વૃક્ષનું ઠુંઠું તાલવામાં વાગવાથી મરણ પામી. નીચે રહેલા કામિત નામે કુંડમાં મારું શરીર ગળી ગળીને નાશ પામ્યું. ને માથે તો તે કુંડના જલ સંબંધને ન પામી નાશ પામ્યું. માટે તે કુંડના પ્રતાપથી આ જન્મમાં બધુ શરીર સુંદર માણસનું થયું ને મુખ તો હતું તેવું રહ્યું. આ વાત સાંભળ્યા પછી શ્રીપુંજ રાજાએ તે કુંડની શોધ કરાવી, પોતાના પુરુષોને તથા પુત્રીને આબુ પર્વત ઉપર મોકલ્યાં ને એ કુંડમાં પુત્રીનું મસ્તક વારંવાર ઝબોળવાનો હુકમ આપ્યો. પછી રાજ સેવકોએ તેમ કરવાથી ઘણી મહેનતે તે પુત્રીનું મુખ માણસ જેવું થયું. તે દિવસથી માતા-પિતાની આજ્ઞા લઈ પોતાનો યોગાભ્યાસ કરવાનો અભિપ્રાય જણાવી અર્બાદ કરતાં વધારે ગુણવાળી એ પુત્રીએ, એ જ પર્વત ઉપર ઘણી તપશ્ચર્યા કરી. ક્યારેક આકાશ માર્ગે ગતિ કરતા કોઈ મહા મોટા યોગી પુરુષ, અદ્ભુત રૂપવાળી સ્વર્ગની દેવાંગનાથી પણ અધિક મોહ ઉપજાવનારી એ પુત્રીને દીઠી. તે જ વખતે એ યોગીના જ્ઞાન વૈરાગ્ય તપ આદિ ઘણા ગુણના સમૂહ એ પુત્રીના રૂપ રૂપી અગ્નિમાં બળી ભસ્મ થઈ ગયા. એટલું જ નહીં પરંતુ જેમ કોઈ મૂછ પામી ચક્કર ખાઈ ધબ દઈ ધરતીમાં પડે તેમ તે યોગી પોતાની સઘળી શુધ બુધ વિસરી આકાશમાંથી ઉતરી કામાંધ થઈ ઘણી પ્રીતિ દેખાડતો ઘેલા માણસની જેમ તેની પાસે આવી બકવા મંડ્યો, હે મારી પ્રાણ કરતાં પણ અતિશય વહાલી સ્ત્રી, આ વખતનું મારું બોલેલું વચન, તારે પાછું ઠેલવું નહીં. દેશ કાળ તથા શુકન મુહુર્ત તથા લીલુ સૂકુ કાંઈ પણ જોયા વિચાર્યા વગર સત્વરપણે મને તારો પતિ કેમ બનાવી દેતી નથી ? અરેરે તું શું વિચારે જુદાં-જુદાં પ્રબન્ધો ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ છે? જોને આ મહાપ્રતાપી સૂર્ય પણ આપણા થનારા એવા મહા સંભોગને જોયા પહેલા જ લજ્જા પામી આંખો મીચી ચાલતાં પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયો. અહો આપણા કામમાં ઉત્તેજન આપનાર એકાંત સ્થળ કેવું મળ્યું છે ? જરાક આ બાજુ જો ! નિર્મલ જળ વહન કરતી તારી સમીપે રહેલી તારી પ્રિય નદી રૂપી સખી પણ તરંગ રુપી પોતાના હાથવડે મારો સંગ કરવા ભણી તને ધકેલે છે તેને પણ તુ કેમ સમજતી નથી ? ઇત્યાદિ નમ્રતાથી ઘણું ઘણું પૂછવા માંડ્યું, ત્યારે તે પુત્રીએ વિચાર કર્યો કે, આ વખતે પરમેશ્વર વિના મારુ કોઈ નથી, હવે હું કેમ કરી મારું શીલવ્રત રાખીશ? અરે, પરમેશ્વર ! આ વખત તું મારી સહાયતા કરજે ઇત્યાદિ ઘણી પ્રાર્થના કરી વિચાર્યું કે, જો હું એને ના કહીશ તો ક્રોધ કરી એની પાસે રહેલું આ મહાવિદ્યાવાળુ ત્રિશુલ મને મારશે. એમ ધારી ઘણી ધીરજ રાખી બોલી કે – હું અદ્યાપિ કોઇને પરણી નથી ને આ નાશવંત દેહ કોઇ મોટા પુરુષના કામમાં આવે તો ઘણુ સારુ એમ સમજું છું. પરંતુ એક મારી પ્રતિજ્ઞા છે કે, આ પર્વત ઉપર ચડવાના બાર રસ્તા, પહેલા પહોરમાં આરંભી ચોથા પહોરના કુકડા બોલ્યા પહેલાં બાંધી આપે તે યોગીને શાસ્ત્રવિધિથી પરણવું, તે જો તમે કરી શકો તો મારે તમારું પાણીગ્રહણ કરવું. આ પ્રકારનાં શ્રીમાતાનાં અમૃતથી પણ અધિક મીઠાં વચન સાંભળી રોમાંચિત થઇ ઘણી જ પ્રસન્નતાથી નાચવા માંડ્યો ને બોલ્યો કે, જેમ તમારી આજ્ઞા હોય તેમ કરવા આ સેવક તૈયાર છે. આ શંકરના આપેલા ત્રિશુલમાં સઘળી વિદ્યાઓ રહી છે, એમ કહી ત્રિશુલ કંપાવતાં જ અસંખ્યાત ભૂતાવળ એકઠું થયું. તેને રસ્તા બાંધવાની આજ્ઞા આપી. પછી ઝટપટ જઈ પોતાની બહેનને ખેંચી લાવી કહ્યું કે, સઘળી વિવાહની સામગ્રી જલ્દી તૈયાર કર. પછી તે બહેન બોલી કે ગોર મહારાજના દેખાડ્યા વિના શાસ્ત્રોક્ત વિધિ કેમ કરીને થશે ? આ વચન સાંભળી કોઈ તપસ્વી મહાવિદ્વાન મોટી દાઢીવાળો જોઈ તેની ગલચી ઝાલી ઝટ પકડી લાવી ત્યાં ખડો કર્યો. સર્વ અંગે ધ્રૂજતા તે બ્રાહ્મણે પૂછ્યું કે મને શી આજ્ઞા છે ? ત્યારે યોગી બોલ્યો કે જો જરા પણ જીવવાની આશા રાખતા હોય તો આજનું મુહુર્ત ઘણું સારું છે. એમ પૂછનારને કહેવું. ને આ પેલી બેઠેલી કન્યા સાથે શાસ્ત્રોક્ત વિધિથી મારું પાણીગ્રહણ કરાવ. આ વચન સાંભળી જીવ્યાની આશામાં ભળતા બ્રાહ્મણે વિધિ સહિત મંડપ આદિ સામગ્રી તૈયાર કરાવી. રસ્તા સઘળા તૈયાર થયા કે નહીં, તે જોવા યોગી ગયો ત્યારે શ્રીમાતાએ વિચાર કર્યો કે દેવતાની મદદથી રસ્તા તૈયાર કરતાં શી વાર લાગવાની છે એમ ધારી પોતાની શક્તિથી બે કુકડા નીપજાવી છેટેથી તેના શબ્દ સંભળાવ્યા. સર્વે રસ્તા તૈયાર થયા એવી ખબર આપવા આવેલા યોગીએ કુકડાનો શબ્દ સાંભળી કહ્યું કે, આ સાચા કુકડાના શબ્દ નથી. આ તો તમારી માયા છે, તે શું હું નથી જાણતો ? શ્રીમાતાએ કહ્યું કે ઠીક, તમો તૈયાર થાવ. પછી યોગીએ પોતાનો સઘળો વેશ ઉતાર્યો. ત્રિશુલ પણ એ સ્ત્રીની પાસે મૂક્યું, પીઠી ચોળાવવાને તૈયાર થાય છે. એટલામાં શ્રી દેવીએ ઉભાં થઈ વિચાર કર્યો કે હવે હિંમત ધર્યા વિના બીજો ઉપાય નથી. એમ ધારી બે ડાઘા કૂતરા પોતાની માયાથી કરી તે યોગીના પગને વળગાડી તેના જ ત્રિશુલ વડે તે યોગીને જીવથી મારી નાંખ્યો અને પોતાનું શીલવ્રત ૨૦૦ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #215 -------------------------------------------------------------------------- ________________ અખંડ રાખ્યું. આ પ્રકારની અતિશય શીલવ્રતની લીલાથી પોતાનો સઘળો જન્મારો નિર્ગમન કર્યો. તેથી સઘળી વિદ્યાઓએ તથા દેવતાઓએ હાજર પણે તેની સેવામાં રહેવા માંડ્યું ને જે જગાએ તેણીએ દેહનો ત્યાગ કર્યો ત્યાં શ્રીપુંજ રાજાએ શિખર બંધવાળો મોટો પ્રાસાદ કરાવ્યો. કારણ કે, આબુ ઉપર શિખર બંધી પ્રાસાદ થતો નથી. એ પર્વતની નીચે રહેલો અધૂંદ નામે નાગ, છ મહિને કંપે છે. ત્યારે પર્વત કંપ થાય છે. માટે ત્યાંના સર્વે પ્રાસાદો શિખર વિનાના જ છે. આ પ્રકારે શ્રીપુંજરાજા ને તેની પુત્રી શ્રીમાતાનો પ્રબન્ધ પૂરો થયો. ક્યારેક ચૌડ દેશમાં ગોવર્ધન નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં એવી રીત હતી કે જે માણસને ન્યાય જોઇતો હોય તે સભા મંડપમાં આવે અને ત્યાં રહેલા મોટા ઉંચા થંભની જોડે નીચે બાંધેલો ઘંટ હલાવે, એ ઘંટમાં એવો ગુણ હતો કે જો કોઈ જરા હલાવે તો તેનો એટલો બધો નાદ થાય કે આખા નગરમાં સંભળાય. તે સાંભળી રાજા જાતે આવી ન્યાય આપે. એક દિવસ એ રાજાનો પુત્ર રથમાં બેસી અતિ ઉતાવળથી જતો હતો. અજાણતાં તેના ઝપાટામાં આવેલો માર્ગમાં બેઠેલો એક નાનો વાછરડો મરણ પામ્યો. તે જોઇ તેની જનેતાની આંખમાં આંસુ આવ્યાં અને પોતાના પરાભવનો ઉપાય કરવા તેણીએ સભા મંડપમાં આવી પોતાના શીંગડા વડે ન્યાય ઘંટ હલાવ્યો એટલે તે સાંભળી અર્જુન જેવી જેની કીર્તિ છે એવા રાજાએ આવી તજવીજ કરી. ગાયના દુઃખનો વૃત્તાંત મૂળ થકી જાણ્યો અને પોતાના ન્યાયની ઉત્તમ મર્યાદા જણાવવા પ્રાતઃકાળે, છોકરો જે રથમાં બેઠો હતો તે જ રથમાં રાજા પોતે બેઠો અને પોતાનો અતિશય વ્હાલો એકનો એક જ દીકરો હતો તો પણ તેને માર્ગમાં પેલા વાછરડાને ઠેકાણે સૂવડાવ્યો અને તે ગાયને તથા નગરના ઘણા લોકોને એકઠા કરી તેમની નજર પડે તેમ તેના ઉપર પરમેશ્વરનું નામ દઈ રથ ચલાવ્યો. તે રાજાના ઘણા સત્ત્વથી, તથા પુત્રનું ઘણું ભાગ્ય હોવાથી, તેના ઉપર રથનું પૈડું ફર્યું તો પણ તે જીવતો રહ્યો. આ પ્રકારે ગોવર્ધન રાજાનો પ્રબન્ધ પૂરો થયો. પૂર્વે કાન્તિપુરમાં પુરાણ રાજા, ઘણા વર્ષથી ગર્વ રહિત રાજય કરતો હતો. એક દિવસ અતિસાર નામે પોતાના પ્રિય પ્રધાન સાથે ઘોડા પર બેસી ફરવા નીકળ્યો. ત્યાં રાજાએ ઘોડાને અણઘટતી એક ચાબૂક મારી, તેથી ઘોડો એવો દોડ્યો કે પાછળ આવતું સૈન્ય તથા પ્રધાન વગેરે અતિશય દૂર રહી ગયા અને પોતાનું અતિશય કોમળ શરીર હોવાથી તથા ઘણો માર્ગ ઉલ્લંઘન કરવાથી ઘણો શ્રમ થયો, માટે રાજાના અત્યંત સુકુમાર શરીરમાં રૂધિર ભરાવાથી ઘોડા પર મરણ પામ્યો. તેની પાછળ આવતા મતિસાર પ્રધાને રાજાના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો; ઘોડો તથા રાજાનો પહેરવેશ લઈ નગર આગળ આવ્યો. ત્યાં બુદ્ધિમાન પ્રધાને વિચાર કર્યો કે રાજાના મરણની ખબરનો ફેલાવ થશે તો, શ્રીમાળ નામે રાજા છે તે આ રાજયને દબાવશે. તેથી મોટો ઉપદ્રવ થશે. એવા ભયથી રાજયનું અનુસંધાન કરવાની ઇચ્છાથી તે પ્રધાને રાજાનો બરોબરીયો ને રાજાના જેવો જ જુદાં-જુદાં પ્રબન્ધો ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ રૂપાળો કોઇ કુંભાર જોયો તેને બધી રીતે શિક્ષિત કરી, રાજાનો સઘળો વેષ પેહેરાવ્યો અને ઘોડા પર બેસાડી સંધ્યાકાળે નગરમાં પ્રવેશ કરાવી રાજમંદિરમાં આવીને રાણીને સઘળી વાત કહી ને સમજાવી કે આ વાતને ગુપચૂપ રાખી સંસાર ચલાવવો, એવી રીતનું તે રાણીને તથા એ રાજાને સમજાવી પછી પુણ્યસાર એવું નામ સ્થાપન કરીને પ્રથમની જેમ જ સઘળું રાજય ધમધોકાર ચલાવ્યું. રાણીએ પણ લષ્ટ પુષ્ટ કુંભારના અંગસંગનું સુખ ભોગવવાની ઇચ્છાથી સઘળા વ્યવહારમાં તેને ઘણી મહેનતે કુશળ કર્યો. એ કુંભાર પણ એવા મોજશોખમાં પડ્યો કે પોતાનું ઘરબાર તથા કુટુંબ વિસરી ગયો. એમ કરતાં કેટલોક કાળ વીતી ગયો. એક દિવસ સમોવડીઆ રાજા સાથે યુદ્ધ કરવાનો વખત આવ્યો ત્યારે તે પ્રધાન ઘણું લશ્કર તૈયાર કરી સંગાથે લઇ, શત્રુની સામે લડવા ગયો ને રાજાની સેવામાં બીજો કોઈ પોતાના જેવો દાખલ કર્યો. તે પ્રધાન ગયા પછી રાજા સ્વેચ્છાચારી નિરંકુશ થયો. પછી તેણે નગરના સઘળા કુંભારો બોલાવી માટીના ઘોડા, હાથી, ઉંટ વગેરે કરાવી તેની સાથે રમવા માંડ્યું ને કોઇની શિખામણ ગણકારી નહિ. આ વાત દેશાંતર ગયેલા પ્રધાનના જાણવામાં આવી. પ્રધાને વિચાર કર્યો કે એ કુંભાર રાજા આખરે પોતાની જાત ઉપર ગયો ને રાજય ડૂબાડશે. એમ વિચાર કરી થોડા માણસ સંગાથે લઈ, લશ્કરમાંથી રાતોરાત ઉતાવળથી પાછો આવી રાજાને શિખામણ દીધી ને કહ્યું કે હમણાં જ તને તારા કુંભારપણાનો કસબ મૂકાવી રાજા કર્યો છે તો પણ તારા સ્વભાવનું ચંચળપણું મૂકતો નથી, કોઇની મર્યાદા માનતો નથી, માટે તને દેશાંતર કાઢી મૂકી બીજા કોઇ કુંભારના છોકરાને રાજા કરીશ. આવી રીતે ઘણો ક્રોધ કરી તેને ધમકાવ્યો. આ વખતે એ રાજા, એકાંતે સભાખાનામાં બેઠો હતો - તે ઉંચે સાદે બોલ્યો કે ! અહીં કોઈ બારણે સેવકો ઉભા છે કે, એમ બોલતાં જ તત્કાળ તે સભાખંડના ચિત્રોમાં જેટલા પાયદળ હતા તે સઘળા મનુષ્ય રૂપે થઇ હાથ જોડી રાજાની આગળ ઉભા રહ્યા, તે રાજાનો અભિપ્રાય જાણી તે પ્રધાનને બાંધી લીધો. આવું અદ્ભુત મોટું આશ્ચર્ય જોઈ ચમત્કાર પામી રાજાના પગમાં પડી ઘણી પ્રાર્થના કરી પોતે છૂટ્યો ને હાથ જોડી ભક્તિ સહિત વિનંતી કરી કે તમને રાજ્ય મળવામાં હું તો નિમિત્ત માત્ર છું, પણ તમારા પુણ્યથી જ તમને રાજ્ય મળ્યું છે. જુઓ આ અચેતન ચિત્ર હતાં તે પણ સચેતન થયાં ને તમારી આજ્ઞા પ્રમાણે કરવા મંડ્યા. માટે તેનું કારણ તમારા પૂર્વજન્મનાં કર્મ જ છે ને તમારું પુણ્યસાર નામ સાર્થક છે, આ પ્રકારે પુણ્યસારરાજાનો પ્રબન્ધ પૂરો થયો. પૂર્વે પાટલીપુત્ર નગરમાં ચંદ્ર નામે રાજા રાજય કરતો હતો તેનો નંદીવર્ધન નામે પુત્ર હતો. દેશાંતર જોવાના કૌતુકથી, મા-બાપને પૂછ્યા વગર, પોતાની ઇચ્છા પ્રમાણે એક છત્રધર સાથે ચાલતો થયો. આખી રાત ચાલતાં ચાલતાં પ્રાત:કાળે કોઇ નગરની સમીપે આવ્યો ત્યાં તે નગરનો રાજા પુત્ર વિનાનો મરણ પામ્યો હતો. તેના પ્રધાનોએ એવો ઠરાવ કર્યો હતો કે આ પટ્ટહસ્તી (૧) પાટવી હાથી. ૨૦૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #217 -------------------------------------------------------------------------- ________________ જેના ઉપર કળશ ઢોળે તેને રાજા કરવો. આવા ઠરાવથી હાથીની સૂંઢમાં કળશ આપી, આખા નગરમાં ફેરવતા હતા, તે વખતે એ રાજકુમાર ને છત્રધર એ બે નગરમાં આવ્યા. ત્યાં સમીપે ઉભા રહેલા રાજકુમારને રહેવા દઈ પેલા છત્રધર ઉપર કળશ ઢોળ્યો. પછી પ્રધાનોએ મોટા ઉત્સવથી નગરમાં પ્રવેશ કરાવી રાજ્યગાદીએ બેસાડ્યો ને એ છત્રધરે રાજકુમારને પણ અતિશય મોટી ભક્તિ દેખાડી પોતાની સાથે જ રાખતો હતો ને એમ કહેતો કે હું આ સઘળી પ્રજાનો સ્વામી છું ને મારા સ્વામી તમે છો. આ પ્રકારે ઘટતાં વચન કહી તેની સેવા કરતો હતો પણ તે રાજામાં એક પણ રાજગુણ ન હતો. અતિશય અયોગ્ય હતો. માટે અતિશય દુષ્ટબુદ્ધિથી પ્રજાને પીડવામાં તત્પર હતો ને ચાર વર્ણ તથા ચાર આશ્રમનું શી રીતે પાલન કરવું તે વાત બિલકુલ જાણતો નહોતો. માટે એ જેમ જેમ પ્રજાને પીડે છે તેમ તેમ એ રાજકુમાર શરીરે સૂકાતો જાય છે. જેમ પશુપતિએ (શિવે) માથા પર ધારણ કરેલો ચંદ્ર દુબળો છે તેવો અતિશય દુબળો થયો. તેને જોઈ એક દિવસે તેણે પૂછ્યું કે તમે દિવસે દિવસે કેમ સૂકાતા જાઓ છો ? આ વચન સાંભળી રાજકુમારે ઉત્તર આપ્યો કે તમે દુષ્ટ બુદ્ધિથી પ્રજાને પીડો છો તે અત્યંત અઘટિત છે તે દુઃખથી હું દુબળો પડ્યો છું. તે ઉપર એક ગાથા છે. તેનો અર્થ : જેનો જડ પુરુષો સાથે નિવાસ છે તથા જેનો ધણી ચાડીયા પુરુષોનું કહેલું સાંભળે છે તે જેટલું જીવે છે એ જ લાભ જાણવો. દુબળું પડવું તથા નાશ પામવું એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. આ ગાથાનો અર્થ મને લાગુ પડે છે. આ પ્રકારનું વચન સાંભળી છત્રધર રાજા બોલ્યો. આ પાપી પ્રજાના અભાગ્યના ઉદયે તેને પીડા થવાની વખતે મને રાજ્ય મળ્યું છે ને જો એ પ્રજાનું સારી રીતિએ પાલન કરવું એવી જ પરમેશ્વરની મરજી હોત તો તમને જ પટ્ટાભિષેક થાત. માટે એવી પરમેશ્વરની મરજી નથી. આ પ્રકારની ઉક્તિ યુક્તિ સાંભળવાથી રાજકુમારના અંતરનો રોગ મટી ગયો ને શરીર પુષ્ટ થયું. આ પ્રકારે છત્રધરનો પ્રબંધ પૂરો થયો. ગૌડ દેશમાં લક્ષણાવતી નામે નગરીમાં લમણસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેનો પ્રધાન ઉમાપતિધર નામે હતો, તે જ સઘળા રાજ્યની સંભાળ રાખી બુદ્ધિ બળે રાજ્ય ચલાવતો અને રાજા મદોન્મત હાથીની જેમ મદથી અંધ થઈ એક અતિશય રૂપવાન પણ જાતે ચંડાળની પુત્રી, તેની સાથે એવો લંપટ થયો કે લોકલાજ તથા કુળ કલંકથી ડર્યા વિના અપકીર્તિને ઘોળીને પી ગયો પણ કામાન્યતા ન છોડી. એ જોઈ ઉમાપતિધરે વિચાર કર્યો કે રાજા જાતે અતિશય આકરા સ્વભાવનો છે, તેમજ હું પણ છું, માટે રાજાને એના અપલક્ષણ માટે શિખામણ દેવી વ્યર્થ છે તેથી કોઇ બીજો ઉપાય શોધવાની જરૂર છે, જેથી એ સમજે એમ ધારી સભામંડપના ભારોટીઆ પર કેટલાક શ્લોક ગુપ્ત રીતે લખ્યો. તેનો અર્થ : હે જળ ! શીતળપણું એ જ તારો મુખ્ય ગુણ છે અને તારે વિશે સ્વભાવિક નિર્મળપણું રહેલું છે. વધારે શું કહીએ, પણ અપવિત્ર હોય તે પણ તારા સ્પર્શથી પવિત્ર થાય છે. જુદાં-જુદાં પ્રબન્ધો ૨૦૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ વળી આથી બીજું શું વખાણવા યોગ્ય છે. તુંજ સકળ પ્રાણી માત્રનું જીવન છે ને તું જ્યારે નીચ માર્ગે જાય ત્યારે તને રોકવાને કોણ સમર્થ છે. એ પ્રકારે જળની અન્યોક્તિ વડે શિખામણ દીધી. હે જગતના ઈશ ! તું પોઠીયા પર બેસીને ગતિ કરીશ તેમાં મોટા દિગ્ગજ, જે આઠ દિશાના આઠ હાથીઓ પૃથ્વી ઉપાડી રહેલા છે તેમને એ તારું કૃત્ય શું હાનિકારક છે? ને સર્પનાં આભૂષણ ધારણ કરીશ તેમાં સુવર્ણની શી હાનિ છે ? તથા જડાંશુ (ચંદ્ર) ને માથા ઉપર ચડાવ્યો છે તેમાં ત્રણ લોકમાં પ્રકાશ કરનાર સૂર્યની શી હાનિ છે ? કંઈ પણ નથી માટે જગતના ધણીને વધારે શી શિખામણ દઇએ. આ પ્રકારની શિવની અન્યોક્તિના શ્લોક વડે શિખામણ દીધી. (૨) વળી એ જ અન્યોક્તિના શ્લોક વડે શિખામણ દે છે. હે ઇશ્વર શિવ ! તારુ બ્રહ્મ શિર છેડાયું છે ને ભૂત પ્રેતની જોડે તારે મિત્રપણું છે તથા મદ્યપાન કરનારની જેમ (ગાંડાની જેમ) માતાઓ જોડે ક્રિીડા કરે છે અને સ્મશાનમાં રહેવા પર પ્રીતિ રાખે છે અને પ્રજાને સરજી, તેનો સંહાર કરે છે. તો પણ ભક્ત, તારા જ ઉપર મન રાખી સેવા કરે છે ! કેમકે જગતમાં તારા વિના બીજો કોઇ ઇશ્વર નથી. માટે અમારે કોઈ બીજો ઉપાય નથી. (૩) વળી ચંદ્રને ઉદેશી કહે છે કે, આ મોટા પ્રદોષકાળમાં (રાત્રિમાં) રાજા (ચંદ્ર) તું એક જ છે કમળની લક્ષ્મી ઢાંકી દઈ, કુમુદમાં ખોટી પ્રીતિ કરી (પોયણામાં) લક્ષ્મી વાપરે છે. બ્રહ્માએ રાજાની ઉત્પત્તિ કરી છે, તેનું કારણ એટલું જ સંભવે છે કે સુમનસ્ (દેવતા) સજ્જનના સમૂહમાં સારી જ સ્થિતિ પ્રવર્તાવવી. એમ રાજ શબ્દના અનેક અર્થ છે તેમાં તું કયા અર્થનો ધારણ કરનાર રાજા છે; એ વાતનો નિશ્ચય કરવા બ્રહ્મા પણ સમર્થ નથી. (૪) વળી હારને ઉદ્દેશી શિખામણ આપે છે કે હે હાર ! તું તારા આચરણવાળો (સારાં ગોળ મટોળ મોતીવાળો) ને સારા ગુણવાળો (દોરાથી પરોવેલો) મોટા માણસને યોગ્ય ને ઘણા મૂલ્યવાળો છો ! માટે સુંદર સ્ત્રીના કઠીન સ્તનમંડળ ઉપર રહેવું તારે ઘટિત છે પણ નીચ વર્ણની સ્ત્રીના બરછટ ગળામાં વળગવાથી ભાંગી પડવું એ ઘણું નિકૃષ્ટતા ભરેલું છે. માટે તું તારુ ગુણવાનપણું હારી ગયો છો એ વાત ઘણી જ ખેદ ભરેલી છે. (૫) આ સર્વે શ્લોક કોઈ વખતે રાજાના વાંચવામાં આવ્યા ને તેનો અર્થ જાણી પ્રધાન ઉપર ઘણો દ્વેષ રાખ્યો, તે વાત નીતિશાસ્ત્રમાં કહી છે. તે શ્લોક તેનો અર્થ : અસત્ માર્ગે ચાલનાર પુરુષને સન્માર્ગનો ઉપદેશ ક્રોધનું કારણ થાય છે. જેમ નાકકટ્ટા માણસને દર્પણ દેખાડીએ તો તેને તત્કાળ ક્રોધ ચડે છે તેમ ખોટા છંદમાં પડનારને સારે રસ્તે ચડાવતાં પ્રથમ તો તેને ખોટું લાગે જ છે. આ પ્રકારનો ન્યાય છે માટે પ્રધાન ઉપર ક્રોધ કરી તેને પદભ્રષ્ટ કર્યો. એક દિવસે એ રાજા રાજપાટિકાથી (નગર બારણે ભ્રમણ કરવું તે) પાછો આવતાં માર્ગમાં મળેલો, એકલો, મહાદરિદ્રી થયેલો ને પોતાના નિર્વાહ સંબંધી ઉપાય રહિત એ જ ઉમાપતિને જોઇ ક્રોધ કરી રાજાએ મહાવતને કહ્યું કે આ પુરુષ મરણ પામે એમ એના ઉપર હાથીને ચલાવ. ૨૦૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #219 -------------------------------------------------------------------------- ________________ પછી મહાવતે હાથીને દોડાવ્યો તે જોઇ પેલો ઉમાપતિ ઉચે સાદે બોલ્યો કે એક ક્ષણમાત્ર હાથીનો વેગ બંધ રાખ. મારે રાજાને કાંઇક કહેવું છે. પછી મને સુખેથી મારજે. આ પ્રકારનું વચન સાંભળી મહાવતે હાથી ઉભો રાખ્યો ત્યારે ઉમાપતિધર એક શ્લોક બોલ્યો. તેનો અર્થ : સ્મશાનમાં શિવ નગ્ન રહે છે અને શરીરે રાખ ચોળે છે વળી પોઠીયા ઉપર ચડી બેસે છે, સર્પ સાથે લીલા કરે છે તથા લોહી નીતરતું હાથીનું ચામડુ ઓઢી નાચે છે. ઇત્યાદિ આચરણથી આચારભ્રષ્ટ છે તો પણ તે જ શિવ ઉપર જેમને રાગ બંધાયો છે તે કાંઈ કહી શકતા નથી એવા સપુરુષ જેના ગુરુ છે તેને આ કરવું ઘટે ? આ પ્રકારે ઉમાપતિના વચનરૂપી અંકુશ વડે રાજાનો મનરૂપી હાથી વશમાં આવ્યો. તેથી જ્ઞાન ઉત્પન્ન થયું. કે ગુરુહત્યા કરવી એ ઠીક નહીં એમ વિચાર કરતાં પોતાના નિંદિત આચરણનો પશ્ચાત્તાપ કરી હળવે હળવે તે વ્યસનને મૂકી પોતાના આત્માની ઘણી નિંદા કરી. રાજાએ તે જ ઉમાપતિધરને ફરીથી પ્રધાન પદવી આપી. આ પ્રકારે લક્ષ્મણસેન રાજા ને ઉમાપતિધર પ્રધાનનો પ્રબન્ધ પૂરો થયો. કાશી નગરીમાં જયચંદ નામે રાજા, ઘણી રાજય લક્ષ્મીનું પાલન કરતો હતો પણ પંગુ (પાંગળો) એવું બિરુદ ધારણ કરતો. કારણ કે જેમ પાંગળો બે હાથમાં બે લાકડીઓનું અવલંબન કરે તેમ એ રાજાને લશ્કર ઘણું હોવાથી ગંગા નદી તથા યમુના નદીનું અવલંબન કર્યા વિના કોઈ જગ્યાએ જઈ શકાતું નહીં. ત્યાં કોઈ શાળાપતિ નામના પુરુષની સૂણવદેવી નામે, એવી તો રૂપાળી સ્ત્રી હતી કે જેની ઉપમા ત્રણ લોકમાં મળે તેમ ન હતી. તે સ્ત્રી, એક દિવસ ઉનાળાના સમયમાં જળક્રીડા કરી ગંગાજીને કાંઠે ઉભી ઉભી ચારે પાસ પોતાના ચંચળ નેત્રબાણ ફેંકતી હતી. તે વખતે સર્પના માથા ઉપર બેઠેલા ખંજન નામે પક્ષીને જોઇ, આ અસંભવિત શુકનનું ફળ, કોઈ બ્રાહ્મણને પૂછું. એમ વિચાર કરે છે, એટલામાં સ્નાન કરવા આવેલા કોઈ વિદ્વાન બ્રાહ્મણને દેખી તેના પગમાં પડી નમસ્કાર કરી તે શુકનનું ફળ પૂછ્યું ત્યારે તે બ્રાહ્મણ પણ જયોતિષશાસ્ત્રમાં ઘણો હોશિયાર હોવાથી એમ બોલ્યો કે, જો તું મારી આજ્ઞામાં નિરંતર રહે તો એ શુકન સંબંધી સઘળું ફળ તને કહી સંભળાવું. પછી તે સ્ત્રી, ચતુર હોવાથી એમ બોલી કે, મારા પિતા સમાન તમને ગણી, જે તમે આજ્ઞા કરશો તેને હું માથે ચડાવીશ. આ પ્રકારની પ્રતિજ્ઞા પૂર્વક તે સ્ત્રીનું વચન સાંભળી બ્રાહ્મણ બોલ્યો કે, તું આજથી સાતમે દિવસે આ જ નગરના રાજાની મોટી પટ્ટરાણી થઈશ. એમ કહી તે બ્રાહ્મણ તથા તે સ્ત્રી પોત પોતાના સ્થાનમાં ગયાં. હવે તે બ્રાહ્મણે નિશ્ચય કરીને કહેલા દિવસમાં એ નગરનો રાજા રાજપાટિકાથી પાછો વળતા કોઈ રસ્તા પર આભૂષણથી ઉભરેલી અપાર સુંદરતાથી ભરપૂર તે સ્ત્રીને દેખતાં જ રાજાનું ચિત્ત એટલું બધું આસક્ત થયું કે પોતાના દેહનું પણ ભાન વિસરી ગયો ને ચાકરને પૂછ્યું કે હું ક્યાં ઉભો છે? ઈત્યાદિ બોલ્યો. એ રીતે કામદેવની અવસ્થામાં પડેલા રાજાએ તત્કાળ એ સ્ત્રીને અંગીકાર કરી પોતાની અતિશય વ્હાલી પટરાણી કરી. ત્યાર પછી તે સ્ત્રીએ પેલા બ્રાહ્મણને પ્રતિજ્ઞાપૂર્વક કહેલું છે તે વાત સઘળી સંભારી રાજાને નિવેદન જુદાં-જુદાં પ્રબન્ધો ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ કરી. રાજાએ પણ આખા શહેરમાં ઢંઢેરો પીટાવી તમામ નગરના વિદ્યાધર બ્રાહ્મણો બોલાવ્યા. તે વખતે વિદ્યાધર નામ ધારણ કરનાર સાતસો બ્રાહ્મણ આવી ઉભા રહ્યા. તેમને જુદા જુદા એકેક કરી રાણી પાસે ઓળખાવ્યા. પછી પેલા બ્રાહ્મણને જુદો રાખી બીજા બ્રાહ્મણોનો સત્કાર કરી તેમને ઘેર વિદાય કર્યા, પછી રાજાએ તે બ્રાહ્મણને ઘણો દરિદ્ર દેખી કહ્યું કે જે તારી નજરમાં આવે તે માગ. પછી બ્રાહ્મણે પ્રસન્ન થઈ માગ્યું કે મને નિરંતર તમારી સેવામાં રાખો. આ પ્રકારે બ્રાહ્મણની અતિશય ચતુરાઈ જોઈ એ વાત અંગીકાર કરી, સર્વ મંત્રીઓમાં મુખ્ય કર્યો. અનુક્રમે તે ઘણો ધનાઢ્ય થયો. તે પોતાની પરણેલી બત્રીસ સ્ત્રીઓને નિત્ય જાતવંત કપૂરનાં આભૂષણ કરાવી, એક દિવસ પહેરાવી પ્રાત:કાળે આ તો નિર્માલ્ય થઈ ગયાં એમ ધારી એક મોટા કુવામાં નંખાવી દેતો હતો ને સાક્ષાત્ મોટા દેવનો અવતાર હોય એમ દિવ્ય ભોગને ભોગવતો હતો. નિત્ય અઢાર હજાર બ્રાહ્મણને મનોવાંચ્છિત ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરતો હતો. એક દિવસ રાજાએ પ્રદેશમાં કોઈ રાજા સાથે લડવાને, ચૌદ વિદ્યાનો જાણ એ વિદ્વાન છે એમ રાજા સમજતો હતો તો પણ કોઈ વિકટ દેશમાં મોકલ્યો. ત્યાં કોઈ જગ્યાએ ગામમાં લાકડાં ન મળવાથી બ્રાહ્મણની રસોઈ પોતાના પ્રથમ રિવાજ પ્રમાણે થવી જોઇએ. માટે રસોઇયાને એવી આજ્ઞા કરી કે આ સારાં સારાં વસ્ત્ર છે તેને તેલમાં બોળી બોળીને લાકડાને ઠેકાણે વાપરો. પછી રસોઇયાએ એ જ રીતે રસોઈ કરી અઢાર હજાર બ્રાહ્મણ જમાડી પોતે જમ્યો. પછી શત્રુને જીતી યશ મેળવી પાછો વળી પોતાના નગરની પાસે આવ્યો. ત્યાં એવી વાત સાંભળી કે કાષ્ટને ઠેકાણે સારાં સારાં વસ્ત્ર બાળી મૂક્યાં. આ અનીતિથી રાજા તમારા પર કોપ પામેલો છે. આ પ્રકારની ચર્ચાનો નિશ્ચય કરી પોતાનું સઘળું ઘર યાચકો પાસે લુંટાવી તીર્થયાત્રા કરવા નીકળ્યો. તેની પાછળ રાજા તેને મનાવતો કેટલાક મુકામ સુધી ગયો. પણ પોતે ઘણો અહંકારી હોવાથી એ વાત ન માનતાં રાજાના અંતરમાં પોતાનો અભિપ્રાય એવો ઉતાર્યો કે, મેં ઘણા વર્ષ સેવા કરી માટે હું હવે તીર્થ જઈ મારા દેહનું સાર્થક કરું એમ પૂછી તીર્થમાં જઈ પોતાનો પરલોક સાધ્યો. ત્યાર પછી સૂઈદેવીએ, રાજાને કહ્યું કે મારા પુત્રને યુવરાજ પદવી આપો. પણ રાજાએ રાખેલી સ્ત્રીનો એ પુત્ર છે માટે એને અમારા વંશનું રાજ્ય આપવું ન ઘટે. એવી રીતે એ સ્ત્રીને રાજાએ ઘણું સમજાવી તો પણ એણીએ સ્ત્રી હઠ ન મૂકી, તેમજ રાજાએ પણ રાજહઠ ન મૂકી. પરિણામ એ આવ્યું કે, એ સ્ત્રીએ પતિને મારવા સારુ તથા રાજય મેળવવા ગુપ્તપણે મ્લેચ્છ લોકોને મળી, તેમનું લશ્કર મંગાવ્યું. હવે ઘણી જગ્યાએથી અધિકારીઓના પત્રથી મોટું મ્લેચ્છનું લશ્કર આવે છે એમ ખબર થઈ. પછી તે વખતે પદ્માવતી દેવીથી વરદાન પામેલા કોઇ પ્રસિદ્ધ દિગંબર જૈન સાધુને આ વાત રાજાએ પૂછી, ત્યારે તેણે પદ્માવતી દેવીને પૂછી ઉત્તર આપ્યો કે સ્વેચ્છનું લશ્કર નહીં આવે, એમ રાજાને કહ્યું. પછી કેટલેક દિવસે તે લશ્કર પોતાના નગરની છેક પાસે આવ્યું એવી ખબર સાંભળી પેલા દિગંબરને બોલાવી રાજાએ પૂછયું, ત્યારે તેણે તે જ રાત્રિએ રાજાની સમક્ષ કુંડ કરી તેમાં અગ્નિ સ્થાપન કરી મોટો હોમ આરંભ્યો. તે અગ્નિની ૨૦૬ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #221 -------------------------------------------------------------------------- ________________ જ્વાલામાં પદ્માવતી દેવી પ્રત્યક્ષ થઇ. તેને પૂછ્યું ત્યારે પણ તે દેવીએ એમ જ ઉત્તર આપ્યો કે મ્લેચ્છનું લશ્કર નહીં આવે. એટલામાં તો એવી ખબર મળી કે લશ્કર અતિશય નજીક આવ્યું. આ વાત સાંભળી ક્રોધ કરી તે દિગંબરે દેવીના બે કાન ઝાલી કહ્યું કે તું પણ જુઠું બોલે છે ? એમ કહી ઠપકો દીધો ત્યારે તે બોલી કે તું જે પદ્માવતીને અતિશય ભક્તિથી આરાધન કરી પૂછે છે તે હું નથી. હું તો મ્લેચ્છની ગોત્રજ દેવી છું. હું મિથ્યા ભાષણ કરી લોકને વિશ્વાસ આપી મ્લેચ્છને સ્વાધીન કરું છું. ને તારી દેવી તો મારા બળથી ક્યારની ય પલાયન કરી ગઇ છે એમ કહી તે દેવી અંતર્ધાન થઇ. એટલામાં પ્રાતઃકાળે તે લશ્કરે ચારે પાસથી તે નગરી ઘેરી લીધી તે વખતે તેના ધનુષ્યના ટંકારમાં પોતાના લશ્કરનાં ચૌદશે વાદિત્રના શબ્દો ઢંકાઇ ગયા એવું મોટું મ્લેચ્છનું લશ્કર રાજાએ દીઠું. આકુળ વ્યાકુળ થઇ આ રાજ્ય જશે એટલું જ નહીં પણ એ મ્લેચ્છને હાથે મારું મરણ થશે એવા ભયથી પોતે સૂહદેવીના પુત્રને પોતાની સાથે હાથી ઉપર લઇ તે હાથી સહિત ગંગાજીમાં જઇ જયચંદ્ર રાજા ડૂબી ગયો. એ પ્રકારે જયચંદ્ર રાજાનો પ્રબન્ધ પૂરો થયો. હવે દયા દાન ને યુદ્ધ એ ત્રણ જગ્યાએ અતિશય શૂરવીર તેમજ પ્રખ્યાત જગદેવ નામે ક્ષત્રિય હતો. તેને સિદ્ધરાજે ઘણા સન્માનથી પોતાની સેવામાં રાખ્યો પણ તેના ગુણ રૂપી મંત્રથી વશ થયેલા પરમર્દિ નામે રાજાએ આગ્રહથી બોલાવ્યો તેથી તે પૃથ્વીરૂપી સ્ત્રીના કેશપાશના આભૂષણ રૂપ કુંતલ દેશમાં ગયો. તે દરબારમાં આવ્યાની ખબર દ્વારપાળે આવી પરમર્દિ રાજાને કહી તે વખતે તે સભામાં કોઇ વેશ્યા વસ્ત્ર રહિત થઇને પુષ્પનૃત્ય કરતી હતી, જગદેવનું નામ સાંભળી તત્કાળ તે વેશ્યા વસ્ત્ર ઓઢી લાજ પામી ત્યાંની ત્યાં બેસી ગઇ. સન્માન પૂર્વક જગદેવની સાથે પ્રિય સંભાષણ કરી પરમર્દિ રાજાએ મોટી શૂરવીરતાને યોગ્ય ને જે પ્રત્યેકનું લાખ રુપીઆ મૂલ્ય છે એવા સુંદર બે મહાવસ્ર તેને આપ્યા પછી જગદેવને મોટા મૂલ્યના સિંહાસન ઉપર બેસાડ્યો. સર્વે સભાનો કોલાહલ શાંત થયા પછી રાજાએ પેલી વેશ્યાને નૃત્ય કરવાની આજ્ઞા આપી. પછી અવસ૨જ્ઞ મહાચતુર ને પ્રપંચ કરવામાં જેનો પ્રથમ નંબર ગણાય એવી એ વેશ્યા, ધીમે રહી ઝીણે સાદે બોલી કે, જગદેવ નામે જગતમાં જે એક પરમ સાત્વિક પુરુષ છે તે જ સાક્ષાત્ પોતે પધાર્યા ત્યાં વસ્ત્ર રહિત થઇ નૃત્ય કરતાં હું લાજ પામું છું. કેમ કે સ્ત્રીઓ તો સ્ત્રીઓના ટોળામાં ગમે તેમ ચેષ્ટા કરે. આ પ્રકારે અતિશય ચમત્કારી વેશ્યાની કરેલી પ્રશંસા સાંભળી અતિશય પ્રસન્ન થયેલા જગદેવે રાજાનાં આપેલાં બે મહામૂલ્યવસ્ર તે વેશ્યાને આપ્યાં. પછી પરમર્દિ રાજાના પ્રસાદથી જગદેવ, દેશનો અધિપતિ થયો. ત્યારે તેનો ઉપાધ્યાય મળવાને આવ્યો. તેણે એક શ્લોકની ભેટ કરી તેનો વિસ્તાર આ પ્રમાણે અર્થ : એક સરોવરમાં કમલ તથા ચક્રવાક પક્ષી એ બેનો સંગાથે નિવાસ હતો માટે મિત્રતાથી પરસ્પર વાતો કરે છે. જુદાં-જુદાં પ્રબન્ધો G+ ૨૦૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ ચક્રવાક પક્ષી કમલને પૂછે છે, હે મિત્ર ! હે કમલ ! આપણ બે સુખી થઇએ છીએ ને સંગાથે દુઃખી પણ થઈએ છીએ કેમ કે આપણો મિત્ર (સૂર્ય) અસ્ત થયા પછી મારે માથે દૈવયોગે સ્ત્રીના વિયોગરૂપી અકાઢ્ય દુઃખ આવી પડે છે અને તેથી તમારી પણ સઘળી પ્રફુલ્લતા મટી જાય છે ને મહા શોકથી નીચુ મુખ પણ થાય છે માટે તમને પૂછવાનું એ જ કારણ છે કે તમારા સુગંધરૂપ ગુણવડે દેશાંતરથી ખેંચાઈ આવેલા (પ્રાથૂર્ણિક) ભમરારૂપી બોલકણા પરોણાઓના મુખથી કદાપિ સાંભળ્યામાં આવ્યું હોય ! તેથી પૂછું છું કે આ પૃથ્વીમાં કોઇપણ સ્થાન એવું છે ! કે જયાં કદાપિ રાત્રિ જ ન થાય ! એવા સ્થાનનો યોગ તપાસ કરતાં મળે તો આપણે સર્વે સુખેથી ત્યાં જ જઈ નિવાસ કરીએ ! આ પ્રકારનું હિતકારી પોતાના મિત્રનો પ્રશ્ન સાંભળી કમળ ઉતર આપે છે કે, આવા મોટા કામમાં ઉતાવળથી ગભરાટ કરવો યોગ્ય નથી. કેમ કે આજકાલ એવું સાંભળવામાં આવે છે કે શ્રી જગદેવ નામે મોટા ધનવંત પુરુષ પ્રગટ થયા છે. તે પ્રતિદિન સોનાનું ઘણું જ દાન કરે છે તેથી પૃથ્વીનું સોનું સંપૂર્ણ થશે એટલે સોનાનો મેરૂ પર્વત છે તેના ટુકડા કરી કરી દાનમાં આપવા માંડશે, એટલે હું ધારું છું કે થોડા જ કાળમાં મેરૂ પર્વતની પણ સમાપ્તિ થશે. એટલે સૂર્યને મેરૂ પર્વતનું ઓછું પડવાથી રાત્રિ થાય છે તે મેરૂનો જ નાશ થયો એટલે આખા જગતમાં નિરંતર દિવસ જ રહેશે. |૧|| આ પ્રકારના અર્થવાળું કાવ્ય સાંભળી તે ઉપાધ્યાયને શિરપાવમાં જગદેવે પચાસ હજાર રુપીઆ આપ્યા. હવે પરમર્દિ રાજાની પટરાણીએ, જગદેવને પોતાનો ભાઈ કરી માન્યો. ક્યારેક પરમર્દિ રાજાએ જગદેવને શ્રીમાલ રાજાને જીતવા મોકલ્યો હતો. ત્યાં શ્રીમાલ રાજાને એવું માલુમ પડ્યું કે જગદેવ, એવો ધર્મિષ્ઠ છે કે દેવ સેવામાં બેઠો હોય તે વખતે ગમે તેવો ઉપદ્રવ થાય તથા પ્રાણાંત કષ્ટ આવી પડે પણ દેવ સેવા મૂકી ઉઠે જ નહીં. આ પ્રકારની વાત સાંભળવાથી કપટ કર્યા વિના જગદેવ નહીં મરે, એવો નિશ્ચય કરી જે વખતે જગદેવ દેવપૂજામાં બેઠો હતો તે વખતે કપટથી મારવા શત્રુનું ઘણું લશ્કર આવ્યું ને જગદેવની સેનાનો ઘણો નાશ કરી મોટો ઉપદ્રવ કર્યો પણ પોતે દેવપૂજા અધુરી મૂકી ન ઉઠ્યો. તે વખતની વાત ગુપ્તચર પુરુષોના મુખથી પરમર્દિ રાજાએ સાંભળી પોતાની રાણીને કહે છે કે તમારો ભાઈ સંગ્રામમાં શૂરવીર માત્રનો અધિપતિ ગણાય છે, તો પણ હાલ તો શત્રુએ એવો ઘેરી લીધો છે કે ત્યાંથી નાસી જવાને પણ સમર્થ નથી. આ પ્રકારે મર્મ સ્થળને ભેદનારી, રાજાએ કરેલી મશ્કરી સાંભળી પ્રાતઃકાળે ઉઠી રાણી પશ્ચિમ દિશા સામુ જોઈ રહી. તેને જોઈ રાજાએ પૂછ્યું કે, પશ્ચિમ દિશામાં શું જુવે છે ? ત્યારે રાણીએ કહ્યું કે સૂર્યોદય જોઉં છું ! રાજાએ કહ્યું કે, હે ભોળી ! કોઈ દિવસ પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે તે સંભવે ! ત્યારે રાણી બોલી કે દૈવી ગતિ વિચિત્ર છે માટે કોઈ વખત વિપરીત કાળમાં પશ્ચિમ દિશામાં અઘટતો પણ સૂર્યનો ઉદય થવાનો સંભવ છે. પણ જગદેવ ક્ષત્રિયનો પરાજય તો કદાપિ ન સંભવે. આ પ્રકારે સ્ત્રી પુરુષ વાતો કરે છે એટલામાં તો એવી વાત સાંભળી કે દેવપૂજા કર્યા પછી જગદેવ ૨૦૮ પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર Page #223 -------------------------------------------------------------------------- ________________ પાંચશે (૫00) સુભટો લેઈ એવો સંગ્રામમાં પડ્યો કે જેમ સૂર્ય અંધકારનો નાશ કરે, જેમ સિંહ હાથીના ટોળાને નશાડે તથા જેમ મોટો વાયુ મેઘ મંડળને વેરી નાંખે એમ શત્રુના લશ્કરને એક ક્ષણ માત્રમાં નષ્ટ કર્યું. હવે પરમર્દિ રાજા જગતમાં દૃષ્ટાંત દેવા યોગ્ય મોટા ઐશ્વર્યને ભોગવતો, રાત-દિવસ પોતાના બળથી ભરેલો, છૂરિકા અભ્યાસ (તરવાર ફેરવવાનો અભ્યાસ) કરતો હતો. ફક્ત એક નિદ્રામાં હોય તે વખતે નહીં. વળી નિત્ય ભોજન વખત અનેક પ્રકારની સામગ્રી પીરસવામાં ગભરાતા રસોઇઆને તરવારવડે મારતો હતો. એમ એક વર્ષમાં ત્રણસો ને સાઠ રસોઈઆને મારવાથી, કોપકાળાનલ એ પ્રકારનું બિરૂદ ધારણ કરતો થયો. તે ઘણો જ ક્રોધી હતો. તેના વર્ણનના કાવ્યનો અર્થ નીચે પ્રમાણે. પરમર્દિ રાજાના યશનો સમૂહ ઘણો જ વિસ્તાર પામ્યો હતો. તેને જોઇ કવિ કહે છે કે, હે આકાશ ! તું નાશી જા. કેમ કે તારામાં એ યશ માઇ શકશે નહીં તથા હે દિશાઓ તમે પણ નાશી જાઓ, કેમ કે તમારામાં પણ એ યશ સમાશે નહીં તથા હે પૃથ્વી તું પણ વિશાળ થા. કેમ કે તારા ઉપર પણ એ યશ માશે નહીં. તમે પૂર્વે થયેલા રાજાઓનો પ્રગટ થયેલો યશ પ્રત્યક્ષ ધારણ કર્યો છે, તો પણ આ રાજાનો યશ તો તેથી વધારે છે. તે તમે નજરે જુઓ કે જેમ દાડમનું ફળ ઘણા ઉદય પામતા બીજના પ્રતાપથી ફાટી તેમાં તીરાડા પડે છે. તેમ આ સઘળુ બ્રહ્માંડ આ રાજાના યશના ભરાવાથી ફાટી જતું દેખાય છે. એ પ્રકારે સ્તુતિ કરેલા રાજાએ ઘણા વર્ષ રાજય કર્યું. એક દિવસ સપાદલક્ષ રાજા સહિત પૃથ્વીરાજની સાથે સંગ્રામ થયો. ત્યાં પોતાના સૈન્યનો પરાજય થયો તેથી ચારે પાસ લશ્કર નાઠું ને પરમર્દિ રાજા પણ પોતાની હાર થવાથી એક દિશા ભણી નાઠો. તે પોતાની રાજધાનીમાં આવી રહ્યો. હવે એ રાજાથી અપમાન પામેલા કેટલાક સેવકો પોતાનો દેશ મૂકી. પૃથ્વીરાજની સભામાં આવ્યા. નમસ્કાર કરી બેઠા એટલે રાજાએ પૂછ્યું કે તમારા રાજાના નગરમાં ક્યા દેવની ઘણી પૂજા માનતા ચાલે છે તેના ઉત્તરમાં એક કાવ્ય બોલ્યા. તેનો અર્થ : શિવની પૂજા કરવામાં ભક્તિ રસવાળા પુરુષોનો વેગ મંદ પડ્યો છે ને કૃષ્ણ પૂજન કરવાની તૃષ્ણા મટી ગઈ છે અને પાર્વતીને નમસ્કાર કરવામાં વ્યાકુળ થતા લોકો સ્વંભિત થઈ ગયા છે અને વિધાતારૂપી ગ્રહણ (બ્રહ્મા) પણ વ્યગ્ર થયો છે. એટલે પ્રથમથી જ બ્રહ્માનું પૂજન ઓછું હતું, પણ હવે તો સમૂળું જતું રહ્યું માટે તે આકુળ વ્યાકુળ થયો છે ! પરંતુ એ નગરમાં વિશેષ આદરથી ઘાસનો પૂળો પૂજાય છે. કારણ કે નગરના લોક એમ જાણે છે કે અમારા પરમર્દિ રાજાએ આ ઘાસનું તરણું દાંતે લીધું તો પૃથ્વીરાજથી બચીને જીવતો પોતાના નગરમાં આવ્યો. પણ બીજા કોઈ દેવે રક્ષા ન કરી, ફક્ત ઘાસના તરણાએ જ રક્ષા કરી. એમ ધારી તે તરણાનું જ પૂજન અર્ચન કરે છે. આવી આવી સ્તુતિઓ સાંભળી પૃથ્વીરાજ ઘણો સંતોષ પામ્યો અને તે લોક પર પોતાની મોટી મહેરબાની જણાવી. પૃથ્વીરાજે એકવીશ વાર મ્લેચ્છરાજને ત્રાસ પમાડી સંગ્રામમાંથી નસાડ્યો હતો તો પણ તેણે બાવીશમી વાર ઘણું લશ્કર લઇ પૃથ્વીરાજની રાજધાની ઘેરી પડાવ નાખ્યો. તે વખતે રાજાની જુદાં-જુદાં પ્રબન્ધો ૨૦૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ અવધિવિનાની પ્રસનનતાને રહેવાનું એક જાણે પાત્ર, ક્ષત્રિય સંબંધી અપાર તેજના સમૂહરૂપ મહા મોટું શૂરવીરપણું ધારણ કરતો તુંગ નામે એક મોટો સુભટ હતો. તેણે મનમાં વિચાર કર્યો કે ત્રાસ પમાડેલી માંખીની જેમ નિર્લજ્જ પણે વારંવાર આ પ્લેચ્છ ધસી આવે છે પણ આપણને સુખે બેસવા નથી દેતો. આ પ્રકારે પોતાના સ્વામીના મનમાં આવેલા ઉદ્વેગની નિમૂલ શાંતિ કરવા માટે વિચાર કર્યો કે જેમ તેમ કરી એને માર્યા વિના બીજો સુખનો ઉપાય નથી. એમ ધારી મધરાતે પોતાના સરખાપરાક્રમી પોતાના પુત્રને સંગાથે લઈ જ્યાં શત્રુ તંબુ તાણી પડ્યો છે, ત્યાં આવ્યો જુવે છે તો તે તંબુની ચારે પાસ ખેરના અંગારામાં ધગધગતી ખાઈ દીઠી. પછી પુત્રને કહ્યું કે આ ખાઇમાં હું પડું ને મારા ઉપર પગ દઈ તંબુમાં પેસી પ્લેચ્છ રાજાનું માથું કાપી લે. આ પ્રકારનું પિતાનું વચન સાંભળી બોલ્યો કે એ અસાધ્ય કામ મારાથી સધાશે નહીં. વળી મારે જીવવાની ઇચ્છાએ આ પ્રમાણે પિતાનું મરણ જોવું એ અઘટિત છે. એમ ધારી બોલ્યો કે હું જ આ ખાઇમાં પડું ને તમે શત્રુનો નાશ કરો ! એ વિના બીજો ઉપાય નથી એમ કહી તે પુત્રે ખાઇની અંદર પડતું મૂક્યું. તેના પર પગ દઈ (કોઈ પ્રતમાં એમ છે કે ખાઇમાં ઉભા રહેલા પુત્રના ખભા ઉપર પગ મૂકી) શત્રુના તંબુમાં પેઠો ને સ્વેચ્છરાજનું માથું કાપી નાંખી એક ક્ષણવારમાં પાછો વળી ઘેર આવ્યો. પ્લેચ્છ રાજનો નાશ થવાથી એનું સઘળું લશ્કર પ્રાત:કાળે નાશી ગયું. એ વાત તુંગ સુભટે કોઈ દિવસ રાજા આગળ કરી નહીં. પછી એક દિવસ તુંગ સુભટના પુત્રની સ્ત્રીનો વિધવાનો વેશ જોઈ આશ્ચર્ય પામી રાજાએ પૂછ્યું કે, તમારો પુત્ર ક્યાં ગયો ? આ વચન સાંભળી શોકવશથી કાંઇપણ જવાબ ન આપ્યો. પછી રાજાએ પોતાના સમ દઈ ઘણા આગ્રહથી પૂછ્યું, ત્યારે આ પ્રકારે તુંગસુભટ બોલ્યો કે, મારા મોઢે મારા ગુણ કહી દેખાડવા એ મોટું પાપ છે તો પણ મારે આપના અત્યંત આગ્રહથી કહ્યા વિના હવે છૂટકો નથી એમ કહી સર્વે વૃત્તાંત નિવેદન કર્યો. આ પ્રકારે તુંગ સુભટનો પ્રબન્ધ પૂરો થયો. કોઈ દિવસ મ્લેચ્છ રાજનો પુત્ર બાપનું વેર વાળવા, લડાઇની ઘણી સામગ્રી લઈ આવ્યો. તેની સાથે લડવાને સપાદલક્ષ દેશનો અધિપતી પૃથ્વીરાજ લશ્કરનો અગ્રેસર થઈ લડવા તૈયાર થયો. જેમ ચોમાસાના દિવસમાં ઘણા વેગથી વરસાદની ઝડી પડે છે તેમ પૃથ્વીરાજના સુભટોના ધનુષ્યમાંથી નીકળેલા બાણના સમૂહથી બ્લેચ્છ રાજાનું લશ્કર ત્રાસ પામી નાઠું ને મ્લેચ્છ રાજાને પકડવા સારુ પૃથ્વીરાજ પાછળ પડ્યો. કેટલાક મુકામ ચાલતાં એક દિવસ રસોડાના કામમાં અધિકાર પામેલા પંચકુળ રાજા પાસે આવી વિનંતી કરી, કે સાતશે ઊંટડીઓવડે રસોડાનો સામાન સુખેથી ઉપાડી શકાતો નથી. માટે કેટલીક વધારે ઊંટડીઓ રાખવાનો હુકમ થવો જોઇએ. આ સાંભળી રાજા બોલ્યો કે મ્લેચ્છ રાજનો નાશ કરી, તમારી માંગેલી ઊંટડીઓ આપવામાં આવશે એમ કહી ઉતાવળમાં પ્રયાણ કરતો પૃથ્વીરાજ સોમેશ્વર નામના પ્રધાને ના કહી તો પણ સ્વેચ્છની પાછળ (૧) પાંચ મોટા અધિકારીઓ. ૨૧૦ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #225 -------------------------------------------------------------------------- ________________ ગયો. પછી પૃથ્વીરાજને એવી ભ્રાંતિ થઇ કે, એ સોમેશ્વર પ્રધાનને ગુપ્તપણે મ્લેચ્છ રાજનો પક્ષ છે. કેમકે મારા શત્રુની એણે વાતો સાંભળી છે માટે મને જવાની ના કહે છે એમ ધારી કર્ણછેદ કર્યો. આ મોટા પરાભવથી પૃથ્વીરાજ ઉપર ક્રોધ કરી તેનો પરાભવ કરવાને મ્લેચ્છ રાજ પાસે ગયો ને એના મનમાં પોતાનો વિશ્વાસ યુક્તિથી ઠસાવ્યો ને મ્લેચ્છનું લશ્કર પાછુ વાળી પૃથ્વીરાજના લશ્કર પાસે લાવ્યો. તે વખતે પૃથ્વીરાજ એકાદશીનો ઉપવાસ કરી જાગરણ કરી બારશને દિન પારણાં કરી સૂતો હતો, તે લાગ જોઇ હુમલો કરી આવેલા મ્લેચ્છોએ સંગ્રામ કરી ફતેહ મેળવી નિંદ્રામાં ભરપુર થયેલા પૃથ્વીરાજને બાંધી પોતાના મુકામમાં લઇ ગયા. ફરીથી પણ એકાદશીના ઉપવાસના પારણાનો દિવસ આવ્યો ત્યારે મ્લેચ્છરાજે ભોજન ક૨વા મોકલેલો માંસ પાકનો થાળ આવ્યો. પૃથ્વીરાજે દેવપૂજન કરવામાં વિલંબ થવાથી તે જગ્યાએ તંબુમાં ઢાંકી, થાળ મૂકાવ્યો. પછી દેવપૂજામાં ઘણો આસક્ત થયેલો પૃથ્વીરાજ હતો તે વખત ઓચિંતો એક ડાઘો કૂતરો આવી તે થાળનું સઘળું ભોજન ગ્રહણ કરી ગયો. પૂજામાંથી ઉઠી પહે૨ગીરને પેલા થાળની ખબર પૂછી. ત્યારે તેમણે જવાબ દીધો કે તમે શા માટે તમારું ખાણું પણ જાળવી નથી શકતા. આ પ્રકારે તેમના ગુસ્સાને સહન કરતો પૃથ્વીરાજ બોલ્યો કે, અહો ! પ્રથમ જેના રસોડાની સામગ્રી, સાતશે ઊંટડીઓથી પણ ઉપાડી શકાતી નહિ, તેની આજે દુષ્ટ દૈવના યોગથી આ પ્રકારની દુર્દશા ? આ પ્રકારના કૌતુક જોવાને મારુ મન આકુળવ્યાકુળ હતું માટે મારાથી ભોજનથાળની રક્ષા ન થઇ શકી. આ પ્રકારે પૃથ્વીરાજ બોલ્યો ત્યારે મ્લેચ્છ સેવકો બોલ્યા કે હજુ તારા મનમાં કોઇ પ્રકારની ઉત્સાહ શક્તિ (ઉમેદવારી) બાકી રહી છે કે શું ? આ વચન સાંભળી પૃથ્વીરાજ બોલ્યો કે જો હું મારા સ્થાનને પાછો પામું તો મારા શરીરનું પુરુષાતન દેખાડું. આ પ્રકારનું પૃથ્વીરાજનું સઘળું બોલવું સેવકોએ મ્લેચ્છ રાજને કહી સંભળાવ્યું. પછી મ્લેચ્છ રાજાએ પૃથ્વીરાજનું સાહસ શરીર પરાક્રમ જોવા પાછો તેની રાજધાનીમાં લઇ જઇ રાજમંદિરમાં અભિષેક કરી રાજ્યાસન ઉપર બેસાડે છે. એ અરસામાં ચિત્રશાળામાં લખેલા અદ્ભુત ચિત્રામણ, જે સૂવરનાં (ભૂંડનાં) ટોળે ટોળાં, મ્લેચ્છોની દુર્દશા કરી મારે છે. આ પ્રકારના મર્મભેદી ચિત્ર જોવાથી મ્લેચ્છરાજને ઘણો જ ક્રોધ ઉત્પન્ન થયો. તેથી પૃથ્વીરાજને કુહાડાથી છૂંદી છૂંદી મારી નાંખ્યો. આ પ્રકારે પરમર્દિ રાજા તથા જગદેવ તથા પૃથ્વીરાજ એ ત્રણેના પ્રબન્ધો પૂરા થયા. હવે જેને ચોપાસ ખાઇની જેમ સમુદ્ર વીંટાયો છે, એવા શતાનંદ નામે નગરમાં શ્રી મહાનંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની મદનરેખા નામે પટરાણી હતી. એ રાજાને ઘણી સ્ત્રીઓ હોવાથી પટરાણીને કોઇ દિવસ સુખની ઘડી આવી નહીં. માટે તેણીએ વિચાર કર્યો કે વશીકરણ કર્યા વિના બીજો ઉપાય નથી એમ ધારી આ બાબતના તજ્ઞ પરદેશી લોકોની તજવીજ કરવા માંડી. ત્યારે કોઇ પ્રત્યક્ષ ચમત્કાર દેખાડે એવો સાચો વશીકરણ કરનાર પુરુષ મળ્યો. તેના દ્વારા પ્રાપ્ત કામણઔષધનો ઉપયોગ કરતી વેળાએ તેણીને વિચાર ઉત્પન્ન થયો કે મંત્ર તથા ઔષધના બળથી પરાણે જુદાં-જુદાં પ્રબન્ધો ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિ કરવી એ પતિદ્રોહ છે. આ પ્રકારના ધર્મશાસ્ત્રનું સ્મરણ થઈ આવ્યું તેથી તે ઔષધ સમુદ્રમાં નાખી દીધું. શાસ્ત્રમાં કહ્યું છે કે ચમત્કારી મણિ તથા મંત્ર અને મહૌષધિ એ ત્રણનો અદ્ભુત મહિમા હોય છે. માટે તે ઔષધના પ્રતાપથી વશ થયેલો સમુદ્ર મૂર્તિમાન થઈ રાત્રિએ તે પટરાણી પાસે આવ્યો ને તેનો સુંદર સંભોગ કર્યો. તેથી તેને ઓચિંતો ગર્ભ રહ્યો. દિવસે દિવસે ગર્ભની વૃદ્ધિ થવાથી એ વાત રાજાને માલુમ પડી. તેથી તે ક્રોધ કરી એ સ્ત્રીને દેશાન્તર કાઢી મૂકાવવી અથવા મારી નંખાવવી ઇત્યાદિ દંડ દેવાનો વિચાર કરે છે એટલામાં તે સ્ત્રી આપઘાત કરી મરવાની તૈયારીમાં થઇ, તે વખતે સમુદ્રના અધિષ્ઠાયક દેવે પ્રત્યક્ષ થઇ પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું ને કહ્યું કે લેશ માત્ર ભય ન રાખીશ. હું દેવ છું માટે તારી રક્ષા કરીશ. એમ કહી રાજા પાસે જઈ એક શ્લોક બોલ્યો. અર્થ : જે પુરુષ સુંદર શીળવાળી કુળવાન કન્યા પરણીને બરાબર નજરે નથી જોતો તે અતિશય પાપી છે. એટલે કુળવાન કન્યાનો પરિત્યાગ કરી કુલહીન કન્યામાં આસક્ત થાય તે મહા પાપી ચંડાળ જાણવો. આ રીતે કુળવાન કન્યાનું અપમાન કરનાર તને પ્રલયકાળમાં જેમ સમુદ્ર મર્યાદા મૂકી દે છે તેમ હું સ્ત્રી પરિવાર સહિત પાણીમાં બોળી દઈ નાશ કરીશ. એમ સઘળું વૃત્તાંત કહી દેખાડી સર્વને શાંત કર્યા. પછી કોઈ કોઈ જગ્યાએથી પાણી ખસેડી આંતરદ્વીપો પ્રગટ કર્યા. તે અદ્યાપિ કોંકણ દેશ એ નામથી સર્વ લોકમાં પ્રસિદ્ધ છે. એ પ્રકારે કોંકણ દેશની ઉત્પતિ એ નામનો પ્રબન્ધ પૂરો થયો. પ્રાચીન સમયમાં પાટલીપુત્ર નામના નગરમાં એક વરાહ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને જન્મતઃ નિમિત્ત (જ્યોતિષ) શાસ્ત્ર ઉપર ઘણી જ શ્રદ્ધા હતી. તે ઘણી ગરીબ સ્થિતિમાં હતો, માટે ઢોર ચરાવી પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસ વગડામાં ઢોર ચરાવતાં એક મોટી શિલા ઉપર સિંહ લગ્નની કુંડળી માંડી તેનો અભ્યાસ કરી કુંડળીનું વિસર્જન કર્યા સિવાય સાયંકાળે પોતાને ઘેર આવ્યો. સાયંકાળે ઉચિતકાર્ય સમાપ્ત કર્યા પછી મધ્યરાત્રિ જતાં ભોજન કરવા બેઠો, તે અરસામાં પાષાણ શિલા પર માંડેલી કુંડળી વિસર્જન કર્યા સિવાય હું ઘર ભણી આવ્યો છું તે વાત યાદ આવી. ભોજન કર્યા સિવાય એકદમ આસન ઉપરથી ઉઠી નિર્ભયપણે મધ્યરાત્રિએ વગડામાં ચાલ્યો. થોડી વારમાં કુંડળી માંડેલી તે શિલા આગળ આવી પહોંચ્યો તો ત્યાં શિલા ઉપર ચાર પગ મૂકી એક ભયંકર સિંહ ઉભેલો દીઠો, તેનો ભય ન ધરાવતાં સિંહના પેટ તળે હાથ ઘાલી પાષાણ ઉપરની કુંડળીનું વિસર્જન કર્યું. તે જ વખતે તે લગ્નનો અધિષ્ઠાયકદેવ તેની ભક્તિથી સંતોષ પામીને સિંહનું રૂપ બદલી સૂર્ય રૂપે થયો. તેણે બ્રાહ્મણને કહ્યું, હું સૂર્ય છું; તારી ઇચ્છાનુસારનું વરદાન મારી પાસે માગી લે. સૂર્યનું એવું વચન સાંભળી, બ્રાહ્મણ બોલ્યો કે મને આપનું સઘળું નક્ષત્ર મંડળ તથા ગ્રહો પ્રત્યક્ષ દેખાડો. બ્રાહ્મણની એવી પ્રાર્થના સાંભળી તેને પોતાના વિમાનમાં બેસાડી એક વર્ષ પર્યત ગ્રહની વક્રગતિ, અતિચાર અને ઉદય તથા અસ્ત, ઇત્યાદિક ભાવને પ્રત્યક્ષ દેખાડ્યા. ૨૧ ૨ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #227 -------------------------------------------------------------------------- ________________ તેની પરીક્ષા કરી સૂર્ય લોકમાંથી પૃથ્વીમાં આવી, ‘વરાહ મિહિર’ એવું પોતાનું પ્રસિદ્ધ નામ ધરાવી નંદ નામના રાજાનો પરમ માનીતો પંડિત થઇ ‘વારાહી સંહિતા' નામે નવું જ્યોતિઃશાસ્ત્ર રચ્યું. એક વખત પોતાને ઘેર પુત્રનો જન્મ થયો. તે સમયે ઘટિકાનું સ્થાપન કરી શુદ્ધ જન્મકાળ કરવા માટે લગ્નનો નિર્ણય કરી જાતક ગ્રન્થને અનુસરી જન્મપત્રિકા કરી પોતે પ્રત્યક્ષ ગ્રહ ચક્ર જોયું છે, તે સંબંધી જ્ઞાનના બળથી પુત્રનું સો વરસનું આયુષ્ય નિર્ણિત કર્યું. પોતાના પુત્રના જન્મ મહોત્સવમાં તેમના નાના ભાઇ ભદ્રબાહુ જે જૈનાચાર્ય થયા છે તે સિવાય સઘળી નગરની પ્રજા તથા રાજા ભેટણા લઇ આવી ગયા તે પ્રસંગે નગરનું કોઇ જન આવ્યા વગર રહ્યું નહીં. વરાહ મિહિરે એકાંતમાં રાજાના શકડાલ નામના મંત્રીને બોલાવ્યો, તે જૈન મતનો હતો. તેની પ્રત્યે વરાહ કહેવા લાગ્યો. મારા પુત્રના જન્મોત્સવ પ્રસંગે રાજા પ્રજા વગેરે સઘળા લોકો ભેટણા સહિત આવી ગયા પરંતુ મારા ભાઇ છતાં જૈનાચાર્ય ન આવ્યા, એનું કારણ શું ? એમ ઠપકો દઇને પૂછ્યું. મંત્રીએ સઘળી હકીકત ભદ્રબાહુ આચાર્યના આગળ નિવેદન કરી. ભદ્રબાહુએ સંપૂર્ણ શ્રુતજ્ઞાનના બળથી વિચારી જોયું, તો જેમ હથેળીમાં આંબળું દેખાય તેમ ત્રિકાળજ્ઞાનના બળથી પોતાના ભાઇના છોકરાનું આયુષ્ય તેને ૨૦ દિવસનું લાગ્યું. આજથી વીશમે દિવસે બિલાડીથી તે પુત્રનું મૃત્યુ થશે માટે અત્યારે જવા કરતાં તે જ વખતે જવું ઉચિત છે. મંત્રીએ આચાર્યની કહેલી વાત પંડિત વરાહને કહી દીધી. પુત્રનું આયુષ્ય સો વર્ષનું પોતે નક્કી કર્યું છે તથાપિ જૈનાચાર્ય ઘણા વિદ્વાન છે માટે રખેને તેની ધારણા ખરી પડે એવા ભયથી વરાહે રાજાની મદદથી વાઘરી લોકોને બોલાવી લોઢાના સાણસાથી નગરનાં તમામ બિલાડાં પકડાવી દૂર વગડામાં મોકલાવી દીધા. પ્રસૂતિગૃહમાં બંદોબસ્તને માટે કુટુંબ વર્ગને તથા મિત્રજન અને ભ્રાતૃ વર્ગને સાવધાન રહેવા હુકમ કર્યો કે અત્રે બિલાડુ પ્રવેશ કરવા ન પામે, એ રીતે બાળકના ઉ૫૨ જાપ્તો રખાવ્યો. વીશમે દિવસે એટલી બધી તકેદારી કરી કે સેંકડો માણસો છોકરાના રક્ષણને માટે આવ-જા કરવા લાગ્યા. એમ કરતાં દિવસ અસ્ત થયો. રાત્રિએ વરાહ પંડિત પણ તે છોકરાની સેવામાં ગુંથાયો. મધ્ય રાત્રિ જવા આવી એટલામાં અકસ્માત્ કોઇએ બહારથી પ્રસુતિ ઘરમાં આવવાને બારણું ઉઘાડ્યું. કમાડની પછવાડે લાકડાની ભુંગળ છુટી લગાડેલી હતી તે બારણાને ધક્કો વાગવાથી ઉછળી, છોકરાની આસપાસ બેઠેલા સઘળાં મનુષ્યો બચી ગયાં પણ માંચીમાં સૂતેલા બાળકના કપાળ ઉપર તે પડી, માથુ ફૂટી જવાથી છોકરો તત્કાળ મરી ગયો. સહસા બનાવ બનવાથી પંડિતના મનમાં બહુ શોક પેદા થયો. તેને નિમિત્તશાસ્ત્ર ઉપરથી તદ્દન શ્રદ્ધા જતી રહી. તેના મનમાં ઘણો ક્રોધ ઉત્પન્ન થયો. એક દિવસ વિદ્યાર્થીઓને ઘરમાંના જેટલા જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો હતા તેનો આંગણામાં ઢગલો ક૨વાનું કહ્યું. ગુરુની આજ્ઞાથી શિષ્યોએ તેમ કર્યું. તેવામાં ભદ્રબાહુ આચાર્ય પોતાના શિષ્યો સહિત વારાહ મિહિરના દ્વારમાં આવીને ઉભા રહ્યા. બહાર પુસ્તકનો ઢગલો જોઇ તેમણે પંડિતને પૂછ્યું કે આ શું કરો છો ? પંડિતે પ્રશ્નકર્તા જૈન મુનિનો તિરસ્કાર કરી ઇર્ષ્યા સહિત કહ્યું, જેણે મને સંદેહ ઉપજાવ્યો તે બીજાનું શું દળદર મારશે માટે આ ગ્રંથોનો અગ્નિસંસ્કાર કરું છું. એવું ખેદયુક્ત વરાહનું વચન સાંભળી જૈનાચાર્યે જુદાં-જુદાં પ્રબન્ધો ૨૧૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનના બળથી પુનઃ જન્મકુંડળી લખી સૂક્ષ્મગણિતથી ગણી બતાવ્યું કે જો તે પુત્રનું આયુષ્ય ફક્ત વીસ દિવસનું જ છે. આચાર્યે દર્શાવેલી ભૂલ મગજમાં ઉતરવાથી જ્યોતિષ શાસ્ત્ર ઉપર થયેલી અરૂચિ જરા નરમ પડી. પંડિત બોલ્યો કે સૂક્ષ્મ દૃષ્ટિએ તપાસતાં તમારા ગણિતનું ફળ તો યોગ્ય લાગે છે તથાપિ તમે બિલાડાથી મૃત્યુ આંકો છો, તે વાત જુઠી પડે છે. વરાહનું એવું બોલવું સાંભળી જૈનાચાર્યે બારણાની ભૂંગળ મંગાવી, તે લાકડાની ભૂંગળના માથા ૫૨ બિલાડાનું ચિત્ર હતું, તે દેખાડી વરાહને કહ્યું કે, દૈવ કદાપિ મિથ્યા થતું નથી. જુઓ આ શું છે ? બનવાકાળ એની મેળે બને જ જાય છે, માટે તું શું કરવા શોક કરે છે ? અર્થ : માયાના વૈભવથી સંભાવના કરેલા અને અભાવથી ઉત્પન્ન થયેલા સઘળા પદાર્થો અંતે અભાવ નિષ્ઠ જ છે. માટે પંડિત પુરુષોને તેથી મોહ ઉત્પન્ન થતો નથી. અવિદ્યાથી ઉત્પન્ન થયેલો દેહ મિથ્યા છે તો પછી તે દેહ સંબંધી જેટલા પુત્રાદિ પદાર્થો જણાય છે તે પણ મૃગજળની જેમ મિથ્યા જ છે, એમાં સંશય નથી. ઇત્યાદિ યુક્તિ પ્રયુક્તિથી બોધ કરી જૈનાચાર્ય પોતાને સ્થાને ગયા. વરાહ પંડિતને જૈનાચાર્યે એ પ્રકારે બોધ કર્યો તેમ છતાં તેની બુદ્ધિ કનકભ્રાન્તિની જેમ પુત્રમાં આસક્ત થવાથી શોક કરતો કરતો તે મરી ગયો ને વ્યંતર થઇને જન્મ્યો, તે યોનિમાં પણ દ્વેષભાવથી જૈન શ્રમણ વર્ગને પીડા કરવા લાગ્યો, કેટલાક શ્રાવકોના પ્રાણ પણ લીધા. પછી જ્ઞાનના અતિશય બળથી જૈનાચાર્યે ‘ઉવસગ્ગહરં’ એ નામનું નવું સ્તોત્ર રચી સર્વ ઉપદ્રવ નિવારણ કર્યો. એ પ્રકારે વરાહ મિહિરનો પ્રબંધ પૂરો થયો. પ્રથમ શાલિવાહનના પ્રબંધમાં પ્રકરણ વશથી સિદ્ધ નાગાર્જુનની ઉત્પત્તિ તથા સ્થંભન તીર્થની ઉત્પત્તિ સવિસ્તર કહી છે. ‘પણ તેમાં સ્થંભન પાર્શ્વનાથની જે વાત બાકી રહી છે તે નીચે’ શરૂ કરીએ છીએ. નાગાર્જુન મરણ પામ્યા પછી મહાપ્રભાવક પાર્શ્વનાથની પ્રતિમા સેઢી નદીને કાંઠે ખાખરાના વનમાં, કાળે કરીને એક મુખ માત્ર દેખાય એમ પૃથ્વીમાં સમાયેલી હતી. તે સમયે પ્રખ્યાત જૈનાચાર્ય શ્રીઅભયદેવસૂરીને શ્રી શાસનદેવની આજ્ઞાથી નવ અંગની ટીકા કરવા પ્રેરણા થઇ. છ માસ સુધી આચામ્સ (આયંબિલ) એ નામનું વ્રત કરી મહાકઠિન પ્રયોગવડે નવ અંગની ટીકા રચના કરી. તે પ્રસંગે શરીરમાં ઉત્પન્ન થયેલા રોગને પાતાળવાસી ધરણેદ્રદેવે ધોળા સર્પનું રૂપ ધારણ કરી તેમની પાસે આવી જીભવડે શરીર ચાટી રોગમુક્ત કર્યા. તેમના ઉપદેશથી સર્વ સંઘને એકઠો કરી જે જગ્યાએ વનમાં પાર્શ્વનાથની પ્રતિમા છે ત્યાં ગયા. તે પ્રતિમા ઉપર એક ગાય આવી પોતાનું દૂધ વરસાવતી (૧) કનકભ્રાન્તિ=કનક એટલે ધંતુરો તથા સોનું. જેમ ધંતુરો પીવાથી સર્વ પદાર્થો પીળાં દેખાય છે તેમ સ્ત્રી પુત્રાદિ અસત્ય વસ્તુમાં સત્યપણાની ભ્રાન્તિ થાય છે. 传送 ૨૧૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #229 -------------------------------------------------------------------------- ________________ હતી. એ ચિહ્નથી ગોવાળીયાએ દેખાડેલી પૃથ્વીમાં જઇ, શ્રી અભયદેવસૂરીએ જયતિહુણનામે બત્રીશ ગાથાનું સ્તોત્ર કરી શ્રીપાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી. દેવતાની આજ્ઞાથી તે સ્તોત્રમાંની બે ગાથા ગુપ્ત કરી. તે પ્રતિમાનું સ્થાપન ખંભાતમાં કર્યું. જેને હમણા સ્થંભન પાર્શ્વનાથ કહે છે. તેના સંક્ષેપ વૃત્તાંતનું એક કાવ્ય છે તેનો અર્થ નીચે પ્રમાણે. જે પ્રતિમાની ઇંદ્ર, વાસુદેવે તથા વરૂણદેવે પોતપોતાના નિવાસમાં રાખી પૂજા કરેલી છે તથા કાંતિપુરમાં ધનેશ્વરશેઠે તથા નાગાર્જુન જોગીએ જેની સેવા કરી છે એવી રીતે માર્ગમાં આવતાં જેને ચાર હજાર વર્ષ થઇ ગયાં છે એવા સ્થંભન શ્રીપાર્શ્વનાથ તમારી રક્ષા કરો. આ પ્રકારે નાગાર્જુન તથા સ્થંભન તીર્થનો પ્રબન્ધ પૂરો થયો. અવંતીપુરમાં કોઇ બ્રાહ્મણ પાણિની વ્યાકરણ ભણાવતો હતો. તેને એવો નિયમ હતો કે ક્ષિપ્રા નદીની સામે કાંઠે રહેલા ચિંતામણિ નામે ગણપતિને નિત્ય પ્રણામ કરવો. એક દિવસ બુદ્ધિમાન વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછી ઘણો ઉદ્વેગ પમાડ્યો હતો તેથી ચોમાસામાં દર્શન ક૨વા જતાં નદીના પૂરમાં ઝંપાપાત કર્યો, દૈવયોગથી કોઇ વૃક્ષનું મૂળ હાથમાં આવ્યું તેને બાથ ભરી લીધી. એવામાં ખેંચાતાં ખેંચાતાં પણ તે ગણપતિને નમસ્કાર કર્યો, તેથી ગણપતિ પ્રસન્ન થયા ને ઓચિંતી તણાઇ આવેલી હોડીનો યોગ બનવાથી તેમાં બેઠો. ત્યાં ગણપતિએ પ્રત્યક્ષ થઇ કહ્યું કે વર માગ. હું તારા નમસ્કાર કરવાના નિયમથી પ્રસન્ન થયેલો છું. ત્યારે તેણે પાણિની વ્યાકરણના જ્ઞાન સંબંધી વર માગ્યો. એ વ૨ ગણપતિએ અંગીકાર કરી છ માસ સુધી તેને ભણાવ્યો. ગણપતિએ જેવી રીતે પાણિનીનું વ્યાકરણ ભણાવ્યું તે તેણે ખડીથી લખી લીધું ને પછી ગણપતિ મહારાજની આજ્ઞા માગી પ્રથમ લખેલું પુસ્તક લઇ એક નગરના સમીપમાં આવી બેઠો. તે વખતે એને ઘણી નિદ્રા આવી ગઇ. પ્રાતઃકાળે નજીક રહેલી કોઇ વેશ્યાએ દાસીના મુખથી, ઘણી વારથી સૂતેલા બ્રાહ્મણની ખબર જાણી દાસીઓને આજ્ઞા આપી તે બ્રાહ્મણને પોતાને ઘેર ઉચકાવી મંગાવ્યો ને મોટા પલંગમાં સુખે સુવાડ્યો ! ત્રણ રાત્રિ ને ત્રણ દિવસ થયાં ત્યારે કાંઇક નિદ્રામાંથી જાગી જુવે છે તો આશ્ચર્યકારી વિચિત્ર મોટા મહેલની શોભા જોઇ વિચાર કર્યો કે હું તો સ્વર્ગમાં ઉત્પન્ન થયો છું. આ પ્રકારે માન્યું ત્યારે વેશ્યાએ સઘળો વૃત્તાન્ત કહ્યો. તેમજ સ્નાન પાન ભોજન વિગેરે ભક્તિથી ઘણો સંતોષ પમાડ્યો. પછી તે રાજસભામાં ગયો ને પાણિની વ્યાકરણનું બરાબર વ્યાખ્યાન કહી સંભળાવ્યું. તેથી રાજા આદિ સર્વે પંડિતો પ્રસન્ન થયા અને રાજાએ ઘણો શિરપાવ આપ્યો. તે સઘળું દ્રવ્ય લઇ તેણે વેશ્યાને અર્પણ કર્યું. પછી તે બ્રાહ્મણે પાણિની વ્યાકરણ ભણાવવાનો આરંભ કર્યો ત્યારે અનુક્રમે પરણેલી ચાર વર્ણની કન્યાથી ઉત્પન્ન થયેલા પુત્રો અભ્યાસ કરે છે. તેમાં ક્ષત્રિયની કન્યાથી ઉત્પન્ન થયેલો પુત્ર વિક્રમરાજ નામે પ્રસિદ્ધ થયો તે તથા શુદ્રની કન્યાથી ઉત્પન્ન થયેલો પુત્ર ભતૃહરિ નામે પ્રસિદ્ધ થયો. તે હીનજાતિની સ્ત્રીમાંથી ઉત્પન્ન થયો છે માટે ભોંયરામાં રહી ગુપ્તપણે જુદાં-જુદાં પ્રબન્ધો ૨૧૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ મહાવિદ્યાનો અભ્યાસ કરે છે બીજા ત્રણ પ્રસિદ્ધ પણે વિદ્યાભ્યાસ કરે છે. ત્રણેયને ભણાવતી વખતે સંકેત કરી ભર્તુહરિને પાઠ સંભળાવવાની રીત ચાલે છે. એક દિવસ ભર્તુહરિને સંકેતથી બોલાવ્યા વગર પાઠ ચાલતો કર્યો તેમાં શ્લોક આવ્યો. જે દ્રવ્યની ત્રણ પ્રકારે ગતિ છે. દાન, ભોગ ને નાશ. આ વચન સાંભળી ત્રણ વિદ્યાર્થીઓ બોલ્યા કે એ શ્લોકનું ઉત્તરાદ્ધ બોલો. તે વખતે ભર્તુહરિ ભોયરામાંથી પ્રત્યક્ષ આવી ઉપાધ્યાય ઉપર ક્રોધ કરી બોલ્યો કે રે વેશ્યા પુત્ર ! હજુ સુધી મને કેમ બોલાવ્યો નહીં એમ કહી એ શ્લોકના કરનારની નિંદા કરતો શ્લોક બોલ્યો. તેનો અર્થ : સેંકડો પ્રયાસ કરી એટલે મહા મહેનતે ઉત્પન્ન કરેલુ ને પ્રાણથી પણ અતિશય પ્રિય એવા ધનની એક જ ગતિ છે. કે ધન આપવું અને બીજી સર્વે તો ગતિ ન કહેવાય પણ વિપત્તિ જ કહેવાય. આ પ્રકારનું ભાષણ કરી ધનની એક જ ગતિ છે એમ માન્યું પછી તેણે વૈરાગ્યશતક આદિ ઘણા પ્રબન્ધો કર્યા. આ પ્રકારે ભર્તુહરિની ઉત્પત્તિનો પ્રબંધ પૂરો થયો. માનવ દેશના આભૂષણરૂપ ધારા નગરીમાં ભોજ રાજા રાજય કરતો હતો. તે વખતે વાભટ્ટ નામે રાજવૈદ આયુર્વેદમાં ઘણો ડાહ્યો હતો. તેણે રોગનો અનુભવ કરવા કુપથ્થથી કેટલાક રોગને ઉત્પન્ન કરીને સુશ્રુતમાં કહેલા ઔષધવડે તેનો નાશ કર્યો. આવી રીતનો અનુભવ કરતાં કરતાં એક દિવસ એવો વિચાર થયો કે પાણી વિના કેટલા દિવસ સુધી જીવાય છે. એ વાતનો અનુભવ કરવા ત્રણ દિવસ સુધી પાણી ન પીધું પછી અતિશય તરસથી તાળવામાં તથા હોઠમાં ઘણી પીડા થઈ. ત્યારે એક શ્લોક બોલ્યો તેનો અર્થ : પાણી ટાટુ અથવા ઉનુ કે પછી ઉકાળીને ટાઢું પાડેલ અથવા ઔષધીય પદાર્થોથી મિશ્રિત કરેલુ ગમે એવું પણ પાણી, પાણીનો નિષેધ કોઈ શાસ્ત્રમાં કર્યો નથી. માટે તાત્પર્ય કે પાણી ઉત્તમ છે; આ પ્રકારે પાણીનો સત્કાર કરનાર વાગભટ્ટ વૈદે સ્વાનુભવ સિદ્ધ વામ્ભટ્ટ નામે વૈદક ગ્રંથ ક્ય. જે હાલ પ્રસિદ્ધ છે. તેનો જમાઈ પણ લઘુ બાહડ (લઘુ વાભટ્ટ) નામે હતો. તે બૃહત્ બાહડની (મોટા વામ્ભટ્ટની) સાથે રાજમંદિરમાં રોજ જતો હતો. મોટા બાહડે શ્રી ભોજના શરીરની ચેષ્ટા જોઈ કહ્યું કે, આજ તમે રોગ રહિત છો એટલે દરરોજ રાજાની સારી નરસી પ્રકૃતિ કહેવાની રાજ વૈદ્યની રીત હતી તે પ્રમાણે કહ્યું. તે સાંભળી લઘુ બાહડે પોતાનું મુખ કરમાવ્યું.તે જોઈ રાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે, આજે કાંઇક રાત્રિ બાકી હતી તે વખતે સરકારના શરીરમાં ક્ષય રોગનો પ્રવેશ થયો છે. જેથી કાળી છાયાનો (કાલીકાંતિનો) આભાસ થાય છે. આ પ્રકારનું જેમ કોઈ દેવનું સત્ય વચન હોય તેમ તેનું ઇંદ્રિયને અગોચર (ઇંદ્રિયથી જાણ્યામાં ન આવે તે) સત્ય ભાવને જણાવતી વચનકલ્પનાથી રાજા મનમાં અતિશય ચમત્કાર પામ્યો ને બોલ્યો કે એ રોગનું ઔષધ તમે કરો. ત્યારે વૈદ્ય બોલ્યો કે એ રોગનું સાધારણ ઔષધ નથી. પણ રાસાયણિક ઔષધ છે ને તેનો ખર્ચ ત્રણ લાખ રુપીઆ થશે. આ વાત રાજાએ અંગીકાર કરી દ્રવ્ય આપી ૨૧૬ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર Page #231 -------------------------------------------------------------------------- ________________ છ માસે ઔષધ તૈયાર કરાવ્યું. પછી શુભ દિવસે શુભ મુહૂર્તે તે ઔષધ કાચની શીશીમાં ઘાલી હાથમાં લઇ વૈદરાજ રાજમંદિરમાં આવ્યા અને રાજાના પલંગ પર તે શીશી મૂકી. રાજાએ પણ પ્રાતઃકાળે વહેલા ઉઠી દેવપૂજા કરી ચારેપાસ વધામણી મોકલી. સારા સારા માણસોને તેડાવી સર્વ સામગ્રી તૈયાર કરી રાજા રસાયનપાન કરવાની ઇચ્છા કરે છે એટલામાં કોઇ કારણથી વૈદરાજે કાચની શીશી ધરતી પર પછાડી ભાગી નાંખી. રાજા તો ઘણા આશ્ચર્ય સહિત બોલ્યો કે આ શું કર્યું. પણ એ રસાયનના સુગંધથી રાજાના શરીરનો તમામ વ્યાધિ શાંત થઇ ગયો. વૈદ્ય બોલ્યો કે વ્યાધિ વિના રસાયન ખાવું તે ધાતુ ક્ષીણ કરનારુ છે માટે તેને મિથ્યા રાખીને શું કરવું ? તમારે જો એ વાતનો નિશ્ચય કરવો હોય તો આજે રાત્રિની સમાપ્તિ થાય તે વેળાએ પ્રથમ દેખાતી કાળી છાયા સરકારના શરીરનો ત્યાગ કરી ગઇ છે, એમ તમને જ અનુભવ થશે. પછી રાજાને પણ એ પ્રકારનો સાચો અનુભવ થવાથી વાગ્ભટ્ટને જીવતાં સુધી નિર્વાહ થાય એવી આજીવિકા બાંધી આપી. હવે તે વાગ્ભટ્ટ વૈદ્યે મૂળમાંથી ખોદી નાખેલા સર્વે રોગો એકઠા થઇ સ્વર્ગમાં જઇ અશ્વિની કુમા૨નામે બે દેવ વૈદ્યોને પોતાનો પરાભવ કહ્યો કે વાગ્ભટ્ટ નામે વૈદ્ય, પૃથ્વીમાં અમને રહેવા દેતો નથી ને તમો અત્રે સ્વર્ગમાં પણ રહેવા દેતા નથી તો હવે અમારે કેમ કરવું ? આ વાત સાંભળી આશ્ચર્ય પામી તે બન્ને વૈદ્ય નીલવર્ણના પક્ષીનું રૂપ ધારણ કરી વાગ્ભટ્ટની મોટી હવેલીના જ ગોખ તળે છજાના એક ભાગમાં સન્મુખ બેસી, એ વૈદ્ય સાંભળે એવા લાંબે અવાજે બોલ્યા. (જોડ) એટલે રોગ રહિત કોણ હોય ? આ શબ્દને વારંવાર સાંભળી વૈદ્યરાજે વિચાર કર્યો કે આ કોઇ મને પ્રશ્ન પૂછે છે. માટે મારે એનો ઉત્તર આપવો. એમ વિચાર કરી ઉભો થઇ પક્ષીની પેઠે લાંબે સ્વરે બોલ્યો કે (૧ મિતભુક્, ૨ હિતભુક્, ૩ અશાકભુક્). (૧) જેટલું પોતાના આહારનું પ્રમાણ એટલુંજ જમે. એક કોળીયો પણ વધારે ન જમે. તેને મિતાહારી કહીએ. (૨) જે વસ્તુ પોતાના શરીરને સદતી હોય, પ્રકૃતિને અનુકૂલ હોય, પરિણામે હિતકારી હોય તેનું જ ભોજન કરે. (૩) શાક વગરનું જમે એટલે ચોમાસાના નવા પાણીથી રસ રહિત થયેલા આરીયાં તુરીયાં વિગેરે ન જમે તે નિરોગી રહે. વળી બીજો પક્ષી બોલ્યો તેનો ઉત્તર કર્યો તેનો અર્થ : શાક ન જમે ને ભાતની સાથે થી જમે. દૂધપાક વગે૨ે દૂધમય ભોજનનો અભ્યાસ કરે અને જમતાં વચ્ચે પાણી પીએ. ઘણો ભૂખ્યો પણ ન રહે તેમ જ ઘણું વધારે પણ ન ખાય. અતિશય વાયડાં તથા ઘણાં ગરમ પદાર્થોનું સેવન ન કરે તથા પ્રથમનું ભોજન પાચન થયા વગર ભોજન ન કરે તથા સાર વિનાનું ભોજન ન જમે. આવી રીતે વર્તનાર પુરુષ, નીરોગી રહે. આ સાંભળી ચમત્કાર પામી, વળી બીજે દિવસે બોલવા મંડ્યા. તેના ઉત્ત૨માં એક શ્લોક બોલ્યો તેનો અર્થ : વર્ષાઋતુમાં ઘેર બેસી રહે પણ પ્રવાસ ન કરે તથા શરદ ઋતુમાં પીવા યોગ્ય પદાર્થનું પાન કરે અને હેમંત ઋતુ તથા શિશિર ઋતુમાં (શિયાળામાં) પાક વગેરે ખાવાના પદાર્થોનું સેવન કરે અને વસંતઋતુમાં માદક પદાર્થનું સેવન કરે અથવા વસંત ક્રીડા કરે તથા ગ્રીષ્મ ઋતુમાં નિદ્રાનું સેવન કરે જેથી નિદ્રા આવે એવા પદાર્થ જમે તે શરીરે નિરોગી રહે. વળી એ જ વૈદ્યોએ ત્રીજે જુદાં-જુદાં પ્રબન્ધો ૨૧૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ દિવસે મોટા યોગીંદ્રનું રૂપ ધારણ કરી વાભટ્ટને ત્યાં આવી પ્રશ્ન પુછ્યો? કે પૃથ્વીમાં ઉત્પન્ન નહીં થયેલું અને આકાશમાં પણ ન રહેલું તથા મર્દન પણ ન કરેલું તથા કોઈ વસ્તુના રસથી ન બનાવાયેલું અને સર્વ શાસ્ત્રોમાં માન્ય કરેલું એવું ઔષધ, હે વૈદ્યરાજ ! અમને બતાવો ! ત્યારે વાભટ્ટ બોલ્યા કે પૃથ્વીમાં ન થયેલું અને આકાશમાં ન રહેલું રસ રહિત, પથ્ય, પૂર્વાચાર્યે માન્ય કરેલું લંઘન (લાંઘણ કરવી) એ સર્વોપરિ ઔષધ છે. આ વચન સાંભળી ચમત્કાર પામી પ્રત્યક્ષ દેવતાનું રૂપ ધારણ કરી વાભટ્ટને કહ્યું કે તમે તમારી ઇચ્છામાં આવે તે વરદાન અમારી પાસે માગો. કેમ કે અમો તમારા ઉપર ઘણા પ્રસન્ન થયા છીએ આ વચન સાંભલી વાભટ્ટે પોતાના મનોવાંછિત વર માગ્યાં. તે આપી દેવ પોતાના સ્થાનમાં પધાર્યા. આ પ્રકારે વાગભટ્ટ વૈદ્યનો પ્રબન્ધ પૂરો થયો. ધામણોલી ગામનો રહેનાર ધારા નામનો કોઇક મોટો ધનાઢ્ય જૈન ધર્મી વાણિયો ઘણો દાનેશ્વરી હતો. કુબેર જેવી પોતાની લક્ષ્મીવડે ઘણા જીવનું પોષણ કરતો હતો. એક દિવસ ગિરનાર પર્વતની યાત્રા કરવા મોટો સંઘ કાઢી પોતાના પાંચ પુત્ર તથા પોતાનું સૈન્ય સંગાથે લઈ યાત્રા કરવા ગયો. તે વખતે એ પર્વતનો રાજા દિગંબરોનો ભક્ત હતો. આ શેઠને શ્વેતાંબર ભક્ત જાણી ગિરનાર ઉપર ચડતાં રોક્યો. પછી સામાસામી તકરાર ચાલતાં લડાઇનો આરંભ થયો. તેમાં શ્વેતાંબર શેઠના પાંચ પુત્રો દેવ ભક્તિથી ઉત્સાહ પામી સંગ્રામ કરતાં મરણ પામ્યા. તે પાંચે પણ ત્યાંના ક્ષેત્રપાળ દેવતા થઈ રહ્યા ને તીર્થમાં વિઘ્ન કરનારનો નાશ કરતા હતા. તેમનાં નામ - કાળમેઘ, મેઘનાદ, ભૈરવ, એકપાદું ને ગૈલોક્યપાદ. હવે એક ધારા નામનો શેઠ જીવતો રહ્યો તે કાન્યકુન્જ (કનોજ) દેશમાં ગયો. ત્યાં બપ્પભટ્ટી નામે મોટા પ્રખ્યાત આચાર્ય વિચારતા હતા. તેમના વ્યાખ્યાનમાં જઈ સંઘની આજ્ઞા માગી બોલ્યો કે રૈવત તીર્થમાં દિગંબર લોકો નિવાસ કરી રહ્યા છે અને શ્વેતાંબરોને પાખંડી ગણી પર્વત ઉપર પણ ચડવા દેતા નથી, માટે તેમને જીતી તીર્થોદ્ધાર કરો. આ પ્રકારે બપ્પભટ્ટી સૂરિને વિનંતી કરી. તે સાંભળી જૈન દર્શનની ઉન્નતિ કરવા કન્યકુબ્ધ દેશના રાજાને સંગાથે લઈ મહા સત્ત્વથી શોભતા તે આચાર્ય સાત દિવસમાં ગિરનાર પર્વત આગળ આવ્યા અને દિગંબરો સાથે મોટો વાદ ચલાવ્યો. રાજા તથા પ્રજા સર્વની સમક્ષ દિગંબરોને થોડા વખતમાં જીતી લીધા અને અંબા દેવીને પ્રત્યક્ષ કરી ગિરનાર તીર્થનું માહાસ્ય વધાર્યું. જે રૈવતાચળ પર્વતને એક નમસ્કાર કરે તો પણ તેનું મોટું ફળ છે. આ પ્રકારના અર્થની ગાથા દેવતાના મુખથી સંભળાવી શ્વેતાંબરનું દર્શન મોટી ઉન્નતિ સહિત સ્થાપન કર્યું ત્યારે પરાભવ પામેલા કેટલા દિગંબર આચાર્યોએ બળાનક નામે દેવીના મંડપ આગળથી પૃપાપાત કરી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ પ્રકારે રેવતાચલના અધિપતિ ક્ષેત્રપાળની ઉત્પતિનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ લાખો માણસ સોમેશ્વર મહાદેવની યાત્રા કરવા આવતાં હતાં તેને જોઈ પાર્વતીએ શિવજીને પૂછ્યું કે આ લાખો યાત્રાળુઓ આવે છે એ સર્વને શું તમે રાજય આપી શકશો ? શિવજી ૨૧૮ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #233 -------------------------------------------------------------------------- ________________ બોલ્યા કે જેને યાત્રાની વાસના હશે તેને રાજ્ય આપીશું. ત્યારે પાર્વતી બોલ્યા કે શું વાસના વગરના ઘરબાર છોડી આ બધા લોક આવતા હશે ? શિવજી બોલ્યા હા. લોક તો ગાડરિયા પ્રવાહની જેમ દેખાદેખીથી આવે છે. આ વાત પાર્વતીએ ન માનવાથી પાર્વતીને પ્રત્યક્ષ દેખાડવાને ગાયનું રૂપ ધારણ કરાવ્યું ને સમીપ કોઇ નાના તલાવડાના કાદવમાં વૃદ્ધ ગાય કળી ગઇ હોય એવું સ્વરૂપ દેખાડ્યું. પોતે શિવજી મનુષ્યનું રૂપ ધારણ કરી કાંઠે ઉભા રહી કોઇ ગરીબ માણસની જેમ પોકાર પાડી પેલા સોમેશ્વરની યાત્રામાં જનાર લોકોને કહે છે કે હે પુણ્યશાળી લોકો ! આ મારા ગરીબની વૃદ્ધ ગાય કાદવમાં ખૂંપી ગયેલી છે તેને દયા કરી કાઢી આપો. તેનું આ વચન સાંભળી કેટલાક તો સમીપ આવેલા શ્રી સોમેશ્વર મહાદેવના દર્શનમાં ઉત્સાહવાળા હતા તે તો ઉપહાસ કરી ચાલ્યા ગયા. વળી કેટલાકને દયા આવી તેઓ ખૂંપી ગયેલી ગાયને કાઢવા જાય છે. એટલામાં શિવજીએ સિંહરૂપ ધારણ કરી તેમને નસાડ્યા. તેમાંથી એક જણે મરવું કબુલ કરીને પણ ગાયની સમીપ આવી તેને કાઢવાનો પ્રયત્ન કર્યો તે જ વખત પોતાનું મૂળ રૂપ ધારણ કરી શિવ પાર્વતીએ તેને દર્શન આપ્યા અને શિવજીએ પાર્વતીને કહ્યું કે આ જ એક પુરૂષને યાત્રાની શુદ્ધ વાસના છે. માટે એને રાજ્ય આપીશું. એમ પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. આ પ્રકારે વાસનાનો પ્રબંધ પૂરો થયો. - હવે કોઇ સોમેશ્વરની યાત્રા કરનાર માણસ માર્ગમાં લુહારના કોડમાં સૂતો હતો ત્યાં એવો બનાવ બન્યો કે તે લુહારની સ્ત્રી વ્યભિચારિણી હોવાથી પરપુરુષ પાસે જઇ ઘેર આવી પોતાના કામમાં અડચણ કરનાર સૂતેલા ધણીનું તલવાર વડે માથુ કાપી નાંખ્યું અને તે તલવારને પહેલા આવીને સૂતેલા જાત્રાળુ માણસના ઓશીકા તળે મૂકીને પોતે બુમો પાડવા મંડી કે આ પુરુષે મને લઇ જવા મારા ધણીનું માથું કાપી નાખ્યું. પછી રાજાના રખેવાળ પુરુષો આવ્યા. તેમણે યાત્રાળુ પુરુષનો કહેલો વૃત્તાંત સાચો ન માનતા છેવટ તેના હાથ કાપી નાખ્યા ત્યારે તે સોમેશ્વર મહાદેવને ઠપકો આપવા મંડ્યો. ત્યારે સોમેશ્વર મહાદેવે પ્રત્યક્ષ થઇ પહેલા યાત્રાળુને કહ્યું કે તારા પૂર્વ જન્મનો વૃત્તાંત સાંભળ. પૂર્વે તમે બે સગા ભાઇ હતા. તેમાંથી એક ભાઇએ બકરીના કાન ઝાલી રાખ્યા ને બીજાએ તેનું માથું કાપ્યું. માટે તે બકરી મરીને આ સ્ત્રી થઇ હતી ને બકરીનો મારનાર જે માણસ તે આ સ્ત્રીનો ધણી થયો ને જે બકરીને મારતી વખતે કાન ઝાલી રહ્યો હતો તે તુ જ છું. માટે તારો યોગ બનવાથી બકરીએ આ વેર લીધું. એમાં અમારો શો અપરાધ છે. આ પ્રકારે કૃપાણિકાનો (તલવારનો) પ્રબન્ધ પૂરો થયો. પૂર્વે શંખપુર નગરમાં શંખ નામે રાજા રાજ્ય કરતો હતો અને તે નગરનો ધનદ નામે શેઠ મહા ઉદાર હતો. તેણે ક્યારેક વિચાર કર્યો કે હાથીના કાન જેવી ચંચળ લક્ષ્મી છે માટે તેનું ફળ ગ્રહણ કરવું જોઇએ એમ વિચારી હાથમાં ઘણી ભેટ લઇ રાજા પાસે જઇ તેને સંતોષ પમાડી તેણે આપેલી ઘણી જગ્યામાં એક મોટો જૈન પ્રાસાદ (જૈન મંદિર) બંધાવ્યો. શુભ મુહૂર્ત આવ્યું ત્યારે જુદાં-જુદાં પ્રબન્ધો ૨૧૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ તેમાં દેવની પ્રતિષ્ઠા કરી. પછી પોતાની ભક્તિવાળા ચાર પુત્રો સહિત વિચાર કરી તે મંદિરમાં દ્રવ્ય આવવાના ઘણા રસ્તા બાંધી આપ્યા. જેથી કોઇ દિવસ દહેરાસર સંબંધી કામ અટકી ના પડે. વળી દેવપૂજા નિમિત્તે વિવિધ જાતિના વૃક્ષોથી શોભતો એક મોટો બાગ કરી આપ્યો તથા તેની રક્ષા કરનાર માણસોની યોજના પણ કરી. એક દિવસ પૂર્વ જન્મે બાંધેલા અંતરાય કર્મના ઉદયથી સઘળી ધન સંપત્તિ એકદમ નાશ પામી. અહીં રહેવાથી પોતાનું માન નાશ થશે એમ ધારી સમીપ રહેલા કોઇક ગામડામાં પુત્ર સહિત રહ્યો. છોકરાઓની કમાણીમાં જેમ તેમ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ ચોમાસાના પર્વ દિવસમાં પુત્રો સહિત એ શેઠ શંખપુરમાં ગયો. ત્યાં પોતાના કરાવેલા પ્રાસાદમાં પૂજા કરવા પગથીયા ઉપર ચડે છે. એટલામાં પોતાના કરાવેલા બાગના માળીએ આવી ચાર શેરનો એક મોટો હાર અર્પણ કર્યો પછી ધનદ શેઠે ઘણા ભાવથી તે મોટા હાર વડે જિવેંદ્રની પૂજા કરી. રાત્રિએ ગુરુ પાસે આવી પોતાના દારિત્ર્યની ઘણી નિંદા કરી. ગુરુએ પ્રસન્ન થઇ કપર્દિ યક્ષ પ્રત્યક્ષ થાય એવો મંત્ર આપ્યો. તેનું આરાધન કરતાં એક દિવસ કાળી ચૌદશની મધ્યરાત્રિએ કપર્દિ યક્ષ પ્રત્યક્ષ થઇ બોલ્યો કે તું મારી પાસે વરદાન માંગ. ત્યારે તે બોલ્યો કે ગુરુના ઉપદેશથી ચોમાસામાં ચાર શેરના પુષ્પહારથી પૂજા કરી છે તેમાંથી એક પુષ્પની પૂજાનું ફળ મને આપ, ત્યારે યક્ષ બોલ્યો કે તીર્થંકર વિના એક પુષ્પની પૂજાનું ફળ પણ આપવા કોઇ સમર્થ નથી. એમ કહી કપર્દિયક્ષે પોતાનો સાધર્મિક છે એમ ધારી ઘણા સ્નેહથી તેના ઘરમાં સોનાની મહોરથી ભરેલા મોટા ચાર ચરુ ચારે ખુણે સ્થાપન કરી અંતર્ધાન થયો. પ્રાતઃકાળે પોતાના પુત્રોને તે ધન અર્પણ કર્યું. તે ધનનું કારણ તેઓએ આગ્રહથી પૂછ્યું ત્યારે તેમના અંતરમાં જિનપૂજાનો પ્રતાપ જણાવવા સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે દિવસથી આરંભીને સર્વે ધનાઢ્યો થઇ પોતાના જન્મ નગ૨માં નિવાસ કરી રહ્યા ને કેટલાં જિનાલયનાં ઉદ્ધાર કરાવ્યાં. જૈનશાસનની મોટી પ્રભાવના કરી ને અન્યદર્શની બ્રાહ્મણ લોકના મનમાં પણ જૈન ધર્મનો નિશ્ચય કરાવ્યો. આ પ્રકારે વીતરાગની પૂજાના પ્રતાપ વિષે ધનદશેઠનો પ્રબન્ધ કહ્યો. આ પ્રકારે મેરૂતુંગાચાર્યે કરેલા પ્રબન્ધ ચિંતામણી ગ્રન્થમાં પ્રકીર્ણક નામે પાંચમો પ્રબંધ પૂરો થયો. પ્રશસ્તિ : હવે ગ્રંથ કર્તા મેરૂતુંગાચાર્ય કહે છે કે ગુણવાન બહુશ્રુત પુરુષો આ પડતા કાળમાં બહુધા દુર્લભ છે અને શિષ્યોની બુદ્ધિનો ઉપયોગ પ્રતિદિન ઘટી જવાથી તેમના શ્રુતજ્ઞાનનું ઘણું બળ નાશ પામ્યું છે. માટે ભાવિના શિષ્યોનો મોટો ઉપકાર કરવાની ઇચ્છાથી જેમ કોઇ અમૃત પાન કરાવવાનું સદાવ્રત બાંધે એમ અમોએ સત્પુરુષોના ચરિત્રથી ભરપુર આ ગ્રંથ રચ્યો છે. (૧) જેમ હાથમાં લીધેલો ચિંતામણિ મનોવાંછિત ફલ આપે છે તેમ આ ગ્રંથ મનોવાંછિત પ્રબંધોને દેખાડી આપે છે. આ ગ્રંથરત્નનો ઘણો અભ્યાસ કરવાથી તે સ્યમંતક નામે મણિની ગરજ સારે છે એટલે જેમ સ્યમંતક મણિની સેવાથી સુવર્ણ પ્રાપ્તિ વિગેરે ફલ દેખાય છે, તેવા ગુણ આ ગ્રંથમાં પણ ૨૨૦ '** ** પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #235 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છે. વળી આ ગ્રંથને હૃદયમાં ધારણ કરવાથી કૌસ્તુભ નામે મણિનું કામ સરે છે. એટલે જેમ કૌસ્તુભ મણિમાં આખું વિશ્વ દેખાય છે તેમ આ ગ્રંથથી આખી સૃષ્ટિની સ્થિતિ દેખાય છે. (૨) ગુરુમુખથી જેવી રીતે મેં પ્રબંધો સાંભળ્યા છે તેવી રીતે યદ્યપિ, મારી અલ્પ બુદ્ધિ હતી તો પણ પ્રયત્નથી પ્રબંધોનો સંગ્રહ કરી આ ગ્રંથ રચ્યો છે; માટે મોટી બુદ્ધિવાળા ગુણગ્રાહી પંડિતોએ મત્સરનો ત્યાગ કરી આ ગ્રંથની ઉન્નતિ કરવી. (૩) જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર રૂપી બે (ધૂતકાર) રમત રમનારા પુરુષો, ગ્રહ નક્ષત્ર રૂપી કોડાઓ વડે ક્રીડા કરે છે, એટલે આકાશમાં સૂર્ય-ચંદ્ર ગ્રહો જ્યાં સુધી છે ત્યાં સુધી પંડિતોએ ઉપદેશ કરેલો આ ગ્રંથ ચિરંજીવી થાવ. (૪) વિક્રમ સંવત ૧૩૬૧ ના વર્ષમાં ફાગણ સુદ પૂનમ રવિવારે શ્રી વર્ધમાનપુરમાં (વઢવાણ શહેરમાં) આ પ્રબંધચિંતામણિ નામે ગ્રંથ રચ્યો છે. જુદાં-જુદાં પ્રબન્ધો ૨ ૨ ૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ લિખિત : સિદ્ધાંતોના પબિંદી = નહિ જોઇએ, ૨૬૦૦ની રાષ્ટ્રીય ઉજવણી • ૬ માસથી અધિક ઉપવાસ જૈન શાસનને માન્ય ખરાં ? પૂ. ગણિવર્યશ્રી દ્વારા સર્જિત - સંપાદિત સાહિત્ય - ૨૬૦૦નું ઝેરીલું આક્રમણ ♦ મારી બાર પ્રતિજ્ઞાઓ (ત્રણ આવૃત્તિ) (શ્રાવકના ૧૨ વ્રતની ટૂંકી અને સરળ સમજ) - હાંકી કાઢી, ગિરનાર રોપ-વેને સીમંધર સ્વામીની ભાવયાત્રા (ત્રણ આવૃત્તિ) - ભાષાચાર્ય વંદના (બે આવૃત્તિ) • જપો નામ, સૂરિરામ * શ્રદ્ધાંજલિ * સમેતિશખરની ભાવયાત્રા (ત્રણ આવૃત્તિ) સચિત્ર * નૂતન અરિહંત વંદનાવલી - પૂર્વ પુરુષોની અંતિમ આરાધના . કેટલાંક પૂર્વજન્મો ભાગ-૧-૨-૩-૪-૫-૨ અષ્ટાપદતીર્થની ભાવયાત્રા-સચિત્ર (બે આવૃત્તિ) * તપ વંદના * જૈન લગ્નવિધિની જૈન શાસ્ત્રનિરપેક્ષના * પ્રાચીન ગ્રંથ + નૂતન ટીકા : આત્મનિયાના િશિવા - તવધિ ટીht + અન્વય – શબ્દાર્થ – ભાવાર્થ - ભારપદ્મવિજ્ઞતિજા + મઙ્ગલમાના ટીળા + અન્વય + શબ્દાર્થ + ભાવાર્થ * ચપ્રન્ + ોધિપત્તાશા ટી + સટીકગૂર્જરાનુવાદ * સુમતિમમ્ભવમહાાવ્યમ્ + મોક્ષમશ્નરી ટીજા + સટીકગૂર્જરાનુવાદ * અનુવાદિત : “તપા-ખરતર ભેદ * સંપાદિત : * સ્તુતિનંદિની ગાયું, માનતુંગ સૂરિએ ધન્યરિત્રમ (ગ) પ્રત ♦ાર્શ્ર્વરી - ૧ અને ૨ (સંસ્કૃત વોલ્યુમ) *શોભન સ્તુતિ (અન્વય-અનુવાદ સાથે) શોમતિ-વૃતિમાના ખંડ-૧ અને ૨ (૫ ટીકા + ૧ અવસૂરિ સહિત) - પ્રોષિનામ: - પાર્શ્વનાથવરિત્રમ્ (પૂ. હેમવિનયનળિત ) - વનમત્રમ્ - ૧ અને ૨ ૨૨૨ કુમારપાળ રાજાના રાસનું રહસ્ય - પ્રબન્ધચિંતામણિ-ભાષાંતર અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય રૂ. ૧૦/ અપ્રાપ્ય ૩. ૧૦ રૂ. ૫ • રૂ. ૬૦/સાદર... ૩. ૨૧ અપ્રાપ્ય સાદર... સાદર... ૨. પૂ. .રૂ. ૧૦/ અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય પ્રાપ્ય પુસ્તકો | ગ્રંથો પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તેમજ જ્ઞાનભંડારને ભેટ આપવામાં આવે છે. જેમને ખપ હોય તેમણે એક P.C. કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપીના સરનામે લખી પુસ્તક મંગાવી લેવા. પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર Page #237 -------------------------------------------------------------------------- ________________ | |લિખિત-સર્જિત સાહિત્ય ૧ ભાવયાત્રા અાપદ તીર્થની #g, શ્રધ્ધાંજલિ સમેતશિખરજી તીર્ચ ભાર્થયાત્રા Giાંક Secis પૂર્વ8000 8 ડેટCiાંક પૂds) 001 છે સીમંધરસ્વામીul મારા ઘણા જuો નામ કેટલાંક પૂર્વજન્મો છે કેટલાંક પૂર્વજન્મો છે કેટલાંક પૂર્વજન્મો ના Cletવધિ"ની it alli નિરીક્ષણ મારી પૂર્વ કહ્યું - પુરુષોની પ્રતિજ્ઞાઓ 'અંતિમ આરાધના નૂતન અહિંત વિજ્ઞાવલી I[વાચાર્ય વંદના Page #238 -------------------------------------------------------------------------- ________________ कादम्बरी शोभनस्तुति वृत्तिभाला प्रबोधचिन्तामणिः | सुमतिशम्भवमहाकाव्यम् સંપાદિત સાહિત્ય कादम्बरी Ogde शोभनस्तुति वृत्तिमाला पार्श्वनाथचरित्रम H why | નૂતન સંસ્કૃત ટીકા + સટીક અનુવાદવાળા ગ્રંથો श्रीचन्द्रप्रभचरित्रम् () 3 सम्यक्त्वरहस्यप्रकरणम् તો જરાક જોડી ચિત કુમારપાળ રાજાના રાસનું રહસ્ય તપા-ખરતર ભેદ આત્મનિંદા દ્વાત્રિંશિકા श्रीचन्द्रप्रभचरित्रम् RA શોભન સ્તુતિ नंदिनी रत्नाडर पंथ विंशतिल Page #239 --------------------------------------------------------------------------  Page #240 -------------------------------------------------------------------------- ________________ | વિક્રમના ચૌદમા સૈકામાં ‘પ્રબન્ધ ચિન્તામણિ' ગ્રંથ રચાયો છે. વિક્રમાદિત્યથી લઇ વસ્તુપાળ-તેજપાળ સુધીના 'જુદાં-જુદાં રાજપુરૂષોનું કવન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. 'આ પૈકીના ઘણા રાજપુરૂષો જૈનશાસના સાથે જોડાયેલાં હતાં તેથી તેમની જીવન ઘટનાઓના માધ્યમે આપણને તત્કાલીન જૈન સંઘના ઇતિહાસની ' પણ આછેરી ઝલક જાણવા મળે છે. M. 98253 47620 Tejas Printers AHMEDABAD