________________
એવો શીઘ્ર બુદ્ધિમાન વરૂચિ પંડિત ઠાવકું મોઢું રાખી વિક્રમ પ્રત્યે નવીન પંડિતનું ચાતુર્ય પ્રતિપાદન કરવા આ પ્રમાણે શ્લોક બોલ્યો.
उमया सहितो रुद्रः शंकरः शूलपाणिभृत् ।
रक्षतु त्वां महीपाल टंकारबलगर्वितः ॥१॥
અર્થ : હે રાજન્ ! જેણે હાથમાં શૂલ લીધેલું છે અને ધનુષના ટંકારના બળ વડે કરીને ગર્વિત છે એવા ઉમા સહિત શંકર તમારું રક્ષણ કરો. જુઓ ! પંડિતના વચનમાં કેટલી ગંભીરતા અને મીઠાશ છે, વિચાર કરતાં તેના થોડા અક્ષરોમાં આખા શ્ર્લોકનાં પદ સમાયેલાં છે. એક ઉકારમાં ઉમયાએ સહવર્તમાન એકાદશ રૂદ્ર રહેલા છે. શકારમાં શૂલપાણીનો અર્થ સમાયેલો છે, રકારમાં તમારા રક્ષણરૂપી અર્થ છે, ટકારમાં બળના મદનો અર્થ સમાયેલો છે. આવો ગંભીર સંકોચાર્થ શ્લોકનો અંશ નવીન પંડિત વિના બીજાના મુખમાંથી પરિશ્રમે પણ ન નીકળે એવું સાંભળી રાજા ઘણો હર્ષિત થયો. વરરૂચી પંડિતના વચન ૫૨ રાજાને ઘણો વિશ્વાસ હતો માટે પશુપાળને પોતાની પ્રિયંગુમંજરી નામની, વિદ્વાન, જુવાન અને સુરુપા પુત્રી પ્રસન્ન થઇને પરણાવી.
મૂર્ખ પશુપાળને પંડિતે કહ્યું કે, તારે હવે મૌન રાખવું. એમ રહેવાથી તારી જાતિ હમેશાં ગુપ્ત રહેશે. રાજકન્યાએ તેની વિદ્વત્તા જાણવાની ઇચ્છાએ નવીન લખેલું પુસ્તક શોધવાનું (સુધારવાનું) કામ એને સોંપ્યું. હાથમાં પુસ્તક લઇને આ મૂર્ખ અક્ષરોનાં બિંદુ, માત્રા, દીર્ઘ, હૂસ્વ વિગેરે અક્ષરછેદીનીથી ઉખેડી નાખી કેવળ શુદ્ધ વ્યંજન કરીને મુક્યા. પ્રિયંગુમંજરીએ નિશ્ચય કર્યો કે, એ ભેંશોનો પાળનાર ગોવાળીયો છે. પશુપાળે જે આ પુસ્તક શોધ્યું, તે ઉપરથી આજે પણ લોકમાં કહેવત છે કે ‘જમાઇ શોધ' (પુસ્તક શોધવાને બદલે તેને ઉલટું અશુદ્ધ કરવું તે જમાઇ શોધ) એક સમયે એની બરોબર પરીક્ષા કરવા તે રાજકન્યાએ ચિતારાઓને બોલાવી પોતાના સુવાના મહેલમાં ભેંશો ગાયો વગેરેનાં આબેહુબ ચિત્રો ચિત્રાવ્યાં, અને તે જ ઓરડામાં પોતાને સુવાનો પલંગ ઢળાવ્યો અને સ્વામીને કહેવા લાગી કે આપ તેમાં પધારો મારે જરા કામ છે, માટે હું પછી આવીશ. એવું કહેવાથી તે ઓરડા પ્રત્યે ગયો. રાજકન્યા છાનીમાની કમાડ ઓઠે પતિની ચેષ્ટાઓ જોતી ઉભી રહી. ઓ૨ડામાં ભીંતો ઉપર પશુઓના આબેહુબ ચિત્ર જોઇ, હું રાજાનો જમાઇ છું એ ભાન ભૂલી જઇ તેને પોતાની પૂર્વ સ્થિતિનું ભાન આવ્યું. મોટા આનંદથી જાણે વગડામાં ભેંશો ચારતાં તેને આહ્વાન કરવાના, બેસાડવાના, ઉઠાડવાના જે શબ્દો બોલતો તે જ શબ્દો અત્યારે મોટા ઘાંટા કાઢીને કહેવા લાગ્યો. રાજપુત્રીએ જાણ્યું કે આ નક્કી ગોવાળીયો છે. તેથી રીસાઇને ચાલતી થઇ, ગોવાળીએ જાણ્યું કે એણે મારું અપમાન કર્યું. એમ સમજી આ જીવવા કરતાં મરવું સારું એવો મરણનો નિશ્ચય કરી ઉજ્જયિનીની અધિષ્ઠાત્રી કાલિકાદેવીના મંદિરમાં ઉપવાસ કરી આરાધના કરવા બેઠો. આઠ દિવસની લાંઘણો ખેંચી. આ વાર્તા વિક્રમના જાણવામાં આવી, ત્યારે તેણે જાણ્યું કે મારી પુત્રી વિધવા થશે, એવા ભયથી તેને કાલિકાનું આરાધન કરતો જાણી કપટથી (૧) અક્ષર છેદવાનું ઓજાર.
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર