________________
કન્યા ન આપવી. એવો પાઠ બીજી પ્રતોમાં છે. એક દિવસ તે વરરૂચી પંડિતને વિક્રમે કહ્યું કે મારા મનને ગમતો, વિદ્વાન વર તમે ખોળી કાઢો. રાજાનું વચન અંગીકાર કરી પોતે પૂર્વે કરેલી પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા, મૂર્ખ વર મેળવવા માટે અરણ્યોમાં શોધ કરવા લાગ્યો. ફરતાં ફરતાં ઘણી તૃષા લાગી. વિક્રમના રાજ્યમાં મૂર્ણ પુરુષ મળવો ઘણો જ દુર્લભ હતો. માટે કેટલીક મુસીબતે અરણ્યમાં તેણે એક પશુપાળ જોયો. તે મૂર્ખ હશે એમ માની, તેની પાસે જળની યાચના કરી. તે સાંભળી ગોવાળીએ ઉત્તર આપ્યો કે, મારી પાસે જળ નથી. લે આ દૂધ પી. તે વાર્તા બ્રાહ્મણે અંગીકાર કરી. પછી ગોવાળીએ તેને કરવડી કરવાને કહ્યું. પંડિત વિચારમાં પડ્યો કે કરવડી શું હશે ? એમ આશ્ચર્ય પામતો સઘળા સંસ્કૃત અને પ્રાકૃત કોશના શબ્દો અને ધાતુઓ સ્મરણ કરી ગયો, પણ તે શબ્દનો અર્થ સુઝી ન આવ્યો. કરવડીનો અર્થ નહીં સમજાવાથી જેનું અન્તઃકરણ દગ્ધ થયેલું અને ચહેરો ચિંતાથી ફીકો થયેલો છે, એવા તે વરરૂચિ પંડિતને જોઇ, ગોવાળીયાએ પોતાનો હસ્ત તેના શીર ઉપર મૂકી દોરી જઇ, ભેંશ તળે બેસાડ્યો. પોતાના બેઉ હાથના અંગુઠા અવળા સંપુટે મેળવી તેને કરવડી કરતાં શિખવી, તેમાં ભેંશનું દુધ ગોવાળીએ દોવા માંડ્યું ને આકંઠ સુધી (તૃપ્ત થાય ત્યાં સુધી) તેણે પાયું. પોતાના મસ્તક પર હાથ મુકવાથી અને કરવડીનું જ્ઞાન આપવાથી તેણે ગોવાળીઆને ગુરુ તુલ્ય માન્યો. પંડિતે વિચાર્યું કે રાજ કન્યાનો પતિ થવા યોગ્ય આ હૃષ્ટપુષ્ટ પુરુષ છે. એમ વિચારી ભેંશો ચારવાનું કામ છોડાવી, કંઇક લાલચ આપી પોતાને ઘેર આપ્યો. તે ગામડીઆના શરીરને સુરૂપ કરવા છ માસ પર્યત ઘટતા ઉપચાર યોજ્યા. તેને છ માસ સુધી “ૐ નમઃ શિવાય એ પ્રકારનો છ અક્ષરનો મંત્ર ઘણી મુશીબતે રાજાને આશીર્વાદ દેવાને માટે શીખવ્યો. પુરા છ માસે પંડિતે નિશ્ચય કર્યો કે, હવે એક પછી એક એમ પુરા છે અક્ષર બોલી શકે એવો થયો છે. તો પણ જયોતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે શુભ મુહૂર્ત વિના દરબારમાં લઈ જઈશ તો કાર્યની સિદ્ધી નહીં થાય એવી દહેશતે અતિ મહેનતે નિર્દોષ મુહૂર્ત શોધી કાઢ્યું. રાજાના દરબારમાં જવાના શુભ મુહૂર્તને દિવસે તે ગોવાળને મઝેના શણગાર પહેરાવી, સારાં ખાનપાન કરાવી, સભામાં બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું વિગેરે રીતભાત ઠીકઠીક શિખવી. તેને મહાન પંડિતનો વેશ પહેરાવી, વિક્રમની સભા પ્રત્યે લઈ ગયો. દરબારના દરવાજામાં પેસતાં વરરૂચીએ તેને ફરી શિખામણ આપી આશીર્વાદ વિગેરે બોલી બતાવ્યો અને સાવધાન કરી તેની સંગાથે વિક્રમની સભામાં પ્રવેશ કર્યો. વિક્રમના ભરાયેલાં દરબારનો ભભકો અને ઠાઠ જોઈ તે બિચારો છ માસ સુધી મહેનત કરી જે છ અક્ષરનો આશિર્વાદમંત્ર શીખ્યો હતો, તે વિસરી ગયો અને તે મંત્રને બદલે ઉં, શ, ૨, ટ એમ બોલી વિક્રમના ખોળામાં શ્રીફળ મૂક્યું અને પાસેની ગાદી પર બેઠો. કોઈ દિવસ નહીં સાંભળેલો એવો અપૂર્વ આશીર્વાદ આ નવીન પંડિતના મુખથી સાંભળી વિક્રમ ઓચિંતો ચમકી ઉઠ્યો. વરરૂચિએ મનમાં વિચાર્યું કે આ તો એની જાત પર ગયો, રખે મારું ભોપાળું નીકળી આવે. માટે હવે શી વલે કરવી, એમ વિચારી સમયસૂચકતામાં કુશળ
વિક્રમાદિત્યનો પ્રબન્ધ