________________
માટે હે કોશલ દેશના રાજા તું તો નવો આવેલો છે. તારે વાસ્તે કંઇ અમે અમારી જગ્યા મૂકી બીજે ખસવાના નથી.
આ પ્રમાણે બોલી બોલીને બંદીજનો રાજાને પાણી ચડાવતા હતા તે વખત લશ્કરને ચાલવાનો ડંકો વગડાવ્યા પછી જેમાં સમસ્ત રાજાઓની વિડમ્બનાનાં (મશ્કરીનાં) ચિત્રો છે તેવા નાટકના મોટા મોટા પડદા ખુલ્લા કરીને બતાવી શૌર્ય ચડાવતા હતા. તે વખતે રાજાએ ડામરને પણ આ પ્રકારનું ચિત્ર દેખાડ્યું. જેમાં બંદીખાને પડેલા તૈલિપ રાજાને કોઇ રાજા ક્રોધ સહિત ઉઠાવે છે. તે વખતે તૈલિપ રાજાએ જવાબ આપ્યો કે હું તો આ જગ્યાએ મારા વંશ સહિત ઘણા કાળથી રહેલો છું ને તું તો આજે નવો આવ્યો છે તેથી તારા વચનથી હું મારા સ્થાનનો કેમ ત્યાગ કરું ? એ પ્રકારનું હાસ્યકારક નાટક જોઇ ડામરને કહ્યું કે આ સંપૂર્ણ રસ ભરેલું કેવું વખાણવા યોગ્ય નાટક છે તે સાંભળી ડામર બોલ્યો કે આ નાટક ઘણું સારું છે પરંતુ તેમાં એક ખોટ છે તે એ કે આ નાટકના નાયક તૈલિપ રાજાના હાથમાં શૂળીકામાં પરોવેલું મુંજરાજનું એટલે તમારા કાકાનું લટકતું માથું જોઇએ. આ પ્રકારે સભા સમક્ષ એટલે ઘણા માણસ વચ્ચે સામા પક્ષવાળાએ (ડામરે) મર્મભેદી મહેણું માર્યું તેથી તેનો તિરસ્કાર કરી તત્કાળ મહાક્રોધ યુક્ત થઇ ઘણી જ ધામધુમથી તૈલંગ દેશ ભણી જવાનો સખ્ત હુકમ ફરમાવ્યો. તે વખત કોઇ પુરુષે આવી ભોજ રાજાને ખબર આપી કે તીલંગ (તેલંગણા) દેશનો તૈલિપ નામે રાજા ઘણું લશ્કર લઇ તમારા સામો લડવા આવે છે તે સાંભળી આકુળ વ્યાકુળ થઇ લશ્કર વધારવાની ગોઠવણ કરે છે તેવામાં જ પેલો ડામર ભીમ રાજાના નામનો એક કલ્પિત કાગળ લખી તૈયાર કરી ભોજ રાજા પાસે આવી દેખાડે છે. તેમાં એવુ લખ્યું હતું કે ગુજરાતના ભીમ રાજાએ માળવા ઉપર ચઢાઇ કરી માર્ગમાં આવેલા ભોગપુર નામના ગામમાં મુકામ કર્યો છે. આ વાર્તા સાંભળી ભોજ રાજા ઘણો ગભરાયો. જાણે દાઝ્યા ઉપર ડામ અને ક્ષત ઉપર ક્ષાર. (વાગ્યા ઉપર મીઠું) પડ્યો. ભોજ રાજા થોડી વાર વિચાર કરીને ડામર પ્રત્યે નમ્રતાથી બોલ્યો કે હે ડામર ! જેમ તેમ કરી આ વરસમાં તારા સ્વામીને મારા દેશ ઉપર ચઢાઇ કરતો બંધ રાખ. એમ વારંવાર કહેવાથી ડામરે તેનું વચન માથે ચડાવ્યું, તેથી ભોજ રાજાએ પ્રસન્ન થઇ હાથી સહિત હાથણી સીરપાવમાં આવી. તે લઇ પાટણમાં જઇ ભીમ રાજાને બેહદ ખુશ કર્યો.
કોઇ વખત ભોજ રાજાએ ધર્મશાસ્ત્ર સાંભળતાં અર્જુને કરેલા રાધાવેધની કથા સાંભળી વિચાર કર્યો કે આપણે પણ અભ્યાસ કરીએ તો રાધાવેધ કરવો એ દુષ્કર નથી એમ વિચારી અભ્યાસ કરી રાધાવેધ સિદ્ધ કર્યો. પછી રાજાએ નગરમાં આ મહોત્સવની વખતે સઘળી દૂકાનો શણગારવાનો હુકમ કર્યો તેથી સઘળા લોકોએ પોત પોતાની દૂકાનો ઘણી શણગારી. પણ એક ઘાંચીએ તથા એક દરજીએ પોતાના હુન્નરના અભિમાનથી દૂકાનો ન શણગારી અને ઉલટો ઠપકો દેનાર રાજ્ય પુરુષોને ઉદ્ધતાઇથી જવાબ દીધો. તે સાંભળી તે બંનેને બાંધી ૨ાજા પાસે લઇ જઇ ઉભા કર્યા. રાજાના પ્રશ્ન ઉપરથી તેમણે જવાબ દીધો કે હે રાજન્ ! તમોએ અભ્યાસ કરી અમારા કરતાં એવો શો મોટો હુન્નર કર્યો છે કે જેથી આનંદ પામી અમે દૂકાનો શણગારીએ. આ સાંભળી રાજાને
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
1
૭૯