________________
તેમનો હુન્નર જોવાની જીજ્ઞાસા થઈ. પ્રથમ ઘાંચી પોતાનો હુન્નર દેખાડવા ઊંચા મહેલના સાતમા માળની અગાસી ઉપર ઉભો રહ્યો અને ત્યાંથી તેણે એવી તો સફાઇથી તેલની ધાર કરી કે નીચે જમીન ઉપર સાંકડા મોંની મૂકેલી બરણીને હેઠે એક ટીપું પણ પડ્યા સિવાય મોં સુધી ભરી કાઢી તથા દરજીએ હાથમાં સીવવાવી સોય ઝાલી ભોંય ઉપર રાખેલા ઉંચા મુખવાળા દોરામાં ઉભા થઈને ઉંચે હાથથી એવી તો ધારીને ફેંકી કે તત્કાળ તે સોય પેલા દોરામાં પરોવાઈ ગઈ. આ પ્રકારે પોતાના અભ્યાસની કુશળતા દેખાડી રાજા પ્રત્યે બોલ્યા કે આપ સરકારશ્રી જો બને તો આ કરો તો અમે અમારી દૂકાનો ઘણી ખુશીથી શણગારી આપના મહોત્સવની ખુશીમાં ભાગ લેવા તૈયાર છીએ. આ તેમનું વચન સાંભળી ભોજ રાજાએ પોતાના કાર્યનો ત્યાગ કર્યો. તે વખતે વિદ્વાન લોકોએ સ્તુતિ કરી કે હે ભોજરાજ આપે રાધાવેધ કર્યો તેનું કારણ અમે નિશ્ચય જાણ્યું છે. તમારી ધારા નામની નગરીથી વિપરીત નામની રાધા છે માટે તેનો વધ કર્યો તે યુક્ત છે કેમકે જે ધારાથી ઉલટું છે તેનું તમે સહન કરતા નથી.
ધારા નગરીની ઉત્પત્તિ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે :
પૂર્વે ઉજ્જયિની નગરીમાં અગ્નિ વૈતાળ નામનો આકાશ ગમન વિદ્યાનો જાણકાર કોઇ મહાવિદ્વાન એક ચમત્કારી પુરુષ રહેતો હતો. તે એક વાર કાશ્મીર દેશમાંથી આવીને તે જ નગરીમાં વસેલી મહારૂપવાન તથા ગુણવાન તેમ જ વિદ્વાન ધારા નામની ગણિકા સાથે એટલો તો લુબ્ધ થઈ ગયો કે લાજ આબરૂ દૂર કરી તથા પૈસો ટકો સઘળું તેને જ અર્પણ કરી તેનો જ જાણે વેચાણ દાસ હોય તેની પેઠે તેના જ ઘરમાં રહી કાળક્ષેપ કરતો હતો. ઉજ્જયિની નગરીના રાજાએ કોઈ વખતે પુરાણમાંથી લંકા નગરીનું અતિશયોક્તિગર્ભિત વર્ણન સાંભળી, તેવું જ નવું નગર વસાવવાની ઇચ્છા થઈ. તેથી લંકાપુરીની રચનાનું ચિત્ર જે કોઈ આણી આપે તેને માગે તે બક્ષીસ મળશે એવો રાજાએ આખા નગરમાં પટહ વગડાવ્યો. આ કામ કરવાની કોઈની હિંમત ચાલી નહીં પણ પેલી ધારા નામની વારાંગનાએ એ કામ માથે લેવાનું કબૂલ કર્યું. પછી પોતાના પતિ અગ્નિવૈતાળના ખભા ઉપર બેસી લંકા નગરીમાં જઈ તેનો આબેહુબ ચિતાર લઇ તે પાછી ઉજ્જયિની નગરીમાં આવી રાજાને દેખાડ્યો. રાજાએ પ્રસન્ન થઈને તેની મરજી પ્રમાણે માગવાને કહ્યું. જાતે ઘણી ધનાઢ્ય હોવાને લીધે આખા રાજ્યની સમૃદ્ધિ એની ગણતરીમાં નહીં હોવાથી એણીએ પોતાનું નામ અજર અમર રાખવા રાજાને કહ્યું કે એ નગરીનું નામ મારા નામે રાખો એમ કહી પેલું ચિત્ર આપ્યું. એ પ્રમાણે ધારા નગરીની ઉત્પત્તિ થઇ.
એક દિવસ ભોજ રાજા સંધ્યાકાળનો સર્વ વિધિ સમાપ્ત કરી નગરમાં ફરવા નીકળ્યો હતો. તે વખતે ફુલચંદ્ર નામે એક દિગમ્બર પુરુષ ટેલીઆ બ્રાહ્મણની પેઠે એક ગાથા બોલતો બોલતો નગરમાં ફરતો હતો. તે ગાથા રાજાના કાને પડી તેથી તેણે તેને પ્રાતઃકાળે બોલાવી તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે - (૧) વિપરીત નામની રાધા એટલે “ધારા' નગરીનું નામ ઉલટાવવાથી રાધા થાય છે માટે તેને ધારાથી વિપરીત
નામની કહી છે.
૮૦
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર