________________
અતિશય શૂરવીરપણાની શોભા રૂપી ખગ (તલવાર) ધારણ કરતાં દિગમ્બર થઈ ભ્રમણ કરવામાં મેં મારો જન્મ ગુમાવ્યો. પરંતુ સ્ત્રીનાં તીખાં કટાક્ષ તથા સુખ શૈયા ઉપકરણ સહિત કામ ભોગની સામગ્રીનો અનુભવ ન લીધો. કારણ કે નાનપણથી જ વાંઢા જોગટાની સંગત થવાથી કોઈ દિવસ રૂપવાન સ્ત્રીના ગળામાં હાથ નાંખી કામરસ ચાખ્યો નથી. માટે મારો જન્મ નિરર્થક ગયો. માટે હે રાજનું આ પ્રકારનો પોકાર કરી આખા નગરમાં ભ્રમણ કરું છું.
રાજાએ પૂછ્યું કે તમારું સામર્થ્ય કેટલું છે ? ત્યારે તેણે તેના જવાબમાં કહ્યું કે –
હે રાજનું મારું સામર્થ્ય એટલું બધું છે કે હાથીના કુંભસ્થળમાં પણ મદ માઈ શકતો નથી તેથી બહાર ઝરી જાય છે એવા કાળમાં દીપોત્સવીના પહેલાં ગૌડ દેશ સહિત દક્ષિણ દેશનો એક મોટો છત્રપતિ રાજા તને બનાવી શકું. આવું તેનું પરાક્રમ સાંભળીને સેનાપતિ પદનો પટ્ટાભિષેક કરી રાખ્યો, તે વખત ગુજરાતનો ભીમ રાજા સિંધ દેશ જીતીને પાટણમાં આવ્યો એવી ખબર સાંભળીને તે દિગમ્બર સેનાપતિને સામંતો સાથે અણહિલપુર ચઢાઈ કરવાને મોકલ્યો. ત્યાં જઈને થોડા કાળમાં અણહિલપુરને ભાંગી તોડી ફોડીને તથા રાજમહેલ વિખેરી નાંખીને અને રાજકારે કોડાવાવીને એટલે ગુર્જર દેશના નાણાનું ચલણ બંધ કરી પોતાના દેશના નાણાંનું ચલણ કરી જય પત્ર મેળવી પાછો માળવામાં આવ્યો. તે દિવસથી લોકમાં એવી ખ્યાતિ ચાલી કે ફુલચંદ્ર નામના દીગમ્બર પુરુષે અણહિલ શહેર ભાંગ્યું ભોજરાજનો સઘળો વૃત્તાંત કહ્યો ત્યારે ભોજરાજા બોલ્યો કે તમે અંગારા કેમ ન વાવ્યા, એટલે તે દેશની ખંડણી આપણા દેશમાં આવે એવો બંદોબસ્ત કેમ ન કર્યો ? આ તો ઉલટુ આપણું દ્રવ્ય ત્યાં જશે.
કોઈ શરદપૂનમની રાત્રિએ ભોજ રાજા અને ફુલચંદ્ર અગાસીમાં બેઠા છે તેવામાં ભોજરાજા ચંદ્ર સામું જોઇને બોલ્યો કે આ ચંદ્ર, જે પુરુષો પોતાની વ્હાલી સ્ત્રી સહિત રાતને એક ક્ષણની પેઠે નિર્ગમન કરે છે તેને શાન્તિ કરનાર છે પણ વિરહી પુરુષોને તો અગ્નિ જેવો સંતાપ ઉપજાવનાર છે. ફુલચંદ્ર બોલ્યો કે અમારે તો સ્ત્રીએ નથી તેમ વિયોગ પણ નથી માટે સંયોગ વિયોગથી ભ્રષ્ટ થયેલા મારા જેવા પુરુષોને દર્પણ જેવો જણાતો આ ચંદ્ર ઉનો પણ નથી તેમ ટાઢો પણ નથી. આ પ્રકારે ફુલચંદ્રનું વચન સાંભળી એક સુંદર વારાંગના અર્પણ કરી.
બીજી પ્રતનો એવો અભિપ્રાય છે કે ભોજરાજની અતિશય રૂપવાન પુત્રી ગુપ્ત રીતે એ ફુલચંદ્ર નામના દિગમ્બર સાથે ઘણી જ આસક્ત હતી આખરે આ વાત જાણવામાં આવ્યાથી રાજાએ પોતાની પુત્રી તેને આપી દીધી.
ડામર નામે સંધિવિગ્રહ કરનાર પુરુષ જયારે માળવામાંથી આવે ત્યારે ભોજરાજની સભાનું વર્ણન કરી ભીમરાજને મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરે અને જયારે ગુજરાતમાંથી જાય ત્યારે ભીમરાજાના રૂપનું અતિશય વર્ણન ભોજરાજા પાસે કરે. આથી બેમાંનો દરેક જણ કહે કે મને ત્યાં લઈ જા અગર તેને અહિ લાવ, એમ એક બીજાને જોવા બન્ને રાજાને તે બેહદ આતુર કરતો. એક વખત ભોજરાજની સભા જોવાને ઘણા આતુર થયેલા ભીમરાજને વેશાંતર કરાવી હાથમાં છાબ આપીને
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૮૧