________________
અકસ્માત આપેલા ઘણા જ દાનથી હું પણ તે સરોવર માફક સંપૂર્ણ થયો છું. એ પ્રકારે અકાળ જલદ એવી અટક ધારણ કરનાર રાજશેખર કવિ અને ભોજની વચ્ચેનો સંવાદ પરિપૂર્ણ થયો.
તે જ વરસમાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો તેથી અન્ન તથા ઘાસની ઘણી જ અછતને લીધે પીડાતી પ્રજાના સંકટથી ચિંતામગ્ન થઈ બેઠેલા ભીમરાજાને એવી ખબર મળી કે માલવ દેશનો રાજા ભોજ તમારા ઉપર ચઢાઈ કરી આવે છે. આ સાંભળીને પોતાના બુદ્ધિશાળી નાગર જ્ઞાતિના, સંધિવિગ્રહ કરવામાં નિપુણ એવા ડામર નામના મુખ્ય મંત્રીને બોલાવી કહ્યું કે કોઇપણ પ્રકારે, દંડ આપીને પણ અહીં આવતા ભોજરાજને તું અટકાવ. આ પ્રકારનું ભીમરાજનું વચન માથે ચઢાવી, પોતાનો વેશ બદલી તે માળવામાં ભોજરાજા પાસે ગયો. તે વખતે ભોજરાજા બહારના મહેલમાં સ્નાન કરતો હતો. તે વખતે ડામર જઈ મળ્યો, તેને જોઈ તેને સંભળાવવાના હેતુથી પોતાના અંગ ઉપર તેલમર્દન કરનાર સેવક સામું જો અને બોલ્યો કે આજકાલ ભીમલો હજામ શા કામમાં ગુંથાયો છે ? આ વાક્યનો મર્મ સમજી હાથ જોડીને ડામર બોલ્યો. હે રાજન્ ! આપે ઘણા રાજાનાં માથાં મુંડી નાંખ્યાં છે. ફક્ત હવે એક જ રાજા બાકી રહ્યો છે. તેનું માથું મુંડવાને પલાળેલું છે તે હવે મુંડાશે. રાજાએ તેનું આ મર્મ ભરેલું વાક્ય સાંભળી આશ્ચર્ય પામી ગુજરાત ઉપર ક્રોધ પામી ચઢાઈ કરવાને નિશાન ડંકા વગડાવ્યા. આ પ્રમાણે લશ્કરની સઘળી તૈયારી થયા પછી પ્રયાણ કરતી વખતે ભાટચારણ વિગેરે બંદીજનો તેની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
(૧) હે ભોજરાજનું ! તારા લશ્કરની તૈયારી સાંભળી ભયથી આકુળ વ્યાકુળ થતા રાજાઓ ત્રાસ પામે છે. ચોળદેશનો રાજા પોતાના બચાવ માટે દરિયામાં સંતાઈ પેસે છે. આંધ્ર દેશનો રાજા પર્વતની ગુફામાં પેસીને બચાવ કરે છે અને કર્ણાટક દેશનો રાજા પોતાનું રાજપાટ તજી વેશ બદલીને દેશાંતરમાં ભીખ માગીને બચાવ કરે છે અને ગુજરાત દેશનો રાજા પોતાના નગરમાંથી નાસી જઈ કોઈ પર્વતમાં પેસી તેમાંથી વહેતા ઝરણાનું પાણી પીને પોતાનો બચાવ કરે છે. ચેદી દેશનો રાજા સેવક થઈ આપને પ્રસન્ન કરવા માટે લશ્કરમાં પ્રમુખ રહી શસ્ત્રના પ્રહાર સહન કરે છે. રાજાઓમાં શિરોમણી ગણાતો કાન્યકુબ્ધનો રાજા પણ હમેશાં આપની નમ્રતા પૂર્વક સેવામાં રહેવાથી જાણે કુન્જ (કુબડો) થઈ ગયો હોય એવો દેખાય છે.
(૨) હે રાજન્ ! તારા બંદીખાનામાં એટલા બધા રાજાઓ છે કે જે રાત્રીએ પથારીની જગ્યા માટે એક બીજા સાથે વઢી મરે છે. કુંકણ દેશનો રાજા કહે છે કે મારી પથારી તો આ ખુણામાં જ થાય છે તે થશે. અમે તો ખસવાના નથી. લાટ દેશનો રાજા કહે છે કે આ કમાડ પાસે તો અમારે સૂવાનો મુકામ છે. કલિંગ દેશનો રાજા કહે છે કે આ આંગણામાં અમારો સંથારો જ થશે કેમકે અમારા બાપ પણ જ્યારે આ બંદીખાનામાં પડ્યા હતા ત્યારે તેમનો પણ અહીં જ હતો. (૧) ભોજરાજના હજામનું નામ ભીમલો હતું. (૨) સૂવાને પથારી.
૭૮
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર