________________
હાથી લીધો તો ખરો પણ પછી વિચાર થયો જે આ હાથી ક્યાં બાંધીશું ને શું ભોજન કરાવીશું એવું મનમાં ધારી એક કાવ્ય બોલ્યો -
निर्वाता न कुटी' न चाग्निशकटी' नापि द्वितीया पटी वृत्ति भटी न तुन्दिलपुटी' भूमौ च घृष्टा कटी ॥ तुष्टि.कघटी प्रिया न वधुटा' तेनाप्यहं संकटी श्रीमद्भोज ! तव प्रसादकरटी० भक्तां ममापत्तटीम्११ ॥१॥
અર્થ : મારી નાની ઝુંપડી ચારે પાસથી ઘણો જ પવન આવી શકે એવી છે. અને મારી ઝુંપડીમાં તાપવાને સગડી પણ નથી. પહેરવા ઓઢવા તથા દરેક કામમાં વપરાતું આ એક જ વસ્ત્ર છે. તે સિવાય બીજુ વસ્ત્ર નથી. ભણવાની તથા ભણાવવાની વૃત્તિ સિવાય મારે બીજી કોઈ વૃત્તિ નથી અને શિયાળામાં ઓઢવાની ગોદડી પણ નથી તેથી ભૂમિ ઉપર કેડ તથા પાસાં ઘસી ઘસીને રાત્રી નિર્ગમન કરું છું. અન્ન પુરું ન મળવાથી એક ઘડીનો પણ જંપ નથી અને મારી દરિદ્રતાને લીધે કુલીન સ્ત્રી નહીં મળવાથી વળી, કુભાય મળવાથી રાત દિવસ તેના વચન પ્રહારથી પણ હું સંકટવાળો છું. માટે હે ભોજરાજન્ ! તમે પ્રસન્ન થઈ આપેલો આ ગજેન્દ્ર મારી આપદા રૂપી નદી તટને પોતાના દંતશૂળ વડે ભાંગો.
એ કવિના આ પ્રકારના અર્થવાળા કાવ્યમાં રહેલાં અગ્યાર અનુપ્રાસના શબ્દો જોઈ ચમત્કાર પામી અગિયાર હજાર મહોરો રાજાએ તેને આપી.
ત્રીજી પ્રતમાં નીચે પ્રમાણે વૃત્તાન્ત છે – એ રાજશેખર કવિ સંધ્યાકાળે મહાકાળેશ્વર મહાદેવના મંદિરમાં સૂતો સૂતો એક શ્લોક બોલીને પોતાની સ્ત્રીને સમજાવતો હતો કે “હે સ્ત્રી અન્ન માટે રડતાં કકળતાં છોકરાને થોડું ઘણું કાંઈપણ ખાવાનું આપીને જેમ તેમ કરી આ ઉનાળાના દિવસ પૂરા કર. પછી વર્ષાઋતુમાં વરસાદથી જયારે તુમડી તથા કહોળી ઉત્પન્ન થઇ પરિપકવ થશે ત્યારે તો આપણા સુખ આગળ રાજાનું સુખ શી ગણતરીમાં છે. આ અર્થ સભર શ્લોક રાજાએ એકાંત સ્થળે ઉભા રહી સાંભળ્યો તેથી તે કવિને પોતાનું વાહન તથા વસ્ત્રાભૂષણાદિક સર્વસ્વ આપી દઈ તેને પ્રસન્ન કર્યો. જેથી તે પોતાના જેવા જ દરિદ્ર પુરુષોનું દારિદ્ર કાપી શકે એવો ધનાઢ્ય થઈ પડ્યો. ત્યારે તે કવિ એક અન્યોક્તિ ગર્ભિત કાવ્ય બોલ્યો. જેનો અર્થ નીચે પ્રમાણે.
જે સરોવરનું પાણી ગ્રીષ્મ ઋતુમાં સુકાઈ જવાથી ધરતીમાં મોટી મોટી ફાટો પડેલી. તેની અંદર મરી ગયેલા જેવાં દેડકાં ભરાઈ રહેલાં હતાં તથા કાચબા પણ તેમાં ઉંડા પેશી રહ્યા હતા, મોટા મોટા મગરમચ્છ પણ બાકી રહેલા કાદવવાળા ભાગમાં તરફડતા આળોટતા તથા વારંવાર મૂછ પામતા કાળક્ષેપ કરતા હતા, તે જ સરોવર ઓચિંતા સર્વ પ્રાણીને સજીવન કરનાર વરસાદના આગમનથી એટલું બધું ભરાઈ ગયું કે વનનાં હાથીનાં ટોળે ટોળાં પાણી પીધાં જ કરે તો પણ તેમનાં કુંભાળ ડૂબે એટલું પાણી રહે પણ કદી ખૂટે જ નહીં. કવિનો ભાવાર્થ એવો છે કે તારા (૧) ઉપર કહેલા શ્લોકમાં જેનો અંત્યાક્ષર ટી છે તે.
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૭૭.