________________
બે ઢીંચણ ટુંકા કરી છાતી જોડે દબાવી એટલે ટુટીયુંવાળી રાત્રિ નિર્ગમન કરીએ છીએ ને સૂર્યનો તડકો શરીર ઉપર ઓઢી દિવસ નિર્ગમન કરીએ છીએ ને સાયંકાળ ને પ્રાતઃકાળ એ બે સંધ્યા વખત અગ્નિનું સેવન કરીએ છીએ. એ પ્રકારે જાનુ (ઢીંચણ), ભાનુ (સૂર્ય), કૃશાનુ (અગ્નિ) એ ત્રણ વેલીઓના પ્રતાપથી શિયાળાની ટાઢને ધક્કા મારી વિદાય કરીએ છીએ. આ પ્રકારે પંડિતનો શ્લોક સાંભળી રાજાએ ત્રણ લાખ સોના મહોરો આપી તેને ખુશ કર્યો પણ એ બ્રાહ્મણ ઘણો લોભી હોવાથી બીજો શ્લોક બોલ્યો કે -
હે રાજનું સપુરુષોના ચિત્તરૂપી બંદીખાનાના ઘરમાં બલી રાજા તથા કર્ણ રાજા ઇત્યાદિ દાનેશ્વરી રાજાઓ આજ સુધી પડી રહ્યા હતા. તેમને આજે તમે દાન દેવાનું મોટું અભિમાન ધારણ કરી બંદીખાનામાંથી મૂકવ્યા એટલે તમારી દાનશક્તિ વધારે જોઇ સજજન પુરુષોને બલી પ્રમુખ દાનેશ્વરી રાજાનું વિસ્મરણ થયું ઇત્યાદિ સાક્ષાત્ સરસ્વતીના ઉદય પામતા પ્રવાહને જોઇ, ભોજ રાજાએ બે હાથ જોડી નમસ્કાર કરી આ શ્લોકનું મૂલ્ય મારાથી આપી શકાય તેમ નથી કેમ કે બધું મારું રાજ અર્પણ કરું તો પણ આ શ્લોકનો બદલો વળે તેમ નથી માટે આ મારુ શરીર તમને અર્પણ કરું છું એમ કહી સંતોષ પમાડી નમસ્કાર કરી વિદાય કર્યો. વળી એક દિવસ રાજા રાજપાટિકા કરવા હાથી ઉપર બેસી નગરમાં ફરતો હતો તે વખત કોઈ દરિદ્રી પુરુષને પૃથ્વી ઉપર પડેલા દાણા વિણતો જોઈ રાજા અડધો શ્લોક બોલ્યો. તેનો અર્થ જે પોતાના ઉદરનું પણ પોષણ કરવાને અસમર્થ છે તેવા પુરુષો પૃથ્વી ઉપર જન્મ્યા તો ય શું ? ન જન્મ્યા તો ય શું ? આ પ્રકારે રાજાનો કહેલો અર્ધા શ્લોક સાંભળી તે પુરુષ એ શ્લોકનો ઉત્તરાર્ધ બોલ્યો. તેનો અર્થ : જે પુરુષ પોતે સમર્થ થઈને પણ પારકો ઉપકાર નથી કરતા તેવા પુરુષો પૃથ્વી ઉપર જન્મ્યા તો ય શું ? ન જમ્યા તો ય શું? પછી વળી રાજા અર્ધ શ્લોક બોલ્યો. તેનો અર્થ ઃ લોક પાસે ભીખ માંગીને જે નિરંતર પોતાની આજીવિકા ચલાવે છે તેને હે જગતને ઉત્પન્ન કરનારી યોગમાયા તું જન્મ જ ન આપીશ, આ પ્રકારે રાજાનો અર્ધ શ્લોક સાંભળી પંડિત ઉત્તરાર્ધ બોલ્યો. તેનો અર્થ : હે પૃથ્વી માતા જેણે યાચકની પ્રાર્થનાનો ભંગ કર્યો છે તેવા પુરુષને તું ધારણ ના કરીશ કેમ કે તે પ્રાર્થના ભંગ કરનાર પુરુષના મહા પાપના ભારથી તું રસાતળમાં જતી રહીશ તો લોકની શી વલે થશે ? આ પ્રકારનું વચન સાંભળી રાજાએ પૂછ્યું કે આ પ્રકારની તમારી મોટી વિદ્વત્તા છતાં પણ આવી દુર્દશાને ભોગવતા તમે કોણ છો ? એમ રાજાએ પૂછ્યું ત્યારે તે બોલ્યો તમારું રાજકાર, વિવિધ પ્રકારના પંડિતો રૂપી મેઘ ઘટાથી પ્રતિપૂર્ણ રહેલું છે માટે ત્યાં પ્રવેશ કરવામાં બીજો માર્ગ ન મળવાથી નગરના પ્રધાન પુરુષે દેખાડેલા રસ્તા પ્રમાણે આ પ્રપંચથી તમારું દર્શન કરવા ઇચ્છતો, હું, રાજશેખર નામે કવિ છું. એમ પોતાનું નામ ઓળખાવતા મહાકવિ રાજશેખરને યોગ્ય મોટું દાન આપી પ્રસન્ન કર્યો. બીજી પ્રતમાં નીચે પ્રમાણે છે -
કવિનું વચન સાંભળી રાજાએ ઝટ હાથી પરથી ઉતરી પોતાનો પટ્ટહાથી કવિને અર્પણ કર્યો કે તે વખત કવિએ વિચાર કર્યો કે ગજદાન ગ્રહણ કરવામાં ઘણું પાપ છે પણ આપદ્ધર્મ જાણી
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર